મેટમૉર્ફોસીસ/૨: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading| ૨ | }} {{Poem2Open}} ગ્રેગોર જ્યારે ગાઢ નિદ્રામાંથી જાગ્યો ત્યારે...") |
No edit summary |
||
Line 9: | Line 9: | ||
બેઠકખંડમાં ગેસ ચાલુ થયો ત્યારે મોડી રાત થઈ ગઈ હતી અને ત્યાં સુધી તેનાં માબાપ અને બહેન જાગતાં હતાં એ વાત બહુ સહેલાઈથી ગ્રેગોર કળી શક્યો, કારણ કે ત્રણેને બિલ્લી પગે ચાલતાં સ્પષ્ટ રીતે તે સાંભળી શકતો હતો. કોઈ તેને મળવા આવવાનું ન હતું, સવાર સુધી તો નહીં જ એ નક્કી હતું. એટલે હવે નવેસરથી જીવન કેવી રીતે ગોઠવવું એનો વિચાર કરવા માટે તેની પાસે પૂરતો સમય હતો. જે ભવ્ય અને ખાલી ઓરડામાં તેને ફરસ પર ચત્તાપાટ પડી રહેવાનું હતું તેનાથી તેને કશોક અજાણ્યો ડર લાગવા માંડ્યો; કારણ કે આ ઓરડો તે પાંચ વરસથી વાપરતો હતો, અને સહેજ ભોંઠપ અનુભવતો અને થોડી અસંપ્રજ્ઞાત ઇચ્છાથી દોરાઈને, એક જમાનામાં આરામદાયક લાગતા સોફા નીચે ભરાઈ ગયો. જોકે તેની પીઠ થોડી ચગદાઈ, તે પોતાનું માથું ઊંચું કરી શકતો ન હતો; તેને માત્ર એટલું દુઃખ હતું કે શરીર વધારે પડતું પહોળું હોવાને કારણે સોફા નીચે આખું જઈ શકતું ન હતું. | બેઠકખંડમાં ગેસ ચાલુ થયો ત્યારે મોડી રાત થઈ ગઈ હતી અને ત્યાં સુધી તેનાં માબાપ અને બહેન જાગતાં હતાં એ વાત બહુ સહેલાઈથી ગ્રેગોર કળી શક્યો, કારણ કે ત્રણેને બિલ્લી પગે ચાલતાં સ્પષ્ટ રીતે તે સાંભળી શકતો હતો. કોઈ તેને મળવા આવવાનું ન હતું, સવાર સુધી તો નહીં જ એ નક્કી હતું. એટલે હવે નવેસરથી જીવન કેવી રીતે ગોઠવવું એનો વિચાર કરવા માટે તેની પાસે પૂરતો સમય હતો. જે ભવ્ય અને ખાલી ઓરડામાં તેને ફરસ પર ચત્તાપાટ પડી રહેવાનું હતું તેનાથી તેને કશોક અજાણ્યો ડર લાગવા માંડ્યો; કારણ કે આ ઓરડો તે પાંચ વરસથી વાપરતો હતો, અને સહેજ ભોંઠપ અનુભવતો અને થોડી અસંપ્રજ્ઞાત ઇચ્છાથી દોરાઈને, એક જમાનામાં આરામદાયક લાગતા સોફા નીચે ભરાઈ ગયો. જોકે તેની પીઠ થોડી ચગદાઈ, તે પોતાનું માથું ઊંચું કરી શકતો ન હતો; તેને માત્ર એટલું દુઃખ હતું કે શરીર વધારે પડતું પહોળું હોવાને કારણે સોફા નીચે આખું જઈ શકતું ન હતું. | ||
આખી રાત તે ત્યાં જ રહૃાો, થોડો સમય આછી ઊંઘમાં વીત્યો, ભૂખને કારણે અવારનવાર તે ચોંકીને જાગી ઊઠતો હતો અને થોડો સમય ચિંતાઓમાં તથા ધંૂધળી આશાઓમાં વીત્યો; આ બધું તેને એક જ તારણ પર પહોંચાડતું હતું કે હમણાં તો તેણે ચુપચાપ પડી રહેવાનું છે અને પોતાની આ હાલતમાં કુટુંબીજનોને જે અગવડરૂપ બનવાનો છે તેમાં તેમને કેવી રીતે મદદ કરવી તે ધીરજથી અને વિચારી વિચારીને શોધી કાઢવાનું છે. | આખી રાત તે ત્યાં જ રહૃાો, થોડો સમય આછી ઊંઘમાં વીત્યો, ભૂખને કારણે અવારનવાર તે ચોંકીને જાગી ઊઠતો હતો અને થોડો સમય ચિંતાઓમાં તથા ધંૂધળી આશાઓમાં વીત્યો; આ બધું તેને એક જ તારણ પર પહોંચાડતું હતું કે હમણાં તો તેણે ચુપચાપ પડી રહેવાનું છે અને પોતાની આ હાલતમાં કુટુંબીજનોને જે અગવડરૂપ બનવાનો છે તેમાં તેમને કેવી રીતે મદદ કરવી તે ધીરજથી અને વિચારી વિચારીને શોધી કાઢવાનું છે. | ||
વહેલી સવારે, આમ તો હજુ રાત જ હતી, ગ્રેગોરને પોતાના નવા નિર્ધારની કસોટી કરવા માટેની તક મળી; તેની બહેને વ્યવસ્થિત રીતે વસ્ત્રો પહેરીને હોલમાંથી બારણું ખોલ્યું અને ડોકિયું કર્યું, તરત તો તેને જોયો જ નહીં પરંતુ જ્યારે સોફા નીચે જોયો – એ ક્યાંક તો હોવો જોઈએ, એ ઊડીને તો કશે જઈ શકવાનો ન હતો, નહિ? – ત્યારે તેને એવો આંચકો લાગ્યો કે આપોઆપ તેનાથી બારણું વસાઈ ગયું. પરંતુ પોતાની વર્તણૂંક બદલ પશ્ચાત્તાપ કરતી ન હોય એ રીતે તેણે બારણું ખોલ્યું અને દબાયેલા પગે અંદર આવી, જાણે તે કોઈ બિમાર કે અજાણ્યા પાસે જતી ન હોય. ગ્રેગોરે પોતાનું માથું સોફાની ધાર સુધી ધકેલ્યું અને તેને જોતો રહૃાો. શું એમ ને એમ રહેવા દીધેલું દૂધ તેની નજરે પડશે? અને ભૂખ મરી ગઈ હતી એટલા માટે એ રાખી નથી મૂક્યું એવો ખ્યાલ આવશે? પોતાને ગમતું બીજું કશું ખાવાનું લઈ આવશે ખરી? જો તે પોતાની જાતે એમ નહીં કરે તો હું ભૂખે મરી જઈશ પણ એનું ધ્યાન આ હકીકત પ્રત્યે દોરવાનો નથી, જોકે તેને સોફા નીચે એકદમ ધસી જઈ તેના પગે પડવાનો અને કશુંક ખાવાનું માગવાનો વિચાર આવી ગયો ખરો, પણ તેની બહેને તરત જ જોયું કે વાસણ દૂધથી હજુ છલોછલ હતું, માત્ર થોડું દૂધ આસપાસ ઢોળાયું હતું એટલે તેણે એ વાસણ તરત જ ઊંચકી લીધું; હા, પોતાના હાથ વડે નહીં પણ રૂમાલ વડે ઊંચક્યું અને ઉપાડી ગઈ. એને બદલે તે શું લાવે છે તે જાણવા ગ્રેગોર ખૂબ અધીરો થયો અને એ વિશે ઘણાં અનુમાનો કર્યાં. પરંતુ વાસ્તવમાં તેણે ખૂબ જ સારા આશયથી પ્રે્રરાઈને જે | વહેલી સવારે, આમ તો હજુ રાત જ હતી, ગ્રેગોરને પોતાના નવા નિર્ધારની કસોટી કરવા માટેની તક મળી; તેની બહેને વ્યવસ્થિત રીતે વસ્ત્રો પહેરીને હોલમાંથી બારણું ખોલ્યું અને ડોકિયું કર્યું, તરત તો તેને જોયો જ નહીં પરંતુ જ્યારે સોફા નીચે જોયો – એ ક્યાંક તો હોવો જોઈએ, એ ઊડીને તો કશે જઈ શકવાનો ન હતો, નહિ? – ત્યારે તેને એવો આંચકો લાગ્યો કે આપોઆપ તેનાથી બારણું વસાઈ ગયું. પરંતુ પોતાની વર્તણૂંક બદલ પશ્ચાત્તાપ કરતી ન હોય એ રીતે તેણે બારણું ખોલ્યું અને દબાયેલા પગે અંદર આવી, જાણે તે કોઈ બિમાર કે અજાણ્યા પાસે જતી ન હોય. ગ્રેગોરે પોતાનું માથું સોફાની ધાર સુધી ધકેલ્યું અને તેને જોતો રહૃાો. શું એમ ને એમ રહેવા દીધેલું દૂધ તેની નજરે પડશે? અને ભૂખ મરી ગઈ હતી એટલા માટે એ રાખી નથી મૂક્યું એવો ખ્યાલ આવશે? પોતાને ગમતું બીજું કશું ખાવાનું લઈ આવશે ખરી? જો તે પોતાની જાતે એમ નહીં કરે તો હું ભૂખે મરી જઈશ પણ એનું ધ્યાન આ હકીકત પ્રત્યે દોરવાનો નથી, જોકે તેને સોફા નીચે એકદમ ધસી જઈ તેના પગે પડવાનો અને કશુંક ખાવાનું માગવાનો વિચાર આવી ગયો ખરો, પણ તેની બહેને તરત જ જોયું કે વાસણ દૂધથી હજુ છલોછલ હતું, માત્ર થોડું દૂધ આસપાસ ઢોળાયું હતું એટલે તેણે એ વાસણ તરત જ ઊંચકી લીધું; હા, પોતાના હાથ વડે નહીં પણ રૂમાલ વડે ઊંચક્યું અને ઉપાડી ગઈ. એને બદલે તે શું લાવે છે તે જાણવા ગ્રેગોર ખૂબ અધીરો થયો અને એ વિશે ઘણાં અનુમાનો કર્યાં. પરંતુ વાસ્તવમાં તેણે ખૂબ જ સારા આશયથી પ્રે્રરાઈને જે કર્યું તેની કલ્પના પણ તે કરી શક્યો ન હતો. તેને શું ભાવે છે તે જાણવા માટે તે જાતજાતની વાનગીઓ લઈ આવી, જૂના છાપા ઉપર બધી વાનગીઓ પાથરી દીધી. થોડાં વાસી, અડધાં સડેલાં શાક હતાં; આગલી રાતના ભોજનમાંથી બચેલાં હાડકાં હતાં, તેના ઉપર ભરપટ્ટે સોસ પણ લગાડેલો હતો; બદામ અને દ્રાક્ષ પણ; બે દિવસ ઉપર તો જેને જોઈને નાકનું ટેરવું ચઢી જાત એવા ચીઝનો ટુકડો, એક સૂકી બ્રેડ અને મીઠું તથા માખણ લગાડેલો રોલ હતાં. આ ઉપરાંત તેણે ફરી પેલું જ વાસણ પાછું મૂક્યું, હવે એમાં પાણી રેડ્યું હતું અને માત્ર તેના જ ઉપયોગ માટે હતું. ગ્રેગોર તેની હાજરીમાં નહીં ખાય એમ માનીને બહુ સિફતથી તે તરત જ પાછી જતી રહી, તાળું પણ વાસી દીધું અને એ રીતે તેને ઇશારો કર્યો કે હવે તારે જે ખાવું હશે તે નિરાંતે ખાઈ શકીશ. ગ્રેગોરના બધા પગ ખોરાકની દિશામાં ધસી ગયા. તેના બધા ઘા પૂરેપૂરા રુઝાઈ ગયા હોવા જોઈએ કારણ કે તેને કશી નબળાઈ લાગતી ન હતી. વળી તેને એનું અચરજ પણ થયું, તેને યાદ આવ્યું કે મહિના પર છરી વડે તેની આંગળી પર થોડો ચીરો પડ્યો હતો, ‘હું શું ઓછો સંવેદનશીલ બની ગયો છું?’ તેણે ખાઉધરા બનીને ચીઝ ચાખવા માંડ્યું. બીજી બધી વાનગીઓ કરતાં સૌથી વધારે ઉત્કટતાથી તે એના પ્રત્યે લોભાયો હતો. આંખોમાં સંતોષનાં આંસુ સાથે તેણે વારાફરતી ચીઝ, શાક અને સોસ ઝાપટ્યાં; બીજી બાજુએ તાજી વાનગીઓ માટે તેને ઇચ્છા થતી ન હતી, એમની વાસ પણ જિરવી શકાતી ન હતી; અને વાસ્તવમાં તો જે વસ્તુઓ તે ખાઈ શકતો હતો તે બધી થોડે દૂર ઘસડી ગયો. તેની બહેને જ્યારે પાછા જતા રહેવાના સંકેત રૂપ ચાવી ફેરવી ત્યારે તો ભોજન ક્યારનું પૂરું થઈ ગયું હતું અને ત્યાં જ સુસ્ત થઈને પડી રહૃાો હતો. તે ઊંઘી ગયો હતો અને છતાં એકાએક જાગી ગયો, ફરી તે ઉતાવળે સોફા નીચે ભરાઈ ગયો. તેની બહેન ઓરડામાં જે થોડો સમય માટે ઊભી હતી તે પૂરતો પણ સોફાની નીચે ભરાઈ રહેવામાં ખૂબ જ સંયમ રાખવો પડ્યો કારણ કે તેણે લીધેલા ખોરાકથી શરીર થોડું ફૂલી ગયું હતું, તે એટલો બધો સંકોચાઈને પડ્યો હતો કે માંડ માંડ તેનાથી શ્વાસ લઈ શકાતો હતો. વચ્ચે વચ્ચે થતી ગૂંગળામણ તેને પીડા આપતી હતી, તેની બહેન સહેજ પણ શંકાકુશંકા વિના સાવરણી વડે વધ્યુંઘટ્યું વાળી રહી હતી તે જોતી વખતે તેની આંખો માથામાંથી થોડી બહાર ઊપસી આવી. તેના ખાતાં વધેલો ખોરાક જ તેની બહેન ઉઝરડી રહી ન હતી પણ જે વાનગીઓને તે અડ્યો સુધ્ધાં ન હતો અને જાણે એ વાનગીઓ હવે કોઈને કામ લાગવાની ન હતી એ રીતે તેમને પણ સૂપડી વડે એક બાલદીમાં નાખી અને એના પર લાકડાનું ઢાંકણું મૂકીને બહાર લઈ ગઈ. તેની પીઠ થતાંવેંત તે સોફા તળેથી બહાર આવ્યો, શરીર લંબાવ્યું. | ||
આ રીતે ગ્રેગોરને દરરોજ ભોજન અપાતું | આ રીતે ગ્રેગોરને દરરોજ ભોજન અપાતું રહ્યું, તેના માબાપ અને નોકરાણી ઊંઘતા હોય ત્યારે સવારે એક વખત અને બીજી વખત તેઓ બપોરનું ભોજન લઈ લે ત્યારે; કારણ કે એ ભોજન પછી તેનાં માબાપ એકાદ ઝોકું ખાઈ લેતાં હતાં અને તેની બહેન નોકરાણીને એક અથવા બીજા બહાને ક્યાંક મોકલી દેતી હતી. હા, એનો અર્થ એવો નહીં કે તેઓ એને ભૂખે મારવા માગતા હતા. પરંતુ ગ્રેગોરની ખાવાપીવાની રીતભાત વિશે તેઓ જાતે જાણી લે એના કરતાં બીજાઓ પાસેથી જાણી લે તે કદાચ વધારે સારું અને કદાચ તેની બહેન શક્ય હોય તેટલે અંશે આવી નાની નાની ચિંતાઓમાંથી તેમને ઉગારી લેવા પણ માગતી હોય કારણ કે તેઓ જે વેઠી રહૃાા હતા એ જ પૂરતું હતું. | ||
