રંગ છે, બારોટ/11. ચંદણ–મેણાંગરી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 149: Line 149:
સૂંડલો વળાવી, તેમાં નાના કુંવર સાયર ને નીરને બેસારી, રાજા ચંદણે સૂંડલો માથે ઉપાડ્યો છે, ચાલી નીકળે છે એક પોતિયાભર. આગળ ચંદણ ને વાંસે મેણાંગરી. લોકો જોઈ રહ્યાં. ઓહો!
સૂંડલો વળાવી, તેમાં નાના કુંવર સાયર ને નીરને બેસારી, રાજા ચંદણે સૂંડલો માથે ઉપાડ્યો છે, ચાલી નીકળે છે એક પોતિયાભર. આગળ ચંદણ ને વાંસે મેણાંગરી. લોકો જોઈ રહ્યાં. ઓહો!
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
::::કેડ્યે કટારાં વાંકડાં રે ચંદણ!
::::::: હાલતો ગેમરની હાલ્ય,
::::એક દિ’યાંરો ઝોલો વાગિયો રે રાજા!
::::::: આવી બેઠો આથર માંય.
</poem>
{{Poem2Open}}
આ રાજા ચંદણ, જે કમ્મરે વાંકડા કટાર બાંધતો, જે હાથીની મલપતી ચાલ્ય ચાલતો, તેને એક દિવસનો આંચકો વાગ્યો, અને એ ધરતીની ધૂળમાં આવી બેઠો.
{{Poem2Close}}
<poem>
::::શેર શેર સોનું પે’રતી મેણાંગરી,
::::::: જોખાતી મોતિયાભાર,
::::એક દિ’યારો ઝોલો વાગિયો રે રાણી,
::::::: ઘરઘરરી પણિયાર.
::::શેર શેર સોનું પે’રતી મેણાંગરી,
::::::: જોખાતી ફૂલાં રે ભાર;
::::એક દિ’યારો ઝોલો વાગિયો રે રાણી,
::::::: ઘરઘરરી પણિયાર.
</poem>
{{Poem2Open}}
ને આ રાણી, જે શેર શેર સોનાના દાગીના અંગ માથે પહેરતી, જે મોતીએ અને ફૂલે જોખાતી એવી તો સુકોમળ હતી, તે આજ એક દિવસનો આંચકો લાગતાં તો ઘરઘરની પાણી ભરનારી બની ગઈ.
ચારેય જણાં હાલ્યાં, પણ કૂડકાવડિયો થયો મોઢા આગળ. એણે સૂરજને કહ્યું કે “હે સૂર્યનારાયણ! ભોંયને માથે ચણા ભુંજાઈ જાય એવો આકરો તું આ ચારેયને માથે તપ.”
સૂરજ તો બાળોબાળ તપવા માંડ્યો. અણવાડે પગે, ઉઘાડે માથે, પોતભર બેય ચાલ્યાં જાય છે. એમાં માર્ગે કૂડકાવડિયે પાણીની પરબ માંડીને વેશપલટો કરી બેઠો છે. “અરે હે રાજા ચંદણ! તરસ્યા હશો. પાણી પીતા જાવ.”
“ના ભાઈ! મારી સીમડી ન વટાવી જાઉં ત્યાં સુધી પાણી મૂંથી ન પિવાય.” રાજા ચંદણ તો ગયા, પણ કૂડકાવડીએ કળશો પાણી એને પગલે ઢોળી દીધું. પછી ચાલતી ચાલતી રાણી મેણાંગરી પરબ પાસે થઈને નીકળી. એને કૂડકાવડિયે કહ્યું કે “રાણી મેણાંગરી! પાણી પીતાં જાવ.”
કે’, “અમારી સીમ વળોટ્યા પહેલાં પિવાય નહીં પાણી, ભાઈ!”
“પણ આંહીં જુઓ, રાજા ચંદણે તો પીધું.” એમ કહીને પોતે ઢોળેલું પાણી દેખાડ્યું.
