સોરઠી સંતવાણી/‘બોત રે કઠણ છે’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|‘બોત રે કઠણ છે’|}} {{Poem2Open}} ભક્તિનો માર્ગ ‘ફૂલ કેરી પાંખડી’ છે...")
 
No edit summary
 
Line 47: Line 47:
{{Poem2Open}}
{{Poem2Open}}
<center>'''[લોયણ]'''</center>
<center>'''[લોયણ]'''</center>
અર્થ : હે લાખા! તમે તો કુંવારી કન્યાઓનાં હરણ કરનારા છો. પારકી સલાહો માનીને વર્તો છો. પણ આ ભક્તિનો માર્ગ તો બહુ કઠણ છે. તમે કેવી રીતે ભવસાગર તરી શકશો?
'''અર્થ''' : હે લાખા! તમે તો કુંવારી કન્યાઓનાં હરણ કરનારા છો. પારકી સલાહો માનીને વર્તો છો. પણ આ ભક્તિનો માર્ગ તો બહુ કઠણ છે. તમે કેવી રીતે ભવસાગર તરી શકશો?
હે લાખા! તમારા તો મોટા મોટા રાજા મિત્રો છે. એ તો તમને નિંદીને દૂર થશે. આખું કુટુંબ તમને ફિટકારશે, તો પછી તમે, આ ભક્તિનો માર્ગ ગ્રહણ કરીને તમારાં બાળકોને કેમ કરી વરાવશો-પરણાવશો?
હે લાખા! તમારા તો મોટા મોટા રાજા મિત્રો છે. એ તો તમને નિંદીને દૂર થશે. આખું કુટુંબ તમને ફિટકારશે, તો પછી તમે, આ ભક્તિનો માર્ગ ગ્રહણ કરીને તમારાં બાળકોને કેમ કરી વરાવશો-પરણાવશો?
હે લોયણ! મોટા રાજાની મિત્રતા હું છોડીશ, પછી કુટુંબ શું કરશે? મારાં બાળક તો પછી સાધુઓને, રુખીઓને (અસ્પૃશ્યોને?) ઘેર વરશે, પરણશે ને પ્રભુધ્યાન ધરશે. માટે મને વિનાસંકોચે મુક્તિનો માર્ગ બતાવો.
હે લોયણ! મોટા રાજાની મિત્રતા હું છોડીશ, પછી કુટુંબ શું કરશે? મારાં બાળક તો પછી સાધુઓને, રુખીઓને (અસ્પૃશ્યોને?) ઘેર વરશે, પરણશે ને પ્રભુધ્યાન ધરશે. માટે મને વિનાસંકોચે મુક્તિનો માર્ગ બતાવો.
Line 55: Line 55:
હે લાખા! તમે માગો છો તે મુક્તિમાર્ગ તો આપણો પ્રાચીન પુરાતન ધર્મ છે. એ તો અનાદિ કાળનો છે. એને શિવસનકાદિક ઋષિઓએ માન્યો છે. એ જ આપણો મુક્તિનો માર્ગ છે.
હે લાખા! તમે માગો છો તે મુક્તિમાર્ગ તો આપણો પ્રાચીન પુરાતન ધર્મ છે. એ તો અનાદિ કાળનો છે. એને શિવસનકાદિક ઋષિઓએ માન્યો છે. એ જ આપણો મુક્તિનો માર્ગ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ભેદ હે ન્યારા
|next = અબળા એમ ભણે
}}

Latest revision as of 06:31, 28 April 2022


‘બોત રે કઠણ છે’

ભક્તિનો માર્ગ ‘ફૂલ કેરી પાંખડી’ છે ખરો, પણ એ પાછો કેવો કઠણ છે, તેનું વિવરણ લોયણ — લાખાનાં ભજનોમાં થાય છે. લાખો એક વિલાસી, લંપટ જાગીરદાર હતો ને લોયણ દેવતણખી નામની લુવાર જ્ઞાતિની રૂપવંતી કન્યા, વૈરાગ્યમાં ગળી જઈ ગુરુ શેલર્ષિની શિષ્યા બની હતી. લોયણને મેળવવા માટેના પોતાના બધા લંપટ પ્રયત્નો અફળ જતાં લાખો લોયણને આડકતરી રીતે મેળવવા માટે શેલર્ષિનો ચેલો બને છે અને ‘એ જી લાખા ભગતિનો મારગ બોત રે કઠણ છે જી’ એ લોયણવાણી તે પ્રસંગની છે. પછી એક વાર સ્નાન કરતી લોયણનું સૌંદર્ય દેખીને કામાંધ બનેલો લાખો લોયણને સ્પર્શવા જતાં કોઢિયો બને છે. (એના સંબંધમાં જ લોયણ ગાય છે કે ‘સોનું જાણીને મેં તો સેવિયો, કરમે નીવડ્યું છે કથીર, લાખા!’) પછી સાચા પસ્તાવામાં ગળેલા લાખાનો કોઢ ગુરુ આવીને મટાડે છે. પછી ખરા ભક્ત બનેલા લાખાની પેઠે એની રાણી સૂરજા પણ ભક્તિમાં લાગી જઈ સંત સમાજમાં દીક્ષા પામે છે. આપણા ભજન-સાહિત્યમાં ‘સૂરજા રાણીનાં સ્વપ્નાં’ કહેવાય છે. તે એમણે રચેલ. લોયણ પ્રબોધે છે, લાખો સવિનય સાંભળે છે, નારી ગુરુ બને છે ને નરને ઠેકાણે લાવે છે. ભજન-સાહિત્યની અંદર આ એક પરંપરા જ બની છે. તોળલદે જેસલને, રૂપાંદે માલદેવને, ડાળણદે રાવત રણશીને, એમ બોધતાં બતાવ્યાં છે. નારીનું આસન સદાય ઊંચું છે. નારીની સામે શિષ્યભાવે ઊભતાં સાવઝ સરીખો નર પણ શરમાયો નથી.