ડોક્ટરને અને તાળાકૂંચીવાળા માણસને પહેલે દિવસે કેવી રીતે પાછા મોકલી દેવામાં આવ્યા હતા એ વાત ગ્રેગોર જાણી શક્યો નહીં કારણ કે તે જે બોલતો હતો એ બીજાઓ કોઈ સમજી શકતા ન હતા પરંતુ તેમને, તેની બહેનને પણ, એ ખ્યાલ ક્યારેય ન આવ્યો કે બીજાઓ જે બોલે એ વાત તો તે સમજી શકતો હતો. તેની બહેન જ્યારે જ્યારે તેના ઓરડામાં આવતી હતી ત્યારે ત્યારે તેના નિ:શ્વાસ સાંભળીને કે કદી કદી સંતપુરુષોને થતી વિનંતિઓ સાંભળીને જ તેને સંતોષ માની લેવો પડતો હતો. પાછળથી તે જ્યારે આ પરિસ્થિતિથી થોડી ઘણી ટેવાઈ ગઈ, પૂરેપૂરી તો ક્યારેય ટેવાઈ જ ન હતી, ત્યારે તે કદી કદી દયાથી પે્રરાઈને કશી ટીકાટિપ્પણ કરી લેતી અથવા એવું માની શકાય. ગ્રેગોર જ્યારે ખાસ્સું ભોજન કરતો ત્યારે ‘ચાલો, આજે એને ખાવાનું ભાવ્યું.’ બોલતી અને જ્યારે તે કશાને અડકે જ નહીં ત્યારે લગભગ દુઃખી થઈને બોલતી : ‘ફરી આજે કશાને નથી અડક્યો.’ ભોજન એમ ને એમ પડી | ડોક્ટરને અને તાળાકૂંચીવાળા માણસને પહેલે દિવસે કેવી રીતે પાછા મોકલી દેવામાં આવ્યા હતા એ વાત ગ્રેગોર જાણી શક્યો નહીં કારણ કે તે જે બોલતો હતો એ બીજાઓ કોઈ સમજી શકતા ન હતા પરંતુ તેમને, તેની બહેનને પણ, એ ખ્યાલ ક્યારેય ન આવ્યો કે બીજાઓ જે બોલે એ વાત તો તે સમજી શકતો હતો. તેની બહેન જ્યારે જ્યારે તેના ઓરડામાં આવતી હતી ત્યારે ત્યારે તેના નિ:શ્વાસ સાંભળીને કે કદી કદી સંતપુરુષોને થતી વિનંતિઓ સાંભળીને જ તેને સંતોષ માની લેવો પડતો હતો. પાછળથી તે જ્યારે આ પરિસ્થિતિથી થોડી ઘણી ટેવાઈ ગઈ, પૂરેપૂરી તો ક્યારેય ટેવાઈ જ ન હતી, ત્યારે તે કદી કદી દયાથી પે્રરાઈને કશી ટીકાટિપ્પણ કરી લેતી અથવા એવું માની શકાય. ગ્રેગોર જ્યારે ખાસ્સું ભોજન કરતો ત્યારે ‘ચાલો, આજે એને ખાવાનું ભાવ્યું.’ બોલતી અને જ્યારે તે કશાને અડકે જ નહીં ત્યારે લગભગ દુઃખી થઈને બોલતી : ‘ફરી આજે કશાને નથી અડક્યો.’ ભોજન એમ ને એમ પડી રહ્યું હોય એવી ઘટનાઓનું પ્રમાણ ધીમેધીમે વધવા માંડ્યું. | ||
ગ્રેગોરને કોઈ સમાચાર પ્રત્યક્ષ રીતે તો મળતા જ ન હતા પરંતુ આજુબાજુના ઓરડાઓમાંથી ઘણી બધી વાતો તેના કાને પડતી; જ્યારે કોઈ અવાજ સંભળાતો ત્યારે તે બાજુના ઓરડાના બારણા આગળ પહોંચી જતો અને આખું શરીર બારણાને અઢેલીને રાખતો. શરૂઆતના દિવસોમાં તો તેના ઉલ્લેખ વિનાની કોઈ વાતચીત સંભળાતી જ ન હતી, પરોક્ષ રીતે પણ તેનો ઉલ્લેખ છેવટે તો આવે જ. બે દિવસ સુધી બંને ભોજન વખતે હવે શું કરવું જોઈએ તેની મસલતો થતી રહી. ભોજન સિવાય એ જ વાતો ચાલુ રહેતી કારણ કે કુટુંબના બે સભ્યો હાજર હોય જ; ફલેટમાં કોઈ એકલા રહેવા માગતું જ ન હતું; અને ફલેટને સાવ સૂનો મૂકવાનો વિચાર સ્વપ્ને પણ ન થઈ શકે. રસોયણ આ આખી ઘટના વિશે કેટલું જાણતી હતી એની તો ખબર ન હતી પણ પહેલે જ દિવસે ગ્રેગોરની માને બે હાથ જોેડી ‘મને છૂટી કરી દો’ કહેતી હતી અને જ્યારે પાએક કલાક પછી ગઈ ત્યારે તેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં, જાણે તેના ઉપર કોઈ મોટો ઉપકાર ચઢાવ્યો ન હોય અને જે કંઈ બની ગયું તેના વિશે કોઈ કરતાં કોઈને પણ એક હરફ નહીં કહે એવું વચન સામે ચાલીને, કોઈ કહે તે પહેલાં પોતાની જાતે જ, તેણે આપ્યું હતું. | ગ્રેગોરને કોઈ સમાચાર પ્રત્યક્ષ રીતે તો મળતા જ ન હતા પરંતુ આજુબાજુના ઓરડાઓમાંથી ઘણી બધી વાતો તેના કાને પડતી; જ્યારે કોઈ અવાજ સંભળાતો ત્યારે તે બાજુના ઓરડાના બારણા આગળ પહોંચી જતો અને આખું શરીર બારણાને અઢેલીને રાખતો. શરૂઆતના દિવસોમાં તો તેના ઉલ્લેખ વિનાની કોઈ વાતચીત સંભળાતી જ ન હતી, પરોક્ષ રીતે પણ તેનો ઉલ્લેખ છેવટે તો આવે જ. બે દિવસ સુધી બંને ભોજન વખતે હવે શું કરવું જોઈએ તેની મસલતો થતી રહી. ભોજન સિવાય એ જ વાતો ચાલુ રહેતી કારણ કે કુટુંબના બે સભ્યો હાજર હોય જ; ફલેટમાં કોઈ એકલા રહેવા માગતું જ ન હતું; અને ફલેટને સાવ સૂનો મૂકવાનો વિચાર સ્વપ્ને પણ ન થઈ શકે. રસોયણ આ આખી ઘટના વિશે કેટલું જાણતી હતી એની તો ખબર ન હતી પણ પહેલે જ દિવસે ગ્રેગોરની માને બે હાથ જોેડી ‘મને છૂટી કરી દો’ કહેતી હતી અને જ્યારે પાએક કલાક પછી ગઈ ત્યારે તેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં, જાણે તેના ઉપર કોઈ મોટો ઉપકાર ચઢાવ્યો ન હોય અને જે કંઈ બની ગયું તેના વિશે કોઈ કરતાં કોઈને પણ એક હરફ નહીં કહે એવું વચન સામે ચાલીને, કોઈ કહે તે પહેલાં પોતાની જાતે જ, તેણે આપ્યું હતું. | ||
હવે તેની માને મદદરૂપ થવા ગ્રેગોરની બહેનને રસોઈ કરવી પડતી હતી; એ વાત સાચી કે રસોઈમાં બહુ સમય જતો ન હતો કારણ કે તેઓ ભાગ્યે જ કશું ખાતા હતા. ગ્રેગોર હંમેશાં એક જણ બીજાને ખાવા માટે જે વિનંતીઓ કર્યા કરે તે સાંભળ્યા કરતો : ‘ના, બસ... મારે જેટલું ખાવું હતું એટલું ખાઈ લીધું.’ કે એના જેવો ઉત્તર સાંભળતો. કદાચ તેઓ કશંુ પીતા ન હતા. અવારનવાર તેની બહેન બાપાને પૂછતી : ‘તમારે બીયર નથી પીવો? ચાલો, હું જ તમને લાવી આપું.’ જ્યારે તે કશો ઉત્તર ન આપે ત્યારે ‘બીજા કોઈ પાસે મંગાવી આપું?’ એમ પણ પૂછતી જેથી કરીને બીજી કોઈ ચંતાિ ન થાય પણ તેના બાપાના મોઢામાંથી સ્પષ્ટ ‘ના’ નીકળતી અને વાત ત્યાં પૂરી થઈ જતી. | હવે તેની માને મદદરૂપ થવા ગ્રેગોરની બહેનને રસોઈ કરવી પડતી હતી; એ વાત સાચી કે રસોઈમાં બહુ સમય જતો ન હતો કારણ કે તેઓ ભાગ્યે જ કશું ખાતા હતા. ગ્રેગોર હંમેશાં એક જણ બીજાને ખાવા માટે જે વિનંતીઓ કર્યા કરે તે સાંભળ્યા કરતો : ‘ના, બસ... મારે જેટલું ખાવું હતું એટલું ખાઈ લીધું.’ કે એના જેવો ઉત્તર સાંભળતો. કદાચ તેઓ કશંુ પીતા ન હતા. અવારનવાર તેની બહેન બાપાને પૂછતી : ‘તમારે બીયર નથી પીવો? ચાલો, હું જ તમને લાવી આપું.’ જ્યારે તે કશો ઉત્તર ન આપે ત્યારે ‘બીજા કોઈ પાસે મંગાવી આપું?’ એમ પણ પૂછતી જેથી કરીને બીજી કોઈ ચંતાિ ન થાય પણ તેના બાપાના મોઢામાંથી સ્પષ્ટ ‘ના’ નીકળતી અને વાત ત્યાં પૂરી થઈ જતી. | ||
Line 24: | Line 24: | ||
માને જોવાની ગે્રગોરની ઇચ્છા બહુ જલદી પાર પડી. દિવસે તો તેના માબાપનો વિચાર કરીને તે બારી આગળ ઊભો રહેતો ન હતો; પરંતુ ફરસ પર હરવાફરવાની જગ્યા બહુ ઓછી હતી એટલે તે ઝાઝે દૂર સરકી શકતો ન હતો અને આખી રાત તે એક જગ્યાએ સ્થિર રહી પણ શકતો ન હતો. અત્યાર સુધી ભોજનમાં તેને જે રસ પડતો હતો તે પણ હવે લેતો બંધ થયો હતો એટલે માત્ર મન બહેલાવવા માટે ઓરડાની ભીંતો અને છત ઉપર સરકવાની તેણે આદત પાડી, છત પર લટકી રહેવાની તેને મજા આવતી હતી. જમીન પર પડી રહેવા કરતાં એ વધારે સારું લાગતું હતું; એને કારણે સહેલાઈથી શ્વાસ લઈ શકાય, શરીર ખૂબ જ હળવું બનીને ઝૂલી શકે; આમ લટકવામાં એટલો બધો આનંદ થતો હતો કે તેના આશ્ચર્ય વચ્ચે તે જમીન ઉપર પડી પણ જતો હતો. છતાં હવે પહેલાં કરતાં શરીર ઉપર વધારે અંકુશ રાખી શકતો હતો અને આટલા મોટા પછડાટથી પણ તેને ઇજા થતી ન હતી. ગ્રેગોરે પોેતે શોધી કાઢેલા આ નવા કાર્ય વિશે તેની બહેને એક વખત ટીકા કરી હતી. એ જ્યાં સરકતો હતો ત્યાં તેના પગના તળિયે રહેલા ચીકણા પ્રવાહીના ડાઘ પડી જતા હતા એટલે આમતેમ ચાલવાની જેટલી વધુ જગ્યા આપી શકાય તેટલું સારું એવો વિચાર તેની બહેનને આવ્યો; તેની વચ્ચે આવતા રાચરચીલાને અને તેમાંય ખાસ કરીને ખાનાંઓવાળું કબાટ અને લખવાનું ટેબલ ખસેડી લીધાં હોય તો! પણ તેનાથી એેકલે હાથે તો આ કામ થઈ એમ ન હતું; તેના બાપાને કહેવાની તેનામાં હિંમત ન હતી; રસોયણના જતા રહૃાા પછી ત્યાં ટકી રહેનારી સોળ વરસની કામવાળીની પણ મદદ માંગી ન શકાય કારણ કે રસોડાનું બારણું હંમેશાં બંધ રાખવાની અને ખાસ કામ હોય તો જ ખોલવાની વાત તેણે વિનંતી કરીને કબૂલાવી હતી; એટલે પછી તેના બાપા ન હોય ત્યારે તેની માની મદદ લીધા સિવાય બીજો કોઈ વિકલ્પ રહૃાો ન હતો. હરખભરી અધીરાઈથી એ પ્રૌઢ સ્ત્રી આવી તો ખરી પણ બારણા આગળ જ તેનો બધો ઉત્સાહ ઓસરી ગયો. જોકે માને અંદર દાખલ કરતાં પહેલાં ગ્રેગોરની બહેને અંદર આવીને બધું વ્યવસ્થિત છે કે નહીં તેની ખાતરી કરી, ખૂબ જ ઉતાવળે ગ્રેગોરે ચાદર હટાવી અને સોફા ઉપર કોઈએ સહજ રીતે જ ફેંકી છે એવી લાગે એ રીતે જેમ તેમ વાળેલી મૂકી દીધી અને આ વખતે તેણે માથું બહાર કાઢ્યું નહીં; આ પ્રસંગે માને નિહાળ્યાનો આનંદ તેણે જતો કર્યો, તે આવી તો ખરી એમ માનીને આનંદ વ્યક્ત કર્યો. તેની બહેન બોલી : ‘આવ ને અંદર, તે નજરે નહીં પડે.’ સ્વાભાવિક રીતે જ તેની બહેન માનો હાથ પકડીને દોરી રહી હતી. વજનદાર જૂનું કબાટ એની જગ્યાએથી ખસેડવા માટે એ બંને સ્ત્રીઓેે ઝઝૂમી રહી હતી એ ગ્રેગોર સાંભળી શકતો હતો; મોટા ભાગની મહેનત તો તેની બહેન જ કરતી હતી અને આ રીતે ખૂબ થાકી જવાશે એમ માનીને તેની મા જે ઠપકો આપી રહી હતી એની પરવા પણ કરતી ન હતી. એમાં ખાસ્સો સમય વીતી ગયો. પાએક કલાક આમ તેમ હચમચાવ્યા પછી તેની માએ કહૃાું. ‘એના કરતાં જ્યાં છે ત્યાં જ રહેવા દીધું હોય તો...