આલ્બેર કૅમ્યૂ/1: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading| આંધળે બહેરાં | }} {{Poem2Open}} == આંધળે બહેરાં == ત્રિઅંકી નાટક પાત્...") |
(No difference)
|
Revision as of 11:07, 20 December 2021
આંધળે બહેરાં
ત્રિઅંકી નાટક
પાત્રસૂચિ:
બુઢ્ઢો નોકર : એની વય નિશ્ચિતપણે કહી શકાતી નથી.
દીકરી : વય ત્રીસ વરસ
મા : વય સાઠ વરસ
દીકરો : વય આડત્રીસ વરસ
દીકરાની વહુ : વય ત્રીસ વરસ
અંક પહેલો
(બપોર. હોટેલનો બેઠકનો ઓરડો, સ્વચ્છ હવાઉજાસવાળો ઓરડો. બધું જ વ્યવસ્થિત છે.)
મા : એ જરૂર પાછો આવશે.
દીકરી : તને એણે એવું કહ્યું’તું ખરું?
મા : હા.
દીકરી : એકલો જ કે?
મા : તે તો હું કહી શકું નહિ.
દીકરી : એ ગરીબ હોય એવો લાગતો નથી.
મા : ના, ને આપણા દર વિશે એણે પૂછ્યું સુધ્ધાં નથી.
દીકરી : એ સારું ચિહ્ન છે. પણ પૈસાદાર લોકો ઘણુંખરું એકલા પ્રવાસ કરતા નથી. એ વસ્તુ જ ખરી મુશ્કેલી ઊભી કરે છે. પૈસાદાર અને તેય વળી એકલો-એવાની રાહ જોતાં તો વળી જુગના જુગ વહી જાય કદાચ.
મા : હા, આપણને એવી તક બહુ મળતી નથી.
દીકરી : અલબત્ત, એટલે જ તો છેલ્લાં કેટલાંક વરસોથી આપણા ધંધામાં મંદી ચાલે છે.
આપણી હોટેલ ઘણીખરી ખાલી રહે છે. અહીં ઊતરતા ગરીબો ઝાઝું રહેતા નથી, ને પૈસાદારો તો ક્યારેક જ આવે છે.
મા : એનો કચવાટ કરીશ નહિ, બેટા! પૈસાદારો આપણી પાસે ઘણું વધારાનું કામ કરાવે છે.
દીકરી : (મા તરફ નિષ્પલક તાકી રહીને) પણ એ લોકો પૈસાય ખાસ્સા આપે છે.
(થોડી વાર ચૂપકીદી) મા, આ તને થયું છે શું? કહે ને? છેલ્લા થોડાક વખતથી હું જોઉં છું કે તું એની એ... અસલ જેવી હતી તેવી નથી રહી.
મા : હું થાકી ગઈ છું, બેટા! બસ એટલું જ છે, બીજું કશું નથી. મારે જરૂર છે તે લાંબા આરામની.
દીકરી : સાંભળ, મા! હમણાં તું ઘરનું જે કામકાજ સંભાળે છે તે તો હું ઉપાડી લઈ શકું. તો તને છુટ્ટી મળે.
મા : હું એવા આરામની વાત નો’તી કરતી. ઓહ, એ તો કદાચ મારા જેવી બુઢ્ઢીના મનનો તરંગ માત્ર હશે. હું તો કેવળ શાન્તિ ઝંખું છું, જરા સરખી આસાયેશ. (એ સહેજ હસે છે.) તને આ બધું કેવું મૂર્ખામીભર્યું લાગતું હશે તે હું જાણું છું. પણ દીકરી, કોઈક સાંજે મને ‘રમનું શરણું લેવાનું મન થઈ આવે છે.
દીકરી : તું કાંઈ એવી ઘરડી નથી થઈ ગઈ, મા! હજુ તારી એવી દશા થઈ નથી.
અને છતાં એટલું તો નક્કી કે એ કામ તો તને જ વધારે ફાવે.
મા : હાસ્તો, હું તો અમથી મજાક કરતી હતી, બેટા! ને છતાં... જિંદગીના છેવટના દિવસોમાં જરા ભાર હળવો કરીએ તેય ખોટું નહિ. તારી જેમ બધા બારે દહાડા એક સરખા તંગ થોડાં જ રહી શકવાના હતા. ને તારી ઉંમરની સ્ત્રી માટેય એ સહજ તો નથી જ. તું જન્મી તે જ વર્ષે જન્મેલી ઘણીય છોકરીઓને હું ઓળખું છું. એ બધી તો મોજમજા ને મસ્તીતોફાન જ કરતી હોય છે.
દીકરી : એમનાં મોજમજા ને મસ્તીતોફાન આપણે જે કરીએ છીએ તેની આગળ કશી વિસાતમાં નથી, ખરું ને, મા?
મા : તું આ બાબત કશું ન બોલે તો સારું.
દીકરી : (વિચારપૂર્વક) ખરેખર હમણાં હમણાંનું તો એમ લાગે છે કે કેટલાક શબ્દો બોલતાં તારું જીભનું ટેરવું જાણે દાઝી ન જતું હોય!
મા : એની સાથે તારે શી લેવાદેવા – હું કામ કરતાં ખંચકાતી ન હોઉં તો બસ. પણ એ કાંઈ ઝાઝા મહત્ત્વનું નથી. મારે તો ખરેખર એમ કહેવું હતું કે કદીક તું થોડું હસતી હોય તો કેવું સારું!
દીકરી : એમ તો હું કદીક કદીક હસું છું. ખરું કહું છું, હં.
મા : ખરેખર? મેં તો તને કદી હસતાં જોઈ નથી.
દીકરી : એનું કારણ એ કે હું એકલી પડી હોઉં છું ત્યારે જ હસું છું, મારી પથારીમાં.
મા : (એના તરફ ધારી ધારીને જોતાં) તારો ચહેરો કેવો કઠોર છે, બેટા!
દીકરી : (નજીક સરીને, સ્વસ્થતાથી) ઓ હો, તો તને મારો ચહેરો નથી રુચતો, એમ?
મા : (થોડીવારની ચૂપકીદી પછી, હજુ એની સામે તાકી રહીને) કોણ જાણે! ...હા,
મને નથી રુચતો. જાતને અપરાધી ગણી શકતી નથી. બહુબહુ તો મને થાક લાગે છે.
(બુઢ્ઢો નોકર દાખલ થાય છે. દીકરો આવે છે ત્યાં સુધી એ ઓરડામાં ખૂણે બેસી રહે છે – કશું બોલ્યાચાલ્યા વિના.)
દીકરી : આપણે એને કઈ ઓરડીમાં રાખીશું?
મા : ગમે તે. માત્ર એ પહેલે માળે હોવી જોઈએ.
દીકરી : હા. ગયે વખતે બીજા માળને કારણે નાહકની કેટલી બધી મુશીબત પડી હતી!
(પહેલી જ વાર એ બેસે છે.) મા, ત્યાં સાગર કાંઠે રેતી એટલી તો તપી જાય છે કે આપણા પગે ફફોલા પડી જાય છે, એ વાત સાચી?
મા : તું તો જાણે જ છે, બેટા, હું ત્યાં કદી ગઈ નથી. પણ સૂરજ યાં બધું બાળી નાંખે છે એવું મેં લોકોને કહેતાં સાંભળ્યા છે.
દીકરી : મેં એક ચોપડીમાં વાંચ્યું હતું કે એ માણસના આત્માને પણ બાળી નાંખીને એમને ચળકતાં સોનેરી શરીર આપે છે. પણ એ શરીર સાવ પોલાં હોય છે, એની અંદર કશું રહ્યું હોતું નથી.
મા : એથી તને ત્યાં જવાનું આટલું બધું મન થઈ આવ્યું છે?
દીકરી : હા, મારો આત્મા મને ભારરૂપ છે, હું એનાથી વાજ આવી ગઈ છું. સૂરજ જ્યાં બધા જ પ્રશ્નોને બાળી નાંખે છે તે દેશમાં જવાને હું ઉત્સુક છું. અહીંથી મારું મન ઊઠી ગયું છે.
મા : દુર્ભાગ્યે, એ પહેલાં આપણે ઘણું બધું પતાવવાનું છે. એ બધું પતે એટલે હું તારી સાથે ત્યાં જરૂર આવીશ. પણ હું તારા જેવી નથી; હું જાણે મારા મૂળ વતનમાં જતી હોઉં એવું મને લાગવાનું નથી. અમુક ઉંમર વટાવી ચૂક્યા પછી ખબર પડી જાય છે કે ક્યાંય આરામ કરવા જેવું સ્થળ હવે રહ્યું નથી. આટલા દિવસ સુધી આપણે જેને આપણું ઘર માન્યું ને જેને અનેક સ્મૃતિઓથી ખડકી દીધંુ તે ભૂંડાભખ ઘર વિશે પણ બે શબ્દ કહેવાના છે; કેટલીક વાર એવી વેળા આવે છે કે જ્યારે એમાં બે ઘડી નિંદર કાઢી શકાય છે. પણ નિંદરની સાથે યાદદાસ્ત પણ જો ભુલાઈ જતી હોય તો મારે મન એ કાંઈ ઓર વસ્તુ જ બની રહે તે સ્વાભાવિક છે. (એ ઊભી થઈને બારણાં પાસે જાય છે.) વારુ, બેટા, બધું તૈયાર રાખજે. (થોડી વાર પછી) જો એ બધાંથી કશો અર્થ સરવાનો હોય તો!
(દીકરી એને બહાર જતી જોઈ રહે છે. પછી એ પણ બીજે બારણેથી બહાર જાય છે થોડી ક્ષણ સુધી માત્ર બુઢ્ઢો નોકર જ રંગમંચ પર રહે છે. પછી દીકરો દાખલ થાય છે, સહેજ થંભી જાય છે, ઓરડામાં આજુબાજુ નજર નાંખે છે ને ખૂણામાં બેઠેલા બુઢ્ઢાને જુએ છે.)
દીકરો : કોઈ નથી કે શું? (બુઢ્ઢો એના તરફ નજર નાંખે છે, ઊભો થાય છે, એની આગળ થઈને રંગમંચ પર થઈને બહાર ચાલી જાય છે. વહુ દાખલ થાય છે. દીકરો એકાએક પાછળ ફરીને એને કહે છે) તો તું મારી પાછળ પાછળ જ આવી, ખરું ને?
વહુ : મને માફ કરજો – પણ મારાથી રહેવાયું નહિ. હું અહીં ઝાઝો વખત નહિ રહું, પણ હું તમને જ્યાં મૂકીને ચાલી જવાની છું તે સ્થળ મને જરા જોઈ લેવા દો.
દીકરો : અહીં કોઈક આવી ચઢશે, અને તારા અહીં હોવાને કારણે મારી બધી યોજના ઊંધી વળી જશે.
વહુ : કોઈ અહીં આવી ચઢે ને એને હું તમે કોણ છો તે કહું એવું બનતું હોય તો, મહેરબાની કરીને, બનવા દેજો. હું જાણું છું કે તમને એ ગમતું નથી, પણ – (એ ઠૂંઠવાતો દૂર ચાલ્યો જાય છે. થોડી ચૂપકીદી. વહુ ઓરડાને ધારી ધારીને તપાસે છે.) તો આ જ જગ્યા, ખરું ને?
દીકરો : હા, પેલે જ બારણેથી હું બહાર નીકળી ગયો હતો, આજથી વીસ વરસ પહેલાં.
ત્યારે મારી બહેન સાવ નાની છોકરી હતી. એ પેલા ખૂણામાં બેઠી બેઠી રમતી હતી. મારી મા માથે હાથ ફેરવીને આશિષ આપવા સુધ્ધાં આવી નો’તી. એ વખતે તો જાણે એની મને કશી પડી જ નો’તી.
વહુ : પણ હમણાં એઓ તમને ઓળખી શક્યાં નથી એ વાત હું કેમે કરી માની શકતી નથી. મા તો દીકરાને ઓળખવાની જ; બીજું કાંઈ નહીં તો એટલું તો એ કરવાની જ.
દીકરો : બને. છતાં, વીસ વરસના વિયોગથી ફેર તો પડે જ. પછી પણ જિન્દગી તો વહેતી જ રહી છે, મારી મા ઘરડી થઈ છે, એની આંખ નબળી પડી છે. હું પણ એને મહામુશ્કેલીએ ઓળખી શક્યો.
વહુ : (અધીરાઈથી) એ હું જાણું છું. તમે અહીં દાખલ થયા; તમે કહ્યું, ‘કેમ છો?’
પછી અહીં બેઠા. તમારી સ્મૃતિમા જે ઓરડો હતો તેની સાથે આ ઓરડો મળતો નો’તો આવતો.
દીકરો : હા, મારી સ્મૃતિએ મને દગો દીધો હતો, એ લોકોએ એક હરફ સરખો બોલ્યા વિના મને આવકાર્યો. મેં ચહા માગી, ને તે મને આપવામાં આવી. મારા પર નજર નાંખી, પણ મને જોયો નહીં. મેં ધાર્યું હતું તેના કરતાં બધું ભારે કપરું નીવડ્યું.
વહુ : એ કપરું બને એવું કાંઈ અનિવાર્ય નો’તું એ તો તમે જાણતા જ હતા; તમારે માત્ર એક જ શબ્દ બોલવાની જરૂર હતી. આવે પ્રસંગે માત્ર એટલું જ કહેવાનું રહે છે : ‘એ તો હું છું.’ પછી માર્ગ મોકળો થઈ જાય છે.
દીકરો : તારી વાત તો સાચી. પણ હું મનમાં કંઈ કંઈ કલ્પના કરતો હતો – તરેહ તરેહની કલ્પનાઓ. લાંબા વખતથી દેશવટો ભોગવનારા લાડીલા દીકરાને મળે તેવો આવકાર મને મળશે એવી મેં આશા રાખી હતી. ને બન્યું ત્યારે એવું કે મારે નામે પૈસા ઉધારીને મને ચહા આપવામાં આવી. એથી મારા મોઢામાંથી જાણે શબ્દો ઝૂંટવાઈ ગયા, ને મને થયું કે જે બનવાનું હોય તે બનવા દેવું તે જ ઠીક.
વહુ : બનવાનું જ શું હતું! એ તો તમારા અનેક ખયાલો પૈકીનો એક અને ફરી કહું છું કે એક શબ્દ જ પૂરતો થઈ પડ્યો હોત.
દીકરો : એ કાંઈ મારો ખયાલ નો’તો. એ તો વિધિનો પ્રભાવ હતો. વળી, મારે કશી ઉતાવળ નથી. હું અહીં એમને મારી કમાણીનો લાભ આપવા, ને બને તો થોડું સુખ આપવા, આવ્યો છું. મારા પિતાશ્રીના મરણના સમાચાર સાંભળ્યા ત્યારે મને આ બે સ્ત્રીઓ પ્રત્યેની મારી ફરજનો ખ્યાલ આવ્યો, ને એને પરિણામે મારે જે કરવું ઘટે તે હું કરી રહ્યો છું. પોતાના જ જૂના ઘરે પાછા આવવું, – લોકો ધારે છે એટલંુ એ સહેલું નથી. ને કોઈ અજાણ્યાને દીકરાને સ્થાને સ્થાપવામાં વખત તો જાય જ.
વહુ : પણ એમને સત્ય હકીકત એકદમ શા માટે નહીં કહી દેવી? કેટલીક પરિસ્થિતિઓ એવી હોય છે કે જેમાં સાધારણ રીતે વર્તવું જ ઠીક થઈ પડે. જો પોતાની ઓળખ વડે એવી ઇચ્છા હોય તો માણસે પોતાનું નામ કહીને – શરૂઆત કરી દેવી જોઈએ, આ તો સામાન્ય બુદ્ધિની વાત છે. નહીં તો, પોતે જે નથી તે હોવાનો દંભ કરવાથી તો માત્ર પરિસ્થિતિ વધુ ગૂંચવાઈ જાય. જે ઘરમાં તમે ખોટા વેશે દાખલ થયા તે ઘરમાં મને એક અજાણી સ્ત્રીને મળે એવો જ આવકાર મળે ને! તમે એથી બીજી આશા શી રીતે રાખી શકો? ના, કશુંક છે... તમે જે રીતે વર્તી રહ્યા છો તે જોતાં દાળમાં કશુંક કાળું છે એમ મને લાગે છે.
દીકરો : જા જા, એવું કશું નથી. આ કાઈ એવો ગંભીર મામલો નથી. અને તું આટલું ધ્યાનમાં રાખજે કે મારી યોજનામાં આ બંધબેસતું આવે છે. હું એમને એક હારના માણસ તરીકે જોવાની આ તક ઝડપી લઈશ. તો જ એમને શી રીતે સુખી કરવા તેનો મને સાચો ખ્યાલ આવશે. પછીથી એઓ મને સાચી રીતે ઓળખે તેને માટે હું કશો ઉપાય શોધી કાઢીશ. કયા શબ્દોમાં વાત કહેવી એનું જ અહીં મહત્ત્વ છે.
વહુ : ના, રસ્તો માત્ર એક જ છે, અને તે કોઈ સાધારણ માણસ વર્તે તેમ વર્તવું-કહેવું કે ‘એ તો હું છું’ અને પોતાના હૃદયને સહજ રીતે બોલવા દેવું.
દીકરો : હૃદય આપણે ધારીએ છીએ તેટલું સાદુંસીધું નથી હોતું તો!
વહુ : પણ એ શબ્દો તો સાદા વાપરે છે. ‘હું તારો દીકરો છું. આ મારી વહુ છે.
અમને બંનેને જે દેશ પ્યારો છે તેમાં અમે સાથે રહીએ છીએ. એમાં સાગરકાંઠો ને સૂરજનો લખલૂટ પ્રકાશ છે. પણ ત્યાં અમારા સુખમાં કશુંક ઊણું લાગતું હતું, ને હવે મને લાગે છે કે મને તારી જ ખોટ છે.’
દીકરો : તું મને અન્યાય ન કરીશ, મને એમની જરૂર નથી; પણ કદાચ એમને મારી જરૂર પડે એમ મને લાગ્યું, અને કોઈ નર્યા સ્વાર્થને ખાતર તો જીવતું નથી. (થોડીવાર ચૂપકીદી. વહુ પોતાની દૃષ્ટિ બીજી તરફ વાળી લે છે.)
વહુ : કદાચ તમે કહો છો તે સાચું હશે. હું જે બોલી ગઈ તે બદલ દિલગીર છું.
પણ આ દેશમાં પગ મૂક્યા પછી હું ભારે શંકાશીલ બની ગઈ છું. મેં અહીં આવીને બહુ ફાંફાં માર્યાં કે એક તો સુખથી તરવરતો ચહેરો જોવા મળે – પણ મિથ્યા! આ તમારી જન્મભૂમિ ભારે દુ:ખભરી છે. અહીં આવ્યા ત્યારથી તે આજસુધીમાં મેં તમને સુધ્ધાં એકકેય વાર હસતા સાંભળ્યા નથી; ને ખરું કહું તો હું તો જીવ પર આવી ગઈ છું. ઓહ, તમે મને મારો દેશ શા માટે છોડાવ્યો? ચાલો, આપણે ચાલ્યા જઈએ. આપણને અહીં સુખ શોધ્યું જડવાનું નથી.
દીકરો : આપણે સુખ શો‘વા સારુ અહીં આવ્યાં નથી. સુખી તો આપણે હતાં જ.
વહુ : (આવેગપૂર્વક) તો પછી એટલાથી સંતોષ કેમ ન માની લઈએ?
દીકરો : સુખમાં જ કાંઈ સારસર્વસ્વ નથી, ફરજ પણ હોય છે ને? મારી માતા પાસે મારી જન્મભૂમિમાં આવવાની મારી ફરજ હતી. (વહુ વિરોધસૂચક મુદ્રા કરે છે ને જવાબ વાળવા જાય છે. દીકરો એને અટકાવે છે, કોઈકનાં પગલાં સંભળાય છે.) કોઈક આવતું લાગે છે. મહેરબાની કરીને તું જતી રહે.
વહુ : ના, હું નહીં જઈ શકું, નથી જઈ શકતી, હમણાં તો નહીં જ જાઉં!
દીકરો : (પગલાં નજીક આવતાં જાય છે) ત્યાં ચાલી જા. (પીઠ પાછળનાં બારણાં તરફ એને ધીમેથી હડસેલી દે છે. બુઢ્ઢો નોકર વહુને જોયા વિના જ ઓરડામાંથી પસાર થાય છે ને બીજે બારણેથી બહાર નીકળી જાય છે.)
વહુ : મહેરબાની કરો, મને અહીં જ રહેવા દો. હું તમને વચન આપું છું કે હું એક હરફ સરખો ઉચ્ચારીશ નહીં, માત્ર તમારી સાચી ઓળખ પડે ત્યાં સુધી મને અહીં રહેવા દો.
દીકરો : ના, તું મને છતો કરી દેશે. (વહુ મોઢું ફેરવી લે છે, પછી પાછી વળીને એની આંખ સામે તાકી રહે છે).
વહુ : જુઓ, આપણને પરણ્યાંને પાંચ વરસ થયાં.
દીકરો : હા, લગભગ પાંચ વરસ.
વહુ : (આંખો નીચે ઢાળીને) ને એટલા લાંબા ગાળા દરમિયાન આ પહેલી જ રાત આપણે વિયોગમાં ગાળીશું. (દીકરો કશું બોલતો નથી. વહુ દૃષ્ટિ ઊંચી કરે છે ને આજીજીભરી નજરે એની સામે જોઈ રહે છે.) તમારું જે કાંઈ છે તે બધું જ હું ચાહતી આવી છું, એમાંનું મને જે નથી સમજાયું તે સુધ્ધાં. ને તમે છો તેથી જુદા બનો એવું હું લગારેય ઇચ્છતી નથી તે પણ હું જાણું છું. હું કર્કશા કુભારજા નથી, ખરું ને? પણ અહીં તમે મને જે સૂની શય્યા તરફ ધકેલી રહ્યા છો તેનાથી હું છળી મરું છું, ને તમે મને તરછોડી દેશો એવો પણ મને ભય રહે છે.
દીકરો : મારા પ્રેમ પર તું આથી વિશેષ ઇતબાર શું નહિ રાખી શકે?
વહુ : મને ઇતબાર છે જ. પણ તમારા પ્રેમ ઉપરાંત તમારાં સ્વપ્નોય છે ને – અથવા તમારી ફરજો; એ એકનું એક જ છે. એ બધાં તમને ઘણીય વાર મારાથી દૂર લઈ જાય છે, ને એવી પળોમાં તમે જાણે મારાથી મુક્તિ પામ્યાની ઉજવણી કરતા હો એવું મને લાગે છે. પણ મારે તમારાથી મુક્ત થવું નથી, અને આજ રાતે (એને વળગી પડીને, હીબકાં ભરતાં) તમારા વિનાની આ રાતે – ઓહ! મારાથી એ કદીય નહીં સહેવાય.
