સોરઠી સંતવાણી/જુક્તિની જાણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|જુક્તિની જાણ|}} <poem> જુગતી તમે જાણી લેજો, પાનબાઈ! ::: મેળવો વચન...")
 
No edit summary
 
Line 21: Line 21:
::: તેને તો નમે જગતમાં બધા. — જુગતી.
::: તેને તો નમે જગતમાં બધા. — જુગતી.
</poem>
</poem>
<center>'''[ગંગાસતી]'''</center>
<br>
{{HeaderNav2
|previous = વચનનો વિવેક
|next = મરજીવા થઈને
}}

Latest revision as of 08:55, 28 April 2022


જુક્તિની જાણ

જુગતી તમે જાણી લેજો, પાનબાઈ!
મેળવો વચનનો એક તાર,
વચન રૂપી દોરમાં સુરતાને બાંધો,
ત્યારે મટી જશે જમનો માર —
ભાઈ રે! જુગતી જાણ્યા વિના ભગતી નૈ શોભે,
મરજાદ લોપાઈ ભલે જાય.
ધરમ અનાદિનો જુગતીથી ખેલો
જુગતીથી અલખ તો જણાય. — જુગતી.
ભાઈ રે! જુગતીથી સેજે ગુરુપદ જડે, પાનબાઈ!
જુગતીથી તાર જોને બંધાય,
જુગતીથી ત્રણ ગુણ નડે નહીં
જુગતી જાણે તો પાર પોંચી જાય. — જુગતી.
ભાઈ રે! જુગતી જાણી તેને અટકાવનાર નવ મળે,
તે તો હરિ જેવા બની રે’ સદા;
ગંગા રે સતી એમ બોલિયાં રે
તેને તો નમે જગતમાં બધા. — જુગતી.

[ગંગાસતી]