એક તો એ વધારે પડતું ભારે છે અને તારા બાપા આવે એ પહેલાં એને ખસેડી જ શકાવાનું નથી. અને આમ ઓરડાની વચ્ચે જો પડી રહેશે તો ગે્રગોરની હિલચાલને અડચણરૂપ થશે; વળી ફનિર્ચર હટાવવાથી ગ્રેગોરને સવલત જ મળશે એમ ચોક્કસ કહી શકાય નહીં.’ તે તો એનાથી અવળું જ માનતી હતી; આખો ઓરડો સાવ ખાલીખમ હોય તો તો હું જ ગભરાઈ જઉ અને ગ્રેગોર પોતાના ફનિર્ચરથી એટલો બધો ટેવાઈ ગયો છે કે એના વિના તો સોરાઈ મરશે. પછી ધીમા અવાજે તે બોલી; રખેને ગ્રેગોરના કાને તેના લહેકા પણ પડી જશે એ બીકે તે આ બધો સમય સાવ ધીમા અવાજે ગણગણતી જ રહી હતી. ગ્રેગોર ક્યાં છે તેની તો ખબર જ ન હતી. તેને ખાત્રી હતી કે ગ્રેગોર તેની ભાષા સમજી જ ન શકે. ‘એનું ફનિર્ચર લઈ લઈશું તો એવું નહીં લાગે કે તેના સાજા થવાની આશા છોડી દીધી છે અને ઠંડે કલેજે આપણે એને ભગવાન ભરોસે છોડી દઈએ છીએ? એનો ઓરડો જેવો છે તેવો જ રાખી મૂકવો જોઈએે એમ લાગે છે. એ જ્યારે સાજો થઈ જાય ત્યારે આ બધું એવું ને એવું જુએ અને વચગાળામાં જે બન્યું એ સહેલાઈથી ભૂલી શકે; તેની માના શબ્દો સાંભળીને ગ્રેગોરને લાગ્યું કે બે મહિનાથી કોઈની સાથે વાતચીત કરી નથી તેને લીધે અને કુટુંબજીવન સાવ યંત્રવત્ થઈ ગયું છે તેને કારણે તેના મનમાં ઘણું બધું અસ્પષ્ટ રહી જતું હતું, નહીંતર તો એનો ઓરડો ખાલીખમ થઈ જાય એવું તે આતુરતાથી ઇચ્છતો ન હતો? જૂના રાચરચીલાથી ભર્યો ભર્યો, સગવડભર્યો અને હૂંફાળો ઓરડો પછી સાવ ખાલી ગુફા જેવો જ બની જાય; એમાં એ નિરાંતે, કોઈ પણ જાતની અડચણ વિના સરકી શકે ખરો પરંતુ પોતાના બધા જ માનવીય સંદર્ભોની સ્મૃતિ પણ સાથે સાથે જતી કરવાની ને! તે વિસ્મૃતિની એટલી બધી હદે પહોંચી ગયો હતો કે ઘણા લાંબા સમયે સાંભળવા મળેલા તેની માના અવાજે તેને પાછો આણ્યો. આ ઓેરડામાંથી કશું ખસેડવાનું નથી, જે વસ્તુ જ્યાં હોય ત્યાં જ રાખવાની, આ રાચરચીલાને કારણે એને થોડું સારું લાગે છે એ લાભ તે ગુમાવવા માંગતો ન હતો; તે આમતેમ સરકવા કરતો હતો તેમાં આ બધી વસ્તુઓને કારણે મુશ્કેલી ઊભી થતી હતી તે છતાં એ ગેરલાભ નહીં પણ મોટો લાભ હતો. | માને જોવાની ગે્રગોરની ઇચ્છા બહુ જલદી પાર પડી. દિવસે તો તેના માબાપનો વિચાર કરીને તે બારી આગળ ઊભો રહેતો ન હતો; પરંતુ ફરસ પર હરવાફરવાની જગ્યા બહુ ઓછી હતી એટલે તે ઝાઝે દૂર સરકી શકતો ન હતો અને આખી રાત તે એક જગ્યાએ સ્થિર રહી પણ શકતો ન હતો. અત્યાર સુધી ભોજનમાં તેને જે રસ પડતો હતો તે પણ હવે લેતો બંધ થયો હતો એટલે માત્ર મન બહેલાવવા માટે ઓરડાની ભીંતો અને છત ઉપર સરકવાની તેણે આદત પાડી, છત પર લટકી રહેવાની તેને મજા આવતી હતી. જમીન પર પડી રહેવા કરતાં એ વધારે સારું લાગતું હતું; એને કારણે સહેલાઈથી શ્વાસ લઈ શકાય, શરીર ખૂબ જ હળવું બનીને ઝૂલી શકે; આમ લટકવામાં એટલો બધો આનંદ થતો હતો કે તેના આશ્ચર્ય વચ્ચે તે જમીન ઉપર પડી પણ જતો હતો. છતાં હવે પહેલાં કરતાં શરીર ઉપર વધારે અંકુશ રાખી શકતો હતો અને આટલા મોટા પછડાટથી પણ તેને ઇજા થતી ન હતી. ગ્રેગોરે પોેતે શોધી કાઢેલા આ નવા કાર્ય વિશે તેની બહેને એક વખત ટીકા કરી હતી. એ જ્યાં સરકતો હતો ત્યાં તેના પગના તળિયે રહેલા ચીકણા પ્રવાહીના ડાઘ પડી જતા હતા એટલે આમતેમ ચાલવાની જેટલી વધુ જગ્યા આપી શકાય તેટલું સારું એવો વિચાર તેની બહેનને આવ્યો; તેની વચ્ચે આવતા રાચરચીલાને અને તેમાંય ખાસ કરીને ખાનાંઓવાળું કબાટ અને લખવાનું ટેબલ ખસેડી લીધાં હોય તો! પણ તેનાથી એેકલે હાથે તો આ કામ થઈ એમ ન હતું; તેના બાપાને કહેવાની તેનામાં હિંમત ન હતી; રસોયણના જતા રહૃાા પછી ત્યાં ટકી રહેનારી સોળ વરસની કામવાળીની પણ મદદ માંગી ન શકાય કારણ કે રસોડાનું બારણું હંમેશાં બંધ રાખવાની અને ખાસ કામ હોય તો જ ખોલવાની વાત તેણે વિનંતી કરીને કબૂલાવી હતી; એટલે પછી તેના બાપા ન હોય ત્યારે તેની માની મદદ લીધા સિવાય બીજો કોઈ વિકલ્પ રહૃાો ન હતો. હરખભરી અધીરાઈથી એ પ્રૌઢ સ્ત્રી આવી તો ખરી પણ બારણા આગળ જ તેનો બધો ઉત્સાહ ઓસરી ગયો. જોકે માને અંદર દાખલ કરતાં પહેલાં ગ્રેગોરની બહેને અંદર આવીને બધું વ્યવસ્થિત છે કે નહીં તેની ખાતરી કરી, ખૂબ જ ઉતાવળે ગ્રેગોરે ચાદર હટાવી અને સોફા ઉપર કોઈએ સહજ રીતે જ ફેંકી છે એવી લાગે એ રીતે જેમ તેમ વાળેલી મૂકી દીધી અને આ વખતે તેણે માથું બહાર કાઢ્યું નહીં; આ પ્રસંગે માને નિહાળ્યાનો આનંદ તેણે જતો કર્યો, તે આવી તો ખરી એમ માનીને આનંદ વ્યક્ત કર્યો. તેની બહેન બોલી : ‘આવ ને અંદર, તે નજરે નહીં પડે.’ સ્વાભાવિક રીતે જ તેની બહેન માનો હાથ પકડીને દોરી રહી હતી. વજનદાર જૂનું કબાટ એની જગ્યાએથી ખસેડવા માટે એ બંને સ્ત્રીઓેે ઝઝૂમી રહી હતી એ ગ્રેગોર સાંભળી શકતો હતો; મોટા ભાગની મહેનત તો તેની બહેન જ કરતી હતી અને આ રીતે ખૂબ થાકી જવાશે એમ માનીને તેની મા જે ઠપકો આપી રહી હતી એની પરવા પણ કરતી ન હતી. એમાં ખાસ્સો સમય વીતી ગયો. પાએક કલાક આમ તેમ હચમચાવ્યા પછી તેની માએ કહૃાું. ‘એના કરતાં જ્યાં છે ત્યાં જ રહેવા દીધું હોય તો...એક તો એ વધારે પડતું ભારે છે અને તારા બાપા આવે એ પહેલાં એને ખસેડી જ શકાવાનું નથી. અને આમ ઓરડાની વચ્ચે જો પડી રહેશે તો ગે્રગોરની હિલચાલને અડચણરૂપ થશે; વળી ફનિર્ચર હટાવવાથી ગ્રેગોરને સવલત જ મળશે એમ ચોક્કસ કહી શકાય નહીં.’ તે તો એનાથી અવળું જ માનતી હતી; આખો ઓરડો સાવ ખાલીખમ હોય તો તો હું જ ગભરાઈ જઉ અને ગ્રેગોર પોતાના ફનિર્ચરથી એટલો બધો ટેવાઈ ગયો છે કે એના વિના તો સોરાઈ મરશે. પછી ધીમા અવાજે તે બોલી; રખેને ગ્રેગોરના કાને તેના લહેકા પણ પડી જશે એ બીકે તે આ બધો સમય સાવ ધીમા અવાજે ગણગણતી જ રહી હતી. ગ્રેગોર ક્યાં છે તેની તો ખબર જ ન હતી. તેને ખાત્રી હતી કે ગ્રેગોર તેની ભાષા સમજી જ ન શકે. ‘એનું ફનિર્ચર લઈ લઈશું તો એવું નહીં લાગે કે તેના સાજા થવાની આશા છોડી દીધી છે અને ઠંડે કલેજે આપણે એને ભગવાન ભરોસે છોડી દઈએ છીએ? એનો ઓરડો જેવો છે તેવો જ રાખી મૂકવો જોઈએે એમ લાગે છે. એ જ્યારે સાજો થઈ જાય ત્યારે આ બધું એવું ને એવું જુએ અને વચગાળામાં જે બન્યું એ સહેલાઈથી ભૂલી શકે; તેની માના શબ્દો સાંભળીને ગ્રેગોરને લાગ્યું કે બે મહિનાથી કોઈની સાથે વાતચીત કરી નથી તેને લીધે અને કુટુંબજીવન સાવ યંત્રવત્ થઈ ગયું છે તેને કારણે તેના મનમાં ઘણું બધું અસ્પષ્ટ રહી જતું હતું, નહીંતર તો એનો ઓરડો ખાલીખમ થઈ જાય એવું તે આતુરતાથી ઇચ્છતો ન હતો? જૂના રાચરચીલાથી ભર્યો ભર્યો, સગવડભર્યો અને હૂંફાળો ઓરડો પછી સાવ ખાલી ગુફા જેવો જ બની જાય; એમાં એ નિરાંતે, કોઈ પણ જાતની અડચણ વિના સરકી શકે ખરો પરંતુ પોતાના બધા જ માનવીય સંદર્ભોની સ્મૃતિ પણ સાથે સાથે જતી કરવાની ને! તે વિસ્મૃતિની એટલી બધી હદે પહોંચી ગયો હતો કે ઘણા લાંબા સમયે સાંભળવા મળેલા તેની માના અવાજે તેને પાછો આણ્યો. આ ઓેરડામાંથી કશું ખસેડવાનું નથી, જે વસ્તુ જ્યાં હોય ત્યાં જ રાખવાની, આ રાચરચીલાને કારણે એને થોડું સારું લાગે છે એ લાભ તે ગુમાવવા માંગતો ન હતો; તે આમતેમ સરકવા કરતો હતો તેમાં આ બધી વસ્તુઓને કારણે મુશ્કેલી ઊભી થતી હતી તે છતાં એ ગેરલાભ નહીં પણ મોટો લાભ હતો. | ||
દુર્ભાગ્યે તેની બહેન એથી અવળો અભિપ્રાય ધરાવતી હતી; ગ્રેગોરને લગતી બાબતોમાં તેના માબાપ કરતાં તેને વધુ સમજ પડે છે એમ માનવાને તે ટેવાઈ ગઈ હતી અને તેની પોતાની આ લાગણી ખોટી ન હતી. એટલે તેની માની સલાહને અવગણીને બધું રાચરચીલું ખસેડી લેવા માંગતી હતી. શરૂઆતમાં તો તે માત્ર કબાટ અને લખવાનું ટેબલ જ ખસેડવાની વાત કરતી હતી પણ હવે તો ખૂબ જરૂરી સોફા સિવાય બીજું બધું લઈ લેવા માંગતી હતી. તેનો આ નિર્ધાર માત્ર બાળહઠનું કે તાજેતરમાં અણધારી રીતે વિકસાવેલા તથા જેની કંમિત આપવી પડેલા તેવા આત્મવિશ્વાસનું પરિણામ ન હતો. ખરેખર તેને ખ્યાલ તો આવી ગયો હતો કે ગ્રેગોરને હરવાફરવા માટે ખાસ્સી જગ્યા જોઈશે. વળી આમ જોવા જઈએ તો તેને ફનિર્ચરની એવી કશી જરૂર ન હતી. આમાં એક કિશોરીના ઉત્સાહપૂર્ણ વ્યક્તિત્વનુંં પરિબળ પણ ઉમેરાયું હોય, ગે્રટા પોતાના ભાઈના સંજોગોની ભયાનકતાને અતિશયોક્તિપૂર્ણ બનાવીને એને માટે જે કંઈ કરવું પડે તે કરવાની એકેએક તક ઝડપી લેવા આતુર રહેતી. જે ઓરડાની ખાલીખમ દીવાલોનો ગ્રેગોર સાવ એકલો ભોગવટો કરી રહૃાો હતો તે ઓરડામાં તેની બહેન સિવાય બીજું કોઈ ભાગ્યે જ પગ મૂકવાનું હતું અને એટલે જ તેને આ નિર્ણયમાંથી તેની મા ડગાવી ન શકી, તે તો ગ્રેગોરના ઓરડામાં ખૂબ અસ્વસ્થ થઈ ગઈ અને અવઢવમાં પડી ગઈ, બહુ જલદી તેને મૂંગા થઈ જવું પડ્યું, અને તે કબાટ બહાર ખસેડી લેવા માટે શક્ય તેટલી મદદ દીકરીને કરવા તૈયાર થઈ. આ તરફ જો એવું થાય તો કબાટ વિના ચલાવી લેવા ગે્રગોર તૈયાર હતો પણ લખવાનું ટેબલ તો તેને જોઈએ જ, જ્યાં એ બે સ્ત્રીઓએ કણસતાં કણસતાં તેના ઓરડામાંથી કબાટ બહાર કાઢ્યું ત્યાં શક્ય તેટલી સાવચેતીથી અને સહાનુભૂતિથી તે કેવી રીતે અટકાવી શકે તે જોવા માટે ગ્રેગોરે સોફા નીચેથી પોતાનું માથું બહાર કાઢ્યું પણ તેના દુર્ભાગ્યે ઓરડામાં તેની મા વહેલી આવી અને બીજા ઓરડામાં એકલે હાથે કબાટ સાથે માથાકૂટ કરતી ગ્રેટાને એકલી મૂકી; પણ તે જરાય ચસકતું ન હતું. આમ છતાં તેની મા ગ્રેગોરને જોવાને ટેવાયેલી ન હતી એટલે પોતાને જોઈને ચિતરી ન ચઢે માટે તે સાવચેતીના પગલા રૂપે સોફાને બીજે છેડે ભરાઈ ગયો, પણ સામે ચાદરને જરા જરા ઝૂલતી અટકાવી ન શક્યો. તેને સાવધાન કરી દેવા