ચંદ્રહાસ આખ્યાન/કડવું ૫: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૫|}} <poem> {{Color|Blue|[મારાઓને છરીને પથ્થર પર ઘસતાં જોઈને બાળકન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
દુઃખ ટાળ્યાં સર્વે દેવનાં, આણ્યો અસુરનો અંત.{{space}} -સાધુ૦ ૩ | દુઃખ ટાળ્યાં સર્વે દેવનાં, આણ્યો અસુરનો અંત.{{space}} -સાધુ૦ ૩ | ||
અંબરીષ કરતો એકાદશી, આવ્યો અત્રિકુમાર; | અંબરીષ<ref>અંબરીષ – મનુના નવમા પુત્ર નભાગનો પૌત્ર અને નાભાગનો પુત્ર</ref> કરતો એકાદશી, આવ્યો અત્રિકુમાર<ref>અત્રિકુમાર – દુર્વાસા ઋષિ</ref>; | ||
શાપ ટાળ્યા સર્વે તેહના, લીધા દશ અવતાર.{{space}} -સાધુ૦ ૪ | શાપ ટાળ્યા સર્વે તેહના, લીધા દશ અવતાર.{{space}} -સાધુ૦ ૪ | ||
Line 24: | Line 24: | ||
વામનરૂપ થઈને વેગે છળ્યો બલવંતો બલિ રાજંન; | વામનરૂપ થઈને વેગે છળ્યો બલવંતો બલિ રાજંન; | ||
પ્રભુ થઈ રહ્યા પોળિયા, રાખ્યું જતું ઇદ્રાસન.{{space}} -સાધુ૦ ૭ | પ્રભુ થઈ રહ્યા પોળિયા,<ref>પોળિયા – દ્વારપાલ</ref> રાખ્યું જતું ઇદ્રાસન.{{space}} -સાધુ૦ ૭ | ||
કચ્છપ<ref>કચ્છપ – કાચબો</ref>રૂપે કૃષ્ણજી, તમે મથિયો મહાસમુદ્ર; | |||
લક્ષ્મી કહાડ્યાં ત્યાં થકી, ટાળ્યું દેવનું દારિદ્ર.{{space}} -સાધુ૦ ૮ | લક્ષ્મી કહાડ્યાં ત્યાં થકી, ટાળ્યું દેવનું દારિદ્ર.{{space}} -સાધુ૦ ૮ | ||
Revision as of 07:19, 11 November 2021
[મારાઓને છરીને પથ્થર પર ઘસતાં જોઈને બાળકને લાગે છે કે હમણાં મને મારી નાખશે, તેથી એ આર્તહૃદયે ભગવાનનું સ્મરણ કરવા લાગે છે.]
રાગ : સામગ્રી
સાધુ સુતે સમર્યા હરિ ગરુવા શ્રીગોપાળ :
વહારે ચઢજો, વિઠ્ઠલા, દીનાનાથ દીનદયાળ. -સાધુ૦ ૧
સાહે કરો સેવકતણી, પ્રભુ સુંદર શ્યામશરીર,
બાલકબુદ્ધ નથી જાણતો, જાચ્યા શ્રી જદુવીર. -સાધુ૦ ૨
આગે ભીડ ભાંગી ભક્તની, ભોળા શ્રી ભગવંત,
દુઃખ ટાળ્યાં સર્વે દેવનાં, આણ્યો અસુરનો અંત. -સાધુ૦ ૩
અંબરીષ[1] કરતો એકાદશી, આવ્યો અત્રિકુમાર[2];
શાપ ટાળ્યા સર્વે તેહના, લીધા દશ અવતાર. -સાધુ૦ ૪
પછે મચ્છરૂપે વેદ વાળિયા, અહો અશરણશરણ;
તમો વિશ્વંભર વહારે ચઢી, મુકાવી દાઢાગ્રેથિ ધરણ. -સાધુ૦ ૫
પ્રહ્લાદ પીડાથી રાખિયો, ધરી નરસિંહરૂપ.
વિદાર્યો નખે કરી, પાપી હરિણયકશિપુ ભૂપ. -સાધુ૦ ૬
વામનરૂપ થઈને વેગે છળ્યો બલવંતો બલિ રાજંન;
પ્રભુ થઈ રહ્યા પોળિયા,[3] રાખ્યું જતું ઇદ્રાસન. -સાધુ૦ ૭
કચ્છપ[4]રૂપે કૃષ્ણજી, તમે મથિયો મહાસમુદ્ર;
લક્ષ્મી કહાડ્યાં ત્યાં થકી, ટાળ્યું દેવનું દારિદ્ર. -સાધુ૦ ૮
પરશુરામરૂપે પુરુષોત્તમ, પાળ્યું તાતનું વચંન;
માત મારી તાતવચને, હણ્યો સહસ્રાર્જુન, -સાધુ૦ ૯
સાતમે રાક્ષસકુલ સંઘારવા અવતરિયા શ્રીરામ;
વાનરશું મૈત્રી કરી, ફેડ્યો રાવણનો ઠામ. -સાધુ૦ ૧૦
આઠમો અવતાર શ્રીકૃષ્ણનો, પાંડવના પ્રતિપાળ;
કંસાસુરાદિ પાપી હણ્યા, માર્યો તે શિશુપાળ. -સાધુ૦ ૧૧
હરિશ્ચંદ્રે સત્ય મૂક્યું નહિ, કાપતાં કામિનીનું માથ;
અવિનાશી અંતરિક્ષથી ઊતર્યા આવી ઝાલ્યો હાથ. -સાધુ૦ ૧૨
પાંચ વરસોનો બળિયો, જેનું ધ્રુવજી નામ;
દાસ જાણી પોતાતણો, આપ્યો અવિચળ ઠામ. -સાધુ૦ ૧૩
શું શયન કીધું, હો શ્યામજી, પ્રભુજી ગરુડારૂઢ?
જાગીને વેગે આવજો, દુઃખ પડિયું છે પ્રૌઢ. -સાધુ૦ ૧૪
ભક્તવત્સલ બિરદ તાહરું, રાખજો આ વાર;
સેવકને જો વિચારશો તો લાજશો લક્ષ્મી-ભરતાર. -સાધુ૦ ૧૫
ચતુર્ભુજ, તમો ચિત્તમાં, ચિંતવીને દુઃખ જોય;
તમ વિના ત્રૈલોક્યમાં નથિમાહરે કોય. -સાધુ૦ ૧૬
અલ્પ જીવ અવની વિષે, આકાશથી હું પડિયો;
મૃત્યુ પાન માહરા હાથમાં, ચાંડાલહાથે ચઢિયો. -સાધુ૦ ૧૭
હું મરણ પામ્યો, હો મહાવજી, ‘માહરો’ કોણ કહેશે?
મોટું દુઃખ મારા મન વિષે, માહરો સખો લહેશે.’ -સાધુ૦ ૧૮
એવે નિદ્રાવશથી જાગિયો, કમળાનો જે સ્વામી;
પછે ચાંડાળના ચિત્ત વિષે, પ્રગટ્યા અંતરજામી. -સાધુ૦ ૧૯
વલણ
અંતરજામી પ્રગટ હવા ચાંડાળ કેરે મંન રે,
ભટ પ્રેમાનંદ એમ કહે : ક્યમ ઊગર્યો સુધાર્મિક તંન રે. -સાધુ૦ ૨૦