સૌરાષ્ટ્રની રસધાર/વાલેરા વાળો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વાલેરા વાળો| }} {{Poem2Open}} જેતપુરના કાઠી દરબાર વાલેરા વાળાની ડે...")
 
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 49: Line 49:
“કોઈ દી નહિ!”
“કોઈ દી નહિ!”
ગાયોનું દાન એટલેથી જ અટકી ગયું. ગોવાળે ગાયો દોહી લીધી.
ગાયોનું દાન એટલેથી જ અટકી ગયું. ગોવાળે ગાયો દોહી લીધી.
v
<center>v</center>
આંબુમિયાં અને જાંબુમિયાં નામના બે ચાબુકસવારો રાજકોટના ગોરા લાંગ સાહેબ ઉપર વડોદરા મહારાજ ખુદ ખંડેરાવની ચિઠ્ઠી લઈને હાજર થયા છે. ચિઠ્ઠીમાં મહારાજ લખે છે કે “મોંએ માંગો તેટલા દામ ચૂકવું. મને વાલેરા વાળાનો મારુયો અપાવો.”
આંબુમિયાં અને જાંબુમિયાં નામના બે ચાબુકસવારો રાજકોટના ગોરા લાંગ સાહેબ ઉપર વડોદરા મહારાજ ખુદ ખંડેરાવની ચિઠ્ઠી લઈને હાજર થયા છે. ચિઠ્ઠીમાં મહારાજ લખે છે કે “મોંએ માંગો તેટલા દામ ચૂકવું. મને વાલેરા વાળાનો મારુયો અપાવો.”
મારુયો ઘોડો આપા વાલેરાનો. પેટના દીકરાથી પણ વધુ વહાલો ઘોડો હતો. મારુયો તો આપાના કલેજાનો કટકો હતો. મારુયો સરજીને સરજનહારે ઘોડાં બનાવવાની બધીયે માટી વાપરી નાખી હતી. ફક્ત મારુયાને ફેરવવા બદલ જ વાલેરા વાળાએ ફતેહઅલ્લી નામના ચાબુકસવારને એક હાથી અને પાંચ હજાર રૂપિયા રોકડા ચૂકવ્યા છે. અને કોટાના મહારાજાના ઝરૂખા પર ઘોડાં ઠેકાવીને મહારાજના હાથમાંથી રૂમાલ લેવરાવનાર ઉસ્તાદ ચારણ ભૂરા જેહળના હાથમાં મારુયાને સોંપીને દરબારે મારુયાની રજેરજ એબ વિણાવી કાઢી છે. એવા નટવર રૂપ મારુયા ઉપર આજ વડોદરાના ખાવિંદની આંખો ઠરી છે.
મારુયો ઘોડો આપા વાલેરાનો. પેટના દીકરાથી પણ વધુ વહાલો ઘોડો હતો. મારુયો તો આપાના કલેજાનો કટકો હતો. મારુયો સરજીને સરજનહારે ઘોડાં બનાવવાની બધીયે માટી વાપરી નાખી હતી. ફક્ત મારુયાને ફેરવવા બદલ જ વાલેરા વાળાએ ફતેહઅલ્લી નામના ચાબુકસવારને એક હાથી અને પાંચ હજાર રૂપિયા રોકડા ચૂકવ્યા છે. અને કોટાના મહારાજાના ઝરૂખા પર ઘોડાં ઠેકાવીને મહારાજના હાથમાંથી રૂમાલ લેવરાવનાર ઉસ્તાદ ચારણ ભૂરા જેહળના હાથમાં મારુયાને સોંપીને દરબારે મારુયાની રજેરજ એબ વિણાવી કાઢી છે. એવા નટવર રૂપ મારુયા ઉપર આજ વડોદરાના ખાવિંદની આંખો ઠરી છે.
