પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧૧.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 64: Line 64:

{{Poem2Open}}
{{Poem2Open}}
(ગ) કાઠિયાવાડ, એ ભાટચારણોની ભૂમિ છે. ગુજરાતમાં એટલા રાજા, મહારાજા, ઠાકોરો, જાગીરદારો, જમીનદારો કે ઈજારદારો રહ્યા નથી કે જે ભાટચારણોને પોષી શકે. એ વર્ગના પોશીંદા તો રજવાડી વર્ગમાંથી મળે. એટલે એમનો વાસ પણ જ્યાં રજવાડું હોય ત્યાં જ હોય, અને જ્યાં ભાટચારણોનો વાસ ત્યાં લોકસાહિત્ય ને લોકવાર્તાનો વાસ.1 આપણું એ વિશાળ કંઠસ્થ સાહિત્ય હજુ સુધી જળવાઈ રહ્યું હોય તો મુખ્યત્વે એ વર્ગને લીધે અને પછી રા. મેઘાણી, અને રા. રાયચુરા જેવા સંગ્રહકારોને લીધે.
(ગ) કાઠિયાવાડ, એ ભાટચારણોની ભૂમિ છે. ગુજરાતમાં એટલા રાજા, મહારાજા, ઠાકોરો, જાગીરદારો, જમીનદારો કે ઈજારદારો રહ્યા નથી કે જે ભાટચારણોને પોષી શકે. એ વર્ગના પોશીંદા તો રજવાડી વર્ગમાંથી મળે. એટલે એમનો વાસ પણ જ્યાં રજવાડું હોય ત્યાં જ હોય, અને જ્યાં ભાટચારણોનો વાસ ત્યાં લોકસાહિત્ય ને લોકવાર્તાનો વાસ. <ref>લોકસાહિત્ય ને લોકવાર્ત્તા એટલે જેને અંગ્રેજીમાં ‘ફોક-લોર’ ને ‘ફોક-ટેય્લ’ કહે છે તે. </ref> આપણું એ વિશાળ કંઠસ્થ સાહિત્ય હજુ સુધી જળવાઈ રહ્યું હોય તો મુખ્યત્વે એ વર્ગને લીધે અને પછી રા. મેઘાણી, અને રા. રાયચુરા જેવા સંગ્રહકારોને લીધે.
(ઘ) કાઠિયાવાડ એઠલે દુહા–લોકદુહા–પ્રેમશૌર્યની વાણીપ્રચુર દુહાની ભૂમિ. દુહાની કોટીનું કોઈ પણ પ્રકારનું સાહિત્ય ભાગ્યે જ ગુજરાતમાં મળી આવે. વર્ષા ઋતુમાં ઝીણો ઝીણો, ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય, વચ્ચે આડી નદી યા નાળું હોય, અને દુહા લલકારનારા એ નદી યા નાળાને સામસામે કિનારે ઊભા રહી, ડાંગ પર શરીર ટેકવી, જ્યારે એક બીજા જોડે વાદમાં–હરીફાઈમાં ઊતરે છે, એ દૃશ્ય, એ દુહા ગાનારની તન્મયતા જોઈ આપણે તળ ગુજરાતવાસીઓ હેરત પામી જઈએ છીએ.

