26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (4 intermediate revisions by the same user not shown) | |||
| Line 128: | Line 128: | ||
'''ઋષ્યશૃંગ''' : પિતાજી અજ્ઞાનને કારણે આજે હું અસાવધ હતો; તમે મને ક્ષમા કરો. તમારા ઉપદેશથી મારાં જ્ઞાનનેત્ર ખુલી ગયાં છે, હવે હું નિઃશંક છું. હું જાઉં, સમિધકાષ્ઠ લઈ આવું. | '''ઋષ્યશૃંગ''' : પિતાજી અજ્ઞાનને કારણે આજે હું અસાવધ હતો; તમે મને ક્ષમા કરો. તમારા ઉપદેશથી મારાં જ્ઞાનનેત્ર ખુલી ગયાં છે, હવે હું નિઃશંક છું. હું જાઉં, સમિધકાષ્ઠ લઈ આવું. | ||
'''વિભાણ્ડક''' : તું આશ્રમમાં રહે, હું જાઉં છું. પાપિષ્ઠાને દંડ દેવો તે અત્યારે મારું પહેલું કર્તવ્ય છે. કદાચ તે નજીકમાં જ ક્યાંક સંતાઈ હશે. જો હું તેને જોવા પામું તો પછી તેને છોડીશ નહીં.—પુત્ર, તું તે પાપમૂર્તિને તારા વિચારોમાંથી હાંકી કાઢ. કલ્પનામાં પણ તેને સ્થાન આપીશ નહીં. સ્વપ્નમાં પણ તેને સ્થાન આપીશ નહીં. જો મારી અનુપસ્થિતિમાં તે ફરીથી આવે, તો તું સ્થિર રહેજે. યોગાસને બેસી ઇન્દ્રિયરોધ કરતાં તને કોઈ પ્રકારનો ભય નહીં રહે. | '''વિભાણ્ડક''' : તું આશ્રમમાં રહે, હું જાઉં છું. પાપિષ્ઠાને દંડ દેવો તે અત્યારે મારું પહેલું કર્તવ્ય છે. કદાચ તે નજીકમાં જ ક્યાંક સંતાઈ હશે. જો હું તેને જોવા પામું તો પછી તેને છોડીશ નહીં.—પુત્ર, તું તે પાપમૂર્તિને તારા વિચારોમાંથી હાંકી કાઢ. કલ્પનામાં પણ તેને સ્થાન આપીશ નહીં. સ્વપ્નમાં પણ તેને સ્થાન આપીશ નહીં. જો મારી અનુપસ્થિતિમાં તે ફરીથી આવે, તો તું સ્થિર રહેજે. યોગાસને બેસી ઇન્દ્રિયરોધ કરતાં તને કોઈ પ્રકારનો ભય નહીં રહે. | ||
<center>'''(વિભાણ્ડકનું પ્રસ્થાન)'''</center> | |||
'''ઋષ્યશૃંગ''' : (આંટા મારતાં મારતાં) નારી...નારી, નારી. નવું નામ, નવું રૂપ, નવી ભાષા. નવું એક જગત...મોહિની, માયાવિની ઉર્વશી. નવો જપમંત્ર મારો... મારી માતા એક કિરાતરમણી છે. મારા પિતાએ તેને અરણ્યમાં ગ્રહણ કરી હતી. મારા બ્રહ્મચારી પિતા...ત્યારે તું નારી છે? તપસ્વી નથી, કોઈ પુરુષ નથી, નારી? તું નારી છે, હું પુરુષ છું... મારા પિતાએ જાણ્યો હતો આ રોમાંચ, મારી માતા શું તારા જેવી જ મનોરમા હતી? હું સ્નાન નહીં કરું જેથી તારા ચુંબનની અનુભૂતિ લુપ્ત ન થઈ જાય, હું જાગતો રહીને તારું ધ્યાન ધરીશ,...તું ક્યાં છે? અહીં–અહીં–અહીં આ હમણાં જ હતી, અત્યારે કેમ નથી? હું તારા વિરહમાં દુઃખી છું, હું તારાં દર્શન વિના તપ્ત છું, તું આવ, તું પછી આવ. | |||
{{Poem2Close}} | |||
<Poem> | |||
'''(નેપથય્યમાં દ્રુત લયમાં સંગીત, ઋષ્યશૃંગ ઉત્કર્ણ)''' | |||
જાગો જીવ, જાગો જીવ, જાગો જીવ, | |||
છોડો નિદ્રા, છોડો નિદ્રા, છોડો નિદ્રા. | |||
જાગો હૃદય, જાગો વેદના, જાગો સ્વપ્ન, | |||
આવો વિદ્યુત્, આવો વજ્ર, આવો વર્ષા. | |||
</Poem> | |||
{{Poem2Open}} | |||
'''(તરંગિણીનો પ્રવેશ પછીના ભાગમાં રહી રહીને વચ્ચે મૃદુ તંતુવાદ્ય સંગીત)''' | |||
'''ઋષ્યશૃંગ''' : આવો. | |||
'''તરંગિણી''' : હું વિદાય લેવા આવી છું. તમે મ્લાન કેમ દેખાવ છો? | |||
'''ઋષ્યશૃંગ''' : હું દુઃખી છું. | |||
'''તરંગિણી''' : તપોધન, તમે પણ શું દુઃખને આધીન છો? | |||
