કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૩૭. ચોખૂણિયું મારું ખેતર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૬૭૩)}} | {{Right|(સમગ્ર કવિતા, પૃ. ૬૭૩)}} | ||
</Poem> | </Poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૬. રાજસ્થાનમાં પસાર થતાં – | |||
|next = ૩૮. હું ગુર્જર ભારતવાસી | |||
}} |
Latest revision as of 15:57, 16 December 2021
૩૭. ચોખૂણિયું મારું ખેતર
ચોખૂણિયું મારું ખેતર નાનું,
કાગળનું એક પાનું.
વાવાઝોડું કોઈ ક્યાંથી આવ્યું;
ક્ષણનું બીજ ત્યાં વાવ્યું.
કલ્પના કેરાં પીને રસાયણ
બીજ ગળી ગયું છેક.
શબ્દના અંકુર ફૂટ્યા, સુપલ્લવ–
પુષ્પનો લચ્યો વિશેષ.
લૂમ્યાં-ઝૂમ્યાં ફળ, રસ અલૌકિક:
અમૃતધારાઓ ફૂટે.
વાવણી ક્ષણની, લણો અનંતતાઃ
લૂટતાં લેશ ન ખૂટે.
રસનું અક્ષયપાત્ર સદાનું
ચોખૂણિયું મારું ખેતર નાનું.
(સમગ્ર કવિતા, પૃ. ૬૭૩)