નીતિન મહેતાનાં કાવ્યો: Difference between revisions
No edit summary |
No edit summary |
||
Line 10: | Line 10: | ||
== ના પાડી હતી તો પણ ગયો ને == | |||
{{ | <poem> | ||
| | Nothing is funnier than unhappiness. | ||
– Samuel Backett | |||
* | |||
ના પાડી હતી તો પણ ગયો ને | |||
જોયું પાછા આવવું પડ્યું ને | |||
મૂંગો રહ્યો | |||
તારા આવા ઉરાંગઉટાંગ નિર્ણયોથી | |||
કેટલાં બધાંને હેરાન થવું પડે છે એની | |||
કંઈ ખબરબબર પડે છે કે નહીં | |||
આંગળીમાં ફાંસ પેસી ગઈ હોય | |||
ને લોહીમાં તકમરિયાંની જેમ ચમકતી હોય | |||
ને આછો સિસકારો નીકળતાં નીકળતાં રહી જાય | |||
એમ જ મૂંગો રહ્યો | |||
અને ત્યાં જઈ ભાઈશાએબે સૂં કાંદો કાઢ્યો | |||
સઘળું વેચીસાટીને ગ્યો એનો કૈં અરથ ખરો | |||
પેલા શિવા જોષીએ ના પાડી’તી તોય માન્યું જ નૈં | |||
ભગવાનમાં વિસવા જ નૈં ને | |||
અડધા કપાયેલા નખની વચ્ચે સણકો ઊપડી આવ્યો | |||
નીચી આંખે મૂંગો રહ્યો | |||
તો હવે એકડે એકથી શરૂ કરો | |||
ભૂલ્યા ત્યાંથી ફરી ગણો | |||
હા પસ્તાવો...ને યાદ કરો | |||
બદલાયેલાં બસ રૂટ | |||
જહાંગીર આર્ટ ગેલેરીની દીવાલોનાં રંગરોગાન | |||
અમૂર્ત શૈલીને સ્થાને નેરેટિવ પેઇન્ટિંગ્સ | |||
કેનવાસના ભુંસાતા ચહેરા પર મિક્સમિડિયાના | |||
આંજી દેતાં દોડતાં હાંફતાં સાહસો | |||
એ જ રિધમહાઉસ બીથોવનની નવમી સિમ્ફની | |||
મોઝાર્ટની મેજિક ફ્લૂટ રશીદખાનનો મિયાં કી તોડી | |||
કિશોરી આમોનકરનો શુદ્ધ માલકૌંસ રૉકપૉપ રૅપ | |||
પુસ્તક વિમોચનની ગળગળતી સાંજો | |||
લોકપ્રિય ને શુદ્ધ સાહિત્યની રસ્સીખેંચ | |||
પૂરા વિશ્વાસથી દરેક પરિસ્થિતિની ચિંતા કરતી | |||
સાપ્તાહિક ચિંતકોની લોલીપોપ | |||
ફેશનસ્ટ્રીટમાં શર્ટ ને બરમૂડાના ભાવતાલની માથાઝીંક | |||
સ્ટ્રેંડ બુક સ્ટોલમાં મોંઘાં પુસ્તકો પર ફરતી ખાલી ખાલી આંગળીઓ | |||
અને હાડકાંમાં મોડી રાત સુધી કાણાવાળા ઇતિહાસમાં | |||
મૂંગી મૂંગી ટ્રેનોની આવ-જા સાંભળું | |||
મૂંગો રહું | |||
આ એ જ શહેર જ્યાં અડધી ચડી પહેરી | |||
બાપુજીની આંગળી પકડી ચોપાટી ગયાં હતાં | |||
ને ભેલપુરી ખાવાનાં હતાં | |||
પણ રેતીમાં રમતાં રમતાં એક સ્લીપર ખોવાયું | |||
ને પછી એક થપ્પડ ને દિવસો સુધી | |||
ઉઘાડે પગે કેટલીયે ચિરાડો | |||
બેચાર હીંબકાં | |||
પણ સાથે હતો માનો વાંસે ફરતો હાથ | |||
ત્યારેય મૂંગો રહ્યો | |||
માણસે સમજી વિચારીને નિર્ણયો લેવા જોઈએ | |||
હવે કંઈ કીકલો નથી | |||
આજકાલ જમાનો બહુ ખરાબ છે | |||
હાં ખરું ને ભાઈ | |||
આપણો પેલો કોણ અરે યાર પેલો | |||
શું તમેય યાદ નથી રાખતા મારા ભૈ | |||
પેલો પોતાની બૈરીને અડધી રાતે ધીબેડતો તે | |||
હા ખરું ખરું હું તો સાવ જ ભૂલી જ ગ્યોતો | |||
હં...અ તો એના જેવું થાય પછીથી | |||
આ તો અમારો જીવ બળે એટલે કૈંએં | |||
બાકી આજકાલ કેમ ખરુંં ને | |||
ચાલો વાંધો નહીં | |||
જાઇગા તારથી સવાર | |||
જીવનમાં ઉતારચઢાવ તો આવે | |||
રામ જેવા રામને શું દુઃખ હતું | |||
છતાં વનવાસ ભોગવવો પડ્યો ને | |||
ભૈ બધી નસીબની બલિહારી છે | |||
માણસ ધારે છે શું ને થાય છે શું | |||
ને પેલા બિચારા કૃષ્ણ | |||
સામાન્ય પારધીના બાણથી વીંધાયા | |||
ભગવાન જેવા ભગવાનની આ ... | |||
તો આપણે તે અલ્યા કોણ | |||
આને જ માયા ગણવી ને | |||
કબીરે નથ કીધું... | |||
અંદર તો હસી હસીને મૂંઝારો થાય | |||
પણ એમ જ મૂંગો રહ્યો | |||
તું તારે ચિંતા મ કર અમે છીએ ને બાર વરસના | |||
જોયું તો અદ્દલ બાર વરસના જ દેખાયા! | |||
જોકે આપણે એક કામ કરીએ તું તારે એમ કર કે | |||
સત્યનારાયણની કથા કરાવી દે ને ગ્રહશાંતિ પણ | |||
બધાં સારાં વાનાં થૈ રેશે | |||
ફરી મૂંગો રહ્યો | |||
દરિયામાં ઊંધું પડી ગયેલું વહાણ | |||
ઘડિયાળમાં લીમડાનાં સુક્કાં પાંદડાંઓની ચકરડીભમરડી | |||
ચશ્માંના કાચ પર થોડી થોડી વારે બાઝી જતી રજકણ | |||
ને તેમાંથી દેખાતું સાંજનું ખાંસી ખાતું આકાશ | |||
એય ગાંડું જરા દેખ કે ચલોનિ | |||
કિતના હોર્ન બજાયા સાલે સુનતાચ નહીં | |||
મરવાયેગા ક્યા સાલે કિ ઔલાદ | |||
ભટકતો કુટાતો કોઈનો ગોદો ને કોઈની ગાળ ખાતો | |||
રસ્તા પર સોરી થેંક્યુ વેલકમ કેતો ચાલું | |||
એક ચાય દેના | |||
બસ આગે નહીં જાયેગી | |||
પેટકી ગરબડ ઇનો લો | |||
યે અંદર કી બાત હૈ | |||
સુપરહીટ મુકાબલા | |||
ઢૂંઢતે રહ જાઓગે | |||
ખુશામતની ખીર કરતાં ખુમારીની ખીચડી સારી | |||
મિત્રતામાં રાજીનામું કે નારાજીનામું હોતાં નથી | |||
શનિ કરતાં પણ દુઃખદાયી ગ્રહો આગ્રહ, પૂર્વગ્રહ, દુરાગ્રહ | |||
આપણો ફોટો છાપાવાળાએ બરાબર છાપ્યો નહીં | |||
સાલા બધા હરામી છે સ્વાર્થના સગા છે | |||
હું તો નિજાનંદે લખું છું ભાવકની મને પડી નથી | |||
રમણભાઈને કેજો કે મારા સંગ્રહનો રિવ્યુ જલદી કરાવે | |||
માસ મિડિયાએ માનવીના સંવેદનની આગવી | |||
આઈડેન્ટિટિની પત્તર ફાડી નાખી છે | |||
ખાલી ચઢેલા હાથમાં તાલી લઉં | |||
પણ મૂંગો રહું | |||
રેશનિંગ ઑફિસરને ફોર્મ ભરી આપું | |||
સાહેબ આ જૂનું કાર્ડ પહેલે મેં ઇધર થા | |||
ઠીક હૈ તુમ જાવ | |||
મગર સાબ કામ હો જાએગા ન... | |||
નવા કાર્ડ માટે કબ આઉં | |||
બુધવાર કો ગ્યારા બજે | |||
ગેસવાળાએ સિલિંડરના પડાવી લીધેલા વીસ રૂપિયા | |||
ગેસ કે બારે મે તુમ કાળજી કરુ નકા | |||
બસ સાબ મેં નીંઘતો | |||
હં.. થેન્ક્યુ ઇડિયટ | |||
ધૂંધવાતો મૂંગોમૂંગો પગ પછાડતો રસ્તા પર ફરી ચાલું | |||
ઓહો ઘણા વખતે મળ્યા નહીં | |||
કેમ છો | |||
હવે તો ફાવી ગયું ને તમને અહીં | |||
આવો ને કોઈ વાર ગપ્પાં મારીએ | |||
હં...અ | |||
અને એક દિવસ | |||
ભાનસાન વિનાનું ધણધણી ઊઠ્યું આ... | |||
આરપાર વીંધાયેલા નીંગળતા કાચ | |||
અડધી રાતે રાધાબાઈ ચાલની સળગતી લપકતી ચીસો | |||
ચારે બાજુ ગુપ્તીછરીગોળીસોડાબોટલોની રમઝટ | |||
આજે જ બપોરે માબેનભાભીદીકરી કહી દાદરા પર | |||
જેની સાથે હસી હસી વાતો કરી હતી | |||
એ જ તુલસીવાડીના પડોશી | |||
ભાઉદીકરાકાકામામાઓએ | |||
એ જ રાતે માબેનભાભીદીકરીઓને ધગધગતા લાવામાં ડુબાડી દીધાં | |||
વાહ બોમ્બે | |||
સલામ બોમ્બે | |||
ઘા ઝીલતું બોમ્બે | |||
નીડર બોમ્બે | |||
સદા હસતું બોમ્બે | |||
જય બોમ્બ બોમ્બે | |||
આગ લાગેલા વહાણમાંથી હવામાં | |||
વૃક્ષ શોધતું. | |||
પાંજરામાં વીંઝાય | |||
સલામ બોમ્બે | |||
ગર્વ સે કહો બોમ્બે | |||
આંસુ મૂંગાં રહ્યાં | |||
પછી તો રક્તકણો ઓછાં થતાં ગયાં | |||
પેટની નીચે ઝગમગતા આગિયાઓ | |||
પંચ કરેલી ટિકિટ જેવાં સવારસાંજ | |||
આ સેટ થિયેરી શું | |||
આ આઉટપુટ ને ઇનપુટ | |||
આ ઇમેઇલ ને ચેટિંગ | |||
આ ડિકોડિંગ ને ઝેન ને સોમાલિયા ને માઇકલ જેક્સન | |||
ને ગેંગવોર ને માફિયા શું છે ડેડી | |||
માથું ખંજવાળું | |||
માત્ર હવામાં તાકું | |||
જરાક હસું | |||
હોઠના ખૂણામાં થયેલી નાની ફોડકી પર | |||
વારંવાર બેસતી માખી એક હાથે ઉડાડ્યા કરું | |||
ટી.વી.સર્ફિંર્ંગ ચાલતું રહે | |||
બાકી તો એમ જ મૂંગો રહું | |||
કે એકાદબે છીંક ખાઉ | |||
વધારામાં એ કે સવારે | |||
પગના અંગૂઠાનું લીલું ચાઠું | |||
આજ સાંજ સુધીમાં ત્રાંબાવરણું થઈ ગયું છે | |||
મૂંગી મૂંગી તેના પર આંગળી ફરતી રહે | |||
ને તીણો તીણો ત્રમત્રમાટ સાંભળતી રહે | |||
ના પાડી હતી તો ય ગયો ને | |||
ના પાડી હતી તો ય ગયો ને | |||
હા હા હા હજાર વાર હાને હા | |||
જોરથી અંગૂઠામાં ભચ્ચ દઈ ટાંકણી ખોસી દઉં | |||
ને એમ જ લોહીના બેચાર પરુ ભરેલાં ટીપાં | |||
જમીન પર પડે ને એમાંથી છરીતલવાર ઉછાળતું | |||
ટોળું મારી ચારે બાજુ ભગવાલીલા વાવટાઓ | |||
લઈ ફેરફુદરડી ફર્યા કરે | |||
બસ એને મૂંગો મૂંગો જોઈ રહું | |||
ભીંત પરનો અરીસો જરા હલી ઊઠે | |||
ફરી સવારે હસતાં હસતાં | |||
અરીસામાંથી બહાર આવું | |||
સૂરજની સામે આંખ માંડી | |||
રસ્તા પર ચાલું | |||
પગલાં છેકાતાં જાય | |||
પગલાં છેકાતાં જાય | |||
હું આગળ ને આગળ | |||
માત્ર હું | |||
માત્ર હું | |||
હમણાં | |||
અહીં | |||
</poem> | |||
== બધા જ શેતાનો == | |||
<poem> | |||
બધા જ શેતાનો કંઈ દર વખતે | |||
ઘાતકી ક્રૂર અને હરામી નથી હોતા | |||
કંઈક બીજું પણ હોય છે | |||
કેટલાક તો ઘડિયાળ નીચે | |||
દબાયેલી રૂવાંટીમાં બેઠા બેઠા | |||
વહેતી નદીમાંથી આવતા | |||
પવનમાં સ્નાન કરતા | |||
આંખ મીંચી ચુપચાપ | |||
આખો વખત | |||
પડ્યા રહેતા હોય છે | |||
તો ક્યારેક | |||
સફરજન ખાતાં ખાતાં | |||
સંત પુરુષોનાં વચનોય મમળાવતા હોય છે | |||
આ શેતાનો | |||
કે જેમને પોતાના | |||
કુળમૂળની ખબર નથી | |||
એવા ટેબલ ને કાગળ જેવા | |||
પેપરવેઇટમાં પુરાયેલા | |||
આકાશની જેમ | |||
પોતાની પાંખો ક્યારેક ક્યારેક | |||
ફફડાવે છે ત્યારે | |||
સંતોના પડછાયા | |||
ખોંખારા ખાય છે | |||
એ વાત પણ ખરી | |||
પણ કોઈ વાર | |||
પીળી ઝાંયવાળી નારંગી બપોરે | |||
આછી ઊંઘમાં | |||
પડખું ફરતાં | |||
કાનની નીચે | |||
દીવાસળી ચંપાય | |||
ને | |||
બટકું ભરેલું | |||
અડધું કોહવાયેલું | |||
સફરજન | |||
ઘડિયાળમાંથી | |||
લોહીના ફુવારા સાથે | |||
ઊછળી આવે | |||
પેપરવેઇટમાં થીજેલું આકાશ | |||
વીજળીથી ચિરાઈ જાય | |||
ને | |||
પડછાયા પરપોટા થાય | |||
બંગડીઓ તૂટે | |||
શિયળ છેદાય | |||
ડૂસકાંઓથી હવા તરડાય | |||
એ જ પળે | |||
પોતાનાં મૂળિયાં શોધવા ઊઠેલાં | |||
કાગળ ને ટેબલ | |||
કપાઈ ગયેલી ડાળી જેવાં | |||
કોરમાંથી કજળેલાં | |||
જમીન | |||
પર | |||
પડે | |||
એટલું જ | |||
હા | |||
એ તો | |||
કોઈ વાર | |||
શેતાને દાઢ પડાવી હોય | |||
કે | |||
સંતને ડાબે પડખે | |||
દુઃખાવો ઊપડ્યો હોય | |||
અને | |||
પાત્રો ઘણી વાર | |||
સંવાદ ભૂલી જાય | |||
ત્યારે | |||
જે જે હોય | |||
તે અન્ય બને | |||
બાકી | |||
પીળી ઝાંયવાળી | |||
નારંગી બપોરની | |||
વાત જરા જુદી છે | |||
હાલ તો | |||
</poem> | |||
== મારા પિતાને == | |||
<poem> | |||
એમણે મારા પિતાને | |||
ખૂબ ગાળો આપી | |||
મેં સાંભળી | |||
પિતા હયાત હોત તો | |||
એમણે પણ ચોપડાઓ | |||
લખતાં લખતાં | |||
ચશ્માંમાંથી ઝીણી નજરે | |||
જોતાં જોતાં | |||
ગાળો સાંભળી હોત | |||
ને પછી | |||
ચોપડાઓ થેલીમાં | |||
વ્યવસ્થિત મૂકી | |||
તૂટેલાં ચપ્પલો પહેરી | |||
ધીમે ધીમે બહાર | |||
ચાલી ગયા હોત. | |||
બધા મને ફોશી કહે | |||
સામે બેચાર ચોપડાવી દેવા | |||
ચાનક ચડાવે | |||
હું માત્ર સાંભળું | |||
જરીક હસું | |||
ને પાણી પી | |||
હું પણ | |||
ચાલી નીકળું. | |||
બસસ્ટેન્ડ પાસે | |||
તૂટેલા અંગૂઠાવાળા | |||
એક ચપ્પલ પરથી | |||
બસ ચાલી જાય | |||
વરસાદના આ દિવસોમાં | |||
ભૂખરું આકાશ | |||
ખાબોચિયામાં હાલકડોલક | |||
મેલોઘેલો ધૂંધવાયેલો | |||
સૂરજ નખમાં ઘર કરે | |||
અટકેલી ઘડિયાળને | |||
ચાવી દેતાં જ | |||
પિતાનું અમથું હાસ્ય | |||
મારી આજુબાજુ કારાગાર રચે | |||
સળિયા તોડી ભાગું | |||
ને | |||
સામેની દીવાલ જોડે | |||
માથું અફળાય | |||
એકાએક વરસાદ | |||
તૂટી પડે | |||
ઢીમચાં પર આંટણવાળી | |||
આંગળી ફેરવતો ફેરવતો | |||
ભીનો ધ્રજતો | |||
દાંત કકડાવતો | |||
ઘર તરફ પાછો ફરું | |||
</poem> | |||
== અમારા બાપદાદાના સમયનું એક ઘડિયાળ == | |||
<poem> | |||
અમારા બાપદાદાના સમયનું | |||
એક ઘડિયાળ | |||
અમારા ઘરમાં છે | |||
બાપુજી પહેલાં તેને રોજ સવારે | |||
આઠ વાગ્યે નિયમિત ચાવી આપતા | |||
કાકા સાથે ઝઘડો થયો હોય | |||
કે મારો દાખલો ખોટો પડ્યા પછી | |||
મને પ્રસાદી મળી હોય | |||
તો પણ બાપુજી ચાવી આપવાનું | |||
કદી ભૂલતા નહીં | |||
બાપુજી હવે નથી | |||
મને ચશ્માં આવ્યાં છે | |||
ક્યારેક ક્યારેક યાદ આવે | |||
તો હું ચાવી આપું | |||
બાકી રહી જાય | |||