(ચ) કાઠિયાવાડ એ કચ્છની માફક, (હિંદુસ્તાનના ઇતિહાસના એક અમુક કાળમાં કચ્છ એ કાઠિયાવાડનો ભાગ ગણાતો) સાહસની ભૂમિ. હિન્દુસ્તાનનો કોઈ પણ પ્રદેશ લ્યો. બ્રહ્મદેશ, બંગાળા કે મદ્રાસ, પંજાબ કે મધ્યપ્રાંત, કરાંચી કે દક્ષિણ હૈદ્રાબાદ તે કાઠિયાવાડી વગરનો નહિ હોય; એટલે કાઠિયાવાડી વેપારી, કાઠિયાવાડી માણસ2, સુથાર, મોચી, કડિયો, છેવટ કાઠિયાવાડી મજૂર (દાડિયો) તો ત્યાં જડશે જ જડશે. કાઠિયાવાડી વેપારી, તેમાં વિશેષે કરીને મેમણ કોમ, ક્યાં નહીં જડે? કાઠિયાવાડી મેમણ, વહોરા અને હિન્દુઓ, ઠેઠ લંકામાં જઈ વસ્યા છે. ‘લંકાની લાડી અને ઘોઘાનો વર’ એ જૂની લોકોક્તિ પ્રસિદ્ધ છે. જાવા આદિ દૂરદૂરના બેટો જૂના કાળથી કાઠિયાવાડીઓથી વસ્યા હતા. મદૂરામાં તો એક આખી વણકર કોમ સૌરાષ્ટ્રી કહેવાય છે. કોઈ જૂના વખતમાં કાળનાં–વખાનાં માર્યાં ઘણાં કુટુંબો ત્યાં જઈ વસ્યાં તે પાછાં કાઠિયાવાડ આવ્યાં જ નથી. કાઠિયાવાડ દ્વીપકલ્પના કિનારાનો વતની, વહાણવટી, ખારવો કે વેપારી જૂના વખતથી સાહસ ખેડી ક્યાં નથી ગયો? ને આજે પણ ક્યાં નથી જતો? પોરબંદર કે વેરાવળથી એડન, જિદ્દા જવું તે એને મન ખાડી ઓળંગવા જેવું છે. કાલીકટ–કોચીનની સફર આજે પણ ખુશખુશાલ રીતે કાઠિયાવાડનો ખારવો કરે છે. ઘોઘાનો લાસ્કર ચીન, જાપાન ને વિલાયતની સ્ટીમરપર હિન્દુ અને હિન્દી ઉતારુઓનો મોટો મદદગાર થઈ પડે છે. જંગબાર જવું ને આવવું તે તેને મન રમત છે. પૂર્વ આફ્રિકાનાં જંગલોમાં કાઠિયાવાડીઓ મંગળ કરે છે. દક્ષિણ અફ્રિકાને સત્યાગ્રહ ને સાહસના પાઠ એક કાઠિયાવાડીએ જ ભણાવ્યા. એ સાહસિક નરોની ભૂમિમાં શૌર્ય, પરાક્રમ, વીરતા. નીડરતાનાં ન દર્શન થાય તો બીજે ક્યાં થાય?
(ચ) કાઠિયાવાડ એ કચ્છની માફક, (હિંદુસ્તાનના ઇતિહાસના એક અમુક કાળમાં કચ્છ એ કાઠિયાવાડનો ભાગ ગણાતો) સાહસની ભૂમિ. હિન્દુસ્તાનનો કોઈ પણ પ્રદેશ લ્યો. બ્રહ્મદેશ, બંગાળા કે મદ્રાસ, પંજાબ કે મધ્યપ્રાંત, કરાંચી કે દક્ષિણ હૈદ્રાબાદ તે કાઠિયાવાડી વગરનો નહિ હોય; એટલે કાઠિયાવાડી વેપારી, કાઠિયાવાડી માણસ <ref> ‘આર્ટિઝન’ </Ref>, સુથાર, મોચી, કડિયો, છેવટ કાઠિયાવાડી મજૂર (દાડિયો) તો ત્યાં જડશે જ જડશે. કાઠિયાવાડી વેપારી, તેમાં વિશેષે કરીને મેમણ કોમ, ક્યાં નહીં જડે? કાઠિયાવાડી મેમણ, વહોરા અને હિન્દુઓ, ઠેઠ લંકામાં જઈ વસ્યા છે. ‘લંકાની લાડી અને ઘોઘાનો વર’ એ જૂની લોકોક્તિ પ્રસિદ્ધ છે. જાવા આદિ દૂરદૂરના બેટો જૂના કાળથી કાઠિયાવાડીઓથી વસ્યા હતા. મદૂરામાં તો એક આખી વણકર કોમ સૌરાષ્ટ્રી કહેવાય છે. કોઈ જૂના વખતમાં કાળનાં–વખાનાં માર્યાં ઘણાં કુટુંબો ત્યાં જઈ વસ્યાં તે પાછાં કાઠિયાવાડ આવ્યાં જ નથી. કાઠિયાવાડ દ્વીપકલ્પના કિનારાનો વતની, વહાણવટી, ખારવો કે વેપારી જૂના