કુંવરબાઈનું મામેરું/કડવું ૧૬: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૧૬| | {{Heading|કડવું ૧૬|}} | ||
<poem> | <poem> | ||
[ અંતનો એક કથાવળાંક જુઓ : કૃષ્ણના ગયા પછી નણદીનો વાંધો ને એનું નિરાકરણ! કવિ અને કથાકાર બંને રૂપે પ્રેમાનંદ ઉત્તમ નીવડે છે. | {{Color|Blue|[ અંતનો એક કથાવળાંક જુઓ : કૃષ્ણના ગયા પછી નણદીનો વાંધો ને એનું નિરાકરણ! કવિ અને કથાકાર બંને રૂપે પ્રેમાનંદ ઉત્તમ નીવડે છે. | ||
આખ્યાનનું કથા-સમાપન સમય-સ્થળને પણ આલેખી આપે છે.] | આખ્યાનનું કથા-સમાપન સમય-સ્થળને પણ આલેખી આપે છે.]}} | ||
(રાગ ધન્યાશ્રી) | (રાગ ધન્યાશ્રી) | ||
કોડ પહોંત્યાં કુંવરવહુના, ભાંગ્યું ભવનું મહેણું જી; | કોડ<ref>કોડ = અંતરની ઇચ્છા, અભિલાષા </ref> પહોંત્યાં કુંવરવહુના, ભાંગ્યું ભવનું મહેણું જી; | ||
મનગમતી પહેરામણી પામ્યાં, જેહને જેવું લહેણું જી.{{space}} ૧ | મનગમતી પહેરામણી પામ્યાં, જેહને જેવું લહેણું જી.{{space}} ૧ | ||
Line 23: | Line 23: | ||
‘પહેરામણી કોને નવ પહોંતી,’ કોને નામે ભરડે જી.{{space}} ૫ | ‘પહેરામણી કોને નવ પહોંતી,’ કોને નામે ભરડે જી.{{space}} ૫ | ||
‘પહેરામણી પરન્યાતી પામ્યાં, ગયાં ઘરનાં માણસ ભૂલી જી; | ‘પહેરામણી પરન્યાતી<ref>પરન્યાતી = (નાગર સિવાયની) બીજી જ્ઞાતિનાં </ref> પામ્યાં, ગયાં ઘરનાં માણસ ભૂલી જી; | ||
એક કટકો કાપડું નવ પામી પુત્રી મારી ફૂલફૂલી જી.{{space}} ૬ | એક કટકો કાપડું નવ પામી પુત્રી મારી ફૂલફૂલી<ref>ફૂલફૂલી = ફૂલ જેવી ખીલેલી </ref> જી.{{space}} ૬ | ||
મુને આપ્યું તે પાછું લ્યો, ભાભી! રાખડીબંધામણ જી, | મુને આપ્યું તે પાછું લ્યો, ભાભી! રાખડીબંધામણ જી, | ||
Line 55: | Line 55: | ||
પ્રીત્યે કરી જે ગાય સાંભળે દારિદ્ર્ય તેનું જાય જી, | પ્રીત્યે કરી જે ગાય સાંભળે દારિદ્ર્ય તેનું જાય જી, | ||
બેહુ કર જોડી કહે પ્રેમાનંદ, રાખો હરિ હૃદયા માંય જી.{{space}} ૧૬ | બેહુ કર જોડી કહે પ્રેમાનંદ, રાખો હરિ હૃદયા માંય જી.{{space}} ૧૬ | ||
</poem> | </poem><br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = કડવું ૧૫ | |previous = કડવું ૧૫ | ||
|next = આખ્યાન કાવ્યનું સ્વરૂપ અને વિકાસગતિ | |next = આખ્યાન કાવ્યનું સ્વરૂપ અને વિકાસગતિ | ||
}} | }}<br> |
Latest revision as of 07:36, 1 November 2021
[ અંતનો એક કથાવળાંક જુઓ : કૃષ્ણના ગયા પછી નણદીનો વાંધો ને એનું નિરાકરણ! કવિ અને કથાકાર બંને રૂપે પ્રેમાનંદ ઉત્તમ નીવડે છે.