કે’, “ભાઈ! રાજા ચંદણની વાંસે તો હું છું, તે એ પીએ. પણ મારી વાંસે કોઈ નથી. મૂંથી ન પિવાય.” પરબનો સંકેલો કરીને કૂડકાવડિયો તો રાજારાણીની આગળ દોટ કાઢીને પહોંચ્યો છે ગંગાજમના પાસે, ને કહ્યું કે “હે ગંગાજમના! આ ચાર જીવને તું ત્રણ તુંગે કરી નાખ.”
ગંગાજમના તો હરિને હુકમે કૂડકાવડિયાને વચને વશ હતી. એને કાંઠે રાજારાણી ને કુંવરિયા આવી પહોંચ્યાં. ચંદન કહે કે “હે રાણી! પાણી ઊંડાં છે. પ્રથમ હું જઈને આ સૂંડો સામે પાર મૂકી આવું, પછી તમને લઈ જાઉં.”
કે’, “ભલે.”
{{Poem2Close}}
<center>[2]</center>
{{Poem2Open}}
સૂંડો સામે ઘાટ પહોંચાડીને રાજા ચંદણ પાછા વળે છે, પણ જેવા મધવહેનમાં પહોંચે છે કે તુરત પાણીનો ખળકો આવે છે ને એને તાણી જાય છે. સૂંડો સામે કાંઠે, ને રાજા જાય છે તણાતા. તણાતે તણાતે તણાતે નીચવાશ એક ત્રંબાવટી નગરી આવે છે, એ નગરીનું મસાણ નદીકાંઠે આવે છે, ને મસાણમાં ડાઘુડા એક ચેહને બાળતા ઊભા છે. આ ચેહ નગરી ત્રંબાવટીના રાજાની છે.
અરે કોઈક તણાતું આવે છે! દેખીને ડાઘુ નદીમાં પડ્યા. રાજા ચંદણનું શરીર બહાર કાઢ્યું. ચંદણ બેભાન છે. દવાદારૂ કરીને એને તો ભાનમાં આણ્યા છે. કોઈક દુઃખિયો લાગે છે! રાજાએ ઓળખાણ આપી નહીં.
હવે નગરી ત્રંબાવટીનો નિયમ છે કે રાજા મરે ત્યારે તાબાના તમામ રાજાઓને તેડાવે, એમાંથી જેને ગાંડી હાથણી વરમાળે તેને નવો રાજા બનાવે.
ખંડિયા રાજાઓ ભેગા થઈને બેઠા છે. હાં, હવે હાથણીને ગાંડી કરો, તેલ–સિંદૂરની બંદકા દ્યો, ધૂપ–શ્રીફળ ચડાવો ને સૂંઢમાં વરમાળ આપો. હાથણી વરમાળે તે રાજા.
તેલ–સિંદૂરની બંદકાવાળી હાથણી ગાંડી થઈને સૂંઢમાં વરમાળ લઈ રાજાઓની બેઠકમાં ઘૂમવા મંડી. બધાય રાજાઓ ડોકાં લાંબા કરી રહ્યા છે, પણ કોઈને હાથણી વરમાળતી નથી. એ તો આઘે જઈને ઉકરડે બેઠેલા ચીંથરેહાલ રાજા ચંદણને વરમાળે છે.
અહો! આ શું? આ ભિખારીને હાથણી વરમાળે છે! કાંઈક કારણ હોયા વગર વરમાળે નહીં. અરે હે ભાઈ ભિખારી! તું કોણ છો?
{{Poem2Close}}
<poem>
::::ક્યાંરો જાયો રે ક્યાંરો ઊપન્યો રે સાયબા!
::::::: કિયું રે કહીજે રે થારું ગામ!
::::રાજા ચંદણ તો કહીએ નામડો રે સાયબા!
::::લોયાણાગઢરો મારે રાજ : આ જી, જી, જી.
::::સત રે ધરમ રે મેં તો કારણે રે
::::::: મેલ્યો લોયાણાગઢરો રાજ.
</poem>
{{Poem2Open}}
વિગતે બધી વાત કરી છે. વાત સૌને ગળે ઊતરી છે. રાજા ચંદણને તો ત્રંબાવટીનાં રાજ સોપાણાં છે.