વખતથી સાહસ ખેડી ક્યાં નથી ગયો? ને આજે પણ ક્યાં નથી જતો? પોરબંદર કે વેરાવળથી એડન, જિદ્દા જવું તે એને મન ખાડી ઓળંગવા જેવું છે. કાલીકટ–કોચીનની સફર આજે પણ ખુશખુશાલ રીતે કાઠિયાવાડનો ખારવો કરે છે. ઘોઘાનો લાસ્કર ચીન, જાપાન ને વિલાયતની સ્ટીમરપર હિન્દુ અને હિન્દી ઉતારુઓનો મોટો મદદગાર થઈ પડે છે. જંગબાર જવું ને આવવું તે તેને મન રમત છે. પૂર્વ આફ્રિકાનાં જંગલોમાં કાઠિયાવાડીઓ મંગળ કરે છે. દક્ષિણ અફ્રિકાને સત્યાગ્રહ ને સાહસના પાઠ એક કાઠિયાવાડીએ જ ભણાવ્યા. એ સાહસિક નરોની ભૂમિમાં શૌર્ય, પરાક્રમ, વીરતા. નીડરતાનાં ન દર્શન થાય તો બીજે ક્યાં થાય?
<br>
<br>
<br>
<br>
Line 76: Line 76:

<center>'''ફારસીના જ્ઞાનની જરૂરત'''</center>
<center>'''ફારસીના જ્ઞાનની જરૂરત'''</center>
કાઠિયાવાડનાં ગામેગામનો ઇતિહાસ લખવો શક્ય છે. એ વિષયનો વિચાર કરતાં આપણા સાહિત્યમાં જેની મોટામાં મોટી ખોટ છે તે વિષય પર આવું છું. પુરાણા ગુજરાતનો – મધ્યકાલીન ગુજરાતનો એટલે ચાવડા, સોલંકી, વાઘેલા વંશનો અને ત્યારબાદ મુસલમાની હકૂમત નીચે રહેલા ગુજરાતનો જેવો જોઈએ તેવો ઇતિહાસ હજુ લખાવાનો છે. એ લખાવાના માર્ગમાં ઘણી મુશ્કેલીઓ છે, પરંતુ તે ન ઉકેલાય તેવી નથી. ખરચની બાબત દૂર રાખીએ તો પણ એને માટે લાયક કાર્યકર્તાઓની ખામી છે. એ કાર્ય એક માણસનું નથી, તેને માટે લેખકોના એક આખા ઝૂમખાની જરૂર છે. શિલાલેખ, તામ્રપત્ર, દાનપત્ર, તખ્તીઓ, સિક્કા, સનદો, પરવાના, ફરમાનો, વગેરે લેખો જે જે ભાષામાં લખાયા હોય તે તે ભાષા ઇતિહાસના લેખકે જાણવાની જરૂર છે. કારણ કાંઈ દરેક લેખ, પત્ર, સિક્કો કે સનદ વંચાઈ તેનાં ભાષાંતર બહાર પડ્યાં નથી. મુખ્યત્વે જે બેત્રણ ભાષાની માહિતીની જરૂર છે તે સંસ્કૃત, ફારસી અને મરાઠી. આપણા અત્યાર સુધીના ઇતિહાસના લેખકોમાં મોટે ભાગે ફારસી પ્રત્યે ઉદાસીનતા જોવામાં આવે છે. ફારસી ભાષાએ ગુજરાત–કાઠિયાવાડના રાજકીય વ્યવહારમાં કેટલો મોટો ભાગ ભજવ્યો છે, તે આ સંમેલન સમક્ષ કહેવાનું હોય નહિ. ફારસી ભાષા તે વખતના રાજકર્ત્તાઓ–મુસલમાનો–ની દરબારી–રાજ્યભાષા હતી, એટલે બધો રાજકીય પત્રવ્યવહાર અને અન્ય વ્યવહારે એ જ ભાષામાં થતો. ફરમાનો ને પરવાના, હુકમો ને સનદો, એ જ ભાષામાં લખાતાં. અને છેવટ શિષ્ટ વર્ગમાં પરસ્પર વ્યવહારમાં3 પણ એ જ ભાષા વપરાવા લાગી; અને તે એટલે સુધી કે ખુદ ગુજરાતમાં વેચાણસાટાણ ને ગીરોનાં ખતપત્રો, માંહોમાંહેના કબલા અને ભાડાચિઠ્ઠીઓ પણ ફારસીમાં જ લખાતી. ટૂંકામાં હાલ અંગ્રેજી ભાષા, આપણા જીવનવ્યવહારમાં જે સ્થાન લઈ બેઠી છે તે સ્થાન તે વખતે ફારસી ભાષા ભોગવતી હતી; એટલે કાંઈ નહિ તો મુસલમાની હકૂમતના સમયનો સાચો ઇતિહાસ જાણવા માટે ફારસી જાણ્યા વગર આપણો છૂટકો નથી.
