સોરઠી સંતવાણી/ઓળખો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 33: Line 33:


{{Poem2Open}}
{{Poem2Open}}
<center>[દેવાયત]</center>
<center>'''[દેવાયત]'''</center>
અર્થ : હે ગુરુ! હે પૃથ્વીના સ્વામી! તારો પાર પમાતો નથી.
'''અર્થ''' : હે ગુરુ! હે પૃથ્વીના સ્વામી! તારો પાર પમાતો નથી.
પ્રથમ ગૌરીપુત્ર ગણેશને અને શારદા માતને સ્મરીએ છીએ. હે માનવો! અજરામર ગુરુ અર્થાત્ પ્રભુને ઓળખી લેજો.
પ્રથમ ગૌરીપુત્ર ગણેશને અને શારદા માતને સ્મરીએ છીએ. હે માનવો! અજરામર ગુરુ અર્થાત્ પ્રભુને ઓળખી લેજો.
એ ધણી કેવા છે? એણે તો પૃથ્વી અને આકાશ જેવાં મહાસત્ત્વોને મૂળિયાં વગર ટકાવ્યાં છે, અને થાંભલા વગર આભને ઠેરવ્યો છે.
એ ધણી કેવા છે? એણે તો પૃથ્વી અને આકાશ જેવાં મહાસત્ત્વોને મૂળિયાં વગર ટકાવ્યાં છે, અને થાંભલા વગર આભને ઠેરવ્યો છે.
Line 45: Line 45:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ?????-?????
|previous = મૂળ વચન
|next = ?????
|next = સ્વયંભૂ
}}
}}

Latest revision as of 05:49, 28 April 2022

ઓળખો

ગુરુ! તારો પાર ન પાયો
એ જી! તારો પાર ન પાયો
પૃથવીના માલિક! તારો જી–હો–જી.
હાં રે હાં! ગવરીનો નંદ ગણેશ સમરીએ જી–હો–જી.
એજી! સમરું શારદા માત
એ વારી! વારી! વારી!
અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.
હાં રે હાં! જમીં આસમાન બાવે મૂળ વિના માંડ્યાં. જી–હો–જી
એ જી, થંભ વિણ આભ ઠેરાયો
એ વારી! વારી! વારી! —
અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.
હાં રે હાં! ગગન-મંડળમાં ગૌધેન વ્યાણી જી–હો–જી.
એ જી! માખણ વિરલે પાયો
એ વારી! વારી! વારી!
અખંડ ગુરુજીએ ઓળખો જી–હો–જી.
હાં રે હાં! સુન રે શિખર પર અલખ અખેડા જી–હો–જી.
એ જી વરસે નૂર સવાયો
એ વારી! વારી! વારી!
અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.
ગગન-મંડળમાં બે બાળક ખેલે જી–હો–જી.
એ જી બાળકનો રૂપ સવાયો
એ વારી! વારી! વારી!
અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.
શંભુજીનો ચેલો પંડિત દેવાયત બોલિયા જી–હો–જી.
એ જી સાધુડાંનો બેડલો સવાયો
એ વારી! વારી! વારી!
અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.

[દેવાયત]

અર્થ : હે ગુરુ! હે પૃથ્વીના સ્વામી! તારો પાર પમાતો નથી. પ્રથમ ગૌરીપુત્ર ગણેશને અને શારદા માતને સ્મરીએ છીએ. હે માનવો! અજરામર ગુરુ અર્થાત્ પ્રભુને ઓળખી લેજો. એ ધણી કેવા છે? એણે તો પૃથ્વી અને આકાશ જેવાં મહાસત્ત્વોને મૂળિયાં વગર ટકાવ્યાં છે, અને થાંભલા વગર આભને ઠેરવ્યો છે. ગગન-મંડળમાં એક ગાય વિયાણી છે, પણ તેનાં માખણ તો વિરલા જનો જ પામ્યા છે. શૂન્ય-શિખર પર અલખનો અખાડો છે. ત્યાંથી સવાયાં નૂર તેજ વરસે છે. ગગનમંડળમાં બે બાળકો ખેલે છે, એનાં રૂપ સવાયાં છે. શિવજીના ચેલા દેવાયત પંડિત આ વાણી બોલ્યા છે. સાધુસંતોની તરણ-નૌકા ક્ષેમકુશળ રહેજો.