હવે આંહીં ગંગાજમનાને સામે ઘાટ જ્યાં સૂંડલો પડ્યો છે ત્યાં શું થયું? મોરગઢના રાજા શિકારે નીકળ્યા છે. ઓલ્યો હરિનો કૂડકાવડિયો પોતે જ સૂવર બનીને દોડે છે. સૂવરની પાછળ મોરગઢનો રાજા ભાલો લઈને ઘોડો દોડાવે છે. સૂવર ગંગાજમનાને કાંઠે દોડે છે, ને જ્યાં સાયર-નીરનો સૂંડલો પડ્યો છે ત્યાં લગી રાજાને લઈ આવી તે અલોપ થઈ જાય છે.
ઘોડેથી ઊતરીને રાજા સૂંડલામાં જુએ તો બે બેલડાં બાળક મોંમાં અંગૂઠો ચૂસતાં સૂતાં છે.
અહો! મારી અવસ્થા પાકી ગઈ, પણ શેર માટીની ખોટ છે. મારે ઘેર દીકરો જન્મ્યો તો નહીં, પણ એકને સાટે ગંગાજમનાએ મને બે દીધા.
એમ વિચારીને મોરગઢનો રાજા બે ય દીકરાને રાજમાં લઈ જાય છે. રાણીને ખોળે બેયને ધરી દ્યે છે, અને રાણીનાં તો થાનમાં ધાવણ, કૂખ ફાટી નથી તો ય વછૂટે છે. ડાબે જમણે થાનોલે બેય છોકરા ધાવવા લાગે છે.
હવે આંહીં ગંગાજમનાને આ કાંઠે રાણી મેણાંગરીનું શું થાય છે? પોતે આખી રાત ધૂડના ઓરિયામાં લપાઈને બેઠી રહે છે. પ્રભાતને પહોર એક ગામનો કુંભાર ગધેડું લઈને માટી ખોદવા આવે છે. પણ ઓરિયાની ભેખડ હેઠ કાંઈક ઝળેળ ઝળેળ થતું જોઈને ગધેડું ભડકે છે. કુંભાર જઈને જુએ તો કોઈક બાઈ બેઠી છે, ને એની ઉઘાડી કાયા ઉપર ડાબે ખંભે કાંઈક ઝળકે છે. સૂરજ અને બાઈના ખંભાનું પદ્મ, બેયની કરણ્યું એક બની ગઈ છે. ઝળેકાર થઈ ગયો છે.
અરે, તું કોણ છો? ડેણ છો? ડાકણ છો?
કે ભાઈ કુંભાર! હું ડેણેય નથી ને ડાકણેય નથી. મરતલોકનું માનવી છું. દુઃખિયારી છું.
બાઈને જોતાં જ કુંભારે કળી કાઢી. સાચે જ કોઈક કુળવાન છે. કે બાઈ! બેન! હાલ્ય મારે ઘેર. હું તને પાળીશ.
જેવો કુંભાર મેણાંગરીને લઈ ઘરે આવ્યો તેવી તો કુંભારણ છણકી ઊઠી:
{{Poem2Close}}
<poem>
::::એક રે છોડીને બીજી લાવિયો રે કુંભારા!
::::::: લાવિયો નેનકડી મારે શોક
::::::: આ…જી…જી…એ.
::::થારું વાંચ્છ્યું તો થારે નેણે પડજો કુંભારણ!
::::::: લાવિયો ધરણિયાવાળી બેન.
</poem>
{{Poem2Open}}
પીટ્યા કુંભારા! મારે માથે નાનકડી શોક્ય લાવ્યો છો ને શું!
રાંડ કુંભારણ! તારા મનનું ચિંતવ્યું તો તારી જ આંખમાં પડજો. હું તો ધરમની બેનને લાવ્યો છું.
કુંભારણને તો ખાતરી થઈ કે આમાં કાંઈ કૂડ નથી. બાઈને તો રાખી અને કહ્યું : લે બેન, આ રોટલો જમી લે.
મેણાંગરીએ એ એક રોટલામાંથી ચોથિયું કૂતરાને ને ચોથિયું ગાયને નીરેલ છે, બાકીનો અરધો પોતે ખાધો છે. ને પછી કહ્યું કે ભાઈ કુંભારા! મને કાંઈક કામ બતાવો. હું મફત તો નહીં ખાઉં.