Line 69: Line 69:
<poem>
<poem>
<center>
<center>
'''સારા સોનમેં બનાયા સાજ ઝોપૈયા મારુયા સરે,1'''
'''સારા સોનમેં બનાયા સાજ ઝોપૈયા મારુયા સરે,<ref>શિરે.</ref>'''
'''તણી વેળા ઓપે ઘોડા સારા સપતાસ,'''
'''તણી વેળા ઓપે ઘોડા સારા સપતાસ,'''
'''હાકાબાકા હુવા કૈંક જોવા મળ્યા દેસ હાલી,'''
'''હાકાબાકા હુવા કૈંક જોવા મળ્યા દેસ હાલી,'''
Line 75: Line 75:
'''પાગા નાખતા રકાબ કવિ ધાગા ભરી પાગા,'''
'''પાગા નાખતા રકાબ કવિ ધાગા ભરી પાગા,'''
'''આગા જાવે નહિ ભાગા મૃગાણા હીં આજ,'''
'''આગા જાવે નહિ ભાગા મૃગાણા હીં આજ,'''
'''તોકતા ગેણાગા તરી2 બાગા હાથ જાય ત્યાં તો,'''
'''તોકતા ગેણાગા તરી <ref>ઘોડાં.</ref> બાગા હાથ જાય ત્યાં તો,'''
'''રિઝા રાગા વ્રવે નાજાહરા અભેરાજ. [2]'''
'''રિઝા રાગા વ્રવે નાજાહરા અભેરાજ. [2]'''
'''રૂમ્મા ઝુમ્મા ઠમ્મા ઠમ્મા તરી ખેળા3 જેમ રમે,'''
'''રૂમ્મા ઝુમ્મા ઠમ્મા ઠમ્મા તરી ખેળા<ref>અપ્સરા</ref> જેમ રમે,'''
'''તળપ્પે4 ગઢાંકે માથેં જાણ્ય છૂટાં તીર,'''
'''તળપ્પે <ref>તરાપ મારે. </ref> ગઢાંકે માથેં જાણ્ય છૂટાં તીર,'''
'''ચાસરા ઉરહીં ચોડા કાનસૂરી જરા સોહે,'''
'''ચાસરા ઉરહીં ચોડા કાનસૂરી જરા સોહે,'''
'''સમંપે5 એરસા6 ઘોડા વાલેરા સધીર. [3]'''
'''સમંપે <ref>સમર્પે. </Ref> એરસા <ref>એવા.>/Ref> ઘોડા વાલેરા સધીર. [3]'''
'''કાઢાં બીચ કોઈ દોરી કાનસૂરી ભ્રમ્મકોરી,'''
'''કાઢાં બીચ કોઈ દોરી કાનસૂરી ભ્રમ્મકોરી,'''
'''કોઈ દોઈ બજારાં મેં ચડી જે કતાર,'''
'''કોઈ દોઈ બજારાં મેં ચડી જે કતાર,'''
'''ગત બેટી મુંગલારી ગોખડામાં જોવે ગોરી,'''
'''ગત બેટી મુંગલારી ગોખડામાં જોવે ગોરી,'''
'''શીખીઓ લંગોરી ફાળ શે’જાદો સવાર. [4]'''
'''શીખીઓ લંગોરી ફાળ શે’જાદો સવાર. [4]'''
'''મુખડામાં પ્રેમ દેતી ઠમંકતી પ્રોતી7 મોતી,'''
'''મુખડામાં પ્રેમ દેતી ઠમંકતી પ્રોતી <ref>પરોવતી.</ref> મોતી,'''
'''રંગેરંગ કાઢે ગોતી જોતી સભા રાજ,'''
'''રંગેરંગ કાઢે ગોતી જોતી સભા રાજ,'''
'''હૈયાકી ઉગાડી દોતી8 બડા કામ કિયા હિન્દુ,'''
'''હૈયાકી ઉગાડી દોતી <ref>દ્યુતિ.</ref> બડા કામ કિયા હિન્દુ,'''
'''નાચતા નટવા દિયા કવંદાંકું9 નાજ. [5]'''
'''નાચતા નટવા દિયા કવંદાંકું <ref>કવિને. </ref> નાજ. [5]'''