કાઠિયાવાડનાં ગામેગામનો ઇતિહાસ લખવો શક્ય છે. એ વિષયનો વિચાર કરતાં આપણા સાહિત્યમાં જેની મોટામાં મોટી ખોટ છે તે વિષય પર આવું છું. પુરાણા ગુજરાતનો – મધ્યકાલીન ગુજરાતનો એટલે ચાવડા, સોલંકી, વાઘેલા વંશનો અને ત્યારબાદ મુસલમાની હકૂમત નીચે રહેલા ગુજરાતનો જેવો જોઈએ તેવો ઇતિહાસ હજુ લખાવાનો છે. એ લખાવાના માર્ગમાં ઘણી મુશ્કેલીઓ છે, પરંતુ તે ન ઉકેલાય તેવી નથી. ખરચની બાબત દૂર રાખીએ તો પણ એને માટે લાયક કાર્યકર્તાઓની ખામી છે. એ કાર્ય એક માણસનું નથી, તેને માટે લેખકોના એક આખા ઝૂમખાની જરૂર છે. શિલાલેખ, તામ્રપત્ર, દાનપત્ર, તખ્તીઓ, સિક્કા, સનદો, પરવાના, ફરમાનો, વગેરે લેખો જે જે ભાષામાં લખાયા હોય તે તે ભાષા ઇતિહાસના લેખકે જાણવાની જરૂર છે. કારણ કાંઈ દરેક લેખ, પત્ર, સિક્કો કે સનદ વંચાઈ તેનાં ભાષાંતર બહાર પડ્યાં નથી. મુખ્યત્વે જે બેત્રણ ભાષાની માહિતીની જરૂર છે તે સંસ્કૃત, ફારસી અને મરાઠી. આપણા અત્યાર સુધીના ઇતિહાસના લેખકોમાં મોટે ભાગે ફારસી પ્રત્યે ઉદાસીનતા જોવામાં આવે છે. ફારસી ભાષાએ ગુજરાત–કાઠિયાવાડના રાજકીય વ્યવહારમાં કેટલો મોટો ભાગ ભજવ્યો છે, તે આ સંમેલન સમક્ષ કહેવાનું હોય નહિ. ફારસી ભાષા તે વખતના રાજકર્ત્તાઓ–મુસલમાનો–ની દરબારી–રાજ્યભાષા હતી, એટલે બધો રાજકીય પત્રવ્યવહાર અને અન્ય વ્યવહારે એ જ ભાષામાં થતો. ફરમાનો ને પરવાના, હુકમો ને સનદો, એ જ ભાષામાં લખાતાં. અને છેવટ શિષ્ટ વર્ગમાં પરસ્પર વ્યવહારમાં <ref>. દાખલા તરીકે આજથી સો સવાસો વર્ષ પર સુરતના દીવાનજી કુટુંબના મીઠારામે ત્રંબકના ગોરના ચોપડામાં પોતાના નામઠામ ફારસીમાં લખી આપેલાં હતાં. </ref> પણ એ જ ભાષા વપરાવા લાગી; અને તે એટલે સુધી કે ખુદ ગુજરાતમાં વેચાણસાટાણ ને ગીરોનાં ખતપત્રો, માંહોમાંહેના કબલા અને ભાડાચિઠ્ઠીઓ પણ ફારસીમાં જ લખાતી. ટૂંકામાં હાલ અંગ્રેજી ભાષા, આપણા જીવનવ્યવહારમાં જે સ્થાન લઈ બેઠી છે તે સ્થાન તે વખતે ફારસી ભાષા ભોગવતી હતી; એટલે કાંઈ નહિ તો મુસલમાની હકૂમતના સમયનો સાચો ઇતિહાસ જાણવા માટે ફારસી જાણ્યા વગર આપણો છૂટકો નથી.
