ગુજરાતી એકાંકીસંપદા/હંસા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 361: Line 361:
|નરેશઃ
|નરેશઃ
|બહુ વિચિત્ર નામ લાગે છે, નહિ?
|બહુ વિચિત્ર નામ લાગે છે, નહિ?
}}
{{ps
|ઉર્સુલાઃ
|કેમ?
}}
{{ps
|નરેશઃ
|લગ્ન કંઈ વેપાર છે કે માણસ એને મહેનતથી સફળ કરી શકે? ને લગ્ન વિશે વળી પુસ્તક શાં લખવાં? એ તે શો એવો ગહન વિષય છે?
}}
{{ps
|ઉર્સુલાઃ
|કેમ, લગ્ન ગહન વિષય નથી? એના જેવી પવિત્ર વસ્તુ…
}}
{{ps
|નરેશઃ
|જૂઠું. એ બધાં ધતિંગ છે. લગ્ન સાવ નજીવી ચીજ છે. માણસ એને જેટલી ગંભીરતા આપે છે તેટલો તે નાસીપાસ થાય છે. તમે તો ભાડાના ઘરમાં રહો છો, ખરું ને?
}}
{{ps
|નરેશઃ
|તમારે જોઈએ તે બધી જ સગવડો એમાં છે? એટલે કે તમારે જેવું જોઈએ તેવું આ ઘર છે?
}}
{{ps
|ઉર્સુલાઃ
|ના, પણ ભાડાનાં ઘર તો એવાં ક્યાંથી હોય?
}}
{{ps
|નરેશઃ
|ને રોજ તમે આવો બબડાટ કરો છો ખરાં?
}}
{{ps
|ઉર્સુલાઃ
|ના, પણ એ કંઈ મોટી વાત નથી ને લગ્ન તો…
}}
{{ps
|નરેશઃ
|બરાબર, આપણે લગ્નને મોટો વિષય માની બબડાટ કરવાનો હક્ક મેળવીએ છીએ. ખરી વાત તો એ છે કે મરદ અને સ્ત્રી બેઉ જો લગ્નને સાધારણ વિષય ગણે તો આટલો બબડાટ, આટલી નિરાશા કે આટલાં કલ્પાંત ન રહે. જેમ ભાડાના ઘરથી ચલાવી લઈએ છીએ તેમ લગ્નમાં પણ ચલાવી લઈએ. માત્ર આપણાં પતિપત્નીઓમાં દૃષ્ટિની એટલી વિશાળતા હોવી જોઈએ.
}}
{{ps
|ઉર્સુલાઃ
|તમે ને હંસાબહેન, એવી દૃષ્ટિથી જીવો છો?
}}  
}}  
   
   
ઉર્સુલાઃ કેમ?
નરેશઃ લગ્ન કંઈ વેપાર છે કે માણસ એને મહેનતથી સફળ કરી શકે? ને લગ્ન વિશે વળી પુસ્તક શાં લખવાં? એ તે શો એવો ગહન વિષય છે?
ઉર્સુલાઃ કેમ, લગ્ન ગહન વિષય નથી? એના જેવી પવિત્ર વસ્તુ…
નરેશઃ જૂઠું. એ બધાં ધતિંગ છે. લગ્ન સાવ નજીવી ચીજ છે. માણસ એને જેટલી ગંભીરતા આપે છે તેટલો તે નાસીપાસ થાય છે. તમે તો ભાડાના ઘરમાં રહો છો, ખરું ને?
ઉર્સુલાઃ હા.
નરેશઃ તમારે જોઈએ તે બધી જ સગવડો એમાં છે? એટલે કે તમારે જેવું જોઈએ તેવું આ ઘર છે?
ઉર્સુલાઃ ના, પણ ભાડાનાં ઘર તો એવાં ક્યાંથી હોય?
નરેશઃ ને રોજ તમે આવો બબડાટ કરો છો ખરાં?
ઉર્સુલાઃ ના, પણ એ કંઈ મોટી વાત નથી ને લગ્ન તો…
નરેશઃ બરાબર, આપણે લગ્નને મોટો વિષય માની બબડાટ કરવાનો હક્ક મેળવીએ છીએ. ખરી વાત તો એ છે કે મરદ અને સ્ત્રી બેઉ જો લગ્નને સાધારણ વિષય ગણે તો આટલો બબડાટ, આટલી નિરાશા કે આટલાં કલ્પાંત ન રહે. જેમ ભાડાના ઘરથી ચલાવી લઈએ છીએ તેમ લગ્નમાં પણ ચલાવી લઈએ. માત્ર આપણાં પતિપત્નીઓમાં દૃષ્ટિની એટલી વિશાળતા હોવી જોઈએ.
ઉર્સુલાઃ તમે ને હંસાબહેન, એવી દૃષ્ટિથી જીવો છો?
નરેશઃ અરે, એ બિચારીને તો કંઈ પણ દૃષ્ટિ જ નથી. લગ્ન શું એનું પણ એને તો ભાન નહિ હોય.
નરેશઃ અરે, એ બિચારીને તો કંઈ પણ દૃષ્ટિ જ નથી. લગ્ન શું એનું પણ એને તો ભાન નહિ હોય.
ઉર્સુલાઃ અરે, વાહરે!
ઉર્સુલાઃ અરે, વાહરે!

Revision as of 05:03, 27 May 2022

હંસા
બટુભાઈ ઉમરવાડિયા
પાત્રો

હંસા
વિમળા
ઉર્સુલા
સુરમા
ધીમન્ત
નરેશ
જગદીશ
નોકર

પ્રવેશ ૧

(સમયઃ સવારના અગિયાર, સ્થળઃ નરેશના ઘરનો એક ઓરડો. હંસા ફૂલાદન ગોઠવતી હોય છે એટલામાં ધીમન્ત પ્રવેશ કરે છે.)