કોઈ વાર ખાનું ખોલતાં સામે દેખાય | |||
ગાંધીજી પાસે હતું એવું જ | |||
અદ્દલ મૉડેલ જોઈ લો | |||
મોઢું પડી જાય | |||
ગુનેગાર હોવાની શરમ સાથે | |||
જોરથી ખાનું બંધ કરી દઉં | |||
કે પછી | |||
કોઈ વાર ચાવી આપી દઉં | |||
ચાવી આપતી વખતે | |||
અચૂક મારે કાંડાઘડિયાળમાં જોવું જ પડે | |||
પછી તો ઘણો વખત થયો | |||
એકબે વાર અટક્યું | |||
જોરથી ચાવીના આંટા ફેરવવાથી | |||
એકાદ વાર પડી જવાથી | |||
કે એમજ | |||
જો કે યાદ નથી | |||
પણ | |||
સાવ અટક્યું | |||
વેચવા જવાનો એક બે વાર | |||
વિચાર પણ કર્યો | |||
ઘડિયાળી કહે સાહેબ | |||
સાવ જૂનું થઈ ગયું છે | |||
એક્સચેંજમાં નવું લઈ લો ને | |||
કેટલી વાર સ્પેરપાટ્ર્સ બદલશો | |||
હવે તો સેલવાળાં... સસ્તાં | |||
આ તો સોના કરતાં... હીહીહી | |||
હશે | |||
છતાં જીવ ન ચાલ્યો | |||
બેત્રણ વાર ચાવી સેકન્ડનો કાંટો | |||
વગેરે બદલ્યાંયે ખરાં | |||
બસ પછી એમ જ પડ્યું છે | |||
ક્યારેક ખાનું ઉઘાડતાં | |||
ખવાયેલા ફોટાઓ | |||
બટકી ગયેલી પેન્સિલો | |||
ઘસાયેલા ઝાંખા રબ્બરના ટુકડાઓ | |||
વચ્ચે એને જોઈ રહું છું | |||
કાચની રજકણ જરા લૂછી | |||
ઝીણી નજરે સમય જોઈ | |||
ફરી મૂકી દઉં છું | |||
મોડી સાંજે આંટણ પડેલા | |||
જમણા હાથના અંગૂઠા પર | |||
આંગળી ફેરવતાં ફેરવતાં | |||
વિચારું છું | |||
બાપુજી કેવા જતનથી તેને રાખતા | |||
</poem> | |||
== એક કાવ્ય == | |||
<poem> | |||
મેં તમારી કવિતા ઝાઝી વાંચી નથી | |||
એમ જ કોઈ વાર બીજા પાસે તમે વાંચતા હો તો સાંભળું ખરો | |||
સાચું પૂછો તો એમાં મને ઝાઝો રસ પડતો નથી | |||
કે નથી પડતી એવી કોઈ ખાસ સમજ | |||
હું ઘરે હોઉં | |||
ને તમે ફોન પર કવિતા વિશે | |||
મિત્રો સાથે વાત કરતા હો | |||
ત્યારે હું લેપટોપમાં કોઈ હિંસક ગેઇમ રમતો હોઉં | |||
અથવા તો ઇન્કમટેક્સનું ફોર્મ ભરતો હોઉં | |||
કે ટીવીમાં સર્ફીંગ | |||
પછી તમે ધીમા અવાજે થોડી વાતો કરી | |||
ફોન મૂકી | |||
ચશ્માંના કાચ લૂછતાં તમારા રૂમમાં ચાલ્યા જાવ ચુપચાપ | |||
મોડી રાતે ઑફિસેથી આવું | |||
ત્યારે તમે કંઈક વાંચતા હો, | |||
કે આંખમાં ટીપાં નાખી | |||
અંધારામાં બેઠાં બેઠાં સંગીત સાંભળતા હો | |||
પણ મને પાણી આપવાનું ક્યારેય ભૂલો નહીં ચુપચાપ | |||
તમે એકલા ક્યારેય પડતા નથી. | |||
કાં તો પુસ્તક, | |||
કાં તો સંગીત, | |||
ને દૂરના અંધકાર સાથેની તમારી ચુપકીદીભરી વાતચીત | |||
ક્યારેક હું અકળાઉં | |||
ક્યારેક તમારે ખભે હાથ મૂકી | |||
કહું કે હવે સૂઈ જાવ | |||
તબિયત બગાડશો | |||
તમે માત્ર માથું હલાવો ચુપચાપ | |||
ઉપરનીચે થતા અડધી રાતના પાણીમાં | |||
મારો તમારો ચહેરો ખળખળ વહેતો રહે, | |||
પાણીની સળ પર તમારી અપલક આંખોમાં | |||
થોડી વાર મૂંગો મૂંગો ઊભો રહી, | |||
ચાલવા જાઉં ને તમે ધીમેથી બાજુમાં ખસી જાઓ ચુપચાપ | |||
હવે તમે | |||
કાચની બારીમાંથી ઝાંખા પડતા તારાને સ્હેજ જોઈ | |||
દવા લઈ | |||
આછા મલકાટે મારા લેપટોપ પર | |||
વોશીંગ મશીન પર મૂકેલા શર્ટ પર | |||
જરા હાથ ફેરવી, | |||
ઘડિયાળને ચાવી દઈ બત્તી બંધ કરી | |||
અત્યારે | |||
તમારા રૂમના ખાટલાની ધાર પર | |||
તમે આંખ મીંચી બેઠા છો ચુપચાપ | |||
આ હું મારા રૂમના બંધ બારણામાંથી | |||
જોઈ શકું છું ચુપચાપ | |||
જો કે આપણા અંધકારના | |||
વણાટની પસંદગી આપણે નથી કરી શકતા | |||
સાવ અચાનક અતિથિ વિચાર ઝબકી બુઝાય ચુપચાપ | |||
હા ચોક્કસ | |||
તમારી ચુપકીદી સાથે | |||
એક દિવસ હું જરૂર વાત કરીશ | |||
હમણાં તો આપણે | |||
ભાષા વિનાના સમયમાં. ચુપચાપ. | |||
</poem> | |||
== એક કાવ્ય == | |||
<poem> | |||
દવાઓથી | |||
શ્વાસને ટાંકાઓ મારવાનું ક્યાં સુધી ચાલશે ડૉક્ટર | |||
કળતરિયા ગોઠણમાં | |||
ચન્દ્ર હવે આથમી રહ્યો છે | |||
હાડકાંઓ વચ્ચેનું તેલ | |||
હવે ખૂટવા આવ્યું છે. | |||
આંખો વારંવાર | |||
દક્ષિણ તરફ મીટ માંડી ઊડું ઊડું થવા કરે છે | |||
ચાલ હવે ફરી ચાલું | |||
જલદી પહોંચું | |||
ત્યાં ગયેલા મિત્રો | |||
પાછા આવવાના નથી | |||
એમને મળવાનો સોસ પડ્યો છે | |||
સરોવરમાં હવે | |||
દવાઓ ઇંજેક્શન્સ પધરાવી | |||
થોડો શ્વાસ સાચવી | |||
સવાર પડે એ પહેલાં | |||
પહાડ ચઢવાની | |||
શરૂઆત કરું | |||
ડૉક્ટર પ્લીઝ | |||
મને રજા આપશો | |||
</poem> | |||
== આવે ત્યારે == | |||
<poem> | |||
લખાયેલા શબ્દોમાં | |||
ખાલીપણું | |||
ચુપચાપ પેસી ગયું છે | |||
હવે આ છેલ્લી ચાલમાં | |||
ભલે કોઈ સાથી નથી | |||
માત્ર મારે જ ચાલવાનું છે | |||
જાણું છું | |||
તું હાંફળું હાંફળું થયું છે | |||
જલદી મને છોડશે નહીં | |||
હજીયે તું મને | |||
થોડું ચલાવશે | |||
થોડું થોડું હંફાવશે | |||
વધારે ને વધારે થકાવશે | |||
વારંવાર રિબાવશે | |||
હું તો ચાલીશ હાંફીશ થાકીશ રિબાઈશ | |||
પણ શરણે તો નહીં જ | |||
દરેક માંદગી મને થોડો થોડો | |||
ભૂંસતી જાય છે | |||
ને તારી છબિ ચોખ્ખી થતી જાય છે | |||
પણ | |||
તું મને બદલી શકશે નહીં | |||
ચાલ બહુ થયું | |||
હવે ભાષા વિનાના પ્રદેશમાં | |||
પહેલાં હું પહોેંચું | |||
તું શું છે એ જાણવા | |||
તને થોડો સમય મળી રહેશે. | |||
અચ્છા તો – | |||
તું પાછળ પાછળ આવ | |||
</poem> | |||
== એક કાવ્ય == | |||
<poem> | |||
ચાલવું | |||
થાકવું | |||
ફરી ફરી | |||
ચાલવું | |||
એ જ | |||
ક્રમ | |||
સપનાંઓ અને વિસ્મૃતિથી | |||
ભરેલાં વર્ષો | |||
ખભા પર ઊંચકી | |||
હાંફતાં તો હાંફતાં | |||
ચાલવું એ જ રઢ | |||
કોરી જીભે | |||
પડછાયો | |||
પ્લેટમાં પડેલી | |||
સફરજનની ચીરને | |||
તાકી રહે | |||
સ્મૃતિમાં બાઝેલી | |||
કડવાશને | |||
નખથી કોતરી ન શકું | |||
કે ફૂંકથી ઉરાડી ન શકું | |||
કોરડાઓ ને અપમાનો | |||
ટીકડીની સાથે ગળવા રોજ રોજ | |||
જિંદગી ને મરણ | |||
એ તો હવે | |||
લોહીની ટેવ | |||
પણ ખોડંગાતા | |||
તોયે ચાલવું | |||
એ જ હઠ | |||
શાલ નીચે | |||
શરીર | |||
રોજ રોજ | |||
આથમતું જાય | |||
છતાં અડધાપડધા | |||
ભુંસાયેલા અક્ષરોને | |||
ઉકેલવા | |||
ચંદ્રથી દીવો પ્રગટાવું | |||
પાનીમાંથી | |||
દરિયો | |||
આકાશને આંબવા | |||
માથું | |||
ઊંચકે | |||
ને | |||
ફરી | |||
આરંભ | |||
</poem> | |||
== એક કાવ્ય == | |||
<poem> | |||
પછી ચાલી જવાનું | |||
નક્કી કર્યું | |||
થોડું પાણી પીધું ન પીધું | |||
ને ગ્લાસ પર આંગળાંઓની | |||
છાપમાં ઢળતા સૂરજને મૂકી | |||
હજી તો પગ ઉપાડું | |||
ત્યાં તો | |||
ખભે હાથ મૂકી કહે | |||
એમ ન જવાય | |||
કેમ | |||
બહુ રહ્યો તારી સાથે | |||
હવે તું કાં તો હું | |||
કહે એવું ન ચાલે | |||
આપણે તો એક જ | |||
સતત ઝઘડું | |||
હથિયારો વાપરું | |||
લોહીલુહાણ કરું | |||
ડરાવું ધમકાવું | |||
કાનસથી આઠમના ચંદ્રને ઘસું | |||
પણ જવાનું નામ જ ન લે | |||
કહ્યું છોડ ને દોસ્ત | |||
આપણા ઋણાનુબંધ પૂરા થયા | |||
તો કે ના | |||
જ્યાં તું ત્યાં હું | |||
હું જ તારું અસ્તિત્વ | |||
હું જ તારા શ્વાસ | |||
હું જ તારું જીવન | |||
ટપારી કહું | |||
ઝાઝો પ્રગટ ન થા | |||
છુપાવતાં શીખ | |||
હવે માત્ર | |||
તું જલદી જા | |||
ખાડો ખોદ્યો | |||
દાટ્યો | |||
સાંજ પડી ગઈ | |||
સવાર થઈ ન થઈ | |||
ઝાકળભીની માટીમાંથી | |||
કૂંપળ થઈ ડોકું કાઢ્યું | |||
કહ્યું છોડને | |||
તો કહે છોડ થવું છે | |||
વૃક્ષ થવું છે | |||
કહ્યું કરવતે દેવાશે | |||
પણ નફ્ફટ માને તો ને | |||
કહે ધિક્કારશે | |||
તોયે હું તો ચામડીની જેમ સાથે ને સાથે જ | |||
રહીશ | |||
પણ જશે ક્યારે | |||
જેવી મરજી | |||
ચુપકીદીભરી બપોરે | |||
કે તારાભરી રાતે | |||
ચાલી પણ જાઉં | |||
કંઈ નક્કી નહીં | |||
બસ બસ | |||
ઠાલા દિલાસા ન આપ | |||
નાટક ન કર | |||
આખી રાત ઉઘાડી આંખે | |||
સાંભળું તો | |||
ઘા પડેલી છાતીમાં | |||
આછું આછું કણસે | |||
પણ જાય નહીં | |||
થોડા દિવસ પછી | |||
અડધી રાતે | |||
આંખ મીચકારતા કહે | |||
જાઉં કે ના જાઉં | |||
તેની આ અવઢવથી | |||
થાક્યો હું તો | |||
</poem> | |||
== એક રચના == | |||
<poem> | |||
બસ જવું જ છે | |||
રોકાઈ જાને | |||
ના ઘણું રહ્યો | |||
દિલાસા | |||
દવાઓ | |||
ને | |||
દાક્તરોએ બહુ થીગડથાગડ કર્યાં | |||
એમ તે કંઈ જવાતું હશે | |||
તું છેક હારી ગયો | |||
એમ માનો તો એમ | |||
પણ બસ જવું જ છે | |||
નથી લડવું | |||
નથી જુદા પડવું | |||
નથી સચવાવું | |||
ન જોઈએ કોઈ ઓળખ | |||
હવે તો માત્ર ભુંસાવું | |||
હવે આંગળીએ બાઝેલી | |||
બારાખડી હવાના કણકણમાં | |||
વેરતો | |||
ઓગળતો | |||
ચાલી નીકળું | |||
હાથ મને રોકો મા | |||
લખવામાં | |||
છેકવામાં | |||
મેળવવામાં | |||
તરછોડવામાં | |||
આ ને તે | |||
મુદ્રાઓમાં | |||
તમે ઘણું ઘણું | |||
ખરચાયા | |||
ઘસાયા | |||
વીંઝાયા | |||
હવે આરામ કરો | |||
હવે મને જવા દો | |||
ચીજવસ્તુઓ મને ઘેરી ન વળો | |||
જાતે રંગાયા વિના મને રંગનાર | |||
વહાલ વિલાપ ને વેરથી | |||
મને તમારી જોડે વણનાર | |||
આમ તો | |||
આપણે બન્ને અનિત્ય | |||
ચાલો ત્યારે નીકળું | |||
મિત્રો | |||
તમારો સાથ તો કેમ ભુલાય | |||
કોફી પીતાં | |||
કેફિયત આપતાં | |||
ન્યાયાધીશ બનતાં | |||
અકળામણો | |||
ને | |||
એકરારોથી | |||
સંધાતા | |||
તૂટતા | |||
ઉજાગરા કરતા | |||
અંતકડી અધૂરી છોડતા | |||
હળવાશથી | |||
મોકળાશથી | |||
એકમેકને બાંધતા | |||
આપણે સાથે ને સાથે ચાલ્યા છીએ | |||
મારા હૂંફાળા પડછાયાઓ | |||
મને મોડું ન કરાવો | |||
હવે તો | |||
ક્ષિતિજ પર સૂર્ય | |||
પાછળથી સાદ ન પાડતા | |||
હવે હું પાછું વળી નહીં જોઉં | |||
જેમનાં સપનાં આવ્યાં | |||
જેમનાં સપનાં જોયાં | |||
જેમને મળાયું નહીં | |||
જેમને પમાયું નહીં | |||
એ બધાંની | |||
ખંડિત સ્મૃતિવિસ્મૃતિઓ | |||
વચ્ચે | |||
ઘવાઈને પડેલો | |||
મારો ઇતિહાસ | |||
અહીં જ ભલે રહ્યો | |||
કાગળ | |||
મને લલચાવ નહીં પ્લીઝ | |||
આકાંક્ષાઓ | |||
અભાવો | |||
અપરાધો | |||
સપનાંઓ | |||
સ્ખલનો | |||
સિદ્ધિઓ | |||
ને | |||
સલાહોની વાતો લખી છેકી | |||
શાહીના ધોધ વરસાવી વરસાવી | |||
તને ગૂંગળાવી માર્યો | |||
હવે તું હવામાં તર | |||
જંગલમાં હરફર | |||
શાંત રાત્રિમાં | |||
રણની કોરી ચુપકીદી બની | |||
તારાઓનું સંગીત સાંભળ | |||
આજથી | |||
તું મુક્ત | |||
શબ્દો | |||
તમે તો મારો મુખવટો | |||
શક્તિ | |||
શસ્ત્ર | |||
સત્તા | |||
શરણ | |||
સલામતી | |||
ઇચ્છિત દૃષ્ટિસૃષ્ટિની ગતિ | |||
વ્યૂહરચનાનું એક પ્યાદુ | |||
તમે | |||
દર્પણદીપ | |||
અદ્ભુત પુષ્પવત્ | |||
અવિરત નદી | |||
આંધળી તરસ | |||
ને | |||
અંત સુધી તો કોયડો જ | |||
અહીં સુધી આવ્યા | |||
આભાર | |||
હવે સામેના | |||
પહાડ પર પહોંચું ત્યારે | |||
ને | |||
કવિતા | |||
તું તો હંમેશાં | |||
આનંદઅધૂરપનો ઉન્માદઉચાટ | |||
સતત લોહીઉછાળ | |||
હંમેશાં અશક્ય | |||
મૂંઝવણ | |||
મથામણ | |||
તનેય | |||
આવજો નથી કહેતો | |||
અવિવેક માટે ક્ષમા | |||
હવે | |||
ત્રુટક ત્રુટક | |||
શ્વાસ | |||
પાંગતે મૂકી | |||
ખોડંગાતી દૃષ્ટિ સાથે | |||
હું તો આ ચાલ્યો. | |||
</poem> | |||
== એક રચના == | |||
<poem> | |||
દરેક લખાણ પછી | |||
શબ્દો કેમ અજાણ્યા બની જતા હશે | |||
દર વખતે દૂર દૂરના અનેક શબ્દો | |||
પાસે આવે | |||
મને રચે | |||
ને | |||
એકાએક અવકાશમાં અદૃશ્ય થઈ જાય | |||
પછી | |||
ફરી અજાણ્યો બની જાઉં | |||
તો મારી ઓળખ કઈ | |||
પાણીની નગ્નતામાં છુપાયેલો સૂરજ | |||
ઇતિહાસ અને વિસ્મૃતિની જેમ | |||
ધબકારાની ઉઘાડબંધ આંખોમાં | |||
શ્વાસનિઃશ્વાસ થઈ રણની ઠૂંઠવાતી | |||
રાત્રિને પૂછે : આ હાંફ ચઢેલા સમયમાં | |||
લખાણ એ મુક્તિ | |||