'''ઋષ્યશૃંગ''' : મારા દેહમાં જ્વાળા બળે છે–અને તેનું કારણ તું છે? | |||
'''તરંગિણી''' : ગુણમય. અવશ્ય મેં અજાણતાં જ અપરાધ કર્યો છે, મને ક્ષમા કરો. પ્રસન્ન થઈને સંમતિ આપો હું સ્વસ્થાને જાઉં. | |||
'''ઋષ્યશૃંગ''' : ના—જઈશ નહીં. | |||
'''તરંગિણી''' : પણ હું જ જો તમારા કષ્ટનું કારણ હોઉં તો મને દૂર કરવી એ જ તમારી શુશ્રૂષા. | |||
'''ઋષ્યશૃંગ''' : તારું વ્રત સમાપ્ત થયું નથી. | |||
'''તરંગિણી''' : મારા વ્રતનો તો છેડો જ નથી. | |||
'''ઋષ્યશૃંગ''' : (હાથ લંબાવીને) આવ, પૂરું કર તારું વ્રત. આવ! | |||
'''તરંગિણી''' : તપોધન, મન બીક લાગે છે, ક્યાં છે પેલી તમારી સ્નિગ્ધ સકરુણ દૃષ્ટિ? ક્યાં છે પેલી ઉદાર આનંદિત મૂર્તિ? | |||
'''ઋષ્યશૃંગ''' : મને ખબર પડી છે તું કોણ છે. તું નારી છે. | |||
'''તરંગિણી''' : કુમાર, હું તમારી સેવિકા છું. | |||
'''ઋષ્યશૃંગ''' : મને ખબર પડી છે હું કોણ છું. હું પુરુષ છું. | |||
'''તરંગિણી''' : તમે મારા પ્રિય છો, તમે મારા મિત્ર છો, તમે મારી મૃગયા છો, તમે મારા ઈશ્વર છો. | |||
'''ઋષ્યશૃંગ''' : તું મારી ક્ષુધા છે, તું મારું ભક્ષ્ય છે, તું મારી વાસના છે. | |||
'''તરંગિણી''' : મારા હૃદયમાં તમે રત્ન છો. | |||
'''ઋષ્યશૃંગ''' : મારા શોણિતમાં તું આગ છે, | |||
'''તરંગિણી''' : મારા સુંદર છો તમે, | |||
'''ઋષ્યશૃંગ''' : મારી લૂંટ છે તું. | |||
'''તરંગિણી''' : કહો, તમે હમેશને માટે મારા રહેશો. | |||
'''ઋષ્યશૃંગ''' : તું મને જોઈએ. તું મારી જરૂર છે. | |||
'''તરંગિણી''' : તો ચાલો–ચાલો મારી સાથે, ત્યાં ચાલો જ્યાં હું તમને છાતીની અંદર સંતાડી રાખી શકીશ. | |||
'''ઋષ્યશૃંગ''' : હું ગમે ત્યાં જાઉં તેથી શું હાનિ છે? હું ગમે ત્યાં અટકું તેથી શું હાનિ છે? બસ તું મને જોઈએ, તું મને જોઈએ. | |||
{{Space}}'''(હાથ પહોળા કરી આગળ વધે છે.)''' | |||
'''તરંગિણી''' : આવો પ્રિય, આવો દેવ, મારો ઉદ્ધાર કરો. | |||
'''ઋષ્યશૃંગ''' : આવ દેહિની, આવ મોહિની–મને તૃપ્ત કર. | |||
(રંગમંચ પર ધીરે ધીરે અંધારું થયું. આછા અજવાળામાં આલિંગનબદ્ધ ઋષ્યશૃંગ અને તરંગિણી દેખાયાં. તે પછી અંધકાર. ફરીવાર જ્યારે અજવાળું થાય છે. ત્યારે દૃશ્ય બદલાયું છે, ચંપાનગરનો રાજપથ છે. આકાશમાં ઘનમેઘ, મેઘગર્જના, વીજળીના ચમકારા, નેપથ્યમાં જનતાનો કોલાહલ, તરંગિણી અને તેની સખીઓથી વીંટળાઈને ઋષ્યશૃંગ રંગમંચ પરથી પસાર થઈ ગયા. તે સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો.) | |||
'''સ્રીઓનો અવાજ (નેપથ્યમાં)''' : વરસાદ! વરસાદ! વરસાદ! | |||
'''પુરુષોનો અવાજ (નેપથ્યમાં)''' : ત્રાતા, પ્રણામ. અન્નદાતા, પ્રણામ. પ્રાણદાતા પ્રણામ. | |||
'''સ્રીઓનો અવાજ (નેપથ્યમાં)''' : મુનિ ઋષ્યશૃંગની જય! | |||
'''પુરુષોનો અવાજ (નેપથ્યમાં)''' : મુનિ ઋષ્યશૃંગની જય! | |||
'''સ્રીઓ-પુરુષોનો સંયુક્ત સ્વર (નેપથ્યમાં)''' : મુનિ ઋષ્યશૃંગની જય! | |||
'''(જનતાના ઉલ્લાસ અને વરસાદના અવાજ ઉપર ધીરે ધીરે પડદો પડે છે.)''' | |||
{{Poem2Close}} | |||
{{ | {{HeaderNav2 | ||
|previous = એક | |||
|next = ત્રણ | |||
}} | |||
edits