હંસાઃ આવો. મઝામાં છો?
ધીમન્તઃ કેમ નરેશ બહાર ગયો છે?
હંસાઃ હા, પણ બેસો ને, ઑફિસે ગયા છે તે હમણાં આવશે. આઠ વાગ્યાના ગયા છે.

(બેઉ બેસે છે. જરા વાર પછી.)

ધીમન્તઃ પછી તમે વસન્ત-ઉત્સવમાં ગયાં હતાં કે? મારાથી તો ન જવાયું.
હંસાઃ (જરા વિચાર કરી) ના, મારાથી પણ નહોતું જવાયું.
ધીમન્તઃ કેમ વિચારમાં પડ્યાં?
હંસાઃ ના, અમસ્તું જ. હું નહોતી ગઈ.
ધીમન્તઃ નરેશ પણ નહોતો ગયો? એ તો ગયો જ હશે.

(હંસા ધીમન્તની સામે જુએ છે.)

હંસાઃ હા, એ ગયા હતા.

(હંસાના મોં ઉપરના ભાવો સહેજ બદલાય છે. ધીમન્ત તે જુએ છે.)

ધીમન્તઃ (ઉતાવળે) તમને ખોટું લાગ્યું? માફ કરજો, હં. મેં તો અમસ્તું જ પૂછ્યું હતું. બધા લોકો એ જ વાત કરે છે એટલે મેં પણ સહેજ પૂછ્યું. મને ખબર નહિ કે તમને…

(ધીમન્તનું વાક્ય અધૂરું જ રહે છે. ધીમન્તને લાગે છે કે હંસા તે સાંભળતી નથી. બેઉ થોડી વાર ચૂપ રહે છે. ધીમન્ત ટેબલ પર પડેલાં છાપાં પર નજર ફેરવે છે.) હંસાબેન, આ જાણ્યું? ફરી વાર લડાઈ થવાની વકી છે.

હંસાઃ હશે.

(ધીમન્ત હંસા તરફ જોઈ રહે છે. ધીમન્તને સહેજ દિલગીરી થાય છે.)

ધીમન્તઃ તમારું શરીર સારું નથી?
હંસાઃ (સહેજ હસીને) ના, તદ્દન સારું છે, કેમ?
ધીમન્તઃ કેમ શું? છેલ્લી લડાઈ પછી તો નાનું બાળક પણ લડાઈના નામથી ત્રાસી ઊઠે છે. ને તમે તે જાણે કોઈએ કહ્યું હોય કે આજે દશમ છે ને; હશે, કહો તેમ બોલો છો.
હંસાઃ પણ એવી વાતમાં મને શી સમજ પડે? એ બધા દેશોનાં નામો પણ મને તો પૂરાં નથી આવડતાં, તો પછી…
ધીમન્તઃ તે તો અમને પણ નથી આવડતાં, તેથી શું?
ધીમન્તઃ તે તો અમને પણ નથી આવડતાં, તેથી શું?
હંસાઃ તારી વાત તો જુદી છે. તમે તો શીખી શકો.
ધીમન્તઃ ને તમે ન શીખી શકો? તમે તો બે સૈકા પહેલાંની વાત કરો છો. જુઓ ને ઉર્સુલા…
હંસાઃ હા, પણ એ તો કેવી ભણેલી છે! જગદીશભાઈએ એને તો બી.એ. કરી છે. મને કંઈ મારા માબાપે…
ધીમન્તઃ પણ એ બી.એ. થઈ તેથી થઈ રહ્યું? મને તો લાગે છે એનામાં તમારી અર્ધી આવડત નથી.
હંસાઃ એ તો તમે કહો.
ધીમન્તઃ ને બીજા નથી કહેતા?
હંસાઃ ને બીજા નથી કહેતા?
ધીમન્તઃ એક નરેશના સિવાય બધા કહે છે ને એ તો મૂરખ છે.
હંસાઃ એમ ન કહેશો; પણ આપણે એવી વાતનું શું કામ? ચાલો, લડાઈ થશે, પછી શું?

(ધીમન્ત હંસા તરફ જોઈ રહે છે.)

ધીમન્તઃ એ કેટલો ભાગ્યશાળી છે!
હંસાઃ તમને ઈર્ષા થાય છે?

(નોકર દાખલ થાય છે.)

નોકરઃ બાઈ, જગદીશચંદરભાઈના ઘેરથી માણસ આવ્યો છે તે કહે છે સાહેબ આજે ત્યાં જમવાના છે તે ખોટી ન થશો.

(હંસાનું મોં પડી જાય છે.)

હંસાઃ એ માણસ ગયો?
નોકરઃ ના, જી.
હંસાઃ એને અહીં મોકલ

(નોકર જાય છે.)

ધીમન્તઃ તમે પણ ભૂખ્યાં હશો.
હંસાઃ હાસ્તો, ને આજ તો…

(હંસા બોલતી અટકી જાય છે.)

ધીમન્તઃ આજ તો શું?
હંસાઃ આજે તો અમારે ખાસ કારણ હતું
ધીમન્તઃ તે શું? ખાનગી છે?
હંસાઃ ના, ના, આજે મારી વર્ષગાંઠ છે.

(એક પુરુષ દાખલ થાય છે.)