જી રે લાખા! કુંવારી કન્યાનાં તમે હેરણાં હેરો છો જી.
પારકા શબદ હૈયે ધરો છો હાં!
જી રે લાખા! ભગતિનો મારગ બોત રે કઠણ છે જી.
તમે કેણી વધ ભવજળ તરશો હાં!
જી રે લાખા! મોટા મોટા રાજા મિતરુ તમારા એ જી.
ટાળા દૈ દૈને ટળશે હાં!
જી રે લાખા! સઘળું કુટુંબ જ્યારે કે’વા મળશે એ જી.
પછી છોરુડાં કેને રે ઘરે વરશે હાં!
જી રે લોયણ! મોટા રે રાજાની અમે મિતરાઉં તજશું રે જી.
એમાં સઘળું કુટુંબ શું કરશે હાં!
જી રે લોયણ! અમારા છોરુ ત્યારે રુખી ઘેરે વરશે એ જી.
તે તો ધ્યાન રે પ્રભુ કેરું ધરશે હાં!
જી રે લોયણ! મુગતીનો મારગ અમને બતાવો જી.
અમે સે’જે રે ભવસાગર તરીઇં હાં.
જી રે લાખા! તમારા મોલુંમાં અંતર મે’કે એ જી,
એમાં ભભૂતીવાળાં કેમ ભળશે હાં!
જી રે લાખા! તમારાં મોલુંમાં સીરખ તળાયું જી.
એમાં સાધુડાં હુલાશ્યું કરશે હાં!
જી રે લોયણ! મેડી રે મોલાતું તારે મનથી છે ખોટાં એ જી.
અંતર અકારજ કરશે હાં!
જી રે લોયણ! સીરખ તળાયું મારે સંગે નૈ ચાલે એ જી.
કોક દી સાધુ મારી મુગતિ કરશે હાં!
જી રે લાખા! દેશી પરદેશી જ્યારે સાધુ આંઇ આવે એ જી.
એને એકાતાર કરવો પડશે હાં!
જી રે લાખા, શીષ રે ઉતારી જ્યારે ધરણી પર ધરશો એ જી.
ત્યારે તમને સાયબો મળશે હાં!
જી રે લાખા! મોટી મોટી વાતું તમે મુખેથી કરો છો એ જી.
પાળવી કઠણ બહુ પડશે હાં!
જી રે લાખા! રાજની રીત્યું તમને સોઈલી પડશે એ જી.
ભગતિ દોયલી પડશે હાં!
જી રે લાખા! જૂનો રે ધરમ છે અનાદિ એ જી.
એને શિવ સનકાદિક માને હાં!
જી રે લાખા! શેલરશીની ચેલી લોયણ બોલ્યાં એ જી.
આપડો મુગતીનો મારગ ઈ છે હાં!

[લોયણ]

અર્થ : હે લાખા! તમે તો કુંવારી કન્યાઓનાં હરણ કરનારા છો. પારકી સલાહો માનીને વર્તો છો. પણ આ ભક્તિનો માર્ગ તો બહુ કઠણ છે. તમે કેવી રીતે ભવસાગર તરી શકશો? હે લાખા! તમારા તો મોટા મોટા રાજા મિત્રો છે. એ તો તમને નિંદીને દૂર થશે. આખું કુટુંબ તમને ફિટકારશે, તો પછી તમે, આ ભક્તિનો માર્ગ ગ્રહણ કરીને તમારાં બાળકોને કેમ કરી વરાવશો-પરણાવશો? હે લોયણ! મોટા રાજાની મિત્રતા હું છોડીશ, પછી કુટુંબ શું કરશે? મારાં બાળક તો પછી સાધુઓને, રુખીઓને (અસ્પૃશ્યોને?) ઘેર વરશે, પરણશે ને પ્રભુધ્યાન ધરશે. માટે મને વિનાસંકોચે મુક્તિનો માર્ગ બતાવો. હે લાખા! તમારા મહેલોમાં તો અત્તર ભભકી રહ્યાં છે. એમાં ભભૂતધારીઓ (સાધુઓ)ને શી રીતે ભેળવશો? તમારા મહેલમાં સુંદર મુલાયમ બનાતો ને મશરૂનાં ગાદલાં છે, તે પર તો સાધુડાં લેટશે! તેનું શું કરશો? હે લોયણ! મેડીઓ મહેલાતો અને જૂઠા થઈ પડ્યાં છે. અત્તર તો અકૃત્ય કરાવે તેવાં લાગે છે. બિછાનાં અને બનાતો મારી સાથે નહીં આવે. મારી મુક્તિ તો કોઈક દિન સાધુઓ જ કરશે, માટે મને મુક્તિનો માર્ગ બતાવો. હે લાખા! દેશવિદેશથી આંહીં સાધુજનો આવી પડશે તેની સાથે એકતાર બનવું પડશે. માથું ઉતારીને તમે ધરતી પર ધરશો ત્યારે જ સાયબો (સાહેબ પ્રભુ) મળશે, હોં કે! મોંએથી મોટી વાતો કરો છો પણ કરવું બહુ કઠિન પડશે. રાજરીત તો સહેલી છે, પણ ભક્તિ બહુ દોયલી પડશે. હે લાખા! તમે માગો છો તે મુક્તિમાર્ગ તો આપણો પ્રાચીન પુરાતન ધર્મ છે. એ તો અનાદિ કાળનો છે. એને શિવસનકાદિક ઋષિઓએ માન્યો છે. એ જ આપણો મુક્તિનો માર્ગ છે.