અભિમન્યુ આખ્યાન/કડવું ૪૮: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૪૮|}} {{Poem2Open}} {{Color|Blue|[૪૧મા કડવાથી આરંભાયેલા કોઠાયુદ્ધના વ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:


{{Poem2Open}}
{{Poem2Open}}
{{Color|Blue|[૪૧મા કડવાથી આરંભાયેલા કોઠાયુદ્ધના વર્ણનમાં છઠ્ઠા અને સાતમા કોઠાનું યુદ્ધવર્ણન વિશેષ આસ્વાદક બન્યું છે. અને એ સ્વાભાવિક પણ છે. કેમ કે જેમ અભિમન્યુ એના અંતિમ લક્ષ્ય તરફ ધસતો  જાય એમ એ યુદ્ધ એને માટે વિશેષ કટોકટીભર્યું બનતું જવાનું ને! મચેલા ભીષણ યુદ્ધે સમગ્ર કુરુક્ષેત્રને લોહિયાળ કરી મૂક્યું. અંતે કૌરવ કપટમાં અભિમન્યુ ફસાઈ ગયો; પણ કૌરવોને પોતાનો અંતિમ શૌર્યચમત્કાર બતાવવામાં એણે પાછી પાની ન કરી. એણે એકલે હાથે કૌરવસેનાનો કચ્ચરઘાણ કરી એને કાગારોળ કરતી મૂકી.]}}{{Poem2Open}}
{{Color|Blue|[૪૧મા કડવાથી આરંભાયેલા કોઠાયુદ્ધના વર્ણનમાં છઠ્ઠા અને સાતમા કોઠાનું યુદ્ધવર્ણન વિશેષ આસ્વાદક બન્યું છે. અને એ સ્વાભાવિક પણ છે. કેમ કે જેમ અભિમન્યુ એના અંતિમ લક્ષ્ય તરફ ધસતો  જાય એમ એ યુદ્ધ એને માટે વિશેષ કટોકટીભર્યું બનતું જવાનું ને! મચેલા ભીષણ યુદ્ધે સમગ્ર કુરુક્ષેત્રને લોહિયાળ કરી મૂક્યું. અંતે કૌરવ કપટમાં અભિમન્યુ ફસાઈ ગયો; પણ કૌરવોને પોતાનો અંતિમ શૌર્યચમત્કાર બતાવવામાં એણે પાછી પાની ન કરી. એણે એકલે હાથે કૌરવસેનાનો કચ્ચરઘાણ કરી એને કાગારોળ કરતી મૂકી.]}}{{Poem2Close}}




Line 122: Line 122:
કોપાતુર કર્ણ થાતો, દ્રોણજી રીસે ચઢ્યા રે.{{Space}} ૩૭
કોપાતુર કર્ણ થાતો, દ્રોણજી રીસે ચઢ્યા રે.{{Space}} ૩૭
</Poem>
</Poem>
<br>
{{HeaderNav2
|previous = કડવું ૪૭
|next = કડવું ૪૯
}}
<br>

Latest revision as of 05:25, 15 November 2021

કડવું ૪૮
[૪૧મા કડવાથી આરંભાયેલા કોઠાયુદ્ધના વર્ણનમાં છઠ્ઠા અને સાતમા કોઠાનું યુદ્ધવર્ણન વિશેષ આસ્વાદક બન્યું છે. અને એ સ્વાભાવિક પણ છે. કેમ કે જેમ અભિમન્યુ એના અંતિમ લક્ષ્ય તરફ ધસતો જાય એમ એ યુદ્ધ એને માટે વિશેષ કટોકટીભર્યું બનતું જવાનું ને! મચેલા ભીષણ યુદ્ધે સમગ્ર કુરુક્ષેત્રને લોહિયાળ કરી મૂક્યું. અંતે કૌરવ કપટમાં અભિમન્યુ ફસાઈ ગયો; પણ કૌરવોને પોતાનો અંતિમ શૌર્યચમત્કાર બતાવવામાં એણે પાછી પાની ન કરી. એણે એકલે હાથે કૌરવસેનાનો કચ્ચરઘાણ કરી એને કાગારોળ કરતી મૂકી.]


રાગ પરજિયો

વૈશંપાયન વદે વળતું : સુણ જનમેજય ભૂપાળ રે;
ખટ રથીએ ખપ કરી માર્યો અર્જુન કેરો બાળ રે.          ૧

ઢાળ
બાળ જે સવ્યસાચી તણો, સુભદ્રાનો જાયો;
ખટમે કોઠે ખંખારીને કૌરવ ઉપર ધાયો.          ૨

ત્રીજે પહોરે પાંડવે, યુદ્ધ માંડ્યું પુનરપે;
અભિમન્યુ શોભવા લાગ્યો, વીંટ્યો ચહુદિશ સર્પે.          ૩

પાંડવ, પાંચાલ ને સાત્યકિ, વૈરાટ ને દ્રુપદ;
ગડગડી પેઠા છઠ્ઠે કોઠે, જેને બળનો છે મદ.          ૪

ત્રાહ્ય ત્રાહ્ય કરી દુર્યોધન બોલ્યો, હાથ બન્ને ઘસિયા;
પેઠા પાંડવ, ધાયા કૌરવ, એમ કહેતામાં ધસિયા.          ૫

કૃપ, દ્રોણ ને કર્ણ, કૈતક શકુનિ ને અશ્વત્થામા;
દુઃશાસન ને દુર્મુખ જયદ્રથ, સર્વ ચાલ્યા સામા.          ૬

બાહ્‌લિક, શલ્ય ને સુયોધન, ભોજ ને ભૂરિશ્રવા;
ખટમે કોઠે સુભટ સર્વે સેળભેળ ત્યાં હવા.           ૭

રથશું રથ, અશ્વશું અશ્વ, વઢે હાથીએ હાથી;
ખડ્‌ગ ખપૂવા તોમર ત્રિશૂળ સબળ વાવરે સાથી.          ૮

ટોપ ટટાર ને સલે બખતર, પાખર ત્યાં કપાય;
શ્યામ રુધિરની નદી ભયાનક ખળકે વહેતી જાય.          ૯

કુંજરનાં મસ્તક કાચબા સરખાં, મીન વીરલોચન;
ભડની ભુજા ભુજંગ સરખી, મગર માથા વિનાનાં તન.          ૧૦

શેવાળ વાળ વીરશિરના, છોળ રુધિરના છાંટા;
પડે પ્રાક્રમી અમળાઈ પાગે, ભરાય આંતરડાના આંટા.          ૧૧

માંસ પાળ બંધાઈ બે પાસે, એવી ભયાનક નદી;
શું કહું જનમેજય રાજા? મુખે વાત ન જાયે વદી.          ૧૨

કુરુક્ષેત્ર લોહિયાળું દીસે, જેવાં ફાગણનાં પલાશ;
સૌભદ્રેના માર આગળ કરે કૌરવ નાસાનાસ.          ૧૩

અમરગણ અંતરિક્ષ આવી કરે પુષ્પની ધાર;
પેઠો અભિમન્યુ વ્યૂહ વિષે, કીધો કોઠો તારાતાર.          ૧૪

નાઠા કૌરવ ખટ રથી, ગયા સાતમે વંક;
ચાર પાંડવ જયદ્રથે ખાળ્યા, રહ્યા મન ઓશંક.          ૧૫

સદાશિવની વાણી સફળ જયદ્રથને ત્યાં થઈ;
અભિમન્યુ પૂંઠે ચાર કાકા, માંહી કોણે જવાયું નહિ.          ૧૬

સરિતાની પેરે પેઠો સૌભદ્રે, બાણ મૂક્યાં એકી મૂઠે;
મનમાં વિચાર એવો કરે જે કાકા આવે મારી પૂઠે.          ૧૭

એમ કરતા આવી ગયું એક પૃથ્વીનું નીચાણ;
ખટ રથી દીઠા કાળ સરખા, તે રહ્યા ચઢાવી બાણ.           ૧૮

