કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૧૦. ગઢ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 30: | Line 30: | ||
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૪૦)}} | {{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૪૦)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૯. ગાંધીનામ | |||
|next = ૧૧. બારી બહાર | |||
}} |
Latest revision as of 07:44, 15 December 2021
૧૦. ગઢ
(મિશ્ર)
આ ગામનો ગઢ હવે અહીં જીર્ણશીર્ણ
ઊભો છ કો’ક અવશેષ સમો અજાણ્યા
એ કાળના…
ભીતરમાં ભર્યાં હશે –
કૈં માઢ મેડી, કિનખાબ જડેલ સોણાં,
ઘૂંટી ઘૂંટી ગટગટાવલ કેફ, ભેળા
કૈં ખેલ રાજવટના; હળવા નિસાસા,
ને રંગરાગ કંઈ ફાગ ભર્યા, ભર્યા એ
વ્હેવાર ને વટઃ બધું ગઢનાં પુરાણાં
તોતિંગ બાર પડછે…
પથરા પડી પડી
થયું બધું પાધર … ક્યાંક ઊભી
અબોલ ને એકલ કો’ક ખાંભી;
સિંદૂરિયા રંગ ઊડી ગયા સૌ.
તોતિંગ બાર નહિ ક્યાંય કળાય;
ક્યાંયે ઝૂલે ન આજ પરદા…
અહીં સાવ ખુલ્લા રસ્તા, બજાર, વ્યવહાર
બધુંય … આજે સોદા-પતાવટ બધું
અહીં સાફસૂથરું ચાલ્યા કરે…
ગઢ હજી પણ જીર્ણશીર્ણ
ઊભો છ કો’ક અવશેષ ધરી અજાણ્યા.
૧૮-૧-૭૦
(જળમાં લખવાં નામ, પૃ. ૪૦)