યુગવંદના/લોકેશ્વરનો સેતુબંધ: Difference between revisions
Jump to navigation
Jump to search
[રાસનો ઢાળ]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|લોકેશ્વરનો સેતુબંધ|}} <poem> <center>[રાસનો ઢાળ]</center> આ પારે ગામડું ને...") |
(No difference)
|
Latest revision as of 09:25, 27 January 2022
લોકેશ્વરનો સેતુબંધ
આ પારે ગામડું ને ઓ પારે શે’ર
વચ્ચે જુદાઈનાં પાણી વ્હેતાં.
દોઢ દોઢ સૈકાનાં જૂનેરાં વેર
એ રે પાણીની પોલ માંહે રે’તાં.
આજે એ નીર પરે સેતુ બંધાય
આજે તો પાણીમાં પથ્થર તરતા.
સતજુગમાં રામનામ કેરી દુવાઈ
કળજુગમાં દેશ-નામ રે’શું રટતા
૧૯૩૭