ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરિચય ટ્રસ્ટ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પરિચય ટ્રસ્ટ'''</span> : પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = પરિક્લાન્તિનું સાહિત્ય | |||
|next = પરિણમન | |||
}} |
Latest revision as of 06:58, 28 November 2021
પરિચય ટ્રસ્ટ : પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીના સદ્ભાવ અને વાડીલાલ ડગલીના પુરુષાર્થથી, મુંબઈમાં ૧૯૫૯માં સ્થપાયેલી આ સંસ્થાએ, માનવજીવનને આવરી લેતા વિવિધ વિષયો પર અધિકૃત વિદ્વાનો પાસે સરળ ભાષામાં, ૩૨ પાનાંની મર્યાદામાં લખાવેલી બે પરિચય-પુસ્તિકાઓ દરેક મહિને પ્રકાશિત કરવાનો સંકલ્પ અતૂટ જાળવીને ગુજરાતી ભાષામાં મૌલિક સ્વરૂપનો વિશ્વજ્ઞાનકોશ રચ્યો છે.
આ ઉપરાંત સંસ્થાએ યશવન્ત દોશીના સંપાદન તળે, મુખ્યત્વે ગુજરાતી ભાષામાં પ્રકાશિત પુસ્તકોની સમતોલ સમીક્ષા, મૂર્ધન્ય સાહિત્યકારોનું સમગ્રદર્શી પ્રવર મૂલ્યાંકન તથા ગુજરાતી સાહિત્યના વિવિધ તબક્કા-યુગોની સાંગોપાંગ સમીક્ષા કરતું માસિક ‘ગ્રન્થ’ પ્રકાશિત કર્યું હતું. આ ઉપરાંત નિરંજન ભગતના સંપાદન તળે, માત્ર ત્રણ વર્ષનું અલ્પાયુષ્ય ધરાવતું ‘સાહિત્ય’નામનું ત્રૈમાસિક પણ પ્રકાશિત કર્યું હતું.
ર.ર.દ.