અભિમન્યુએ ફરી જોયું તો નવ દીઠો કાકાનો જોડો :
અરે કૌરવે કપટ કીધું, આગળ બાંધ્યો છે ઓડો.          ૧૯

દ્રોણ, કૃપ ને ભૂરિશ્રવા, શલ્ય કર્ણ વળિયા વીંટી;
અભિમન્યુએ વિમાસિયું : જીવવાની આશા ખૂટી.          ૨૦

એવે પૂંઠેથી બહુ સેન લઈને આવ્યો દુર્યોધન;
શત્રુસાગર માંહે બૂડ્યો સવ્યસાચીનો તન.          ૨૧

કહે દુઃશાસન ખટ રથીને : ‘ભાઈઓ શું વિચારો?
આવો છોછો નહિ મળે, માટે સર્વે મળીને મારો.’          ૨૨

કહેતા માંહે બાણ છૂટ્યાં, કુંવર લીધો ઢાંકી;
અભિમન્યુને કોણ ઉગારે, પડી વેળા વાંકી.          ૨૩

એકધા, દશધા, શતધા, સહસ્રધા કોટિધા આયુધ;
અંધકાર હોકાર પડે, કીધું કપટે જુદ્ધ.          ૨૪

તેણી વેળા અભિમન્યુ અરુંપરું ત્યાં જોતો;
કૌરવરૂપે સાવજો ને સૌભદ્રે ત્યાં ટોતો.          ૨૫

કાઢતો તાણતો મૂકતો વેગે વાળી શરત;
રથ ઉપર ફરવા લાગ્યો, જેમ નટવો કરે છે નરત.          ૨૬

પાવક જેમ તૃણને બાળે, સૂકાં કાષ્ઠ ને દર્ભ;
ઇન્દુ જેમ અળગો નીસરે, નિવારીને અભ્ર.          ૨૭

સો સો બાણે વીંધિયા દ્રોણ ને દ્રોણનો સાળો;
રથ ઘોડા ને સારથિ માર્યો, દુર્યોધન કીધો પાળો.          ૨૮

અંગ વેધ્યું શલ્યનું, કર્ણનું વેધ્યું કપોળ;
મૂર્ચ્છા પમાડ્યો દુઃશાસનને, કરે કૌરવ કાગારોળ.          ૨૯

અભિમન્યુએ અગ્નિ-અસ્ર મૂક્યું ભાથામાંથી કાઢી;
વસ્ર બળે વીરનાં, બળે ધજા અંબાડી.          ૩૦

પાગ કેના ને ભુજ કેના, નાસતા દેહ દઝાડી;
કોના મુગટ ને ટોપ બાળ્યાં, કોની મૂછ ને દાઢી.          ૩૧

બૂમ પાડે ને ફૂંક મારે, શરીરે થયા ફફોલા;
તરફડે સેના રણ વિષે, જેમ દવે દાઝ્યા હોલા.          ૩૨

પછી ખટરથીએ રણ રાખ્યું, બાણે આણ્યો પર્જન્ય;
અભિમન્યુનો રથ તણાયો, હોલાયો હુતાશન.          ૩૩

પવન પ્રયોજ્યો પાર્થપુત્રે, નાઠો મેહ, થયું ધૂળકટ;
ચઢ્યા વાયે વંટોળિયા, ઉડાડ્યા દેહવટ.          ૩૪

દ્રોણ કર્ણે સર્પાસ્ર મૂક્યાં, વાયુભક્ષી રથે વળગ્યા;
અભિમન્યુએ ગરુડાસ્ર મૂક્યું, સર્પ કીધા અળગા.          ૩૫

દ્રોણે ત્યાં પર્વતાસ્ર મૂક્યું, પડે પહાણ ત્યાં પ્રચંડ;
પાર્થપુત્રે વજ્રાસ્ર મૂક્યું, શલ્યા કીધી શતખંડ.          ૩૬

વલણ
શતખંડ શલ્યા કીધી, કૌરવ સર્વ તૂટી પડ્યા રે;
કોપાતુર કર્ણ થાતો, દ્રોણજી રીસે ચઢ્યા રે.          ૩૭