દીકરો : (એને ગાઢ આલિંગન દેતાં) પણ ગાંડી, આ તો નર્યા છોકરવેડા કહેવાય!
વહુ : હા, છોકરવેડા ખરાસ્તો. પણ... પણ આપણે ત્યાં એટલાં સુખી હતાં... ને આ દેશની રાત મને આવી બિહામણી લાગતી હોય તો તેમાં મારો કશો વાંક નથી. આજે રાતે મારે એકલા નથી રહેવું.
દીકરો : પણ હું કહું છે તે સમજવાનો પ્રયત્ન તો કર, ગાંડી! મારે એક વચન પાળવાનું છે, ને તે અત્યંત મહત્ત્વની વસ્તુ છે.
વહુ : શેનું વચન?
દીકરો : મારી માને જરૂર હશે એવું મને સમજાયું તે દિવસે મેં મારી જાતને આપેલું વચન.
વહુ : તમારે એક બીજું વચન પણ પાળવાનું છે.
દીકરો : કયું?
વહુ : જે દિવસે તમે તમારું ભાવી મારા ભાવી સાથે જોડ્યું તે દિવસે મને આપેલું વચન.
દીકરો : પણ એ બંને વચનો હું એકસાથે જરૂર પાળી શકું. હું તારી પાસે કશા ભયંકરની માંગણી નથી કરતો ને એ કેવળ મારા મનનો બુટ્ટો પણ નથી. મારા અહીંના સ્થાન વિશેની તપાસ કરવા પૂરતાં એક સાંજ અને એક રાત – એ દરમિયાન મને જેને માટે લાગણી છે તે બે સ્ત્રીઓને હું સારી પેઠે પિછાની લઉં, એમને સુખી કરું.
વહુ : (માથું ધુણાવીને) એકબીજાને ચાહનાર બે જણને મનવિચ્છેદ એ કેવો તો અસહ્ય હોય છે – જો બંને વચ્ચે સાચા પ્રકારનો પ્રેમ હોય તો.
દીકરો : ગાંડીઘેલી કલ્પનામાં રાચનાર નાદાન, મને તારે માટે સાચા પ્રકારનો પ્રેમ છે તે તો તું ક્યાં નથી જાણતી?
વહુ : ના, પ્રેમ કેટલો સાચો હોઈ શકે તે પુરુષો નથી જાણતા. એમને જે પ્રાપ્ત થઈ ચૂક્યું હોય છે તેનાથી કદી સન્તોષ થતો નથી. એ લોકો તો હમેશાં સ્વપ્નાં સેવ્યાં કરે છે, નવી ફરજો ઊભી કર્યા કરે છે, નવા દેશો ને નવાં ઘર શોધ્યા કરતા હોય છે. સ્ત્રીઓ જુદી માટીની ઘડાઈ હોય છે; એઓ જાણે છે કે જિન્દગી ટૂંકી છે ને પ્રેમ કરવામાં, પુરુષ સાથે શય્યાના સહભાગી થવામાં ને પોતાને પ્રિય પુરુષને આલિંગનમાં જકડી લેવામાં વિલમ્બ કરવો એમને પરવડે એમ નથી. એઓ વિયોગના નામમાત્રથી છળી મરે છે. ચાહતા હોઈએ ત્યારે સ્વપ્નાં સેવવાનો અવકાશ જ રહેતો નથી.
દીકરો : પણ તું જરા સરખી વાતને વધારી નથી મૂકતી? હું જે કરી રહ્યો છું તે તો સાવ સાદી વાત છે – મારી માને ફરી મળવાનો પ્રયત્ન કરવો ને એને સુખ આપવું. મારાં સ્વપ્નો ને મારી ફરજો – એ તો જે છે તે તારે સ્વીકારવા રહ્યાં. એ વિના તો હું કેવળ મારો પડછાયો જ બની રહું, ને તો તો તું પણ મને આટલો ચાહે નહિ.
વહુ : (એકાએક પીઠ કરી દઈને) ઓહ, તમે મને વાતો કરી કરીને ફોસલાવી શકો છો, તે હું જાણું છું. તમારે જે કાંઈ કરવું હોય તેને માટે તમને હમેશાં વજૂદવાળાં કારણો જડી રહે છે. પણ મારે કશું સાંભળવું નથી. મને અત્યંત પરિચિત એવા પેલા અવાજે તમે કશું કહેવાની શરૂઆત કરશો કે તરત હું કાનમાં આંગળી નાંખી દઈશ. એ તમારા એકાકીપણાનો અવાજ છે, પ્રેમનો નહિ.
દીકરો : (વહુની પાછળ ઊભા રહીને) હમણાં એ વાત આપણે નહિ છેડીએ. તું ઘડીભર મને અહીં એકલો રહેવા દે તો મારા મનમાંની કેટલીક ગૂંચ મારે ઉકેલવી છે તે ઉકેલી લઉં. બસ, આટલું જ હું માગું છું. મારી મા સાથે એક છાપરાં નીચે રાત ગાળવી એમાં કશું ભયંકર કે અસાધારણ નથી. બાકીનું બધું ભગવાન સંભાળી લેશે, ને એ જાણે છે કે આ રીતે વર્તવામાં હું તને વિસારી મૂકતો નથી. માત્ર – હદપાર થઈને કે વિખૂટા પડીને કોઈ સુખી થઈ શકે નહિ. આખી જિન્દગી કોઈનેય અજાણ્યા રહીને જીવવાનું નહિ પરવડે. માણસને સુખ જોઈએ એ સાવ સાચું, પણ એ દુનિયામાં પોતાનું સાચું સ્થાન પામવા ઇચ્છે એ પણ એટલું જ સાચું છે; ને મારા વતનમાં પાછા ફરીને હું જેને ચાહું છું તેને સુખી કરું તો મારું સાચું સ્થાન હું પામી શકીશ એમ મને લાગે છે. આથી વધુ હું તાકતો નથી.
વહુ : એ તો તમે આ બધાંમાં પડ્યા વિનાય કરી શકો... આ બધી નાહકની જટાજાળ?
ના, તમે ખોટે રસ્તે જઈ રહ્યા છો એવો મને ભય રહે છે.
દીકરો : એ સાચો રસ્તો છે, કારણ કે મારાં પેલાં ‘સ્વપ્નો’ સેવવામાં મેં ખોટું તો નથી કર્યું ને એ જાણવાનો એ જ એક રસ્તો છે.
વહુ : એ સ્વપ્નો સેવવામાં તમે કશું ખોટું નથી કર્યું એમ તમને લાગે એમ જ હું તો ઇચ્છું છું. મને પૂછતા હો તો હું તો એક જ સ્વપ્ન સેવું છું – આપણે બંને સાથે જે દેશમાં સુખી હતા તે દેશનું; ને મારી એક જ ફરજ છે – તમારા પ્રત્યેની.
દીકરો : (એને બાથમાં ભીડીને) મને મારે રસ્તે જવા દે. બધું હેમખેમ પાર ઊતરે એવા શબ્દો હું શોધી કાઢીશ.
વહુ : (લાગણીના આવેગમાં) તો ભલે તમારાં સ્વપ્નોને અનુસરો. જો તમારો પ્રેમ મારી પાસે અખંડ રહેતો હોય તો મને કશાની પડી નથી. તમે મને બાથમાં ભીડો ત્યારે હું દુ:ખી રહી શકું નહિ. હું રાહ જોઈશ, તમે આસમાનમાંથી નીચે ઊતરો ત્યાં સુધી હું રાહ જોયા કરીશ; પછી મારું રાજ શરૂ થશે. તમારા પ્રેમ વિશે મને રજમાત્ર શંકા નથી, છતાં તમે મને તમારી સાથે નહિ રહેવા દો એ વિશે પણ મને શંકા નથી, ને તેથી હું આજે આટલી દુ:ખી છું. આથી જ પુરુષનો પ્રેમ આટલો ક્રૂર, આટલો હૃદયવિદારક હોય છે. પોતે જેને સૌથી મોંઘેરું ગણે તેને તરછોડી દેતાં પોતાની જાતને જ એઓ વારી શકતા નથી.
દીકરો : (પોતાના બે હાથમાં વહુનું મોઢું રાખીને હસતાં) સાવ સાચું. પણ હવે એ વાત જવા દે! મારી સામે જો! મારે માથે કશો ભય તોળાઈ રહ્યો નથી. તું નાહકની છળી મરે છે. હું મારી યોજના પાર પાડું છું, ને હું જાણું છું કે આખરે સૌ સારા વાનાં જ થશે. તું માત્ર એક રાત પૂરતી જ મને મારી મા અને બહેનને હવાલે કરે છે. એમાં આટલા બધા છળી મરવા જેવું કશું નથી; બોલ, છે કશું?
વહુ : (એના હાથમાંથી પોતાને છોડાવતી) વારુ – તો અલ-વિદા! મારો પ્રેમ ઢાલ બનીને અનિષ્ટથી તમારું રક્ષણ કરશે. (બારણાં તરફ જાય છે ને પોતાના હાથ પસારે છે.) જુઓને, હું કેવી લુંટાઈ ગઈ છું; મારા હાથ સાવ ખાલી છે! તમે-તમે તો સાહસની દિશામાં ડગલું માંડો છો. મારે તો માત્ર રાહ જોવાની.
(ઘડીભર દ્વિધામાં ઊભી રહી જાય છે, પછી બહાર ચાલી જાય છે. દીકરો ખુરશી પર બેસે છે. દીકરી પ્રવેશે છે.)
દીકરો : કેમ છો? હું ઓરડીની તપાસ કરવા આવ્યો છું.
દીકરી : હું જાણું છંુ. એમાં સાફસૂફી ચાલે છે. પણ, એ પહેલાં, તમારું નામ મારે મુલાકાતીઓની નોં‘ના ચોપડામાં નોંધવું પડશે.
(એ બહાર જઈને ચોપડો લઈ આવે છે.)
દીકરો : તમારો નોકર ભારે વિચિત્ર લાગે છે.
દીકરી : એને વિશે ફરિયાદ કરનાર તમે પહેલા જ છો. એ એની ફરજો સંતોષકારક રીતે બજાવે છે.
દીકરો : ના ના, હું કાંઈ ફરિયાદ નો’તો કરતો. એ મને ઓર તરેહનો લાગ્યો એટલંુ જ હું તો કહેતો હતો. એ મૂંગો છે?
દીકરી : ના, એવું નથી.
દીકરો : ઓહ, તો એ બોલે છે ખરો?
દીકરી : બને તેટલું થોડું અને જ્યારે ખરેખર અનિવાર્ય હોય ત્યારે જ.
દીકરો : તોય, કોઈ કાંઈ કહે તો એ સાંભળતો હોય એવું લાગતું નથી.
દીકરી : એ નથી સાંભળતો એવું ખાસ નથી; એને જરાક ઓછું સંભળાય છે. હવે તમારું નામ વગેરે મારે નોં‘વું પડશે.
દીકરો : અવિનાશ મહેતા.
દીકરી : માત્ર અવિનાશ?
દીકરો : હા.
દીકરી : જન્મતિથિ અને જન્મસ્થાન?
દીકરો : મને આડત્રીસમું ચાલે છે.
દીકરી : હા, પણ તમે ક્યાં જન્મ્યા હતા?
દીકરો : (થોડીકવાર ખંચકાઈને) હેં... મુંબઈમાં.
દીકરી : ધંધો?
દીકરો : કશો નહિ.
દીકરી : કશો ધંધો ન કરવા છતાં આમ કરી શકનાર ક્યાં તો ખૂબ પૈસાદાર હોય ક્યાં તો ગરીબ.
દીકરો : (હસીને) હું ખાસ ગરીબ નથી, અને એ બદલ હું ખુશ છું. એનાં અનેક કારણો છે.
દીકરી : (જુદા જ અવાજે ) તમે ગુજરાતી છો, ખરુંને?
દીકરો : હાસ્તો.
દીકરી : તમે સાધારણ રીતે ક્યાં રહો છો?
દીકરો : અહીંતહીં.
દીકરી : તમે મુંબઈથી જ આવો છો?
દીકરો : ના, હું દક્ષિણમાંથી આવું છું. (દીકરી શંકાભરી નજરે એના ભણી તાકી રહે છે) સમુદ્ર પાર કરીને.
દીકરી : હં, એમ. (થોડીવાર ચૂપકીદી) તમે દક્ષિણમાં ઘણીવાર જાઓ છો?
દીકરો : હા.
દીકરી : તમે ક્યાં જવા નીકળ્યા છો?
દીકરો : એ વિશે મેં હજુ કશું નક્કી નથી કર્યું. ઘણી બધી વસ્તુ પર એનો આધાર રહે છે.
દીકરી : તો તમે અહીં રહેવા ધારો છો?
દીકરો : કોણ જાણે! અહીં હું શું પામીશ તેના પર એનો આધાર રહે છે.
દીકરી : એ કશા મહત્ત્વનું નથી. અહીં કોઈ તમારા આવવાની રાહ નો’તું જોતું?
દીકરો : ના, કોઈ રાહ જોતું હતું એમ હું નથી કહી શકતો.
દીકરી : તમારી પાસે ઓળખપત્ર તો છે ને?
દીકરો : હા, આ રહ્યું.
દીકરી : વારુ, તકલીફ ના લેશો. તમારી પાસે ઓળખપત્ર કે પરવાનો છે કે નહિ તે મારે નોં‘વાનું હોય છે એટલું જ.
દીકરો : (ગજવામાંથી પરવાનો કાઢીને) મારી પાસે પરવાનો છે. આ રહ્યો. તમારે એના પર નજર નાંખવી છે?
(દીકરી હાથમાં લે છે, પણ એનું મન બીજા વિચારે ચઢ્યું છે. એ જાણે હથેળીમાં એનું વજન માપતી હોય એવું લાગે છે; પછી એ પરવાનો પાછો આપી દે છે.)
દીકરી : ના, તમારી પાસે રાખો, તમે દક્ષિણમાં હો છો ત્યારે સાગરકાંઠે રહો છો?
દીકરો : હા.
(દીકરી ઊભી થાય છે, ચોપડો પાછો મૂકવા જવાનું કરે છે, પણ વિચાર બદલીને એને ફરી ખોલે છે.)
દીકરી : (એકાએક કઠોરતાથી) હં, એક વાત ભુલાઈ જ ગઈ. તમારે કુટુંબ છે કે?
દીકરો : એક વાર હતું તો ખરું. પણ એને છોડ્યાંને તો વરસો થયાં.
દીકરી : ના, હું તો એમ પૂછતી’તી કે તમે પરણ્યા છો કે નહિ?
દીકરો : એ શા સારુ પૂછો છો? મને કોઈ હોટેલમાં આવો પ્રશ્ન કોઈએ પૂછ્યો નથી.
દીકરી : અમને પોલિસે જે પ્રશ્નોની યાદી આપી છે તેમાં આ પ્રશ્ન છે.
દીકરો : તમે તો મને અચરજમાં નાંખી દીધો... હા, હું પરણેલો છું. મારી આંગળી
પર મારી પત્નીના નામવાળી વીંટી છે એ તરફ તમારી નજર નથી ગઈ?
દીકરી : ના, તમારા હાથ નજર કરવાની મારે શી જરૂર? મારે તો આ ખાનામાં વીગતો પૂરવાની છે. તમારી પત્નીનું સરનામું?
દીકરો : હં...એ...ખરું કહું તો એ તો મારી સાથે અહીં નથી આવી.
દીકરી : એમ? ઠીક (ચોપડો બંધ કરે છે.), તમારો ઓરડો તૈયાર થાય એ દરમિયાન તમારે કશું પીવું કરવું છે?
દીકરી : ના, આભાર! પણ, જો તમને વાંધો નહિ હોય તો, હું અહીં રહીશ. હું કોઈ રીતે તમને દખલરૂપ નહિ થાઉં.
દીકરી : તમે શા માટે દખલ કરો? એ તો અમારા ઘરાકોના ઉપયોગ માટેનો ઓરડો છે. અમારા અંગત ઉપયોગ માટેનો ઓરડો નહિ.
દીકરો : સાચું. પણ એકલો પડ્યો રહેતો માણસ કેટલીક વાર મોટાં ટોળાંના કરતાં વધારે ઉપદ્રવી નીવડે.
દીકરી : શી રીતે? નકામી ગપસપથી તમે મારો વખત બગાડવા તો નથી ધારતા ને?
અહીં આવીને રંગલાનો પાઠ ભજવનારા મને રજમાત્ર નથી ગમતા એટલું તો તમને સમજાઈ ગયું હશે. અહીંના લોકો એ બરાબર જાણી ગયા છે. એ ગમે તે હોય, તમને લાગશે કે અહીં શાંતિ ઘણી છે. તમને જોઈએ તેટલું એકાંત મળશે. અહીં કોઈ ભાગ્યે જ આવે છે.
દીકરો : ધંધાની દૃષ્ટિએ એ કાંઈ બહુ સારું નહિ કહેવાય.
દીકરી : થોડી ઘરાકી ચાલી જતી હશે એ વાત સાચી, પણ એનું વળતર અમને આ શાંતિથી મળી રહે છે, ને શાંતિ એ એવી ચીજ છે કે ગમે તેટલું મૂલ્ય ચૂકવતાંય મળે નહિ, ને એક સારો ઘરાક ધીકતા ધંધાના કરતાં સારો એ ય ભૂલશો નહિ; તો અમને તો આટલું જ ખપે. યોગ્ય પ્રકારનો મુલાકાતી.
દીકરો : પણ... (સહેજ અચકાય છે) તમને અહીં કોઈક વાર જીવન નીરસ ને શુષ્ક થઈ જતું હોય એવું નથી લાગતું? તમને ને તમારાં માને અહીં એકલવાયાપણું નથી સાલતું?
દીકરી : (એના તરફ રોષથી વળીને) એવા પ્રશ્નોના જવાબ આપવાનું મને હરગિજ પસંદ નથી. એવી પંચાતમાં પડવાનું તમારે શું કામ? તમારે એટલું તો સમજવું જોઈએ. અહીંની પરિસ્થિતિથી મારે તમને વાકેફ કરવા પડશે એમ મને લાગે છે. અહીંના મહેમાન તરીકે તમને વિશિષ્ટ અધિકારો છે, પણ એથી વિશેષ કશું નહિ. છતાં, ગભરાશો નહિ, તમારી ઘટતી સરભરા તો કરવામાં આવશે જ. તમારી સારી પેઠે સંભાળ રાખવામાં આવશે, ને જો અહીંની આગતાસ્વાગતા વિશે તમારે ફરિયાદ કરવી પડે તો એ મારે મન ભારે અચરજની વાત ગણાશે. પણ અમારી રીતરસમને ઉલ્લંઘીને તમને સંતોષવાને અમારે ખાસ પ્રયત્નો શા માટે કરવા પડે તે હું સમજી શકતી નથી. તેથી તમારા પ્રશ્નો અસ્થાને છે. અમને એકલવાયાપણું સાલે છે કે નહીં તેની સાથે તમને શી નિસ્બત? તમે અમને અગવડમાં મૂકો છો કે વધુ પડતી માગણી કરો છો એ વિશે તમારેય નાહકની કશી ચિંતા કરવી નહિ. મહેમાન તરીકેના તમારા હક જરૂર ભોગવો. પણ એને ઉલ્લંઘીને આગળ જશો નહિ.
દીકરો : માફ કરજો. તમારી લાગણી દુભવવાનો મારો જરાય આશય નો’તો. હું તો સદ્ભાવના જ પ્રકટ કરવા ઇચ્છતો હતો. મને કંઈક એવી લાગણી થતી હતી કે કદાચ આપણે, તમે ધારો છો તેટલાં, એકબીજાથી દૂર નથી; બસ, એટલું જ.
દીકરી : મને લાગે છે કે હું જે કહી ગઈ તે મારે ફરી કહેવું પડશે. મને દુભવવાનો કે રિઝવવાનો સવાલ જ ઊભો થતો નથી. જે વલણ લેવાનો તમને અધિકાર નથી તે જ વલણ જો તમે અખ્તાયર કરવા ધારતા હો તો થોડીક સ્પષ્ટતા કરવી હું મુનાસિબ સમજું છું. હું સહેજ પણ ચિડાઈ ગઈ છું એમ ન માનશો. આપણે આપણી વચ્ચેનું અંતર જાળવવું તે તમારા ને મારા હિતમાં છે. મહેમાનનેે નહિ છાજે એવી રીતે જો તમે વાતો કરવાનું ચાલુ રાખશો તો પછી બીજો ઉપાય નથી; અમે તમને અહીં રહેવા નહિ દઈ શકીએ. પણ જો તમે એટલું સમજો – ને તમે સમજશો જ, એ વિશે મને શંકા નથી – કે તમને પોતાની હોટેલમાં ઓરડી ભાડે આપનાર બે સ્ત્રીઓ વધારામાં તમારી સાથે મિત્ર તરીકે વર્તવાને બંધાઈ નથી, તો કશો વાંધોવચકો નહિ પડે.
દીકરો : હું બિલકુલ સમ્મત થાઉં છું; એટલું હું નહિ સમજી શક્યો એવી જો મેં તમારા પરે છાપ પાડી હોય તો તો હું અક્ષમ્ય અપરા‘ કરી બેઠો છું, કદાચ.
દીકરી : ના ના, એવું કશું ખરાબ થયું નથી. આવું વલણ લેનારા તમે કાંઈ પહેલા જ નહોતા. પણ આવી બાબતો વિશે અમારું વલણ કેવું છે તે હું હંમેશાં બિલકુલ સ્પષ્ટ કરી દઉં છું, ને તરત વાત થાળે પડી જાય છે.
દીકરો : હા, તમે એ તો પૂરેપૂરું સ્પષ્ટ કહી દીધું, ને મને લાગે છે કે હાલ પૂરતું તો હું કશું નહિ કહું તે જ ઠીક.
દીકરી : ના, એમ નહિ. મહેમાન જે રીતે વાત કરે તે રીતે જો તમે કરશો તો તમને કોઈ રોકવાનું નથી.
દીકરો : મહેમાને કેવી રીતે વાત કરવાની હોય?