અશક્યતા | |||
લમણામાં સણકા માર્યા કરતી ક્ષિતિજ | |||
કે ઓળખ માટેનો રઝળપાટ | |||
શબ્દોથી રચાયેલા વિશ્વમાં | |||
જરીક અમથા હરીએ ફરીએ | |||
હજી તો એક વળાંકથી | |||
બીજે માત્ર વળીએ | |||
અને એકાએક | |||
અજાણ્યા મુસાફર થઈ જઈએ | |||
તો કઈ ઓળખ રચીએ | |||
ખંડેર સાથે વાતચીત કરતાં કરતાં | |||
હવા એને વહેરતી જાય | |||
ને એના કણકણમાંથી | |||
ઘડાતા આવતા શરીરને | |||
હજી તો જોઈએ ન જોઈએ | |||
એનો સ્પર્શ કરીએ ન કરીએ | |||
ત્યાં તો ફુંકાતી બારાખડીમાં | |||
હોવું ન હોવું | |||
સ્થાનાંતર કરતાં પંખીઓની જેમ | |||
અજાણ્યા આકાશમાં ઊડી જાય | |||
તો કઈ ઓળખને | |||
અક્ષર અક્ષર વચ્ચેની | |||
ખાલી જગામાં રચવી? | |||
કે ભૂલવી? | |||
કે પામવી? | |||
કે સુખી અહંકારથી પોષવી? | |||
કે વહેતા જળમાંથી | |||
એને ખોબામાં ઝીલવી | |||
વારંવાર હણાયેલું અંગત વિશ્વ | |||
સ્મૃતિમાં ક્યારેક બેઠું થાય | |||
ક્યારેક | |||
ઉન્માદી તાવની જેમ એનો પારો ચઢેઊતરે | |||
ક્યારેક છેકાય | |||
પણ ઝાંખું ન થાય | |||
છતાં લકવાગ્રસ્ત ડગુમગુ મન | |||
કેટલાક શબ્દોને | |||
ઝાલવા ઝાંવાં નાખે | |||
પણ ઊડી ગયેલા શબ્દો પાછા ન ફરે | |||
ને કાગળમાં પથરાતી જાય કાળાશ | |||
તોયે જક્કી | |||
વિદ્રોહીનો સ્વાંગ સજતું | |||
આ હોવું | |||
પોતાની દરેક ઓળખને સાચી ઠેરવે | |||
પણ અન્યો વિનાની | |||
મારી ઠાલી | |||
કાલી કાલી | |||
બોદું રણક્તી ઓળખનું શું કરું | |||
સંશય બળાપો શરણાગતિ શહીદી | |||
દૃષ્ટિને પળે પળે આલિંગન આપીને | |||
કાટમાળની જેમ ખેરવે | |||
પોતાનાથી દૂર જવા પગલાં ઉપાડું | |||
ને | |||
અરીસાની પાછળનો એક ચહેરો | |||
મૂંગી નજરે મને તાકી રહે | |||
ગઈ કાલની ઓળખનો ભાર હળવો થાય | |||
હવે નવેસરથી આરંભ કરું ન હોવાનો. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
{{Right |આ રચના કમલ વોરા માટે }} | |||
<br> | |||
{{Poem2Close}} | |||
<br> | |||
એક પત્ર | |||
{{Poem2Open}} | |||
કાચીંડો તે જ આ શહેર. હું અહીં, તું ત્યાં, વચ્ચે રઝળે છે મારા-તારા કેટલાયે અવશેષો. બધું બદલાતું જાય છે – સુખની જેમ, આકાશની જેમ. સ્વપ્નની બોદી દીવાલોના રણકારને પીઉં છું આંખોથી અને ત્વચા પર ખખડે છે વર્તમાનની એક એક ક્ષણ. ‘પછી શું?’નું અવતરણ સતત પીડે છે મારી આ એક ક્ષણને. તડકો બારીના કાચ સાથે આજે સવારે જ ફૂટી ગયો. ત્વચા પર જે છિદ્રો છે તે કાચની કચ્ચરોની જેમ હાંફી રહ્યાં. આ અશબ્દ વિશ્વ મને પીડે છે તેથી તો હું તરડાઈ જાઉં છું દર્પણમાં અને મારી વાતો શ્વાસ થઈ પ્રતિબિમ્બાય છે મારી સામે. તારા શહેરથી મારું શહેર જુદું, વચ્ચે લંબાઈને પડ્યો છે કાચીંડો. હું તો ઘડું છું મારા મૌનને... ચિત્તને શબ્દાવું શી રીતે? મનને ‘એ અહીં નથી’ કહી કેમ કરી મનાવું? તું મારી બધી ઋતુ. તારા માટે થોડી ઉનાળાની સાંજ અને વરસાદી બપોરની થોડી ક્ષણો મેં સાચવી રાખી છે. હું શબ્દોથી વિશેષ કશું લંબાવી નથી શકતો તારી તરફ. તારો નીતિન પણ આ શહેરમાં બોલતો, કોલ્ડ કૉફી પીતો, જૅઝ સાંભળતો ઉદાસ હસે છે. ઇમોશનલી ઇર્રૅશનલ થઈ ગયો છે એ. વધુ પૂછીશ તો કહીશ ટ્રેન બની આવ-જા કરું છું અહીંથી ત્યાં. તારે મને યાદ ન આવવું. | |||
{{Poem2Close}} | |||
== ટ્રેન વિશે == | |||
=== ૧ === | |||
<poem> | |||
ટ્રેન વિશે એટલું તો | |||
સાચું છે કે તે આપણા વિશે | |||
કદી વિચારતી નથી | |||
કોઈ આવે કે જાય | |||
બારણા પાસે ઊભે | |||
કે બારી પાસે બેસે | |||
ખાંસી ખાય કે સીંગ ખાય | |||
કે ઝોકાં ખાય | |||
કે અડધી આંખ મીંચી લાઇન મારે | |||
ગાળો બોલે કે ખિસ્સું કાપે | |||
પણ ટ્રેનને શું? | |||
જ્યાં સ્મૃતિ નથી ત્યાં સુખદુઃખ નથી | |||
તે સત્યનું બીજું નામ ટ્રેન છે. | |||
</poem> | |||
=== ૨ === | |||
<poem> | |||
બહેનને કહ્યું હતું | |||
અગિયાર વાગ્યે આવી જઈશ | |||
પણ ટ્રેન ચૂકી ગયે | |||
બેના નારાજ થઈ | |||
શું કરું? | |||
કોને કહું? | |||
ટ્રેન છે ને? | |||
</poem> | |||
=== ૩ === | |||
<poem> | |||
ચળકતી ફ્લડ્ લાઇટમાં | |||
૮૧ નંબરની | |||
પીળા ચૉકલેટી પટાવાળી | |||
ટ્રેન આવે છે. | |||
સહદેવ લખલખાની જેમ | |||
લોહીમાંથી પસાર થઈ ગયો | |||
પહેલાં તો હસ્યો | |||
‘જગ્યા મળે તો સારું’ | |||
ને ઊગ્યું એક પૂંછડું | |||
કૂદ્યો | |||
મ્યાઉં... મ્યાઉં... હાઉ... અરે હાઉ... | |||
એય ઉં ઉં... હટ, ચલબે ગાંડૂ... | |||
સાલ્લી ભયંકર ગરદી છે | |||
અરે હાથ કાયકો બીચ મેં નાખતા હૈ | |||
એય ગાંડૂ સાલે ઉતરને દો | |||
બાજુ ખસ, બેં બેં બેં | |||
મગનભાઈ અહીં, એય લાલિયા ઇધર આ | |||
અરે મેરા પાસ | |||
ચીકી દસ પૈસા | |||
સી... સી... સી... | |||
ટ્રેનમાં બેઠો | |||
ફરી માણસ? | |||
</poem> | |||
=== ૪ === | |||
<poem> | |||
પ્રિયે | |||
તું અને ટ્રેન બંને | |||
ઘણી વાર તો સાથે જ | |||
યાદ આવો છો | |||
વિચારું છું | |||
સવારે નવ ને એકવીસની | |||
બડા ફાસ્ટ સમયસર તો હશે ને? | |||
હાડકાંમાંથી | |||
એક ટ્રેન અડધી રાતે | |||
પસાર થઈ જાય છે | |||
તું યાદ આવે છે ટ્રેન જેવી. | |||
</poem> | |||
=== પ === | |||
<poem> | |||
બોરીવલીથી | |||
સાડાનવની ફાસ્ટ ટ્રેન | |||
ભીંસ | |||
ધક્કામુક્કી | |||
સંસાર હૈ એસા ચલતા હૈ | |||
ઓહો ઘણા વખતે મળ્યા નહીં? | |||
કેમ મજામાં? | |||
શું હેં... હેં... હેં... | |||
હા... હા... હા... ખી ખી ખી | |||
હાક્ થૂ... | |||
સાલા ઔરત કી મશ્કરી કરતા હૈ | |||
ગરમી વધુ પડે છે | |||
સાલી ગવર્નમેન્ટ ખરાબ છે | |||
હાક્ છીં | |||
અંબે માત કી જે | |||
છાપાનું જરા બીજું પાનું આપો ને? | |||
એય ગાંડૂ તેરી માબેન હૈ કિ નહીં | |||
બારણા પાસે | |||
સળિયો પકડી ઊભું | |||
સાડી ફરફરે | |||
પંખા વાતો છેદે | |||
ગાવસ્કરની સ્ટ્રેટ ડ્રાઇવ તોડી નાખે એવી | |||
ઉસકા તો એવું ને નાના પણ | |||
મને કાય બઘતો! ના મીના, એવું નહીં | |||
અચ્છા... અરે મેરા પાકીટ, | |||
આવજે શું કરું યાર! | |||
સાલા દાદર ચલા ગયા | |||
સોતા થા અબતક... આવીશ | |||
ગાળો | |||
રમીની રમત રૂપિયે પૉઇન્ટ વીસ | |||
સ્ટેશને સ્ટેશને સ્તનોનું ટોળું | |||
ગૉગલ્સવાળો | |||
ચહેરો લઈ | |||
ઊતરું | |||
ચર્ચગેટ સ્ટેશન | |||
સમય દસ ને દસ. | |||
</poem> | |||
== શાપિત માણસ == | |||
=== ૧ === | |||
<poem> | |||
પડછાયાનાં વહાણ મને શકે ના તાણી | |||
પૃથ્વીનો હું શાપ માણસ નામે મારી એંધાણી | |||
મને માણસ થવાની ચીડ ચઢે છે | |||
આર્ટ ગૅલેરીની ભૂખરી દીવાલમાં | |||
તાંબાના સૂરજ હેઠે | |||
કે ક્ષય જેવા લૅન્ડસ્કેપમાં | |||
ચિત્રિત મારી ઇચ્છા મારા હોવાપણાના | |||
બિન્દુની બહાર ગતિ કરી ગઈ છે | |||
કદાચ શબ્દો ગળતાં હાડપિંજર બની | |||
મને વળગી રહ્યા છે | |||
માણસ જ માણસનો રોગ છે | |||
લાગે છે માણસથી ઇતર તે જ માણસ છે | |||
પૃથ્વીનો હું શાપ માણસ નામે મારી એંધાણી | |||
પડછાયાનાં પૂર મને શકે ના તાણી | |||
બિથોવનની નવમી સિમ્ફનીમાં | |||
ટોળાં બની વહી જાય મારો અવાજ | |||
રેતીની જેમ અડધી રાતે ઊડી જાય | |||
પંખીઓ નદીની શોધમાં | |||
તૂટી ગયેલી ખોપરીના સૂકા આકાશમાં | |||
લોહી બની દદડ્યા કરે છે બિલોરી પવન | |||
</poem> | |||
=== ૨ === | |||
<poem> | |||
ભૂસ્તરશાસ્ત્રની શોધ બની સંગ્રહસ્થાનની | |||
દીવાલોમાં સચવાઈ પડી છે જે મારી સ્થિતિ | |||
તે પણ આજે ફરતા રક્તમાં | |||
શ્વાસનાં જાળાં બની ગોળાયા કરે છે | |||
અને મારી આજુબાજુની પરિસ્થિતિ | |||
અજગરની જેમ મને વીંટતી જાય છે | |||
આ પરિસ્થિતિની ભીંસમાંથી | |||
કોઈ પારધી નહીં બચાવી શકે | |||
તેથી તો | |||
હું માણસ થવાનો બોજો વહન કર્યા કરું છું વર્ષોથી | |||
પડછાયાનાં ખાલી ખાલી વહાણ મને શકે છે તાણી | |||
પૃથ્વીનો હું શાપ માણસ નામે મારી એંધાણી | |||
તીણા ખીલા બની | |||
ત્વચાની આરપાર નીકળી જતી દોસ્તી | |||
પથ્થરના પૂતળામાં ઠરી ગયેલો પ્રેમ | |||
દીવાલની જેમ ચોપાસથી ગબડી પડતા સમ્બન્ધો | |||
રણનો વંટોળ બનાવી છોડી દે છે મને | |||
હું તરસ બની ચિત્રિત થઈ ગયેલો રંગ છું | |||
હજારો વર્ષોનો અંધકાર બિલાડીના નખની | |||
જેમ મારામાં વધ્યા કરે છે રોજ રોજ વૃક્ષ બની | |||
મને માણસ થવાની હવે તો | |||
બીક લાગે છે | |||
ફોટાની ફ્રેમની બહાર વહી શકે ના પડછાયાનાં પાણી | |||
હું માણસ નામે નેગેટિવ શોધું મારી ચિત્રિત ઠંડી વાણી | |||
મને માણસ થવાનો થાક લાગે છે. | |||
</poem> | |||
== મૃત્યુ == | |||
=== ૧ === | |||
<poem> | |||
હું મરણ પામું એ પહેલાં મને | |||
કેટલાક રોગ થાય તો | |||
મને ઘણું જ ગમે. | |||
ત્વચા પર પવન કરવત | |||
ફેરવતો રહે | |||
આંખમાં પીળું ઘર બંધાતું જાય | |||
પાકી ઈંટો વચ્ચેથી આવતી | |||
દમિયલ હવા મારા | |||
શ્વાસને સ્ટીલના બનાવી દે | |||
તો મને ઘણું ગમે. | |||
મારી અને મારા રોગ વચ્ચેથી | |||
રેતીઓ ભરેલી શીશીઓ | |||
પસાર થઈ જાય | |||
અને મારા કબાટની ચાવી મેં | |||
ક્યાં મૂકી હશે તે હું | |||
વિચારતો હોઉં | |||
ત્યારે લોહીમાં બારમાસી ઝૂલતાં | |||
રહે તો મને ઘણું જ ગમે | |||
પાંડુર ચંદ્ર મારાં અસ્થિઓના | |||
પોલાણમાં રહેવા આવે | |||
મારાં સફેદ આંગળાંમાંથી | |||
બણબણ કરતી માખીઓ ઊડે | |||
ત્યારે નખની વચ્ચે ધીમું ધીમું | |||
ઘાસ ઊગે તો મને ઘણું જ ગમે. | |||
કદાચ હું જ ‘ધ સેવન્થ સીલ’ના | |||
નાયકની જેમ મારી સાથે | |||
એકાદ-બે દાવ ખેલી લઉં | |||
અને શતરંજનાં પ્યાદાં ગતિ | |||
કરે જ નહીં | |||
તો મને જરા પણ ન ગમે. | |||
પણ હું શતરંજની ચાલ ચાલતો હોઉં | |||
મારી નાની બહેન હાથમાં | |||
કૉફીનો કપ લઈ ઊભી હોય | |||
મારા ઘરની દીવાલોને | |||
સફેદો લાગતો હોય | |||
અને ત્યાં જ | |||
મારી ડોરબેલ રણકી ઊઠે તો | |||
મને ઘણું જ ગમે | |||
ગમે જ. | |||
</poem> | |||
=== ૨ === | |||
<poem> | |||
આજે મને શ્વાસમાં | |||
સંભળાય છે લીલી લીલી મહેક. | |||
સવારે ડૉક્ટર પાસે ગયો | |||
ત્યારથી શરીર પર ધીમે ધીમે | |||
ઘાસ ઊગી રહ્યું છે | |||
થોડાં પ્રિસ્ક્રિપ્શનો, થોડી દવા | |||
બધું પાણી પીતો ખાંસતો ખૂણો બની | |||
સર્પની જેમ પીઠમાં સરકવા લાગ્યું. | |||
દૂર ક્ષિતિજ સુધી હાથ લંબાવી | |||
ચંદ્રની ડાળીનો સ્પર્શ કર્યો | |||
ટેરવાં પર બાઝેલી ધૂળમાં | |||
પરી અને પંખાળો ઘોડો ફૂટી નીકળ્યાં | |||
ને મેં પતંગિયાંની જેમ ક્યાંય ક્યાંય | |||
ઊડ્યા કર્યું | |||
નાભિમાં સફેદ અંધારાં | |||
વડવાનલની જેમ ઊછળતાં રહ્યાં | |||
આ હવા, આ ક્ષિતિજ બધું | |||
દીવાની જેમ લોહીમાં ટમટમી રહ્યું. | |||
આજે શ્યામ અશ્વનું ફીણોટું મોઢું | |||
મારા શ્વાસને ગોળગોળ ફેરવતું | |||
મને ઊંડી ઊંડી ખીણમાં ગબડાવે છે | |||
ત્યારે દવાઓ જેવાં સગાં | |||
ચોમાસાનાં જંતુઓની જેમ આંખોનાં | |||
ખાબોચિયાંમાં બણબણી રહ્યાં છે. | |||
હું મારા જ દેશમાં મને શોધવા | |||
તૂટેલા કેલિડોસ્કોપને લઈ ચકડોળ જેવો | |||
ચાલ્યો છું. | |||
આસોપાલવની ડાળીમાં | |||
ફસાયેલો ચંદ્રનો પડછાયો હસી રહ્યો છે | |||
અને શરીર ઝરણું થઈ | |||
દોડી રહ્યું છે લીલી મહેકની પાછળ પાછળ. | |||
</poem> | |||
== નદી == | |||
<poem> | |||
ચાલતાં ચાલતાં આ પુલ સુધી તો | |||
હું આવ્યો છું | |||
સામે જોઉં છું તો પીળી એક દીવાલ છે | |||
તેના પર લાલ રંગનું એક ધાબું છે | |||
મારા પગ પાસે ચમકતી રેતી | |||
ઓઢી નદી સૂતી છે | |||
ને મને તરસ લાગી છે | |||
મારા ગળામાંથી ઘૂમરી ખાતાં | |||
તમરાં સતત ઊડ્યા કરે છે | |||
પીળી દીવાલ ક્યારે ખૂલશે | |||
તેની રાહ જોઉં છું. | |||
લાલ ધાબામાંથી એક પક્ષી ઊડે છે | |||
ને સૂરજ પર જઈ બેસે છે | |||
પુલ ધીમે ધીમે ઊંચકાય છે | |||
રેતી ઊછળતી ઊછળતી | |||
છાતી સુધી આવે છે | |||
સૂરજને ચાંચમાં લઈ | |||
