ડોશીમાની વાતો/સૌરાષ્ટ્રના લાક્ષણિક વાક્યપ્રયોગો: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
'''આંસુડાંના શ્રાવણ-ભાદરવો હાલ્યા જાય''' : શ્રાવણ–ભાદરવાનો વરસાદ વરસતો હોય, તેવી અવિરત અશ્રુધારા બેય આંખમાંથી વરસે. | '''આંસુડાંના શ્રાવણ-ભાદરવો હાલ્યા જાય''' : શ્રાવણ–ભાદરવાનો વરસાદ વરસતો હોય, તેવી અવિરત અશ્રુધારા બેય આંખમાંથી વરસે. | ||
'''ઊગ્યો એને આથમતાં વાર લાગશે''' : યૌવનનો હજુ આરંભ જ થયો છે. કટોકટીના એ કાળને વીતતાં વાર લાગશે. વાસનાઓ સંતાપશે. | '''ઊગ્યો એને આથમતાં વાર લાગશે''' : યૌવનનો હજુ આરંભ જ થયો છે. કટોકટીના એ કાળને વીતતાં વાર લાગશે. વાસનાઓ સંતાપશે. | ||
કુંભાર દોરી ચડાવીને ચાકડેથી માટલું ઉતારી લે એમ માથું વાઢી લીધું : માથું કાપવામાં શૂરવીરોને જે સહેલાઈ પડે છે, તેનો સચોટ ખ્યાલ આ ઉપમામાંથી મળે છે. | '''કુંભાર દોરી ચડાવીને ચાકડેથી માટલું ઉતારી લે એમ માથું વાઢી લીધું''' : માથું કાપવામાં શૂરવીરોને જે સહેલાઈ પડે છે, તેનો સચોટ ખ્યાલ આ ઉપમામાંથી મળે છે. | ||
કૂડનાં ધૂડ : દગો કરનારનાં યત્નો ધૂળ જ મળે. | '''કૂડનાં ધૂડ''' : દગો કરનારનાં યત્નો ધૂળ જ મળે. | ||
'''કેડિયાની કસો તૂટવા મંડે''' : મનુષ્યને અતિહર્ષ થતાં છાતી ફુલાય, અને તેથી અંગરખો ખેંચાતાં કસો તૂટે : અતિ આનંદની ઊર્મિ. | '''કેડિયાની કસો તૂટવા મંડે''' : મનુષ્યને અતિહર્ષ થતાં છાતી ફુલાય, અને તેથી અંગરખો ખેંચાતાં કસો તૂટે : અતિ આનંદની ઊર્મિ. | ||
'''કોઈ કોઈના કપાળમાંથી બે આંકડા ભૂંસી ન શકે''' : તકદીરમાં નિર્માયું હોય તેમાંથી લગાર પણ લોપાતું નથી, સહુ પોતપોતાના તકદીર ભોગવે છે | '''કોઈ કોઈના કપાળમાંથી બે આંકડા ભૂંસી ન શકે''' : તકદીરમાં નિર્માયું હોય તેમાંથી લગાર પણ લોપાતું નથી, સહુ પોતપોતાના તકદીર ભોગવે છે | ||
Line 21: | Line 21: | ||
'''બાર બાર મૂઠ્ય કૅફના તોરા ચડ્યા''' : અફીણ ખાવાથી સારી પેઠે મસ્તી ચડી ગઈ. | '''બાર બાર મૂઠ્ય કૅફના તોરા ચડ્યા''' : અફીણ ખાવાથી સારી પેઠે મસ્તી ચડી ગઈ. | ||
'''રૂંઝ્યું કુંઝ્યું વળે છે''' : સૂર્યાસ્તનાં અજવાળાં સંકેલાતાં જાય છે. | '''રૂંઝ્યું કુંઝ્યું વળે છે''' : સૂર્યાસ્તનાં અજવાળાં સંકેલાતાં જાય છે. | ||
વિધાતાનાં લેખમાં મેખ મારી : વિધિનાં નિર્માણ મિથ્યા કર્યાં. | '''વિધાતાનાં લેખમાં મેખ મારી''' : વિધિનાં નિર્માણ મિથ્યા કર્યાં. | ||
