યુગવંદના/વિધાતાની વાળેલ ગાંઠ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વિધાતાની વાળેલ ગાંઠ| }} <poem> વિધાતાની વાળેલ ગાંઠ છેદવી છે તાર...")
 
(No difference)

Latest revision as of 04:42, 28 January 2022

વિધાતાની વાળેલ ગાંઠ

વિધાતાની વાળેલ ગાંઠ છેદવી છે તારે?
સાચે જ શું તારું એટલું બધું જોર?
સાચે જ શું તારું એટલું બધું જોર?
ભાંગીને અમને ઘડવા માટે
તારા હાથની તાકાત છે શું?
એટલો બધો ગર્વિષ્ઠ તું?
એટલો બધો ગરૂર તું?
સદાને માટે અમને ફેર ઝકડવા છે?
હમેશને માટે અમને પગ હેઠળ રગડવા છે?
ના, ના, તારી તાકાત નથી એટલી;
ના, ના, જંજીર ટકશે નહિ એટલી.
છો ને તારાં ફરમાનો બાંધે,
કંગાલોમાં યે શક્તિ છે;
છોને તારી મહત્તા ફાંદ ફુલાવે
છેલ્લો ફેંસલો હરિને હાથ છે.
અમારી તાકાતને તેં જ્યારે તોડી હશે,
તું યે ત્યારે ખતમ થશે.
પાપને અતિભારે નૌકા તારી ડૂબી જશે.
૧૯૫૦