ઠીક બેન! કામ તો બીજું શું, પણ તું નળિયાં ઉતાર. લીલાં તડકે મૂક. ને સૂકાં છાંયડે મૂક.
{{Poem2Close}}
<center>[3]</center>
{{Poem2Open}}
મેણાંગરી તો લીલાં નળિયાં તડકે મેલે છે, સૂકાં છાંયે. એમ થાતાં થાતાં થાતાં બાર વરસ વીતે છે. એમાં એક દિવસ લાખો વણજારો એ ગામને પાદર પડાવ કરે છે. હીરા, મોતી, ઝવેરની ને સાચાં ચીરની લાખ પોઠ્યું છે લાખા વણજારા હારે, અને ચાર તો એની પરણેલી મેવાડી રાણિયું છે. પણ કેવી છે ચારેય? સૂરજ ભગવાનને કહે કે પછેં ઊગજો. પેલી અમને ઊઠવા દેજો; એવી સુંદરી ને સતી છે ચારેય.
પડાવ પડ્યો, ને દાસીયું કુંભારને ઘરે ઠામડાં લેવા ગઈ. ત્યાં એણે રાણી મેણાંગરીનાં કાદવમાં રોળાતાં રૂપ જોયાં. જોઈને આવી લાખાને કહ્યું : એ લાખા!
{{Poem2Close}}
<poem>
::::પિંડી કહીજે આલણવેલણી હો વણજારા!
::::::: જાંગરલો દેવળિયાવાળો થંભ;
::::આંખે પરવાળાંવાળી સાંય રે હો વણજારા!
::::::: નાકડલું દીવડિયાવાળી જ્યોત.
::::નેણે ભમરા તો વાળી ભણસ રે વણજારા!
::::::: કપાળ તો પૂનમિયાવાળો ચંદ;
::::મુંગાફળિયાં રે જકારી આંગળી હો વણજારા!
::::::: હાથડલા ચાંપલિયારી ડાળ.
::::વીણી કહીજે વાશંગ નાગની હો વણજારા!
::::::: પેટ પીપળરો પાંદ,
::::આવી વસતુ કુંભારા ઘર ન્યાળિયો હો વણજારા;
::::::: હાલો સૈરું, જોવા જાઈં.
</poem>
{{Poem2Open}}
જેના પગની પિંડી વેલણ જેવી ગોળ છે, જાંઘ દેવળના થંભ જેવી છે, આંખો પરવાળાં જેવી, નાકની દાંડી દીવાની જ્યોત જેવી, નેણ તો ભમરાની પાંખ જેવાં, કપાળ પૂનમના ચંદ્ર જેવું, આંગળી મગની શીંગો જેવી કૂંણી, હાથની ભુજા ચંપાછોડની ડાળ જેવી, વેણી વાસુકિ નાગ જેવી અને પેટ પીપળાના પાંદ જેવું લીસું ને ચકચકતું. એવી એક વસતુ અમે કુંભારને ઘેર દીઠી.
લાખો વણજારો ખડ ખડ હસીને કહે : “હવે રાખો રાખો. માટીની ચૂંથનાર તે કેવીક હશે!”
“અરે લાખા વણજારા! તારી ચાર મેવાડી તો એની આગળ ઘોડાની લાદ ઉપાડે એવી છે.” લાખે ઘડીક વિચાર કર્યો. પછી પોતે એક સાંઢ્ય તૈયાર કરી. સાંઢ્યના પાવરામાં હીરા, મોતી, ઝવેર ભરી લીધાં ને પછી કહે : “પોઠનો પડાવ ઉપાડી હાલતા થાવ, હું આવું છું.”
નવ લાખની પોઠ ઊપડી ગઈ, ને વાંસે લાખો સાંઢ્ય પલાણી કુંભારને ઘેર આવી ઊભો રહ્યો. સાંઢ્ય ઝોકારી ને કુંભારને બોલાવી કૂંડું મગાવ્યું. એ કૂંડામાં પોતાના પાવરામાંથી તમામ હીરામોતી ઠાલવી દીધાં.
કે’, “કેમ લાખા વણજારા?”