સગો હાથ ન દેખાય એવી અંધારી રાત : માણસ પોતાના હાથને પણ ન જોઈ શકે, એ અંધકારની અતિશય ગાઢતા બતાવે છે. | '''સગો હાથ ન દેખાય એવી અંધારી રાત''' : માણસ પોતાના હાથને પણ ન જોઈ શકે, એ અંધકારની અતિશય ગાઢતા બતાવે છે. | ||
સમી સાંજે સોપો પડી ગયો : કેમ જાણે મોડી રાત થઈ હોય ને માણસો સૂઈ ગયાં હોય તેવો સૂનકાર વ્યાપી ગયો. | '''સમી સાંજે સોપો પડી ગયો''' : કેમ જાણે મોડી રાત થઈ હોય ને માણસો સૂઈ ગયાં હોય તેવો સૂનકાર વ્યાપી ગયો. | ||
સવામણની તળાઈમાં સૂઈ રહેવું : નિશ્ચિંત રહેવું. | '''સવામણની તળાઈમાં સૂઈ રહેવું''' : નિશ્ચિંત રહેવું. | ||
સંજવારીમાં સાચાં મોતી વળાય : સમૃદ્ધિ બતાવે છે. | '''સંજવારીમાં સાચાં મોતી વળાય''' : સમૃદ્ધિ બતાવે છે. | ||
(બાવાનો જીવ) સાતમી ભોમકાને માથે : સમાધિ ચડાવી (બાવાએ) ધ્યાન ધરવું. | '''(બાવાનો જીવ) સાતમી ભોમકાને માથે''' : સમાધિ ચડાવી (બાવાએ) ધ્યાન ધરવું. | ||
સાંસો ખાલ્ય મેલે એવી ઝાડી : ઝાડી એવી ગીચ કે સસલું પણ અંદર પેસવા જાય તો એની ચામડી ઊતરડાઈને જુદી પડી જાય. | '''સાંસો ખાલ્ય મેલે એવી ઝાડી''' : ઝાડી એવી ગીચ કે સસલું પણ અંદર પેસવા જાય તો એની ચામડી ઊતરડાઈને જુદી પડી જાય. | ||
સોનાનાં નળિયાં થવાં : પ્રભાતના તડકા ચડી જવા. (તડકામાં નળિયાં સોનેરી દેખાય છે.) | '''સોનાનાં નળિયાં થવાં''' : પ્રભાતના તડકા ચડી જવા. (તડકામાં નળિયાં સોનેરી દેખાય છે.) | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Revision as of 09:59, 10 May 2022
અંજવાળી તોય રાત : જેમ રાત્રિ ચંદ્રના પ્રકાશવાળી હોય છતાં પણ દિવસ જેટલી ભયમુક્ત નથી, તેમ સ્ત્રી ચાહે તેવી શૂરવીર હોય છતાં તે સ્ત્રી જ છે — એનાં સ્ત્રીપણાને સહજ નિર્બળતા કે જોખમ તો છે જ. આજની ઘડી ને કાલ્યનો દી : સદાને માટે એ સમય તો ગયો તે ગયો. આંસુડાંના શ્રાવણ-ભાદરવો હાલ્યા જાય : શ્રાવણ–ભાદરવાનો વરસાદ વરસતો હોય, તેવી અવિરત અશ્રુધારા બેય આંખમાંથી વરસે. ઊગ્યો એને આથમતાં વાર લાગશે : યૌવનનો હજુ આરંભ જ થયો છે. કટોકટીના એ કાળને વીતતાં વાર લાગશે. વાસનાઓ સંતાપશે. કુંભાર દોરી ચડાવીને ચાકડેથી માટલું ઉતારી લે એમ માથું વાઢી લીધું : માથું કાપવામાં શૂરવીરોને જે સહેલાઈ પડે છે, તેનો સચોટ ખ્યાલ આ ઉપમામાંથી મળે છે. કૂડનાં ધૂડ : દગો કરનારનાં યત્નો ધૂળ જ મળે. કેડિયાની કસો તૂટવા મંડે : મનુષ્યને અતિહર્ષ થતાં છાતી ફુલાય, અને તેથી અંગરખો