દીકરી : અમારા ઘણાખરા મહેમાનો અનેક પ્રકારના વિષયોની વાત કરે છે: રાજકારણ, એમના પ્રવાસના અનુભવો, વગેરે. મારી માને વિશે કે મારે વિશે કશું કહેતા નથી – ને એમ જ હોવું ઘટે. કેટલાક એમનાં અંગત જીવનની ને એમના વ્યવસાયની વાતો પણ કરે છે ને એ પણ એમના અધિકાર બહારની વાત નથી. આખરે, અમારા ઘરાકની વાતો સાંભળવી એ પણ અમારી સરભરાનું જ એક અંગ છે ને! પણ રહેવાજમવાને માટે એ લોકો અમને જે આપે છે તેથી અમારે વિશેના અંગત પ્રશ્નોના ઉત્તર આપવા અમે બંધાઈ જતાં નથી, એ ભાગ્યે જ કહેવું પડે. મારી મા કોઈ વાર એવું કરે ખરી, નરી બેપરવાહીથી; પણ હું તો ખસૂસ ના જ પાડું છું. તમને એક વાર આટલું ગળે ઊતરશે તો આપણી વચ્ચેનો સંબંધ ઉત્તમ રહેશે એટલું જ નહિ, પણ તમને એમ પણ લાગશે કે તમારે અમને ઘણી ઘણી વાતો કહેવાની છે; ને પોતાને વિશે કોઈ વાત કરતું હોય ત્યારે એ સાંભળવામાં પણ આર મજા પડતી હોય છે.
દીકરો : મારે વિશે વાત કરવાની મારામાં ઝાઝી આવડત નથી, પણ ખરેખર, એની કશી જરૂર જ નહીં પડે. જો હું અહીં થોડો વખત જ રહેવાનો હોઉં તો મને ઓળખવાની કશી જરૂર જ નહિ ઊભી થાય. ને જો હું લાંબો વખત રહું તો હું કશું નહિ બોલું તો ય મને ઓળખવાની તમને ઘણી તક મળી રહેશે.
દીકરી : મેં તમને જે કાંઈ કહ્યું તે બદલ તમે મનમાં કશું માઠું લગાડશો નહિ. પણ એવું કરવાને કશું કારણ જ નહિ રહે. બિલકુલ નિખાલસ થવું એ જ મને હમેશાં હિતાવહ લાગ્યું છે, ને આપણા સંબંધને ખસૂસ હાનિ પહોંચાડે એવી તમારી વાતો બંધ કરવાનું મારે તમને કહેવું પડ્યું. હું કશું વધારે પડતું તમારી પાસે માગતી નથી. આજ પહેલાં આપણી વચ્ચે કશો સંબંધ નહોતો, ને એકાએક આવી આત્મીયતા કાંઈ ખાસ કારણ વિના કેળવી ન શકાય. એવું કશું જ જો હું જોઈ ન શકતી હોઉં તો તમે મને એ બદલ દરગુજર કરશો.
દીકરો : મેં તો તમને માફ કર્યાં જ છે. આત્મીયતા કાંઈ એક ક્ષણમાં કેળવાતી નથી; એને માટે તો યોગ્યતા પ્રાપ્ત કરવી પડે. એ વિશે તમારી સાથે હું સમ્મત છું, તો, હવે આપણી વચ્ચેની બધી ગૂંચ ઊકલી ગઈ છે એવું તમને લાગતું હોય તો, એથી મને ઘણો આનંદ થાય છે એટલું જ મારા તરફથી હું કહીશ.
(મા પ્રવેશે છે)
મા : કેમ છો? તમારો ઓરડો તૈયાર છે.
દીકરો : આભાર. (મા બેસે છે.)
મા : (દીકરીને) તેં બધી વિગતો ચોપડામાં નોંધી લીધી ને?
દીકરી : હા, એ તો મેં પતાવી દીધું.
મા : હું જરા એના પર નજર નાંખી લઉં? તમે મને માફ કરજો, પણ અહીંનું પોલિસખાતું ભારે કડક છે... હા, તમે અહીં ધંધાર્થે આવ્યા છો, હવાફેર સારુ આવ્યા છો કે સહેલાણી તરીકે આવ્યા છો તે મારી દીકરીએ નોંધ્યું નથી.
દીકરો : વારુ, સહેલાણી તરીકે આવ્યો છું, એમ રાખોને.
મા : પુરાણું મંદિર જોવાને, ખરું ને? બધા એનાં ખૂબ વખાણ કરે છે.
દીકરો : હા, એમ જ; મેં પણ એને વિશે ઘણું સાંભળ્યું છે. મારે પણ આ સ્થળ એક વાર ફરી જોવું હતું. એની સાથે મારી ઘણી સુખભરી સ્મૃતિઓ સંકળાયેલી છે.
મા : તમે અહીં પહેલાં રહેલા ખરા?
દીકરો : ના, પણ ઘણા વખત પહેલાં મારે આ તરફ આવવાનું થયેલું, ને એ મુલાકાત હું ભૂલી શક્યો નથી.
મા : આ તો હજુ, એવું ને એવું, નાનકડું શહેર છે.
દીકરો : એ બરાબર. પણ મને એને માટે ભાવ થાય છે. ખરેખર, અહીં આવ્યો ત્યારથી જાણે મારે ઘરે જ હોઉં એવું મને લાગે છે.
મા : તમે અહીં લાંબો વખત રહેવા ધારો છો?
દીકરો : ખરું કહું છું, મને કશી ખબર નથી. તમને એથી અચરજ તો થશે જ તે જાણું છું; પણ હું સાચું જ કહું છું. હું કશું જાણતો નથી. કોઈ સ્થળે રહેવા માટે પૂરતાં કારણો હોવાં જોઈએ – મૈત્રી, પોતાનાં પ્યારાં આત્મીયોની હાજરી. નહિ તો અહીં રહેવું ને બીજે રહેવું બધું સરખું. ને મને આવકાર મળશે કે કેમ એ જાણવું અઘરું હોવાથી હું મારા ભવિષ્યના કાર્યક્રમ વિશે અનિશ્ચિત હોઉં તે સ્વાભાવિક છે.
મા : આ તમારી વાત જરા ધૂંધળી લાગે છે.
દીકરો : હું જાણું છું, પણ આથી વધારે સારી રીતે એ વાત હું કદાચ રજૂ કરી શકતો નથી.
મા : વારુ, પણ તમે થોડા જ વખતમાં આ જગ્યાથી કંટાળી જશો એવું મને લાગે છે.
દીકરો : ના, મારું હૃદય વફાદાર છે ને હું થોડી જ વારમાં સંબંધો બાંધી બેસું છું ને સ્મૃતિઓ સંઘરવા મંડું છું – જો મને તક આપવામાં આવે તો.
દીકરી : (અધીરી બનીને) વફાદાર હૃદય, વાહ! અહીં હૃદયની કશી ગણતરી થતી નથી!
દીકરો : (એ નહિ સાંભળ્યું હોય તેમ, માને ઉદ્દેશીને) તમારી બધી ભ્રાન્તિ ભાંગી ગઈ લાગે છે. તમે આ હોટેલમાં ઘણા લાંબા વખતથી રહો છો?
મા : કંઈ કેટલાંય વરસોથી. એટલાં બધાં વરસોથી કે એની શરૂઆત ક્યારે થઈ ને ત્યારે હું કેવી હતી તે સુધ્ધાં હવે તો ભૂલી ગઈ છું. આ મારી દીકરી છે. એ આ બધાં વરસ દરમિયાન મારી પડખે રહી છે, ને કદાચ તેથી જ એ મારી દીકરી છે તે હું જાણું છું, નહિ તો હું એને સુધ્ધાં ભૂલી ગઈ હોત.
દીકરી : તું ખરી છે, મા! આ બધું તારે એને શા માટે કહેવું જોઈએ?
મા : તારી વાત સાચી છે, બેટા!
દીકરો : (ઉતાવળે) મહેરબાની કરીને હવે કશું કહેશો નહિ. પણ તમારા હૃદયના ભાવ હું બરાબર સમજી શકું છું; લાંબા સમય સુધી ઢસરડો ખેંચીને જિન્દગી ગાળી હોય ત્યારે આવું જ લાગે, પણ તમને જો કોઈ મદદે આવ્યું હોત, – ને દરેક સ્ત્રીને મદદની, પુરુષના હાથના આધારની જરૂર રહે જ છે – તો તમે કદાચ જુદા જ હોત.
મા : ઓહ, બહુ બહુ વખત પહેલાં એક વાર એ બધું હતું – પણ મારે ઘણું બધું કામ કરવું પડતું. મારા પતિ અને હું – અમે બંને મળીને કામને માંડમાંડ પહોંચી વળતાં, અમને એકબીજાનો ખ્યાલ રાખવાની સુધ્ધાં ફુરસદ નો’તી. એ મરી ગયા તે પહેલાં જ મને લાગે છે કે, એમને હું ભૂલી ગઈ હતી.
દીકરો : એ પણ હું બરાબર સમજી શકું છું, પણ (એ ઘડીભર ખંચકાય છે) – જો તમને મદદ કરનાર એકાદ દીકરો હોત તો : કદાચ તમે એને ન ભૂલી ગયાં હોત?
દીકરી : મા, તું જાણે છે ને, હજુ તો કેટલું બધું કામ કરવું બાકી છે!
મા : દીકરો? ઓહ, હું તો બહુ ઘરડી થઈ ગઈ છું, સાવ બુઢ્ઢી! બુઢ્ઢીઓ તો પેટના દીકરાને સુધ્ધાં ચાહવાનું ભૂલી જાય છે. હૃદય ઘસાઈ જાય છે, ભાઈ!
દીકરો : સાચું છે. પણ, મને ખાતરી છે કે એ તમને નહીં ભૂલે.
દીકરી : (બંને વચ્ચે ઊભી રહે છે, નિશ્ચયપૂર્વક) દીકરો અહીં આવે તોય સામાન્ય મહેમાનના જેવી જ એની ગણતરી થાય; રજ વધારે નહીં ને રજ ઓછી નહીં. ભાવભરી બેપરવાહી! અહીં આવનાર બધાંને એ જ મળે છે, ને એનાથી એમને સંતોષ થાય છે. ઓરડીના પૈસા ભરે કે એમને ઓરડીની ચાવી મળે. એ લોકો એમનાં હૃદયની વાતો કાઢતા નથી. (થોડીવાર ચૂપકીદી.) એથી અમારું કામ સરળ થઈ જાય છે.
મા : એ વાત કરીશ નહિ.
દીકરો : (વિચારપૂર્વક) એ બધા અહીં લાંબો વખત રહે છે ખરા કે?
દીકરી : એમાંના કેટલાક ઘણા લાંબા વખત સુધી રહે છે. એમને રહેવાને જરૂરી અમે બધું જ કરી છૂટ્યાં છીએ. જે લોકો બહુ સારી સ્થિતિના નથી હોતા તે એક રાત ગાળીને ચાલ્યા જાય છે. એમને માટે અમે કશું કર્યું નહોતું.
દીકરો : મારી પાસે તો પુષ્કળ પૈસા છે ને મારે આ હોટેલમાં થોડો વખત રહેવું છે – જો તમે મને રાખવાં રાજી હો તો. હું તમને પહેલેથી પૈસા ચૂકવી દેવા તૈયાર છું એ કહેવાનું તો ભૂલી જ ગયો.
મા : ના, અમે કોઈને એમ કરવાનું કહેતા નથી.
દીકરી : તમે પૈસાદાર હશો તો સૌથી રૂડું. પણ મહેરબાની કરીને તમારા હૃદયની વાત કરશો નહિ. અમે એ વિશે કશું કરી શકીએ એમ નથી. ખરું કહું તો તમારી વાત કરવાની રીતથી હું એવી તો તંગ આવી ગયેલી કે તમને જાકારો દેવાની અણી પર જ હતી. આ ચાવી લઈ જાઓ ને ઓરડીમાં આરામથી રહો, પણ યાદ રાખજો કે તમે એવા ઘરમાં છો જ્યાં હૃદયની આળપંપાળ કરવાની કશી જોગવાઈ નથી. ઘણો કપરો કાળ આ દેશ પર વીત્યો છે, ને એથી આ ઘરમાંની બધી ઉષ્મા શોષાઈ ગઈ છે, એણે મૈત્રીની લાગણીને જડમૂળથી ઉખેડી નાંખી છે, ને મને ફરીથી કહેવા દો, અહીં પોતીકાપણાં જેવું કશું તમને જોવા નહિ મળે, જે બીજા પ્રવાસીઓને મળ્યું છે તે જ તમને મળશે, ને એને લાગણી સાથે કશી લેવાદેવા નથી. માટે આ ચાવી લો ને આટલું ખાસ યાદ રાખજો. અમે તમને મહેમાન તરીકે, અમારી આગવી રીતે, અમારા સ્વાર્થી હેતુસર સ્વીકારીએ છીએ; ને અમે તમને રાખીશું તેય અમારી આગવી રીતે, અમારા સ્વાર્થી હેતુસર જ.
મા : એ જે કહે તેના પર બહુ ધ્યાન આપશો નહિ. પણ કેટલીક વસ્તુનો વાતમાં ઉલ્લેખ સરખો એનાથી સહી શકાતો નથી તે સાવ સાચું છે. (એ ઊભી થવા જાય છે. દીકરો એને મદદ કરવા જાય છે.) તકલીફ ના લઈશ, મારા દીકરા; હું હજુ અપંગ નથી થઈ ગઈ. મારા હાથ જો, એ હજુ ખાસ્સા સબધા છે. માણસના ટાંટિયા ઝાલવા જેટલી એનામાં તાકાત છે! (થોડી વાર ચૂપકીદી. દીકરો હાથમાંની ચાવીને જોઈ રહે છે.) હું હમણાં જે બોલી ગઈ તેનો વિચાર કરે છે?
દીકરો : ના. માફ કરજો, મેં એ સાંભળ્યું સુધ્ધાં નથી. પણ ‘મારા દીકરા’ એમ તમે હમણાં શા માટે કહ્યું?
મા : ઓહ, મારે એમ નો’તું કરવું જોઈતું. તમારી સાથે કશી છૂટ લેવાનો મારો ઇરાદો નહોતો. એ તો બસ... બોલવાની ઢબ માત્ર હતી.
દીકરો : હું બરાબર સમજું છું. હું હવે મારી ઓરડી પર એક નજર નાંખી લઉં.
મા : જરૂર. અમારો બુઢ્ઢો નોકર રવેશમાં તમારી રાહ જોતો ઊભો છે. (દીકરો મા તરફ જુએ છે ને કશુંક બોલવાની અણી પર છે.) તમારે બીજું કાંઈ જોઈએ છે?
દીકરો : (ખંચકાઈને) હં? ના. તમે મને આપેલા આવકાર બદલ હું માત્ર તમારો આભાર માનવા ઇચ્છું છું.
(એ બહાર જાય છે, મા, એકલી પડતાં, બેસી જાય છે, પોતાના હાથ ટેબલ પર મૂકે છે ને એમના તરફ તાકી રહે છે.)
મા : આ મેંય ખરો ભાંગરો જ હમણાં વાટ્યો – મારા હાથની હું વાત કરી બેઠી.
તેમ છતાં, જો એણે મારા હાથ જોયા હોત તો દીકરીના શબ્દો પરથી જે વાત સમજવાનો એણે ઇનકાર કર્યો તેનું આપમેળે અનુમાન કરી શક્યો હોત. પણ આ માણસ મરવા માટે આટલો બધો આતુર શા માટે હશે, ને મને મારવા માટે આટલી બધી અનિચ્છા શું કામ હશે? એ ચાલ્યો જાય તો કેવું સારું – તો મને બીજી એક લાંબી રાતનો આરામ તો મળે. હવે હું બહુ ઘરડી થઈ ગઈ છું. કોઈના પગની ઘૂંટીને મારા પંજામાં જકડીને એના ઝૂલતા શરીરને, નદી સુધીના આખે રસ્તે ટિંગાટોળી કરીને લઈ જવાનું હવે મારું ગજું નથી. નદીમાં એને પ‘રાવી દેવાની છેલ્લી જહેમત ઉઠાવવાનીય હવે મારામાં ત્રેવડ નથી. એમ કરતાં તો મને હાંફ ચઢી જશે, ને મારું અંગેઅંગ કળવા લાગશે, મારા હાથ લબડી પડશે ને પેલાનું ઊંઘતું શરીર પાણીમાં પડશે ત્યારે પાણીની જે છાલક ઊડશે તેને લૂછી નાંખવાની પણ આ હાથમાં હવે હામ નથી. સાવ બુઢ્ઢી, સાવ બુઢ્ઢી! – ઠીક, ઠીક, મારે કરવું જ પડવાનું હોય તો કર્યે જ છૂટકો! શિકાર તો આ આબાદ છે, મારે જે નિરાંતની ઊંઘ જોઈતી હતી તે એને આપવાનું મારા કરમમાં હશે અને એટલે...
(દીકરી એકાએક દાખલ થાય છે.)
દીકરી : જોયું ને, ફરી ધોળે દિવસે સપનાં જોતી’તી, ખરું ને? ને હજુ તો આપણે ઘણું બધું કરવાનું છે.
મા : હું પેલા માણસનો વિચાર કરતી હતી. ના, હું મારો જ વિચાર કરતી હતી.
દીકરી : તું આવતી કાલનો વિચાર કરે તો સારું. એ માણસને વિશેના વિચારોને તો ટાળી નથી શકતી, તો પછી એની સામે તું જોતી નહોતી તેમાં શો અર્થ હતો? તેં જ કહ્યું’તું કે ન ઓળખતા હોઈએ તો હત્યા કરવી સહેલી થઈ પડે. જરા સાન ઠેકાણે રાખ.
મા : તારા બાપના એ પ્રિય શબ્દો હતા : મને બરાબર યાદ છે પણ આ છેલ્લી વાર આપણે... સાન ઠેકાણે રાખવાની હોય તો સારું. કેવું કઢંગું! તારા બાપ જ્યારે એ શબ્દો વાપરતા ત્યારે રખેને પોતે પકડાઈ જાય એ બીકે વાપરતા, પણ જ્યારે તું મને સાન ઠેકાણે રાખવાનું કહે છે ત્યારે જાણે મારા દિલમાં ઝિલાયેલા સલૂકાઈના નાનકડા તણખાને ઓલવી નાંખવા માટે જ કહે છે.
દીકરી : તું જેને સલૂકાઈનો તણખો કહે છે તે તો નર્યું ઊંઘણશીપણું છે, પણ તારા થાકને કાલ પૂરતો મોકુફ રાખ; તો બાકીના દિવસોમાં તારો ભાર હળવો થઈ જશે.
મા : તારી વાત સાચી છે, હું જાણું છું, પણ દૈવે આવો શિકાર શા માટે આપણી પાસે મોકલ્યો હશે જે આટલો બધો ... પ્રતિકૂળ છે?
દીકરી : એમાં દૈવનો સવાલ આવતો જ નથી. પણ એ ભારે દિલ ખોલીને વાત કરનારો છે, એની નિર્દોષતા અસહ્ય છે. ફાંસીએ ચઢનારાઓ જો હત્યારાઓ આગળ હૈયું ખોલીને લાગણીવેડા કરવા મંડે તો દુનિયાનું થશે શું? સિદ્ધાંતની દૃષ્ટિએ એ તકલાદી વાત છે. પણ એથી હુંય અકળાઈ જાઉં છું, ને એની સાથે કામ પાડતી વખતે પુરુષમાત્રની બાઘાઈ પર મને કાયમ જે રોષ ચઢે છે તે એના પર કાઢીશ.
મા : એ ય એટલું જ તકલાદી છે. ભૂતકાળમાં આવા કામમાં આપણે રોષ કે દયા-કશું જ આણતાં નો’તાં; નરી નિર્લિપ્તતાનો જ એમાં ખપ પડતો’તો. પણ આજે રાતે તો મને થાક ચઢ્યો છે, અને હું જોઉં છું કે તું ગુસ્સે ભરાઈ છે. આવી પરિસ્થિતિમાં આ કામ પાર પાડવાનું, ને માત્ર થોડાક વધુ પૈસા ખાતર બધું નેવે મૂકવાની આપણને શું ખરેખર ફરજ પડી છે?
દીકરી : પૈસા ખાતર નહિ, પણ સાગરકાંઠેના ઘર ખાતર, આ ઘૃણાભર્યા દેેશને ભૂલવા ખાતર. તને જીવવાનો થાક લાગ્યો હશે, પણ હુંય થાકી ગઈ છું, આ સાંકડી ક્ષિતિજોથી મરણતોલ થાકી ગઈ છું. મને લાગે છે કે બીજો એકે મહિનો હું અહીં નહીં કાઢી શકું. આપણે બંને આ હોટેલ અને એની સાથે સંકળાયેલી બધી વસ્તુઓથી ઓચાઈ ગયાં છીએ. તું, વૃદ્ધ હોવાથી, માત્ર આંખ મીંચીને બધું ભૂલી જવા સિવાય બીજું કશું ઇચ્છતી નથી, પણ મારી છાતીમાં તો હું વીસ વરસની હતી તે વેળાના કેટલાક બેહૂદા કોડ હજુ સળવળી ઊઠે છે; મારે એવી રીતનું કરવું છે કે, જેથી સદાને માટે એનો અંત આવી જાય – એટલા ખાતર, આપણે જે જિંદગીને સલામ ભરવાની અણી પર છીએ તેને સહેજ લંબાવવી પડતી હોય તો તેય મને મંજૂર છે. ને ખરેખર, મને મદદ કરવાની તારી તો ફરજ છે; તેં જ મને સૂરજને તડકે ઝળહળતા દેશમાં જન્મ આપવાને બદલે આ વાદળો અને ધુમ્મસથી ઘેરાયેલી ભૂમિ પર જન્મ આપ્યો.
મા : બેટા, મારા પર આળ મૂકતી હોય એવી રીતે તું ઊઠીને બોલે ને મારે સાંભળી લેવું પડે તેના કરતાં તો તારા ભાઈએ મને વિસારે પાડી તેમ હું તદ્દન જ વિસારે પડી જાઉં તે જ સારું નહિ?
દીકરી : હું તને ડામવા ઇચ્છતી નહોતી એ તો તું જાણે જ છે. (થોડી વાર ચૂપકીદી; પછી આવેગપૂર્વક) તારા વિના હંુ કરી શું શકું? તું બહુ દૂર જતી રહે તો મારું શું થાય? ગમે તેમ હું તો તને નહિ જ ભૂલી શકું, ને આપણે જે જાતની જિંદગી ગાળીએ છીએ તેના થાકની મારી હું તારું માન જાળવવાનું ચૂકી જતી હોઉં તો મા, તું મને માફ કરજે.
મા : તું ઘણી ભલી દીકરી છે, બેટા, ને એક બુઢ્ઢીની વાત સમજવાનું ઘણી વાર મુશ્કેલ થઈ પડે તે પણ હું સમજી શકું છું. પણ, આજસુધી હું તને જે કહેવાને મથી રહી તે કહેવાની ઘડી આવી ગઈ લાગી છે : ‘આજે રાતે નહિ.’
દીકરી : આ શું! શું આપણે આવતી કાલ સુધી રાહ જોઈશું? આ પહેલાં આવો વિચાર તને કદી આવ્યો નથી તે તો તું જાણે છે; એને અહીંના લોકો સાથે હળવામળવાનો સમય મળે તે તો કોઈ રીતે પરવડે નહિ. ના, એ આપણા એકલાને ભરોસે છે ત્યારે જ આપણે કામ પતાવી લેવું પડશે.
મા : હશે કદાચ. ખબર નહીં. પણ આજ રાતે તો નહીં. એને આજની રાત રહેવા દે. એથી આપણનેય વિસામો મળશે; આપણે થોડો વખત છૂટથી દમ લઈ શકીશું, ને લોકો કહે છે તેમ ભયંકરમાં ભયંકર ગુનાની અંતરિયાળ શાંતિનું જરા સરખુ ઝોકું આવી જાય છે તેને માણી લઈશું. હા, આટલોક આરામ લઈ લઈએ. અને કદાચ આ માણસ મારફતે જ આપણે ઊગરી જઈશું.
દીકરી : ઊગરી જઈશું? આપણે એવી ઇચ્છા શા માટે રાખવી જોઈએ, ને એમ કહેવું કેવું બેહૂદું છે! આજે જે કાંઈ કરીએ તેને પરિણામે, એ પતી ચૂક્યા પછીથી, પેટ ભરીને ઊંઘવાના અધિકારની, બહુ બહુ તો તું આશા રાખી શકે.
મા : ‘ઊગરી જઈશું’ એમ કહ્યું ત્યારે હું એની જ વાત કરતી હતી – ઊંઘી શકવાની આશાને તો ઉગારી લઈએ.
દીકરી : સરસ! તો હું શપથ ખાઈને કહું છું કે આપણી મુક્તિનો માર્ગ આપણા જ હાથમાં છે. મા અનિશ્ચિતતાને તો આપણે સમૂળી ખંખેરી નાંખવી જોઈએ. આજ રાતે જ બેડો પાર થશે, નહિ તો કદીય નહિ.
(પડદો)
(હોટેલમાંનું શય્યાગૃહ. સાંજ પડવા આવી છે. દીકરો બારીમાંથી બહાર જોતો બેઠો છે.)
દીકરો : મારી પત્નીની વાત સાચી હતી. આ સાંજની વેળા મને વ્યગ્ર કરી મૂકે છે.
(થોડી ચૂપકીદી) પેલી બીજી હોટેલના ઓરડામાં પથારીમાં પડી પડી એ શું વિચારતી હશે, એ શું યે કરવા ધારતી હશે, કોણ જાણે! મારી આંખ સામે એ તરવરે છે. એ ખુરશીમાં પગ વાળીને બેઠેલી છે, આંસુ તો નથી સારતી પણ એનું હૃદય બરફ જેવું થીજેલું છે. ત્યાં રાત પડવા સાથે સુખનું પણ આગમન થવાના ભણકારા વાગતા. પણ અહીં (ઓરડામાં ચારે બાજુ નજર નાંખે છે.) હત્! આ બેચેની મારા દિલમાં વગર કારણની જ થાય છે. માણસ એક કામ આરંભે પછી પાછું વાળીને જોવાનું એનું કામ નહિ. આ જ ઓરડામા બધી વાતનો અંજામ આવી જશે.
(બારણે ટકોરા. દીકરી અંદર આવે છે.)
દીકરી : હું ખલેલ તો નથી પાડતી ને? હું તો માત્ર ટુવાલ બદલવા ને કૂજામાં પાણી ભરવા આવી હતી.
દીકરો : ઓહ, હું તો માનતો હતો કે એ બધું પતી ગયું હશે.
દીકરી : ના. અમારે ત્યાં કામ કરનાર બુઢ્ઢો નોકર કેટલીક વાર એવું બધું કામ ભૂલી જાય છે.
દીકરો : હશે, એ તો ઝીણું ઝીણું કામ કહેવાય... પણ તમે કશી ખલેલ નથી પાડતાં એમ કહેવાનીય મારી તો હિંમત નથી ચાલતી!
દીકરી : કેમ?
દીકરો : આપણે કરેલી શરતોમાં... આ વાતનો સમાવેશ થતો હશે કે કેમ તે હું જાણતો નથી.
દીકરી : જોયું ને! મામલો સરળ બનાવવાની ઇચ્છા હોય ત્યારેય તમે સાધારણ માણસની જેમ સાદાસીધા જવાબ આપી શકતા નથી.
દીકરો : (હસીને) માફ કરજો. મારે એ બધું શીખી લેવું પડશે. માત્ર તમે મને થોડો સમય આપજો.
દીકરી : (ઓરડીમાં કામ કરતાં કરતાં) હા, એ જ મહત્ત્વનો મુદ્દો છે. (ભાઈ બારી પાસે જઈને બારીની બહાર જુએ છે, બહેન એને બારીકાઈથી જુએ છે, ભાઈ એની સામે પીઠ કરીને ઊભો છે. એ કામ કરતી કરતી બોલ્યે જાય છે.) આ ઓરડી તમને જોઈએ તેવી સગવડવાળી નથી એ બદલ દરગુજર કરજો.
દીકરો : એમાં એક ડાઘો સરખો નથી, અને આવી ચોખ્ખાઈની તો સૌ કોઈ કદર કરે.
ઘણા વખત સુધી આ ઓરડો અવાવરુ પડી રહ્યો હતો ખરું ને?
દીકરી : સાવ સાચું, પણ તમને એની ખબર શી રીતે પડી?
દીકરો : થોડીક વસ્તુઓનું નિરીક્ષણ કરવાથી.
દીકરી : અમારા ઘણા મહેમાનો ચોવીસ કલાક પાણી નથી આવતું તેથી કચવાતા હોય છે. એમાં હું એમનો દોષ જોતી નથી. વળી પથારી પાસે દીવો હોવો જોઈએ; અમે કેટલાય વખતથી દીવો મુકાવવાનો વિચાર કરીએ છીએ. પથારીમાં પડ્યા પડ્યા વાંચવાની જેમને ટેવ હોય તેમને સૂતી વખતે ઊભા થઈને સ્વીચ બંધ કરવાનો ઘણો કંટાળો તો આવતો જ હશે.
દીકરો : (બહેન તરફ જતાં) હાસ્તો, મારું એ તરફ ધ્યાન નો’તું ગયું. છતાં એ કાંઈ બહુ મોટી અગવડ ન કહેવાય.
દીકરી : તમે એમ માનો છો એ તમારી ખાનદાનીને કારણે. અમારી હોટેલની ઊણપોથી તમને અગવડ પડતી નથી એ જાણીને હું રાજી થઈ. અમને એનો જેટલો ખ્યાલ છે તેટલો પણ તમને હોય એમ લાગતું નથી. મેં એવાય લોકો જોયા છે જે સહેજ સરખી અગવડ પણ ચલાવી લઈ શકતા નથી.
દીકરો : તમે કરેલી શરતનું ઉલ્લંઘન કરે એવી એક વાત તમે મને કહેવા દેશો એવી હું આશા રાખું છું – તમે ભારે અચરજમાં મૂકી દો તેવાં છો. પોતાની જ હોટેલમાંની સુખસગવડની ખામીઓ સામેથી ચીંધી બતાવે એવા હોટેલમાલિક ભાગ્યે જ હોય. ખરેખર, તમે મારી પાસે હોટેલ છોડાવવા ઇચ્છતા હો એવું મને તો લાગે છે.
દીકરી : મારા મનમાં એવું કશું તો નો’તું. (એકાએક નિર્ણય કરી લઈને) પણ તમે અહીં રહો એ મને ને મારી માને બહુ ગમતું તો નથી જ.
દીકરો : હું અહીં રહી પડું એવું તમે ખાસ કશુ કરતાં નહોતાં તે તો મેં જોઈ જ લીધું હતું. છતાં, તમે એવું શા માટે કરતાં હશો તે હું કલ્પી શકતો નથી. મારી સદ્ધરતા વિશે શંકા લાવવાનું તમને કશું કારણ નથી; ને પાછલાં પાપનો ઓળો જેના પર પડેલો હોય એવો તો હું ભાગ્યે જ દેખાતો હોઉં.
દીકરી : ના રે ના. તમે ગુનેગાર જેવા તો રજમાત્ર લાગતા નથી, તમે તો એથી ઊલટી જ છાપ પાડો છો – નરી નિર્દોષતાની. તમે માનો છો એનાં કરતાં અમારાં કારણો સાવ જુદાં હતાં. અમે ટૂંક સમયમાં જ આ હોટેલ છોડી જવાનાં છીએ, ને અમે લગભગ દરરોજ હોેટલ બંધ કરવાનો વિચાર કરીએ છીએ, જેથી ચાલ્યા જવાની તૈયારી કરી શકાય. મહેમાનો બહુ થોડા આવે છે, એટલે એમાં તો કશી મુશ્કેલી નો’તી. પણ અમે કદી ચોક્કસ નિર્ણય પર આવી શકતાં નથી. તમે આવ્યા ત્યારે જ અમને સમજાયું કે આ ધંધો ચાલુ રાખવાનું હવે અમને સહેજ પણ મન રહ્યું નથી.
દીકરો : તો હું અહીંથી ચાલ્યો જાઉં એમ જ તમે ઇચ્છો છો, એમ ને?
દીકરી : મેં કહ્યું તેમ અમે કશું નક્કી કરી શકતાં નથી; ખાસ કરીને હું તો કશા નિર્ણય પર આવી જ શકતી નથી. આમ તો બધો આધાર મારા પર જ છે, ને આમ કે તેમ, હજુ કશા જ નિર્ણય પર હું આવી નથી.
દીકરો : મહેરબાની કરીને આટલુ ભૂલશો નહિ : મારી તમને ભારરૂપ થઈ પડવાની જરાયે ઇચ્છા નથી, ને તમારી ઇચ્છા હશે તે પ્રમાણે જ હું કરીશ છતાં, જો હું એક કે બે દિવસ રહી શકું તો મને વધુ અનુકૂળ થઈ પડશે. અહીંથી આગળ વધું તે પહેલાં મારે કેટલીક સમસ્યાઓને નિકાલ લાવવાનો છે, ને હું તો એવી મદાર બાંધીને બેઠો હતો કે એ માટે જરૂરી શાંતિ અને એકાંત મને અહીં મળી રહેશે.
દીકરી : તમારી ઇચ્છા હું બરાબર સમજી શકું છું. એની ખાતરી રાખજો, અને જો તમે ઇચ્છતા હો તો હું આખી વાત નવેસરથી વિચારવા પણ તૈયાર છું (થોડી ચૂપકીદી. દ્વિધાગ્રસ્ત સ્થિતિમાં એ બારણા તરફ બેચાર ડગલાં ભરે છે.) તમે જે દેશમાંથી આવ્યા છો ત્યાં જ ફરી ચાલ્યા જશો, ખરું ને?
દીકરો : હા, જો એવું જરૂરી લાગે તો.
દીકરી : એ ભારે રળિયામણો દેશ છે, ખરું ને?
દીકરો : (બારીમાંથી બહાર જોતાં) હા, ખૂબ જ રળિયામણો.
દીકરી : માઇલના માઇલ સુધી ચકલું સરખું જોવા ન મળે એવો નિર્જન ત્યાંનો સાગરકાંઠો છે એ સાચું?
દીકરો : સાવ સાચું. માણસ જેવું કોઈ પ્રાણી છે એની યાદ આપે એવું ત્યાં કશું જ નથી.
કેટલીક વાર પ્રભાતે રેતીમાં પંખીનાં પગલાં પડેલાં દેખાય છે. જીવનની માત્ર એટલી નિશાની દેખાય છે. ને સાંજે...
દીકરી : (મૃદુતાથી) હં, કહો ને, ત્યાંની સાંજ કેવી હોય છે?
દીકરો : અદ્ભુત, અવર્ણનીય! ખરેખર, એ ભારે રળિયામણો દેશ છે.
દીકરી : (આ પહેલાં નથી બોલી એવા સ્વરે) કાંઈ કેટલીયવાર હું એ દેશના વિચારે ચઢી જાઉં છું. પ્રવાસીઓએ મને એને વિશે કેટલીય વાતો કરી છે, ને મને જડ્યું તેટલું એને વિશે મેં વાંચ્યું છે. ને ઘણી વાર અહીંની લૂખી નીરસ વસંતના દિવસે હું ત્યાંનાં સમુદ્રનાં અને પુષ્પોનાં સપનાં સેવતી અહીં બેસી રહી છું. (થોડી વારની ચૂપકીદી. પછી, ધીમા, વિચારમગ્ન અવાજે) ને મારા મન સામે જે ચિત્ર આંકું છું તેની આડે અહીંનું કશું જ હું જોઈ શકતી નથી.
(બહેનના ભણી વિચારભરી નજરે થોડી વાર સુધી જોઈ રહ્યા પછી ભાઈ એની સામે આવીને બેસે છે.)
દીકરો : હું એ સમજી શકું છું. ત્યાં તો વસંત તમને જાણે ગળેથી પકડે છે, ને હજારો ફૂલોની બહાર આવે છે. મારા શહેરને સીમાડેની ડુંગરમાળમાં તમે એકાદ કલાક રખડો ને તો તમારાં વસ્ત્રમાંથી પીળાં ગુલાબની મ‘મીઠી સુવાસ આવવા માંડે. (બહેન પણ બેસી પડે છે.)
દીકરી : ખરેખર એ કેવું અદ્ભુત હશે! અહીંની વસંત એટલે મંદિરના બાગમાં ઊગેલું એકાદું ગુલાબ ને ખીલવાનાં વલખાં મારતી થોડીક કળી! (તિરસ્કારથી) ને એટલુંય આ ભાગના લોકોનાં હૃદયને હલાવી મૂકવાને પૂરતું થઈ પડે છે. એમનાં હૃદય પેલા ગુલાબના છોડ જેવાં જ કંજૂસ હોય છે. માદક પવનના એક ઝોકાથી એ ઢળી પડે છે; એમને એમનાં ગજાં પ્રમાણેની વસંત મળે છે.
દીકરો : તમે અન્યાય કરો છે; અહીં પાનખર પણ હોય છે ને!
દીકરી : પાનખર વળી શું?
દીકરો : બીજી વસંત, જ્યારે દરેક પાંદડું ફૂલ બની જાય છે. (એ નજર માંડીને જોઈ રહે છે.) કેટલાક હૃદયની દશા એવી જ હોય છે; તમે જો એમને તમારાં ‘ૈર્યનો આધાર આપો તો એઓ પણ કદાચ ખીલી ઊઠે.
દીકરી : જે દેશમાં પાનખરનો ચહેરો વસંત જેવો હોય ને વસંતમાં દરિદ્રતાની વાસ આવતી હોય તે લૂખા દેશને માટે મારી પાસે ‘ૈર્ય નથી. ના, એના કરતાં તો જે દેશમાં ગ્રીષ્મ અગ્નિની ઝાળની જેમ જ્વાલાએ જ્વાલાએ ‘ખે છે, જે દેશમાં વૃષ્ટિની ધારા શહેરોને જળબંબાકાર કરી દે છે, ને જ્યાં વસંત તે વસંત છે એવા દેશનાં ચિત્રો કલ્પનાથી આંકવાનું મને વધુ રુચે છે. (થોડી ચૂપકીદી. ભાઈ એના તરફ લાગણીપૂર્વક જોઈ રહે છે. એનું લક્ષ એ તરફ જાય છે ને એ એકાએક ખુરશી પરથી ઊભી થઈ જાય છે.) તમે મારી તરફ આવી રીતે કેમ જોઈ રહ્યા છો?
દીકરો : માફ કરજો, પણ હાલ પૂરતી આપણે શરતને બાજુએ મૂકી હોય તો મારે તમને કહેવામાં સંકોચ શા માટે રાખવો? મને લાગે છે કે, કદાચ પહેલી જ વાર, તમે મારી સાથે – કહું? – કંઈક માનવીય લાગણીથી વાતો કરી રહ્યાં છો.
દીકરી : (આવેગપૂર્વક) એ વિશે ઝાઝો ઇતબાર રખે રાખતા. ને જો હું એવી રીતે વાતો કરતી હોઉં તોય તમારે રાજી થવાનું કશું કારણ નથી. તમે જેને માનવીય લાગણી કહો છે તે મારો શ્રેષ્ઠ અંશ નથી. મારામાં જે માનવીય છે તે તો હું જેને ઝંખું છું તે છે, ને જેને ઝંખું છું તેને પામવાને હું કશાનો વિચાર કરવા રહેવાની નથી. મારા માર્ગમાં જે કાંઈ અંતરાય આવશે તેને હું એક ઝપાટે ફગાવી દઈશ.
દીકરો : હું આ પ્રકારની વિનાશકતાને સમજી શકું છું ને મારે એથી ગભરાવાનું કશું કારણ નથી, કારણ કે તમારા માર્ગમાં હું અંતરાયરૂપ નથી; ને તમારી ઇચ્છાનો વિરોધ કરવાને મારે કશું કારણ નથી.
દીકરી : હા, એનો વિરોધ કરવાનું તમારે કશું જ કારણ નથી; પણ એને ઉત્તેજવાનુંય તમારે કશું કારણ નથી, એ પણ એટલું જ સાચું છે; ને કેટલાક સંજોગોમાં આને જ કારણે કટોકટી ઊભી થવાનો સંભવ રહે.
દીકરો : એને ઉત્તેજવાનું મારે કશું કારણ નથી એમ તમે શા માટે માની લો છો?
દીકરી : મારી સામાન્ય સમજ મને એમ કહે છે; વળી તમને મારી યોજનાની બહાર રાખવાની મારી ઇચ્છાને કારણે પણ મને એમ લાગે છે.
દીકરો : ઓહ, એનો અર્થ એ કે ફરી આપણી વચ્ચેની શરતનું પાલન શરૂ થઈ ગયું?
દીકરી : હા, ને એને બાજુએ રાખવામાં આપણે ખોટું જ કર્યું છે – એ તમે પોતે જ જોઈ શકો છો. તમે જે દેશમાં રહો છો તેની વાત કર્યા બદલ હવે મારે તમારો આભાર માનવાનો રહે છે, ને મેં જો તમારો વખત બગાડ્યો હોય તો માફી ચાહી લઉં છું. (એ બારણાં તરફ વળે છે.) છતાં, એક વાત કહી દઉં, સમયનો સાવ દુર્વ્યય થયો હોય એમ પણ નથી. આપણી વાતચીતે મારામાં ઢબુરાઈ જવા આવેલી ઇચ્છાઓને ઢંઢોળી મૂકી છે. તમે જો ખરેખર અહીં રહેવા ઇચ્છતા હશો તો, અણજાણપણે, તમે જીત્યા છો. હું આ ઓરડીમાં દાખલ થઈ ત્યારે તમને ચાલ્યા જવાનું કહેવાનું મેં લગભગ નક્કી કરી દીધુ હતું, પણ તમે જુઓ છો તેમ, તમે મારી માનવીય લાગણીઓને છંછેડી છે; હવે તમે રહી પડશો એવી હું આશા રાખું છું. એથી જો લાભ થવાનો હોય તો તે મારી સાગર અને સૂરજના પ્રકાશને માટેની ઝંખનાને જ.
(ભાઈ કશું બોલ્યા વિના એના ભણી જોઈ રહે છે)
દીકરો : (વિચારમગ્ન બનીને) તમારી વાત કરવાની રીત ભારે વિલક્ષણ છે. છતાં તમારાં માને જો કશો વાંધો ન હોય તો હું અહીં રહીશ.
દીકરી : મારી માની ઇચ્છાઓ તો વળી મારી ઇચ્છાઓ કરતાંય નબળી છે; ને એ તો સ્વાભાવિક જ કહેવાય. તમને અહીં રાખવા માટે એને પેલા સાગરના નિર્જન કાંઠાનો ઝાઝો વિચાર કરવાનો રહેતો નથી. તમને અહીં રાખવાનાં અમારાં કારણો એક સરખાં નથી. તેમ છતાં મારો વિરોધ કરવાનું એની પાસે કશું સબળ કારણ પણ નથી; ને આમ કશો વાંધો નહિ આવે.
દીકરો : તો, જો હું ગેરસમજ ન કરતો હોઉં તો, તમારામાંનું એક મને પૈસા ખાતર રહેવા દેવા તૈયાર છે તો બીજું નરી લાપરવાહીથી.
દીકરી : પ્રવાસી માણસ એથી વિશેષની અપેક્ષાયે શા માટે રાખે? પણ તમે કહો છો એમાં તથ્ય છે ખરું. (એ બારણું ખોલે છે.)
દીકરો : વારુ. મને લાગે છે કે આટલાથી મારે રાજી થવું જોઈએ. છતાં અહીંનું બધું જ મને ભારે વિચિત્ર લાગે છે – અહીંનાં માણસો, એમનું બોલવું. ખરેખર આ ઘર કાંઈ ઓર તરેહતું જ છે.
દીકરી : તમે પોતે એમાં વિચિત્ર રીતે વર્તી રહ્યા છો, એ જ કદાચ એનું કારણ હોય.
(એ ચાલી જાય છે.)
દીકરો : (બારણાં તરફ જોતાં) કદાચ એની વાત સાચી છે, જો કે મને એનું અચરજ થાય છે. (પથારીમાં જઈને બેસે છે.) એ છોકરીએ મારા મનમાં જો કશી ઇચ્છાનો સંચાર કર્યો હોય તો તે અહીંથી પહેલી તકે ભાગી છૂટીને મારી વહુ પાસે અમારા સુખી સંસારમાં પાછા ફરવાની ઇચ્છાનો. હુ ભારે મૂર્ખાઈ આચરી રહ્યો હતો. મારે અહીં શા સારુ રહેવું જોઈએ...ના, કારણ છે, વજૂદવાળું કારણ છે. મારી મા અને બહેન પ્રત્યે મારે ફરજ અદા કરવાની છે. મેં એમાં ઠીક ઠીક પ્રમાદ સેવ્યો છે. એ પ્રમાદનું પ્રાયશ્ચિત્ત કરવાનું, એમને માટે કંઈક કરી છૂટવાનું મારે શિરે છે. આવી પરિસ્થિતિમાં ‘એ તો હું છું’ કહી દેવું પૂરતું નથી થઈ પડતું. ફરીથી પ્રેમ સંપાદન કરવાનું પણ જરૂરી થઈ પડે છે. (ઊભો થાય છે.) હા, આ જ ઓરડીમાં બધું નક્કી થશે. સાવ હૂંફ વગરની ઓરડી! એમાંનું કશું હું ઓળખી શકતો નથી. બધું જ બદલાઈ ગયું છે, અને બીજી કોઈ પણ ધંધાદારી હોટેલની સૂવાની ઓરડી જેવી જ આ ઓરડી લાગે છે, એમાં પ્રવાસી એકાદ રાત વિસામો કરીને ચાલ્યા જાય છે. મને એનો અનુભવ છે. ને એ ઓરડીઓ જાણે મને કશુંક કહેવા ઇચ્છતી હોય, કોઈક પ્રશ્નનો જવાબ કે કશોક સંદેશ આપવા ઇચ્છતી હોય એવું, કોણ જાણે કેમ, મને હમેશાં લાગ્યા કર્યું છે. કદાચ, આજ રાતે અહીં મને ઉત્તર મળી જશે. (બારીમાંથી બહાર જુએ છે.) વાદળ ઘેરાતાં લાગે છે. હોટેલની પથારીમાં હમેશાં આવો જ અનુભવ થાય છે; એકલવાયા માણસને સાંજ ભારે કપરી થઈ પડે છે. પહેલાં અનુભવતો તેવી ધૂંધળી અસ્વસ્થતાનો મને ફરી અનુભવ થઈ રહ્યો છે – અહીં, મારી છાતીના પોલાણમાં – આળી થયેલી જગ્યાને સહેજ સરખું અડતાં ચીસ પડાઈ જાય તેવું...ને એ શું છે તે હું જાણું છું. એ ભય છે, અનંત એકલતાનો ભય, જવાબ કદીય મળવાનો નથી એનો ભય. ને હોટેલની સૂવાની ઓરડીમાં જવાબ આપનારું હોય પણ કોણ? (એ ઘંટડી પાસે પહોંચે છે ને થોડી વાર દ્વિધા અનુભવ્યા પછી ઘંટડી વગાડે છે. થોડા વખત સુધી ચૂપકીદી છવાઈ જાય છે; પછી એની તરફ આવી રહેલા કોઈકનાં પગલાં સંભળાય છે, બારણે ટકોરા થાય છે, બારણું ખૂલે છે. બુઢ્ઢો નોકર ઉંબર પર ઊભો છે. એ નથી હાલતોચાલતો કે નથી બોલતો. ના, અમથું જ. નાહક ખલેલ પાડી. આ ઘંટડી વાગે છે કે નહીં ને એ સાંભળીને કોઈ આવે છે કે નહિ એટલું જ મારે જાણવું હતું.(બુઢ્ઢો એની સામે તાકી રહે છે, પછી બારણું વાસી દે છે. ચાલ્યાં જતાં પગલાંનો અવાજ સંભળાય છે.) ઘંટડી તો વાગે છે, પણ એ બોલતો નથી. એ કાંઈ જવાબ મળ્યો ન કહેવાય. (આકાશ તરફ જુએ છે) હજુ વાદળ ઘેરાતાં જ જાય છે, નર્યો નક્કર અં‘કાર! એ ફાટીને ‘રતી પર ત્રાટકી પડશે. મારે શું કરવું? શું સાચું: મારી પત્ની કે મારાં સ્વપ્નો? (બારણે બે ટકોરા. દીકરી ચાહની ટ્રે લઈને પ્રવેશે છે.)
દીકરી : તમારી ચહા.
દીકરો : પણ...મેં તો કશું માગ્યું નથી.
દીકરી : ઓહ? પેલા બુઢ્ઢાએ સાંભળવામાં ભૂલ કરી લાગે છે. એ ઘણુંખરું આવો ગોટાળો જ કરે છે. છતાં, ચહા આવી જ છે તો પી લેશો ને? (ટ્રે ટેબલ પર મૂકે છે. દીકરો કશુંક કહેવા જાય છે.) ચિંતા કરશો નહિ; આના પૈસા તમારે નહીં આપવા પડે.
દીકરો : ના, હું એનો વિચાર નો’તો કરતો. તમે મારે માટે ચહા લાવ્યા તેથી આનંદ થયો. તમારી મોટી કૃપા.
દીકરી : મહેરબાની કરીને એવું બોલશો નહિ. અમે જે કરીએ છીએ તે અમારા સ્વાર્થમાં છે.
દીકરો : મારા મનમાં કશી ભ્રાન્તિ જ રહી જાય એવો તમારો દૃઢ સંકલ્પ લાગે છે. પણ
આમાં તમારો સ્વાર્થ ક્યાં રહ્યો છે તે મને સમજાતું નથી.
દીકરી : સ્વાર્થ છે સ્તો, હું કહું છું ને. કેટલીક વાર ચહાનો એક કપ મહેમાનને અહીં રોકી રાખવાને પૂરતો થઈ પડે છે.
(એ બહાર ચાલી જાય છે, દીકરો કપ હાથમાં લે છે, એને જોઈ રહે છે, ફરી કપ નીચે મૂકી દે છે.)
દીકરો : તો લાડીલા દીકરાને માટેની મિજબાની ચાલુ છે. પહેલી વારની ચહા-પણ તે મારે પૈસે મળી; પછીની આ ચહા-મહેમાન રહી જવા પ્રેરાય એ માટે. પણ મારોય વાંક તો ખરો જ ને! જે સમયે જે કરવું ઘટે તે જ હું કરી શકતો નથી. એ જ્યારે કઠોર બનવાની હદે આખાબોલી બનીને વાત કરે છે ત્યારે અમારા સંબંધમાં પડેલી ગાંઠને છેદી નાંખે એવા શબ્દ શો‘વાનો હું નિષ્ફળ પ્રયત્ન કર્યા કરું છું. અલબત્ત, એનું કામ સહેલું છે; તરછોડવા માટેના શબ્દો શો‘વા સહેલા છે, પણ મેળ સા‘વાના શબ્દો એકદમ મળી જતા નથી. (કપ હાથમાં લે છે, થોડી વાર ગુપચુપ ઊભો રહે છે, પછી ધીમા પણ તંગ અવાજે બોલે છે.) હે ભગવાન, મને યોગ્ય શબ્દો શો‘વાની શક્તિ આપ, નહીં તો આ મિથ્યા પ્રયત્ન છોડાવી દે, ને મને મારી પત્નીના પ્રેમની હૂંફ ફરીથી પામવા દે અને એક વાર હું પસંદગી કરી લઉં, પછી એને વળગી રહેવાનું મને બળ આપ. (એ કપ હોઠે માંડે છે.) પાછા ફરેલા લાડીલા દીકરાને માટેની મિજબાની. કાંઈ નહીં તો મારે એનું માન તો રાખવંુ જ જોઈએ; તો આ સ્થાન છોડું તે પહેલાં મારે ફાળે જે પાઠ ભજવવાનો આવે તે ભજવી લઉં.
(એ પીવા માંડે છે. બારણે કોઈ જોરથી ટકોરા મારે છે) કોણ?(બારણું ખૂલે છે ને મા દાખલ થાય છે.)
મા : ખલેલ પાડવા બદલ માફી ચાહું છું, પણ મારી દીકરીએ કહ્યું કે એ તમને ચહા આપી ગઈ છે.
દીકરો : આ રહી.
મા : તમે એ પીધી ખરી?
દીકરો : હા, કેમ પૂછવું પડ્યું?
મા : માફ કરજો. હું ટ્રે પાછી લઈ જવા આવી છું.
દીકરો : (હસતાં) આ ચહા તમને આટલી બધી તકલીફમાં મૂકે છે તે બદલ દિલગીર છું.
મા : ના ના, એવું કશું નથી. પણ ખરું કહું તો એ તમારે માટે નહોતી.
દીકરો : ઓહ, હવે સમજાયું. મેં કાંઈ એ માગી નો’તી છતાં મને આપવામાં આવી હતી.
મા : (શકથી) હા, એમ જ બન્યું. સારું થયું હોત જો તમે... ચાલો, તમે એ પીઓ ન પીઓ એનું કાંઈ ખાસ મહત્ત્વ નથી.
દીકરો : (મુંઝાઈને) મને એનો બહુ રંજ છે, પણ તમારી દીકરીએ ચહા મૂકી જવાનો આગ્રહ રાખ્યો, ને મને તો સહેજેય ખ્યાલ નહિ કે ...
મા : હું પણ દિલગીર છું, પણ તમે કશો રંજ રાખશો નહિ. એ તો સહેજ ભૂલ થઈ ગઈ.
(એ કપરકાબી ટ્રેમાં મૂકે છે ને બારણાં તરફ જાય છે.)
દીકરો : જરા સાંભળો તો.
મા : શું?
દીકરો : મારે બીજી માફી માગવાની છે, મેં હમણાં જ નિર્ણય કરી લીધો છે. આજે રાતે વાળુ કર્યા પછી, હું ચાલ્યો જઈશ. હું ઓરડીનું એક રાતનું ભાડું તો અલબત્ત, ચૂકવી જ દઈશ. (મા ગુપચુપ એને જોઈ રહે છે.) તમને અચરજ થાય તે હું સમજી શકું છું. પણ મારા કાર્યક્રમના આ ઓચિંતા ફેરફાર બદલ તમે કોઈ રીતે જવાબદાર છો એમ માનશો નહિ. મને તમારે માટે ખૂબ માન છે, ઘણું ઘણું માન છે. પણ સાચું કહું તો મને અહીં કંઈ ગોઠતું નથી. આજે રાતે કદાચ હું ચાલ્યો જાઉં.
મા : કશો વાંધો નહિ. તમને જેમ રુચે તેમ તેમ કરી શકો છો. પણ કદાચ વાળુ સુધીમાં તમે તમારો વિચાર બદલો પણ ખરા. કેટલીક વાર આપણે એકાદ તુક્કાને વશ થઈએ છીએ, પણ પછીથી બધું આપમેળે થાળે પડી જાય છે ને આપણે નવી પરિસ્થિતિથી ટેવાઈ જઈએ છીએ.
દીકરો : કોણ જાણે! છતાં, મને તમારાથી કશો અસંતોષ છે તેથી હું ચાલ્યો જાઉં છું એમ રખે માનતાં. ઊલટું, તમે જે રીતે મને અહીં આવકાર્યો છે તે બદલ હું તમારો ખૂબ આભારી છું. કારણ કે મેં જોયું છે કે તમને મારી પ્રત્યે એક પ્રકારનો...સદ્ભાવ છે.
મા : એ તો કુદરતી જ હતું, તમારી પ્રત્યે ખરાબ લાગણી બતાવવાનું મારે કશું અંગત કારણ નથી એ તો તમે સમજો જ છો.
દીકરો : (લાગણીને કાબૂમાં રાખીને) એમ જ હશે – હું સ્વીકારી લઉં છું. પણ મેં જે કાંઈ કહ્યું તે છૂટાં પડતી વખતે આપણી વચ્ચે કડવાશ ન રહે એટલા ખાતર જ. પછી કદાચ, હું પાછો આવું. મને તો ખાતરી છે કે હું આવીશ જ. ને ત્યારે પરિસ્થિતિ, આજને મુકાબલે, જરૂર ઘણી સુ‘રી ગઈ હશે. ફરી મળવાથી આપણને આનંદ થશે એ વિશે મને રજમાત્ર શંકા નથી. પણ હમણાં તો હું ભૂલ કરી બેઠો હોઉં એમ જ મને લાગે છે. હું અહીં કશા ખપનો નથી. ટૂંકમાં કહું તો – કદાચ મારી કહેવાની રીત તમને વિચિત્ર લાગશે – મને એમ લાગ્યા કરે છે કે એ ઘરમાં મારું સ્થાન નથી.
મા : તમારા મનમાં શું છે તે હું સમજું છું. પણ, ઘણુંખરું પહેલવહેલાં તો આપણને એવી જ લાગણી થાય છે; તમને એ જાણતાં જરા વાર લાગી.
દીકરો : કબૂલ. પણ હમણાં તો મને કશું સૂઝતું નથી. હું આ તરફ તાકીદના કામે આવ્યો છું, અને વર્ષો સુધી બહાર રહ્યા પછી દેશમાં પાછા આવીએ ત્યારે બધંુ જરા અજાણ્યું તો લાગે જ. મારે જે કહેવું છે તે તમે અવશ્ય સમજી શકશો.
મા : હા, હું સમજું છું, ને બધું તમારી મરજી મુજબ થાત તો મને સારું લાગત.
પણ મને લાગે છે કે, અમને લાગે વળગે ત્યાં સુધી આથી ઝાઝું તો આ બાબતમાં અમે કશું નહિ કરી શકીએ.
દીકરો : હા લાગે છે તો એવું જ. હું કબૂલ કરું છું. તેમ છતાં, આ વિશે કોઈ કદી નિશ્ચિતપણે કહી શકે નહિ.
મા : તોય, મને લાગે છે કે તમે અમારી સાથે રહો એટલા માટે અમારાથી બનતું અમે કરી છૂટ્યાં છીએ.
દીકરો : તે તો તમે કર્યું જ છે, ને મારે કશી ફરિયાદ કરવાની નથી. વાત એમ છે કે અહીં આવ્યા પછી સૌ પ્રથમ જો કોઈ ને મળ્યો હોઉં તો તમને, ને તેથી આવનારી મુશ્કેલીનો પહેલો પરચો તમારી રૂબરૂ જ થાય એ સ્વાભાવિક છે. અલબત્ત, એમાં વાંક તો મારો જ છે; હજુ મારા પગ સ્થિર થયા નથી.
મા : જિંદગીમાં ઘણી વાર એમ જ બનતું હોય છે; માણસને હાથે ખરાબ શરૂઆત થાય, ને એ વિશે કોઈ કશું જ કરી ન શકે. જે કામઈ બન્યું તેથી હું પણ સહેજ ‘ૂં‘વાઈ ઊઠી છું એ પણ સાચું છે. પણ હું મારા મનને મનાવ્યા કરું છું કે છેલ્લે બાકી એને આટલું બધું મહત્ત્વ આપવાનું મારે કશું કારણ નથી.
દીકરો : વારુ, મારી બેચેની તમે પણ ભેગી અનુભવો ને તમે મને સમજવાનો પ્રયત્ન કરો એ કાંઈ મારે માટે ઓછું ન કહેવાય. તમારી લાગણી મને કેવી સ્પર્શી ગઈ છે ને હું એની કેવી કદર કરું છું તે કહ્યું જાય એમ નથી. (એનો હાથ મા તરફ લંબાવે છે.) ખરેખર હું ...
મા : અરે, એમાં શું? તમે જેને મારી લાગણી કહો છો એ તો સાવ સહજ હતું.
અમારા મહેમાનોને અનુકૂળ થઈને રહેવાની તો અમારી ફરજ જ છે.
દીકરો : (નિરાશાભર્યા સ્વરે) એમ છે. (થોડી ચૂપકીદી) તો આખરે આ બધાંનો સાર આટલો : મારે માથે ભાર એટલો જ કે મારે તમારી માફી માંગી લેવી જોઈએ, અને જો તમને ઠીક લાગતું હોય તો, તમને થોડું વળતર આપવું જોઈએ. (એ એનો હાથ કપાળે મૂકે છે. એ થાકી ગયો હોય એવું લાગે છે ને મુશ્કેલીથી બોલતો હોય એવું લાગે છે.) તમે મારે માટે કંઈક તૈયારીઓ કરી હશે, થોડો ઘણો ખરચ પણ વેઠ્યો હશે; આથી એ તો વાજબી જ છે...
મા : આવી પરિસ્થિતિમાં અમે સાધારણ જે તૈયારીઓ કરતાં હોઈએ છીએ તેથી વિશેષ અમે કશું કર્યું નથી. ને તમારે કશું વળતર આપવાનું રહેતું નથી. તમારી અનિશ્ચિતતા બદલ અફસોસ વ્યક્ત કર્યો તે મારા કોઈ કારણને લીધે નહીં, તમારી દૃષ્ટિએ વિચાર કરીને જ.
દીકરો : (ટેબલનો ટેકો લઈને) ઓહ, એ તો ઠીક. પણ મારે મન સહુથી મોટી વાત તો એ છે કે આપણે એકબીજાને સમજી શકીએ છીએ, અને હું મારે વિશે તમારા પર કશી ખરાબ છાપ પાડીને જતો નથી. હું તો આ ઘરને ભૂલી શકવાનો નથી – એટલું નક્કી જાણજો – ને મને આશા છે કે હું અહીં ફરી આવું ત્યારે મારી મનોદશા એની કદર કરવાને વધુ અનુકૂળ હશે. (મા કશું બોલ્યા વિના બારણાં તરફ જાય છે.) જરા ઊભા રહો! (એ પાછી વળે છે, દીકરો મુશ્કેલીથી બોલવાનું શરૂ કરે છે, પણ મુશ્કેલી વિના પૂરું કરે છે.) મારી ઇચ્છા છે કે...માફ કરજો; પણ મુસાફરીનો મને થાક લાગ્યો છે. (પથારી પર બેસે છે.) મને ચહા પાયા બદલ, ને અહીં મને આપેલા આવકાર બદલ હું તમારો આભાર માંનું છું. ને આ ઘર છોડતી વખતે હું અહીં આવતાં જેટલો અજાણ્યો હતો તેટલો અજાણ્યો નહિ રહ્યો હોઉં.
મા : ખરું કહું છું, અમે તમારે માટે બહુ થોડું કર્યું છે. ચહા વિશે કશું અણગમતું કહેવાનો મારો ઇરાદો નો’તો; એ તમારે માટે નો’તી એટલું સાચું. આપણી ભૂલ બદલ આપણો જ કોઈ આભાર માને એથી જરા મુંઝાવા જેવું તો થાય જ ને.
(મા ચાલી જાય છે. દીકરો એને જતી જોઈ રહે છે, ઊઠવા જાય છે, પણ એના પગ ભાંગી પડ્યા હોય એવું દેખાય છે. પછી ઓશીકે કોણી ટેકવીને એ વધતી જતા આળસને શરણે થાય છે.)
દીકરો : હા, મારે હવે સાવ સાદી ને સીધી રીતે આ પતાવી લેવું જોઈએ. આવતી કાલે મારી પત્ની સાથે અહીં આવીશ ને કહીશ ‘એ તો હું છું.’ એ લોકોને સુખી કરતાં મને કશું રોકી શકે તેમ નથી. મારી પત્નીની વાત સાચી હતી, એ મને હવે સમજાય છે. (એ નિસાસો નાંખે છે ને ઓશીકાને અઢેલે છે.) આ સાંજનું વાતાવરણ જ મને ગમતું નથી; બધું જાણે ખૂબ દૂર દૂર સરી જતું લાગે છે. (એ શરીરને પૂરું લંબાવી દે છે ને અસ્પષ્ટ અવાજે બોલે છે) હા કે ના? (થોડી વાર પડખાં બદલ્યા બાદ એ ઊંઘી જાય છે. ઓરડીમાં લગભગ સાવ અંધારું છે. લાંબી ચૂપકીદી. બારણું ખૂલે છે. બંને સ્ત્રીઓ દીવો લઈને પ્રવેશે છે.)
દીકરી : (સૂતેલા માણસ પર દીવો ‘રી રાખીને કાનમાં કહેતી હોય તેમ) બધું બરાબર છે.
મા : (પહેલાં ધીમે અવાજે, પછીથી મોટા થતા જતા અવાજે) ના, બેટા! આમાં હું પરાણે ઢસડાઈ તે મને નથી ગમ્યું. આ કૃત્યમાં હું કમને ઢસડાઈ રહી છું. તેં શરૂઆત કરી દીધી, જેથી મને પાછાં વળવાની તક જ ન મળે. મારા અણગમાની ઉપરવટ થઈને કામ કરવાની તારી આ રીત મને મુદ્દલ ગમતી નથી.
દીકરી : એ રીતે કામ કરવાથી બધું સરળ થઈ જાય છે. તારા અણગમાનું તેં કશું સ્પષ્ટ કારણ મને કહ્યું હોત તો મેં એનો વિચાર જરૂર કર્યો હોત. પણ તું નિર્ણય કરી શકી નહીં એટલે પહેલું ડગલું ભરીને તને સહાય કરવી એ જ મારે માટે ઉચિત હતું.
મા : અલબત્ત હું જાણું છું; એથી ખાસ કશો ફેર પડવાનો નથી તે. આ નહીં તો બીજો માણસ, આજે નહીં તો પછીના કોઈ દિવસે, આજ રાતે નહીં તો આવતી કાલે – આખરે તો એ બનવાનું હતું. તેમ છતાં, આને વિશે મને રંજ થયા કરે છે.
દીકરી : એવી વાત જવા દે, મા! એના કરતાં આવતી કાલનો વિચાર કરીને આપણા કામે લાગી જઈએ. આ રાત પૂરી થતાં આપણા સ્વાતંત્ર્યનો આરંભ થશે. (એ ભાઈના કોટનાં બટન ખોલે છે, એમાંથી પૈસાનો બટવો કાઢી લે છે ને નોટ ગણવા માંડે છે.)
મા : એ કેવી ગાઢ નિંદરમાં સૂતો છે!
દીકરી : પેલા બધા સૂતેલા તેવી જ રીતે એ સૂતો છે...ચાલો, હવે શરૂ કરી દઈએ.
મા : મહેરબાની કરીને સહેજ થંભી જા. પુરુષો સૂતા હોય છે ત્યારે કેવા નિરાધાર ને લાચાર લાગે છે! એ વિચિત્ર નથી લાગતું?
દીકરી : જંગલી પશુ કે મૂરખ વાનર થતાં પહેલાં એ લોકો માત્ર થોડો આરામ લેતા હોય છે.
મા : (વિચારમગ્ન બનીને) ના, પુરુષો તું ધારે છે એટલા બધા નોં‘પાત્ર હોતા નથી, ને એ લોકો નિંદરમાં હોય છે ત્યારે બદલાઈ પણ જતા નથી. એ તો આપણે જ એમને જુદી જુદી આંખે જોતાં હોઈએ છીએ. કશી વાસનાની ચમક કે અતૃપ્તિના ‘ૂં‘વાટ વિનાના એમના ઊંઘતા ચહેરા પરની ઓચિંતાની નગ્નતા જોઈને આપણે હેબતાઈ જઈએ છીએ. પણ બેટા, હું શું કહી રહી છું તે તું નહિ સમજી શકે.
દીકરી : ના, મા, એ હું નથી સમજી શકતી. પણ આપણે સમય બરબાદ કરી રહ્યાં
છીએ એટલું હું જાણું છું.
મા : (થાકની મારી વ્યંગમાં) ઓહ, એવી કશી ઉતાવળ કરવાની જરૂર નથી. ઊલટું, મુખ્ય વસ્તુ પતી ગઈ હોવાથી આ પળે જ આપણે જરા શ્વાસ ખાઈ લઈ શકીએ તેમ છે. જે કરવાનું છે તે મુશ્કેલ નથી, એનો આરંભ કરવો એ જ અઘરું છે. એક વાર આરંભ કરી ચૂક્યા કે બસ, પછી મનની શાંતિ ફરી પ્રાપ્ત થઈ જાય છે. તું આમ જીવ પર શા માટે આવી જાય છે? એવું બધું એમાં કશું ખરું?
દીકરી : વાત જ કરવા બેસીએ તો કશામાંય દમ નહિ દેખાય. હાથ પર લીધેલા કામમાં આગળ વ‘વું ને પોતાની જાતને પ્રશ્નો પૂછવા નહિ તે જ સૌથી સારું.
મા : (સ્વસ્થતાથી) આપણે ઘડીક બેસીએ, બેટા!
દીકરી : અહીં? એની પાસે?
મા : અવશ્ય, શા માટે નહિ? એ એવી નિંદરમાં પડયો છે જે એને બહુ દૂર લઈ જશે, ને એ જાગી ઊઠીને આપણે અહીં શું કરી રહ્યાં છીએ એ વિશે આપણને પૂછે એ સંભવિત નથી. બાકીની દુનિયા-એ તો પેલા બંધ બારણાં આગળ જ અટકી જાય છે. આટલી એક ઘડી શાંતિમા શા માટે ન ગાળીએ?
દીકરી : તું મજાક કરી રહી છે, તારી વાત કરવાની રીત મને નથી ગમતી, એમ હવે મારે કહેવાનું આવ્યું છે.
મા : તું ભૂલ કરે છે; મને મજાક કરવાનું સહેજેય મન થતું નથી. હું તો ફક્ત સ્વસ્થતા દેખાડું છું, જ્યારે તંુ તો બેબાકળી બની ગઈ છે. ના બેટા, અહીં બેસ. (એ વિચિત્ર રીતે હસે છે.) એ વાતચીત કરતી વેળાએ નિર્દોષ લાગતો હતો તે કરતાંયે નિંદરમાં વિશેષ નિર્દોષ લાગે છે, તું જરા એને જો તો ખરી. એણે તો જાણે દુનિયા સાથે કાયમની પતાવટ કરી લીધી. હવેથી એને માટે તો બધું સાવ સરળ થઈ જશે. સ્વપ્નોવાળી નિંદરમાંથી સ્વપ્ના વિનાની નિંદરમાં એ તો સરી જશે. બીજાને જે નિષ્ઠુરતાથી આંચકી લેવાયાં જેવું લાગે છે તે એને તો લાંબો વિસામો જ માત્ર લાગશે.
દીકરી : નિર્દોષ માણસની નિદ્રા નિર્દોષને જેવી મળવી ઘટે તેવી જ હોય છે, ને આ માણસને તિરસ્કારવાનું તો આમેય મારે કશું કારણ નથી. આથી એને કશું કષ્ટ નથી થતું તે જોઈને મને સુખ જ થાય છે. પણ એની સામે જોવાનું ય મારે કશું કારણ નથી. પણ જેને ટૂંક સમયમાં ઉપાડીને લઈ જવાનો છે તેની સામે આમ તાકી રહેવાની એ તારી રીત મને જરા અળવીતરી લાગે છે.
મા : (માથું ધુણાવીને, ધીમે અવાજે) વખત આવશે ત્યારે આપણે એને લઈ જઈશું.
પણ હજુ આપણા હાથમાં સમય છે ને એને આપણે ધારી ધારીને જોઈ લઈએ તો કાંઈ ખોટું નથી – એને માટે તો ખસૂસ નથી જ. કારણ કે હજી બહુ મોડું થયું નથી; નિદ્રા કાંઈ મૃત્યુ નથી. હા, બેટા, જરા એને જોઈ લે. એના ભાવી વિશે એ પોતે કશું કરી ન શકે એવી ક્ષણોમાં અત્યારે એ જીવી રહ્યો છે. એના જીવનની આશાઓ અત્યારે એના પ્રત્યે સાવ લાપરવા હાથોને હવાલે છે. આ હાથ છોને મારા ખોળામાં પહો ફાટતાં લગી આમ જ જોડાયેલા પડ્યા રહેતા. તો કશું જ જાણ્યા વિના એ સવાર થતાં જ નવું આયુષ્ય પામશે. પણ જો એ હાથ એના તરફ વળશે ને એની ઘૂંટીને બેડીની જેમ જકડી લેશે તો એ સદાને માટે વિસ્મૃતિને ખોળે પોઢી જશે.
દીકરી : (એકાએક ઊભી થઈ જઈને) મા, બધી જ રાતનો અંત આવે છે તે તું ભૂલી જાય છે, અને આપણે તો હજી ઘણું કરવું બાકી છે. સૌથી પહેલાં તો એના ખિસ્સામાંના કાગળિયાં આપણે તપાસી જોવાં પડશે, પછી એને નીચે ઉતારવો પડશે. પછી બધા દીવા બુઝાવી નાંખીને બારણાં આગળ, જરૂર પડે ત્યાં સુધી, ચોકી કરવી પડશે.
મા : હા, ઘણું બધું કરવાનું છે, ને અહીં જ આપણી દશા એનાથી જુદી પડે છે.
એ તો આખરે જિંદગીના ભારથી મુક્ત થયો છે. નિર્ણયો કરવાની ચિંતા હવે એને રહી નથી. હવે પછી કષ્ટપૂર્વક કરવાનાં કામોનો વિચાર પણ એણે હવે માથેથી ઉતારી નાંખ્યો છે. એણે તો માથેથી પોટલું ઉતારી નાંખ્યુ – આંતરિક જીવનનું એ પોટલું ઘડીનો આરામ આપતું નથી, કશી નબળાઈ નિભાવી લેતું નથી ને એક પળ દમ સુધ્ધાં લેવા દેતું નથી. આળસી ગઈ છું, બુઢ્ઢી થઈ છું, મને લગભગ એમ માનવાનું મન થઈ આવે છે કે સુખ એમાં જ રહેલું છે.
દીકરી : સુખ ક્યાં રહ્યું હશે તે વિશે તુક્કા ઉડાડવાનો આપણી પાસે સમય નથી. જરૂર પડે ત્યાં સુધી પહેરો ભર્યા પછી પણ ઘણુંય કરવાનું રહેશે. આપણે નદીએ જવું પડશે, કોઈ પીધેલો નદીને કાંઠે સૂતો તો નથી ને તેની ખાતરી કરવી પડશે. પછી આપણાથી બને તેટલી ત્વરાથી આપણે એને ત્યાં લઈ જઈશું – ને એમાં કેટલી જહેમત પડે છે તે તો તું જાણે છે. વચવચમાં એને હેઠો મૂકતાં આપણે એને જેમ તેમ કાંઠે પહોંચાડવો પડશે. ને એક વાર નદીને કાંઠે પહોંચ્યાં કે તરત એને બને એટલા જોરથી ફંગોળીને પ્રવાહની વચ્ચે બને તેટલે દૂર ઝોકાવી દેવાનો રહેશે. રાત કંઈ કાયમની આપણે માટે રહેવાની નથી એની તને ફરી યાદ દેવડાવું છું.
મા : હા, એ બધું જ કરવાનું આપણી આગળ પડ્યું છે, ને એનો વિચાર માત્ર કરતાં હું થાકી જાઉં છું. એ થાક એટલા લાંબા વખતથી મારા હાડમાં ઘર કરી ગયો છે કે હવે મારું બુઢ્ઢીનું લોહી એને પહોંચી વળી શકતું નથી. આ બધા વખત દરમિયાન આને તો આપણા પર રજમાત્ર સંદેહ થવાનો નથી; એ તો એની શાંતિને માણતો પડ્યો છે. એને જો આપણે જાગવા દઈશું તો વળી એને એકડેએકથી જિંદગી શરૂ કરવી પડશે, ને મેં એને જેટલો ઓળખ્યો છે તે પરથી કહી શકું છું કે એ બીજા માણસોના જેવા જ છે, એ શાંતિથી જીવી શકે એવો નથી. કદાચ આટલા ખાતર જ આપણે એને ત્યાં લઈ જઈને કાળાં ભમ્મર પાણીની દયા પર છોડી દેવો પડશે. (એ નિસાસો નાંખે છે) માણસને એની મૂર્ખાઈમાંથી મુક્ત કરીને શાંતિને માર્ગે ચઢાવવામાં આટલી બધી જહેમત ઉઠાવવી પડે એ ખરે ખેદજનક છે.
દીકરી : તારી સાન આજે ઠેકાણે નથી એવું મને લાગે છે. હું ફરીથી કહું છું, આપણે ઘણું ઘણું કરવું બાકી છે. એકવાર એને અંદર ફેંકી દઈએ તે પછીય નદીના કાંઠા પરની નિશાની ભૂંસવાની રહેશે, રસ્તા પરનાં આપણાં પગલાં ભૂંસવાં પડશે, એનાં કપડાં ને સરસામાનનો નાશ કરવો પડશે – એને આ દુનિયા પરથી સમૂળગો અલોપ કરવો પડશે. વખત વીતતો જાય છે ને હજીય મોડું થશે તો આ બધું જે સ્વસ્થતાથી કરવું પડે તેમ છે તેટલી સ્વસ્થતાથી કરવા જેટલો સમય નહીં રહે. પણ તું તો આ માણસની પથારી પાસે બેસીને એકસરખી એને તાકીતાકીને જોઈ રહી છે, જો કે તું એને ભાગ્યે જ જોઈ શકે છે; તું એકધારી આવી અસંગત ને નિરર્થક લવરી કરી રહી છે. ખરેખર, મને નથી સમજાતું! આજે તને થયું છે શું?
મા : એ આજે રાતે આપણને છોડી જવાનો હતો તેની તને ખબર હતી?
દીકરી : ના. હું નો’તી જાણતી. મેં જાણ્યું હોત તોય એથી કશોય ફેર પડ્યો ન હોત.
હું તો નિશ્ચય કરી ચૂકી હતી.
મા : એણે એ મને હમણાં જ કહ્યું, ને એને શો જવાબ આપવો તે મને સમજાયું નહિ.
દીકરી : ઓહ, તો તેં એની સાથે વાત પણ કરી?
મા : હા, તું એને ચહા આપી આવી છે એમ તેં કહ્યું એટલે હું અહીં આવી. જો હું સમયસર પહોંચી હોત તો મેં એને ચહા પીતાં અટકાવ્યો હોત. પણ શરૂઆત થઈ ચૂકી હતી એ જાણ્યા પછી બનવા કાળ તે છો બનતું એમ મને થયું; ખરેખર, પછી કશો જ ફેર પડે એમ નો’તું.
દીકરી : જો હજુય તને એવુ લાગતું હોય તો ઢીલ કરીને વખત બગાડવાનું કશું કારણ નથી. તો મહેરબાની કરીને ખુરશીમાંથી ઊભી થા ને આ મામલો પતાવી દેવામાં મને મદદ કર – હવે હું એનાથી તંગ આવી ગઈ છું.
મા : (ઊભી થતાં) હા, હું તને મદદ નહીં કરીને ક્યાં જવાની હતી? જેનું લોહી તારા લોહી જેટલી ગતિથી ફરતું નથી એવી મારા જેવી બુઢ્ઢીને તું થોડી પળ માત્ર જંપવા દે તોય બસ. તું આજ સવારથી એકીશ્વાસે મંડી છે, ને હું તારાથી પાછળ નહીં પડી જાઉં એવું તું ઇચ્છે છે. એ તો આ માણસથી સુધ્ધાં બની શક્યું નથી. આપણને છોડી જવાનો વિચાર એ પાકો કરે તે પહેલાં તો તારી આપેલી ચહા એ પી ચૂક્યો હતો.
દીકરી : જો તારે જાણવું જ હોય તો જાણી લે; એણે જ મારી પાસે નિર્ણય કરાવી લીધો હતો. તેં વાતો કરી કરીને આ કૃત્યને માટેના તારા અણગમાનો મને લગભગ ચેપ લગાડી દીધો હતો. પણ ત્યાં એણે જ્યાં હું સદા જવાને ઝંખી રહી છું તે દેશની વાતો કહેવા માંડી ને એ રીતે મારી લાગણીઓને ઉત્તેજિત કરીને એની પ્રત્યે મારા હૃદયને કઠોર બનાવી દીધું. નિર્દોષતાને આમ જ સરપાવ મળે છે!
મા : ને છતાં એને સમજ પડતી જતી હતી : એણે મને કહ્યું કે આ ઘર એને પોતાનું ઘર હોય એવું નો’તું લાગતું.
દીકરી : (ઉશ્કેરાઈને અને આકળી બનીને) અલબત્ત, આ ઘર એવું નથી જ. ને આ કોઈનુંય ઘર નથી. આ ઘરમાં કોઈનેય કદી હૂંફ કે આરામ કે સંતોષ નહીં મળે. જો આ એને વહેલું સમજાયું હોત તો એ બચી ગયો હોત અને આપણને પણ જહેમતમાંથી ઉગાર્યાં હોત. આ ઓરડી ફક્ત સૂવા માટે છે, ને આ દુનિયા માત્ર મરવા માટે છે એટલંુ એને શીખવવાની જહેમતમાંથી પણ આપણને એણે બચાવી લીધા હોત. ચાલ, મા! તું ઘણી વાર જેને સાદ દે છે તે ભગવાનને ખાતર આ પતાવવા લાગ.
(મા પલંગ ભણી ડગલું ભરે છે.)
મા : વારુ, બેટા! આપણે શરૂ કરીએ. પણ આવતી કાલની સવાર કદી પડવાની જ નથી એવું મને લાગ્યા કરે છે.
(પડદો)
(હોટેલનો મુખ્ય બેઠક-ખંડ. મા, દીકરી અને બુઢ્ઢો નોકર રંગમંચ પર છે. બુઢ્ઢો ઝાડુ વાળીને સાફસૂફ કરી રહ્યો છે. દીકરી ગલ્લા આગળ બેસીને વાળ પાછળ તાણી રહી છે. આ બારણાં તરફ જાય છે.) દીકરી : ઠીક, ત્યારે સવાર તો પડી ને કશા વિઘ્ન વિના આપણે બધું હેમખેમ પતાવી પણ દીધું. મા : હા, આ પતાવી દીધું તે સારું જ થયું એમ મને પણ કાલથી લાગવા માંડશે; પણ આ પળે તો મને મરણતોલ થાક સિવાય બીજા કશાંનો અનુભવ થતો નથી. મારું હૃદય અંદરથી જાણે સાવ સુકાઈ ગયું છે. ઓહ, ગઈ રાત ખરેખર ભારે કપરી હતી! દીકરી : પણ ઘણાં વરસો પછી આજને પ્રભાતે પહેલી વાર હું નિરાંતનો શ્વાસ લઈ શકું છું. કોઈ હત્યા મને આટલી સસ્તી નથી પડી. મને સમુદ્રનાં મોજાનો અવાજ સુધ્ધાં જાણે કાને પડવા લાગ્યો છે. આનંદની મારી હું કાં તો રોઈ પડીશ, એવું મને થાય છે. મા : તો સમું સારું, બેટા! મારી વાત કહું તો આ સવારે હું તો એવી ઘરડી થઈ ગઈ છું કે તારી સાથે કશામાં ભાગ લેવાની મારામાં શક્તિ નથી રહી! કદાચ આવતી કાલે મને કંઈક ઠીક લાગશે. દીકરી : હા, ને મને આશા છે કે બધું જ સુ‘રી જશે. પણ મહેરબાની કરીને તારો કકળાટ બંધ કર ને મને નવોસવો જડેલો આ આનંદ ભોગવવા દે. આજની સવારે હું નાની છોકરી જેવી થઈ ગઈ છું, મારી નાડીમાં ગરમ ગરમ લોહી વહેતું અનુભવું છું, મને કૂદાકૂદ કરી મૂકવાનું ને ગાવાનું મન થાય છે!... ઓહ, મા! હું તને એકવાત પૂછું?... (થોડી ચૂપકીદી.) મા : આ તને શું થયું છે, બેટા? તું તો જાણે સાવ જુદી જ લાગે છે. દીકરી : મા...(અચકાય છે; પછી એકદમ) મા, કહે તો, હું હજી સુંદર લાગું છું? મા : હા, તું આજે સવારે તો ખરેખર સુન્દર લાગે છે. કેટલાંક કૃત્યોની તારા પર લાભદાયી અસર થતી લાગે છે. દીકરી : ના ના! તું જે કૃત્યની વાત કરે છે તેના ભારથી હું મારું હૃદય કચડાઈ જવા દેતી નથી. પણ આજને પ્રભાતે જાણે મને નવો જન્મ મળ્યો હોય, નવી જિંદગી હાંસલ થઈ હોય એવું લાગે છે; આખરે જ્યાં સુખી થઈ શકાય એવા દેશમાં હું જઈ રહી છું. મા : અવશ્ય, અવશ્ય. ને થાક ઉતાર્યા પછી હુંય છુટકારાનો દમ ખેંચી શકીશ. આ બધાંને અંતે તને સુખ મળશે એ જાણીને, અત્યારેય, આપણે ગાળેલી બધીય નિદ્રાહીન રાતોનું સાટું વળી રહેતું હોય એવું ને લાગે છે. પણ આજે સવારે તો મારે થાક ખાવો પડશે; રાત ભારે કપરી હતી એ સિવાય કશાનું મને અત્યારે ભાન નથી. દીકરી : એ રાતની હવે શી ચિન્તા? આજનો દિવસ અદ્ભુત છે. (નોકરને) ઝાડુ વાળતી વખતે જરા ધ્યાન રાખજે; બહાર જતાં એનાં થોડાં કાગળિયા અમારાથી અહીં ક્યાંક પડી ગયાં છે, ને એ ઉપાડી લેવા તે વખતે તો અમારાથી થોભાય એવું નો’તું. એ અહીં આટલામાં જ પડ્યાં હશે. (મા બેઠકખંડની બહાર જાય છે. ટેબલ નીચેથી વાળતા નોકરને દીકરાનો પાસપોર્ટ મળે છે; એ એને ઉઘાડે છે, એના પર એક નજર નાંખે છે ને ખુલ્લો જ દીકરીના હાથમાં આપવા જાય છે.) મારે એ જોવાની કાંઈ જરૂર નથી, એને બીજી વસ્તુઓ સાથે મૂકી રાખ; આપણે બધી એક સાથે ફૂંકી મારીશું. (બુઢ્ઢો પાસપોર્ટ દીકરી આગળ ધરી જ રાખે છે. દીકરી એને હાથમાં લે છે.) કેમ શું છે? (બુઢ્ઢો બહાર ચાલ્યો જાય છે. દીકરી મોઢા પર કશો ભાવ બતાવ્યા વિના પાસપોર્ટમાંની વીગતો ધીમે ધીમે વાંચે છે; પછી અત્યંત સ્વસ્થતાથી બૂમ પાડે છે.) મા! મા : (બાજુના ઓરડામાંથી) હવે વળી તારે શું જોઈએ છે? દીકરી : અહીં આવ. (મા પાછી આવે છે. દીકરી એને પાસપોર્ટ આપે છે.) વાંચ! મા : મારી આંખો થાકી ગઈ છે તે તો તું જાણે છે. દીકરી : વાંચ! (મા પાસપોર્ટ લે છે, ટેબલ આગળ બેસે છે, પાસપોર્ટને ખોલે છે, અને વાંચે છે. લાંબા વખત સુધી એની સામેના પાના પર એ તાકી રહે છે.) મા : (નિર્જીવ અવાજે) હા, આખરે એક દિવસ આવું જ બનીને ઊભું રહેશે તે હું જાણતી હતી – બસ, હવે અંત આવી ચૂક્યો, બધી વાતનો અંત! દીકરી : (પાછળથી આવીને માની સામે ઊભી રહે છે.) મા! મા : ના, બેટા, હવે મને મારે રસ્તે જવા દે; હું ઘણું ઘણું લાંબું જીવી છું. મારા દીકરા કરતાં હું ઘણાં બધાં વર્ષો વધારે જીવી છું. એવું બને તે કંઈ ઠીક નહિ. હવે હું જઈને એને નદીને તળિયે મળી શકીશ. એનું મોઢું તો શેવાળથી ઢંકાઈ પણ ગયું હશે. દીકરી : મા! તું મને એકલી છોડીને તો નહિ જાય ને! મા : તું મને ખૂબ મદદરૂપ થઈ પડી છે, બેટા અને તને છોડીને જતાં ને દુ:ખ થાય છે. હું પ્રામાણિકપણે કહું છું કે તું, તારી રીતે, સારી દીકરી હતી – હવે આવા શબ્દોનો આપણે માટે કશો અર્થ રહ્યો હોય તો! મને ઘટે તે માન તેં મને હમેશાં આપ્યું છે. પણ હવે હું થાકીને લોથ થઈ ગઈ છું; મારું જીર્ણ હૃદય, જે પહેલાં બધી વસ્તુ પ્રત્યે એકસરખું ઉદાસીન હતું, તે આજે દુ:ખ કોને કહેવાય તે ફરીથી શીખી ગયું લાગે છે; ને એને પહોંચી વળવા જેટલી હવે હું જુવાન રહી નથી. મા ખુદ પંડના જ દીકરાને ઓળખી નહીં શકે ત્યારે એનો આ દુનિયા પરનો પાઠ ભજવાઈ ચૂક્યો છે એમ જ જાણવું. દીકરી : ના, એની દીકરીના સુખને નિશ્ચિત બનાવવાનું બાકી રહી ગયું હોય તો નહિ. અને જ્યારે તને આ નવી અજબ રીતે વાત કરતી સાંભળું છું, ત્યારે મારું હૃદય તો ઠીક, મારી બધી આશાઓના ચૂરેચૂરા થઈ જાય છે. કશાને જ લેખામાં ન લેવાનું જેણે મને શીખવ્યું હતું તે તું ઊઠીને આ શું બોલે છે? મા : (એવા જ નિર્મમ અવાજે) એથી એટલું જ પુરવાર થાય છે કે આ દુનિયા જેમાં બધું જ નકારી કાઢી શકાય છે, તેમાં પણ નકારી ન શકાય એવાં તત્ત્વો રહેલાં છે; ને જ્યાં કશું ધ્રુવ નથી એવી આ પૃથ્વી પર આપણે માટે કશુંક તો ધ્રુવ રહેલું જ હોય છે. (કડવાશથી) અને માનો દીકરા માટેનો પ્રેમ એ મારું ધ્રુવ છે. દીકરી : મા પોતાની દીકરીને ચાહી શકે એ તને એટલું ધ્રુવ નથી લાગતું, એમ ને? મા : આ ઘડીએ તો હું તને આઘાત પહોંચાડવા ન ઇચ્છું. પણ દીકરીને માટેનો પ્રેમ કદી એવો ન હોઈ શકે. એનાં મૂળ મને એટલાં ઊંડા નથી લાગતાં, ને મારા દીકરાના પ્રેમ વિના હવે હું શી રીતે જીવી શકું? દીકરી : ભારે અદ્ભુત પ્રેમ – જેણે તને વીસ વરસ સુધી યાદ સુધ્ધાં કરી નહિ. મા : હા, વીસ વીસ વરસનાં મૌનનેય જે પ્રેમ ગાંઠ્યો નહીં ને જે દીકરો જેટલો ભૂલકણો હતો તેટલો જ ભુલાયેલો પણ હતો, તેને જે પ્રેમ પાછો ઘરે લઈ આવ્યો તે પ્રેમ અદ્ભુત ખરો જ. તારે જે કહેવું હોય તે કહેજે, એ પ્રેમ મારે મન તો અદ્ભુત જ છે. (એ ખુરશીમાંથી ઊભી થાય છે.) દીકરી : તારી દીકરીને માટેનો રજ સરખો વિચાર કર્યા વિના, દીકરાના વર્તન પ્રત્યે મનમાં સહેજ પણ બળવો જાગ્યા વિના તું આ રીતે વાત કરે તે કેમે કર્યું મારા માન્યામાં નથી આવતું. મા : તારાથી એ નહીં સહેવાતું હોય, તો પણ એ શક્ય જ છે. મને કશાનો વિચાર આવતો નથી; બળવો જાગવા જેવી તો સહેજે વૃત્તિ થતી નથી. આ જ મારી શિક્ષા છે એ નક્કી, અને બધા જ હત્યારાઓને માટે એક વેળા એવી આવે જ છે જ્યારે મારી જેમ એમનાં હૃદય અંદરથી સુકાઈ જાય છે, વાંઝિયાં બની જાય છે પછી એમાં જીવવા જોગું કશું રહેતું નથી. દીકરી : તું ગુનાની ને શિક્ષાની વાત કરે તે મારાથી સાંભળી જતી નથી; એ... એથી મને નર્યો ધિક્કાર છૂટે છે. મા : શબ્દો તોલી તોલીને બોલવાની લમણાંકૂટ હું નથી કરતી. મારે માટે હવે પસંદ-ના-પસંદના કશા તફાવત રહ્યા નથી. પણ એ સાવ સાચું કે મેં એક કૃત્યથી સર્વનાશ નોતરી લીધો છે. મારી સ્વતંત્રતા ચાલી ગઈ છે, ને મારો નરકવાસ શરૂ થઈ ચૂક્યો છે. દીકરી : (માની સાવ પાસે જઈને, દાંતિયું કરીને) આવું તો તું કદી બોલી નથી. આટલાં બધાં વરસો સુધી તું મારી પડખે રહી. અને મરનારાઓના પગને ઝાલતાં તારા હાથ કદી પાછા પડ્યા નથી. એ દિવસોમાં તેં નરકનો કે સ્વતંત્રતાનો કેટલોક વિચાર કર્યો હતો, વારુ? તને જીવવાનો જરા સરખો હક નથી એવું તને કદીય નો’તું લાગ્યું, ને તું આગળ ‘પ્યે જ ગઈ – જે કરતી હતી તે કર્યે જ ગઈ. તારો દીકરો એમાં શું ફેર પાડી શક્યો હશે? મા : હું જે કરતી હતી તે કર્યે ગઈ; એ સાચું. પણ ત્યારે જે જિંદગી વેઠી લીધી તે કેવળ ટેવના જોરે, ને ટેવમાં ને મરણમાં ઝાઝો ફરક નથી. શોકનો એક અનુભવ એ બધું બદલી નાંખવાને પૂરતો હતો, ને મારા દીકરાના આવવા સાથે એ પલટો પણ આવી પહોંચ્યો. (દીકરી હાથનો ચાળો કરીને કશુંક બોલવા જાય છે) હું જાણું છું, બેટા, કે હું જે કહી રહી છું તેમાં કશો અર્થ નથી. હત્યારાને વળી શોક શો? પણ મારો શોક તે માતાઓને થતો અફાટ શોક નથી એટલું તું લક્ષમાં રાખે એમ હું ઇચ્છું છું; હજુ મેં મારો અવાજ સરખો ઊંચો કર્યો નથી. પ્રેમ હૃદયમાં ફરીથી પ્રકટે તેની જે વેદના થાય તેથી વિશેષ આ કશું નથી. તે છતાં મારાથી એ જીરવી જતી નથી. (બદલાયેલે અવાજે) પણ છતાં આપણે જે દુનિયામાં જીવીએ છીએ તેમાંથીય કશો અર્થ નીકળતો નથી, અને એને વિશે કહેવાનો મને હક છે, કારણ કે એણે જે કાંઈ આપ્યું છે તે હું ચાખી ચૂકી છું – સર્જનથી માંડીને સંહાર સુધીનું બધું જ. (એ દૃઢ પગલે બારણા તરફ જાય છે. દીકરી એની આગળ આવીને રસ્તો રોકીને ઊભી રહી જાય છે.) દીકરી : ના, મા, તું મને છોડી જઈ શકે નહિ. તારી પડખે જો કોઈ રહ્યું હોય તો તે હું, ને એ તો ચાલ્યો ગયો હતો. આટલંુ તું ભૂલીશ નહિ. જિંદગીભર હું તારી સાથે રહી છું, ને એ તો તને ગુપચુપ છોડી ગયો. હિસાબમાં આની પણ ગણતરી થવી જોઈએ. એનું મૂલ્ય ચૂકવવું પડશે. મારી પાસે પાછા આવવાની તારી ફરજ છે. મા : (નમ્રતાથી) એ સાચું ખરું, બેટા, પણ એને-મારા દીકરાને-મેં મારે હાથે મારી નાંખ્યો છે. (દીકરી અધરી પાછી વળીને બારણા તરફ જોતી હોય એવું લાગે છે.) દીકરી : (થોડી ચૂપકીદી પછી, વધતી જતી લાગણીના આવેશપૂર્વક) જિન્દગી માણસને જે આપી શકે તે બધું જ એને મળ્યું હતું. એ આ દેશ છોડી ગયો. એણે દૂરની ક્ષિતિજોને, સમુદ્રને, મુક્ત જીવોને જાણ્યાં. પણ હું અહીં રહી – ક્ષુદ્ર અને તુચ્છ ગમગીનીભરી ખીણમાં જીવતી દટાઈને, પડછાયાઓ વચ્ચે સમસમતી. જીવતી દટાઈ ગઈ! કોઈએ કદીય મારા હોઠને ચૂમ્યા નથી; ને કોઈ એ મને નવસ્ત્રી જોઈ નથી, તેં સુધ્ધાં નહીં. મા, હું શપથ ખાઈને કહું છું, આ બધાંનુ દાપું તારે ચૂકવવું જ પડશે. અને હવે, આખરે જ્યારે મને ઘટારથ પામવાનો વખત આવ્યો છે ત્યારે એક માણસ મરી ગયો છે એવું ખોટું બહાનું કાઢીને તારાથી મને તરછોડાય નહીં, હરગીજ તરછોડી ન શકાય. જે પોતાની જિંદગી, પોતાના ધાર્યા મુજબ, જીવી શક્યો છે તેને માટે મરણ કશું જ નથી; આટલું તું સમજવાનો પ્રયત્ન કર. મારા ભાઈને ને તારા દીકરાને આપણે ભૂલી જઈ શકીશુ. એનું જે થયું તે કશા મહત્ત્વનું નથી; જિંદગી પાસેથી એને હવે કશું વધારે પામવાનું હતું નહિ. પણ મારી વાત જુદી છે; ને તું મારું બધું જ બગાડવા બેઠી છે એને બધું માણવાનું મળ્યું ને હું તો સાવ છેતરાઈ ગઈ! એ મને માના પ્રેમ વિનાની રાખે ને તને નદીના હિમભર્યા અન્‘કારને તળિયે ઢસડી જાય એવું શા સારુ બનવું જોઈએ? (બંને એકબીજાની સામે કશું બોલ્યા વિના તાકી રહે રહે છે; દીકરી એની નજર નીચી કરે છે. હવે એ ધીમા અવાજે બોલે છે.) હું તો થોડું, બહુ જ થોડું માગું છું. મા, કેટલાક શબ્દો હું કદી હોઠે સુધ્ધાં લાવી શકી નથી, પણ આપણે બંને – તું અને હું – જો પહેલાંની જેમ ફરીથી જિંદગી શરૂ કરીએ તો આ બધું વિસારે નહિ પડી જાય? મા : તેં એને ઓળખેલો ખરો? દીકરી : ના, નો’તો ઓળખ્યો. એ કેવો લાગતો હતો તે મને જરા જેટલું પણ યાદ નો’તું; ને બધું, જેમ બનવા નિર્માયું હતું તે પ્રમાણે જ બન્યું. તું પણ એમ જ કહેતી હતી; આ દુનિયામાં કશો અર્થ નથી. પણ તેં આ પ્રશ્ન કાંઈ સાવ ખોટો નથી પૂછ્યો. કારણ કે હવે હવે હું જાણું છું કે મેં એને ઓળખ્યો હોત તોય કશો ફેર ન પડ્યો હોત. મા : એ સાચું નથી એમ માનવું મને ઠીક લાગે છે. કોઈ પણ જીવ સોએ સો ટકા તો પાપી હોતો જ નથી, અ‘મમાં અધમ હત્યારાઓના જીવનમાં પણ એવી પળ આવે છે જ્યારે એમનાં હથિયાર તેઓ હેઠાં મૂકી દે છે. દીકરી : મારા જીવનમાંય એવી પળો આવી છે. પણ જેને હું ઓળખતી નથી ને જે મારે મન કશું જ નથી એવા ભાઈને માટે મેં માથું નમાવ્યું ન હોત. મા : તો તેં કોની આગળ માથું નીચે નમાવ્યું હોત? (દીકરી માથું નીચે નમાવે છે.) દીકરી : તારી આગળ. (થોડી વાર સુધી ચૂપકીદી) મા : (ધીમેથી) અતિ મોડંુ થયું, બેટા. હવે હું તારે માટે કશું વધારે નહીં કરી શકું. (આંખો અર્ધી પાછી વાળી લઈને) અરેરે, એ ચૂપ કેમ રહ્યો? ચૂપ રહેવું ખતરનાક છે, પણ બોલવું એય એટલું જ ખતરનાક છે; એ જે કાંઈ થોડું બોલ્યો તેને કારણે જ કામ આગળ ધપી ગયું. (દીકરી તરફ વળે છે) તું રડે છે, બેટા? ના, રડવું શું તે તને નહિ સમજાય. હું તને ચૂમી ભરતી એ દિવસો તને યાદ છે ખરા? દીકરી : ના, મા! મા : હું સમજું છું. એને તો ઘણો ઘણો વખત થઈ ગયો, ને હું તને મારી બાથમાં લેવાનુંય બહુ વહેલી ભૂલી ગઈ. પણ હું તને ચાહતાં કદી અટકી નો’તી. (એ ધીમેથી દીકરીને બાજુએ ખસેડે છે. દીકરી પણ ધીમેથી રસ્તામાંથી ખસી જાય છે.) હવે હું એ જાણું છું; તારા ભાઈએ એ અસહ્ય પ્રેમને સજીવન કર્યો તેથી હું જાણું છું. એ અસહ્ય પ્રેમને હવે મારે મારી નાંખવો પડશે – મારી સાથે એને પણ. (એને પસાર થવાને બારણાં ખુલ્લાં છે.) દીકરી : (બંને હાથે મોઢું ઢાંકી દઈને) શું છે? તારી દીકરીના દુ:ખ કરતાં ઝાઝું તારે મન બીજું શું છે? મા : થાક, કદાચ... અને – મારી આરામ માટેની ઝંખના. (એ બહાર જાય છે. દીકરી એને રોકવાનો કશો પ્રયત્ન કરતી નથી. એની માના ગયા પછી તરત જ એ બારણાં તરફ દોડી જાય છે, એને જોરથી વાસી દે છે ને એને દાબીને ઊભી રહે છે. એ એકાએક છૂટે મોંએ કારમું રડવા માંડે છે.) દીકરી : ના, ના! મારા ભાઈની કાળજી રાખવા સાથે મારે શી લેવાદેવા? કશી જ નહીં. ને છતાં મારા જ ઘરમાં હું પરાયી થઈ ગઈ છું, મારું માથું ટેકવવાને ક્યાંય સ્થાન નથી, મારી સગી માને પણ મારી જરા સરખી પડી નથી. ના, એની કાળજી રાખવાની કાંઈ મારી ફરજ નો’તી-કેટલું ગેરવાજબી થયું બધું, નિર્દોષતાને માથે કેવો અન્યાય ગુજર્યો! એને લાગેવળગે છે ત્યાં સુધી તો એને જે જોઈતું હતું તે મળી ચૂક્યું છે, જ્યારે હું એકલવાયી પડી ગઈ, જે સમુદ્રને ઝંખ્યા કરતી હતી તેનાથી દૂર દૂર. ઓહ, એના પર મને એવો તો ધિક્કાર છૂટે છે! મારી આખી જિંદગી, મને ઉછાળીને દૂર દૂર લઈ જાય એવા આ મહાન મોજાની રાહ જોવામાં જ નીકળી ગઈ. ને હવે હું જાણું છંુ કે એ મોજું ફરી કદી આવવાનું નથી. હવે સદાને માટે હું અહીં સબડતી પડી રહીશ; મારી ડાબી બાજુએ ને જમણી બાજુએ, મારી આગળ ને પાછળ આ-ના-આ બીજા દેશ, બીજી પ્રજાઓ હશે; પેલાં મેદાનો ને સમુદ્ર તરફથી ફૂંકાતા ખારા પવનને રોકતા પર્વતો હશે! એ બધાંની કાનાફૂસીના ઘોંઘાટમાં સમુદ્રના મંદ સ્વરે અવિરત આવી રહેલા આહ્વાન ડૂબી જાય છે. (હજી ધીમે અવાજે) કેટલાંક એવાં પણ સ્થાનો હોય છે જ જે સમુદ્રથી ગમે તેટલાં દૂર હોય છતાં સાંજના પવન સાથે ત્યાં કદીક દરિયાઈ વનસ્પતિની વાસ વહી આવતી હોય છે. એ પવન ટિટોડીની ચિચિયારીથી ગાજતા ને સૂર્યાસ્તની અસીમ આભામાં નાહીને સોનેરી બનતી રેતીના પટવાળા ભીના સાગરકાંઠાની વાત કહી જાય છે. પણ અહીં પહોંચતાં પહેલાં જ સમુદ્રના પવનો પડી જાય છે. મારા હકનું મને કદી નહિ મળે, કદી નહીં. હું ભોંયે કાન માંડીને ગમે તેટલી સાંભળવા મથું પણ સમુદ્રના ઘૂઘવતા મોજાંના પછડાટ કે સુખભર્યા સાગરના નિયમિત શ્વાસોચ્છ્વાસ મને કદી સંભળાવાના નથી. હું જે કંઈ ચાહું છું. તેનાથી હું ખૂબખૂબ દૂર છું, ને મારી હદપારીનો કશો ઇલાજ નથી. હું એને ધિક્કારું છું, હા, એને જે જોઈતું હતું તે એને મળ્યું તેથી હું એને ધિક્કારું છું. આકાશને જ્યાં ક્ષિતિજો જ નથી એવા આ બંધિયાર ગમગીનભર્યા દેશમાં જ મારું એકનું એક ઘર છે! ખાવાને ખાટાં કંથારાં ને તરસ છિપાવવા મારું જ વહાવેલું લોહી. માના પ્રેમને માટે આટલું બધું મૂલ્ય ચૂકવવું પડે છે! મારે માટે પ્રેમ તો છે નહીં, તો એ છો મરતી. ભલે મારી સામે તમામ બારણાં બિડાઈ જતાં. હું મારા ઘૂંઘવાટ સાથે, મારા સાવ સાચા રોષ સાથે શાંતિથી રહી શકું તો બસ. આકાશ તરફ મીટ માંડવાની કે માફી મેળવવા માટે મરતાં પહેલાં કાકલૂદી કરવાની મારી જરાયે દાનત નથી. સમુદ્રથી રક્ષિત એ દક્ષિણનો દેશ, જ્યાં ભાગી જઈ શકાય, છૂટથી શ્વાસ લઈ શકાય, જ્યાં આપણા શરીરને બીજાના શરીર જોડે બાથમાં ભીંડી દઈ શકાય, મોજાંઓને ખોળે આળોટી શકાય – એ સમુદ્રથી રક્ષિત દેશમાં દેવોને પ્રવેશ નથી. પણ અહીં તો નજર બધી બાજુથી ભીંસાઈ જાય છે; દીન બનીને હાથ પસારી ઊંચે જોવું પડે એવું જ અહીં તો કાવતરું રચાયું છે. ભગવાન સામે જોયા વિના જ્યાં છૂટકો જ ન રહે એટલી બધી સાંકડી આ દુનિયાને હું ધિક્કારું છું. પણ મને મારા હકનું મળ્યું નથી, ને મને થયેલા અન્યાયથી હું સમસમી રહી છું; હું ઘૂંટણિયે પડવાની નથી. આ દુનિયામાંનું મારું સ્થાન મને ફોસલાવીને ઝુંટવાઈ ગયું છે, મારી માએ મને તરછોડી છે; રહી માત્ર હું ને મારાં પાપ! એટલે કશું સમાધાન મેળવ્યા વિના જ આ દુનિયા હું છોડી જઈશ. (બારણે ટકોરો) કોણ? વહુ : પ્રવાસી. દીકરી : હવે અમે કોઈને રાખતાં નથી. વહુ : પણ મારા પતિ અહીં છે. હું એમને મળવા આવી છું. (એ દાખલ થાય છે) દીકરી : (એની સામે તાકી રહીને) તારા પતિ કોણ છે એ? વહુ : એ ગઈ કાલે સાંજે અહીં આવ્યા હતા ને આજે સવારે મને તેડી જવાનું વચન આપેલું. એ કેમ નહીં આવ્યા તે મને સમજાતું નથી. દીકરી : એણે તો એમ કહ્યું હતું કે એની પત્ની પરદેશમાં છે. વહુ : એમ કહેવાનું ખાસ કારણ હતું. પણ અમે આજે સવારે મળવાનું નક્કી કર્યું હતું. દીકરી : (હજુ વહુ પરથી એણે આંખો ઉઠાવી નથી.) એ તો કદાચ મુશ્કેલ છે. તારા પતિ તો ચાલ્યા ગયા છે. વહુ : ચાલ્યા ગયા? મને સમજાતું નથી. એમણે અહીં ઓરડી નો’તી રાખી? દીકરી : હા, પણ એ તો રાતના ચાલ્યા ગયા. વહુ : હું એ માની શકતી નથી. આ ઘરમાં એ શા માટે રહ્યા હતા તે હું જાણું છું. પણ તમે જે રીતે વાત કરો છો તેથી તો હું છળી મરુ છું. જે કાંઈ કહેવું હોય તે સ્પષ્ટ કહી નાંખો. દીકરી : તારા પતિ અહીં નથી. એ સિવાય મારે તને કશું જ કહેવાનું નથી. વહુ : મને સહેજેય સમજાતું નથી; એ મને મૂકીને તો નહિ જ ચાલી જાય. એઓ હંમેશને માટે ચાલી જાય છે એવું એમણે કહ્યું હતું ખરું? કે પાછા આવશે એવું કહ્યું હતું? દીકરી : એઓ સદાને માટે ચાલ્યા ગયા છે. વહુ : જરા મારું સાંભળો. આમ ફફડતે જીવે હું તે ક્યાં સુધી બેસી રહું? ગઈ કાલથી હું એકધારી રાહ જોયા જ કરું છું; વિચિત્ર છે આ દેશ! આખરે, ચિંતાની મારી, હું આ ઘરમાં દોડી આવું છું. મારા પતિને જોયા વિના કે એમની ભાળ મને ક્યાં મળશે તે જાણ્યા વિના હું અહીંથી જવાની નથી. દીકરી : તારા પતિનો પત્તો મેળવવો એ તારું કામ, એની સાથે મારે શી લેવાદેવા? વહુ : તમારી ભૂલ થાય છે, તમનેય આમાં લેવાદેવા છે જ, ને તેય જેવી તેવી નહીં. હું આ કહું છું તે મારા પતિને ગમશે કે નહીં તે હું જાણતી ની, પણ આ સંતાકૂકડીની ઠાલી રમતથી હું તો થાકી ને કંટાળી ગઈ છું. ગઈ કાલે અહીં જે માણસ આવ્યો હતો ને જેને વિશે વર્ષોનાં વર્ષો સુધી તમે કશુંય સાંભળ્યું નો’તું તે તમારો ભાઈ હતો. દીકરી : આ કાંઈ મારે માટે નવા ખબર નથી. વહુ : (આવેગપૂર્વક) તો – શું થયું હશે? જો બધી વાતનો ખુલાસો થઈ ચૂક્યો છે તો એ કેમ અહીં નથી? તમે, તમે ને તમારાં માએ, એમને ઘરે આવકાર્યા નહિ? એમના પાછા આવવાથી તમને આનંદ થયો નહીં? દીકરી : મારો ભાઈ હવે અહીં નથી – કારણ કે એ મરી ગયો છે. (વહુ ચોંકી ઊઠે છે અને થોડી વાર સુધી કશું બોલ્યા વિના દીકરી સામે તાકી રહે છે. પછી હસતી હસતી એની તરફ એક ડગલું આગળ વધે છે.) વહુ : તમે મજાક ઉડાવો છો, ખરું ને? એ મને ઘણીવાર કહેતા કે તમને નાનપણમાં લોકોને ભેદભરમમાં ગરકાવ કરી દેવાની ટેવ હતી. તમે ને હું – આપણે તો બહેનો જેવાં છીએ, અને - દીકરી : મને અડીશ નહીં. જ્યાં છો ત્યાં જ ઊભી રહે. આપણી વચ્ચે કશું નથી. (અટકે છે.) હું ખાતરી આપીને કહું છું કે હું મજાક નથી કરતી; તારો પતિ ગઈ કાલે રાતે મરી ગયો. એટલે તારે અહીં રહેવાનું હવે કશું કારણ રહ્યું નથી. વહુ : પણ તમે પાગલ છો, નર્યા