<br>
<br>
<br>
<br>
Line 111: Line 111:
<center>'''લાયક થોડાક લેખકો'''</center>
<center>'''લાયક થોડાક લેખકો'''</center>
લાયક લેખકોની ખામીની આ હકીકત કાગળ પર મૂકતાં મને એક બે વ્યક્તિનો વિચાર આવે છે. પૂર્વે થઈ ગયેલા ભગવાનલાલ ઇન્દ્રજી અને આચાર્ય વલ્લભજી હરિદત્ત તથા રતિરામ દુર્ગારામ એમણે જે અમૂલ્ય કાર્ય આ દિશામાં કર્યું છે તે ભુલાય તેવું નથી. બાળાશંકર ઉલ્લાસરામે ફારસી ઇતિહાસના તરજુમા બહાર પાડવા પ્રયાસ આદરેલા, પરંતુ તેમણે કરેલું કાર્ય ચાલુ રહ્યું નહિ અને તેથી આપણને કાર્યકર્ત્તાઓની ખામી સાલ્યા કરે છે.

સાહિત્યના રણક્ષેત્રમાં ઘૂમતો ભડવીર, પોતાના જ તાનમાં મસ્તાન4, કોઈને નમ્યું ન આપતો–અણનમ–બીજાની પાસે નમન લેતો, નાનાલાલ દલપતરામ કવિ, જો ધારે તો આ બાબતમાં ઘણું કરી શકેઃ ભાઈ નાનાલાલને ફારસી આવડે છે (જો કે એમની મારી સામે ફરિયાદ છે કે એમને યુનિવર્સિટીની પરીક્ષામાં પરીક્ષક તરીકે મેં ફારસીમાં નાપાસ કરેલા), એમને સંસ્કૃત આવડે છે. અકબર, જહાંગીર, નુરજહાં જેવા દૂરના દિલ્લીના પાટનગર શોભાવનાર શહેનશાહોને બાનુ પર દૃષ્ટિ નાખવાને બદલે પાસેના પાટનગરને પાસેના સૂબેદાર કે હાકેમો પર દૃષ્ટિ નાંખે તો એઓ બહુ સારી મદદ કરી શકે. એમનામાં ઇતિહાસને આકર્ષક બનાવવાની, ઇતિહાસને રસિક બનાવવાની નૈસર્ગિક લાયકાત, ઈશ્વરદત્ત કાબેલિયત છે. પોતે જે ગામ વ્યાખ્યાન આપવા જાય છે, તે ગામના સ્થાનિક ઇતિહાસને હંમેશાં પોતાની લાક્ષણિક શૈલી વડે આભૂષિત કરે છે. એમણે આખું કાઠિયાવાડ ખૂંદી નાખ્યું છે. રાજકોટ, જૂનાગઢ, વઢવાણ, લાઠી વગેરે સ્થાનોથી તો તેઓ જેવા અમદાવાદથી પરિચિત છે, અને તેથી પોતે જે ગામમાં વ્યાખ્યાન આપવા જાય છે તે ગામના સ્થાનિક ઇતિહાસને પોતાની કાવ્યમય શૈલી વડે અમર કરે છે.
