અભિમન્યુ આખ્યાન/કડવું ૧૬: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 43: | Line 43: | ||
બળભદ્ર કહે, ‘સહુ ઊભા રહો, જોઈએ તે કાગળમાં લખો રે.’{{Space}} ૧૧ | બળભદ્ર કહે, ‘સહુ ઊભા રહો, જોઈએ તે કાગળમાં લખો રે.’{{Space}} ૧૧ | ||
</Poem> | </Poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = કડવું ૧૫ | |||
|next = કડવું ૧૭ | |||
}} | |||
<br> |
Latest revision as of 12:31, 2 November 2021
રાગ રામગ્રી
સંજય કહે : રાય સાંભળો, એ અટપટી વાત;
મર્મ જ કો પ્રીછે નહિ, જાણે છે જુગ-તાત. સંજય૦ ૧
તે સમે અર્જુન ત્યાં હતા, સાસરડે મહાલે;
પંચ માસ ત્યાં રાખિયા વિઠ્ઠલજી વહાલે. સંજય૦ ૨
સુભદ્રાને સીમંત આવિયું, ભાવિયું સર્વ સાથ;
પારથ પ્રત્યે બોલિયા, કુશસ્થળીના નાથ. સંજય૦ ૩
‘ઇન્દ્રપ્રસ્થ જાઓ ઉતાવળા, અર્જુનજી તમો;
મોસાળું લઈ આવું છું, પૂંઠળથી અમો.’ સંજય૦ ૪
સવ્યસાચી પછે સંચર્યા, સાથે સુભદ્રા નારી;
નકુળ-સહદેવ સામા આવિયા, મળ્યા ગાંડિવધારી. સંજય૦ ૫
જયજયકાર વરતી રહ્યો, હરખ્યા રાજા ધર્મ;
શાસ્રે કહ્યાં સીમંતનાં જે, કીધાં તે તે કર્મ. સંજય૦ ૬
મોહન મોસાળું લાવિયા, આવ્યા તે સાથે રામ;
જેને ઘટે તેવું આપિયું, ખરચ્યા બહુ દામ. સંજય૦ ૭
દુુઃશલાએ બાંધી રાખડી, થયો નકુળ બુસટિયો;
વેવાઈ થઈને માગતો વૃકોદર મહાહઠિયો. સંજય૦ ૮
‘કહો જાદવ, તમો આવિયા, લેઈને મોસાળું;
પૂરું પડે તો આંહીં રહો, નહિ તો કાઢો કરવાળું. સંજય૦ ૯
‘કૃપા કરો,’ કહે કૃષ્ણજી, ‘રામ પાડશે પૂરું;
તમ સરખા સગા છો, ક્યમ રહેશે અધૂરું?’ સંજય૦ ૧૦
વલણ
અધૂરું કાંઈ રહેશે નહિ, રામ આપશે તે લેઈ નહિ શકો રે;
બળભદ્ર કહે, ‘સહુ ઊભા રહો, જોઈએ તે કાગળમાં લખો રે.’ ૧૧