'''ન્રખો10 આંખ મેંડકારી ઘૂંઘટારી જોવે નારી,'''
'''ન્રખો <ref>નીરખો.</ref> આંખ મેંડકારી ઘૂંઘટારી જોવે નારી,'''
'''નાચે ગતિ કેરબારી11 ફૂલધારી નાચ,'''
'''નાચે ગતિ કેરબારી <ref>કેરબાની (નટની). </ref> ફૂલધારી નાચ,'''
'''ઉર ચોડો ઢાલ કારી નારી વેણે પૂછીએ તો,'''
'''ઉર ચોડો ઢાલ કારી નારી વેણે પૂછીએ તો,'''
'''રમે ગોપી રાઘવારી કાળંધ્રીકો12 રાસ. [6]'''
'''રમે ગોપી રાઘવારી કાળંધ્રીકો <ref>કાલિંદી (યમુના). </ref> રાસ. [6]'''
'''દેખો પલ્લે લાંબી શેરી ફલ વેરી નાખે ડાબા,'''
'''દેખો પલ્લે લાંબી શેરી ફલ વેરી નાખે ડાબા,'''
'''હેરી હેરી જોવે તિયા કાંધ ફેરી હાલ,'''
'''હેરી હેરી જોવે તિયા કાંધ ફેરી હાલ,'''
'''અનેરી અનેરી વાહ ઘોડાં ગતિ તેરી આજ,'''
'''અનેરી અનેરી વાહ ઘોડાં ગતિ તેરી આજ,'''
'''સોનેરી સમાપે તરી બિયા વેરીસાલ.13 [7]'''
'''સોનેરી સમાપે તરી બિયા વેરીસાલ.<ref>વેરીઓને શલ્ય તુલ્ય (વાલેરા વાળો). </ref> [7]'''
'''ગજ એક ચોસરાળો મૂઠીઆરો ટૂંકો ગાળો,'''
'''ગજ એક ચોસરાળો મૂઠીઆરો ટૂંકો ગાળો,'''
'''ભાળ્યો કેસવાળી લટા જટાળો ભભૂત,'''
'''ભાળ્યો કેસવાળી લટા જટાળો ભભૂત,'''
'''વાજાપે રમંતો ખેળો ત્રંગોડા બાજોઠવાળો,14'''
'''વાજાપે રમંતો ખેળો ત્રંગોડા બાજોઠવાળો,<Ref>બાજઠ જેવી પીઠ વાળો.</ref>'''
'''પસાં15 કર કવ્યાં ઢાળો પટાળો સપૂત. [8]'''
'''પસાં<ref>બક્ષિસ. </ref> કર કવ્યાં ઢાળો પટાળો સપૂત. [8]'''
'''આઠ પો’ર તગડી લે ભરી ભરી ઘડી આગા,'''
'''આઠ પો’ર તગડી લે ભરી ભરી ઘડી આગા,'''
'''સેસનાગા કાંપે ડાબા લાગાપેં નિસાસ,'''
'''સેસનાગા કાંપે ડાબા લાગાપેં નિસાસ,'''
'''રહે16 બાંધ્યા કાચા ત્રાગા લગામાં મર્જાદા રાખે,'''
'''રહે <ref>કાચા સૂતરને તાંતણે પણ બંધાઈ રહે તેવો નમ્ર. </ref> બાંધ્યા કાચા ત્રાગા લગામાં મર્જાદા રાખે,'''
'''તીર નાખે કબાણિયા વેગે સપતાસ. [9]'''
'''તીર નાખે કબાણિયા વેગે સપતાસ. [9]'''
'''નાખો વેચી, કર્જે કાપે, દીકરાને બાપ નાપે,17'''
'''નાખો વેચી, કર્જે કાપે, દીકરાને બાપ નાપે,<ref>ન આપે. </ref>'''
'''તાકે કોટે જમીં માપે છૂટ્યા જાણે તીર,'''
'''તાકે કોટે જમીં માપે છૂટ્યા જાણે તીર,'''
'''વાજે ધ્રોડે નકે ધ્રાપે છાંયાથી ડરાપે18 વળી,'''
'''વાજે ધ્રોડે નકે ધ્રાપે છાંયાથી ડરાપે <ref>ડરે. </ref> વળી,'''