માટે આટલું પૂરતું હતું. તે ઘડીભર સ્થિર ઊભી રહી ગઈ અને પછી ગ્રેટા પાસે જઈ પહોંચી. | દુર્ભાગ્યે તેની બહેન એથી અવળો અભિપ્રાય ધરાવતી હતી; ગ્રેગોરને લગતી બાબતોમાં તેના માબાપ કરતાં તેને વધુ સમજ પડે છે એમ માનવાને તે ટેવાઈ ગઈ હતી અને તેની પોતાની આ લાગણી ખોટી ન હતી. એટલે તેની માની સલાહને અવગણીને બધું રાચરચીલું ખસેડી લેવા માંગતી હતી. શરૂઆતમાં તો તે માત્ર કબાટ અને લખવાનું ટેબલ જ ખસેડવાની વાત કરતી હતી પણ હવે તો ખૂબ જરૂરી સોફા સિવાય બીજું બધું લઈ લેવા માંગતી હતી. તેનો આ નિર્ધાર માત્ર બાળહઠનું કે તાજેતરમાં અણધારી રીતે વિકસાવેલા તથા જેની કંમિત આપવી પડેલા તેવા આત્મવિશ્વાસનું પરિણામ ન હતો. ખરેખર તેને ખ્યાલ તો આવી ગયો હતો કે ગ્રેગોરને હરવાફરવા માટે ખાસ્સી જગ્યા જોઈશે. વળી આમ જોવા જઈએ તો તેને ફનિર્ચરની એવી કશી જરૂર ન હતી. આમાં એક કિશોરીના ઉત્સાહપૂર્ણ વ્યક્તિત્વનુંં પરિબળ પણ ઉમેરાયું હોય, ગે્રટા પોતાના ભાઈના સંજોગોની ભયાનકતાને અતિશયોક્તિપૂર્ણ બનાવીને એને માટે જે કંઈ કરવું પડે તે કરવાની એકેએક તક ઝડપી લેવા આતુર રહેતી. જે ઓરડાની ખાલીખમ દીવાલોનો ગ્રેગોર સાવ એકલો ભોગવટો કરી રહૃાો હતો તે ઓરડામાં તેની બહેન સિવાય બીજું કોઈ ભાગ્યે જ પગ મૂકવાનું હતું અને એટલે જ તેને આ નિર્ણયમાંથી તેની મા ડગાવી ન શકી, તે તો ગ્રેગોરના ઓરડામાં ખૂબ અસ્વસ્થ થઈ ગઈ અને અવઢવમાં પડી ગઈ, બહુ જલદી તેને મૂંગા થઈ જવું પડ્યું, અને તે કબાટ બહાર ખસેડી લેવા માટે શક્ય તેટલી મદદ દીકરીને કરવા તૈયાર થઈ. આ તરફ જો એવું થાય તો કબાટ વિના ચલાવી લેવા ગે્રગોર તૈયાર હતો પણ લખવાનું ટેબલ તો તેને જોઈએ જ, જ્યાં એ બે સ્ત્રીઓએ કણસતાં કણસતાં તેના ઓરડામાંથી કબાટ બહાર કાઢ્યું ત્યાં શક્ય તેટલી સાવચેતીથી અને સહાનુભૂતિથી તે કેવી રીતે અટકાવી શકે તે જોવા માટે ગ્રેગોરે સોફા નીચેથી પોતાનું માથું બહાર કાઢ્યું પણ તેના દુર્ભાગ્યે ઓરડામાં તેની મા વહેલી આવી અને બીજા ઓરડામાં એકલે હાથે કબાટ સાથે માથાકૂટ કરતી ગ્રેટાને એકલી મૂકી; પણ તે જરાય ચસકતું ન હતું. આમ છતાં તેની મા ગ્રેગોરને જોવાને ટેવાયેલી ન હતી એટલે પોતાને જોઈને ચિતરી ન ચઢે માટે તે સાવચેતીના પગલા રૂપે સોફાને બીજે છેડે ભરાઈ ગયો, પણ સામે ચાદરને જરા જરા ઝૂલતી અટકાવી ન શક્યો. તેને સાવધાન કરી દેવા માટે આટલું પૂરતું હતું. તે ઘડીભર સ્થિર ઊભી રહી ગઈ અને પછી ગ્રેટા પાસે જઈ પહોંચી. | ||
ગ્રેગોર પોતાની જાતને કશું અસામાન્ય બની નથી | ગ્રેગોર પોતાની જાતને કશું અસામાન્ય બની નથી રહ્યું, માત્ર થોડું રાચરચીલું જ આમ તેમ થઈ રહ્યું છે એવું મનાવતો રહૃાો હોવા છતાં તેને છેવટે સ્વીકારવું પડ્યું કે આ બે સ્ત્રી જે રીતે આવજા કરી રહી હતી, તેમના ઝીણા ઝીણા ઊંહકારા, ફરસ પરથી ઘસડાયા કરતું રાચરચીલું – આ બધું જાણે ચારે બાજુથી આવી પડેલા મોટા વિક્ષેપ જેવું લાગતું હતું. પગ અને માથાને ગમે તેટલા સંકોચી દે અને પોતાની જાતને ફરસ સાથે ચિપકાવી દે તો પણ તે આ બધું વેઠી શકે એમ ન હતો. તેઓ એનો ઓરડો સાવ ખાલી કરી રહૃાાં હતાં; એને પ્રિય એવી બધી વસ્તુઓ તેઓ ખસેડી રહૃાાં હતાં; જેમાં તે કરવત અને બીજાં સાધનો મૂકી રાખતો હતો તે કબાટ જતું રહ્યું; હવે તેઓ લખવાનું ટેબલ છૂટું કરી રહૃાાં હતાં અને તેના બધા ભાગ ફરસ પર પડ્યા હતા; કોમર્સ સ્કૂલમાં અને ગ્રામર સ્કૂલમાં ભણતો હતો ત્યારે તેણે બધું ગૃહકાર્ય આ જ ટેબલ પર કર્યું હતું. આ બે સ્ત્રીઓના સારા આશયો વિશે વિચાર કરવા માટેનો સમય તેની પાસે ન હતો; તે બંનેના અસ્તિત્વને ક્યારનો ભૂલી ગયો હતો કારણ કે હવે બંને એટલાં બધાં થાકી ગયાં હતાં કે તેમનાં પગલાં ઘસાવાના ભારે અવાજ સિવાય બીજું કશું સંભળાતું ન હતું, તેઓ ચુપચાપ બધી મહેનત કરી રહૃાાં હતાં. | ||
અને એટલે તે બહાર ધસી ગયો – બંને સ્ત્રીઓ બાજુના ઓરડામાં શ્વાસ ખાવા માટે ટેબલને અઢેલીને હજુ તો માંડ ઊભી રહી હતી અને ચાર વખત તેણે દિશાઓ બદલી કારણ કે સૌથી પહેલાં શાનો બચાવ કરવો એની સૂઝ તેને પડતી ન હતી. પછી સામી ભીંતે રૂંવામાં ખાસ્સી એવી લપેટાયેલી સ્ત્રીના એક ચિત્રથી તે અંજાઈ ગયો; એ ભીંત બીજી રીતે સાફ થઈ ગઈ હતી, એ તરત જ સરક્યો અને વળગી રહેવા માટે સારી સપાટી ગણાય એવા કાચને ચોંટી ગયો અને પોતાના ગરમ પેટને રાહત આપી. પોતાના તળિયે પૂરેપૂરું ઢંકાઈ ગયેલું આ ચિત્ર કોઈએ હટાવવાનું નથી. એ સ્ત્રીઓ પાછી આવે ત્યારે એમનું નિરીક્ષણ કરી શકાય એટલા માટે તેણે પોતાનું માથું બેઠકખંડના બારણાની દિશામાં રાખ્યું. | અને એટલે તે બહાર ધસી ગયો – બંને સ્ત્રીઓ બાજુના ઓરડામાં શ્વાસ ખાવા માટે ટેબલને અઢેલીને હજુ તો માંડ ઊભી રહી હતી અને ચાર વખત તેણે દિશાઓ બદલી કારણ કે સૌથી પહેલાં શાનો બચાવ કરવો એની સૂઝ તેને પડતી ન હતી. પછી સામી ભીંતે રૂંવામાં ખાસ્સી એવી લપેટાયેલી સ્ત્રીના એક ચિત્રથી તે અંજાઈ ગયો; એ ભીંત બીજી રીતે સાફ થઈ ગઈ હતી, એ તરત જ સરક્યો અને વળગી રહેવા માટે સારી સપાટી ગણાય એવા કાચને ચોંટી ગયો અને પોતાના ગરમ પેટને રાહત આપી. પોતાના તળિયે પૂરેપૂરું ઢંકાઈ ગયેલું આ ચિત્ર કોઈએ હટાવવાનું નથી. એ સ્ત્રીઓ પાછી આવે ત્યારે એમનું નિરીક્ષણ કરી શકાય એટલા માટે તેણે પોતાનું માથું બેઠકખંડના બારણાની દિશામાં રાખ્યું. | ||
તેઓએ બહુ આરામ ન કર્યો અને આ તરફ આવવા માંડ્યું. ગ્રેટાએ પોેતાનો હાથ માની આસપાસ વીંટાળ્યો હતો અને જાણે એને ટેકો આપી રહી હતી. ‘હંઅ.. ચાલો, હવે આપણે શું લઈ જઈશું?’ આમતેમ જોઈને ગ્રેટાએ પૂછ્યું. ભીંત ઉપર ચીપકેલા ગ્રેગોરની અને તેની આંખો સામસામે મળી. તેણે આમ તો પોતાની માને ખાતર જ સ્વસ્થતા જાળવી રાખી. તે જાણે હળવા અને સહજ અવાજે બોલી: ‘ચાલ, હમણાં તો આપણે બેઠકખંડમાં પાછા જઈએ.’ ગ્રેગોર તેની બહેનનો આશય સ્પષ્ટ રીતે સમજી ગયો. તે માને સુરક્ષિત જગ્યાએ બેસાડીને ગ્રેગોરને ભીંતેથી ભગાડી મૂકવા માગતી હતી. એમ, જરા કરી તો જુએ... તે ચિત્રને વળગી રહેશે અને પોતાની હાર નહીં માને. જો જરૂર જણાશે તો ગ્રેટાના ચહેરા પર ઊડીને પડશે. | તેઓએ બહુ આરામ ન કર્યો અને આ તરફ આવવા માંડ્યું. ગ્રેટાએ પોેતાનો હાથ માની આસપાસ વીંટાળ્યો હતો અને જાણે એને ટેકો આપી રહી હતી. ‘હંઅ.. ચાલો, હવે આપણે શું લઈ જઈશું?’ આમતેમ જોઈને ગ્રેટાએ પૂછ્યું. ભીંત ઉપર ચીપકેલા ગ્રેગોરની અને તેની આંખો સામસામે મળી. તેણે આમ તો પોતાની માને ખાતર જ સ્વસ્થતા જાળવી રાખી. તે જાણે હળવા અને સહજ અવાજે બોલી: ‘ચાલ, હમણાં તો આપણે બેઠકખંડમાં પાછા જઈએ.’ ગ્રેગોર તેની બહેનનો આશય સ્પષ્ટ રીતે સમજી ગયો. તે માને સુરક્ષિત જગ્યાએ બેસાડીને ગ્રેગોરને ભીંતેથી ભગાડી મૂકવા માગતી હતી. એમ, જરા કરી તો જુએ... તે ચિત્રને વળગી રહેશે અને પોતાની હાર નહીં માને. જો જરૂર જણાશે તો ગ્રેટાના ચહેરા પર ઊડીને પડશે. |
Latest revision as of 16:10, 8 February 2022
ગ્રેગોર જ્યારે ગાઢ નિદ્રામાંથી જાગ્યો ત્યારે છેક સાંજ પડી ગઈ હતી. એ નિદ્રા નહીં પણ મૂર્ચ્છા હતી. થોડી વાર પછી પણ તે પોતાની જાતે ઊઠ્યો જ હોત કારણ કે પૂરતા આરામ અને નિદ્રા તેને મળી ગયા હતા પણ તેને કોઈના દોડતા પગનો અવાજ અને હોલમાં પડતું બારણું સાવચેતીથી વસાવાનો અવાજ સંભળાયો અને તે જાગી ગયો. છત ઉપર આમતેમ અને ફનિર્ચરની સપાટીઓ પર શેરીના વીજળીદીવાઓનો ઝાંખો પ્રકાશ પથરાયેલો હતો, નીચે જ્યાં તે સૂતો હતો ત્યાં અંધારું હતું. ધીમેથી, કઢંગી રીતે તેણે પોતાની મૂછો ફરકાવીને બાજુના ઓરડામાં શું થઈ રહૃાું છે તે જોવા માટે બારણા બાજુ શરીરને ઘસડ્યું. હવે તે પોતાની મૂછોનું મહત્ત્વ સમજી રહૃાો હતો. તેનું ડાબું પડખું આખું એક લાંબા, અસહૃા વેદના કરાવતા ઘા જેવું હતું અને માત્ર બંને બાજુના પગને આધારે જ લંગડાતા લંગડાતા સરકવું પડતું હતું. વળી સવારની ઘટનાઓ દરમિયાન એક નાનકડો પગ સખત રીતે ઘવાયો હતો અને નક્કામો બની ગયેલો એ પગ ઘસડાયા કરતો હતો, એ તો ચમત્કાર કે માત્ર એક જ પગને ઇજા થઈ હતી. તે જેવો બારણા આગળ પહોંચ્યો ત્યાં જ તેણે શોધી કાઢ્યું કે તે શાનાથી આકર્ષાયો હતો : ખોરાકની ગંધ. ત્યાં તાજા દૂધથી ભરેલું વાસણ હતું અને અને એમાં સફેદ બ્રેડના નાના નાના ટુકડા તરતા હતા. સવાર કરતાં અત્યારે ભૂખ વધારે લાગી હતી એટલે તે આનંદનો માર્યો ઊછળી પડ્યો અને દૂધમાં પોતાનું મોઢું ઝબોળવા ગયો પણ નિરાશ થઈને તરત જ પાછું ખેંચી લીધું. પોતાના નાજુક ડાબા પડખાને કારણે તેને ભોજન કરવામાં મુશ્કેલી પડતી હતી, પોતાના ધ્રૂજતા આખા શરીરનો ટેકો હોય તો જ ખાઈ શકે એમ હતો પણ વાત માત્ર આટલી ન હતી; દૂધ તો એની માનીતી વાનગી હતી અને એટલા માટે જ તેની બહેને તેને માટે અહીં મૂક્યું હતું પણ તે નરી જુગુપ્સાથી દૂધના વાસણ આગળથી સરી ગયો અને પોતાના ઓરડાની વચ્ચોવચ પાછો સરકી ગયો. તે બારણાંની તિરાડમાંથી જોઈ શકતો હતો કે બેઠકખંડમાં ગેસ ચાલુ હતો, સામાન્ય રીતે તો આ સમયે તેના બાપા સાંજનું છાપું મોટેથી વાંચીને તેની માને સંભળાવતા હોય અને ક્યારેક ક્યારેક તેની બહેનને પણ. જોકે અત્યારે તો એકે શબ્દ સંભળાતો ન હતો. હા, કદાચ તેના બાપાએ આ આદત હમણાં જ છોડી દીધી હશે, તેની બહેને ઘણી વાર વાતચીત દરમિયાન અને પત્રોમાં પણ આ વિશે ઇશારો કર્યો હતો. પરંતુ ચારે બાજુએ ચુપકીદી ફેલાયેલી હતી, જોકે ફલેટ કંઈ ખાલીખમ તો ન જ હતો. ગ્રેગોર મનોમન બોલ્યો : ‘અમારું કુટુંબ કેવી શાંત જિંદગી જીવે છે!’ અને અંધકારમાં તે હાલ્યાચાલ્યા વિના તાકતો બેઠો હતો ત્યારે આવા સુંદર ફલેટમાં તેના માબાપ અને તેની બહેનને સરસ જિંદગી જીવવાની સવલત પૂરી પાડી શક્યો છે તે બદલ તે ગર્વ અનુભવવા લાગ્યો. પરંતુ આ બધાં શાંતિ, સુખસવલત અને સંતોષ જો ભયાનકતામાં જ પરિણમવાનાં હોય તો એ બધાંનો શો અર્થ? આવા વિચારોથી જાતને બચાવવા માટે ગ્રેગોર હિલચાલ કરવા લાગ્યો અને ઓરડામાં આમથી તેમ સરકવા લાગ્યો. એ લાંબી સાંજે એક વખત તેના ઓરડાનું એક બારણું સહેજ ખૂલ્યું અને તરત જ બંધ થઈ ગયું. ત્યાર પછી બીજું બારણું પણ ખૂલ્યું; દેખીતી રીતે કોઈ અંદર આવવા માગતું હતું અને પછી તેણે વિચાર બદલી નાખ્યો હશે. ગ્રેગોરે હવે બેઠકખંડના બારણા આગળ જ પોતાની જાતને ગોઠવી દીધી અને સંકોચ અનુભવતા કોઈ પણ મુલાકાતીને અંદર આવવા સમજાવવાનો અથવા ઓછામાં એ કોણ છે તેની તપાસ કરવાનો નિર્ણય કર્યો. પણ ફરી એકે વખત બારણું ખૂલ્યું નહીં અને એ નિરર્થક રાહ જોતો રહૃાો. સવારે જ્યારે બારણાં બંધ હતાં ત્યારે બધાં અંદર આવવા માગતાં હતાં અને હવે જ્યારે એક બારણું તેણે ખોલ્યું અને બીજું દિવસ દરમિયાન ખૂલી ગયું ત્યારે કોઈ અંદર આવ્યું નહીં અને હવે તો બારણાની ચાવીઓ પણ એમની બાજુએ હતી. બેઠકખંડમાં ગેસ ચાલુ થયો ત્યારે મોડી રાત થઈ ગઈ હતી અને ત્યાં સુધી તેનાં માબાપ અને બહેન જાગતાં હતાં એ વાત બહુ સહેલાઈથી ગ્રેગોર કળી શક્યો, કારણ કે ત્રણેને બિલ્લી પગે ચાલતાં સ્પષ્ટ રીતે તે સાંભળી શકતો હતો. કોઈ તેને મળવા આવવાનું ન હતું, સવાર સુધી તો નહીં જ એ નક્કી હતું. એટલે હવે નવેસરથી જીવન કેવી રીતે ગોઠવવું એનો વિચાર કરવા માટે તેની પાસે પૂરતો સમય હતો. જે ભવ્ય અને ખાલી ઓરડામાં તેને ફરસ પર ચત્તાપાટ પડી રહેવાનું હતું તેનાથી તેને કશોક અજાણ્યો ડર લાગવા માંડ્યો; કારણ કે આ ઓરડો તે પાંચ વરસથી વાપરતો હતો, અને સહેજ ભોંઠપ અનુભવતો અને થોડી અસંપ્રજ્ઞાત ઇચ્છાથી દોરાઈને, એક જમાનામાં આરામદાયક લાગતા સોફા નીચે ભરાઈ ગયો. જોકે તેની પીઠ થોડી ચગદાઈ, તે પોતાનું માથું ઊંચું કરી શકતો ન હતો; તેને માત્ર એટલું દુઃખ હતું કે શરીર વધારે પડતું પહોળું હોવાને કારણે સોફા નીચે આખું જઈ શકતું ન હતું. આખી રાત તે ત્યાં જ રહૃાો, થોડો સમય આછી ઊંઘમાં વીત્યો, ભૂખને કારણે અવારનવાર તે ચોંકીને જાગી ઊઠતો હતો અને થોડો સમય ચિંતાઓમાં તથા ધંૂધળી આશાઓમાં વીત્યો; આ બધું તેને એક જ તારણ પર પહોંચાડતું હતું કે હમણાં તો તેણે ચુપચાપ પડી રહેવાનું છે અને પોતાની આ હાલતમાં કુટુંબીજનોને જે અગવડરૂપ બનવાનો છે તેમાં તેમને કેવી રીતે મદદ કરવી તે ધીરજથી અને વિચારી વિચારીને શોધી કાઢવાનું છે. વહેલી સવારે, આમ તો હજુ રાત જ હતી, ગ્રેગોરને પોતાના નવા નિર્ધારની કસોટી કરવા માટેની તક મળી; તેની બહેને વ્યવસ્થિત રીતે વસ્ત્રો પહેરીને હોલમાંથી બારણું ખોલ્યું અને ડોકિયું કર્યું, તરત તો તેને જોયો જ નહીં પરંતુ જ્યારે સોફા નીચે જોયો – એ ક્યાંક તો હોવો જોઈએ, એ ઊડીને તો કશે જઈ શકવાનો ન હતો, નહિ? – ત્યારે તેને એવો આંચકો લાગ્યો કે આપોઆપ તેનાથી બારણું વસાઈ ગયું. પરંતુ પોતાની વર્તણૂંક બદલ પશ્ચાત્તાપ કરતી ન હોય એ રીતે તેણે બારણું ખોલ્યું અને દબાયેલા પગે અંદર આવી, જાણે તે કોઈ બિમાર કે અજાણ્યા પાસે જતી ન હોય. ગ્રેગોરે પોતાનું માથું સોફાની ધાર સુધી ધકેલ્યું અને તેને જોતો રહૃાો. શું એમ ને એમ રહેવા દીધેલું દૂધ તેની નજરે પડશે? અને ભૂખ મરી ગઈ હતી એટલા માટે એ રાખી નથી મૂક્યું એવો ખ્યાલ આવશે? પોતાને ગમતું બીજું કશું ખાવાનું લઈ આવશે ખરી? જો તે પોતાની જાતે એમ નહીં કરે તો હું ભૂખે મરી જઈશ પણ એનું ધ્યાન આ હકીકત પ્રત્યે દોરવાનો નથી, જોકે તેને સોફા નીચે એકદમ ધસી જઈ તેના પગે પડવાનો અને કશુંક ખાવાનું માગવાનો વિચાર આવી ગયો ખરો, પણ તેની બહેને તરત જ જોયું કે વાસણ દૂધથી હજુ છલોછલ હતું, માત્ર થોડું દૂધ આસપાસ ઢોળાયું હતું એટલે તેણે એ વાસણ તરત જ ઊંચકી લીધું; હા, પોતાના હાથ વડે નહીં પણ રૂમાલ વડે ઊંચક્યું અને ઉપાડી ગઈ. એને બદલે તે શું લાવે છે તે જાણવા ગ્રેગોર ખૂબ અધીરો થયો અને એ વિશે ઘણાં અનુમાનો કર્યાં. પરંતુ વાસ્તવમાં તેણે ખૂબ જ સારા આશયથી પ્રે્રરાઈને જે કર્યું તેની કલ્પના પણ તે કરી શક્યો ન હતો. તેને શું ભાવે છે તે જાણવા માટે તે જાતજાતની વાનગીઓ લઈ આવી, જૂના છાપા ઉપર બધી વાનગીઓ પાથરી દીધી. થોડાં વાસી, અડધાં સડેલાં શાક હતાં; આગલી રાતના ભોજનમાંથી બચેલાં હાડકાં હતાં, તેના ઉપર ભરપટ્ટે સોસ પણ લગાડેલો હતો; બદામ અને દ્રાક્ષ પણ; બે દિવસ ઉપર તો જેને જોઈને નાકનું ટેરવું ચઢી જાત એવા ચીઝનો ટુકડો, એક સૂકી બ્રેડ અને મીઠું તથા માખણ લગાડેલો રોલ હતાં. આ ઉપરાંત તેણે ફરી પેલું જ વાસણ પાછું મૂક્યું, હવે એમાં પાણી રેડ્યું હતું અને માત્ર તેના જ ઉપયોગ માટે હતું. ગ્રેગોર તેની હાજરીમાં નહીં ખાય એમ માનીને બહુ સિફતથી તે તરત જ પાછી જતી રહી, તાળું પણ વાસી દીધું અને એ રીતે તેને ઇશારો કર્યો કે હવે તારે જે ખાવું હશે તે નિરાંતે ખાઈ શકીશ. ગ્રેગોરના બધા પગ ખોરાકની દિશામાં ધસી ગયા. તેના બધા ઘા પૂરેપૂરા રુઝાઈ ગયા હોવા જોઈએ કારણ કે તેને કશી નબળાઈ લાગતી ન હતી. વળી તેને એનું અચરજ પણ થયું, તેને યાદ આવ્યું કે મહિના પર છરી વડે તેની આંગળી પર થોડો ચીરો પડ્યો હતો, ‘હું શું ઓછો સંવેદનશીલ બની ગયો છું?’ તેણે ખાઉધરા બનીને ચીઝ ચાખવા માંડ્યું. બીજી બધી વાનગીઓ કરતાં સૌથી વધારે ઉત્કટતાથી તે એના પ્રત્યે લોભાયો હતો. આંખોમાં સંતોષનાં આંસુ સાથે તેણે વારાફરતી ચીઝ, શાક અને સોસ ઝાપટ્યાં; બીજી બાજુએ તાજી વાનગીઓ માટે તેને ઇચ્છા થતી ન હતી, એમની વાસ પણ જિરવી શકાતી ન હતી; અને વાસ્તવમાં તો જે વસ્તુઓ તે ખાઈ શકતો હતો તે બધી થોડે દૂર ઘસડી ગયો. તેની બહેને જ્યારે પાછા જતા રહેવાના સંકેત રૂપ ચાવી ફેરવી ત્યારે તો ભોજન ક્યારનું પૂરું થઈ ગયું હતું અને ત્યાં જ સુસ્ત થઈને પડી રહૃાો હતો. તે ઊંઘી ગયો હતો અને છતાં એકાએક જાગી ગયો, ફરી તે ઉતાવળે સોફા નીચે ભરાઈ ગયો. તેની બહેન ઓરડામાં જે થોડો સમય માટે ઊભી હતી તે પૂરતો પણ સોફાની નીચે ભરાઈ રહેવામાં ખૂબ જ સંયમ રાખવો પડ્યો કારણ કે તેણે લીધેલા ખોરાકથી શરીર થોડું ફૂલી ગયું હતું, તે એટલો બધો સંકોચાઈને પડ્યો હતો કે માંડ માંડ તેનાથી શ્વાસ લઈ શકાતો હતો. વચ્ચે વચ્ચે થતી ગૂંગળામણ તેને પીડા આપતી હતી, તેની બહેન સહેજ પણ શંકાકુશંકા વિના સાવરણી વડે વધ્યુંઘટ્યું વાળી રહી હતી તે જોતી વખતે તેની આંખો માથામાંથી થોડી બહાર ઊપસી આવી. તેના ખાતાં વધેલો ખોરાક જ તેની બહેન ઉઝરડી રહી ન હતી પણ જે વાનગીઓને તે અડ્યો સુધ્ધાં ન હતો અને જાણે એ વાનગીઓ હવે કોઈને કામ લાગવાની ન હતી એ રીતે તેમને પણ સૂપડી વડે એક બાલદીમાં નાખી અને એના પર લાકડાનું ઢાંકણું મૂકીને બહાર લઈ ગઈ. તેની પીઠ થતાંવેંત તે સોફા તળેથી બહાર આવ્યો, શરીર લંબાવ્યું. આ રીતે ગ્રેગોરને દરરોજ ભોજન અપાતું રહ્યું, તેના માબાપ અને નોકરાણી ઊંઘતા હોય ત્યારે સવારે એક વખત અને બીજી વખત તેઓ બપોરનું ભોજન લઈ લે ત્યારે; કારણ કે એ ભોજન પછી તેનાં માબાપ એકાદ ઝોકું ખાઈ લેતાં હતાં અને તેની બહેન નોકરાણીને એક અથવા બીજા બહાને ક્યાંક મોકલી દેતી હતી. હા, એનો અર્થ એવો નહીં કે તેઓ એને ભૂખે મારવા માગતા હતા. પરંતુ ગ્રેગોરની ખાવાપીવાની રીતભાત વિશે તેઓ જાતે જાણી લે એના કરતાં બીજાઓ પાસેથી જાણી લે તે કદાચ વધારે સારું અને કદાચ તેની બહેન શક્ય હોય તેટલે અંશે આવી નાની નાની ચિંતાઓમાંથી તેમને ઉગારી લેવા પણ માગતી હોય કારણ કે તેઓ જે વેઠી રહૃાા હતા એ જ પૂરતું હતું. ડોક્ટરને અને તાળાકૂંચીવાળા માણસને પહેલે દિવસે કેવી રીતે પાછા મોકલી દેવામાં આવ્યા હતા એ વાત ગ્રેગોર જાણી શક્યો નહીં કારણ કે તે જે બોલતો હતો એ બીજાઓ કોઈ સમજી શકતા ન હતા પરંતુ તેમને, તેની બહેનને પણ, એ ખ્યાલ ક્યારેય ન આવ્યો કે બીજાઓ જે બોલે એ વાત તો તે સમજી શકતો હતો. તેની બહેન જ્યારે જ્યારે તેના ઓરડામાં આવતી હતી ત્યારે ત્યારે તેના નિ:શ્વાસ સાંભળીને કે કદી કદી સંતપુરુષોને થતી વિનંતિઓ સાંભળીને જ તેને સંતોષ માની લેવો પડતો હતો. પાછળથી તે જ્યારે આ પરિસ્થિતિથી થોડી ઘણી ટેવાઈ ગઈ, પૂરેપૂરી તો ક્યારેય ટેવાઈ જ ન હતી, ત્યારે તે કદી કદી દયાથી પે્રરાઈને કશી ટીકાટિપ્પણ કરી લેતી અથવા એવું માની શકાય. ગ્રેગોર જ્યારે ખાસ્સું ભોજન કરતો ત્યારે ‘ચાલો, આજે એને ખાવાનું ભાવ્યું.’ બોલતી અને જ્યારે તે કશાને અડકે જ નહીં ત્યારે લગભગ દુઃખી થઈને બોલતી : ‘ફરી આજે કશાને નથી અડક્યો.’ ભોજન એમ ને એમ પડી રહ્યું હોય એવી ઘટનાઓનું પ્રમાણ ધીમેધીમે વધવા માંડ્યું. ગ્રેગોરને કોઈ સમાચાર પ્રત્યક્ષ રીતે તો મળતા જ ન હતા પરંતુ આજુબાજુના ઓરડાઓમાંથી ઘણી બધી વાતો તેના કાને પડતી; જ્યારે કોઈ અવાજ સંભળાતો ત્યારે તે બાજુના ઓરડાના બારણા આગળ પહોંચી જતો અને આખું શરીર બારણાને અઢેલીને રાખતો. શરૂઆતના દિવસોમાં તો તેના ઉલ્લેખ વિનાની કોઈ વાતચીત સંભળાતી જ ન હતી, પરોક્ષ રીતે પણ તેનો ઉલ્લેખ છેવટે તો આવે જ. બે દિવસ સુધી બંને ભોજન વખતે હવે શું કરવું જોઈએ તેની મસલતો થતી રહી. ભોજન સિવાય એ જ વાતો ચાલુ રહેતી કારણ કે કુટુંબના બે સભ્યો હાજર હોય જ; ફલેટમાં કોઈ એકલા રહેવા માગતું જ ન હતું; અને ફલેટને સાવ સૂનો મૂકવાનો વિચાર સ્વપ્ને પણ ન થઈ શકે. રસોયણ આ આખી ઘટના વિશે કેટલું જાણતી હતી એની તો ખબર ન હતી પણ પહેલે જ દિવસે ગ્રેગોરની માને બે હાથ જોેડી ‘મને છૂટી કરી દો’ કહેતી હતી અને જ્યારે પાએક કલાક પછી ગઈ ત્યારે તેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં, જાણે તેના ઉપર કોઈ મોટો ઉપકાર ચઢાવ્યો ન હોય અને જે કંઈ બની ગયું તેના વિશે કોઈ કરતાં કોઈને પણ એક હરફ નહીં કહે એવું વચન સામે ચાલીને, કોઈ કહે તે પહેલાં પોતાની જાતે જ, તેણે આપ્યું હતું. હવે તેની માને મદદરૂપ થવા ગ્રેગોરની બહેનને રસોઈ કરવી પડતી હતી; એ વાત સાચી કે રસોઈમાં બહુ સમય જતો ન હતો કારણ કે તેઓ ભાગ્યે જ કશું ખાતા હતા. ગ્રેગોર હંમેશાં એક જણ બીજાને ખાવા માટે જે વિનંતીઓ કર્યા કરે તે સાંભળ્યા કરતો : ‘ના, બસ... મારે જેટલું ખાવું હતું એટલું ખાઈ લીધું.’ કે એના જેવો ઉત્તર સાંભળતો. કદાચ તેઓ કશંુ પીતા ન હતા. અવારનવાર તેની બહેન બાપાને પૂછતી : ‘તમારે બીયર નથી પીવો? ચાલો, હું જ તમને લાવી આપું.’ જ્યારે તે કશો ઉત્તર ન આપે ત્યારે ‘બીજા કોઈ પાસે મંગાવી આપું?’ એમ પણ પૂછતી જેથી કરીને બીજી કોઈ ચંતાિ ન થાય પણ તેના બાપાના મોઢામાંથી સ્પષ્ટ ‘ના’ નીકળતી અને વાત ત્યાં પૂરી થઈ જતી. જે દિવસે આ ઘટના બની એ જ દિવસે ગ્રેગોરના બાપાએ કુટુંબની આથિર્ક સ્થિતિ અને ભાવિ પરિસ્થિતિ વિશે પત્નીને અને દીકરીને સમજ પાડી હતી. પાંચેક વરસ પહેલાં તેમનો ધંધો પડી ભાંગ્યો તે વખતે બચાવેલા વાઉચરો અને બીજાં કાગળિયાં તિજોરીમાંથી કાઢવા તે અવારનવાર ટેબલ આગળ ઊઠબેસ કરતા હતા. અટપટું તાળું ખોલાવાનો અને વસાવાનો તથા કાગળિયાંનો અવાજ સાંભળી શકાતો હતો. ગ્રેગોરે પોતાના કારાવાસ પછી આનંદિત કરનારું પહેલું વાક્ય સાંભળ્યું. તેને તો એ જ ખ્યાલ હતો કે તેના બાપાએ ધંધામાં બધું જ ગુમાવી દીધું હતું, એના બાપાએ એથી વધારે કોઈ વાત કરી ન હતી, જોકે ગ્રેગોરે તેમને કદી પૂછ્યું પણ ન હતું. તે વખતે તો બાપાના ધંધાને ઊલટસુલટ કરી નાખનારી અને બધાને સાવ હતાશ કરી નાખનારી દુર્ઘટનાને કુટુંબીજનો ભૂલી જાય એ માટે મદદરૂપ થવાની એક માત્ર ઇચ્છા ગ્રેગોરની હતી. એટલે તે અસામાન્ય ધગશથી કામ કરવા મંડી પડ્યો હતો અને સામાન્ય કારકુન બનવાને બદલે રાતોરાત સેલ્સમૅન બની ગયો હતો, જોકે પૈસા કમાવાની ઘણી બધી તક હતી અને એની સફળતાના પરિણામ રૂપે આનંદિત અને ચકિત થઈ ગયેલાં કુટુંબીજનો આગળ ખણખણતા કલદાર ધરવા માંડ્યા હતા. દિવસો ખૂબ ખૂબ સુખના હતા, એવા સોનેરી દિવસો ત્યાર પછી ઝળહળાટ સાથે ફરી આવ્યા જ ન હતા, જોકે પાછળથી ગ્રેગોર એટલું બધું કમાયો હતો કે આખા કુટુંબનું ભરણપોષણ કરી શકે એમ હતો અને એ કરતો પણ હતો. કુટુંબીજનો અને ગ્રેગોર એનાથી ટેવાઈ ગયા હતા, આભારવશ બનીને પૈસા સ્વીકારાતા હતા અને આનંદપૂર્વક અપાતા હતા. પરંતુ એમની વચ્ચેના સંબંધો હરખાઈ જવાય એવા ન હતા. તેની બહેન સાથેના સંબંધો આત્મીય રહૃાા હતા. ગ્રેગોરને તો સંગીત આવડતું ન હતું, જ્યારે તેની બહેન સંગીતની શોખીન હતી અને વાયોલિન બહુ સારી વગાડી શકતી હતી એટલે બંનેએ ખાનગીમાં નક્કી કર્યું હતું કે બહેન બીજે વર્ષે વાયોલિન શીખવા સંગીતશાળામાં જશે અને એના ભારે ખર્ચને કોઈ રીતે પહોંચી વળાશે. તે જ્યારે ટૂંકી મુલાકાતોએ ઘેર આવતો ત્યારે તેની બહેન સાથેની વાતચીતોમાં અવારનવાર સંગીતશાળાનો ઉલ્લેખ થતો હતો પણ કદી સાચું ન પડનારા સુંદર સ્વપ્ન તરીકે જ હંમેશાં તેની વાત નીકળતી, એને લગતી અમસ્તી વાતચીતને પણ તેના માતાપિતા તો ટાળવા માગતા હતા; છતાં ગ્રેગોરે તો એનો પાક્કો નિર્ધાર કરી લીધો હતો અને નાતાલના દિવસે આ વાત દબદબાપૂર્વક જાહેર પણ કરવાનો હતો. એ બારણાંને વળગીને, ઊભો ઊભો વાતચીત સાંભળતો હતો ત્યારે તેના મનમાં આવા બધા વિચારો ચાલતા હતા પરંતુ તેની અત્યારની પરિસ્થિતિમાં તો બધું અર્થહીન હતું. કેટલીક વખત સાવ થાકી જાય ત્યારે સાંભળવું પડતું મૂકતો અને અસહાય બનીને માથું બારણે ટેકવી દેતો પણ હંમેશાં તરત જ તેને માથું પાછું લઈ લેવું પડતું કારણ કે તેના માથાને કારણે થતો સહેજસરખો અવાજ બાજુના ઓરડામાં તો સંભળાઈ જતો અને બધી વાતચીતો બંધ થઈ જતી. થોડી વારે બાપા કહેતા : ‘એ અત્યારે શું કરતો હશે?’ દેખીતી રીતે જ તેઓ બારણા આગળ આવી જતા અને ત્યાર પછી થોડી વારે અધૂરી રહેલી વાતચીત ધીમે ધીમે ફરી ચાલુ થતી. હવે ગ્રેગોર પૂરતા પ્રમાણમાં માહિતગાર રહેતો હતો. તેના બાપા સમજાવતા સમજાવતા એકની એક વાત વારંવાર કહેતા હતા; કારણ કે એવી બાબતો વિશે તેમનો મહાવરો ઘણા વખતથી છૂટી ગયો હતો અને તેની મા બધી વાતો તરત સમજી શકતી ન હતી એ કારણ પણ ખરું. તેમના ઉપર જે આપત્તિ વર્ષો પહેલાં આવી પડી હતી તેમાંથી થોડાં રોકાણો બચી ગયાં હતાં, એ બહુ મોટી રકમ ન હતી એ વાત સાચી અને વચગાળામાં એમનાં ડિવિડન્ડ વપરાયા વિના પડી રહૃાાં હતાં એટલે મૂડીમાં થોડો વધારો પણ થયો હતો, એટલે દર મહિને જે રકમ લાવતો હતો તે પૂરેપૂરી વપરાતી ન હતી અને હવે એ બચત પણ ખાસ્સી થઈ હતી. બારણાં પાછળથી ગ્રેગોરે આતુરતાથી માથું હલાવ્યું અને આ અણધારી કરકસર અને દીર્ઘદૃષ્ટિ બદલ તેને આનંદ થયો. આ વધારાની રકમ વડે તે સાહેબનાં લેણાં ચૂકવી શકત અને નોકરીમાંથી રાજીનામું આપવાનો દિવસ નજીક લાવી શકત પરંતુ તેના બાપાએ કરેલી ગોઠવણ વધુ સારી હતી એમાં કોઈ શંકા ન હતી. આમ છતાં આ મૂડી એટલી મોટી ન હતી કે તેના વ્યાજમાંથી કુટુંબનો ગુજારો થઈ શકે. કદાચ એક વરસ, બહુ બહુ તો બે વરસ આ મૂડી પર કાઢી શકાય, એનાથી વધારે નહીં. એ મૂળ રકમને તો અડકવાનું જ ન હોય, કોઈ આપત્તિ વખતે જ તેનો ઉપયોગ કરવાનો અને ગુજરાન માટે તો કોઈ ને કોઈ રીતે તો આવક ઊભી જ કરવી રહી. અત્યારે તેના બાપા તંદુરસ્ત હતા પણ તેમની ઉંમર થઈ હતી, છેલ્લાં પાંચ વરસથી કશું કામ તેમણે કર્યું ન હતું અને તેમની પાસે ખાસ આશા રાખી પણ ન શકાય; તેમની મહેનતુ પણ નિષ્ફળ જિંદગીમાં છેલ્લાં પાંચ વરસ આરામમાં વીત્યાં હતાં અને એ થોડા સ્થૂળ તથા સુસ્ત બની ગયા હતા અને ગ્રેગોરની દમિયલ મા ક્યાંથી કમાવા જવાની હતી, દમને કારણે તો ફલેટમાં ચાલવાથી પણ તેને હાંફ ચડતો હતો અને દર આંતરે દિવસે ખુલ્લી બારી પાસેના સોફા પર શ્વાસ લેવા માટે પડી રહેવું પડતું હતું અને જેને હજુ માંડ સત્તર વરસ થયાં હોય, જેની જંદિગી આરામમાં વીતી હોય; શોખથી કપડાં પહેરતી હોય; મોડે સુધી ઊંઘ્યા કરતી, ઘરના કામકાજમાં મદદ કરતી, સામાન્ય પ્રકારના મનોરંજન માટે ક્યારેક બહાર જતી અને વાયોલિન વગાડ્યા કરતી બહેન શું કમાવા જવાની હતી? શરૂશરૂમાં તો જ્યારે જ્યારે પૈસા કમાવાની જરૂરિયાતની વાત નીકળતી ત્યારે ત્યારે બારણા પરની તેની પકડ ઢીલી થઈ જતી અને તે પાસેના ઠંડા ચામડાના સોફા પર ઢળી પડતો; શરમ અને દુઃખ તેને ઘેરી વળતાં. ઘણી વાર તે લાંબી રાતો જાગીને વિતાવતો, કલાકો સુધી ચામડા પર શરીર ઘસ્યા કરતો અથવા બારી પાસે આરામખુરશી ખસેડવાનું ભગીરથ કાર્ય કરતો, પછી બારીની પાળ પર સરી જતો. ખુરશીનો ટેકો લઈને, બારીની તકતીઓને અઢેલીને બેસી રહેતો; બારી બહાર દૃષ્ટિપાત કરવાથી એક પ્રકારની મોકળાશનો જે અનુભવ ભૂતકાળમાં થયો હતો તેને સ્વાભાવિક રીતે જ તે વાગોળ્યા કરતો. વાસ્તવમાં દિવસે દિવસે તેનાથી સહેજ જ દૂરની વસ્તુઓ તેને ઝાંખી લાગતી હતી. શેરીને છેવાડે આવેલી જે હોસ્પિટલને હંમેશાં સામે ને સામે દેખાયા કરતી હોવાને કારણે ભાંડ્યા કરતો હતો તે હવે તેની દૃષ્ટિમર્યાદાની બહાર જઈ પહોંચી હતી અને જો તેને એ જાણ ન હોત કે તે શાંત અને ગમે તેમ તોય શહેરની શેરી શાર્લોત સ્ટ્રીટમાં રહેતો હતો તો તેની બારીમાંથી નર્યો સૂનો વિસ્તાર જ દેખાય છે, ભૂખરું આકાશ અને ભૂખરી ધરતી એકબીજામાં સાવ ભળી ગયાં છે એમ માની લેત. તેની ચપળ બહેનને બે વખત ખુરશી બારી પાસે હતી એટલો ઇશારો જ પૂરતો હતો; ત્યાર પછી જ્યારે તે ઓરડો સાફસૂફ કરતી ત્યારે હંમેશાં ખુરશી બારી આગળ એ જ જગ્યાએ મૂકી રાખતી અને તેના હાથા પણ પહોળા કરી રાખતી.
જો તે એની બહેન સાથે બોલી શકતો હોત અને એને માટે તેણે જે જે કરવું પડતું હતું તે બદલ આભાર માની શકતો હોત તો તે એની આ મદદ વધુ સારી રીતે સ્વીકારી લેત; પણ આ બધા સંજોગોમાં તેની મદદ ગ્રેગોરને અકળાવી નાખતી હતી. તે હંમેશાં પોતાના આ અણગમતા કામકાજને શક્ય એટલી હદે સહૃા બનાવવાનો પ્રયત્ન કરતી જ હતી. સમય જેમ જેમ વીતતો ગયો તેમ તેમ તેને વધારે ને વધારે સફળતા મળતી ગઈ તથા સમયના વીતવા સાથે ગ્રેગોરને પણ વધુ મનોરંજન સાંપડતું ગયું. તે અંદર જે રીતે દાખલ થતી તે જોઈને ગ્રેગોર દુઃખી થઈ જતો હતો. ઓરડામાં દાખલ થતાંવેંત તે બારી પાસે ધસી જતી, બારણું વાસવામાં પણ તે જરાય વાર લગાડતી નહીં; બીજા ઓરડાઓમાંથી ગ્રેગોરનો ઓરડો દેખાય નહીં તેની કાળજી તે સામાન્ય રીતે રાખતી; ઓરડામાં જાણે ગૂંગળાઈ જતી હોય તેમ ઉતાવળે ખુરશીના હાથા ખુલ્લા કરી દેતી. ભયાનક ઠંડી હોય તો પણ ખુલ્લી બારી આગળ થોડી વાર ઊભા રહીને ઊંડા શ્વાસ લેતી. તેની આ ધાંધલધમાલ દિવસમાં બે વખત ગ્રેગોરને હેરાનપરેશાન કરી મૂકતી. ગ્રેગોર જાણતો હતો કે જો તેની હાજરીમાં બારી ખોલ્યા વિના તેની બહેનથી સ્વસ્થ રીતે ઊભા રહી શકાતું હોત તો તેણે ગ્રેગોરને આ યાતનામાંથી ચોક્કસ ઉગારી જ લીધો હોત; તે એ સમય દરમિયાન સોફા નીચે ધ્રૂજતો ભરાઈ જતો હતો.