પક્ષી ઊડે છે | |||
મારી આંખ નદીના પાણીમાં | |||
ઊંડી ઊતરી જાય છે | |||
હું ત્રમત્રમાટથી દટાઈ જાઉં છું. | |||
</poem> | |||
== યાત્રા == | |||
<poem> | |||
સવારે રસ્તા પર | |||
ચાલતો હતો | |||
ને સામેની બારીમાંથી | |||
કાચની જેમ હું તૂટી ગયો | |||
તો બાજુની ગલીના વળાંકમાંથી | |||
હું નીકળ્યો ત્યાં તો પેલા | |||
પીળા ઘરના | |||
ડાઇનિંગ ટેબલ પર બેઠો બેઠો | |||
સૂપ પીતો હું | |||
મકાનને ત્રીજે માળે ફિટિંગ કરતા | |||
લાલ મજૂરની જેમ કાળું ધડ્ કરતો | |||
હું ખડી ગયો. | |||
હાથ હવામાં છૂટી ગયો | |||
કાનમાં ખળખળ કરતો દરિયો | |||
ફાટી પડ્યો | |||
રાત્રિના જળના કાંઠા પર પીળું | |||
ઘર બની લાલ મજૂરનું મોજું ફેંકાઈ ગયું | |||
હાથમાંથી સફેદ વાયરોની રેતી | |||
ઊડી ઊડી મને ઘેરી વળી | |||
આંખોમાંથી ઘાસ ખરવા લાગ્યું | |||
ટોળું, અવાજો, થીજી ગયેલાં ઘડિયાળો | |||
સૂપની વરાળની જેમ મારી આજુબાજુ | |||
હવામાં રથની જેમ ફરી વળ્યાં | |||
ચમચીના ગોળાકારમાં મારા પગ | |||
હલબલતા રહ્યા | |||
ને ઝટ દેતો ફેંક્યો - ‘...રે સૂર્યમાં...’ | |||
ફાટેલી આંખવાળી બારી | |||
હવામાં હલેસાંની જેમ ઊડી | |||
હાથમાંથી આંખો ખરતી રહી | |||
‘...ચન્દ્રીએ અમૃત...’ | |||
હવે હું રસ્તા પર ચાલું છું | |||
ને બારીમાં ઊભો ઊભો હસું છું | |||
ઘડિયાળ નિયમિત થઈ ગયાં છે. | |||
</poem> | |||
== અનંત યાત્રા == | |||
<poem> | |||
ચાલ્યા કર | |||
બેસવાનું જ નહીં | |||
ના | |||
ઊભવાનું પણ નહીં | |||
ના | |||
ઊંઘવાનું | |||
હા | |||
પણ ચાલતા તો રહેવાનું જ | |||
ઘર પાસેથી પસાર થવાનું | |||
હા | |||
પણ ઘરમાં જવાનું નહીં સમજ્યો | |||
ચાલતા જ રહેવાનું | |||
ક્યારેક અજાણ્યો ટાપુ | |||
ક્યારેક હિમશિલા | |||
બારીમાં તગતગતી બે આંખો | |||
સમુદ્ર શું ઊછળ્યા જ કરશે | |||
હા | |||
મારે શું તરતા જ | |||
રહેવાનું | |||
હા | |||
આકાશ સામે જોવાનું | |||
ના | |||
ઊડવાનું | |||
ના | |||
ઊડું તો | |||
ઉડાવીશ | |||
વૃક્ષ થવાનું | |||
ના | |||
થાઉં તો | |||
કાપીશ | |||
આમ શું ચાલ્યા જ કરવાનું | |||
ફરી પૂછ્યું | |||
હા હા હા | |||
આંખો મનમાં ચાલ | |||
મન ઘરમાં ચાલ | |||
ઘરમાં મન ચાલ | |||
પગમાં પાણી ચાલ | |||
ચાલ ચાલ ચાલ | |||
શ્વાસ સાંધતો ચાલ | |||
પગમાં વહાણ ઉછાળતો ચાલ | |||
મન બાંધતો ચાલ | |||
ઝંખના કરવાની | |||
ચલ સાલા માંદલા | |||
છટ્ તે શબ્દ બોલ્યો છે તો ખબરદાર | |||
જીભ ખેંચી કાઢીશ | |||
ન ચાલું તો | |||
શરીરમાં પવન વાવું | |||
ન ચાલું તો | |||
પિંડીએ અગ્નિ ચાંપું | |||
ન ચાલું તો | |||
નાભિમાં પાણીના રથ બાંધું | |||
ચાલ ચાલ ચાલ | |||
ટાપુ પર પગ મૂકું તો ટાપુ હોડી બને | |||
આગળ આગળ | |||
ચાલ ચાલ ચાલ | |||
આ ઘર આવ્યું | |||
જવાનું નથી યાદ રહે | |||
આ તગતગતી આંખો | |||
જોવાની | |||
પણ ઘરમાં જવાનું નથી યાદ રહે | |||
આ દેખાય તગતગતાં આંસુ | |||
પડદો પાડ | |||
આ દેખાય કાલોઘેલો અવાજ | |||
પડદો પાડ | |||
કૂદકો મારું હોડીમાંથી | |||
પવન ઉડાવ દક્ષિણ તરફ | |||
પડદો ઉપાડો | |||
પડદો ઉપાડો | |||
સામે દેખાય જંગલ | |||
આ ઊગે | |||
બેસું | |||
ના | |||
બેસું તો | |||
મૂળસોતું કાપું | |||
બેસું તો | |||
બાળું | |||
બેસું તો | |||
ગબડાવું | |||
શ્વાસ ખરડાય | |||
હવા ઉઝરડાય | |||
દરિયો વીંઝાય | |||
મન વીખરાય | |||
પણ આ શા માટે | |||
પ્રશ્નો પૂછવા નહીં | |||
શા માટે | |||
સાચા સવાલો નથી | |||
સાચા જવાબો છે | |||
બોલ શું જોઈએ તારે | |||
ઘર | |||
નહીં મળે બીજું માગ | |||
માગ માગ તે આપું | |||
મને ગમતું આપું | |||
નહીં તો તને શાપું | |||
માગ માગ તે આપું | |||
ઘર | |||
નહીં મળે | |||
બીજું માગ તે આપું | |||
નહીં તો હવે શાપું | |||
બીજું ન જોઈએ | |||
તો ચાલતો રહે | |||
આનો અંત ખરો | |||
હા | |||
શો છે શો છે | |||
હોડીથી થાક્યો છે | |||
હા | |||
તો પથ્થર પહાડ પર મૂક | |||
પછી | |||
પથ્થર પહાડ પર મૂક | |||
પછી | |||
પાછો પથ્થર પહાડ પર મૂક | |||
પણ કેમ | |||
કાં તો પથ્થર કાં તો હોડી | |||
જો બેની કેવી થઈ સરસ | |||
મજાની જોડી | |||
પણ આનો અંત છે | |||
ખબર નથી | |||
કંઈ વાંકગુનો તેની આ સજા | |||
ખબર નથી | |||
શા માટે ચલાવો છો | |||
બસ એમ જ | |||
આ તે કંઈ જવાબ છે | |||
પસંદગી કરો અને ભોગવો | |||
કોની પસંદગી | |||
પ્રશ્ન પૂછનારની | |||
જવાબ આપનારની નહીં | |||
ના | |||
ચાલ ચાલ ચાલ | |||
હવા વીંઝતો ચાલ | |||
પહાડ પહેરી ચાલ | |||
સમુદ્ર બાંધી ચાલ | |||
ચાલ ચાલ ચાલ | |||
ઘર પાસે ચાલ | |||
ઘરની બહાર સદા ચાલ | |||
ચાલ ચાલ ચાલ ચાલ | |||
</poem> | |||
== એ જ એ જ == | |||
<poem> | |||
મારી પાસે વાત કરવા જેવું કશું નથી | |||
હું એક જ લૉકમાં | |||
નંબરોવાળી ચાવી માત્ર ફેરવ્યા કરું છું | |||
મારી પાસે વાત કરવા જેવું મારું કશું નથી | |||
રસ્તા, મકાન, હોટેલનાં ટેબલો પર | |||
ઊડતી વરાળ અને | |||
શિયાળાના ધુમ્મસમાં ફેલાતી | |||
અવાજની કચ્ચરોથી | |||
વિશેષ હું કશું પામી શકતો નથી | |||
મારી પાસે વાત કરવા જેવું તમારું કશું નથી | |||
મારા હોવાપણાનો દંભ હવે નથી જીરવાતો | |||
અપરાધ અહીં આવ્યાનો કર્યો છે | |||
એવી લાગણી પણ સાંજ થઈ મારામાં | |||
આથમતી નથી | |||
કેમ કે મારી પાસે વાત કરવા જેવું | |||
કોઈનું કે મારું કશું નથી | |||
અસંગત વાતો કર્યા પછી પણ | |||
મોસમી વિષાદ હું કેળવી શકતો નથી | |||
મારાં શણગાર કરેલાં સુખદુઃખો લઈ | |||
પાર્ટીમાં પણ હવે હું વાતો નથી કરી શકતો | |||
મારી સાઇકોલૉજીનાં શરદીખાંસીની | |||
ફરિયાદ મોઢા પર રૂમાલ દઈ | |||
હવે નથી કરી શકતો | |||
મારી પાસે વાત કરવા જેવું કશું નથી | |||
હું નંબરોવાળી ચાવી હવામાં | |||
ફેરવ્યા કરું છું | |||
મારી પાસે શું ખરેખર | |||
વાત કરવા જેવું કશું નથી? | |||
તો ખોડાયેલા વ્યંજનો જેવા | |||
આપણે ક્યાં જઈશું? | |||
આપણને ‘મનુષ્ય’નું અવતરણ | |||
આપી છોડી મૂકવામાં આવ્યા છે | |||
આપણને નામ આપી, ગુણ નક્કી કરી | |||
કામ આપી છોડી મૂકવામાં આવ્યા છે | |||
તરસ્યા ખેતર જેવા આપણે | |||
ઉનાળાની આ બપોરે ક્યાં જઈશું? | |||
હવે મારી પાસે | |||
હવે તમારી પાસે | |||
હવે આપણી પાસે | |||
વાત કરવા જેવું કશું નથી રહ્યું | |||
છતાં હવામાનની, પુસ્તકોની, ચિત્રોની, | |||
મીનાના કાકાની ને મનુની માસીની | |||
શિવામ્બુ ને ઉપવાસ ને જૈનદર્શનની | |||
વાતો, અડધી રાતે બારણાં ખખડાવતા | |||
દરિયાની વાતો ને કવિતાનાં | |||
પ્રતીક ને ક્લિયોપેટ્રાનાં સ્તનની વાતો | |||
વાતો ખણકતી ખાંસી ને સ્વપ્નસ્રાવની | |||
વાતો કર્યા જ કરીએ છીએ | |||
ખંડિત દર્પણ જેવાં આપણાં | |||
વર્ષો વાતોથી સંધાયા જ કરે છે | |||
નંબરો બદલી બદલી વાત થયા જ કરે છે | |||
હું પ્રેમ કરું છું, પ્રયત્ન કરું છું | |||
ચૂપકીદીભરી બપોર થઈ રાહ જોયા જ કરું છું | |||
પણ એક ને એક આંગળી | |||
માત્ર ૦ ૦ ૦માં ફર્યા જ કરે છે | |||
આ-આ-તે-તે-ની વાતો | |||
ગોળાયા જ કરે છે | |||
છતાં મારી પાસે વાત કરવા જેવું? | |||
હું હોઠના પડદા ખોલી | |||
વેણનાં દૃશ્ય ભજવ્યા કરું છું | |||
હું લાગણીનું મ્યૂઝિયમ બની | |||
જીવ્યા કરું છું | |||
ચાવી ફેંકી દીધા પછી પણ | |||
વાતો શોધ્યા કરું છું | |||
અને આમ તો | |||
મારી પાસે વાત કરવા જેવું? | |||
વસૂકી ગયેલા શબ્દો પર | |||
છતાં વારંવાર ચઢી જવાય છે | |||
* | |||
રેતીના કણમાં ઊછળતા દરિયાને પીવા | |||
આંખો તરસી થઈ ઊઠી છે | |||
કોઈને કશું કરવું નથી છતાં | |||
કોઈ કશું ને કશું કરતું જ હોય છે | |||
જે કરવાનું છે તે નથી કર્યા કરતોની | |||
વાતો કર્યા કરું છું | |||
એક જ લૉકમાં | |||
ખોટા નંબરોવાળી ચાવી | |||
ફેરવી ફેરવી વાતો કર્યા કરું છું | |||
ચાવી ફેંકી દીધા પછી પણ | |||
નવી નવી ચાવી બનાવું છું | |||
હવે તો વાત કરવાનો | |||
કાચી વયમાં થાક લાગ્યો છે | |||
છેલ્લાં વીસ વર્ષથી આ શરીર | |||
ઊંચકી હું નીતિન હું નીતિનની | |||
દંતકથાઓ રચ્યા કરું છું | |||
ચાવીઓ તૂટ્યા કરે છે | |||
મારી બીજાથી રચાતી કથા લઈ | |||
વાંકો વળી ગયેલો મારો વર્તમાન | |||
પીઠ પર મૂકી હું ચાલી નીકળું છું | |||
ચાવીઓ ખોટા લૉકમાં | |||
લટકતી લટકતી મારી વાતો | |||
કર્યા કરે છે. | |||
</poem> | |||
== પસંદગી == | |||
<poem> | |||
મારા માથામાં બેઠા બેઠા | |||
બુદ્ધ અને મિડાસ | |||
ચેસ રમે છે | |||
હું બંને બાજુથી | |||
ચાલ ચાલું છું | |||
અને હારી જાઉં છું | |||
બુદ્ધ રાઈના દાણાની | |||
ચાલ ચાલે છે | |||
મિડાસ સ્પર્શની | |||
ચાલ ચાલે છે | |||
ને હું તરડાયેલા | |||
દર્પણમાં | |||
અસંખ્ય રાઈના | |||
દાણા થઈ દડદડતાં | |||
સોનાનાં આંસુ થઈ | |||
જન્મું છું | |||
આમ તો હું કશું | |||
કરી શકતો નથી | |||
શા માટે કશું કરવું જોઈએ? | |||
બુદ્ધ કે મિડાસ | |||
કશું થવાતું નથી | |||
જરા-વ્યાધિ-મૃત્યુ | |||
સુજાતાની ખીર | |||
પીપળાની જેમ | |||
પીઠમાં | |||
ઊડતાં રહે છે | |||
બોધિવૃક્ષની છાયામાં | |||
વેરાયેલા | |||
સોનાના રાઈના દાણામાં | |||
મિડાસને | |||
બુદ્ધ થવાનું સ્વપ્ન આવે છે | |||
ત્યારે એક સાથે અનેક | |||
અન્-ઐતિહાસિક સમયમાં | |||
મારું નિર્વાણ થાય છે. | |||
</poem> | |||
== વંચના == | |||
એ<poem> | |||
ક પછી એક દરવાજા ખૂલે છે | |||
એક પછી એક દરવાજામાં હું દાખલ થાઉં છું | |||
દરવાજા એક પછી એક બંધ થાય છે | |||
એક પછી એક હું બધા બંધ દરવાજા | |||
બહાર રહી જાઉં છું | |||
સવાર પડતાં ફરી એક આંખવાળો | |||
રાક્ષસ દરવાજા ખોલે છે | |||
એક આંખ બંધ કરી હું દરવાજાઓમાંથી | |||
પસાર થવા જાઉં છું | |||
ત્યારે મારી એક આંખ | |||
રાક્ષસ લઈ લે છે | |||
ખિસ્સામાંથી એક બીજી આંખ કાઢી, | |||
પહેરી દરવાજામાં પ્રવેશ | |||
કરવા જાઉં છું તો | |||
દરવાજા બંધ થઈ જાય છે | |||
સવારે દરેક દરવાજા પર | |||
મારી એક આંખ ટિંગાતી હોય છે | |||
હું દરવાજા બહાર જ | |||
મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો છું | |||
એવા સમાચાર એક આંખથી વાંચી | |||
જોરથી દોડું છું | |||
બીજે દિવસે હાથમાં | |||
છાપું રહી ગયેલો હું | |||
દરવાજા બહાર | |||
મરેલી હાલતમાં મળી આવું છું | |||
</poem> | |||
== ભાવ-પ્રતિભાવ == | |||
<poem> | |||
ચળકતી હવામાં ધ્રૂજતી બપોરને | |||
ગૂંથતા હોઈએ | |||
મન તો ઊડાઊડ કરે | |||
પ્રશ્નો તો ઘણા થાય | |||
સાલ્લું આપણાં ફલાણાં-ઢીંકણાંનું શું થશે? | |||
કાલે ૯.૩૫ની ફાસ્ટ ટ્રેનમાં જગ્યા મળશે કે નહીં? | |||
આ વખતે રૅશનિંગમાં કેવા ચોખા મળશે? | |||
બાજુવાળા મનુભાઈની દીકરીના | |||
લગ્નમાં શું આપીશું? | |||
આવા ને તેવા સાલ્લા ઘણા પ્રશ્નો થાય | |||
કવિતામાં તેની કંઈ વાત થાય? | |||
પણ બેઠા છીંએ | |||
ને જોઈએ છીંએ બધું | |||
કોઈ આવે છે ને જાય છે | |||
કોઈ ઊભે છે ને બેસે છે | |||
કોઈને જે કૈં કરવું હોય તે | |||
કરે છે | |||
પણ આપણે તો બેઠા છીંએ | |||
ને કૉફી પીએ છીંએ | |||
ને જોયા કરીએ છીંએ અરીસાની જેમ બધું | |||
દીવો મનમાં ટમટમે છે. | |||
શું થશે જગતનું કે આપણું? | |||
શી ખબર? | |||
ફરવા આવ્યા છીંએ | |||
ને ફરીએ છીંએ અહીં ત્યાં | |||
આપણે તો બેઠા છીંએ | |||
કૉફી પીતા ને માથું ખંજવાળતા ફોગટના. | |||
મન તો બંધાય પણ ખરું | |||
મન તો રહેંસાય પણ ખરું | |||
મન તો વળી મૂંઝાય પણ | |||
ને રઘવાયું થાય ને રાજી પણ થાય | |||
તેનું જે થવાનું હોય તે | |||
થવા દઈએ | |||
વારંવાર મને આમ થાય છે | |||
મારા મનમાં તેમ થાય છે | |||
તેમ લવલવાટ કરી | |||
ભાષાની પત્તર શું ખાંડાખાંડ કરવાની? | |||
વળી કોઈ વિવેચક પાછા | |||
ભાષાપ્રજ્ઞ કહે તો? | |||
તેથી તો એમ જ કૉફી પીતા | |||