ખેંચાતાં કસો તૂટે : અતિ આનંદની ઊર્મિ. કોઈ કોઈના કપાળમાંથી બે આંકડા ભૂંસી ન શકે : તકદીરમાં નિર્માયું હોય તેમાંથી લગાર પણ લોપાતું નથી, સહુ પોતપોતાના તકદીર ભોગવે છે ગોળની કાંકરી ખાવી : વેવિશાળ કરવું. (વેવિશાળ કરતી વખતે ગોળ ખાવાનો નિયમ છે.) ઘેંસનાં હાંડલાં કોણ ફોડે? : ઘેંસ હલકું અનાજ ગણાય છે, માટે ભાવ એ છે કે યુદ્ધમાં સામાન્ય સૈનિકને શીદ મારવો? મારવો તો સરદારને મારવો. (વિધાતા) ચપટી મીઠું નાખતાં ભૂલી ગઈ : વિધિએ (એ માણસને) જરા પણ અક્કલ–હોંશિયારી ન બક્ષ્યાં. (પનિયારી) ચિત્રામણમાં લખાઈ ગઈ : આશ્ચર્યમાં એટલી બધી સ્તબ્ધ બની ગઈ કે જીવતી સ્ત્રીઓ હોવાને બદલે જાણે ચિત્રની પૂતળીઓ હોય તેવું લાગે છે. અત્યંત આશ્ચર્યચકિતતા સૂચવનાર રૂપક. ચોળિયું પારેવું ત્રણ વિસામા ખાય : કોઈ ઇમારતની અતિ ઊંચાઈ કોઈ કૂવાનું અતિ ઊંડાણ બતાવવાનો આ વાક્યપ્રયોગ છે. એની ટોચ કે તળિયે એક જ ઝપાટે કબૂતર ન પહોંચી શકે પણ પહોંચતાં પહોંચતાં એને ત્રણ વાર વિશ્રામ લેવો પડે. જીભ વાઘરીવાડે જાય : દિલ ક્ષુદ્ર (વાઘરીઓના જેવું) બની જાય. ઢોલ ઢમકે પાણી : મારવાડ દેશ : મારવાડના કૂવાઓ અત્યંત ઊંડા હોવાથી કોસ ચલાવનાર આદમીને એટલે બધે દૂર બળદ હાંકી જવું પડે છે કે એક માણસ કૂવે ઊભો રહીને, જ્યારે કોસ નીકળે ત્યારે ઢોલ વગાડે તો જ કોસ હાંકનારને પાછા વળવાની ખબર પડે. થાળીનો ઘા કર્યો હોય તો ધરતી માથે ન પડે : લોકોની અતિશય ગિરદી સૂચવનારા શબ્દો — એટલી બધી ભીડાભીડ કે થાળીનેય નીચે પડવાની જગ્યા નહીં. બાર બાર મૂઠ્ય કૅફના તોરા ચડ્યા : અફીણ ખાવાથી સારી પેઠે મસ્તી ચડી ગઈ. રૂંઝ્યું કુંઝ્યું વળે છે : સૂર્યાસ્તનાં અજવાળાં સંકેલાતાં જાય છે. વિધાતાનાં લેખમાં મેખ મારી : વિધિનાં નિર્માણ મિથ્યા કર્યાં. સગો હાથ ન દેખાય એવી અંધારી રાત : માણસ પોતાના હાથને પણ ન જોઈ શકે, એ અંધકારની અતિશય ગાઢતા બતાવે છે. સમી સાંજે સોપો પડી ગયો : કેમ જાણે મોડી રાત થઈ હોય ને માણસો સૂઈ ગયાં હોય તેવો સૂનકાર વ્યાપી ગયો. સવામણની તળાઈમાં સૂઈ રહેવું : નિશ્ચિંત રહેવું. સંજવારીમાં સાચાં મોતી વળાય : સમૃદ્ધિ બતાવે છે. (બાવાનો જીવ) સાતમી ભોમકાને માથે : સમાધિ ચડાવી (બાવાએ) ધ્યાન ધરવું. સાંસો ખાલ્ય મેલે એવી ઝાડી : ઝાડી એવી ગીચ કે સસલું પણ અંદર પેસવા જાય તો એની ચામડી ઊતરડાઈને જુદી પડી જાય. સોનાનાં નળિયાં થવાં : પ્રભાતના તડકા ચડી જવા. (તડકામાં નળિયાં સોનેરી દેખાય છે.)