યુગવંદના/વિજ્ઞાનવીર શ્રી જગદીશને —
ભૂકમ્પે દફનાઈ ગયેલાં
આ પાષાણી ખંડેરોની
રજ ખંખેરી
કોણ અદીઠા તપોભવનને
તેં અજવાળ્યું
ઓ જગદીશ!
ઓ જગદીશ!
કયા પુરાતન આર્ય મહર્ષિ
તણો નવોદિત તું અવતારી
ઓ જગદીશ!
ઓ જગદીશ!
ખદબદતી જનતાના પાગલ
કોલાહલમાં અણચલ રહીને
કોણ મળ્યો તું
વિરાટના લઘુ વચબિન્દુનો
પ્રશાંત શોધક
ઓ જગદીશ!
ઓ જગદીશ!
સૂર્ય-ચાંદલે,
પુષ્પ-પાંદડે,
પશુ પંખી પાષાણ ધૂળમાં,
ઝૂલે અનિદ્રિત
એક જ્યોતિ-કણ
એ વિરાટને હૃદય-પારણે,
ઝૂલે ઝુલાવે સચરાચરને:
શબ્દહીન હાલરડાં ગાતા
એ જ્યોતિને
લીધ ઓળખી
કયાં લોચને
ઓ જગદીશ!
ઓ જગદીશ!
અમે મદાંધો ફૂલણકૂકડા
અતીતના ગૌરવને ફાંકે
બની ફાંકડા
હરતા ફરતા
વિદેશ-સાજે,
વાતો કરતા પર-વાણીમાં
પરજન કેરા નકલી વાંદર,
અમે પરાયી ચાલ્ય-છટાનાં
ચટકાં કરતાં –
પૂર્વજના અંધાર-કૂપમાં
ડોક ફુલાવી
ડરાં ડરાં કલશોર ગજવતાં
અમે દેડકાં –
તે સમયે તું
કયા વિશ્વના શેષ-સીમાડા
હતો ઘૂમતો
ઓ જગદીશ!
ઓ જગદીશ!
કયા અગોચર ત્રિલોક-તટ પર
ગહન ગોદડી બિછાવતો’તો
તું જોગંદર?
દૃશ્ય જગતના શેષ-સીમાડા,
ગયો વટાવી
અદીઠ એક કિરણની શોધે,
અરૂપની ગાયબ* દુનિયાનાં
દર* ઢંઢોળ્યાં –
ઊઠ્યા પુરાતન ઋષિ-પ્રોળિયા,
ઊઘડ્યાં દ્વાર,
પ્રવેશ્યો અતિથિ,
बहु स्याम्નાં
સિંહ-દુવાર* વટાવી ઊભો
अकोडहंની ભવ્ય સન્મુખે
દ્વય કર જોડી,
ચકિત સ્તબ્ધ
વાચાહીન મુખડે,
પ્રણમ્યો વિભુને
ઓ જગદીશ!
ઓ જગદીશ!
સામ-ઋચાના અસલ શબ્દની
હાકલ દે, હે નવલા જોગી!
માર હાક ‘उतिष्ठ जाग्रत’
હાકલ દે આ
મતિહીણા વાતૂલ* જનોને,
શાસ્ત્ર-અર્થની
વ્યર્થ બડાઈ કર્યા કરતાને
ઓ જગદીશ!
ઓ જગદીશ!
સાદ પડ્યો તુજ –
‘વળી જાઓ આ પ્રકૃતિ કેરા
સત્ય-પાટલે
ધરતીના સુવિશાલ બાજઠે.’
કર તેડાં તુજ યજ્ઞ-વેદિની
ચોગમ નવદીક્ષિત બટુકોને
આસન દે તું
ઓ જગદીશ!
ઓ જગદીશ!
એ તવ નવદીક્ષાને તાપે
એક દિવસ આ
રાષ્ટ્ર પુરાતન
અમૃત પીશે
આત્મભાનનાં,
કર્મભક્તિના આસન ઉપર
અણડગ કાયા
ઠેરવશે ને
સ્વધર્મ સ્મરશે
ભક્તિ ભજવશે.
યોગસમાધિ-
માં ફરી ઠરશે
ઓ જગદીશ!
ઓ જગદીશ!
૧૯૩૭
Young image of what old Rishi of Ind
Art thou, O Arya Savant Jagdish!
What unseen hemitage hast thou raised up
From ’neath the dry dust of this city of stone?
Amidst the crowd’s mad turmoil, whence hast thou
That peace in which thou in an instant stoodst
Alone at the deep centre of all things
– Where dwells the One alone in sun, moon, flowers.
In leaves, and beasts and birds, and dust and stones
– where still one sleepless Life on its own lap
Rocks all things with a worldless melody.
All things that move or that seem motionless!
While we were drunk with the remote and vain
Dead glories of our past, – in alien dress,
Walking and talking in an alien tongue,
In the caricature of other men –
Their style, their bearing – while we shouted, yell’d
Frog-like with swollen throat in our dark well,
O, in what vast remoteness wert thou then?
Where didst thou spread thy hush’d and lonely mat
Thy mat of meditation? Thou, thy mind
Curding into calm gravity, didst plunge
In they great quest after the viewless ray,
Beyond the utmost borders of this World
Of visible form, there where the Rishis old
Opened, and passed in beyond the lion-gates
Of the manifold and stood before the One
Silent in awe and wonder, with joined hands!
O Hermit, call thou in the authentic words
Of that old hymn called Sama: છRise! awake!
Call to the man who boasts his Sastric lore
From vain pedantic wranglings profitless,
Call to that foolish braggart to come forth
Out on the face of nature, this broad earth.ઝ
Send forth this call unto thy scholar band;
Together round thy sacrifice of fire
Let them all gather. So may our India
Our ancient land, unto herself return
O, once again return to steadfast work,
To duty and devotion, to her trance
Of earnest meditation; let her sit
Once more unruffled, greedless, strifeless, pure
O, once again upon her lofty seat
And platform, teacher of all other lands.