ઋણાનુબંધ/આભનો ભૂરો રંગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આભનો ભૂરો રંગ|}} <poem> આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ, રંગ...")
 
No edit summary
 
Line 23: Line 23:
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ.
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = આ સરવર સરવર રમતાં રમતાં
|next = કોઈની બુદ્ધિના પાંજરામાં
}}

Latest revision as of 10:23, 20 April 2022

આભનો ભૂરો રંગ


આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ,
રંગની લીલા જોઈને મારાં નેણ તો ન્યાલમન્યાલ.

                    રાતનું વહેતું શ્યામ સરોવર
એમાં નૌકા શ્વેત,
સમજું નહીં કે ચાંદ ઊગે
કે ઊગતું કોઈનું હેત,

આજ તો મારી સાવ સુંવાળી: લીલમલીલી કાલ,
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ.

                    પવન પોતે વૃક્ષ થઈને
ડોલતો રહે હરિયાળું,
મનમાં હવે ક્યાંય નથી કોઈ
સપનું કાળું કાળું.

ગમતીલા ગુલાલમાં વેરે કોઈ તો વહાલમવહાલ,
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ.