ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સેન્ટ્રલ લાઈબ્રેરી – વડોદરા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સેન્ટ્રલ લાઈબ્રેરી-વડોદરા : વડોદરા રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પ્રજાકલ્યાણની પ્રવૃત્તિ રૂપે રાજ્યમાં ગામેગામ સ્થાપેલાં પુસ્તકાલયોને એકસૂત્ર કરવા માટે વડોદરામાં ૧૯૧૧માં સ્થાપેલું મધ્યવર્તી ગ્રન્થાલય. ગ્રન્થ આપ-લે, સંદર્ભસાહિત્ય, બાલ-મહિલાસાહિત્ય, સામાન્ય વાચનાલય, રીડિંગ રૂમ-સર્કલ, કૉપીરાઈટ અને કેન્દ્રીય કાર્યાલય જેવા વિભાગો ધરાવતા આ ગ્રન્થાલયમાં ગુજરાતી ઉપરાંત હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભાષાનાં પુસ્તકો અને જગતના ખ્યાતનામ ચિત્રકારોની પ્રશિષ્ટ કલાકૃતિઓનો વિરલ સંગ્રહ પણ સુરક્ષિત છે. મધ્યવર્તી ગ્રન્થાલય તરીકે જિલ્લા-તાલુકાનાં ગ્રન્થાલયો માટેની ગ્રન્થ-ખરીદી-પસંદગી ઉપરાંત ગ્રન્થપાલને અપેક્ષાનુસાર પરિગ્રહનાંક તેમજ અન્ય શાસ્ત્રીય સેવાઓ પણ આપવાની હોય છે. ર.ર.દ.