'''આપે પ્રથીનાથ એવા ભાદ્રોડા19 અમીર. [10]'''
'''આપે પ્રથીનાથ એવા ભાદ્રોડા <ref>ભાદર નદીના. </ref> અમીર. [10]'''
'''બાપ ધીમો આજ તું ના દેતો ત્રાપા ભાઈ બાપા,'''
'''બાપ ધીમો આજ તું ના દેતો ત્રાપા ભાઈ બાપા,'''
'''પનંગજો ચાંપે તીન ભાલાં જમીં પીઠ,'''
'''પનંગજો ચાંપે તીન ભાલાં જમીં પીઠ,'''
'''મટે વીમો કર્મહુંકો વેચિયો વેપાર માથે,'''
'''મટે વીમો કર્મહુંકો વેચિયો વેપાર માથે,'''
'''તાકવાંને20 માથે દાને ભલી આણી ત્રીઠ. [11]'''
'''તાકવાંને <ref>જાચક લોકો.</ref> માથે દાને ભલી આણી ત્રીઠ. [11]'''
'''પાંત્રીસે હજારે નાણે મારુયા મંગાયા પૂરા,'''
'''પાંત્રીસે હજારે નાણે મારુયા મંગાયા પૂરા,'''
'''દિયા વાળે દાન કોડી લિયા નહિ દામ,'''
'''દિયા વાળે દાન કોડી લિયા નહિ દામ,'''
Line 127: Line 127:
</Center>
</Center>
</poem>
</poem>
{{Poem2Open}}
ચારણના એક હાથમાં મારુયાની લગામ અને બીજા હાથમાં માળા છે. મુખમાંથી ઘોડાની તારીફની ધારા વહેતી થઈ છે.
ચારણના લલકારને ચરણે ચરણે, મારુયાના નોખા નોખા આકારો — કનૈયા સ્વરૂપ, જટાળા જોગીનું રૂપ, મોગલ શાહજાદીના આશક કોઈ શાહજાદાની પ્રતિમા, નટવાનાં નૃત્ય — એવા આકારો ઊઠવા લાગ્યા છે.
એ વખતે એક આયર ત્યાં ઊભો હતો. એણે પોતાની એંસી ભેંસો ખોડાભાઈ ગઢવીને બક્ષિસ કરી. ખોડાભાઈએ એમાંથી બે ભેંસો રાખીને બાકીની દરબારી નોકરોને વહેંચી દીધી. મારુયાના સુવર્ણ-જડિત સામાનમાંથી પણ થોડો બક્ષિસ આપી દીધો. વાલેરા વાળા કહે : “અરે, ખોડાભાઈ, આવી કીમતી ચીજ કાં આપી?”
ખોડાભાઈએ જવાબ દીધો : “ત્યારે હું શું એટલુંયે ન આપું?”
<center>v</center>
પાંચાળ તરફની એક વૃદ્ધ ચારણી વાલેરા વાળાનાં વહુની પાસે વરસોવરસ આવતી--જતી. એક વખત એ આવી. રાત રહી. બાઈએ એને કોરી શીખમાં આપી. કોરી સાડલાને છેડે બાંધી ચારણી સૂતી. બાઈની પથારીની પડખે જ એની પથારી હતી. ઉનાળો હોવાથી પથારીઓ ઓસરીમાં પાથરેલી. ચારણીએ કહેલું કે “મા, સવારે હું ભળકડામાં જ ચાલીશ.”
સવાર પડ્યું એટલે ચારણી તો વહેલી વહેલી રસ્તે પડી. જ્યાં દેરડી ગામ સુધી પહોંચી ત્યાં તો વાંસે ઘોડાના ડાબલા ગાજ્યા. પાછું વાળીને જુએ તો જેતપુરના અસવારો! અસવારોએ આવીને પાધરું જ કહ્યું કે “આઈનું કાપડું અને ઝૂમણું લઈને ભાગી જાતી’તી કે રાંડ ? કાઢી દે કાપડું ને ઝૂમણું.”