અલ્યા, તું આવ્યો છે!
આવનારઃ હા.
હંસાઃ તને શું કહ્યું હતું?
આવનારઃ કે આજે નરેશભાઈ ત્યાં જમશે.
હંસાઃ કેમ આજે શું છે?
આવનારઃ આજે તો ઉર્સુબહેનની વરસગાંઠ છે ને!

(ધીમન્ત અને હંસાની આંખો મળે છે. તરત હંસા પોતાની નજર પાછી ખેંચી લે છે.)

હંસાઃ વારુ, જા.
ધીમન્તઃ અલ્યા, નરેશભાઈ ત્યાં ક્યારે આવ્યા હતા?
આવનારઃ આઠેક વાગ્યા હશે, સાહેબ.

(જાય છે.) (ધીમન્ત હોઠ કરડે છે. હંસા મોં ફેરવી દે છે.)

ધીમન્તઃ ચાલો, હંસાબેન, હું રજા લઈશ. મને શી ખબર કે આજે તમારી વરસગાંઠ છે. નહિતર ભાઈની કંઈ નજીવી પસલી તો લાવત. નરેશને કહેજો કે હું બપોરે આવીશ.
હંસાઃ તમે જમ્યા છો?
ધીમન્તઃ ના. તેથી જ…
હંસાઃ ત્યારે અહીં નહિ જમો?

(ધીમન્ત એક ક્ષણ વિચાર કરે છે.)

ધીમન્તઃ ભલે.

(બેઉ જાય છે.)

(પડદો પડે છે.)
પ્રવેશ ૨

(સ્થળઃ જગદીશચન્દ્રના ઘરનું દીવાનખાનું, જગદીશચન્દ્ર, વિમળા, ઉર્સુલા અને નરેશ બેઠાં હોય છે.)

વિમળાઃ (નરેશને) આજે તો ઉર્સુને બમણો આનંદ થાય છે. કેમ ખરું ને, ઉર્સુ!

(ઉર્સુલા જરા નીચું જુએ છે.)

નરેશઃ એમ! કેમ શાથી?

(નરેશ ઉર્સુલા સામે જુએ છે. તે અનુત્તર રહે છે.)

વિમળાઃ એણે કલકત્તા પ્રદર્શનમાં ચિત્ર મોકલ્યું હતું તેમાં એને ઇનામ મળ્યું છે.
નરેશઃ એમ! ખૂબ આનંદની વાત છે. ઇનામ કેટલાનું હતું?
નરેશઃ એમ! ખૂબ આનંદની વાત છે. ઇનામ કેટલાનું હતું?
ઉર્સુલાઃ ઇનામ તો મોટું નથી; પાંચ જ રૂપિયાનું છે.
નરેશઃ તેમાં શું! પણ ઇનામ ખરું ને? એની કિંમતનો તો સવાલ જ ન હોય. તમારું ઇનામ કેટલામું હતું?
ઉર્સુલાઃ પંદરમું
નરેશઃ પણ એ ચિત્ર પાછું આવ્યું નથી? મને તો એ વિષે કહ્યું પણ નહીં!
ઉર્સુલાઃ એમાં એવડું શું હતું?
નરેશઃ વાહ, કેમ નહિ? આપણી સ્ત્રીઓમાં તો અપૂર્વ છે!

(વિમળા જાય છે.)

જગદીશચંદ્રઃ (નરેશને) કેમ, તમને કંઈ શોખ નથી?
નરેશઃ ના, જી. આ ઉર્સુબહેન જેવાંનાં ચિત્રો જોવાનો શોખ છે એટલું.
જગદીશચંદ્રઃ ને સંગીત?
નરેશઃ જરાયે નહિ. સાંભળવાનો શોખ ખરો.
ઉર્સુલાઃ તે તો મને પણ ઘણો શોખ છે.
નરેશઃ ને ગાવાનો ક્યાં નથી?
જગદીશચંદ્રઃ કોને? ઉર્સુને?
નરેશઃ નહિ?
જગદીશચંદ્રઃ અરે, એનાં કરતાં તો હું પણ સારું ગાઉં. કેમ નહિ ઉર્સુ?
ઉર્સુલાઃ હા, પણ તમે તો તાલીમ લીધી છે ને?
નરેશઃ હાસ્તો, તમે પણ તાલીમ લો તો સારું ગાઈ શકો. તમારો કંઠ તો સારો છે.
જગદીશચંદ્રઃ કોણે કહ્યું?
નરેશઃ બોલો તો ઘણું સારું!

(ઉર્સુલા ઊભી થાય છે. ને જરા વારે જગદીશ અંદર જાય છે. ઉર્સુલા ગણગણે છે. નરેશ બારી બહાર જણાતા આકાશમાં જોઈ રહે છે. થોડી વારે ઉર્સુલા એક પુસ્તક લઈ બેસે છે.)

