કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૯. ગાંધીનામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૯. ગાંધીનામ


ગાંધીનામ ખરે ગપગોળા,
મૂઈ ભેંસના મોટા ડોળા.

શોધી શોધીને શું શોધ્યું –
ખાલી ખૂણો ખાંખાંખોળા.

ચ્હેરો રસ્તે એક મળે ના;
મળતાં મ્હોરાં ટોળાં-ટોળાં.

પડછાયાના જંગલ વચ્ચે
વાઘ-સિંહના રમતા ઓળા.

કાન કશુંયે ધરીએ શાને;
કોઈ કહે છો કાળા-ધોળા.

લાજીને પરપોટો ફૂટ્યો –
લાગ્યાં પાણી ડ્‌હોળાં ડ્‌હોળાં!
૧૯૭૦
(જળમાં લખવાં નામ, પૃ. ૩૮)