આલ્બેર કૅમ્યૂ/નિવેદન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| નિવેદન | }} {{Poem2Open}} એક રીતે જગતમાં ઝ્યાં પોલ સાર્ત્રનું નામ ચ...")
 
No edit summary
Line 4: Line 4:


{{Poem2Open}}
{{Poem2Open}}
એક રીતે જગતમાં ઝ્યાં પોલ સાર્ત્રનું નામ ચંતિક તરીકે બહુ મોટું ગણાય છે, છતાં અસ્તિત્વવાદી સર્જન અને દર્શન ક્ષેત્રે આલ્બેર કૅમ્યૂ અત્યંત પ્રભાવશાળી સર્જક પુરવાર થયા છે. સુરેશ જોષીનું ઘડતર પરંપરાગત ભારતીય દર્શન દ્વારા થયું હતું. સ્વામી નિખિલાનંદના ‘ભારતીય ધર્મ’ નામની નાનકડી પુસ્તિકાનો અનુવાદ પણ તેમણે કર્યો હતો. આમ છતાં યુરોપમાં પ્રવર્તેલા અસ્તિત્વવાદનો પરિચય જ્યારે તેમને થયો ત્યારે તેઓ થોડા હચમચી ઊઠ્યા હતા. આ વાદે તેમના વિચારજગતમાં ક્રાંતિ પ્રગટાવી, ત્યારપછી તો તેઓ અવારનવાર અસ્તિત્વવાદી સર્જન અને ચંતિન વિશે લખતા રહ્યા છે.
પચીસ છવ્વીસ વર્ષની વયે સુરેશ જોષી કરાંચીમાં ડોલરરાય માંકડ, ભવાનીશંકર વ્યાસ સાથે અધ્યાપક તરીકે સેવાઓ આપતા હતા. ત્યાંની કોલેજનું પુસ્તકાલય ખાસ્સું સમૃદ્ધ હતું. સ્ટીફન ત્સ્વાઇગ દ્વારા સુરેશ જોષીને રશિયન નવલકથાકાર દોસ્તોએવ્સ્કીનો પરિચય થયો અને સાવ નવું જગત ઊઘડી આવ્યું. અને પછી તો જાતજાતનાં જગતનો પરિચય થયો.
અહીં આલ્બેર કૅમ્યૂના સર્જક અને દાર્શનિક વ્યક્તિત્વનો જે પરિચય સુરેશ જોષીએ કરાવ્યો છે તે જિજ્ઞાસુ વાચકોને આલ્બેર કૅમ્યૂની મૂળ કૃતિઓ સુધી દોરી જશે એવી આશા અસ્થાને નથી.
ક્યિર્કેગાર્દે ચિંતનમાં તો દોસ્તોએવ્સ્કીએ નવલકથાલેખનનાં અસામાન્ય પરિમાણો ઉઘાડી આપ્યાં. યુરોપીય તત્ત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન દોસ્તોએવ્સ્કીનાં ખૂબ ઋણી છે. તેમની નવલકથાઓમાં ઘટનાબાહુલ્ય હોવા છતાં એરિસ્ટોટલ જેને ઘટનાપ્રધાન (એપિસોડિક) કહે તેવી તે નથી. માનવચિત્તનાં આટલાં ઊંડાણ ઓગણીસમી સદીમાં ભાગ્યે જ કોઈએ તાગ્યાં હશે.
ગુજરાતી સાહિત્યમાં દોસ્તોએવ્સ્કી ત્રીસીના ગાળાથી જાણીતા થયા હતા. જયંતિ દલાલે તેમની ‘ધ બ્રધર્સ કારામઝોવ’ નવલકથાનો અનુવાદ કર્યો હતો એમ કહેવાય છે. આજે પણ આ નવલકથાઓની સર્જકતા અનન્યસાધારણ છે. અહીં ‘ધ ઇડિયટ’ પરનો મારો લેખ પણ સમાવિષ્ટ કર્યો છે.
{{Right |શિરીષ પંચાલ
 }} <br>
{{Right |શિરીષ પંચાલ
 }} <br>
{{Right |14-01-2012}} <br>
{{Right |14-01-2012}} <br>
{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits