અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/કેવડિયાનો કાંટો (વનવાસીનું ગીત: ૯): Difference between revisions
Jump to navigation
Jump to search

રાજેન્દ્ર શાહ • કેવડિયાનો કાંટો • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: હિમાલી વ્યાસ નાયક

MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |

(One intermediate revision by one other user not shown) | |||
Line 24: | Line 24: | ||
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૩૧૩)}} | {{Right|(સંકલિત કવિતા, પૃ. ૩૧૩)}} | ||
</poem> | </poem> | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/4/4d/Kevadiyaano_Kaanto-Amar_Bhatt.mp3 | |||

રાજેન્દ્ર શાહ • કેવડિયાનો કાંટો • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: હિમાલી વ્યાસ નાયક | |||

{{HeaderNav2 | |||
|previous = આવડ્યું એનો અરથ (વનવાસીનું ગીત: ૪) | |||
|next = શરત (વનવાસીનું ગીત: ૧૩) | |||

Latest revision as of 01:42, 22 January 2022
કેવડિયાનો કાંટો (વનવાસીનું ગીત: ૯)
રાજેન્દ્ર શાહ
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.
બાવળિયાની શૂળ હોય તો
ખણી કાઢીએ મૂળ,
કેરથોરના કાંટા અમને
કાંકરિયાળી ધૂળ;
આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે.
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.
તાવ હોય જો કડો ટાઢિયો
કુવાથ કૂલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
ભૂવો કરી મંતરીએ;
રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે.
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.
(સંકલિત કવિતા, પૃ. ૩૧૩)
રાજેન્દ્ર શાહ • કેવડિયાનો કાંટો • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: હિમાલી વ્યાસ નાયક