ક્યું પુસ્તક છે?
ઉર્સુલાઃ “લગ્ન કેમ સફળ થઈ શકે?”
નરેશઃ (જરા આશ્ચર્યથી) લગ્ન કેમ સફળ થઈ શકે?
ઉર્સુલાઃ એમ કેમ કહો છો?
નરેશઃ બહુ વિચિત્ર નામ લાગે છે, નહિ?
ઉર્સુલાઃ કેમ?
નરેશઃ લગ્ન કંઈ વેપાર છે કે માણસ એને મહેનતથી સફળ કરી શકે? ને લગ્ન વિશે વળી પુસ્તક શાં લખવાં? એ તે શો એવો ગહન વિષય છે?
ઉર્સુલાઃ કેમ, લગ્ન ગહન વિષય નથી? એના જેવી પવિત્ર વસ્તુ…
નરેશઃ જૂઠું. એ બધાં ધતિંગ છે. લગ્ન સાવ નજીવી ચીજ છે. માણસ એને જેટલી ગંભીરતા આપે છે તેટલો તે નાસીપાસ થાય છે. તમે તો ભાડાના ઘરમાં રહો છો, ખરું ને?
નરેશઃ તમારે જોઈએ તે બધી જ સગવડો એમાં છે? એટલે કે તમારે જેવું જોઈએ તેવું આ ઘર છે?
ઉર્સુલાઃ ના, પણ ભાડાનાં ઘર તો એવાં ક્યાંથી હોય?
નરેશઃ ને રોજ તમે આવો બબડાટ કરો છો ખરાં?
ઉર્સુલાઃ ના, પણ એ કંઈ મોટી વાત નથી ને લગ્ન તો…
નરેશઃ બરાબર, આપણે લગ્નને મોટો વિષય માની બબડાટ કરવાનો હક્ક મેળવીએ છીએ. ખરી વાત તો એ છે કે મરદ અને સ્ત્રી બેઉ જો લગ્નને સાધારણ વિષય ગણે તો આટલો બબડાટ, આટલી નિરાશા કે આટલાં કલ્પાંત ન રહે. જેમ ભાડાના ઘરથી ચલાવી લઈએ છીએ તેમ લગ્નમાં પણ ચલાવી લઈએ. માત્ર આપણાં પતિપત્નીઓમાં દૃષ્ટિની એટલી વિશાળતા હોવી જોઈએ.
ઉર્સુલાઃ તમે ને હંસાબહેન, એવી દૃષ્ટિથી જીવો છો?