પાગલ! લોકો એવી રીતે મરી જતા નથી – મળવાનું નક્કી કર્યું હોય તે દરમિયાનની એક ક્ષણથી બીજી ક્ષણ સુધીમાં, એકાએક. હું તમારી વાત માની શકતી નથી. મને એને જોવા દો, તો કદાચ હું જેની કલ્પના પણ કરી શકતી નથી તે માની શકું. દીકરી : એ અશક્ય છે. એ તો નદીને તળિયે બેસી ગયો છે. (વહુ એના હાથ દીકરી તરફ પસારે છે.) મને અડીશ નહીં, ત્યાં જ ઊભી રહે; હું ફરી કહું છું. એ નદીને તળિયે બેસી ગયો છે. ગઈ રાતે મારી મા અને હું એને ઘેનમાં નાંખીને નદીએ લઈ ગયાં હતાં. એને કશું દુ:ખ પડ્યું નથી, પણ એ સો ટકા મરી ગયો છે, અને અમે – એની માએ અને મેં – એને મારી નાંખ્યો છે. વહુ : (સંકોડાઈને દૂર ખસી જતાં) કદાચ હું પાગલ છું. આ પૃથ્વી પર, આ પહેલાં કદી નહીં ઉચ્ચારાયા હોય એવા, આ શબ્દો હું સાંભળી રહી છું. અહીં આવવાથી મારો કશો જયવારો થવાનો નથી તે હું જાણતી જ હતી, પણ આ તો નર્યું ગાંડપણ છે, ને એમાં હું તમારા ભેગી ભળવા ઇચ્છતી નથી. તમારા શબ્દો જે ઘડીએ મારા હૃદયમાં મરણતોલ ઘા કરે છે, તે જ ઘડીએ, મને એમ પણ લાગે છે કે જાણે તમે કોઈક બીજા માણસની વાત કરી રહ્યાં છો, જે મારી રાત્રિઓનો સહભાગી હતો તેની નહીં; ને આ બધું જાણે ઘણાં ઘણાં વરસો પહેલાંની પુરાણી કથા જેવું લાગે છે. એને ને મારા પ્રેમને કશું લાગતું વળગતું નથી. દીકરી : આ વિશે ખાતરી કરાવવાનું કામ મારું નથી; મારું કામ તો માત્ર સત્ય કહેવાનું છે; ને એ સત્યને સ્વીકારવામાં તને ઝાઝી વાર લાગવાની નથી. વહુ : (તન્દ્રામાં હોય તેમ) પણ શા માટે, શા માટે તમે એવું કૃત્ય કર્યું? દીકરી : એ પ્રશ્ન પૂછવાનો તને શો હક? વહુ : (આવેગપૂર્વક) શો હક?... મારા એને માટેના પ્રેમનો હક. દીકરી : એ શબ્દનો અર્થ શો? વહુ : એનો અર્થ – આ ક્ષણે મારા હૃદયને જે ચીરી નાંખે છે, મારા હૃદયને જે બટકાં ભરે છે તે સઘળું; એનો અર્થ. ઉન્માદનો આ આવેગ જેને કારણે મારા હાથને ખૂન કરવાની ચળ આવે છે. મારાં ભૂતકાળનાં બધાં સુખ, અને તમે મારા પર ઉતારેલો આ દુર્દાન્ત શોક. હા, અલી ઓ પગલી! આ વાતને નહીં માનવાને મેં મારું હૃદય વજ્જર જેવું કરી દીધું છે, નહીં તો તારા ગાલ મારા નહોરથી ઉઝરડીને મેં તને એ શબ્દનો અર્થ ક્યારનોય સમજાવી દીધો હોત. દીકરી : તું પાછી હું નહીં સમજી શકું તેવી ભાષા વાપરી રહી છે. પ્રેમ અને સુખ અને શોક – એવા એવા શબ્દોના મારે મન કશો અર્થ નથી. વહુ : (સ્વસ્થતાથી બોલવાનો ભારે પ્રયત્ન કરીને) હું કહું છું તે સાંભળો – આ આંધળેબહેરાંની રમત આપણે બંધ કરીએ તો ઠીક. આ અર્થ વગરના શબ્દોનેય આપણે પડતા મૂકીએ. મારે જે સ્પષ્ટ રીતે જાણવું છે તે, હું ભાંગી પડું તે પહેલાં, મને ચોખ્ખેચોખ્ખું કહી દો. દીકરી : એ મેં સાવ ચોખ્ખેચોખ્ખું જ તો કહી દીધું છે. આ પહેલાંના બીજા પ્રવાસીઓની અમે જે દશા કરી હતી તે જ ગઈ રાતે અમે તારા પતિની કરી, અમે એને મારી નાખ્યો ને એના પૈસા લઈ લીધા. વહુ : તો એમનાં માબહેન હત્યારા હતાં, એમ ને? દીકરી : હા, પણ એ તો એમણે જોવાનું, બીજાને એની શી પંચાત? વહુ : (હજી જાતને કાબૂમાં રાખવા મથતી) તમે આ કર્યું ત્યારે એ તમારો ભાઈ હતો એ તમે જાણી ચૂક્યાં હતાં? દીકરી : જો તારે જાણવું જ હોય તો જાણી લે: એ બાબતમાં ગેરસમજ થઈ હતી. ને તને દુનિયાનો થોડોઘણોય અનુભવ થયો હશે તો તને આની નવાઈ નહીં લાગે. વહુ : (હાથથી છાતીને કચડી નાંખતી, ટેબલ તરફ જતાં, ધીમા વિષાદભર્યા અવાજે) ઓ મારા પ્રભુ! હું આ જાણતી જ હતી! આવા વેશ ભજવવાનો અંત કરુણ જ આવવાનો છે ને અમને – મને ને એમને – આ બદલ સજા થવાની જ છે તે હું જાણતી હતી. આ દેશના વાતાવરણમાં જ મને એના ભણકારા વાગ્યા કરતા હતા (ટેબલ આગળ આવીને ઊભી રહે છે ને નણંદ તરફ જોયા વિના જ બોલ્યે જાય છે.) એમને અહીં આવીને તમને અચંબામાં નાંખી દેવા હતાં, તમે એમને ઓળખી કાઢો એવી એમની ઇચ્છા હતી; એ તમને સુખી કરવા ઇચ્છતા હતા. માત્ર એમને આરંભમાં જે શબ્દો બોલવા જોઈએ તે જડ્યા નહીં; અને પછી, એ શબ્દોને માટે ફાંફાં મારતા હતા, ત્યાં જ એમને તમે મારી નાંખ્યા. (રડે છે.) અને તમે, બે પાગલ જેવી સ્ત્રીઓ, આવો રતન જેવો દીકરો – એ રતન જેવા જ હતા, ગઈ રાતે તમે જેની હત્યા કરી તેના હૃદયની વિશાળતાને, તેની ખાનદાનીને, તમે કદી ઓળખી શકવાનાં નથી... એમને લીધે તમારું માથું ઊંચું રહ્યું હોત, જેમ મારું રહ્યું હતું. પણ, ના, તમે તો એના દુશ્મન હતાં – અરે, કેવી કરુણતા! – નહીં તો જે કૃત્યથી ગાંડા બનીને, ઘવાયેલા પશુની જેમ ચીસો પાડતાં તમે શેરીમા દોડી નીકળો, તેની વાત તમે આટલી સ્વસ્થતાથી કરી જ શી રીતે શકો? દીકરી : પણ બધું જાણ્યા વિના ચુકાદો આપવાનો તને કશો હક નથી. હવે તો મારી મા પણ એના દીકરા જોડે પોઢી ગઈ હશે, બંને બંધના દરવાજામાં સપટાઈને પડ્યાં હશે ને પાણીનો વેગ નીચે એકઠાં થયેલા કોહવાટ સાથે એમને ઝીંકીઝીંકીને બટકાં ભરતો હશે. થોડા જ વખતમાં એમનાં શબને બહાર કાઢીને સાથે, એક જ ‘રતીમાં, દફનાવી દેવાશે. પણ આમાં ય તે દુ:ખથી ચીસ પાડી ઊઠવા જેવું શું છે, તે મને સમજાતું નથી. માણસના હૃદય વિશેનો મારો ખ્યાલ સાવ જુદો છે, અને સાચું કહું તો, તારાં આંસુથી હું અખળાઈ ઊઠું છું. વહુ : (નણંદ તરફ રોષથી એકાએક ઘૂમીને) હું આંસુ સારું છું તે મેં સદાને માટે ખોયેલા સુખને ખાતર; મારી પાસેથી ઝુંટવાઈ ગયેલા જિંદગીભરના સુખને માટે, ને એ તમારે માટે પણ સારું જ છે, કારણ કે હવે પછીનો મારો આંસુહીણો શોક તો પાંપણ સરખી પલકાવ્યા વિના તમને મારી શકશે. દીકરી : આવી વાતની મારા પર કશી અસર પડે છે એમ રખે માનતી; ખરેખર, એથી ખાસ કશો ફેર પડવાનો નથી; કારણ કે મેં પણ ઘણું જોયું છે ને સાંભળ્યું છે; મેં પણ મરવાનો નિર્ણય કર્યો છે. પણ હું એમને જઈ મળવાની નથી; મને એમના સંગાથની જરૂરેય શી છે? એમનો નવો પ્રાપ્ત થયેલો પ્રેમ એમને મુબારક; મરણમાં એઓ ભલે એકબીજાને ભેટે! એમાં તારો કે મારો કશો ભાગ નથી; એ બધું હવે ખતમ થઈ ચૂક્યું, અને એ બંને આપણને બેવફા નીવડ્યાં – સદાને માટે. સદ્ભાગ્યે મારે મારો અલાયદો સૂવાનો ઓરડો છે, ને એનો મોભ મજબૂત છે. વહુ : તમે મરો કે આખી દુનિયાનું સત્યાનાશ જાય તેથી મને શું? હું તો જેને ચાહતી હતી તેને તમારે હાથે ખોઈ બેઠી છું. અને હવેથી હું તો સ્મરણમાત્ર જ્યાં યાતનારૂપ છે એવી એકલતાની કાળી રાત્રિમાં ‘રબાઈ ચૂકી છું. (નણંદ પાછળથી આવીને એના માથા ઉપર બોલે છે.) દીકરી : આપણે રજનું ગજ નહિ કરીએ તે જ ઠીક. તેં તારો પતિ ખોયો છે, ને મેં મારી મા ખોઈ છે. આપણી લેવડદેવડ ચૂકતે થઈ ગઈ છે. પણ તેં તો એને એક જ વાર ખોયો છે, ને તેય વર્ષો સુધી એનો પ્રેમ માણ્યા પછી. આ દરમિયાન એણે તને તરછોડી પણ નથી. મારી દશા તો સૌથી ખરાબ છે. મારી માએ પહેલા મને તરછોડી દીધી અને હવે એ મરી ગઈ છે. મેં તો એને બે વાર ખોઈ. વહુ : હા, ગઈ રાતે, અહીં એ ઓરડીમાં એકલા હા, ને જ્યારે તમે એની હત્યાનું ચોકઠું ગોઠવી રહ્યાં હતાં ત્યારે એમના ભાવીમાં શું હતું તે જો હું જાણતી ન હોત તો કદાચ હું તમારા પર દયા લાવવા નેે મારા શોકમાં તમને સહભાગી બનાવવા લલચાઈ ગઈ હોત. દીકરી : (એના અવાજમાં એકાએક નિરાશાનો કાકુ વરતાય છે.) તારા પતિ સાથેનો મારો હિસાબ પણ ચૂકતે થઈ ગયો છે, કારણ કે એણે જે સહ્યું છે તે મેં પણ સહ્યું છે. એની જેમ હું પણ મારા ઘરને વિશે સદા નચિંત હતી; મેં મારી માની અને મારી વચ્ચે અપરા‘થી એવા સંબંધની ગાંઠ વાળી હતી જેને કશું છેદી શકે નહીં એમ હું માનતી હતી. અને જેણે મારી પડખે રહીને હત્યા કરી હતી તે સ્ત્રીના પર હું આધાર નહિ રાખું તો કોના પર રાખું? પણ મારી ભૂલ થતી હતી. ગુનો એટલે જ એકલવાયાપણું, પછી ભલે ને હજાર માણસોએ ભેગાં થઈને એ કર્યો હોય. અને એકલવાયાપણામાં જીવ્યા બાદ ને હત્યા કર્યા બાદ મારા જેવીને મારે મરણ વેળાએ પણ એકલવાયાપણું હોય તે જ ઠીક. (વહુ એની તરફ વળે છે, એની આંખમાંથી આંસુની ધાર ગાલ પર વહી જાય છે. નણંદ પાછળ હઠી જાય છે, એનો અવાજ ફરી કઠોર બને છે.) ત્યાં જ ઊભી રહે! મેં તને કહ્યું છે ને કે તું મને અડીશ નહીં? મરતાં પહેલાં કોઈ માનવીનો હૂંફભર્યો હાથ મને અડે, માનવીના ચીતરી ચઢે એવા પ્રેમને મળતું કશુંક પણ મારી પાછળ પડ્યું છે એનો વિચાર સરખો આવતાં ફિટકારથી મારાં લમણાંમાં લોહી ‘સી આવે છે. (વહુ ઊભી થઈ જાય છે. બંને સ્ત્રીઓ હવે, એકબીજાંની નજીક, સામસામે ઊભી રહે છે.) વહુ : એવો ભય રાખશો નહિ. તમારી ઇચ્છા મુજબ મરવામાં હું કશી દખલ નહીં ઊભી કરું; કારણ કે જે ભયંકર દર્દે મને પાપની જેમ એની ચૂડમાં પકડી છે તેનાથી મારી આંખ પર એક પ્રકારનો અંધાપો ઊતરતો હોય એવું મને થાય છે ને મારી આજુબાજુ બધું ઝાંખું થઈ જતું લાગે છે. તમે કે તમારાં મા, એક અંત વિનાની કરુણ ઘટના દરમિયાન અલપઝલપ દેખાયેલા ઝાંખા ચહેરાથી કશી વિશેષ છાપ, મારા પર મૂકી જવાનાં નથી. અને તમારે માટે મારા દિલમાં નથી ઘૃણા કે નથી કરુણા. કોઈને ચાહવાની કે તિરસ્કારવાની શક્તિ હવે હું ગુમાવી બેઠી છું. (એકાએક એ પોતાનું મોઢું બંને હાથોમાં ઢાંકી દે છે.) પણ તો – મને તો સહેવાનો કે માથું ઊંચકવાનોય સમય મળ્યો નહીં. મારા પર ઊતરેલી આફત... મારા ગજા બહારની હતી. દીકરી : (એ બારણાં તરફ થોડાંક ડગલાં ભરી ચૂકી છે, ત્યાંથી વહુ તરફ પાછી વળે છે.) તોય કંઈ એ એટલી બધી ગજા બહારની નહોતી; રડવા જેટલાં આંસુ તો તારે બચ્યાં છે. અને મને દેખાય છે કે તને સદાને માટે છોડી જતાં પહેલાં મારે કશુંક કરવાનું બાકી રહી ગયું છે. મારે હજુ તને નિરાશા તરફ ‘કેલવાની છે. વહુ : (એના તરફ ભયથી બેબાકળી બનીને જોઈ રહે છે.) ઓહ, મહેરબાની કરીને મને પડી રહેવા દો! તમે તમારે ચાલ્યાં જાવ, મને છેડશો ના. દીકરી : હા, હું ચાલી જ જાઉં છું, એથી મનેય કરાર વળશે. તારો પ્રેમ ને તારાં આંસુ જોઈને મને ઊબકો આવે છે. પણ હું મરવા જાઉં તે પહેલાં, તું સાચી છે ને તારો પ્રેમ મિથ્યા નથી અને જે કાંઈ બન્યું તે નર્યો અકસ્માત જ હતો એવો તારો ભ્રમ મારે ભાંગવો છે. ઊલટું, હવે આપણે સમથળ ‘રતી પર પગ માંડ્યા કહેવાય, ને એની મારે તને ખાતરી કરાવવી જ રહી. વહુ : એટલે તમે શું કહેવા માગો છે? દીકરી : હું એટલું જ કહેવા માગું છું કે સાધારણ સંજોગોમાં કોઈને કદી વરતી શકાતું જ નથી. વહુ : (બેધ્યાનપણે) ઓહ, એની મને શી પરવા? હું તો માત્ર એટલું જ જાણું છું કે મારા દિલના લીરે લીરા થઈ યા છે, ને તમે જે માણસની હત્યા કરી તે સિવાય કશાંની – બીજા કશાંની એને જરા સરખી પડી ની. દીકરી : (તડૂકી ઊઠીને) બસ, ચૂપ કર! હું તને એ માણસ વિશે એક હરફ સરખો બોલવા દેવાની નથી. ને હવે એ તારે મન પણ કશું રહ્યો નથી. એ અનંત કાળની હદપારીના નખોદિયા ઘરમાં પ્રવેશી ચૂક્યો છે. મૂરખ! ઠીક થયું, એને જે જોઈતું હતું તે જ એને મળ્યું; જે સ્ત્રીને શો‘વાને એ દરિયો ઓળંંગંીને આવ્યો હતો તેનો સહવાસ હવે એને મળી ચૂક્યો છે. તો આપણે બધાંને, સૌ સૌનું ઘટારથ ચુકવાઈ ગયું છે. પણ એક વાતની ગાંઠ મનમાં વાળી રાખજે; નહીં એને માટે કે નહીં આપણે માટે, જીવતે જીવત કે મર્યા બાદ પણ, કોઈને માટે શાંતિ કે વન લખાયાં નથી. (તિરસ્કારપૂર્વક હસીને) તું સુધ્ધાં કબૂલ કરશે કે અહીંથી જઈને જે ગંઠાયેલા અન્‘કારને તળિયે આપણે બેસી જવાનાં છીએ તેને આપણે ઘર ભાગ્યે જ કહી શકીએ. વહુ : (રડતાં) તમને આવું બધું બોલતાં સાંભળવાનું મારાથી નથી સહેવાતું, ઓહ, નથી સહેવાતું! ને હું જાણું છું કે એ પણ આ સહી ન શક્યા હોત. બીજું વતન શો‘વાને જ એમણે સાગર પાર કર્યો હતો. દીકરી : (બારણાં સુધી પહોંચી ગયા પછી એકાએક ઘૂમીને પાછી વળે છે.) એની મૂર્ખાઈની કિંમત એ રળી ચૂક્યો છે. ને તનેય એ રળતાં હવે ઝાઝી વાર નહિ લાગે. (પહેલાંની જેમ હસીને) આપણે ઠગાઈ ગયા છીએ, સાંભળ, આપણે છેતરાઈ ગયાં છીએ. આપણાં – હૃદયને વલોવી નાંખતા ઉધામા ને અરમાન આપણામાં જાગી ઊઠતી એ બધી આં‘ળી વાસનાઓ આપણને શું આપી નાખે છે? શા માટે સાગરને સારુ કે પ્રેમને સારુ આવાં ઘેલાં કાઢવાં? કેવું અરથ વિનાનું બધું! આનો જવાબ શો છે તે તારો પતિ હવે જાણે છે : ભડભડતો ભઠ્ઠો, જ્યાં આખરે એ બધાં ભેગાં પડખે પડખે ખડકાવાનાં છીએ! (શાપ દેતી હોય તેમ) એક વખત એવો આવશે જ્યારે તને પણ એની ખબર પડશે; ને ત્યારે જો તને કશું યાદ રહે તો, તને આજની જે ઘડી સૌથી હૈયાસૂની હદપારીની શરૂઆત જેવી લાગે છે તે આજની ઘડીની સુખદ યાદ તને ત્યારે આવશે. માણસને થયેલા અન્યાયને મુકાબલે તારો ગમે એવો શોક ઊભો નહીં રહી શકે એટલું સમજવાનો તું પ્રયત્ન કરજે. અને હવે – હું જાઉં તે પહેલાં તને શિખામણના બે બોલ કહેતી જાઉં; તારા પતિની મેં હત્યા કરી, એટલે એટલું તારું લેણું નીકળે છે તો. તારા ભગવાનને પ્રાર્થના કરીને કહેજે કે એ તને પથ્થર જેવી બનાવી દે. એણે પોતાને ફાળે પણ એ જ એક સુખ રાખ્યું છે, ને એ જ એક સાચું સુખ છે. એ જેમ વર્તે છે તેમ જ તુંય વર્તજે, કોઈનીય કાકલૂદીને કાને ‘રીશ નહીં, ને હજુ વખત છે ત્યાં સુધીમાં તારા હૃદયને પથરા જેવું કરી નાંખજે. પણ જો તને એમ લાગતું હોય કે એ કઠોર ને આં‘ળી શાંતિમાં પ્રવેશવાની તારામાં હામ નથી – તો આવ, અમારાં સહિયારાં ઘરમાં અમારા ભેગી ભળી જા. – તો વદાય, બહેન. તું જુએ છે ને, આ કેટલું સહેલું છે! હૃદય વિનાના પથ્થર બનવાનું સુખ કે પછી અમે જ્યાં તારી રાહ જોઈ રહ્યાં છે તે કાદવિયા પથારીમાં સૂવાનું સુખ – આ બે વચ્ચે જ તારે પસંદગી કરવાની છે. (એ બહાર નીકળી જાય છે. વહુ અત્યાર સુધી ભયભર્યા આશ્ચર્યથી આ બધું સાંભળી રહી હતી તે એના બંને હાથ પસારીને ઝૂકી પડે છે.) વહુ : (લગભગ ચીસ પાડી ઊઠતી હોય એવા ઊંચા સાદે) હે પ્રભુ, આ રણમાં મારાથી નહીં જિવાય. મારે તને જ સાદ દેવો રહ્યો. હું તને સંબો‘વાના શબ્દો ખોળી કાઢીશ. (એ ઘૂંટણિયે બેસી પડે છે.) હું મારી જાત તારા હાથમાં સોંપી દઉં છું. કરુણાકર, મારી સામે જો. મારું સાંભળ ને મારો ‘ૂળમાંથી ઉદ્ધાર કર, હે પરમ પિતા! જેઓ એકમેકને ચાહે છે ને વિખૂટાં પડ્યાં છે તેમના પર રહેમ નજર કર. (બારણું ખૂલે છે. બુઢ્ઢો નોકર ઉંબર પર ઊભો રહે છે.) બુઢ્ઢો નોકર : (સ્પષ્ટ, દૃઢ અવાજે) આ બધો શો ઘોંઘાટ છે? કોણે મને બોલાવ્યો? વહુ : (એના તરફ જોતાં) ઓહ!... મને નથી ખબર. પણ મદદ કર. મને મદદ કર, કારણ કે મદદની મને બહુ જરૂર છે. દયાળુ થા ને કહે કે તું મને મદદ કરીશ. બુઢ્ઢો નોકર : (પહેલાંના જેવા જ અવાજે) ના.