“અરે, ભાઈ! તમે આ શું બોલો છો? મને ખબર પણ નથી. આ એક કોરી માએ દીધેલી તે છેડે બાંધતી આવી છું. બાકી કાપડું કેવું? ઝૂમણું કેવું?”
“એમ? શાવકારની દીકરી થાવા જા’છ?”
“અરે, બાપુ, તમે કહો તો હું વાંસો વાળીને આ સાડલો વીંટી મારી જીમીયે કાઢી બતાવું. મારી પાસે કાંઈ નથી. હું ચારણી ઊઠીને ચોરી કરું?”
“રાંડ એમ નહિ માને. લઈ હાલો જેતપુર.”
ડોસીને જેતપુર તેડી ગયા. ડેલીમાં વાલેરા વાળો ને જગા વાળો બેય ભાઈ બેઠેલા. ચારણી હાથ જોડીને કરગરવા લાગી કે “બાપુ! જોગમાયાના સમ. મને કાંઈ ખબર નથી.”
ઘરમાંથી બાઈએ કહેવરાવ્યું કે “મારા પડખે એ ડોશી જ સૂતેલી. બીજું કોઈ નથી આવ્યું. એ જ ચોર છે. સાચી હોય તો કકડતા તેલમાં હાથ બોળે.”
“ના રે, બાપુ! કળજુગમાં એવું ક્યાં રહ્યું છે કે સાચાના હાથ ન બળે? એ બાપ! મને રાંકને શીદ સંતાપો છો? મારે મારું સાચ એવી રીતે ક્યાં બતાવવું છે?”
દરબારના માણસોએ આગ ઉપર તેલની કડા મૂકી. ધ્રફ! ધ્રફ! ધ્રફ! તેલ કકડ્યું. ફૂલ પડવા માંડ્યા. માણસોએ ડોસીને જબરદસ્તીથી ઘસડીને એનાં કાંડાં ઝાલીને તેલમાં ઝબોળ્યાં. કાંડાં કડકડી ઊઠ્યાં. સડ, સડ, સડ, ચામડી ફાટી ગઈ.
“બસ, હવે ખમી જાઓ.” ડોસીએ કહ્યું.
એમ ને એમ એણે હાથ રાખી મૂક્યા. કાંડાંનું માંસ બધુંય નીકળી પડ્યું. ડોસીના મોં ઉપર કાળી બળતરાનો રંગ છવાઈ ગયો, તોયે તેણે સિસકારો ન કર્યો. લોચો વળી ગયેલા હાથ એણે બહાર કાઢ્યા. એવે હાથે એણે સાડલાને છેડે ગાંઠ વાળેલી તે છોડી. અંદરથી આગલે દિવસે દરબારની રાણીએ દીધેલી તે કોરી નીકળી. કોરી લઈને દરબારોની સામે ઘા કરી દીધો.
પલકમાં જ એક ભેંસ ત્યાં આવીને ઊભી રહી. ભેંસે પોદળો કર્યો. લોકે બૂમ પાડી, કે “અરે, આ પોદળામાં લૂગડું શેનું?” લઈને જુએ છે ત્યાં માનું જ કાપડું અને કાપડાની કસે ઝૂમણું બાંધેલું!
ઓસરીમાંથી ભેંસ કાપડું ચાવી ગયેલી.
“અરર!” લોકોના મોંમાંથી અરેરાટી નીકળી ગઈ. દરબારો દોડીને ચારણીના પગમાં પડ્યા. “આઈ, માફ કરો. અમે તમારે માથે બહુ કરી.”
“ભાઈ! હું મારી જીભે તો તમને કાંઈ નથી કહેતી, કહેવાનીયે નથી. પણ મારી આંતરડી બહુ કકળે છે, બાપા!”
ચારણી તો ચાલી ગઈ, મરી ગઈ હશે. પણ ત્યાર પછી છ જ મહિનામાં બેય ભાઈ નિર્વંશ મરી ગયા. લોકો બોલે છે કે ‘ગરીબની ધા લાગી ગઈ!’
------------------------------------------------------------
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = મરશિયાની મોજ
|next = ખોળામાં ખાંભી
}}
<br>
26,604

edits