યુગવંદના/પુત્રની વાટ જોતી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પુત્રની વાટ જોતી|}} <poem> રઝળુ દીકરા! ઘેર આવજે, નહિ વઢું તને, ના...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 15: | Line 15: | ||
{{Right|૧૯૩૮}} | {{Right|૧૯૩૮}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = સમશેર તારી ભોંઠી પડી રે | |||
|next = વિજ્ઞાનવીર શ્રી જગદીશને — | |||
}} |
Latest revision as of 16:09, 27 January 2022
પુત્રની વાટ જોતી
રઝળુ દીકરા! ઘેર આવજે,
નહિ વઢું તને, નાસી ના જજે.
વિષમ રાતને દેવ-દીવડે
ભજતી માતને દીન-ઝૂંપડે,
પથભૂલ્યા શિશુ! આવી પોં’ચજે
પથ બીજે ચડી ક્યાંય ના જજે.
પ્રહરી હે ભલા! પાય લાગું હું,
ગભરુડી થઈ તાત! વીનવું:
રઝળુ દીકરો ક્યાંય જો મળે,
પથ બતાવજે ઘર ભણી વળે.
૧૯૩૮