કે’, “ભાઈ કુંભાર! મારી વણઝારીને છોરુનો સમો છે. એટલે આ તારી બેનને મારી હારે પોઠ્યમાં મેલ્ય. અંતરિયાળ પોઠ પહોંચી ત્યાં છોરુનો સમો થયો છે, માટે તેડવા આવ્યો છું. હું પાછો આવીને મૂકી જઈશ.”
કુંભાર મેણાંગરીને કહે કે બેન! તું જઈ આવ.
રાણી મેણાંગરી શું કરે?
{{Poem2Close}}
<poem>
::::પારકે ઘર સાથી
::::આલે ઈ ખા
::::ને મેલે ત્યાં જા.
</poem>
{{Poem2Open}}
રાણી મેણાંગરી તો સાંઢ્ય માથે બેસી લાખા વણજારા સાથે હાલી નીકળી. ગાઉ, બે ગાઉ, પાંચ ગાઉ, પણ ક્યાંય પોઠનો પત્તો નથી. ત્યારે પોતે કહ્યું : “હે ભાઈ વણજારા! તારી પોઠ ક્યાં છે? તું મને કેટલેક લઈ જઈશ?”
ત્યારે પછી લાખે વણજારે પેટની કહી કે “હે પદમણી! કેવી પોઠ્ય ને કેવાં છોરું! હું તો તને મોહીને લાવ્યો છું. ચાર મેવાડીને માથે તને મારે પાંચમી પાટ ઠકરાણી થાપવી છે.”
“અરે વીરા! તારી જીભ દુવાય છે. તું આવા વેણ કાઢ મા. તું તો મારે માના જાયા બરોબર છો. ને મને મારા વીર કુંભારને ઘેરે પાછી મૂકી જા.” લાખે વણજારે તો રાણી મેણાંગરીને એક ગુણ્યમાં નાખીને સાંઢ્યને માથે ગુણ્યને બાંધી લીધી છે. ને સાંઢ્ય તો મન પવનને વેગે પંથ કાપી રહી છે.
{{Poem2Close}}
<poem>
::::થોડા રસા તો ઢીલા મેલજો રે વણજારા!
::::::: રામને ભજ્યારી વેળા જાય;
::::થોડા બંધા તો ઢીલા મેલજો રે વણજારા!
::::::: કેમ ઘાલી મને આડે ઊંટ?
::::અણવાણી ટોળું ની થારા પોઠિયા રે વણજારા!
::::::: થોડા બંધ તો ઢીલા મેલ્ય.
</poem>
{{Poem2Open}}
હે લાખા વણજારા! જરાક તો બંધ ઢીલા કર. મારે ઈશ્વરને ભજવાની વેળા થઈ છે. મને છૂટી કર, હું તો ઉઘાડે પગે તારી પોઠના પોઠિયા ચરાવીશ. મને આ ઊંટ માથે આડી શું કામ બાંધી છે?
છેવટે લાખો વણજારો પોઠ્યમાં પહોંચે છે. પોઠ્યે બરાબર મોરગઢના સીમાડા માથે પડાવ કર્યો છે. લાખાએ રાણી મેણાંગરીને રસોઈ રાંધવા હુકમ કર્યો છે. એ રસોઈ લાખુ એના બાપ ખાખુને જમાડવા લઈ ગયો છે. ખાખુ બુઢ્ઢો છે ને બેય આંખે આંધળો છે. ભોજન જમતાં જમતાં ખાખુ બોલી ઊઠે છે —
{{Poem2Close}}
<poem>
::::આ તો ભોજનિયાં લાગે ઓપરાં લાખુડા,
::::::: લાગ્યો એક સખળીવાળો હાથ,
::::આધા ઠળિયા ને આધા કાંકરા રે લાખુડા!
::::::: આધા પાંપણીયુંરા વાળ.
::::આ તો ભોજનિયાં લાગે ઓપરાં રે લાખુડા!
::::::: જીમિયા ચંદણ વાળે દુવાર;
::::આ તો ભોજનિયા લાગે ઓપરાં રે લાખુડા!
::::::: જીમિયા મેણાંગર વાળે હાથ.