બેઠા છીંએ ને | |||
જોઈએ છીંએ સાંજના આકાશને | |||
કોઈ આવે તેને આવવા દઈએ | |||
જાય તેને જવા દઈએ | |||
આપણે શું કરવાના? | |||
આપણે તો ઠાલા ઠોકાયા છીંએ | |||
અહીંયાં અત્યારે આ ક્ષણે | |||
ભંગુરતાને હાથમાં રમાડતા | |||
છીંએ તે છીંએ | |||
અને નથી તો થોડા હોવાના? | |||
તેથી તો કૉફી પીતા ખોડાયા છીંએ | |||
અહીંયાં અકસ્માતભરી હયાતીને | |||
પાંપણમાં પટપટાવતા. | |||
જગત ભલે ને જખ માર્યા કરે | |||
આપણે તો એમ જ | |||
અમથા બેઠા છીંએ | |||
કોલ્ડ કૉફી વિથ આઈસક્રીમ હાથમાં લઈને. | |||
</poem> | |||
== દ્વિધા == | |||
<poem> | |||
નાખી દીધા જેવી વાતમાં | |||
ઘણી વાર મૂંઝાઈ જવાય છે | |||
કાલે મહેમાન ઘરે છે | |||
તો કેટલું દૂધ લેશું? | |||
સૌંદર્યશાસ્ત્રીઓને જોકે હસવું આવે | |||
તેઓ કૃતિના અર્થઘટનની વાતો કરે | |||
તેને સ્ટ્રક્ચર ને શૈલીની દૃષ્ટિએ | |||
તપાસે, કાપે, વાઢે, અથવા | |||
તો ફિનોમિનોલૉજી, ડી-કન્સ્ટ્રક્શનનાં | |||
ચશ્માં પહેરાવે | |||
માર્ક્સ કહે હું ચશ્માંની દાંડી બનીશ | |||
ગાંધી કહે કાન પર તો હું જ | |||
પણ આમાં હું શું કરું? | |||
ટેબલનાં ખાનાં બે-ચાર વાર ખોલું | |||
પાકીટના પૈસા ત્રણ વાર ગણું | |||
લૉટરીની ટિકિટ પર આંગળી | |||
ફેરવ્યા કરું કે મંગળની વીંટી | |||
ને રુદ્રાક્ષની માળા, ને ઓમ્-બોંબ.... | |||
એક વિવેચક ભાઈ કહે | |||
જોયું ને ગ્રેગરનું આમ જ મેટામૉરફૉસિસ | |||
થયું હતું | |||
લોહીમાં પવન પડી જાય | |||
ઇતિહાસ મારી નસો ખેંચી કાઢે | |||
નાર્સિસસ યાદ આવે | |||
મારું પૈડું જમીનમાં ખૂંપતું જ જાય | |||
પછી બધા કહે કે | |||
સાલ્લો સું વાંચતો યાર | |||
દેરિદા ને બાર્થ, ને ફુકો | |||
ને ભરત ને ભવાઈ | |||
જોકે ક્લાસમાં એવું બધું | |||
બોલવાની આમ તો મનાઈ | |||
પગમાં ખાલી ચડી જાય | |||
ચશ્માંના નંબરો વધે | |||
રોલાં બાર્થ કહે યાર ‘સર્જક | |||
ક્યાં લખે છે જ એ તો | |||
સમાજની ભાષા વાપરે છે | |||
માટે એનું ગૌરવ કરાય જ નહીં.’ | |||
હું તો ખુશ થઈ જાઉં | |||
પણ અભિનંદન કરવા | |||
તાર કરવો પડે | |||
પોસ્ટમાં જોવું પડે | |||
ને પછી સમજી જાવ ને યાર... | |||
તો કાલે સવારે દૂધવાળાને | |||
શું આપું? | |||
બસ આટલી ચિંતા છે | |||
કશું ચાહી કે ધિક્કારી | |||
શકતો નથી | |||
માર્ક્સ ને ગાંધી સાચા છે | |||
તો માર્લોપોન્તિ ને દેરિદાથી | |||
પણ મન છલકાઈ જાય છે | |||
ચામડી નીચે અંધારામાં | |||
એક પતંગિયું પાંખો ફફડાવે છે | |||
બાળપણ ક્યારનું ફ્યૂઝ થઈ ગયું છે | |||
સૂરજની કલ્પનાથી મારું | |||
ઘર અને મન વાંચું છું | |||
દીવાલ બારીના સળિયા | |||
સળવળ સળવળ થયા કરે છે | |||
સવારે ફિક્કા અવાજે પૂછું છું | |||
એક બોટલ જ્યાદા દૂધ હૈ ક્યા? | |||
પછી તૈયાર થઈ | |||
વર્ગમાં જઈ | |||
ખાંસી ખાતાં બોલું છું, | |||
‘કવિતા અસ્તિત્વ છે.’ | |||
</poem> | |||
== શબ્દ-નિર્વાણ == | |||
=== ૧ === | |||
<poem> | |||
રાત્રે | |||
પુસ્તકમાંથી થોડાં પંખી ઊડ્યાં | |||
મકાનની અગાસી પર બેઠાં | |||
એમાંનું એક બારીમાંથી | |||
ઘરમાં પ્રવેશ્યું | |||
ને મારા બળતા નાઇટલૅમ્પ પર | |||
આવી બેઠું | |||
ઘરનો ફ્યૂઝ ઊડી ગયો | |||
</poem> | |||
=== ૨ === | |||
<poem> | |||
હું ગુમાયો છું એવી | |||
જાહેરખબર મેં સવારે | |||
છાપામાં વાંચી | |||
દસ પૈસાના ચણા ફાકતો | |||
ઘરે આવ્યો | |||
બારણામાં જ મને મળી ગયો | |||
પણ આડું જોઈ ઘરમાં ગયો | |||
ટેબલ પરના પુસ્તકને ઉઘાડ્યું | |||
તો મરેલાં પંખીઓ | |||
ચારેબાજુ ઢગલો થઈ | |||
પડ્યાં | |||
મને લોહીની ઊલટી થઈ | |||
</poem> | |||
<br> | |||
<center>◼ | |||
<br> |
Revision as of 16:21, 7 March 2022
ના પાડી હતી તો પણ ગયો ને
Nothing is funnier than unhappiness.
– Samuel Backett
ના પાડી હતી તો પણ ગયો ને
જોયું પાછા આવવું પડ્યું ને
મૂંગો રહ્યો
તારા આવા ઉરાંગઉટાંગ નિર્ણયોથી
કેટલાં બધાંને હેરાન થવું પડે છે એની
કંઈ ખબરબબર પડે છે કે નહીં
આંગળીમાં ફાંસ પેસી ગઈ હોય
ને લોહીમાં તકમરિયાંની જેમ ચમકતી હોય
ને આછો સિસકારો નીકળતાં નીકળતાં રહી જાય
એમ જ મૂંગો રહ્યો
અને ત્યાં જઈ ભાઈશાએબે સૂં કાંદો કાઢ્યો
સઘળું વેચીસાટીને ગ્યો એનો કૈં અરથ ખરો
પેલા શિવા જોષીએ ના પાડી’તી તોય માન્યું જ નૈં
ભગવાનમાં વિસવા જ નૈં ને
અડધા કપાયેલા નખની વચ્ચે સણકો ઊપડી આવ્યો
નીચી આંખે મૂંગો રહ્યો
તો હવે એકડે એકથી શરૂ કરો
ભૂલ્યા ત્યાંથી ફરી ગણો
હા પસ્તાવો...ને યાદ કરો
બદલાયેલાં બસ રૂટ
જહાંગીર આર્ટ ગેલેરીની દીવાલોનાં રંગરોગાન
અમૂર્ત શૈલીને સ્થાને નેરેટિવ પેઇન્ટિંગ્સ
કેનવાસના ભુંસાતા ચહેરા પર મિક્સમિડિયાના
આંજી દેતાં દોડતાં હાંફતાં સાહસો
એ જ રિધમહાઉસ બીથોવનની નવમી સિમ્ફની
મોઝાર્ટની મેજિક ફ્લૂટ રશીદખાનનો મિયાં કી તોડી
કિશોરી આમોનકરનો શુદ્ધ માલકૌંસ રૉકપૉપ રૅપ
પુસ્તક વિમોચનની ગળગળતી સાંજો
લોકપ્રિય ને શુદ્ધ સાહિત્યની રસ્સીખેંચ
પૂરા વિશ્વાસથી દરેક પરિસ્થિતિની ચિંતા કરતી
સાપ્તાહિક ચિંતકોની લોલીપોપ
ફેશનસ્ટ્રીટમાં શર્ટ ને બરમૂડાના ભાવતાલની માથાઝીંક
સ્ટ્રેંડ બુક સ્ટોલમાં મોંઘાં પુસ્તકો પર ફરતી ખાલી ખાલી આંગળીઓ
અને હાડકાંમાં મોડી રાત સુધી કાણાવાળા ઇતિહાસમાં
મૂંગી મૂંગી ટ્રેનોની આવ-જા સાંભળું
મૂંગો રહું
આ એ જ શહેર જ્યાં અડધી ચડી પહેરી
બાપુજીની આંગળી પકડી ચોપાટી ગયાં હતાં
ને ભેલપુરી ખાવાનાં હતાં
પણ રેતીમાં રમતાં રમતાં એક સ્લીપર ખોવાયું
ને પછી એક થપ્પડ ને દિવસો સુધી
ઉઘાડે પગે કેટલીયે ચિરાડો
બેચાર હીંબકાં
પણ સાથે હતો માનો વાંસે ફરતો હાથ
ત્યારેય મૂંગો રહ્યો
માણસે સમજી વિચારીને નિર્ણયો લેવા જોઈએ
હવે કંઈ કીકલો નથી
આજકાલ જમાનો બહુ ખરાબ છે
હાં ખરું ને ભાઈ
આપણો પેલો કોણ અરે યાર પેલો
શું તમેય યાદ નથી રાખતા મારા ભૈ
પેલો પોતાની બૈરીને અડધી રાતે ધીબેડતો તે
હા ખરું ખરું હું તો સાવ જ ભૂલી જ ગ્યોતો
હં...અ તો એના જેવું થાય પછીથી
આ તો અમારો જીવ બળે એટલે કૈંએં
બાકી આજકાલ કેમ ખરુંં ને
ચાલો વાંધો નહીં
જાઇગા તારથી સવાર
જીવનમાં ઉતારચઢાવ તો આવે
રામ જેવા રામને શું દુઃખ હતું
છતાં વનવાસ ભોગવવો પડ્યો ને
ભૈ બધી નસીબની બલિહારી છે
માણસ ધારે છે શું ને થાય છે શું
ને પેલા બિચારા કૃષ્ણ
સામાન્ય પારધીના બાણથી વીંધાયા
ભગવાન જેવા ભગવાનની આ ...
તો આપણે તે અલ્યા કોણ
આને જ માયા ગણવી ને
કબીરે નથ કીધું...
અંદર તો હસી હસીને મૂંઝારો થાય
પણ એમ જ મૂંગો રહ્યો
તું તારે ચિંતા મ કર અમે છીએ ને બાર વરસના
જોયું તો અદ્દલ બાર વરસના જ દેખાયા!
જોકે આપણે એક કામ કરીએ તું તારે એમ કર કે
સત્યનારાયણની કથા કરાવી દે ને ગ્રહશાંતિ પણ
બધાં સારાં વાનાં થૈ રેશે
ફરી મૂંગો રહ્યો
દરિયામાં ઊંધું પડી ગયેલું વહાણ
ઘડિયાળમાં લીમડાનાં સુક્કાં પાંદડાંઓની ચકરડીભમરડી
ચશ્માંના કાચ પર થોડી થોડી વારે બાઝી જતી રજકણ
ને તેમાંથી દેખાતું સાંજનું ખાંસી ખાતું આકાશ
એય ગાંડું જરા દેખ કે ચલોનિ
કિતના હોર્ન બજાયા સાલે સુનતાચ નહીં
મરવાયેગા ક્યા સાલે કિ ઔલાદ
ભટકતો કુટાતો કોઈનો ગોદો ને કોઈની ગાળ ખાતો
રસ્તા પર સોરી થેંક્યુ વેલકમ કેતો ચાલું
એક ચાય દેના
બસ આગે નહીં જાયેગી
પેટકી ગરબડ ઇનો લો
યે અંદર કી બાત હૈ
સુપરહીટ મુકાબલા
ઢૂંઢતે રહ જાઓગે
ખુશામતની ખીર કરતાં ખુમારીની ખીચડી સારી
મિત્રતામાં રાજીનામું કે નારાજીનામું હોતાં નથી
શનિ કરતાં પણ દુઃખદાયી ગ્રહો આગ્રહ, પૂર્વગ્રહ, દુરાગ્રહ
આપણો ફોટો છાપાવાળાએ બરાબર છાપ્યો નહીં
સાલા બધા હરામી છે સ્વાર્થના સગા છે
હું તો નિજાનંદે લખું છું ભાવકની મને પડી નથી
રમણભાઈને કેજો કે મારા સંગ્રહનો રિવ્યુ જલદી કરાવે
માસ મિડિયાએ માનવીના સંવેદનની આગવી
આઈડેન્ટિટિની પત્તર ફાડી નાખી છે
ખાલી ચઢેલા હાથમાં તાલી લઉં
પણ મૂંગો રહું
રેશનિંગ ઑફિસરને ફોર્મ ભરી આપું
સાહેબ આ જૂનું કાર્ડ પહેલે મેં ઇધર થા
ઠીક હૈ તુમ જાવ
મગર સાબ કામ હો જાએગા ન...
નવા કાર્ડ માટે કબ આઉં
બુધવાર કો ગ્યારા બજે
ગેસવાળાએ સિલિંડરના પડાવી લીધેલા વીસ રૂપિયા
ગેસ કે બારે મે તુમ કાળજી કરુ નકા
બસ સાબ મેં નીંઘતો
હં.. થેન્ક્યુ ઇડિયટ
ધૂંધવાતો મૂંગોમૂંગો પગ પછાડતો રસ્તા પર ફરી ચાલું
ઓહો ઘણા વખતે મળ્યા નહીં
કેમ છો
હવે તો ફાવી ગયું ને તમને અહીં
આવો ને કોઈ વાર ગપ્પાં મારીએ
હં...અ
અને એક દિવસ
ભાનસાન વિનાનું ધણધણી ઊઠ્યું આ...
આરપાર વીંધાયેલા નીંગળતા કાચ
અડધી રાતે રાધાબાઈ ચાલની સળગતી લપકતી ચીસો
ચારે બાજુ ગુપ્તીછરીગોળીસોડાબોટલોની રમઝટ
આજે જ બપોરે માબેનભાભીદીકરી કહી દાદરા પર
જેની સાથે હસી હસી વાતો કરી હતી
એ જ તુલસીવાડીના પડોશી
ભાઉદીકરાકાકામામાઓએ
એ જ રાતે માબેનભાભીદીકરીઓને ધગધગતા લાવામાં ડુબાડી દીધાં
વાહ બોમ્બે
સલામ બોમ્બે
ઘા ઝીલતું બોમ્બે
નીડર બોમ્બે
સદા હસતું બોમ્બે
જય બોમ્બ બોમ્બે
આગ લાગેલા વહાણમાંથી હવામાં
વૃક્ષ શોધતું.
પાંજરામાં વીંઝાય
સલામ બોમ્બે
ગર્વ સે કહો બોમ્બે
આંસુ મૂંગાં રહ્યાં
પછી તો રક્તકણો ઓછાં થતાં ગયાં
પેટની નીચે ઝગમગતા આગિયાઓ
પંચ કરેલી ટિકિટ જેવાં સવારસાંજ
આ સેટ થિયેરી શું
આ આઉટપુટ ને ઇનપુટ
આ ઇમેઇલ ને ચેટિંગ
આ ડિકોડિંગ ને ઝેન ને સોમાલિયા ને માઇકલ જેક્સન
ને ગેંગવોર ને માફિયા શું છે ડેડી
માથું ખંજવાળું
માત્ર હવામાં તાકું
જરાક હસું
હોઠના ખૂણામાં થયેલી નાની ફોડકી પર
વારંવાર બેસતી માખી એક હાથે ઉડાડ્યા કરું
ટી.વી.સર્ફિંર્ંગ ચાલતું રહે
બાકી તો એમ જ મૂંગો રહું
કે એકાદબે છીંક ખાઉ
વધારામાં એ કે સવારે
પગના અંગૂઠાનું લીલું ચાઠું
આજ સાંજ સુધીમાં ત્રાંબાવરણું થઈ ગયું છે
મૂંગી મૂંગી તેના પર આંગળી ફરતી રહે
ને તીણો તીણો ત્રમત્રમાટ સાંભળતી રહે
ના પાડી હતી તો ય ગયો ને
ના પાડી હતી તો ય ગયો ને
હા હા હા હજાર વાર હાને હા
જોરથી અંગૂઠામાં ભચ્ચ દઈ ટાંકણી ખોસી દઉં
ને એમ જ લોહીના બેચાર પરુ ભરેલાં ટીપાં
જમીન પર પડે ને એમાંથી છરીતલવાર ઉછાળતું
ટોળું મારી ચારે બાજુ ભગવાલીલા વાવટાઓ
લઈ ફેરફુદરડી ફર્યા કરે
બસ એને મૂંગો મૂંગો જોઈ રહું
ભીંત પરનો અરીસો જરા હલી ઊઠે
ફરી સવારે હસતાં હસતાં
અરીસામાંથી બહાર આવું
સૂરજની સામે આંખ માંડી
રસ્તા પર ચાલું
પગલાં છેકાતાં જાય
પગલાં છેકાતાં જાય
હું આગળ ને આગળ
માત્ર હું
માત્ર હું
હમણાં
અહીં
બધા જ શેતાનો
બધા જ શેતાનો કંઈ દર વખતે
ઘાતકી ક્રૂર અને હરામી નથી હોતા
કંઈક બીજું પણ હોય છે
કેટલાક તો ઘડિયાળ નીચે
દબાયેલી રૂવાંટીમાં બેઠા બેઠા
વહેતી નદીમાંથી આવતા
પવનમાં સ્નાન કરતા
આંખ મીંચી ચુપચાપ
આખો વખત
પડ્યા રહેતા હોય છે
તો ક્યારેક
સફરજન ખાતાં ખાતાં
સંત પુરુષોનાં વચનોય મમળાવતા હોય છે
આ શેતાનો
કે જેમને પોતાના
કુળમૂળની ખબર નથી
એવા ટેબલ ને કાગળ જેવા
પેપરવેઇટમાં પુરાયેલા
આકાશની જેમ
પોતાની પાંખો ક્યારેક ક્યારેક
ફફડાવે છે ત્યારે
સંતોના પડછાયા
ખોંખારા ખાય છે
એ વાત પણ ખરી
પણ કોઈ વાર
પીળી ઝાંયવાળી નારંગી બપોરે
આછી ઊંઘમાં
પડખું ફરતાં
કાનની નીચે
દીવાસળી ચંપાય
ને
બટકું ભરેલું
અડધું કોહવાયેલું
સફરજન
ઘડિયાળમાંથી
લોહીના ફુવારા સાથે
ઊછળી આવે
પેપરવેઇટમાં થીજેલું આકાશ
વીજળીથી ચિરાઈ જાય
ને
પડછાયા પરપોટા થાય
બંગડીઓ તૂટે
શિયળ છેદાય
ડૂસકાંઓથી હવા તરડાય
એ જ પળે
પોતાનાં મૂળિયાં શોધવા ઊઠેલાં
કાગળ ને ટેબલ
કપાઈ ગયેલી ડાળી જેવાં
કોરમાંથી કજળેલાં
જમીન
પર
પડે
એટલું જ
હા
એ તો
કોઈ વાર
શેતાને દાઢ પડાવી હોય
કે
સંતને ડાબે પડખે
દુઃખાવો ઊપડ્યો હોય
અને
પાત્રો ઘણી વાર
સંવાદ ભૂલી જાય
ત્યારે
જે જે હોય
તે અન્ય બને
બાકી
પીળી ઝાંયવાળી
નારંગી બપોરની
વાત જરા જુદી છે
હાલ તો
મારા પિતાને
એમણે મારા પિતાને
ખૂબ ગાળો આપી
મેં સાંભળી
પિતા હયાત હોત તો
એમણે પણ ચોપડાઓ
લખતાં લખતાં
ચશ્માંમાંથી ઝીણી નજરે
જોતાં જોતાં
ગાળો સાંભળી હોત
ને પછી
ચોપડાઓ થેલીમાં
વ્યવસ્થિત મૂકી
તૂટેલાં ચપ્પલો પહેરી
ધીમે ધીમે બહાર
ચાલી ગયા હોત.