નરેશઃ અરે, એ બિચારીને તો કંઈ પણ દૃષ્ટિ જ નથી. લગ્ન શું એનું પણ એને તો ભાન નહિ હોય. ઉર્સુલાઃ અરે, વાહરે! નરેશઃ હા, હા, ખરું છે. ઉર્સુલાઃ અરે શું ખરું છે! ભલે મરદોને મન લગ્ન એ નજીવી રમત હોય; સ્ત્રીને મન તો લગ્નમાં જ જીવનની આશા અને તૃપ્તિ છે. નરેશઃ એ તો તમારાં જેવાંને. ઉર્સુલાઃ ના, બધી જ સ્ત્રીઓને. ઝૂંપડામાં ને રાજમહેલમાં સ્ત્રી તો બધે જ સ્ત્રી છે. નરેશઃ પણ સ્ત્રી ને સ્ત્રીમાં પણ ફેર હોય છે ને? ઉર્સુલાઃ તે હશે; પણ આ લાગણી તો બધી જ સ્ત્રીઓમાં હોય છે. નરેશઃ કોણ જાણે, મને તો એવું કંઈ ન લાગ્યું. ઉર્સુલાઃ ખોટી વાત છે. કહું? નરેશઃ શું? ઉર્સુલાઃ હંસાબહેન માટે તમને પ્રેમ છે પણ તમે પોતે જ તે નથી જાણતા. નરેશઃ ને તમે કેમ જાણ્યું? ઉર્સુલાઃ ઓહો, એ તો બહુ સહેલું છે. તમને બેઉને જોઈને તરત મને લાગ્યું હતું. નરેશઃ પણ શા ઉપરથી? ઉર્સુલાઃ તમે જે રીતે વર્તો છો તે ઉપરથી. મારા ભાઈ બરાબર એવા જ હતા. મને એ ખૂબ ચાહતા ને ખૂબ જ પજવતા. પજવતા એટલું બધું કે ચીડ ચઢે. ને આની પરીક્ષા કરવા ખાતર જ … નરેશઃ શું? (વિમળા પ્રવેશ કરે છે.) વિમળાઃ ચાલો, નીચે એ રાહ જુએ છે. (બધાં જાય છે.) (પડદો પડે છે.) પ્રવેશ ૩ (સમયઃ બપોર. સ્થળઃ નરેશનું દીવાનખાનું. હંસા અને ધીમન્ત બેઠાં છે.) ધીમન્તઃ પણ તમે આ ઠીક ન કર્યું! હંસાઃ શું? ધીમન્તઃ તમે ભૂખ્યાં રહ્યાં તે. હંસાઃ ના, કંઈ નહિ, તેમાં શું? ધીમન્તઃ પણ એમ કરવાનું કારણ? હંસાઃ મને ન ગમ્યું. ધીમન્તઃ પણ શા માટે ન ગમે? એ કંઈ ભૂખ્યો રહ્યો હશે? હંસાઃ એમની વાત જુદી છે. ધીમન્તઃ વાત જુદી શાને? ને તમારે રોજ આવું કંઈ ને કંઈ હોય છે જ? હંસાઃ ના, ના, કશું નથી હોતું. અમને સ્ત્રીઓને તો એ સહજ છે. અજાયબી તો તમને લાગે છે. (એટલામાં ઉતાવળે નરેશ પ્રવેશ કરે છે.) નરેશઃ અરરર, હંસા, હું તો સાવ વિસરી જ ગયો કે આજે તો તારી વરસગાંઠ છે! હંસાઃ કંઈ નહિ, તેમાં શું? નરેશઃ ઓહો, ધીમન્ત, તું ક્યાંથી? ધીમન્તઃ તું ગયો ત્યારનો આવ્યો છું. નરેશઃ એમ? સારું થયું; હંસાને ગમ્યું હશે. એમ થયું કે આજે કંઈ તાકીદનું કામ હતું એટલે હું ઑફિસે જતો હતો એવામાં રસ્તામાં જ જગદીશભાઈ મળ્યા ને ઘેર ખેંચી ગયા ને જમવા રાખ્યો. એ તો સારું થયું કે મને વખતસર સાંભર્યું કે હંસાની વરસગાંઠ છે તે સાહેબની રજા લઈ અહીં દોડી આવ્યો. ધીમન્તઃ બહુ ઉપકાર થયોઃ પણ હવે કંઈ લાજ-શરમ હોય તો હંસાબહેનને જમાડ. એ બિચારાં હજી ભૂખ્યાં છે. નરેશઃ અરરર, હંસા, તું હજી ભૂખી છે? શા સારુ? મેં તને કહેવડાવ્યું તો હતું. માણસ નહોતો આવ્યો? હંસાઃ આવ્યો હતો. નરેશઃ ત્યારે પછી? હંસાઃ મને રુચિ જ નહોતી. નરેશઃ વળી પાછી તારી રુચિ શાની ન હોય? હું જાણું છું કે તારા મગજનો એ જૂનો કાટ હજી ઊતર્યો નથી. હંસાઃ પણ તમે ચિડાવ છો શા સારુ? મારે ખાવું જ નહોતું. નરેશઃ હંબગ. હું તો તારાથી તદ્દન કંટાળ્યો છું. એ બધાં હિંદુસ્તાની તૂત હવે ક્યારે છોડીશ? જાણી જોઈ નાહક તારા શરીરને અર્ધું કરી નાંખે છે. ધીમન્તઃ પણ આટલું બધું લાગે છે ત્યારે આજે તો તારે અહીં જ રહેવું હતું! નરેશઃ હા, પણ ધાર કે તેમ ન થયું તેથી શું થઈ ગયું? તેથી આવા ડોશીવેડા કરવાના? એ તે કંઈ ચાલે? ધીમન્તઃ એ તો લાગણીની વાત છે. નરેશઃ અરે ધૂળ, એમાં વળી લાગણી શેની? ધીમન્તઃ ના, એમાં લાગણી નહિ; ને પત્નીના પડી ગયેલા દાંત પર આલીશાન કબર બંધાવવી એ લાગણી ખરી? નરેશઃ સમજતો નથી. મારે તો નાછૂટકે બહાર રહેવું પડ્યું. હંસાઃ પણ તેમાં શું થયું? તમે આવ્યા એ ઓછું છે? ધીમન્તઃ બહુ છે. હવે તો તમે કાંઈ ખાઈ આવો. નરેશઃ હંસા, ચાલ, જા. હઠ ન કર. (હંસા ઊભી થાય છે ને નરેશ તરફ નજર કરી જાય છે.) કેટલી જંજાળ છે? માણસની જિંદગીમાં બે ઘડીનું પણ ચેન નથી. ધીમન્તઃ એમ? નરેશઃ ત્યારે શું? કેટલા ઉમળકાથી