26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (5 intermediate revisions by the same user not shown) | |||
| Line 112: | Line 112: | ||
(રંગમંચ પર ધીરે ધીરે અંધકાર, તે પછી આછા પ્રકાશમાં જોવામાં આવ્યા ધ્યાનાસને બેઠેલા યુવાન વિભાણ્ડક મુનિ. નેપથ્યમાં મૃદુ તંતુવાદ્ય સંગીત. એક સ્વચ્છવસ્રાવૃત્તા નર્તકી સ્વપ્નની જેમ પ્રકટ થઈ. વિભાણ્ડકે આંખો ખોલી, નર્તકી જાણે પવનમાં વહેતી વહેતી નાચની મુદ્રામાં ઓગળી ગઈ. વિભાણ્ડકનો ચિત્તચંચલતાનો મૂક અભિનય, તેઓ ઊઠીને ઊભા થયા, તેમનું મોં વિકૃત થયું, અસ્તવ્યસ્ત ભાવે ભમતાં ભમતાં તેમણે જોઈ એક કિરાત યુવતીને. ખેંચાણથી તેના તરફ આગળ વધ્યા, યુવતીની વિનંતી અને પ્રતિરક્ષાનો મૂક અભિનય. વિભાણ્ડકનો અનુનય અને વિહ્વલતાની મુદ્રા. યુવતિની મુદ્રા કરુણતર છે, વિભાણ્ડક કામનાથી દપ્ત છે. ધીરે ધીરે યુવતીના મોઢા પર પણ લાલસા ફરકે છે, વિભાણ્ડકે હાથ લંબાવ્યા તેના તરફ. ક્ષણ માટે મુનિ અને કિરાત યુવતી આલિંગનબદ્ધ દેખાય છે.) | (રંગમંચ પર ધીરે ધીરે અંધકાર, તે પછી આછા પ્રકાશમાં જોવામાં આવ્યા ધ્યાનાસને બેઠેલા યુવાન વિભાણ્ડક મુનિ. નેપથ્યમાં મૃદુ તંતુવાદ્ય સંગીત. એક સ્વચ્છવસ્રાવૃત્તા નર્તકી સ્વપ્નની જેમ પ્રકટ થઈ. વિભાણ્ડકે આંખો ખોલી, નર્તકી જાણે પવનમાં વહેતી વહેતી નાચની મુદ્રામાં ઓગળી ગઈ. વિભાણ્ડકનો ચિત્તચંચલતાનો મૂક અભિનય, તેઓ ઊઠીને ઊભા થયા, તેમનું મોં વિકૃત થયું, અસ્તવ્યસ્ત ભાવે ભમતાં ભમતાં તેમણે જોઈ એક કિરાત યુવતીને. ખેંચાણથી તેના તરફ આગળ વધ્યા, યુવતીની વિનંતી અને પ્રતિરક્ષાનો મૂક અભિનય. વિભાણ્ડકનો અનુનય અને વિહ્વલતાની મુદ્રા. યુવતિની મુદ્રા કરુણતર છે, વિભાણ્ડક કામનાથી દપ્ત છે. ધીરે ધીરે યુવતીના મોઢા પર પણ લાલસા ફરકે છે, વિભાણ્ડકે હાથ લંબાવ્યા તેના તરફ. ક્ષણ માટે મુનિ અને કિરાત યુવતી આલિંગનબદ્ધ દેખાય છે.) | ||
(આ અંશમાં વૃદ્ધ વિભાણ્ડક અને ઋષ્યશૃંગ રંગમંચ પર દેખાશે નહીં, પણ તેમની વાતો સંભળાશે, ધીમે ધીમે અટકી અટકીને તેઓ વાતો કરશે. તેમની વાત અને અતીત ચિત્ર એકી સાથે, એકી સમયમાં ભજવાશે.) | (આ અંશમાં વૃદ્ધ વિભાણ્ડક અને ઋષ્યશૃંગ રંગમંચ પર દેખાશે નહીં, પણ તેમની વાતો સંભળાશે, ધીમે ધીમે અટકી અટકીને તેઓ વાતો કરશે. તેમની વાત અને અતીત ચિત્ર એકી સાથે, એકી સમયમાં ભજવાશે.) | ||
'''વિભાણ્ડક''' : સાંભળ, યુવાવસ્થામાં હું એકવાર વિંધ્યાચળના શિખર પર બેસીને તપસ્યા કરતો હતો. ઋતુ વસંત હતી, વનભૂમિ સૌરભ અને કલતાનથી આમોદિત હતી, પણ મારું મન બ્રહ્મબિન્દુ પર મંડાયેલું હતું. તે અવસ્થામાં અકસ્માત મેં આકાશપથમાં ઉર્વશીને જોઈ. | |||
