ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દુર્બોધતા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''દુર્બોધતા (Obscurity)'''</span> : વ્યવહારભાષાનું ધ્યેય પ્રત્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = દીવાન-એ-ગાલિબ | |||
|next = દુર્વાચનયોગ | |||
}} |
Latest revision as of 12:01, 26 November 2021
દુર્બોધતા (Obscurity) : વ્યવહારભાષાનું ધ્યેય પ્રત્યાયન દ્વારા તાત્કાલિક અર્થસંક્રમણનું છે અને તેથી એ ભાષા સરખામણીએ સુગમ હોય છે; જ્યારે કવિતાભાષાનું ધ્યેય કેવળ અર્થસંક્રમણ નથી અને તાત્કાલિક અર્થસંક્રમણ પણ નથી અને તેથી એ ભાષા દુર્બોધ હોય છે. બીજી રીતે કહીએ તો વ્યવહારમાં દુર્બોધતા જે દોષરૂપ છે તે કવિતામાં ભાષાને તીવ્ર રીતે સંવેદિત કરાવવાના એક પ્રપંચ રૂપે ઉપસ્થિત થાય છે. આધુનિક સાહિત્યે આ પ્રપંચનો વિશેષ ઉપયોગ કર્યો છે.
ચં.ટો.