હું અહીં આવ્યો, ત્યારે એની એ રકઝક. ધીમન્તઃ તને પણ ઉમળકો થાય છે ખરો? નરેશઃ એટલે? ધીમન્તઃ કેમ, તું જ હમણાં કહેતો હતો ને કે, “લાગણી વળી શાની?” નરેશઃ તું તો મૂરખ છે. ધીમન્તઃ એમ? નરેશઃ ત્યારે શું! હું તો કહેતો હતો કે એવી ખોટી લાગણી ન રાખવી જોઈએ. ધીમન્તઃ પોતાની તે ખરી ને પારકાની તે ખોટી? નરેશઃ ઊંહ. તું આટલું કેમ સમજતો નથી? એ એવી હઠ કરે એ સારી લાગણી? એણે સમજવું જોઈએ કે અણછૂટકે જ હું નહિ આવી શક્યો હોઉં. પછી શા માટે એવું કરવું જોઈએ? એમ ને એમ એણે શરીર ખોયું. પેલી છબી જોઈ? (એક છબી બતાવી) પાંચ વર્ષ પર એ કેટલી સશક્ત હતી! ધીમન્તઃ ને સુંદર. નરેશઃ ને આજે… (હંસા પ્રવેશ કરે છે.) ધીમન્તઃ બસ? આટલી ઉતાવળ? હંસાઃ ના, ઉતાવળ શાની? નરેશઃ ચાલ, હંસા, બોલ આજ શું કરીએ? હંસાઃ કરીએ શું વળી? કાંઈ નહિ. નરેશઃ ના, એમ નહિ. તું કહે તો ફરવા જઈએ, ને નહિ તો નાટકમાં જઈએ. કેમ ધીમન્ત નાટકમાં જઈશું? ‘રૂપેરી કિરણ’ સરસ છે. હા, હા, નાટકમાં જઈશું. તું પણ આવજે. (ધીમન્ત નરેશ સામે જોઈ રહે છે.) કેમ જોઈ શું રહ્યો છે? આવીશ? ધીમન્તઃ ના, આજે તો હંસાબહેનની વરસગાંઠ છે એટલે તમે બે એકલાં જ જજો. નરેશઃ અરે તેમાં શું? તું હશે તો ગમ્મત પડશે. હંસાઃ હા, હા. ધીમન્તભાઈ, જરૂર આવજો. તમે પણ એ નાટક જોવાનું કહેતા તો હતા જ ને? ધીમન્તઃ વારુ. આવીશ. ચાલો, હવે તો હું જઈશ. (જાય છે.) (પડદો પડે છે.) પ્રવેશ ૪ (સ્થળઃ નરેશનું દીવાનખાનું, નરેશ કોઈની રાહ જોતો ખંડમાં આંટા મારે છે.) નરેશઃ (સ્વગત) હજી કેમ નહિ આવ્યો હોય? (હંસાની છબી સામે અટકી જાય છે, અને નિશ્ચલ નયને તે જોઈ રહે છે. એટલામાં પાછળથી હંસા આવે છે ને થોભી જાય છે. થોડી વારે નરેશ તેને જુએ છે.) (જરા ગુસ્સે થઈ) કેમ? હંસાઃ ના, કંઈ નહિ. નરેશઃ ત્યારે આમ પૂતળા જેમ શાની ઊભી રહી છે? કોઈને બીક લાગે. (હંસા પાસે આવે છે ને નરેશના ખભા ઉપર હાથ મૂકે છે.) હંસાઃ શાની બીક લાગે? (નરેશ એક અર્ધ ક્ષણ હંસા તરફ જોઈ રહે છે.) નરેશઃ તું આમ ઊચબૂચ આવે તે. બીજું શું? હંસાઃ હું તો કંઈ પૂછવા આવી છું. (હંસા નરેશના બેઉ હાથ લે છે.) નરેશઃ શું? હંસાઃ ખરું કહેશો? નરેશઃ એટલે? શું જૂઠું બોલું છું? હંસાઃ ના, એમ નહિ પણ સાચ્ચેસાચ્ચું કહેવું પડશે. નરેશઃ (જરા ચિડાઈ) હા, હા, બોલ ને, એમાં આટલું પિંજણ શાનું કરે છે? હંસાઃ તમે આજે બજારમાં ગયા હતા? નરેશઃ હા, કેમ? હંસાઃ શા માટે? નરેશઃ એ બધા સવાલ શા માટે પૂછે છે? હંસાઃ મારે કામ છે. નરેશઃ હું કંઈ જવાબ આપવા બંધાયેલો નથી. હંસાઃ હું ક્યાં કહું છું બંધાયેલા છો! નરેશઃ થયું ત્યારે. એ બધાનું સ્ત્રીઓને શું કામ? (પોતાના હાથ ખેંચી લે છે.) હંસાઃ પણ મને કહો તો ખરા, તમે કંઈ મંગાવ્યું છે? નરેશઃ મેં નથી કહ્યું, તારે એની પંચાત ન કરવી? (નોકર પ્રવેશ કરે છે. નરેશ ઝટ તેની પાસે જાય છે ને તેના હાથમાંનું પૅકેટ લઈ લે છે.) જા. (નોકર જાય છે.) હંસાઃ એ શું છે? નરેશઃ કંઈ નહિ. તેનું તારે શું કામ? મારે કામનું છે. (ટેબલમાં પૅકેટ મૂકે છે.) હંસાઃ એ કહેતો હતો કે અંદર ઘડિયાળ છે. (નરેશ હંસા સામે જોઈ રહે છે.) નરેશઃ હવે વારુ! જાણે છે ત્યારે પૂછે છે શા માટે? હંસાઃ ઉર્સુલા માટે છે ખરું કની? નરેશઃ હા. થયું? સંતોષ થયો? જા, હવે તારું કામ કર. (નરેશ એક ખુરશી પર છાપું લઈ બેસે છે. હંસા થોડી વારે બહાર જાય છે. નરેશ ટેબલમાંથી પૅકેટ લઈ ઉઘાડે છે ને એક ચિઠ્ઠી લખી તેમાં મૂકે છે. થોડી વારે નોકર ચાનો પ્યાલો લઈ પ્રવેશ કરે છે.) અલ્યા, ચતુર્ભુજે બીજું કંઈ આપ્યું હતું ને? નોકરઃ હા જી, ચાંદીની રકાબી આપી હતી તે આપી આવ્યો. નરેશઃ ક્યાં આપી આવ્યો. નોકરઃ જગદીશભાઈને ત્યાં, સાહેબ. નરેશઃ વારુ. (નોકર જાય છે. થોડી વારે હંસા આવે છે. તેના હાથમાં એક ફૂલદાની છે.) હંસાઃ જગદીશભાઈને ત્યાંથી આ ફૂલદાની મોકલી છે. નરેશઃ જોઉં, કેવી છે? (નરેશ ફૂલદાની લે છે ને તેના ઉપર એક ચિઠ્ઠી છે તે વાંચે છે.) આ તો તને મોકલી છે. હંસાઃ હા, આપણે પણ કંઈ મોકલવું જોઈએ, ખરું ને? કંઈ મોકલ્યું? નરેશઃ એમ કરી શું મોકલ્યું તે જાણવું હશે પણ… હંસાઃ ના, એ તો હું ભૂલી જ ગઈ હતી. પણ ન મોકલ્યું હોય તો મોકલવું પડશે ને? ઘડિયાળ મોકલીશું? નરેશઃ જોઈશું, તારી સલાહનો ખપ પડશે ત્યારે પૂછીશું. જા, તું વાળુની તૈયારી કર. આજે વહેલું જવાનું છે. (હંસા જરા વાર મૂંગી રહે છે. પછી બારીએ જાય છે ને થોડી વારે એ ગીત ગાય છે.) એ શું ગાય છે? હંસાઃ (પાછી ફરીને) કંઈ નહિ, કેમ? નરેશઃ તદ્દન ખોટી ઢબ છે. હંસાઃ ખરી ઢબ કેવી છે? નરેશઃ તે હું શું જાણું? મને આવડતું હોય તો હું ન ગાઉ? મને તો લાગ્યું તે કહું છું. સારું નથી લાગતું. હંસાઃ હશે, ચાલો બંધ કરું છું. (એક કન્યા દાખલ થાય છે.) ઓહો, સુરમાબહેન, આવો. સુરમાઃ મારે તો જરા કામ હતું. હંસાઃ (નરેશને) આ સુરમાબહેન બહુ સારું ગાય છે, હં. (સુરમાને) એમને સાંભળવાનો બહુ શોખ છે. નરેશઃ એમ! હંસાઃ તે દિવસે ગરબામાં પેલું તમારું માનીતું ગીત એમણે જ ગાયું હતું. નરેશઃ એમ કે! ઘણું જ સુંદર હતું. સુરમાઃ ત્યારે તમને સંગીતનું ભાન જ નથી. (નરેશ વિમાસણમાં જોઈ રહે છે.) મને એ ગીત તો જરાયે નહોતું આવડ્યું. (હંસાને) પણ હું તો કામે આવી છું. હંસાઃ બેસો તો ખરાં. (બેસે છે.) સુરમાઃ તમને ખબર છે કે હું અત્યારે જ કેમ આવી? હંસાઃ ના. સુરમાઃ બાએ કહ્યું કે જો પેલી કોયલ ગાય છે, એટલે સફાળી હું અહીં આવી. મારે એ ગીત શીખવું જ હતું. અત્યારે આપમેળે તમે રંગમાં હો તો વધારે મઝા પડે, નહિ? હંસાઃ ના, હું કંઈ એવું સારું નથી ગાતી. સુરમાઃ તમે એવું સુંદર ગાતાં હતાં કે સાંભળવા ખાતર રસ્તામાં ઘણાંયે ઊભાં રહે. હંસાઃ એ કહે છે કે એ ઢબ ખોટી છે. સુરમાઃ પુરુષોને વળી સ્ત્રી અને સંગીતની શી ખબર? કેમ ખરું ને, નરેશભાઈ? નરેશઃ તમે કહો તે ખરું. સુરમાઃ હાસ્તો, સ્ત્રી અને સંગીત બેઉની કોમળતા તમે કેમ સમજી શકો? તમે પુરુષો તો એટલા કઠણ હો છો; અને તેમ… નરેશઃ હું શું? સુરમાઃ હું તો તમને ન પરણું, પણ ચાલો હંસાબહેન, એ ગીત મને શિખવાડો જોઉં. અમારે ગરબામાં કામ લાગશે. (ક્ષણ પછી હંસા ગીત ઉપાડે છે. ધીરેધીરે તેનો કંઠ ખીલે છે અને તે એકલીન થાય છે. સ્વપ્નબદ્ધ હોય તેમ, સુરમા જોઈ રહે છે. નરેશ સ્વસ્થચિત્તે બેસે છે. તેની આંખોમાં પણ આનંદનો પ્રકાશ જણાય છે.) (પડદો પડે છે.) પ્રવેશ ૫ (સમયઃ રાતના સુમારે આઠ. સ્થળઃ એ જ. નરેશ અને હંસા બેઠાં છે.) નરેશઃ ચાલ, ત્યારે તું તૈયાર થા. હંસાઃ પણ હજુ વાર છે ને? મારે તો જરા કામ છે. નરેશઃ આજે પણ કામ? એવું તે કામ વગર શું અટકી પડ્યું છે? કામ કાલે થશે. હંસાઃ હજી ધીમન્તભાઈ પણ નથી આવ્યા ને? નરેશઃ એ તો હમણાં આવી પહોંચશે ને તને તો તૈયાર થતાં બે કલાક લાગશે. હંસાઃ ના… નરેશઃ ના શું? કયે દિવસે તું વહેલી તૈયાર થઈ છે? રોજ ભેજું પટકી નાખું છું ત્યારે તૈયાર થાય છે. ને હજુ તો મારાં કપડાં પણ કાઢવાનાં છે. પેલાં બટન ચોડ્યાં? હંસાઃ ના, હમણાં ચોડી દઉં છું. નરેશઃ ચોડ્યાં! જે કામ કરવાનું છે તે તો થતું નથી ને ધૂળગજા જેવા કામ પાછળ કામ કામ કરે છે. તમને લોકને અક્કલ જ નથી. ઈશ્વરે કોણ જાણે શા માટે તારા જેવાંને સરજ્યાં હશે? (હંસા અંદર જાય છે. પળવારમાં હંસા તૈયાર થઈ આવે છે.) હંસાઃ લો આ. બટન ચોડ્યાં છે. નરેશઃ થૅંક યૂ. (નરેશ અંદર જાય છે. હંસા નરેશે અસ્તવ્યસ્ત કરેલું ફર્નિચર ગોઠવે છે. નરેશ તૈયાર થઈ પાછો આવે છે. પળવારની શાંતિ.) હંસાઃ અરે. રમાબહેનની સુરભિને કહેવડાવ્યું છે તેનું… (નરેશના મોં પર કચવાટ ઉત્પન્ન થાય છે.) નરેશઃ તેનું શું? હવે કોણ કહેવા જશે? તને કોણે કહ્યું