ઋણાનુબંધ/આવનજાવન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આવનજાવન|}} <poem> જ્યારે જ્યારે એ અહીંથી જાય છે ત્યારે ત્યારે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
પાછો જવા માટે…! | પાછો જવા માટે…! | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = કેવળ | |||
|next = તને ખબર છે? | |||
}} |
Latest revision as of 07:07, 19 April 2022
આવનજાવન
જ્યારે જ્યારે
એ અહીંથી જાય છે
ત્યારે ત્યારે
કશુંક ને કશુંક
મૂકતો જાય છે.
આ અહીં રહી ગયું એનું
સૂર્યના કિરણ જેવું સ્મિત.
આ અહીં રહી ગયું એનું
અરધુંપરધું ગવાયેલું ગીત.
આ અહીં રહી ગયો એનો જ
એના જ જેવો
રૂપાળા વાદળ જેવો રૂમાલ.
ક્યાંક રહી ગઈ છે
એની આંગળીઓની મુદ્રા
તો ક્યાંક રહી ગયાં છે
દેખાય નહીં
એવાં એનાં ચુંબન.
વહેતા પવનની જેમ
એની આવનજાવન થયા કરે છે.
એ અહીં આવે છે ખરો પણ
પાછો જવા માટે…!