ગ્રેગોરના આ સ્વરૂપાંતર પછી એકાદ મહિને તેનો દેખાવ જોઈને ચોંકી ઊઠવાનું કોઈ કારણ ન હતું. તે દિવસ રોજના સમય કરતાં તે થોડી વહેલી આવી અને ગ્રેગોરને ચુપચાપ ઊભા રહીને બારીબહાર તાક્યા કરતો અને ભૂતપે્રત જેવો જ લાગે એ રીતે ઊભેલો જોયો. તે ઓરડામાં આવી જ ન હોત તો ગ્રેગોરને આશ્ચર્ય ન થાત; કારણ કે તેની હાજરીમાં તો તે બારી તરત ખોલી ન શકત; પરંતુ તેણે એકદમ પાછાં ડગલાં ભર્યાં એટલું જ નહીં તે એકાએક ચોંકી ઊઠી અને ધડામ્ કરતું બારણું વાસી દીધું; કોઈ અજાણ્યાને તો એમ જ લાગે કે અંદર આવતાંવેંત ગ્રેગોર એને કરડવા તૈયાર હતો. હા – તે તરત સોફા નીચે ભરાઈ ગયો પણ બપોરે તે આવી ત્યાં સુધી તેને રાહ જોવી પડી અને બીજા દિવસોની સરખામણીમાં થોડી અસ્વસ્થ લાગતી હતી. એનાથી તેને ખ્યાલ આવ્યો કે પોતાને જોઈને તેને હજુ પણ કેટલી બધી જુગુપ્સા થતી હતી; અને આ જુગુપ્સા જતી રહેવાની ન હતી. સોફાની બહાર તેની થોડી કાયા દેખાઈ જતી હતી એ જોઈને ભાગી ન જવા માટે તેને કેટલો બધો પ્રયત્ન કરવો પડતો હશે. એટલે આ પરિસ્થિતિમાંથી તેને ઉગારી લેવા માટે એક દિવસ તે ચાર કલાકની જહેમતને અંતે પોતાની પીઠ પર ચાદર લઈને સોફા સુધી પહોંચ્યો અને તે પૂરેપૂરો ઢંકાઈ જાય એ રીતે તેણે ચાદર ગોઠવી, તે વાંકી વળીને જુએ તો પણ નજરે ન પડે. જો એ ચાદર તેને બિનજરૂરી લાગી હોય તો તો તેણે સોફા પરથી ચોક્કસ ખસેડી લીધી હોત કારણ કે આ રીતે આડશ કરવાથી કે પોતાની જાતને આમ સંતાડેલી રાખવાથી ગ્રેગોરને રાહત તો થવાની જ ન હતી પરંતુ તેની બહેને તો ચાદર જ્યાં હતી ત્યાં ને ત્યાં જ રાખી મૂકી; આ નવી વ્યવસ્થા તેને કેવી લાગે છે એ જોવાને જ્યારે ખૂબ સંભાળપૂર્વક ચાદરમાંથી જરાક અમસ્તું માથું બહાર કાઢ્યું ત્યારે તેની બહેનની આંખોમાં આભારની છાયા હતી એવો પણ તેને ભાસ થયો. શરૂઆતના પંદરેક દિવસ તો તેનાં માબાપ એ ઓરડામાં દાખલ થવાની હિંમત કરી જ શક્યાં ન હતાં, તેની બહેન જે કરતી હતી તે બદલ તેમને અવારનવાર આભાર માનતા સાંભળતો હતો; ભૂતકાળમાં તો તે સાવ નકામી છોકરી છે એમ માનીને વારંવાર તેને ઠપકો આપતાં હતાં. પરંતુ હવે તે ગ્રેગોરના ઓરડામાં સાફસૂફી કરતી હોય ત્યારે તેના મા અને બાપ બંને ઉંબરા આગળ ઊભા રહેતાં હતાં અને બહાર આવતાંવેંત ઓરડાની પરિસ્થિતિનો ચિતાર આપતો પડતો; ગ્રેગોરે શું ખાધું તેની, તેણે શું શું કર્યું તેની તથા તેની પરિસ્થિતિમાં કશો સુધારો થયો કે નહીં તેની રજેરજ વિગત કહેવી પડતી હતી. વળી તેની માને હવે ગ્રેગોરને મળવાની વધુ ઉતાવળ આવી હતી પરંતુ તેના બાપાએ અને બહેને સમજાવીને અટકાવી હતી, ગ્રેગોરે ધ્યાનપૂર્વક બંનેની દલીલો સાંભળી અને એ સ્વીકારી પણ લીધી. જોકે પાછળથી તો તેને બળ વાપરીને રોકી રાખવી પડી અને જ્યારે તે બરાડી ઊઠી : ‘મને ગ્રેગોર પાસે જવા દો; એ મારો અભાગિયો દીકરો છે; તમે કેમ સમજતા નથી કે મારે તેની પાસે જવું જ જોઈએ?’ ત્યારે તેને લાગ્યું કે દરરોજ નહીં તો અઠવાડિયામાં એકાદ વખત તેને આવવા દેવી જોઈએ. છેવટે તેની બહેન કરતાં તેની માને પરિસ્થિતિનો ખ્યાલ વધુ સારી રીતે આવે; તેની બહેન ગમે તેટલા પ્રયત્ન કરતી હતી તો પણ તે બાળક કહેવાય અને આટલી અઘરી જવાબદારી તેણે બાળકબુદ્ધિથી વગર વિચાર્યે સ્વીકારી લીધી હતી. માને જોવાની ગે્રગોરની ઇચ્છા બહુ જલદી પાર પડી. દિવસે તો તેના માબાપનો વિચાર કરીને તે બારી આગળ ઊભો રહેતો ન હતો; પરંતુ ફરસ પર હરવાફરવાની જગ્યા બહુ ઓછી હતી એટલે તે ઝાઝે દૂર સરકી શકતો ન હતો અને આખી રાત તે એક જગ્યાએ સ્થિર રહી પણ શકતો ન હતો. અત્યાર સુધી ભોજનમાં તેને જે રસ પડતો હતો તે પણ હવે લેતો બંધ થયો હતો એટલે માત્ર મન બહેલાવવા માટે ઓરડાની ભીંતો અને છત ઉપર સરકવાની તેણે આદત પાડી, છત પર લટકી રહેવાની તેને મજા આવતી હતી. જમીન પર પડી રહેવા કરતાં એ વધારે સારું લાગતું હતું; એને કારણે સહેલાઈથી શ્વાસ લઈ શકાય, શરીર ખૂબ જ હળવું બનીને ઝૂલી શકે; આમ લટકવામાં એટલો બધો આનંદ થતો હતો કે તેના આશ્ચર્ય વચ્ચે તે જમીન ઉપર પડી પણ જતો હતો. છતાં હવે પહેલાં કરતાં શરીર ઉપર વધારે અંકુશ રાખી શકતો હતો અને આટલા મોટા પછડાટથી પણ તેને ઇજા થતી ન હતી. ગ્રેગોરે પોેતે શોધી કાઢેલા આ નવા કાર્ય વિશે તેની બહેને એક વખત ટીકા કરી હતી. એ જ્યાં સરકતો હતો ત્યાં તેના પગના તળિયે રહેલા ચીકણા પ્રવાહીના ડાઘ પડી જતા હતા એટલે આમતેમ ચાલવાની જેટલી વધુ જગ્યા આપી શકાય તેટલું સારું એવો વિચાર તેની બહેનને આવ્યો; તેની વચ્ચે આવતા રાચરચીલાને અને તેમાંય ખાસ કરીને ખાનાંઓવાળું કબાટ અને લખવાનું ટેબલ ખસેડી લીધાં હોય તો! પણ તેનાથી એેકલે હાથે તો આ કામ થઈ એમ ન હતું; તેના બાપાને કહેવાની તેનામાં હિંમત ન હતી; રસોયણના જતા રહૃાા પછી ત્યાં ટકી રહેનારી સોળ વરસની કામવાળીની પણ મદદ માંગી ન શકાય કારણ કે રસોડાનું બારણું હંમેશાં બંધ રાખવાની અને ખાસ કામ હોય તો જ ખોલવાની વાત તેણે વિનંતી કરીને કબૂલાવી હતી; એટલે પછી તેના બાપા ન હોય ત્યારે તેની માની મદદ લીધા સિવાય બીજો કોઈ વિકલ્પ રહૃાો ન હતો. હરખભરી અધીરાઈથી એ પ્રૌઢ સ્ત્રી આવી તો ખરી પણ બારણા આગળ જ તેનો બધો ઉત્સાહ ઓસરી ગયો. જોકે માને અંદર દાખલ કરતાં પહેલાં ગ્રેગોરની બહેને અંદર આવીને બધું વ્યવસ્થિત છે કે નહીં તેની ખાતરી કરી, ખૂબ જ ઉતાવળે ગ્રેગોરે ચાદર હટાવી અને સોફા ઉપર કોઈએ સહજ રીતે જ ફેંકી છે એવી લાગે એ રીતે જેમ તેમ વાળેલી મૂકી દીધી અને આ વખતે તેણે માથું બહાર કાઢ્યું નહીં; આ પ્રસંગે માને નિહાળ્યાનો આનંદ તેણે જતો કર્યો, તે આવી તો ખરી એમ માનીને આનંદ વ્યક્ત કર્યો. તેની બહેન બોલી : ‘આવ ને અંદર, તે નજરે નહીં પડે.’ સ્વાભાવિક રીતે જ તેની બહેન માનો હાથ પકડીને દોરી રહી હતી. વજનદાર જૂનું કબાટ એની જગ્યાએથી ખસેડવા માટે એ બંને સ્ત્રીઓેે ઝઝૂમી રહી હતી એ ગ્રેગોર સાંભળી શકતો હતો; મોટા ભાગની મહેનત તો તેની બહેન જ કરતી હતી અને આ રીતે ખૂબ થાકી જવાશે એમ માનીને તેની મા જે ઠપકો આપી રહી હતી એની પરવા પણ કરતી ન હતી. એમાં ખાસ્સો સમય વીતી ગયો. પાએક કલાક આમ તેમ હચમચાવ્યા પછી તેની માએ કહૃાું. ‘એના કરતાં જ્યાં છે ત્યાં જ રહેવા દીધું હોય તો...એક તો એ વધારે પડતું ભારે છે અને તારા બાપા આવે એ પહેલાં એને ખસેડી જ શકાવાનું નથી. અને આમ ઓરડાની વચ્ચે જો પડી રહેશે તો ગે્રગોરની હિલચાલને અડચણરૂપ થશે; વળી ફનિર્ચર હટાવવાથી ગ્રેગોરને સવલત જ મળશે એમ ચોક્કસ કહી શકાય નહીં.’ તે તો એનાથી અવળું જ માનતી હતી; આખો ઓરડો સાવ ખાલીખમ હોય તો તો હું જ ગભરાઈ જઉ અને ગ્રેગોર પોતાના ફનિર્ચરથી એટલો બધો ટેવાઈ ગયો છે કે એના વિના તો સોરાઈ મરશે. પછી ધીમા અવાજે તે બોલી; રખેને ગ્રેગોરના કાને તેના લહેકા પણ પડી જશે એ બીકે તે આ બધો સમય સાવ ધીમા અવાજે ગણગણતી જ રહી હતી. ગ્રેગોર ક્યાં છે તેની તો ખબર જ ન હતી. તેને ખાત્રી હતી કે ગ્રેગોર તેની ભાષા સમજી જ ન શકે. ‘એનું ફનિર્ચર લઈ લઈશું તો એવું નહીં લાગે કે તેના સાજા થવાની આશા છોડી દીધી છે અને ઠંડે કલેજે આપણે એને ભગવાન ભરોસે છોડી દઈએ છીએ? એનો ઓરડો જેવો છે તેવો જ રાખી મૂકવો જોઈએે એમ લાગે છે. એ જ્યારે સાજો થઈ જાય ત્યારે આ બધું એવું ને એવું જુએ અને વચગાળામાં જે બન્યું એ સહેલાઈથી ભૂલી શકે; તેની માના શબ્દો સાંભળીને ગ્રેગોરને લાગ્યું કે બે મહિનાથી કોઈની સાથે વાતચીત કરી નથી તેને લીધે અને કુટુંબજીવન સાવ યંત્રવત્ થઈ ગયું છે તેને કારણે તેના મનમાં ઘણું બધું અસ્પષ્ટ રહી જતું હતું, નહીંતર તો એનો ઓરડો ખાલીખમ થઈ જાય એવું તે આતુરતાથી ઇચ્છતો ન હતો? જૂના રાચરચીલાથી ભર્યો ભર્યો, સગવડભર્યો અને હૂંફાળો ઓરડો પછી સાવ ખાલી ગુફા જેવો જ બની જાય; એમાં એ નિરાંતે, કોઈ પણ જાતની અડચણ વિના સરકી શકે ખરો પરંતુ પોતાના બધા જ માનવીય સંદર્ભોની સ્મૃતિ પણ સાથે સાથે જતી કરવાની ને! તે વિસ્મૃતિની એટલી બધી હદે પહોંચી ગયો હતો કે ઘણા લાંબા સમયે સાંભળવા મળેલા તેની માના અવાજે તેને પાછો આણ્યો. આ ઓેરડામાંથી કશું ખસેડવાનું નથી, જે વસ્તુ જ્યાં હોય ત્યાં જ રાખવાની, આ રાચરચીલાને કારણે એને થોડું સારું લાગે છે એ લાભ તે ગુમાવવા માંગતો ન હતો; તે આમતેમ સરકવા કરતો હતો તેમાં આ બધી વસ્તુઓને કારણે મુશ્કેલી ઊભી થતી હતી તે છતાં એ ગેરલાભ નહીં પણ મોટો લાભ હતો. દુર્ભાગ્યે તેની બહેન એથી અવળો અભિપ્રાય ધરાવતી હતી; ગ્રેગોરને લગતી બાબતોમાં તેના માબાપ કરતાં તેને વધુ સમજ પડે છે એમ માનવાને તે ટેવાઈ ગઈ હતી અને તેની પોતાની આ લાગણી ખોટી ન હતી. એટલે તેની માની સલાહને અવગણીને બધું રાચરચીલું ખસેડી લેવા માંગતી હતી. શરૂઆતમાં તો તે માત્ર કબાટ અને લખવાનું ટેબલ જ ખસેડવાની વાત કરતી હતી પણ હવે તો ખૂબ જરૂરી સોફા સિવાય બીજું બધું લઈ લેવા માંગતી હતી. તેનો આ નિર્ધાર માત્ર બાળહઠનું કે તાજેતરમાં અણધારી રીતે વિકસાવેલા તથા જેની કંમિત આપવી પડેલા તેવા આત્મવિશ્વાસનું પરિણામ ન હતો. ખરેખર તેને ખ્યાલ તો આવી ગયો હતો કે ગ્રેગોરને હરવાફરવા માટે ખાસ્સી જગ્યા જોઈશે. વળી આમ જોવા જઈએ તો તેને ફનિર્ચરની એવી કશી જરૂર ન હતી. આમાં એક કિશોરીના ઉત્સાહપૂર્ણ વ્યક્તિત્વનુંં પરિબળ પણ ઉમેરાયું હોય, ગે્રટા પોતાના ભાઈના સંજોગોની ભયાનકતાને અતિશયોક્તિપૂર્ણ બનાવીને એને માટે જે કંઈ કરવું પડે તે કરવાની એકેએક તક ઝડપી લેવા આતુર રહેતી. જે ઓરડાની ખાલીખમ દીવાલોનો ગ્રેગોર સાવ એકલો ભોગવટો કરી રહૃાો હતો તે ઓરડામાં તેની બહેન સિવાય બીજું કોઈ ભાગ્યે જ પગ મૂકવાનું હતું અને એટલે જ તેને આ નિર્ણયમાંથી તેની મા ડગાવી ન શકી, તે તો ગ્રેગોરના ઓરડામાં ખૂબ અસ્વસ્થ થઈ ગઈ અને અવઢવમાં પડી ગઈ, બહુ જલદી તેને મૂંગા થઈ જવું પડ્યું, અને તે કબાટ બહાર ખસેડી લેવા માટે શક્ય તેટલી મદદ દીકરીને કરવા તૈયાર થઈ. આ તરફ જો એવું થાય તો કબાટ વિના ચલાવી લેવા ગે્રગોર તૈયાર હતો પણ લખવાનું ટેબલ તો તેને જોઈએ જ, જ્યાં એ બે સ્ત્રીઓએ કણસતાં કણસતાં તેના ઓરડામાંથી કબાટ બહાર કાઢ્યું ત્યાં શક્ય તેટલી સાવચેતીથી અને સહાનુભૂતિથી તે કેવી રીતે અટકાવી શકે તે જોવા માટે ગ્રેગોરે સોફા નીચેથી પોતાનું માથું બહાર કાઢ્યું પણ તેના દુર્ભાગ્યે ઓરડામાં તેની મા વહેલી આવી અને બીજા ઓરડામાં એકલે હાથે કબાટ સાથે માથાકૂટ કરતી ગ્રેટાને એકલી મૂકી; પણ તે જરાય ચસકતું ન હતું. આમ છતાં તેની મા ગ્રેગોરને જોવાને ટેવાયેલી ન હતી એટલે પોતાને જોઈને ચિતરી ન ચઢે માટે તે સાવચેતીના પગલા રૂપે સોફાને બીજે છેડે ભરાઈ ગયો, પણ સામે ચાદરને જરા જરા ઝૂલતી અટકાવી ન શક્યો. તેને સાવધાન કરી દેવા માટે આટલું પૂરતું હતું. તે ઘડીભર સ્થિર ઊભી રહી ગઈ અને પછી ગ્રેટા પાસે જઈ પહોંચી. ગ્રેગોર પોતાની જાતને કશું અસામાન્ય બની નથી રહ્યું, માત્ર થોડું રાચરચીલું જ આમ તેમ થઈ રહ્યું છે એવું મનાવતો રહૃાો હોવા છતાં તેને છેવટે સ્વીકારવું પડ્યું કે આ બે સ્ત્રી જે રીતે આવજા કરી રહી હતી, તેમના ઝીણા ઝીણા ઊંહકારા, ફરસ પરથી ઘસડાયા કરતું રાચરચીલું – આ બધું જાણે ચારે બાજુથી આવી પડેલા મોટા વિક્ષેપ જેવું લાગતું હતું. પગ અને માથાને ગમે તેટલા સંકોચી દે અને પોતાની જાતને ફરસ સાથે