</poem>
{{Poem2Open}}
લાખુનો બાપ ખાખુ બોલે છે કે “હે લાખુડા! આજ સુધી તારી રાણીયું રાંધતી તે ભોજનમાં અરધા કાંકરા ને અરધા ઠળિયા આવતા, અરે એ કુભારજાઓની આંખોની પાંપણોના વાળ પણ મોઢામાં આવતા; પણ આજનું ભોજન તેથી ન્યારું છે. કોઈ સખળી, કોઈક કુળવંતી નારને હાથે, સુલક્ષણીને હાથે આ ભોજન નીપજ્યું છે. આવું ભોજન તો ફક્ત એક લોયાણાગઢમાં રાજા ચંદણને ઘેરે પામ્યો હતો, આવી રસોઈ તો એક રાણી મેણાંગરના હાથની જ ચાખી હતી.”
સાંભળીને લાખો ચોંકી ઊઠ્યો. હેં! આ આંધળો ક્યાંક મારી વાત ચાહન કરી નાખશે! એલા, મારા બાપને પણ એક ગુણ્યમાં બાંધી વાળો.
લાખુનો બાપ ખાખુ આંધળો તે દિવસે ગુણ્યમાં બંધાઈ ગયો.
રાત પડી. સેંકડો તંબૂ તાણેલ છે. નવ લાખ પોઠિયાને ગળે ટોકરીઓ રણકે છે. વચલા તંબૂમાં સવા કરોડનો ઢોલિયો છે, હીરની પાટી છે, પાયે પાયે જીંડુ રતન છે, ને એમાં લાખો બેઠો છે. સામે દારૂના ચાર સીસા પડ્યા છે. રાણી મેણાંગરીને બોલાવીને લાખે કહ્યું કે “હે સુંદરી! તું પી ને મને પ્યાલિયું પા.”
મેણાંગરી ના પાડે છે, અને ફડા…ક! ફડા…ક! એના બરડા માથે લાખો કોરડા વાપરે છે. કોરડાને માથે બેવડ વળી જતી મેણાંગરી શું બોલે છે? બોલે છે કે —
{{Poem2Close}}
<poem>
::::શેર શેર સોનું હું તો પે’રતી રે વણજારા!
::::::: જોખાતી મોતિયા ભારોભાર,
::::શેર શેર સોનું હું તો પે’રતી વણજારા!
::::::: જોખાતી ફૂલાં રે ભારોભાર.
::::એક દિ’યારો ઝોલો વાગિયો વણજારા!
::::::: ગંગા લઈ ગઈ લોઢું માંય.
::::સાયર-નીર તો જેવા દીકરા રે વણજારા!
::::::: રૈ ગ્યા ગંગા રે પેલે ઘાટ.
::::ઝીણા ઝીણા તો પડે કોરડા વણજારા!
::::::: દ:ખડાં લખ્યાં મારે શરીર.
::::દાંત તો દાતણે મારા દેખિયા રે વણજારા!
::::::: મખડો દીઠો મારે ભરથાર.
::::સત ધરમરે કારણ હો વણજારા!
::::::: મેલ્યો લોયાણાગઢરો રાજ.
</poem>
{{Poem2Open}}
કોરડો કાયા માથે પડે છે ને મેણાંગર બોલે છે, કે “અરે હે વણજારા! એક સમે હું શરીરે શેર શેર સોનું પહેરતી અને એવી સુકોમળ હતી કે ફૂલે ને મોતીએ જોખાતી. આજ કાળની થપાટ વાગી ને તારા તંબૂમાં પડી છું. ચંદણ સરીખો મારો નાથ, તેને ગંગા લોઢમાં લઈ ગઈ. સાયર ને નીર સરખા મારા દીકરા, તે ગંગાને સામે ઘાટ રહી ગયા. તારા ફટકા પડે છે ને મારી કાયા દુઃખે છે. મારા દાંત એક ફક્ત દાતણ સિવાય કોઈએ દીઠા નહોતા અને મારું મુખડું માત્ર મારા પતિએ જ દીઠું હતું. તેને બદલે અત્યારે મારી એબ તું જોઈ રહ્યો છે. આ બધું સતધરમને કારણે અમે લોયાણાગઢનું રાજ મૂકી દીધું તેને લીધે જ છે ના!”