'''ઋષ્યશૃંગ''' : ઉર્વશી! તે કોણ? | |||
'''વિભાણ્ડક''' : સુરસુંદરી ઉર્વશી. દેવતાઓના પ્રમોદની સંગિની. તપસ્વીઓના ધ્યાનભંગનો ઉપાય. | |||
'''ઋષ્યશૃંગ''' : પિતાજી, તો શું દેવોને પણ નારી ગમે? | |||
'''વિભાણ્ડક''' : પુત્ર, સોમરસ પીનારા દેવો પણ, ભલે ને મોટા, પણ માનવો જ છે. પ્રલયકાલે તેમનો પણ વિનાશ થાય છે. તેઓ પણ કોઈના તાબેદાર છે, સ્વામી નથી; અનાદિ અને અનંત નથી, તે લોકો પણ કર્માધીન ઈશ્વર છે. જે વ્યાપ્ત છે, જે તુરીય છે, જે શાશ્વત છે, તેનું જ નામ બ્રહ્મ. આ બ્રહ્મનું જ આપણે ધ્યાન ધરીએ છીએ–પણ તે ક્ષણે મારું મન ચંચલ થઈ ગયું હતું. | |||
'''ઋષ્યશૃંગ''' : પિતાજી, તમે જેને ઉર્વશી કહો છો, તે શું મનુષ્યોને પણ દેખાય છે? | |||
'''વિભાણ્ડક''' : કદાચ તે ઉર્વશી ન પણ હોય. મેઘ અને રૌદ્રલોકે રચિત કોઈ દૃષ્ટિની ભ્રાન્તિ હશે. કદાચ મારી ગુપ્ત કામનાની પ્રતિછાયા હશે, કે પછી કોઈ મરીચિકામાત્ર – મારી ઉપવાસકિલષ્ટ એકલતામાથી જન્મેલી. પરંતુ મારો ચિત્તવિકાર દુઃસહ થઈ ઊઠ્યો હતો; ધ્યાનાસન છોડીને અરણ્યમાં મેં એક કિરાત યુવતીને પકડી હતી. સમય જતાં તે રમણીએ જ્યારે એક પુત્રનો જન્મ આપ્યો ત્યારે તે શિશુને લઈ ને ચાલ્યો આવ્યો બીજા વનમાં – આ નદી કાંઠા પરના આશ્રમમાં. ઋષ્યશૃંગ, તું મારે કારણે ઉદ્વિગ્ન થઈશ નહીં. કઠોર પ્રાયશ્ચિત્ત કરીને તે સ્ખલનના દોષમાંથી મેં મુક્તિ મેળવી છે. | |||
(રંગમંચ પર પૂર્વવત્ પ્રકાશ થાય છે. યુવક વિભાણ્ડક અને કિરાતરમણી અદૃશ્ય છે. આપણે વર્તમાન સમયમાં પાછા આવ્યા.) | |||
'''ઋષ્યશૃંગ''' : (ક્ષણની ચુપકીદી પછી) મારી માતા તે કિરાત રમણી અત્યારે ક્યાં છે? | |||
'''વિભાણ્ડક''' : ખબર નથી. તેની બાબતમાં હું થોડા સમયમાં જ ઉદાસીન બની ગયો હતો. બીજી કોઈ નારી ભણી પણ દૃષ્ટિપાત કર્યો નથી. તે સમયથી માંડીને મારા ચિત્તમાં બે જણાનો જ વિચાર સ્થાન પામ્યો–તું–મારો પુત્ર, અને તે–જે પુત્રથીય વધારે પ્રિય છે, તે જ તે. પુત્ર, આ આશ્રમમાં વન્ય મૃગીઓએ તને સ્તનપાન કરાવ્યું હતું, સંગ આપ્યો હતો પશુ પક્ષી અને વૃક્ષોએ તથા મેં–તારા પિતાએ. આજન્મ તેં મારે કંઠે વેદપાઠ સાંભળ્યો છે, તારી વિકસતી જતી ચેતનાને પુષ્ટ કરી છે યજ્ઞની સૌરભે–ઋષ્યશૃંગ, તું શું કદીય માતૃસ્નેહના અભાવમાં દુઃખ પામ્યો છે? | |||
'''ઋષ્યશૃંગ''' : જે વિષય ધારણાથી પણ અગમ્ય છે, તેના અભાવનો અનુભવ તો થાય નહીં. | |||