ચિપકાવી દે તો પણ તે આ બધું વેઠી શકે એમ ન હતો. તેઓ એનો ઓરડો સાવ ખાલી કરી રહૃાાં હતાં; એને પ્રિય એવી બધી વસ્તુઓ તેઓ ખસેડી રહૃાાં હતાં; જેમાં તે કરવત અને બીજાં સાધનો મૂકી રાખતો હતો તે કબાટ જતું રહ્યું; હવે તેઓ લખવાનું ટેબલ છૂટું કરી રહૃાાં હતાં અને તેના બધા ભાગ ફરસ પર પડ્યા હતા; કોમર્સ સ્કૂલમાં અને ગ્રામર સ્કૂલમાં ભણતો હતો ત્યારે તેણે બધું ગૃહકાર્ય આ જ ટેબલ પર કર્યું હતું. આ બે સ્ત્રીઓના સારા આશયો વિશે વિચાર કરવા માટેનો સમય તેની પાસે ન હતો; તે બંનેના અસ્તિત્વને ક્યારનો ભૂલી ગયો હતો કારણ કે હવે બંને એટલાં બધાં થાકી ગયાં હતાં કે તેમનાં પગલાં ઘસાવાના ભારે અવાજ સિવાય બીજું કશું સંભળાતું ન હતું, તેઓ ચુપચાપ બધી મહેનત કરી રહૃાાં હતાં. અને એટલે તે બહાર ધસી ગયો – બંને સ્ત્રીઓ બાજુના ઓરડામાં શ્વાસ ખાવા માટે ટેબલને અઢેલીને હજુ તો માંડ ઊભી રહી હતી અને ચાર વખત તેણે દિશાઓ બદલી કારણ કે સૌથી પહેલાં શાનો બચાવ કરવો એની સૂઝ તેને પડતી ન હતી. પછી સામી ભીંતે રૂંવામાં ખાસ્સી એવી લપેટાયેલી સ્ત્રીના એક ચિત્રથી તે અંજાઈ ગયો; એ ભીંત બીજી રીતે સાફ થઈ ગઈ હતી, એ તરત જ સરક્યો અને વળગી રહેવા માટે સારી સપાટી ગણાય એવા કાચને ચોંટી ગયો અને પોતાના ગરમ પેટને રાહત આપી. પોતાના તળિયે પૂરેપૂરું ઢંકાઈ ગયેલું આ ચિત્ર કોઈએ હટાવવાનું નથી. એ સ્ત્રીઓ પાછી આવે ત્યારે એમનું નિરીક્ષણ કરી શકાય એટલા માટે તેણે પોતાનું માથું બેઠકખંડના બારણાની દિશામાં રાખ્યું. તેઓએ બહુ આરામ ન કર્યો અને આ તરફ આવવા માંડ્યું. ગ્રેટાએ પોેતાનો હાથ માની આસપાસ વીંટાળ્યો હતો અને જાણે એને ટેકો આપી રહી હતી. ‘હંઅ.. ચાલો, હવે આપણે શું લઈ જઈશું?’ આમતેમ જોઈને ગ્રેટાએ પૂછ્યું. ભીંત ઉપર ચીપકેલા ગ્રેગોરની અને તેની આંખો સામસામે મળી. તેણે આમ તો પોતાની માને ખાતર જ સ્વસ્થતા જાળવી રાખી. તે જાણે હળવા અને સહજ અવાજે બોલી: ‘ચાલ, હમણાં તો આપણે બેઠકખંડમાં પાછા જઈએ.’ ગ્રેગોર તેની બહેનનો આશય સ્પષ્ટ રીતે સમજી ગયો. તે માને સુરક્ષિત જગ્યાએ બેસાડીને ગ્રેગોરને ભીંતેથી ભગાડી મૂકવા માગતી હતી. એમ, જરા કરી તો જુએ... તે ચિત્રને વળગી રહેશે અને પોતાની હાર નહીં માને. જો જરૂર જણાશે તો ગ્રેટાના ચહેરા પર ઊડીને પડશે. પરંતુ ગ્રેટાના શબ્દોએ તેની માને અસ્વસ્થ કરી મૂકી, તેણે એક બાજુએ સરીને ફૂલોની ભાતવાળા વોલપેપર પર વિશાળ કથ્થઈ આકૃતિ જોઈ અને નજરે પડેલી આકૃતિ ગ્રેગોરની હતી તેનો ખ્યાલ આવે તે પહેલાં જ મોટા, કર્કશ અવાજે ચીખી ઊઠી: ‘હે ભગવાન! હે ભગવાન!’ જાણે કોઈ ભૂતપ્રેતને જોયું ન હોય એમ હાથ પહોળા કરીને સોફા પર ફસડાઈ પડી, હાલીચાલી નહીં : ‘ગ્રેગોર!’ તેની બહેને મુક્કો ઉગામીને તેની સામે જોયું. ગે્રગોરના સ્વરૂપાંતર પછી પહેલી વાર ગ્રેટાએ તેને સીધું સંબોધન કર્યું હતું. તેની માને આવી ગયેલી મૂર્ચ્છામાંથી જગાડવા માટે તે બાજુના ઓરડામાં કશુંક સુવાસિત દ્રવ્ય લેવા દોડી ગઈ. ગ્રેગોર પણ મદદ કરવા માગતો હતો, હજુ પણ એ ચિત્ર ઉગારી લેવા સમય હતો પણ તે કાચ ઉપર એકદમ ચપોચપ ચોંટી ગયો હતો, અને ત્યાંથી મુક્ત થવા તેણે ખૂબ જોેર વાપરીને શરીરને અલગ કરવું પડ્યું. તે પોતાની બહેનને હંમેશાં સલાહસૂચન આપતો હતો, એ રીતે અત્યારે પણ આપી શકે છે એમ માનીને બાજુના ઓરડામાં તેની બહેનની પાછળ પાછળ દોડવા ગયો પણ અત્યારે લાચારીથી ઊભા રહેવું પડ્યું; એ દરમ્યાન ગે્રટા નાની નાની શીશીઓ ફંફોસી વળી અને પાછી ફરી ત્યારે ગ્રેગોરને જોઈને ચોંકી ઊઠી; એક શીશી જમીન પર પડી અને ફૂટી ગઈ; કાચની એક કરચે ગ્રેગોરના ચહેરા પર ઊઝરડો પાડ્યો; ધાતુઓ ખવાઈ જાય એવી કોઈ દવાનો તેના પર છંટકાવ થયોે; એક ક્ષણ પણ થોભ્યા વિના ગ્રેટા લઈ જઈ શકાય એટલી બધી શીશીઓેે હાથમાં ઝાલીને તેની મા પાસે દોડી ગઈ; પગ વડે બારણું પછાડીને વાસી દીધું; ગે્રગોર હવે માથી અલગ પડી ગયો, કદાચ તેને કારણે માનો જીવ જોખમમાં આવી પડ્યો હતો. તેની બહેન ડરી જાય એ બીકે તેણે બારણું ખોલવાની હિંમત કરી નહીં; બહેનને તેની મા પાસે રોકાઈ જ રહેવું પડ્યું. રાહ જોવા સિવાય તે કશું કરી શકે એમ ન હતો. આત્મનંદાિ અને ચિંતાગ્રસ્ત બનીને ભીંત, રાચરચીલું, છત આ બધાં ઉપર તે આમતેમ સરકવા લાગ્યો; જ્યારે આખો ઓરડો તેની આસપાસ ઘૂમતો લાગ્યો ત્યારે તે હતાશ થઈને છેવટે ટેબલ ઉપર વચ્ચે પડી ગયો. થોડો સમય પસાર થયો; ગ્રેગોર હજુ પણ ત્યાં નબળાઈ અનુભવતો પડ્યો હતો, ચારે બાજુ ચુપકીદી હતી: કદાચ એ સારી નિશાની હતી. અને ત્યાં પ્રવેશદ્વારની ઘંટડી વાગી. નોકરાણી તો રસોડામાં પુરાઈ રહી હતી અને ગ્રેટાએ જ બારણું ખોલવું પડે એમ હતું, તેના બાપા આવ્યા હતા. આવીને તરત તેમણે પૂછ્યું : ‘શું ચાલી રહૃાું છે?’ ગ્રેટાના ચહેરાએ બધી વાત જણાવી દીધી લાગે છે. પોતાનું માથું બાપાની છાતીમાં છુપાવીને ગ્રેટાએ સાવ ધીમા અવાજે વાત કરી, ‘મા બેહોશ થઈ ગઈ હતી, પણ હવે સારું છે. ગ્રેગોર નાસભાગ કરી રહૃાો છે.’ તેના બાપાએ કહૃાું, ‘મને એનો જ ડર હતો. તમને મેં કહૃાું જ હતું ને! પણ તમે બૈરાંઓ મારી વાત સાંભળો શાના?’ ગ્રેગોરને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો કે ગ્રેટાની આટલી બધી ટૂંકી વાતનો બાપાએ સાવ ભળતો જ અર્થ કાઢ્યો હોવો જોઈએ અને તેમણે માની લીધું કે મેં કોઈ હિંસક કૃત્ય કર્યું હશે. એટલે ગ્રેગોરે તેમને શાંત પાડવા જોઈએ કારણ કે સમજાવટ માટે સમય નથી અને સાધન પણ નથી. અને એટલા માટે તે પોતાના ઓરડાના બારણા આગળ જતો રહૃાો અને દીકરાનો આશય ખૂબ સારો છે, તે પોતાના ઓરડામાં પાછો જતો રહેવા તૈયાર છે, એને ત્યાં ધકેલી દેવાની જરૂર નથી, માત્ર બારણું ખૂલે એટલે તરત તે ત્યાંથી જતો રહેશે વગેરેનો ખ્યાલ તેના બાપાને આવી શકે એટલા માટે તે બારણાને વળગીને ઊભો. આમ છતાં આટલું બધું ઝીણું ઝીણું પારખવાના મિજાજમાં તેના બાપા ન હતા. આવતાંવેંત તે ગુસ્સામાં અને આવેશમાં બરાડી ઊઠ્યા: ‘ઓહ!’ ગે્રગોરે બારણા પાછળથી માથું કાઢ્યું અને તેમની સામે જોયું. તેમની આવી છબિ તો તેણે કલ્પી ન હતી. એ વાત સાચી કે ઘરમાં શું બની રહૃાું છે એ જાણવામાં પહેલાં જેટલો રસ તે લેતો ન હતો. આખી છત પર સરક્યા કરવાની નવી રમતમાં વધુ રસ પડતો હતો અને ઘરમાં થોડા ફેરફાર માટે તેણે ખરેખર થોડી તૈયારી રાખવી જોઈતી હતી. અને છતાં આ તેના બાપા હોઈ શકે ખરા? ગ્રેગોર ધંધાર્થે બહારગામ જાય ત્યારે લોથપોથ થઈને પડી રહેતા તેના બાપા, ઘેર પાછા આવતા ગ્રેગોરનો ડે્રસીંગ ગાઉન પહેરીને, આરામખુરશીમાં બેસીને આવકારતા તેના બાપા, મળતી વખતે ઊભા ન થતા પણ હાથ ઊંચા કરતા અને વરસમાં એકાદ બે રવિવારે કે મોટા તહેવાર પ્રસંગે કુટુંબીજનો સાથે માંડ બહાર નીકળતા તેના બાપા; રસ્તા પર ધીમે ધીમે ચાલતા, મોટા ઓવરકોટમાં લપાઈને પ્રત્યેક ડગલે ખૂબ જ સાવચેતીથી વાંકા હાથાવાળી લાકડીની મદદથી મહામહેનતે આગળ વધતા તેના બાપા, જ્યારે તેઓ કશું કહેવા માગતા હોય ત્યારે લગભગ અટકી જતા અને ટેકો કરનારાને પોતાની આસપાસ ઊભા કરી દેતા તેના બાપા આ? અત્યારે તો તે ખૂબ જ સજ્જ થઈને ઊભા હતા; બેંકના પટાવાળા પહેરે છે તેવો સોનેરી બટનવાળો ભૂરો ગણવેશ તેમણે પહેર્યો હતો. જેકેટના અક્કડ અને ઊંચા કોલર પર તેમની અણિયાળી અને ભરાવદાર હડપચી બહાર નીકળી આવી હતી; ભરાવદાર ભ્રમરો નીચેથી કાળી આંખો તાજગીભર્યા અને વેધક દૃષ્ટિપાતો ફેંકતી હતી. એક જમાનામાં વેરવિખેર રહેતા ધોળા વાળ અત્યારે બરાબર વચ્ચેથી પાંથી પાડીને ગોઠવેલા હતા અને ચમકતા હતા. કદાચ કોઈ બેંકનો હોેય એવો સોનેરી અક્ષરવાળો બિલ્લો ધરાવતી કેપ સોફા ઉપર તેમણે ફંગોળી; જેકેટના છેડા પાછળ રાખીને, પાટલૂનના ખિસ્સામાં હાથ નાખીને ગ્રેગોરની દિશામાં ભારેખમ ચહેરે આગળ વધ્યા. તેમને પોતાને એ શું કરવા માગતા હતા એની કશી જાણ ન હોય એ શક્ય હતું; ગમે તેમ પણ પોતાના પગ વધુ પડતા ઊંચા કરી કરીને મૂકતા હતા; તેમના જોડાના તળિયાનું વિશાળ કદ જોેઈને ગ્રેગોર તો સાવ ડઘાઈ ગયો હતો. પણ તેમની સાથે તે ઊભા રહેવાની હિંમત કરી શકે તેમ ન હતો. પોતાની આ નવી જિંદગીના પહેલા દિવસથી જ તેને ખ્યાલ આવી ગયો હતો કે મારા બાપા મારી સાથે ખૂબ જ સખતાઈથી કામ લેવા માગતા હતા. એટલે તે તેના બાપાની આગળ આગળ દોડતો હતો, તેઓ જ્યારે ઊભા રહી જાય ત્યારે તે ઊભો રહી જતો હતો અને તેઓ જ્યારે કોઈ પણ પ્રકારની હિલચાલ કરે ત્યારે ઉતાવળે દોડવા માંડતો હતો. આ રીતે તેઓ કશુંય નક્કર કર્યા વિના ઓરડામાં કેટલાય આંટા મારતા રહૃાા અને આ આખું દૃશ્ય કોઈનો પીછો પકડ્યાનું લાગતું જ ન હતું કારણ કે તેમની હિલચાલ સાવ મંદ ગતિએ ચાલતી હતી. આટલા માટે ગ્રેગોર જમીન પર જ રહૃાો કારણ કે જો તે ભીંત પર કે છત સરકવા માંડે તો એ ઘટનાને તેના બાપા તેની બદદાનતના સંકેત તરીકે લે. અને તે આ રીતે બહુ ઝાઝી વાર ટકી શકે તેમ ન હતો, કારણ કે તેના બાપા એક ડગ ભરે ત્યાં સુધીમાં તો તેણે કેટકેટલીય હિલચાલ કરવી પડતી હતી. તે હવે હાંફવા લાગ્યો, ભૂતકાળમાં પણ તેનાં ફેફસાં નબળાં હતાં. તે લથડવા લાગ્યો અને દોડતાં દોડતાં પોતાની શક્તિઓને કેન્દ્રિત કરવા લાગ્યો. તે ભાગ્યે જ પોતાની આંખો ખુલ્લી રાખી શકતોે હતો, આગળ વધવા સિવાય બીજો કોઈ ઉપાય તેની આ ડઘાઈ ગયેલી અવસ્થામાં દેખાતો ન હતો. દીવાલોનો ઉપયોગ તે નિરાંતે કરી શકે એમ ન હતો એ વાત તે ભૂલી ગયો. આ દીવાલો ઉપર સુંદર કોતરકામવાળું, ખાંચાખૂંચી અને બુસાવાળું કાષ્ઠકામ હતું. એકાએક ધીમે રહીને ફંગોળાયેલું કશુંક તેની પાછળ પડ્યું અને ગબડતું ગબડતું આગળ આવ્યું, તે સફરજન હતું. તરત જ બીજું સફરજન ફંગોળાયુું. ગ્રેગોર ચોંકી જઈને ઊભો રહી ગયો; દોડ્યે જવાનો કોેઈ અર્થ ન હતો; કારણ કે તેના બાપાએ આ રીતે છૂટું ફેંક્યે રાખવાનો નિર્ણય કર્યો હતો. બાજુના પાટિયા ઉપર મૂકેલી તાસકનાં ફળ તેમણે ગજવામાં ભરી લીધાં અને અત્યારે કોઈ નિશાન લીધા વિના જ એક પછી એક સફરજન ફંગોળ્યે જતા હતા. નાનાં નાનાં રાતાં સફરજન જમીન પર ગબડ્યે જતાં હતાં અને ચુમ્બકની જેમ આકર્ષાઈને એકબીજા સાથે અથડાયા કરતાં હતાં. ધીમેથી ફંગોળાયેલું એક સફરજન ગ્રેગોરની પીઠે ઘસાઈને ગયુું; ને કશી ઇજા કર્યા વિના દડી ગયું, પણ એના પછી તરત ફંગોળાયેલું સફરજન બરાબર પીઠમાં વાગ્યું અને ઊંડે ખૂંપી ગયંુ. ગે્રગોર પોતાને આગળ ઘસડી જવા માગતો હતો જેથી આ આકરી, અસહૃા પીડામાંથી મુક્તિ મળે, પણ તેને લાગ્યું કે કોઈએ જાણે અહીં જ જડી દીધો છે અને બધી સુધબુધ ગુમાવીને તે જમીનસરસો ચોંટી ગયો. પણ તેની જાગૃતાવસ્થાની છેલ્લી પળોમાં તેના ઓરડાનું બારણું ધડામ્ કરતું ખૂલતું જોયું. તેની રડતી કકળતી બહેનની આગળ આગળ તેની મા માત્ર અંદર પહેરવાનાં વસ્ત્રોભેર દોેડતી આવી ચઢી, માને વળેલી મૂર્ચ્છામાંથી હોશમાં લાવવા અને મોકળાશથી શ્વાસ લઈ શકે એટલા માટે તેની બહેને માનાં ચુસ્ત કપડાં ઢીલાં કરી નાખ્યાં હતાં. જમીન પર તેનાં ઢીલાં થઈ ગયેલાં વસ્ત્ર નીચે સરી પડતાં હતાં, પગમાં અટવાતાં હતાં. તે સીધી ગે્રગોરના બાપા પાસે ધસી ગઈ, એમને વળગી પડી, બરાબરની વળગી પડી. બરાબર આ જ બખતે ગ્રેગોરને દેખાતું બંધ થવા માંડ્યું. તેના બાપાને ગળે હાથ વીંટાળીને જાણે તે પોતાના દીકરા માટે જીવનદાન માગી રહી હતી.