બધા મને ફોશી કહે
સામે બેચાર ચોપડાવી દેવા
ચાનક ચડાવે
હું માત્ર સાંભળું
જરીક હસું
ને પાણી પી
હું પણ
ચાલી નીકળું.
બસસ્ટેન્ડ પાસે
તૂટેલા અંગૂઠાવાળા
એક ચપ્પલ પરથી
બસ ચાલી જાય
વરસાદના આ દિવસોમાં
ભૂખરું આકાશ
ખાબોચિયામાં હાલકડોલક
મેલોઘેલો ધૂંધવાયેલો
સૂરજ નખમાં ઘર કરે
અટકેલી ઘડિયાળને
ચાવી દેતાં જ
પિતાનું અમથું હાસ્ય
મારી આજુબાજુ કારાગાર રચે
સળિયા તોડી ભાગું
ને
સામેની દીવાલ જોડે
માથું અફળાય
એકાએક વરસાદ
તૂટી પડે
ઢીમચાં પર આંટણવાળી
આંગળી ફેરવતો ફેરવતો
ભીનો ધ્રજતો
દાંત કકડાવતો
ઘર તરફ પાછો ફરું
અમારા બાપદાદાના સમયનું એક ઘડિયાળ
અમારા બાપદાદાના સમયનું
એક ઘડિયાળ
અમારા ઘરમાં છે
બાપુજી પહેલાં તેને રોજ સવારે
આઠ વાગ્યે નિયમિત ચાવી આપતા
કાકા સાથે ઝઘડો થયો હોય
કે મારો દાખલો ખોટો પડ્યા પછી
મને પ્રસાદી મળી હોય
તો પણ બાપુજી ચાવી આપવાનું
કદી ભૂલતા નહીં
બાપુજી હવે નથી
મને ચશ્માં આવ્યાં છે
ક્યારેક ક્યારેક યાદ આવે
તો હું ચાવી આપું
બાકી રહી જાય
કોઈ વાર ખાનું ખોલતાં સામે દેખાય
ગાંધીજી પાસે હતું એવું જ
અદ્દલ મૉડેલ જોઈ લો
મોઢું પડી જાય
ગુનેગાર હોવાની શરમ સાથે
જોરથી ખાનું બંધ કરી દઉં
કે પછી
કોઈ વાર ચાવી આપી દઉં
ચાવી આપતી વખતે
અચૂક મારે કાંડાઘડિયાળમાં જોવું જ પડે
પછી તો ઘણો વખત થયો
એકબે વાર અટક્યું
જોરથી ચાવીના આંટા ફેરવવાથી
એકાદ વાર પડી જવાથી
કે એમજ
જો કે યાદ નથી
પણ
સાવ અટક્યું
વેચવા જવાનો એક બે વાર
વિચાર પણ કર્યો
ઘડિયાળી કહે સાહેબ
સાવ જૂનું થઈ ગયું છે
એક્સચેંજમાં નવું લઈ લો ને
કેટલી વાર સ્પેરપાટ્ર્સ બદલશો
હવે તો સેલવાળાં... સસ્તાં
આ તો સોના કરતાં... હીહીહી
હશે
છતાં જીવ ન ચાલ્યો
બેત્રણ વાર ચાવી સેકન્ડનો કાંટો
વગેરે બદલ્યાંયે ખરાં
બસ પછી એમ જ પડ્યું છે
ક્યારેક ખાનું ઉઘાડતાં
ખવાયેલા ફોટાઓ
બટકી ગયેલી પેન્સિલો
ઘસાયેલા ઝાંખા રબ્બરના ટુકડાઓ
વચ્ચે એને જોઈ રહું છું
કાચની રજકણ જરા લૂછી
ઝીણી નજરે સમય જોઈ
ફરી મૂકી દઉં છું
મોડી સાંજે આંટણ પડેલા
જમણા હાથના અંગૂઠા પર
આંગળી ફેરવતાં ફેરવતાં
વિચારું છું
બાપુજી કેવા જતનથી તેને રાખતા
એક કાવ્ય
મેં તમારી કવિતા ઝાઝી વાંચી નથી
એમ જ કોઈ વાર બીજા પાસે તમે વાંચતા હો તો સાંભળું ખરો
સાચું પૂછો તો એમાં મને ઝાઝો રસ પડતો નથી
કે નથી પડતી એવી કોઈ ખાસ સમજ
હું ઘરે હોઉં
ને તમે ફોન પર કવિતા વિશે
મિત્રો સાથે વાત કરતા હો
ત્યારે હું લેપટોપમાં કોઈ હિંસક ગેઇમ રમતો હોઉં
અથવા તો ઇન્કમટેક્સનું ફોર્મ ભરતો હોઉં
કે ટીવીમાં સર્ફીંગ
પછી તમે ધીમા અવાજે થોડી વાતો કરી
ફોન મૂકી
ચશ્માંના કાચ લૂછતાં તમારા રૂમમાં ચાલ્યા જાવ ચુપચાપ
મોડી રાતે ઑફિસેથી આવું
ત્યારે તમે કંઈક વાંચતા હો,
કે આંખમાં ટીપાં નાખી
અંધારામાં બેઠાં બેઠાં સંગીત સાંભળતા હો
પણ મને પાણી આપવાનું ક્યારેય ભૂલો નહીં ચુપચાપ
તમે એકલા ક્યારેય પડતા નથી.
કાં તો પુસ્તક,
કાં તો સંગીત,
ને દૂરના અંધકાર સાથેની તમારી ચુપકીદીભરી વાતચીત
ક્યારેક હું અકળાઉં
ક્યારેક તમારે ખભે હાથ મૂકી
કહું કે હવે સૂઈ જાવ
તબિયત બગાડશો
તમે માત્ર માથું હલાવો ચુપચાપ
ઉપરનીચે થતા અડધી રાતના પાણીમાં
મારો તમારો ચહેરો ખળખળ વહેતો રહે,
પાણીની સળ પર તમારી અપલક આંખોમાં
થોડી વાર મૂંગો મૂંગો ઊભો રહી,
ચાલવા જાઉં ને તમે ધીમેથી બાજુમાં ખસી જાઓ ચુપચાપ
હવે તમે
કાચની બારીમાંથી ઝાંખા પડતા તારાને સ્હેજ જોઈ
દવા લઈ
આછા મલકાટે મારા લેપટોપ પર
વોશીંગ મશીન પર મૂકેલા શર્ટ પર
જરા હાથ ફેરવી,
ઘડિયાળને ચાવી દઈ બત્તી બંધ કરી
અત્યારે
તમારા રૂમના ખાટલાની ધાર પર
તમે આંખ મીંચી બેઠા છો ચુપચાપ
આ હું મારા રૂમના બંધ બારણામાંથી
જોઈ શકું છું ચુપચાપ
જો કે આપણા અંધકારના
વણાટની પસંદગી આપણે નથી કરી શકતા
સાવ અચાનક અતિથિ વિચાર ઝબકી બુઝાય ચુપચાપ
હા ચોક્કસ
તમારી ચુપકીદી સાથે
એક દિવસ હું જરૂર વાત કરીશ
હમણાં તો આપણે
ભાષા વિનાના સમયમાં. ચુપચાપ.
એક કાવ્ય
દવાઓથી
શ્વાસને ટાંકાઓ મારવાનું ક્યાં સુધી ચાલશે ડૉક્ટર
કળતરિયા ગોઠણમાં
ચન્દ્ર હવે આથમી રહ્યો છે
હાડકાંઓ વચ્ચેનું તેલ
હવે ખૂટવા આવ્યું છે.
આંખો વારંવાર
દક્ષિણ તરફ મીટ માંડી ઊડું ઊડું થવા કરે છે
ચાલ હવે ફરી ચાલું
જલદી પહોંચું
ત્યાં ગયેલા મિત્રો
પાછા આવવાના નથી
એમને મળવાનો સોસ પડ્યો છે
સરોવરમાં હવે
દવાઓ ઇંજેક્શન્સ પધરાવી
થોડો શ્વાસ સાચવી
સવાર પડે એ પહેલાં
પહાડ ચઢવાની
શરૂઆત કરું
ડૉક્ટર પ્લીઝ
મને રજા આપશો
આવે ત્યારે
લખાયેલા શબ્દોમાં
ખાલીપણું
ચુપચાપ પેસી ગયું છે
હવે આ છેલ્લી ચાલમાં
ભલે કોઈ સાથી નથી
માત્ર મારે જ ચાલવાનું છે
જાણું છું
તું હાંફળું હાંફળું થયું છે
જલદી મને છોડશે નહીં
હજીયે તું મને
થોડું ચલાવશે
થોડું થોડું હંફાવશે
વધારે ને વધારે થકાવશે
વારંવાર રિબાવશે
હું તો ચાલીશ હાંફીશ થાકીશ રિબાઈશ
પણ શરણે તો નહીં જ
દરેક માંદગી મને થોડો થોડો
ભૂંસતી જાય છે
ને તારી છબિ ચોખ્ખી થતી જાય છે
પણ
તું મને બદલી શકશે નહીં
ચાલ બહુ થયું
હવે ભાષા વિનાના પ્રદેશમાં
પહેલાં હું પહોેંચું
તું શું છે એ જાણવા
તને થોડો સમય મળી રહેશે.
અચ્છા તો –
તું પાછળ પાછળ આવ
એક કાવ્ય
ચાલવું
થાકવું
ફરી ફરી
ચાલવું
એ જ
ક્રમ
સપનાંઓ અને વિસ્મૃતિથી
ભરેલાં વર્ષો
ખભા પર ઊંચકી
હાંફતાં તો હાંફતાં
ચાલવું એ જ રઢ
કોરી જીભે
પડછાયો
પ્લેટમાં પડેલી
સફરજનની ચીરને
તાકી રહે
સ્મૃતિમાં બાઝેલી
કડવાશને
નખથી કોતરી ન શકું
કે ફૂંકથી ઉરાડી ન શકું
કોરડાઓ ને અપમાનો
ટીકડીની સાથે ગળવા રોજ રોજ
જિંદગી ને મરણ
એ તો હવે
લોહીની ટેવ
પણ ખોડંગાતા
તોયે ચાલવું
એ જ હઠ
શાલ નીચે
શરીર
રોજ રોજ
આથમતું જાય
છતાં અડધાપડધા
ભુંસાયેલા અક્ષરોને
ઉકેલવા
ચંદ્રથી દીવો પ્રગટાવું
પાનીમાંથી
દરિયો
આકાશને આંબવા
માથું
ઊંચકે
ને
ફરી
આરંભ
એક કાવ્ય
પછી ચાલી જવાનું
નક્કી કર્યું
થોડું પાણી પીધું ન પીધું
ને ગ્લાસ પર આંગળાંઓની
છાપમાં ઢળતા સૂરજને મૂકી
હજી તો પગ ઉપાડું
ત્યાં તો
ખભે હાથ મૂકી કહે
એમ ન જવાય
કેમ
બહુ રહ્યો તારી સાથે
હવે તું કાં તો હું
કહે એવું ન ચાલે
આપણે તો એક જ
સતત ઝઘડું
હથિયારો વાપરું
લોહીલુહાણ કરું
ડરાવું ધમકાવું
કાનસથી આઠમના ચંદ્રને ઘસું
પણ જવાનું નામ જ ન લે
કહ્યું છોડ ને દોસ્ત
આપણા ઋણાનુબંધ પૂરા થયા
તો કે ના
જ્યાં તું ત્યાં હું
હું જ તારું અસ્તિત્વ
હું જ તારા શ્વાસ
હું જ તારું જીવન
ટપારી કહું
ઝાઝો પ્રગટ ન થા
છુપાવતાં શીખ
હવે માત્ર
તું જલદી જા
ખાડો ખોદ્યો
દાટ્યો
સાંજ પડી ગઈ
સવાર થઈ ન થઈ
ઝાકળભીની માટીમાંથી
કૂંપળ થઈ ડોકું કાઢ્યું
કહ્યું છોડને
તો કહે છોડ થવું છે
વૃક્ષ થવું છે
કહ્યું કરવતે દેવાશે
પણ નફ્ફટ માને તો ને
કહે ધિક્કારશે
તોયે હું તો ચામડીની જેમ સાથે ને સાથે જ
રહીશ
પણ જશે ક્યારે
જેવી મરજી
ચુપકીદીભરી બપોરે
કે તારાભરી રાતે
ચાલી પણ જાઉં
કંઈ નક્કી નહીં
બસ બસ
ઠાલા દિલાસા ન આપ
નાટક ન કર
આખી રાત ઉઘાડી આંખે
સાંભળું તો
ઘા પડેલી છાતીમાં
આછું આછું કણસે
પણ જાય નહીં
થોડા દિવસ પછી
અડધી રાતે
આંખ મીચકારતા કહે
જાઉં કે ના જાઉં
તેની આ અવઢવથી
થાક્યો હું તો
એક રચના
બસ જવું જ છે
રોકાઈ જાને
ના ઘણું રહ્યો
દિલાસા
દવાઓ
ને
દાક્તરોએ બહુ થીગડથાગડ કર્યાં
એમ તે કંઈ જવાતું હશે
તું છેક હારી ગયો
એમ માનો તો એમ
પણ બસ જવું જ છે
નથી લડવું
નથી જુદા પડવું
નથી સચવાવું
ન જોઈએ કોઈ ઓળખ
હવે તો માત્ર ભુંસાવું
હવે આંગળીએ બાઝેલી
બારાખડી હવાના કણકણમાં
વેરતો
ઓગળતો
ચાલી નીકળું
હાથ મને રોકો મા
લખવામાં
છેકવામાં
મેળવવામાં
તરછોડવામાં
આ ને તે
મુદ્રાઓમાં
તમે ઘણું ઘણું
ખરચાયા
ઘસાયા
વીંઝાયા
હવે આરામ કરો
હવે મને જવા દો
ચીજવસ્તુઓ મને ઘેરી ન વળો
જાતે રંગાયા વિના મને રંગનાર
વહાલ વિલાપ ને વેરથી
મને તમારી જોડે વણનાર
આમ તો
આપણે બન્ને અનિત્ય
ચાલો ત્યારે નીકળું
મિત્રો
તમારો સાથ તો કેમ ભુલાય
કોફી પીતાં
કેફિયત આપતાં
ન્યાયાધીશ બનતાં
અકળામણો
ને
એકરારોથી
સંધાતા
તૂટતા
ઉજાગરા કરતા
અંતકડી અધૂરી છોડતા
હળવાશથી
મોકળાશથી
એકમેકને બાંધતા
આપણે સાથે ને સાથે ચાલ્યા છીએ
મારા હૂંફાળા પડછાયાઓ
મને મોડું ન કરાવો
હવે તો
ક્ષિતિજ પર સૂર્ય
પાછળથી સાદ ન પાડતા
હવે હું પાછું વળી નહીં જોઉં
જેમનાં સપનાં આવ્યાં
જેમનાં સપનાં જોયાં
જેમને મળાયું નહીં
જેમને પમાયું નહીં
એ બધાંની
ખંડિત સ્મૃતિવિસ્મૃતિઓ
વચ્ચે
ઘવાઈને પડેલો
મારો ઇતિહાસ
અહીં જ ભલે રહ્યો
કાગળ
મને લલચાવ નહીં પ્લીઝ
આકાંક્ષાઓ
અભાવો
અપરાધો
સપનાંઓ
સ્ખલનો
સિદ્ધિઓ
ને
સલાહોની વાતો લખી છેકી
શાહીના ધોધ વરસાવી વરસાવી
તને ગૂંગળાવી માર્યો
હવે તું હવામાં તર
જંગલમાં હરફર
શાંત રાત્રિમાં
રણની કોરી ચુપકીદી બની
તારાઓનું સંગીત સાંભળ
આજથી
તું મુક્ત
શબ્દો
તમે તો મારો મુખવટો
શક્તિ
શસ્ત્ર
સત્તા
શરણ
સલામતી
ઇચ્છિત દૃષ્ટિસૃષ્ટિની ગતિ
વ્યૂહરચનાનું એક પ્યાદુ
તમે
દર્પણદીપ
અદ્ભુત પુષ્પવત્
અવિરત નદી
આંધળી તરસ
ને
અંત સુધી તો કોયડો જ
અહીં સુધી આવ્યા
આભાર
હવે સામેના
પહાડ પર પહોંચું ત્યારે
ને
કવિતા
તું તો હંમેશાં
આનંદઅધૂરપનો ઉન્માદઉચાટ
સતત લોહીઉછાળ
હંમેશાં અશક્ય
મૂંઝવણ
મથામણ
તનેય
આવજો નથી કહેતો
અવિવેક માટે ક્ષમા
હવે
ત્રુટક ત્રુટક
શ્વાસ
પાંગતે મૂકી
ખોડંગાતી દૃષ્ટિ સાથે
હું તો આ ચાલ્યો.