આખ્યાનનું કથા-સમાપન સમય-સ્થળને પણ આલેખી આપે છે.]
(રાગ ધન્યાશ્રી)
કોડ[1] પહોંત્યાં કુંવરવહુના, ભાંગ્યું ભવનું મહેણું જી;
મનગમતી પહેરામણી પામ્યાં, જેહને જેવું લહેણું જી. ૧
નાગરી નાત, કુટુંબ, પડોશી, ચાકર, કોળી, માળી જી;
પહેરામણી સહુ કોને પહોંચી, વાચા પ્રભુએ પાળી જી. ૨
સોળે શણગાર કુંવરીને આપ્યા, મહેતાને દીધાં માન જી;
છાબમાં બે પહાણ કનકના મૂકી, થયા અંતર્ધાન જી. ૩
સભા સહુ કો વિસ્મય પામી : ‘અલૌકિક શેઠશેઠાણી જી;’
મહેતાને સહુ પાયે લાગે, ભક્તિ સાચી જાણી જી. ૪
કુંવરબાઈની નણદી આવી, બડબડતી મુખ મરડે જી;
‘પહેરામણી કોને નવ પહોંતી,’ કોને નામે ભરડે જી. ૫
‘પહેરામણી પરન્યાતી[2] પામ્યાં, ગયાં ઘરનાં માણસ ભૂલી જી;
એક કટકો કાપડું નવ પામી પુત્રી મારી ફૂલફૂલી[3] જી. ૬
મુને આપ્યું તે પાછું લ્યો, ભાભી! રાખડીબંધામણ જી,
નામ મહેતો પણ ન હોય નાગર, દીસે દુર્બળ બ્રાહ્મણ જી’ ૭
કુંવરબાઈ પિતા કને આવી : ‘પિતાજી! હવે શું થાશે જી?
આટલું ખરચતાં મહેણું રહ્યું માથે, હવે કેમ જિવાશે જી? ૮
વીસરી દીકરી નણંદ કેરી, નાનબાઈ જેનું નામ જી;
છ મહિનાની છોકરી ભૂલી, એક કાપડાનું કામ જી.’ ૯
મહેતોજી કહેઃ ‘પુત્રી મારી! સમરો શ્રીગોપાળ જી;
એક તાંતણો હુંથી ન મળે, બેઠો વજાડું તાળ જી.’ ૧૦
ફરી ધ્યાન ધર્યું માધવનું : ‘ત્રિકમ! રાખો ટેક જી,’
પંચરંગનું ગગન વિષેથી પડ્યું કાપડું એક જી. ૧૧
નણદી સંતોષ્યાં કુંવરબાઈએ, મહેતે માગી વિદાય જી;
સહસ્ર મહોર, સોનાના પહાણા, મૂક્યા તે છાબ માંહ્ય જી. ૧૨
નાગરલોક સહુ પાયે લાગે, પૂજે, કરે વખાણ જી;
જૂનેગઢ મહેતોજી આવ્યા, સમર્યા સારંગપાણ જી. ૧૩
વીરક્ષેત્ર વડોદરું, ગુજરાત મધ્યે ગામ જી;
ચતુર્વિંશી જ્ઞાતિ બ્રાહ્મણ, ભટ્ટ પ્રેમાનંદ નામ જી. ૧૪
સંવત સત્તર ઓગણચાળો, આસો સુદિ નોમ રવિવાર જી;
પૂરણ ગ્રંથ થયો તે દિવસે યથાબુદ્ધિ વિસ્તાર જી. ૧૫
પ્રીત્યે કરી જે ગાય સાંભળે દારિદ્ર્ય તેનું જાય જી,
બેહુ કર જોડી કહે પ્રેમાનંદ, રાખો હરિ હૃદયા માંય જી. ૧૬