'''વિભાણ્ડક''' : સાંભળ, ઋષ્યશૃંગ, હું તને એક સનાતન સત્ય કહું છું. નારી માતા બને છે એટલે તેની જરૂર છે; પણ જેમ સર્પદંશ પ્રાણીને માટે ઘાતક હોય છે તેમ તપસ્વીને માટે નારી ઘાતક છે. અત્યંત કાળજીથી મેં આ આશ્રમને અળગો રાખ્યો હતો–એકદમ જનસંપર્કરહિત, નથીને કદાચ દૈવયોગે કોઈ નારીના સંપર્કથી આપણી તપસ્યાનો પરાભવ થઈ જાય. પણ આજ તે પાપકુંડથી જ ખરડાયો આશ્રમ—મોહ પામ્યો તું! ઋષ્યશૃંગ, આજે વિનાશ આવીને તારી સામે ઊભો હતો, તેં જોયું તેનું ખુલ્લુ મોં, તેની લોલ જિહ્વા તને ચાટી ગઈ છે. તું જાગ, સાવધાન થઈ જા. | |||
'''ઋષ્યશૃંગ''' : (અર્ધમનસ્કભાવે) આદેશ આપો. | |||
'''વિભાણ્ડક''' : નારી મોહિની છે. દેવોને પણ કામ્ય છે. પરંતુ તપસ્વીઓ તેની માયાજાળને છિન્ન કરી શકે છે, માત્ર તેઓ જ. તે કારણે બ્રહ્મર્ષિઓ દેવતાઓથી પણ મહાન છે; તેમના પલકારાથી સ્વર્ગ ધ્રૂજી ઊઠે છે, તેઓ ઇન્દ્ર, વરુણ અને આદિત્યોના પણ આરાધ્ય છે. વિચાર કર. કીટ, પતંગ, પશુ, પક્ષી, માનવ, કિન્નર, દાનવ, દેવ બધા જ જેના વશવર્તી છે તેના પ્રભાવને જીતી શકે છે એક માત્ર બ્રહ્મચારી તપસ્વીઓ! તેઓ પણ મનુષ્યો છે, તેઓ પણ જીવ છે, પણ જીવલોકના નિયમને તેઓ ઓળંગી જાય છે. કેવો અદ્ભુત વિજય! કેવું અમિત પરાક્રમ! ઋષ્યશૃંગ, તું તે મહાપથનો પથિક છે. તું ધીમાન છે, તું શુદ્ધચેતા છે; ભ્રમમાં પડી યોગ્યભ્રષ્ટ થઈશ નહીં, નષ્ટ કરીશ નહીં પુણ્યફલ, સપડાઈશ નહીં પ્રકૃતિના ષડ્યંત્રમાં. સાંભળઃ હું તારો પિતા છું, હું વૃદ્ધ છું, પરંતુ હું જાણું છું કે હું માત્ર ઋત્વિક છું, ઋષિ નથી, યજ્ઞપરાયણ પ્રયાસી માત્ર છું, જીવન્મુક્ત મહાત્મા નથી. પરંતુ તું..... હું તારામાં ઋષિત્વનાં લક્ષણો જોઉં છું : તું માત્ર મંત્રોનો ઉદ્ગાતા જ નહીં, મંત્રોનો સ્રષ્ટા પણ થઈશ; થઈશ બ્રહ્મવેત્તા, માત્ર શાસ્ત્રજ્ઞ નહીં—થઈશ ત્રિલોકનો પૂજનીય—તું વિભાણ્ડકનો પુત્ર ઋષ્યશૃંગ છે! પુત્ર, મારી આ આશાને તું ભાંગીશ નહીં. | |||
'''ઋષ્યશૃંગ''' : પિતાજી અજ્ઞાનને કારણે આજે હું અસાવધ હતો; તમે મને ક્ષમા કરો. તમારા ઉપદેશથી મારાં જ્ઞાનનેત્ર ખુલી ગયાં છે, હવે હું નિઃશંક છું. હું જાઉં, સમિધકાષ્ઠ લઈ આવું. | |||
'''વિભાણ્ડક''' : તું આશ્રમમાં રહે, હું જાઉં છું. પાપિષ્ઠાને દંડ દેવો તે અત્યારે મારું પહેલું કર્તવ્ય છે. કદાચ તે નજીકમાં જ ક્યાંક સંતાઈ હશે. જો હું તેને જોવા પામું તો પછી તેને છોડીશ નહીં.—પુત્ર, તું તે પાપમૂર્તિને તારા વિચારોમાંથી હાંકી કાઢ. કલ્પનામાં પણ તેને સ્થાન આપીશ નહીં. સ્વપ્નમાં પણ તેને સ્થાન આપીશ નહીં. જો મારી અનુપસ્થિતિમાં તે ફરીથી આવે, તો તું સ્થિર રહેજે. યોગાસને બેસી ઇન્દ્રિયરોધ કરતાં તને કોઈ પ્રકારનો ભય નહીં રહે. | |||