સાહિત્યના રણક્ષેત્રમાં ઘૂમતો ભડવીર, પોતાના જ તાનમાં મસ્તાન, <ref>Ploughing his lonely furrow.</ref> કોઈને નમ્યું ન આપતો–અણનમ–બીજાની પાસે નમન લેતો, નાનાલાલ દલપતરામ કવિ, જો ધારે તો આ બાબતમાં ઘણું કરી શકેઃ ભાઈ નાનાલાલને ફારસી આવડે છે (જો કે એમની મારી સામે ફરિયાદ છે કે એમને યુનિવર્સિટીની પરીક્ષામાં પરીક્ષક તરીકે મેં ફારસીમાં નાપાસ કરેલા), એમને સંસ્કૃત આવડે છે. અકબર, જહાંગીર, નુરજહાં જેવા દૂરના દિલ્લીના પાટનગર શોભાવનાર શહેનશાહોને બાનુ પર દૃષ્ટિ નાખવાને બદલે પાસેના પાટનગરને પાસેના સૂબેદાર કે હાકેમો પર દૃષ્ટિ નાંખે તો એઓ બહુ સારી મદદ કરી શકે. એમનામાં ઇતિહાસને આકર્ષક બનાવવાની, ઇતિહાસને રસિક બનાવવાની નૈસર્ગિક લાયકાત, ઈશ્વરદત્ત કાબેલિયત છે. પોતે જે ગામ વ્યાખ્યાન આપવા જાય છે, તે ગામના સ્થાનિક ઇતિહાસને હંમેશાં પોતાની લાક્ષણિક શૈલી વડે આભૂષિત કરે છે. એમણે આખું કાઠિયાવાડ ખૂંદી નાખ્યું છે. રાજકોટ, જૂનાગઢ, વઢવાણ, લાઠી વગેરે સ્થાનોથી તો તેઓ જેવા અમદાવાદથી પરિચિત છે, અને તેથી પોતે જે ગામમાં વ્યાખ્યાન આપવા જાય છે તે ગામના સ્થાનિક ઇતિહાસને પોતાની કાવ્યમય શૈલી વડે અમર કરે છે.
બીજી વ્યક્તિ જેનો મને વિચાર આવે છે તે મારા હમશહેરી, બાળમિત્ર પ્રો. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર છે. એક ઇતિહાસલેખકમાં જોઈતા ગુણ એમનામાં છે. દરેક વિષય કે વસ્તુનો ખોજ કર્યા શિવાય તેઓ તે કબૂલ રાખતા નથી. ઇતિહાસની તો જોડે રહી, એમણે પોતાનું આખું જીવન ગાળ્યું છે. અમુક હકીકતનું અન્વેષણ કે પૃથક્કરણ પોતે ઊંડા ઊતરી કરી શકે છે ને પછી તેમાંથી સાર તારવી કાઢી આપણી સમક્ષ મૂકે છે.

એવો એમને ખોજ કરવા જેવા વિષયનો એક જ કોયડો એમની પાસે મૂકું? સિદ્ધરાજ જયસિંહ માટે કેટલાએક અરબ્બી અને ફારસી ગ્રંથોમાં એવો ઉલ્લેખ થયો છે કે તેને ઇસ્લામ ધર્મમાં લેવામાં આવેલો, કોઈ કહે છે કે વહોરા કોમના દાઈ અબદુલ્લાએ તેને કેટલાએક ચમત્કાર બતાવી ખંભાતમાં વટલાવ્યોઃ કેટલાએક કહે છે કે વહોરા કોમના દાઈએ નહિ, પરંતુ પાટણમાં આવી રહેલા એક ઇસ્લામી ઓલિયાએ તેના રસોઈયા તરીકે રહી તેને વટલાવ્યો; અને મરતાં સુધી છૂપી રીતે તે ઇસ્લામી ધર્મ પાળતો. આ બધી દંતકથાઓ છે. પરંતુ એ જ પ્રસંગને લાગતો ઊહાપોહ હિન્દુઓને હાથે લખાયેલા ગ્રંથોમાં પણ થયેલો હોવો જોઈએ. એટલે એ પ્રશ્ન સંબંધે મળી આવતાં સઘળાં સાધનો ભેગાં કરી તેની કસોટી કરી તેમાંથી ખરું તત્ત્વ શોધી કાઢવા માટે તેઓ જરૂર સફળ પ્રયાસ કરી શકે.

Line 120: Line 120:
<center>'''ગુજરાતી સાહિત્યની સ્થિતિ'''</center>
<center>'''ગુજરાતી સાહિત્યની સ્થિતિ'''</center>
આજે ગુજરાતી સાહિત્યની સ્થિતિ કેવી છે, એ પ્રશ્ન ગુજરાતના સાહિત્યમાં રસ લેતા દરેક જણને મોઢેથી નીકળે તો તે સ્વાભાવિક છે. એ પ્રશ્નનો હું એક જ ઉત્તર આપી શકું અને તે એ છે કે સ્થિતિ સારી છે, આશા પડતી છે, આપણે આગળ વધતા જઈએ છીએ. જે દિશામાં નજર નાખીએ તે દિશામાં ગતિપ્રગતિ જોવામાં આવે છે; સાહિત્યની એકેએક શાખા ખેડાતી જાય છે.

બાળસાહિત્ય કે જેને અત્યાર સુધી કોઈ લેખવતું ન હતું તેના પ્રત્યે લોકોની મમતા વધતી જાય છે. જે પુસ્તકો દિન પ્રતિદિન પ્રસિદ્ધ થતાં જાય છે તેમાં અલબત્ત નવલકથા અને નવલકથા કરતાં પણ ટૂંકી વાર્તાઓની સંખ્યા મોટી જોવામાં આવે છે. દાખલા તરીકે સને ૧૯૩૨માં લગભગ સો પુસ્તકો વાર્ત્તાનાં પ્રસિદ્ધ થયાં હતાં. દૈનિક અને સાપ્તાહિક સમાચાર પત્રો તેમ જ માસિકોમાં જો ટૂંકી વાર્તા ન હોય તો તેની કીંમત નહીં, તેને ઘરાકી નહિ. સાહિત્યનું એ અંગ આપણું મુખ્ય ધ્યાન ખેંચે છે. તેમ થવાનું કારણ કે અંગ્રેજી સાહિત્યે હાલ એ દિશામાં જોર વધારે પકડ્યું છે, એટલે આપણે તેની નકલ કરીએ છીએ. વળી ટૂંકી વાર્તા લખવી તે માટે ઝાઝો જ્ઞાનભંડાર જોઈતો નથી, ખાસ કોઈ વિષયનો અભ્યાસ કરવાની તસ્દી લેવી પડતી નથી; હાલના વાતાવરણથી લેખક પરિચિત હોય એટલે બસ. એટલે ઊગતા લેખકોને એ માર્ગ ઘણો સહેલો થઈ પડે છે, તેથી તેઓ તે તરફ આકર્ષાય છે.5
બાળસાહિત્ય કે જેને અત્યાર સુધી કોઈ લેખવતું ન હતું તેના પ્રત્યે લોકોની મમતા વધતી જાય છે. જે પુસ્તકો દિન પ્રતિદિન પ્રસિદ્ધ થતાં જાય છે તેમાં અલબત્ત નવલકથા અને નવલકથા કરતાં પણ ટૂંકી વાર્તાઓની સંખ્યા મોટી જોવામાં આવે છે. દાખલા તરીકે સને ૧૯૩૨માં લગભગ સો પુસ્તકો વાર્ત્તાનાં પ્રસિદ્ધ થયાં હતાં. દૈનિક અને સાપ્તાહિક સમાચાર પત્રો તેમ જ માસિકોમાં જો ટૂંકી વાર્તા ન હોય તો તેની કીંમત નહીં, તેને ઘરાકી નહિ. સાહિત્યનું એ અંગ આપણું મુખ્ય ધ્યાન ખેંચે છે. તેમ થવાનું કારણ કે અંગ્રેજી સાહિત્યે હાલ એ દિશામાં જોર વધારે પકડ્યું છે, એટલે આપણે તેની નકલ કરીએ છીએ. વળી ટૂંકી વાર્તા લખવી તે માટે ઝાઝો જ્ઞાનભંડાર જોઈતો નથી, ખાસ કોઈ વિષયનો અભ્યાસ કરવાની તસ્દી લેવી પડતી નથી; હાલના વાતાવરણથી લેખક પરિચિત હોય એટલે બસ. એટલે ઊગતા લેખકોને એ માર્ગ ઘણો સહેલો થઈ પડે છે, તેથી તેઓ તે તરફ આકર્ષાય છે.<Ref> આ અભિપ્રાયને આ જોડે ટાંકેલા અભિપ્રાયથી ટેકો મળે છે. ઓક્ટોબર સને ૧૯૩૨ના ‘નાય્ન્ટીન્થ સેન્ચ્યુરી એન્ડ આફ્ટર’ નામના અંગ્રેજી માસિકમાં ટૂંકી વાર્તાઓના લખનાર મી. એલ. એ. જી. સ્ટ્રોંગનો એક ‘શૉર્ટ સ્ટોરીઝ’ એ મથાળાનો છેઃ તેમાંથી કેટલીક હકીકત નીચે મુજબ છેઃ
(a) Short story form is comparatively new. (b) Its creator O. Henry had a vast knowledge of the circumstances and opinion of lower middle class life. (c) Magazine short story is aimed at its readers. (d) Literary short story is older. (e) Each writer goes his own way. There is no general agreement as to what constitutes a short story. Writers can go their own way unhampered.
