અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વેણીભાઈ પુરોહિત/માયાપાશ: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો, {{space}}જીરણ એની કાયા, રે હો જીરણ એના કાયા...") |
No edit summary |

(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|માયાપાશ|વેણીભાઈ પુરોહિત}} | |||
<poem> | <poem> | ||
ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો, | ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો, | ||
Line 37: | Line 40: | ||
{{Right|(દીપ્તિ, પૃ. ૩૭-૩૮)}} | {{Right|(દીપ્તિ, પૃ. ૩૭-૩૮)}} | ||
</poem> | </poem> | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/6/6b/Bheent_Faadine_Peepalo-Dilip_Dholakia.mp3 | |||

વેણીભાઈ પુરોહિત • ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો • સ્વરનિયોજન: દિલીપ ધોળકિયા • સ્વર: દિલીપ ધોળકિયા | |||

{{HeaderNav2 | |||
|previous = માણસ | |||
|next =સુખડ અને બાવળ | |||

Latest revision as of 20:41, 25 January 2022
વેણીભાઈ પુરોહિત
ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો,
જીરણ એની કાયા,
રે હો જીરણ એના કાયા :
કાંકરી-ચૂનો રોજ ખરે ને
ધ્રૂજે વજ્જર-પાયા,
રે હો ધ્રૂજે વજ્જર-પાયા! — ભીંત.
પાંદડે પાંદડે તેજ ફરૂકે,
મૂળ ઊંડેરાં ઘાલે,
રે હો મૂળ ઊંડેરાં ઘાલે :
ચોગમ આડા હાથ પસારી
ગઢની રાંગે ફાલે,
રે હો ગઢની રાંગે ફાલે! — ભીંત.
કોક કોડીલી પૂજવા આવે,
છાંટે કંકુ-છાંટા,
રે હો છાંટે કંકુ-છાંટા :
સૂતરનો એક વીંટલો છોડી
ફરતી એકલ આંટા,
રે હો ફરતી એકલ આંટા! — ભીંત.
ભીંત પડી, પડ્યો પીપળો એક દી
ડાળીયું સાવ સુકાણી,
રે હો ડાળીયું સાવ સુકાણી :
ચીરતો એનું થડ કુહાડો,
લાકડે આગ મુકાણી,
રે હો લાકડે આગ મુકાણી. — ભીંત.
જડને ટોડલે ચેતન મ્હોરે,
પૂજવા આવે માયા,
રે હો પૂજવા આવે માયા :
લાખ કાચા લોભ-તાંતણે બાંધે,
મનવા! કેમ બંધાયા?
મારા મનવા! કેમ બંધાયા? — ભીંત.
(દીપ્તિ, પૃ. ૩૭-૩૮)
વેણીભાઈ પુરોહિત • ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો • સ્વરનિયોજન: દિલીપ ધોળકિયા • સ્વર: દિલીપ ધોળકિયા