<center>'''(વિભાણ્ડકનું પ્રસ્થાન)'''</center> | |||
'''ઋષ્યશૃંગ''' : (આંટા મારતાં મારતાં) નારી...નારી, નારી. નવું નામ, નવું રૂપ, નવી ભાષા. નવું એક જગત...મોહિની, માયાવિની ઉર્વશી. નવો જપમંત્ર મારો... મારી માતા એક કિરાતરમણી છે. મારા પિતાએ તેને અરણ્યમાં ગ્રહણ કરી હતી. મારા બ્રહ્મચારી પિતા...ત્યારે તું નારી છે? તપસ્વી નથી, કોઈ પુરુષ નથી, નારી? તું નારી છે, હું પુરુષ છું... મારા પિતાએ જાણ્યો હતો આ રોમાંચ, મારી માતા શું તારા જેવી જ મનોરમા હતી? હું સ્નાન નહીં કરું જેથી તારા ચુંબનની અનુભૂતિ લુપ્ત ન થઈ જાય, હું જાગતો રહીને તારું ધ્યાન ધરીશ,...તું ક્યાં છે? અહીં–અહીં–અહીં આ હમણાં જ હતી, અત્યારે કેમ નથી? હું તારા વિરહમાં દુઃખી છું, હું તારાં દર્શન વિના તપ્ત છું, તું આવ, તું પછી આવ. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<Poem> | |||
'''(નેપથય્યમાં દ્રુત લયમાં સંગીત, ઋષ્યશૃંગ ઉત્કર્ણ)''' | |||
જાગો જીવ, જાગો જીવ, જાગો જીવ, | |||
છોડો નિદ્રા, છોડો નિદ્રા, છોડો નિદ્રા. | |||
જાગો હૃદય, જાગો વેદના, જાગો સ્વપ્ન, | |||
આવો વિદ્યુત્, આવો વજ્ર, આવો વર્ષા. | |||
</Poem> | |||
{{Poem2Open}} | |||
'''(તરંગિણીનો પ્રવેશ પછીના ભાગમાં રહી રહીને વચ્ચે મૃદુ તંતુવાદ્ય સંગીત)''' | |||
'''ઋષ્યશૃંગ''' : આવો. | |||
'''તરંગિણી''' : હું વિદાય લેવા આવી છું. તમે મ્લાન કેમ દેખાવ છો? | |||
'''ઋષ્યશૃંગ''' : હું દુઃખી છું. | |||
'''તરંગિણી''' : તપોધન, તમે પણ શું દુઃખને આધીન છો? | |||
'''ઋષ્યશૃંગ''' : મારા દેહમાં જ્વાળા બળે છે–અને તેનું કારણ તું છે? | |||
'''તરંગિણી''' : ગુણમય. અવશ્ય મેં અજાણતાં જ અપરાધ કર્યો છે, મને ક્ષમા કરો. પ્રસન્ન થઈને સંમતિ આપો હું સ્વસ્થાને જાઉં. | |||
'''ઋષ્યશૃંગ''' : ના—જઈશ નહીં. | |||
'''તરંગિણી''' : પણ હું જ જો તમારા કષ્ટનું કારણ હોઉં તો મને દૂર કરવી એ જ તમારી શુશ્રૂષા. | |||
'''ઋષ્યશૃંગ''' : તારું વ્રત સમાપ્ત થયું નથી. | |||
'''તરંગિણી''' : મારા વ્રતનો તો છેડો જ નથી. | |||
'''ઋષ્યશૃંગ''' : (હાથ લંબાવીને) આવ, પૂરું કર તારું વ્રત. આવ! | |||