</ref>
સાહિત્ય આ રીતે વિકાસ પામતું જાય છે, તેનાં બે કારણો છેઃ (૧) પરિપાક પામેલા, કસાયેલા, અનુભવી, વૃદ્ધ અને ઠરેલ લેખકો, ઈશ્વરકૃપાથી આરોગ્યવાન રહી પોતાનું કર્ત્તવ્ય કર્યા જ જાય છેઃ અને (૨) કોલેજ, વિદ્યાપીઠ વગેરે સંસ્થાઓમાંથી કેળવણી લઈ બહાર પડતો યુવકવર્ગ પણ આગળના કરતાં સાહિત્યમાં વધારે રસ લેતો હોવાથી તે વર્ગમાંથી પુષ્કળ લેખકો પોતાની માતૃભાષાની સેવા કરી રહ્યા છે.

એ સંખ્યાબંધ લેખકોમાંથી દીવાળીમાં ફૂટતી ફૂલખરણીના કણ માફક કેટલાએક નીચે પડતાં પડતાં જરા પ્રકાશ આપી ભોંયે પડી જાય છે. કેટલાએક એ જ પ્રસંગે ફૂટતી કોઠીમાંથી ઊંચે ઊડતી તારાકણી માફક ઝગઝગાટ બતાવી ઊંચે ઊડી પછી ભોંય પડે છે, ત્યારે થોડા માત્ર આકાશે ચઢી ત્યાં ઝગમગાટ આપતા તારાનું અચળ સ્થાન પ્રાપ્ત કરે છે. એ વર્ગ હાલ કરે છે તેનાથી વિશેષ સુંદર કામ કરી શકે પરંતુ સરસ્વતી ને લક્ષ્મીનો જૂનો ઝઘડો તેમને નડે છે. પહેલાં ઉદરનિર્વાહનાં સાધનો મેળવવાં અને પછી સાહિત્યસેવા કરવી, એ સર્જનજૂની મુશ્કેલી તેમના માર્ગમાં આડે ઊભેલી જ છે. કવિ નર્મદાશંકરે માત્ર સરસ્વતીને જ પોતાનું જીવન અર્પણ કર્યું. તેને આર્થિક સંકટના સમયમાં પસાર થવું પડ્યું તે આપ સૌને વિદિત છે. ભાઈ વિજયરાય વૈદ્યે સાહિત્યભેખ લીધો છે. તેમનો અનુભવ જાણવો હોય તો તેઓ હાલ મોજુદ છે. તેઓ તમને જરૂર કહેશે કે એ સાહિત્યભેખ તે અસિધારનૃત્ય એટલે તલવારની ધાર પર નાચવું, ચાલવું નહિ. એ મુશ્કેલી આપણા માર્ગમાં રહેવાની. તે છતાં આપણે આગળ વધીએ છીએ, એ આપણા યુવાન લેખક વર્ગને ખરેખર મુબારકબાદી આપવાનું કારણ છે.

Line 178: Line 180:

<Center>'''* * *'''</Center>
<Center>'''* * *'''</Center>
<br>
{{HeaderNav2
|previous = ૧૦.
|next = ૧૨.
}}

પાદટીપ
પાદટીપ
26,604

edits