કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૪૩. અમે ઇડરિયા પથ્થરો: Difference between revisions
Jump to navigation
Jump to search
(ફોટોગ્રાફ-કલાકાર શ્રી અશ્વિન મહેતા માટે)
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૩. અમે ઇડરિયા પથ્થરો| કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી}} <poe...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૪૩. અમે ઇડરિયા પથ્થરો| | {{Heading|૪૩. અમે ઇડરિયા પથ્થરો|}} | ||
Line 40: | Line 40: | ||
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૭૩૩)}} | {{Right|(સમગ્ર કવિતા, પૃ. ૭૩૩)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૨. એક ઝાડ | |||
|next = ૪૪. એક પંખીને કંઈક – | |||
}} |
Latest revision as of 16:02, 16 December 2021
૪૩. અમે ઇડરિયા પથ્થરો
મુઠ્ઠી ભરીને નાખેલ
બેફામ આમતેમ
કોઈ ક્રુદ્ધ દેવે
કાળની કચ્ચરો –
અમે ઇડરિયા પથ્થરો.
ભેંકાર તોતિંગ નગ્નતા
બખોલ ભરેલું મૌન
ભેખડે ઝઝૂમતી એકલતા
પીઠ પર વાયુવરસાદના વાઘજરખ નખ-ઉઝરડા.
ટોક માથે અઘોર માનવથી મેડી
– રૂઠ્યાં મનનું માળિયું;
ક્યાંક આભઆધારે અભયચોકી;
ગઢની કરાડે અધભૂંસી સાહસપગથી;
પથ્થરિયા છાતી પર રૂપકડાં મંદિર-છૂંદણાં...
ક્યાંક પડ્યા વેરવિખેર
ક્યાંક ગેબી ઢેર
કોઈ એકાક્ષ મહોરો
એકપંખ વિહંગ
ગેંડો પાડો ઊંટ
જાણે કાપાલિકની વિરાટ ખોપરી
કોઈ તપસીનું રુદ્રસિંહાસન
કોઈ અલૌકિક રૂપસી...
અંધ કૅમેરા-ચક્ષુ
જોઈ લે કંઈ અનોખા આકાર રમ્ય સહુમાં,
તો પ્રેમની દેખતી આંખ માટે શું પથ્થરો જ કેવળ
મેલા ઘેલા
અમે ઇડરિયા પથ્થરો?
અમદાવાદ,
(ઉત્તરાયણ), ૧૪-૧-૧૯૭૭
(સમગ્ર કવિતા, પૃ. ૭૩૩)