સોરઠી સંતવાણી/અભયભાવ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અભયભાવ| }} <poem> ભગતી હરિની પદમણી પ્રેમદા, પાનબાઈ! :::: રહે છે હર...")
 
No edit summary
 
Line 19: Line 19:
:::: તે વિના જીવ પણ નૈ જાય. — ભગતી.
:::: તે વિના જીવ પણ નૈ જાય. — ભગતી.
</poem>
</poem>
<center>'''[ગંગાસતી]'''</center>
<br>
{{HeaderNav2
|previous = મરજીવા કોણ કહેવાય?
|next = કર્તાપણું ક્યારે મટે?
}}

Latest revision as of 09:09, 28 April 2022


અભયભાવ

ભગતી હરિની પદમણી પ્રેમદા, પાનબાઈ!
રહે છે હરિની જોને પાસ,
ઈ રે ભક્તિ ક્યારે ઉરમાં આવે
જ્યારે થાય સદ્ગુરુની દાસ — ભગતી.
એવાં રે લક્ષણ સાંભળતાં, પાનબાઈ!
અભય ભાવ ચિતમાં પ્રગટાય — ભગતી.
ભાઈ રે! સતગુરુ વચનમાં સુરતાને રાખો,
તો તો હું ને મારું મટી જાય,
નિંદા ને સ્તુતિ જ્યારે સમતુલ્ય ભાસે
ત્યારે અભય ભાવ કે’વાય. — ભગતી.
ભાઈ રે! એવા અભયભાવ વિના ભગતી ન આવે, પાનબાઈ!
મરને કોટિ કરે ઉપાય,
ગંગા રે સતી એમ બોલિયાં રે
તે વિના જીવ પણ નૈ જાય. — ભગતી.

[ગંગાસતી]