7,476
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અત્તર-અક્ષર|પન્ના નાયક}} {Center|'''આસોપાલવ?'''}} {Center|'''ના, અહીંદ્વારે...") |
No edit summary |
||
(4 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|અત્તર-અક્ષર|પન્ના નાયક}} | {{Heading|અત્તર-અક્ષર|પન્ના નાયક}} | ||
<center> | |||
<poem> | |||
આસોપાલવ? | |||
ના, અહીં દ્વારે ટાંગ્યાં | |||
સ્મિતતોરણ. | |||
નથી એકલી – | |||
ભર્યો ભર્યો આવાસ | |||
એકલતાથી | |||
સવાર થાતાં | |||
કિરણોનો કલ્લોલ – | |||
ઘર પ્રસન્ન | |||
{ | ભીંતે તડકો | ||
લઈ પવન પીંછી – | |||
ચિત્રો ચીતરે | |||
બેઠા શ્વાનની | |||
લટકતી જીભમાં | |||
હાંફે બપોર | |||
રાતે વરસી | |||
ઝરમરતી યાદ – | |||
ભીંજાયું મન | |||
અાપણે કર્યા | |||
કાજળકાળી રાતે | |||
શબ્દોના દીવા! | |||
મેળવું હાથ | |||
એની સાથે, ઊપસે | |||
મેંદીનો રંગ | |||
તારા ઊઠતાં | |||
કંપી ઊઠ્યાં, ગભરુ | |||
શાંત કંકણો | |||
ઉપવનમાં | |||
ગીતો ગાતો પવન, | |||
વૃક્ષો ડોલતાં | |||
બાળે છે હજી – | |||
સપ્તપદી ફરતી | |||
વેળાનો અગ્નિ | |||
પીઠી ચોળાવી | |||
બેઠાં છે ડેફોડિલ્સ | |||
ઘાસમંડપે | |||
સૂના ઘરમાં | |||
બા-બાપુ સ્મૃતિ-ઠેસે | |||
હીંચકો ઝૂલે | |||
ચૂમી દીધી છે | |||
એવી કે આગ આગ | |||
ભભૂકી ગાલે | |||
તડકો કૂદે | |||
ઘાસઘાસમાં, જાણે | |||
પીળું સસલું! | |||
સમીસાંજના | |||
ઘાસ ચમેલી કરે | |||
વિશ્રંભકથા | |||
મિત્રપત્રમાં | |||
આળસ મરડતું | |||
ઊઠે મુંબઈ | |||
અંધારસ્ટેજે | |||
પવન પખવાજે | |||
સ્નોફ્લેક્સ નૃત્યો | |||
સૂરજમુખી | |||
સૂરજ સાથે ફરે – | |||
હું દિશાહીન | |||
</poem> | |||
</center> | |||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘પંથી’ પાલનપુરી/ગતિ ગતિનાં ગીત | ગતિ ગતિનાં ગીત ]] | સમય સમયનાં સપનાં સાથી, ગતિ ગતિનાં ગીત ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/આભનો ભૂરો રંગ | આભનો ભૂરો રંગ ]] | આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ ]] | |||
}} |