કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૧૪. આપણા દુઃખનું કેટલું જોર?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૪. આપણા દુઃખનું કેટલું જોર?| }} <poem> ભાઈ રે, આપણા દુઃખનું કેટલ...")
 
No edit summary
 
Line 17: Line 17:
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૭૮-૭૯)}}
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૭૮-૭૯)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૧૩. મન મેં તારું જાણ્યું ના
|next = ૧૫. અલ્યા મેહુલા!
}}

Latest revision as of 06:16, 15 December 2021


૧૪. આપણા દુઃખનું કેટલું જોર?

ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર?
નાની એવી જાતક વાતનો મચાવીએ નહિ શોર!
ભારનું વાહન કોણ બની રહે? નહીં અલૂણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર. ભાઈ રેo
જલભરી દૃગ સાગર પેખે, હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતનાં કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર. ભાઈ રેo
આપણે ના કંઈ રંક, ભર્યો ભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું, આપણ મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર. ભાઈ રેo
(સંકલિત કવિતા, પૃ. ૭૮-૭૯)