કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૧૫. ગીત ગોત્યું ગોત્યું: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 41: Line 41:
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૧૩૬)}}
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૧૩૬)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૧૪. દૂર શું? નજીક શું?
|next = ૧૬. સખી મેં કલ્પી'તી
}}
<br>

Revision as of 15:41, 16 December 2021

૧૫. ગીત ગોત્યું ગોત્યું

અમે સૂતા ઝરણાને જગાડ્યું,
                   ઉછીનું ગીત માગ્યું,
          કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે વન વનનાં પારણાંની દોરે,
                   શોધ્યું ફૂલોની ફોરે,
          કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું વસંતની પાંખે
                   ને વીજળીની આંખે,
          કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે શોધ્યું સાગરની છોળે,
                   વાદળને હિંડોળે,
          કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું કંઈ સેંથીની વાટે,
                   લોચનને ઘાટે,
          કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ખોળ્યું શૈશવને ગાલે,
                   કે નેહ-નમી ચાલે,
          કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે જોયું જ્યાં સ્વર્ગંગા ઘૂમે,
                   ને તારલાની લૂમે,
          કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે જોઈ વળ્યાં દિશ દિશની બારી,
                   વિરાટની અટારી,
          કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

ઉરે આંસુ પછવાડે હીંચંતુ,
                   ને સપનાં સીંચંતું,
          કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

મુંબઈ, ડિસેમ્બર ૧૯૩૪
(સમગ્ર કવિતા, પૃ. ૧૩૬)