એક રચના
દરેક લખાણ પછી
શબ્દો કેમ અજાણ્યા બની જતા હશે
દર વખતે દૂર દૂરના અનેક શબ્દો
પાસે આવે
મને રચે
ને
એકાએક અવકાશમાં અદૃશ્ય થઈ જાય
પછી
ફરી અજાણ્યો બની જાઉં
તો મારી ઓળખ કઈ
પાણીની નગ્નતામાં છુપાયેલો સૂરજ
ઇતિહાસ અને વિસ્મૃતિની જેમ
ધબકારાની ઉઘાડબંધ આંખોમાં
શ્વાસનિઃશ્વાસ થઈ રણની ઠૂંઠવાતી
રાત્રિને પૂછે : આ હાંફ ચઢેલા સમયમાં
લખાણ એ મુક્તિ
અશક્યતા
લમણામાં સણકા માર્યા કરતી ક્ષિતિજ
કે ઓળખ માટેનો રઝળપાટ
શબ્દોથી રચાયેલા વિશ્વમાં
જરીક અમથા હરીએ ફરીએ
હજી તો એક વળાંકથી
બીજે માત્ર વળીએ
અને એકાએક
અજાણ્યા મુસાફર થઈ જઈએ
તો કઈ ઓળખ રચીએ
ખંડેર સાથે વાતચીત કરતાં કરતાં
હવા એને વહેરતી જાય
ને એના કણકણમાંથી
ઘડાતા આવતા શરીરને
હજી તો જોઈએ ન જોઈએ
એનો સ્પર્શ કરીએ ન કરીએ
ત્યાં તો ફુંકાતી બારાખડીમાં
હોવું ન હોવું
સ્થાનાંતર કરતાં પંખીઓની જેમ
અજાણ્યા આકાશમાં ઊડી જાય
તો કઈ ઓળખને
અક્ષર અક્ષર વચ્ચેની
ખાલી જગામાં રચવી?
કે ભૂલવી?
કે પામવી?
કે સુખી અહંકારથી પોષવી?
કે વહેતા જળમાંથી
એને ખોબામાં ઝીલવી
વારંવાર હણાયેલું અંગત વિશ્વ
સ્મૃતિમાં ક્યારેક બેઠું થાય
ક્યારેક
ઉન્માદી તાવની જેમ એનો પારો ચઢેઊતરે
ક્યારેક છેકાય
પણ ઝાંખું ન થાય
છતાં લકવાગ્રસ્ત ડગુમગુ મન
કેટલાક શબ્દોને
ઝાલવા ઝાંવાં નાખે
પણ ઊડી ગયેલા શબ્દો પાછા ન ફરે
ને કાગળમાં પથરાતી જાય કાળાશ
તોયે જક્કી
વિદ્રોહીનો સ્વાંગ સજતું
આ હોવું
પોતાની દરેક ઓળખને સાચી ઠેરવે
પણ અન્યો વિનાની
મારી ઠાલી
કાલી કાલી
બોદું રણક્તી ઓળખનું શું કરું
સંશય બળાપો શરણાગતિ શહીદી
દૃષ્ટિને પળે પળે આલિંગન આપીને
કાટમાળની જેમ ખેરવે
પોતાનાથી દૂર જવા પગલાં ઉપાડું
ને
અરીસાની પાછળનો એક ચહેરો
મૂંગી નજરે મને તાકી રહે
ગઈ કાલની ઓળખનો ભાર હળવો થાય
હવે નવેસરથી આરંભ કરું ન હોવાનો.
આ રચના કમલ વોરા માટે
એક પત્ર
કાચીંડો તે જ આ શહેર. હું અહીં, તું ત્યાં, વચ્ચે રઝળે છે મારા-તારા કેટલાયે અવશેષો. બધું બદલાતું જાય છે – સુખની જેમ, આકાશની જેમ. સ્વપ્નની બોદી દીવાલોના રણકારને પીઉં છું આંખોથી અને ત્વચા પર ખખડે છે વર્તમાનની એક એક ક્ષણ. ‘પછી શું?’નું અવતરણ સતત પીડે છે મારી આ એક ક્ષણને. તડકો બારીના કાચ સાથે આજે સવારે જ ફૂટી ગયો. ત્વચા પર જે છિદ્રો છે તે કાચની કચ્ચરોની જેમ હાંફી રહ્યાં. આ અશબ્દ વિશ્વ મને પીડે છે તેથી તો હું તરડાઈ જાઉં છું દર્પણમાં અને મારી વાતો શ્વાસ થઈ પ્રતિબિમ્બાય છે મારી સામે. તારા શહેરથી મારું શહેર જુદું, વચ્ચે લંબાઈને પડ્યો છે કાચીંડો. હું તો ઘડું છું મારા મૌનને... ચિત્તને શબ્દાવું શી રીતે? મનને ‘એ અહીં નથી’ કહી કેમ કરી મનાવું? તું મારી બધી ઋતુ. તારા માટે થોડી ઉનાળાની સાંજ અને વરસાદી બપોરની થોડી ક્ષણો મેં સાચવી રાખી છે. હું શબ્દોથી વિશેષ કશું લંબાવી નથી શકતો તારી તરફ. તારો નીતિન પણ આ શહેરમાં બોલતો, કોલ્ડ કૉફી પીતો, જૅઝ સાંભળતો ઉદાસ હસે છે. ઇમોશનલી ઇર્રૅશનલ થઈ ગયો છે એ. વધુ પૂછીશ તો કહીશ ટ્રેન બની આવ-જા કરું છું અહીંથી ત્યાં. તારે મને યાદ ન આવવું.
ટ્રેન વિશે
૧
ટ્રેન વિશે એટલું તો
સાચું છે કે તે આપણા વિશે
કદી વિચારતી નથી
કોઈ આવે કે જાય
બારણા પાસે ઊભે
કે બારી પાસે બેસે
ખાંસી ખાય કે સીંગ ખાય
કે ઝોકાં ખાય
કે અડધી આંખ મીંચી લાઇન મારે
ગાળો બોલે કે ખિસ્સું કાપે
પણ ટ્રેનને શું?
જ્યાં સ્મૃતિ નથી ત્યાં સુખદુઃખ નથી
તે સત્યનું બીજું નામ ટ્રેન છે.
૨
બહેનને કહ્યું હતું
અગિયાર વાગ્યે આવી જઈશ
પણ ટ્રેન ચૂકી ગયે
બેના નારાજ થઈ
શું કરું?
કોને કહું?
ટ્રેન છે ને?
૩
ચળકતી ફ્લડ્ લાઇટમાં
૮૧ નંબરની
પીળા ચૉકલેટી પટાવાળી
ટ્રેન આવે છે.
સહદેવ લખલખાની જેમ
લોહીમાંથી પસાર થઈ ગયો
પહેલાં તો હસ્યો
‘જગ્યા મળે તો સારું’
ને ઊગ્યું એક પૂંછડું
કૂદ્યો
મ્યાઉં... મ્યાઉં... હાઉ... અરે હાઉ...
એય ઉં ઉં... હટ, ચલબે ગાંડૂ...
સાલ્લી ભયંકર ગરદી છે
અરે હાથ કાયકો બીચ મેં નાખતા હૈ
એય ગાંડૂ સાલે ઉતરને દો
બાજુ ખસ, બેં બેં બેં
મગનભાઈ અહીં, એય લાલિયા ઇધર આ
અરે મેરા પાસ
ચીકી દસ પૈસા
સી... સી... સી...
ટ્રેનમાં બેઠો
ફરી માણસ?
૪
પ્રિયે
તું અને ટ્રેન બંને
ઘણી વાર તો સાથે જ
યાદ આવો છો
વિચારું છું
સવારે નવ ને એકવીસની
બડા ફાસ્ટ સમયસર તો હશે ને?
હાડકાંમાંથી
એક ટ્રેન અડધી રાતે
પસાર થઈ જાય છે
તું યાદ આવે છે ટ્રેન જેવી.
પ
બોરીવલીથી
સાડાનવની ફાસ્ટ ટ્રેન
ભીંસ
ધક્કામુક્કી
સંસાર હૈ એસા ચલતા હૈ
ઓહો ઘણા વખતે મળ્યા નહીં?
કેમ મજામાં?
શું હેં... હેં... હેં...
હા... હા... હા... ખી ખી ખી
હાક્ થૂ...
સાલા ઔરત કી મશ્કરી કરતા હૈ
ગરમી વધુ પડે છે
સાલી ગવર્નમેન્ટ ખરાબ છે
હાક્ છીં
અંબે માત કી જે
છાપાનું જરા બીજું પાનું આપો ને?
એય ગાંડૂ તેરી માબેન હૈ કિ નહીં
બારણા પાસે
સળિયો પકડી ઊભું
સાડી ફરફરે
પંખા વાતો છેદે
ગાવસ્કરની સ્ટ્રેટ ડ્રાઇવ તોડી નાખે એવી
ઉસકા તો એવું ને નાના પણ
મને કાય બઘતો! ના મીના, એવું નહીં
અચ્છા... અરે મેરા પાકીટ,
આવજે શું કરું યાર!
સાલા દાદર ચલા ગયા
સોતા થા અબતક... આવીશ
ગાળો
રમીની રમત રૂપિયે પૉઇન્ટ વીસ
સ્ટેશને સ્ટેશને સ્તનોનું ટોળું
ગૉગલ્સવાળો
ચહેરો લઈ
ઊતરું
ચર્ચગેટ સ્ટેશન
સમય દસ ને દસ.
શાપિત માણસ
૧
પડછાયાનાં વહાણ મને શકે ના તાણી
પૃથ્વીનો હું શાપ માણસ નામે મારી એંધાણી
મને માણસ થવાની ચીડ ચઢે છે
આર્ટ ગૅલેરીની ભૂખરી દીવાલમાં
તાંબાના સૂરજ હેઠે
કે ક્ષય જેવા લૅન્ડસ્કેપમાં
ચિત્રિત મારી ઇચ્છા મારા હોવાપણાના
બિન્દુની બહાર ગતિ કરી ગઈ છે
કદાચ શબ્દો ગળતાં હાડપિંજર બની
મને વળગી રહ્યા છે
માણસ જ માણસનો રોગ છે
લાગે છે માણસથી ઇતર તે જ માણસ છે
પૃથ્વીનો હું શાપ માણસ નામે મારી એંધાણી
પડછાયાનાં પૂર મને શકે ના તાણી
બિથોવનની નવમી સિમ્ફનીમાં
ટોળાં બની વહી જાય મારો અવાજ
રેતીની જેમ અડધી રાતે ઊડી જાય
પંખીઓ નદીની શોધમાં
તૂટી ગયેલી ખોપરીના સૂકા આકાશમાં
લોહી બની દદડ્યા કરે છે બિલોરી પવન
૨
ભૂસ્તરશાસ્ત્રની શોધ બની સંગ્રહસ્થાનની
દીવાલોમાં સચવાઈ પડી છે જે મારી સ્થિતિ
તે પણ આજે ફરતા રક્તમાં
શ્વાસનાં જાળાં બની ગોળાયા કરે છે
અને મારી આજુબાજુની પરિસ્થિતિ
અજગરની જેમ મને વીંટતી જાય છે
આ પરિસ્થિતિની ભીંસમાંથી
કોઈ પારધી નહીં બચાવી શકે
તેથી તો
હું માણસ થવાનો બોજો વહન કર્યા કરું છું વર્ષોથી
પડછાયાનાં ખાલી ખાલી વહાણ મને શકે છે તાણી
પૃથ્વીનો હું શાપ માણસ નામે મારી એંધાણી
તીણા ખીલા બની
ત્વચાની આરપાર નીકળી જતી દોસ્તી
પથ્થરના પૂતળામાં ઠરી ગયેલો પ્રેમ
દીવાલની જેમ ચોપાસથી ગબડી પડતા સમ્બન્ધો
રણનો વંટોળ બનાવી છોડી દે છે મને
હું તરસ બની ચિત્રિત થઈ ગયેલો રંગ છું
હજારો વર્ષોનો અંધકાર બિલાડીના નખની
જેમ મારામાં વધ્યા કરે છે રોજ રોજ વૃક્ષ બની
મને માણસ થવાની હવે તો
બીક લાગે છે
ફોટાની ફ્રેમની બહાર વહી શકે ના પડછાયાનાં પાણી
હું માણસ નામે નેગેટિવ શોધું મારી ચિત્રિત ઠંડી વાણી
મને માણસ થવાનો થાક લાગે છે.
મૃત્યુ
૧
હું મરણ પામું એ પહેલાં મને
કેટલાક રોગ થાય તો
મને ઘણું જ ગમે.
ત્વચા પર પવન કરવત
ફેરવતો રહે
આંખમાં પીળું ઘર બંધાતું જાય
પાકી ઈંટો વચ્ચેથી આવતી
દમિયલ હવા મારા
શ્વાસને સ્ટીલના બનાવી દે
તો મને ઘણું ગમે.
મારી અને મારા રોગ વચ્ચેથી
રેતીઓ ભરેલી શીશીઓ
પસાર થઈ જાય
અને મારા કબાટની ચાવી મેં
ક્યાં મૂકી હશે તે હું
વિચારતો હોઉં
ત્યારે લોહીમાં બારમાસી ઝૂલતાં
રહે તો મને ઘણું જ ગમે
પાંડુર ચંદ્ર મારાં અસ્થિઓના
પોલાણમાં રહેવા આવે
મારાં સફેદ આંગળાંમાંથી
બણબણ કરતી માખીઓ ઊડે
ત્યારે નખની વચ્ચે ધીમું ધીમું
ઘાસ ઊગે તો મને ઘણું જ ગમે.
કદાચ હું જ ‘ધ સેવન્થ સીલ’ના
નાયકની જેમ મારી સાથે
એકાદ-બે દાવ ખેલી લઉં
અને શતરંજનાં પ્યાદાં ગતિ
કરે જ નહીં
તો મને જરા પણ ન ગમે.
પણ હું શતરંજની ચાલ ચાલતો હોઉં
મારી નાની બહેન હાથમાં
કૉફીનો કપ લઈ ઊભી હોય
મારા ઘરની દીવાલોને
સફેદો લાગતો હોય
અને ત્યાં જ
મારી ડોરબેલ રણકી ઊઠે તો
મને ઘણું જ ગમે
ગમે જ.
૨
આજે મને શ્વાસમાં
સંભળાય છે લીલી લીલી મહેક.
સવારે ડૉક્ટર પાસે ગયો
ત્યારથી શરીર પર ધીમે ધીમે
ઘાસ ઊગી રહ્યું છે
થોડાં પ્રિસ્ક્રિપ્શનો, થોડી દવા
બધું પાણી પીતો ખાંસતો ખૂણો બની
સર્પની જેમ પીઠમાં સરકવા લાગ્યું.
દૂર ક્ષિતિજ સુધી હાથ લંબાવી
ચંદ્રની ડાળીનો સ્પર્શ કર્યો
ટેરવાં પર બાઝેલી ધૂળમાં
પરી અને પંખાળો ઘોડો ફૂટી નીકળ્યાં
ને મેં પતંગિયાંની જેમ ક્યાંય ક્યાંય
ઊડ્યા કર્યું
નાભિમાં સફેદ અંધારાં
વડવાનલની જેમ ઊછળતાં રહ્યાં
આ હવા, આ ક્ષિતિજ બધું
દીવાની જેમ લોહીમાં ટમટમી રહ્યું.
આજે શ્યામ અશ્વનું ફીણોટું મોઢું
મારા શ્વાસને ગોળગોળ ફેરવતું
મને ઊંડી ઊંડી ખીણમાં ગબડાવે છે
ત્યારે દવાઓ જેવાં સગાં
ચોમાસાનાં જંતુઓની જેમ આંખોનાં
ખાબોચિયાંમાં બણબણી રહ્યાં છે.
હું મારા જ દેશમાં મને શોધવા
તૂટેલા કેલિડોસ્કોપને લઈ ચકડોળ જેવો
ચાલ્યો છું.
આસોપાલવની ડાળીમાં
ફસાયેલો ચંદ્રનો પડછાયો હસી રહ્યો છે
અને શરીર ઝરણું થઈ
દોડી રહ્યું છે લીલી મહેકની પાછળ પાછળ.
નદી
ચાલતાં ચાલતાં આ પુલ સુધી તો
હું આવ્યો છું
સામે જોઉં છું તો પીળી એક દીવાલ છે
તેના પર લાલ રંગનું એક ધાબું છે
મારા પગ પાસે ચમકતી રેતી
ઓઢી નદી સૂતી છે
ને મને તરસ લાગી છે
મારા ગળામાંથી ઘૂમરી ખાતાં
તમરાં સતત ઊડ્યા કરે છે
પીળી દીવાલ ક્યારે ખૂલશે
તેની રાહ જોઉં છું.
લાલ ધાબામાંથી એક પક્ષી ઊડે છે
ને સૂરજ પર જઈ બેસે છે
પુલ ધીમે ધીમે ઊંચકાય છે
રેતી ઊછળતી ઊછળતી
છાતી સુધી આવે છે
સૂરજને ચાંચમાં લઈ
પક્ષી ઊડે છે
મારી આંખ નદીના પાણીમાં
ઊંડી ઊતરી જાય છે
હું ત્રમત્રમાટથી દટાઈ જાઉં છું.
યાત્રા
સવારે રસ્તા પર
ચાલતો હતો
ને સામેની બારીમાંથી
કાચની જેમ હું તૂટી ગયો
તો બાજુની ગલીના વળાંકમાંથી
હું નીકળ્યો ત્યાં તો પેલા
પીળા ઘરના
ડાઇનિંગ ટેબલ પર બેઠો બેઠો
સૂપ પીતો હું
મકાનને ત્રીજે માળે ફિટિંગ કરતા
લાલ મજૂરની જેમ કાળું ધડ્ કરતો
હું ખડી ગયો.
હાથ હવામાં છૂટી ગયો
કાનમાં ખળખળ કરતો દરિયો
ફાટી પડ્યો
રાત્રિના જળના કાંઠા પર પીળું
ઘર બની લાલ મજૂરનું મોજું ફેંકાઈ ગયું
હાથમાંથી સફેદ વાયરોની રેતી
ઊડી ઊડી મને ઘેરી વળી
આંખોમાંથી ઘાસ ખરવા લાગ્યું
ટોળું, અવાજો, થીજી ગયેલાં ઘડિયાળો
સૂપની વરાળની જેમ મારી આજુબાજુ
હવામાં રથની જેમ ફરી વળ્યાં
ચમચીના ગોળાકારમાં મારા પગ
હલબલતા રહ્યા
ને ઝટ દેતો ફેંક્યો - ‘...રે સૂર્યમાં...’
ફાટેલી આંખવાળી બારી
હવામાં હલેસાંની જેમ ઊડી
હાથમાંથી આંખો ખરતી રહી
‘...ચન્દ્રીએ અમૃત...’