{{Poem2Close}}
<center>[4]</center>
{{Poem2Open}}
અધરાતને સમે લાખા વણજારાની પોઠ્યના પડાવમાંથી, આ કોરડાના ફટકા, ને આ મેણાંગરીનાં કલ્પાંત બે જણાએ કાનોકાન સાંભળ્યાં. આ બે જણા ત્યાં સીમાડાની ચોકી કરતા હતા. ચોકીનો વારો તે રાતે આ બે જણાનો હતો. લાખાની પોઠ્યુંનું સવા લાખ તો દાણ લેવાનું હતું એટલે દાણ લેનારું મોરગઢનું રાજ સીમાડે આવી ચોકી રાખતું હતું.
બેય ચોકીદારોના કાન ખરેખરા તો ક્યારે ચમક્યા? કે જ્યારે કલ્પાંતમાં “સાયર–નીર તો જેવા દીકરા રે વણજારા!” એવું આવ્યું.
બેય જણાએ એકબીજાની સામે જોયું. એકે કહ્યું કે “હે ભાઈ સાયર!”
કે’, “બોલો ભાઈ નીર!”
કે’, “આ પૃથમીને માથે સાયર–નીર આપણે એક, કે બીજા છે?”
કે’, “ભાઈ! એ તો બાપુને ખબર; પણ આપણે કાને આજ સુધી કોઈ સાયર-નીર આવેલ નથી.”
કે’, “ભાઈ! આ કલ્પાંત કોઈક બાઈનાં છે.”
કે’, “હા ભાઈ! એના બોલમાંથી ભણકારા આવે છે.”
કે’, “આપણા જેવા જ કોેઈક બે બેટડાની મા લાગે છે.”
કે’, “ભાઈ! લાખા વણજારાનો ઢોલિયો ચોરીએ.”
તે દી રાતે, સાયર અને નીર નામના એ બે મોટા થયેલા રાજકુંવરોએ લાખા વણજારાનો સવા કરોડનો ઢોલિયો ચોર્યો — જેને હીરની પાટી અને પાયે પાયે જીંડુ રતન.
ઢોલિયો ચોરાણો. મોરગઢમાં લાખા વણજારાની ફરિયાદ ગઈ. રાજા પૂછે છે કે ચોકી કોની હતી?
કે’, “કુંવર સાયર–નીરની.”
કે’, “બોલાવો કુંવરિયાને.”
કુંવરિયા ઘોડા પલાણીને આવી ઊભા રહ્યા. ચોરી કબૂલ કરી. “અરે, શા માટે ચોરી કરી?”
કે’, “પિતાજી! પહેલાં તો જવાબ આપો કે આ પચાસ ક્રોડ પૃથમીને માથે સાયર–નીર અમે બે કે બીજા છે?”
કે’, “ભાઈ! બીજા સાંભળ્યા નથી.”
“ત્યારે, હે પિતાજી! હવે કહો, કે અમે બેય જણા તમારે ઘરે આવેલ કે જાયેલ?”
સવાલ સાંભળતાં જ રાજાને ધ્રાશકો પડ્યો : કે નક્કી કોઈક જાણભેદુ આને ભેટી ગયો!
કે’, “ભાઈ! જાયેલા તો નથી, આવેલા છો. મારી રાણીને પેટ જન્મ્યા નથી. પણ ગંગાજમનાને કાંઠેથી કરંડિયામાંથી જડ્યા છો.”
કે’, “અમારાં માતાપત્યા કોણ?”
કે’, “લોયાણાગઢના રાજા ચંદણ જે અટાણે ત્રંબાવટીનું રાજ કરે છે.”
ચડ્યે ઘોડે બેય જણા ઊપડ્યા. દાતણ કરવાય ન રોકાણા. પહોંચ્યા ત્રંબાવટી. રાજા ચંદણને બાવડું ઝાલીને હલબલાવી કહ્યું : “હાલો, ઘોડે પલાણો.”
કે’, “ભાઈ! ક્યાં હાલું?”
“અમારી માતુશ્રીને ઓળખી આપો.” એમ કહીને માંડીને વાત કરી.
કે’, “ભાઈ! પેગડાં છોડો, દૂધ પીઓ.”
કે’, “મા અમારી ન ઓળખાય ત્યાં સુધી દાતણ અગરાજ છે.”