'''તરંગિણી''' : તપોધન, મન બીક લાગે છે, ક્યાં છે પેલી તમારી સ્નિગ્ધ સકરુણ દૃષ્ટિ? ક્યાં છે પેલી ઉદાર આનંદિત મૂર્તિ? | |||
'''ઋષ્યશૃંગ''' : મને ખબર પડી છે તું કોણ છે. તું નારી છે. | |||
'''તરંગિણી''' : કુમાર, હું તમારી સેવિકા છું. | |||
'''ઋષ્યશૃંગ''' : મને ખબર પડી છે હું કોણ છું. હું પુરુષ છું. | |||
'''તરંગિણી''' : તમે મારા પ્રિય છો, તમે મારા મિત્ર છો, તમે મારી મૃગયા છો, તમે મારા ઈશ્વર છો. | |||
'''ઋષ્યશૃંગ''' : તું મારી ક્ષુધા છે, તું મારું ભક્ષ્ય છે, તું મારી વાસના છે. | |||
'''તરંગિણી''' : મારા હૃદયમાં તમે રત્ન છો. | |||
'''ઋષ્યશૃંગ''' : મારા શોણિતમાં તું આગ છે, | |||
'''તરંગિણી''' : મારા સુંદર છો તમે, | |||
'''ઋષ્યશૃંગ''' : મારી લૂંટ છે તું. | |||
'''તરંગિણી''' : કહો, તમે હમેશને માટે મારા રહેશો. | |||
'''ઋષ્યશૃંગ''' : તું મને જોઈએ. તું મારી જરૂર છે. | |||
'''તરંગિણી''' : તો ચાલો–ચાલો મારી સાથે, ત્યાં ચાલો જ્યાં હું તમને છાતીની અંદર સંતાડી રાખી શકીશ. | |||
'''ઋષ્યશૃંગ''' : હું ગમે ત્યાં જાઉં તેથી શું હાનિ છે? હું ગમે ત્યાં અટકું તેથી શું હાનિ છે? બસ તું મને જોઈએ, તું મને જોઈએ. | |||
{{Space}}'''(હાથ પહોળા કરી આગળ વધે છે.)''' | |||
'''તરંગિણી''' : આવો પ્રિય, આવો દેવ, મારો ઉદ્ધાર કરો. | |||
'''ઋષ્યશૃંગ''' : આવ દેહિની, આવ મોહિની–મને તૃપ્ત કર. | |||
(રંગમંચ પર ધીરે ધીરે અંધારું થયું. આછા અજવાળામાં આલિંગનબદ્ધ ઋષ્યશૃંગ અને તરંગિણી દેખાયાં. તે પછી અંધકાર. ફરીવાર જ્યારે અજવાળું થાય છે. ત્યારે દૃશ્ય બદલાયું છે, ચંપાનગરનો રાજપથ છે. આકાશમાં ઘનમેઘ, મેઘગર્જના, વીજળીના ચમકારા, નેપથ્યમાં જનતાનો કોલાહલ, તરંગિણી અને તેની સખીઓથી વીંટળાઈને ઋષ્યશૃંગ રંગમંચ પરથી પસાર થઈ ગયા. તે સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો.) | |||
'''સ્રીઓનો અવાજ (નેપથ્યમાં)''' : વરસાદ! વરસાદ! વરસાદ! | |||
'''પુરુષોનો અવાજ (નેપથ્યમાં)''' : ત્રાતા, પ્રણામ. અન્નદાતા, પ્રણામ. પ્રાણદાતા પ્રણામ. | |||
'''સ્રીઓનો અવાજ (નેપથ્યમાં)''' : મુનિ ઋષ્યશૃંગની જય! | |||
'''પુરુષોનો અવાજ (નેપથ્યમાં)''' : મુનિ ઋષ્યશૃંગની જય! | |||
'''સ્રીઓ-પુરુષોનો સંયુક્ત સ્વર (નેપથ્યમાં)''' : મુનિ ઋષ્યશૃંગની જય! | |||
'''(જનતાના ઉલ્લાસ અને વરસાદના અવાજ ઉપર ધીરે ધીરે પડદો પડે છે.)''' | |||
{{Poem2Close}} | |||
{{HeaderNav2 | |||
|previous = એક | |||
|next = ત્રણ | |||
}} | |||
edits