હવે હું રસ્તા પર ચાલું છું
ને બારીમાં ઊભો ઊભો હસું છું
ઘડિયાળ નિયમિત થઈ ગયાં છે.
અનંત યાત્રા
ચાલ્યા કર
બેસવાનું જ નહીં
ના
ઊભવાનું પણ નહીં
ના
ઊંઘવાનું
હા
પણ ચાલતા તો રહેવાનું જ
ઘર પાસેથી પસાર થવાનું
હા
પણ ઘરમાં જવાનું નહીં સમજ્યો
ચાલતા જ રહેવાનું
ક્યારેક અજાણ્યો ટાપુ
ક્યારેક હિમશિલા
બારીમાં તગતગતી બે આંખો
સમુદ્ર શું ઊછળ્યા જ કરશે
હા
મારે શું તરતા જ
રહેવાનું
હા
આકાશ સામે જોવાનું
ના
ઊડવાનું
ના
ઊડું તો
ઉડાવીશ
વૃક્ષ થવાનું
ના
થાઉં તો
કાપીશ
આમ શું ચાલ્યા જ કરવાનું
ફરી પૂછ્યું
હા હા હા
આંખો મનમાં ચાલ
મન ઘરમાં ચાલ
ઘરમાં મન ચાલ
પગમાં પાણી ચાલ
ચાલ ચાલ ચાલ
શ્વાસ સાંધતો ચાલ
પગમાં વહાણ ઉછાળતો ચાલ
મન બાંધતો ચાલ
ઝંખના કરવાની
ચલ સાલા માંદલા
છટ્ તે શબ્દ બોલ્યો છે તો ખબરદાર
જીભ ખેંચી કાઢીશ
ન ચાલું તો
શરીરમાં પવન વાવું
ન ચાલું તો
પિંડીએ અગ્નિ ચાંપું
ન ચાલું તો
નાભિમાં પાણીના રથ બાંધું
ચાલ ચાલ ચાલ
ટાપુ પર પગ મૂકું તો ટાપુ હોડી બને
આગળ આગળ
ચાલ ચાલ ચાલ
આ ઘર આવ્યું
જવાનું નથી યાદ રહે
આ તગતગતી આંખો
જોવાની
પણ ઘરમાં જવાનું નથી યાદ રહે
આ દેખાય તગતગતાં આંસુ
પડદો પાડ
આ દેખાય કાલોઘેલો અવાજ
પડદો પાડ
કૂદકો મારું હોડીમાંથી
પવન ઉડાવ દક્ષિણ તરફ
પડદો ઉપાડો
પડદો ઉપાડો
સામે દેખાય જંગલ
આ ઊગે
બેસું
ના
બેસું તો
મૂળસોતું કાપું
બેસું તો
બાળું
બેસું તો
ગબડાવું
શ્વાસ ખરડાય
હવા ઉઝરડાય
દરિયો વીંઝાય
મન વીખરાય
પણ આ શા માટે
પ્રશ્નો પૂછવા નહીં
શા માટે
સાચા સવાલો નથી
સાચા જવાબો છે
બોલ શું જોઈએ તારે
ઘર
નહીં મળે બીજું માગ
માગ માગ તે આપું
મને ગમતું આપું
નહીં તો તને શાપું
માગ માગ તે આપું
ઘર
નહીં મળે
બીજું માગ તે આપું
નહીં તો હવે શાપું
બીજું ન જોઈએ
તો ચાલતો રહે
આનો અંત ખરો
હા
શો છે શો છે
હોડીથી થાક્યો છે
હા
તો પથ્થર પહાડ પર મૂક
પછી
પથ્થર પહાડ પર મૂક
પછી
પાછો પથ્થર પહાડ પર મૂક
પણ કેમ
કાં તો પથ્થર કાં તો હોડી
જો બેની કેવી થઈ સરસ
મજાની જોડી
પણ આનો અંત છે
ખબર નથી
કંઈ વાંકગુનો તેની આ સજા
ખબર નથી
શા માટે ચલાવો છો
બસ એમ જ
આ તે કંઈ જવાબ છે
પસંદગી કરો અને ભોગવો
કોની પસંદગી
પ્રશ્ન પૂછનારની
જવાબ આપનારની નહીં
ના
ચાલ ચાલ ચાલ
હવા વીંઝતો ચાલ
પહાડ પહેરી ચાલ
સમુદ્ર બાંધી ચાલ
ચાલ ચાલ ચાલ
ઘર પાસે ચાલ
ઘરની બહાર સદા ચાલ
ચાલ ચાલ ચાલ ચાલ
એ જ એ જ
મારી પાસે વાત કરવા જેવું કશું નથી
હું એક જ લૉકમાં
નંબરોવાળી ચાવી માત્ર ફેરવ્યા કરું છું
મારી પાસે વાત કરવા જેવું મારું કશું નથી
રસ્તા, મકાન, હોટેલનાં ટેબલો પર
ઊડતી વરાળ અને
શિયાળાના ધુમ્મસમાં ફેલાતી
અવાજની કચ્ચરોથી
વિશેષ હું કશું પામી શકતો નથી
મારી પાસે વાત કરવા જેવું તમારું કશું નથી
મારા હોવાપણાનો દંભ હવે નથી જીરવાતો
અપરાધ અહીં આવ્યાનો કર્યો છે
એવી લાગણી પણ સાંજ થઈ મારામાં
આથમતી નથી
કેમ કે મારી પાસે વાત કરવા જેવું
કોઈનું કે મારું કશું નથી
અસંગત વાતો કર્યા પછી પણ
મોસમી વિષાદ હું કેળવી શકતો નથી
મારાં શણગાર કરેલાં સુખદુઃખો લઈ
પાર્ટીમાં પણ હવે હું વાતો નથી કરી શકતો
મારી સાઇકોલૉજીનાં શરદીખાંસીની
ફરિયાદ મોઢા પર રૂમાલ દઈ
હવે નથી કરી શકતો
મારી પાસે વાત કરવા જેવું કશું નથી
હું નંબરોવાળી ચાવી હવામાં
ફેરવ્યા કરું છું
મારી પાસે શું ખરેખર
વાત કરવા જેવું કશું નથી?
તો ખોડાયેલા વ્યંજનો જેવા
આપણે ક્યાં જઈશું?
આપણને ‘મનુષ્ય’નું અવતરણ
આપી છોડી મૂકવામાં આવ્યા છે
આપણને નામ આપી, ગુણ નક્કી કરી
કામ આપી છોડી મૂકવામાં આવ્યા છે
તરસ્યા ખેતર જેવા આપણે
ઉનાળાની આ બપોરે ક્યાં જઈશું?
હવે મારી પાસે
હવે તમારી પાસે
હવે આપણી પાસે
વાત કરવા જેવું કશું નથી રહ્યું
છતાં હવામાનની, પુસ્તકોની, ચિત્રોની,
મીનાના કાકાની ને મનુની માસીની
શિવામ્બુ ને ઉપવાસ ને જૈનદર્શનની
વાતો, અડધી રાતે બારણાં ખખડાવતા
દરિયાની વાતો ને કવિતાનાં
પ્રતીક ને ક્લિયોપેટ્રાનાં સ્તનની વાતો
વાતો ખણકતી ખાંસી ને સ્વપ્નસ્રાવની
વાતો કર્યા જ કરીએ છીએ
ખંડિત દર્પણ જેવાં આપણાં
વર્ષો વાતોથી સંધાયા જ કરે છે
નંબરો બદલી બદલી વાત થયા જ કરે છે
હું પ્રેમ કરું છું, પ્રયત્ન કરું છું
ચૂપકીદીભરી બપોર થઈ રાહ જોયા જ કરું છું
પણ એક ને એક આંગળી
માત્ર ૦ ૦ ૦માં ફર્યા જ કરે છે
આ-આ-તે-તે-ની વાતો
ગોળાયા જ કરે છે
છતાં મારી પાસે વાત કરવા જેવું?
હું હોઠના પડદા ખોલી
વેણનાં દૃશ્ય ભજવ્યા કરું છું
હું લાગણીનું મ્યૂઝિયમ બની
જીવ્યા કરું છું
ચાવી ફેંકી દીધા પછી પણ
વાતો શોધ્યા કરું છું
અને આમ તો
મારી પાસે વાત કરવા જેવું?
વસૂકી ગયેલા શબ્દો પર
છતાં વારંવાર ચઢી જવાય છે
રેતીના કણમાં ઊછળતા દરિયાને પીવા
આંખો તરસી થઈ ઊઠી છે
કોઈને કશું કરવું નથી છતાં
કોઈ કશું ને કશું કરતું જ હોય છે
જે કરવાનું છે તે નથી કર્યા કરતોની
વાતો કર્યા કરું છું
એક જ લૉકમાં
ખોટા નંબરોવાળી ચાવી
ફેરવી ફેરવી વાતો કર્યા કરું છું
ચાવી ફેંકી દીધા પછી પણ
નવી નવી ચાવી બનાવું છું
હવે તો વાત કરવાનો
કાચી વયમાં થાક લાગ્યો છે
છેલ્લાં વીસ વર્ષથી આ શરીર
ઊંચકી હું નીતિન હું નીતિનની
દંતકથાઓ રચ્યા કરું છું
ચાવીઓ તૂટ્યા કરે છે
મારી બીજાથી રચાતી કથા લઈ
વાંકો વળી ગયેલો મારો વર્તમાન
પીઠ પર મૂકી હું ચાલી નીકળું છું
ચાવીઓ ખોટા લૉકમાં
લટકતી લટકતી મારી વાતો
કર્યા કરે છે.
પસંદગી
મારા માથામાં બેઠા બેઠા
બુદ્ધ અને મિડાસ
ચેસ રમે છે
હું બંને બાજુથી
ચાલ ચાલું છું
અને હારી જાઉં છું
બુદ્ધ રાઈના દાણાની
ચાલ ચાલે છે
મિડાસ સ્પર્શની
ચાલ ચાલે છે
ને હું તરડાયેલા
દર્પણમાં
અસંખ્ય રાઈના
દાણા થઈ દડદડતાં
સોનાનાં આંસુ થઈ
જન્મું છું
આમ તો હું કશું
કરી શકતો નથી
શા માટે કશું કરવું જોઈએ?
બુદ્ધ કે મિડાસ
કશું થવાતું નથી
જરા-વ્યાધિ-મૃત્યુ
સુજાતાની ખીર
પીપળાની જેમ
પીઠમાં
ઊડતાં રહે છે
બોધિવૃક્ષની છાયામાં
વેરાયેલા
સોનાના રાઈના દાણામાં
મિડાસને
બુદ્ધ થવાનું સ્વપ્ન આવે છે
ત્યારે એક સાથે અનેક
અન્-ઐતિહાસિક સમયમાં
મારું નિર્વાણ થાય છે.
વંચના
એ
ક પછી એક દરવાજા ખૂલે છે
એક પછી એક દરવાજામાં હું દાખલ થાઉં છું
દરવાજા એક પછી એક બંધ થાય છે
એક પછી એક હું બધા બંધ દરવાજા
બહાર રહી જાઉં છું
સવાર પડતાં ફરી એક આંખવાળો
રાક્ષસ દરવાજા ખોલે છે
એક આંખ બંધ કરી હું દરવાજાઓમાંથી
પસાર થવા જાઉં છું
ત્યારે મારી એક આંખ
રાક્ષસ લઈ લે છે
ખિસ્સામાંથી એક બીજી આંખ કાઢી,
પહેરી દરવાજામાં પ્રવેશ
કરવા જાઉં છું તો
દરવાજા બંધ થઈ જાય છે
સવારે દરેક દરવાજા પર
મારી એક આંખ ટિંગાતી હોય છે
હું દરવાજા બહાર જ
મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો છું
એવા સમાચાર એક આંખથી વાંચી
જોરથી દોડું છું
બીજે દિવસે હાથમાં
છાપું રહી ગયેલો હું
દરવાજા બહાર
મરેલી હાલતમાં મળી આવું છું
ભાવ-પ્રતિભાવ
ચળકતી હવામાં ધ્રૂજતી બપોરને
ગૂંથતા હોઈએ
મન તો ઊડાઊડ કરે
પ્રશ્નો તો ઘણા થાય
સાલ્લું આપણાં ફલાણાં-ઢીંકણાંનું શું થશે?
કાલે ૯.૩૫ની ફાસ્ટ ટ્રેનમાં જગ્યા મળશે કે નહીં?
આ વખતે રૅશનિંગમાં કેવા ચોખા મળશે?
બાજુવાળા મનુભાઈની દીકરીના
લગ્નમાં શું આપીશું?
આવા ને તેવા સાલ્લા ઘણા પ્રશ્નો થાય
કવિતામાં તેની કંઈ વાત થાય?
પણ બેઠા છીંએ
ને જોઈએ છીંએ બધું
કોઈ આવે છે ને જાય છે
કોઈ ઊભે છે ને બેસે છે
કોઈને જે કૈં કરવું હોય તે
કરે છે
પણ આપણે તો બેઠા છીંએ
ને કૉફી પીએ છીંએ
ને જોયા કરીએ છીંએ અરીસાની જેમ બધું
દીવો મનમાં ટમટમે છે.
શું થશે જગતનું કે આપણું?
શી ખબર?
ફરવા આવ્યા છીંએ
ને ફરીએ છીંએ અહીં ત્યાં
આપણે તો બેઠા છીંએ
કૉફી પીતા ને માથું ખંજવાળતા ફોગટના.
મન તો બંધાય પણ ખરું
મન તો રહેંસાય પણ ખરું
મન તો વળી મૂંઝાય પણ
ને રઘવાયું થાય ને રાજી પણ થાય
તેનું જે થવાનું હોય તે
થવા દઈએ
વારંવાર મને આમ થાય છે
મારા મનમાં તેમ થાય છે
તેમ લવલવાટ કરી
ભાષાની પત્તર શું ખાંડાખાંડ કરવાની?
વળી કોઈ વિવેચક પાછા
ભાષાપ્રજ્ઞ કહે તો?
તેથી તો એમ જ કૉફી પીતા
બેઠા છીંએ ને
જોઈએ છીંએ સાંજના આકાશને
કોઈ આવે તેને આવવા દઈએ
જાય તેને જવા દઈએ
આપણે શું કરવાના?
આપણે તો ઠાલા ઠોકાયા છીંએ
અહીંયાં અત્યારે આ ક્ષણે
ભંગુરતાને હાથમાં રમાડતા
છીંએ તે છીંએ
અને નથી તો થોડા હોવાના?
તેથી તો કૉફી પીતા ખોડાયા છીંએ
અહીંયાં અકસ્માતભરી હયાતીને
પાંપણમાં પટપટાવતા.
જગત ભલે ને જખ માર્યા કરે
આપણે તો એમ જ
અમથા બેઠા છીંએ
કોલ્ડ કૉફી વિથ આઈસક્રીમ હાથમાં લઈને.
દ્વિધા
નાખી દીધા જેવી વાતમાં
ઘણી વાર મૂંઝાઈ જવાય છે
કાલે મહેમાન ઘરે છે
તો કેટલું દૂધ લેશું?
સૌંદર્યશાસ્ત્રીઓને જોકે હસવું આવે
તેઓ કૃતિના અર્થઘટનની વાતો કરે
તેને સ્ટ્રક્ચર ને શૈલીની દૃષ્ટિએ
તપાસે, કાપે, વાઢે, અથવા
તો ફિનોમિનોલૉજી, ડી-કન્સ્ટ્રક્શનનાં
ચશ્માં પહેરાવે
માર્ક્સ કહે હું ચશ્માંની દાંડી બનીશ
ગાંધી કહે કાન પર તો હું જ
પણ આમાં હું શું કરું?
ટેબલનાં ખાનાં બે-ચાર વાર ખોલું
પાકીટના પૈસા ત્રણ વાર ગણું
લૉટરીની ટિકિટ પર આંગળી
ફેરવ્યા કરું કે મંગળની વીંટી
ને રુદ્રાક્ષની માળા, ને ઓમ્-બોંબ....
એક વિવેચક ભાઈ કહે
જોયું ને ગ્રેગરનું આમ જ મેટામૉરફૉસિસ
થયું હતું
લોહીમાં પવન પડી જાય
ઇતિહાસ મારી નસો ખેંચી કાઢે
નાર્સિસસ યાદ આવે
મારું પૈડું જમીનમાં ખૂંપતું જ જાય
પછી બધા કહે કે
સાલ્લો સું વાંચતો યાર
દેરિદા ને બાર્થ, ને ફુકો
ને ભરત ને ભવાઈ
જોકે ક્લાસમાં એવું બધું
બોલવાની આમ તો મનાઈ
પગમાં ખાલી ચડી જાય
ચશ્માંના નંબરો વધે
રોલાં બાર્થ કહે યાર ‘સર્જક
ક્યાં લખે છે જ એ તો
સમાજની ભાષા વાપરે છે
માટે એનું ગૌરવ કરાય જ નહીં.’
હું તો ખુશ થઈ જાઉં
પણ અભિનંદન કરવા
તાર કરવો પડે
પોસ્ટમાં જોવું પડે
ને પછી સમજી જાવ ને યાર...
તો કાલે સવારે દૂધવાળાને
શું આપું?
બસ આટલી ચિંતા છે
કશું ચાહી કે ધિક્કારી
શકતો નથી
માર્ક્સ ને ગાંધી સાચા છે
તો માર્લોપોન્તિ ને દેરિદાથી
પણ મન છલકાઈ જાય છે
ચામડી નીચે અંધારામાં
એક પતંગિયું પાંખો ફફડાવે છે
બાળપણ ક્યારનું ફ્યૂઝ થઈ ગયું છે
સૂરજની કલ્પનાથી મારું
ઘર અને મન વાંચું છું
દીવાલ બારીના સળિયા
સળવળ સળવળ થયા કરે છે
સવારે ફિક્કા અવાજે પૂછું છું
એક બોટલ જ્યાદા દૂધ હૈ ક્યા?
પછી તૈયાર થઈ
વર્ગમાં જઈ
ખાંસી ખાતાં બોલું છું,
‘કવિતા અસ્તિત્વ છે.’
શબ્દ-નિર્વાણ
૧
રાત્રે
પુસ્તકમાંથી થોડાં પંખી ઊડ્યાં
મકાનની અગાસી પર બેઠાં
એમાંનું એક બારીમાંથી
ઘરમાં પ્રવેશ્યું
ને મારા બળતા નાઇટલૅમ્પ પર
આવી બેઠું
ઘરનો ફ્યૂઝ ઊડી ગયો
૨
હું ગુમાયો છું એવી
જાહેરખબર મેં સવારે
છાપામાં વાંચી
દસ પૈસાના ચણા ફાકતો
ઘરે આવ્યો
બારણામાં જ મને મળી ગયો
પણ આડું જોઈ ઘરમાં ગયો
ટેબલ પરના પુસ્તકને ઉઘાડ્યું
તો મરેલાં પંખીઓ
ચારેબાજુ ઢગલો થઈ
પડ્યાં
મને લોહીની ઊલટી થઈ