રાજા ચંદણને તેડીને મોરગઢ આવ્યા, અને લાખા વણજારાના તંબૂમાંથી મેણાંગરીને કબજે લીધાં. પણ ઓળખવાં શી રીતે? મોઢું તો કોઈને બતાવે તેમ નથી.
રાજા ચંદણ કહે કે “બેટા! તમારી માને ડાબે ખંભે પદમ છે. ઈ પદમની ને સૂરજની કરણ્યું એક થઈ જાય છે. ઈ એની પાકી નિશાની છે. બાકી તો ભળતાં મોઢાંનાં માનવી ઘણાં હોય છે આ પૃથમીને માથે.”
“તો કેમ કરશું?” કે’, “ભાઈ! તંબૂમાં એક નાની ઊંચી બારી પડાવો. પછી આ તંબૂમાં આ બાઈ જળપોત પહેરીને નાવણ કરવા બેસે ને એના ખંભાના પદમની ને સૂરજની કરણ્યું એક થાય તો જ એ તમારી મા મેણાંગરી.”
રાણી મેણાંગરી તો થર થર ધ્રૂજે છે. અરે, આ રાજાઓ મળ્યા છે. એમાંથી કોઈનો હાથ મારે બાવડે પડશે તો શું થાશે?
જળપોત પહેરીને મેણાંગરી નાવણ કરવા બેઠી છે. તંબૂમાં રાખેલી બારીમાંથી સૂરજની કરણ્યું બરાબર એના ડાબા ખંભાને માથે પડે છે. ખંભે પદમ છે એની, ને સૂરજની કરણ્યું એક થાય છે. એનું તો ધ્યાન ધરતી ઢાળું છે. એમાં રાજા ચંદણે જઈને એનું બાવડું ઝાલ્યું. ઝબકીને મેણાંગરીએ ઊંચે જોયું. ચંદણ બોલ્યા : “હવે ઝબક મા. હું ચંદણ છું. ને આ આપણા સાયર–નીર છે.”
ચારેય જણાંના મેળા થયા. આંખ્યોના ધોરિયા વહેતા થયા.
એ ટાણે પાછો કૂડકાવડિયો હાજર થયો. “અરે હે મેણાંગરી! માગ્ય, માગ્ય. હું તને ત્રૂઠ્યો છું.”
કે’, “ભાઈ! માગું છું આટલું જ કે મને ત્રૂઠ્યો એવો કોઈને ત્રૂઠીશ મા!”
કે’, “તમારાં રાજપાટ પાછાં આપું છું.”
સાયર–નીર કહે : “બાપુ! અમે આવશું. પણ આ મોરગઢના રાજા અમારા પિતા છે. એને અમે નહીં છોડીએ.”
કે’, “સાચું છે, ભાઈ! એને ન છોડાય. એને જીવ્યા પાળજો ને મુએ બાળજો.”
કે’, “બાપુ! રજા આપો તો આ લાખા વણજારાને કોરડા ફટકાવીએ.”
કે’, “ભાઈ! એ હતો તો તારી માને આંહીં લઈ આવ્યો ને આપણા મેળા થયા. એનો તો ગણ માનીએ. તમારામાં તમપણું હોય તો લાખા વણજારા માથે સવા લાખનું દાણ છે તે માફ કરાવો.”
લાખા વણજારાનો ગણ માન્યો, સવા લાખનું દાણ માફ કરાવ્યું.
લોયાણાગઢ ગયા, સૂંડલો વાળી દેનાર બલુ ઘાંચાને બથમાં ઘાલી મળ્યા. બલુ ઘાંચાએ આજ આટલે વર્ષે દાતણ ફાડ્યું. ને રાજા ચંદણે બલુ ઘાંચા ભેગા બેસીને ભોજન ખાધું. બલુ ઘાંચાએ ગાયું કે —
{{Poem2Close}}
<poem>
::::ભલે જાયો ભલે ઊપન્યો રે રાજા!
::::::: અમર થારું કહિજેં રાજ;
::::બલુ ઘાંચારી કહિજેં વિનતિ રે રાજા!
::::::: અખિયા અમર થાશે રાજ.
</poem>
<br>
{{HeaderNav2
|previous = 10. ભેરિયો ને ભૂજિયો
|next = 12 ખાનિયો
}}
26,604

edits