ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સેન્ટ્રલ લાઈબ્રેરી – વડોદરા: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સેન્ટ્રલ લાઈબ્રેરી-વડોદરા'''</span> : વડોદરા રાજ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous= સૂફીવાદ | |||
|next= સોરઠીબોલી | |||
}} |
Revision as of 10:57, 9 December 2021
સેન્ટ્રલ લાઈબ્રેરી-વડોદરા : વડોદરા રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પ્રજાકલ્યાણની પ્રવૃત્તિ રૂપે રાજ્યમાં ગામેગામ સ્થાપેલાં પુસ્તકાલયોને એકસૂત્ર કરવા માટે વડોદરામાં ૧૯૧૧માં સ્થાપેલું મધ્યવર્તી ગ્રન્થાલય. ગ્રન્થ આપ-લે, સંદર્ભસાહિત્ય, બાલ-મહિલાસાહિત્ય, સામાન્ય વાચનાલય, રીડિંગ રૂમ-સર્કલ, કૉપીરાઈટ અને કેન્દ્રીય કાર્યાલય જેવા વિભાગો ધરાવતા આ ગ્રન્થાલયમાં ગુજરાતી ઉપરાંત હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભાષાનાં પુસ્તકો અને જગતના ખ્યાતનામ ચિત્રકારોની પ્રશિષ્ટ કલાકૃતિઓનો વિરલ સંગ્રહ પણ સુરક્ષિત છે. મધ્યવર્તી ગ્રન્થાલય તરીકે જિલ્લા-તાલુકાનાં ગ્રન્થાલયો માટેની ગ્રન્થ-ખરીદી-પસંદગી ઉપરાંત ગ્રન્થપાલને અપેક્ષાનુસાર પરિગ્રહનાંક તેમજ અન્ય શાસ્ત્રીય સેવાઓ પણ આપવાની હોય છે. ર.ર.દ.