હતું કે કહેવડાવજે? હંસાઃ પણ મેં તો તમને પૂછીને કહેવડાવ્યું હતું! નરેશઃ ત્યારે આગળથી મને કહ્યું કેમ નહિ? ક્યારનો હું તેડી આવત. હવે વખત નથી ને હું કંઈ જતો પણ નથી. હંસાઃ પણ એમને માઠું લાગશે. નરેશઃ ત્યારે રહેવા દે. ને જા, હું કંઈ આવી રાતે નથી જતો. એક પછી એક ઉપાધિ વધાર્યે જ જાય છે. નાટકમાં વળી સુરભિ વગર શું અટકી રહ્યું હતું? હંસાઃ પણ– નરેશઃ પણ કંઈ નહિ. કહેજે કે તું પણ નહોતી ગઈ. એવાં નાટક જોયાં વિના ચાલશે. (જરા વાર રહી) બસ, રહેવા દે, નથી જવું. હું ક્લબમાં જાઉં છું. (જાય છે.) (હંસા નરેશને જતો જોઈ રહે છે. જરાક વારે તે ઊભી થાય છે ને એક ટેબલના ખાનામાંથી એક નોટબુક કાઢે છે ને વાંચે છે. એટલામાં ધીમન્ત દાખલ થાય છે. હંસા ઉતાવળે નોટબુક મૂકી દે છે.) હંસાઃ આવો. ધીમન્તઃ કેમ, પેલો ક્યાં ગયો? હંસાઃ એ તો બહાર ગયા છે. પછી નાટકમાં જવાનું તો અમે માંડી વાળ્યું. બેસોને. (બેઉ બેસે છે.) ધીમન્તઃ માંડી વાળ્યું? કેમ પાછું શું થયું? હંસાઃ ના, થયું કંઈ નહિ. મારા જ શરીરે જરા ઠીક નહોતું એટલે માંડી વાળ્યું. ધીમન્તઃ કેમ, શું થયું છે? હંસાઃ ના, ખાસ નહિ, સહેજ – જરાતરા માથું દુખતું હતું. (ધીમન્ત હંસા તરફ જોઈ રહે છે. હંસા અંગૂઠા વડે જમીન ખણે છે.) ધીમન્તઃ ને પેલો ક્યાં ગયો? હંસાઃ કોણ જાણે! પણ બિચારા આખો દિવસ ઘેર હતા એટલે મેં જ બહાર મોકલ્યા. ધીમન્તઃ (ધીરેથી) હંસાબહેન, માફ કરજો, પણ મારે કહેવું પડે છે કે આમ સહેલથી માની જાઉં એટલો હું બાળક નથી. વળી કાંઈ તૂત થયું હશે! તમારા દંપતીજીવનની ખાનગી વાતો મારે નથી જાણવી; પણ માનો તો એટલું કહું કે એ જોઈ મારું હૃદય તો બળી જાય છે. (હંસા વિચારમાં બેસી રહે છે.) બહેન, આટલા મહિનાઓથી હું સતત અહીં આવું છું ને તમારું આ જીવન જોયા કરું છું, પણ હવે તો અવધિ થઈ. હંસાઃ ધીમન્તભાઈ, તમે નકામી ચિંતા કરો છો, એવું કશું જ નથી. ધીમન્તઃ એ તો હું જોઉં છું. મને ખબર છે કે તમે તમારું ગૌરવ કદી નહિ છોડો. એ તો દરેક સ્ત્રી એમ જ કહે છે. પાને પડેલા પથ્થરને પરમેશ્વર ગણી પૂજવા એ તો ગુજરાતણનો સ્વભાવ છે. ને ઈશ્વર પણ સુલોચનાને અંધ સ્વામી આપવામાં જ ચાતુર્ય માને છે. હંસાઃ એવું ન કહેશો. એ બધું જૂઠું છે. એ એવા નથી. ધીમન્તઃ તમે ન કહેશો; પણ હું તો જોઉં છું કે એ પશુ કરતાં પણ નબેતર છે. એની ચડસાઈને લીધે તમારા ઉપર એ જે જુલમ છે એ અનહદ છે. ભલભલા સિતમગારો કરતાં પણ એ ચઢી જાય છે. તમારો કોમળ સ્વભાવ એ વજ્રમાર કેમ સહન કરે છે એ જ મને તો નથી સમજાતું! બહેન, તમે કદાચ જોઈ શકતાં નહિ હો પણ તમારી રસિક મોહકતા દહાડે દહાડે ઓછી થતી જાય છે. જે સુવાસ પેલી છબીમાં જણાય છે તે આજે પમરતી નથી. હંસાઃ અમારા તરફ તમને અતિ સ્નેહ છે. ધીમન્તઃ તમારા એકલા તરફ. નરેશ માટે તો મને સદંતર ધિક્કાર વછૂટે છે. હંસાઃ એમ તપી ન જશો. એ તો તમારા ભાઈ થાય. એ તો ભાઈ કરતાં મિત્ર વધારે હોય છે. ધીમન્તઃ હા, પણ તે આવા મિત્ર નહિ. હંસાબહેન, એક વાત પૂછું? હંસાઃ શી? ધીમન્તઃ તમે ખરેખર સુખી છો? હંસાઃ હાસ્તો, શા માટે સુખી ન હોઉં? ધીમન્તઃ ના એમ વાત ઉડાવો ના. તમારા અંતરથી તમે માનો છો કે તમે નરેશ જોડે સુખી જિંદગી ગાળો છો? હંસાઃ જુઓ ને… ધીમન્તઃ મારી વાત સાંભળો. હું આજ કેટલા વખતથી એ વાત કહેવાનો હતો. આજે તમારી વરસગાંઠના દિવસે ભાઈની પસલી તરીકે એ વાત કહું છું. જો, તમે ખરેખર દુઃખી હો, નરેશથી તમે ખરેખર કંટાળી ગયાં હો… હંસાઃ અરે, અરે… ધીમન્તઃ સાંભળો, તમે એનાથી જો ખરેખર કંટાળી ગયાં હો તો હું તમને છૂટા કરી શકું. એને પૈસાની તાણ છે. મને ઈશ્વરે પૈસા આપ્યા છે અને મને તેની જરૂર નથી. એ વડે પણ તમારી સ્વતંત્રતા તમને હું પાછી અપાવી શકું. ને તમે કહો તો આપણે સાથે જતાં રહીશું. મને દુનિયાની પરવા નથી. હવે કહો, તમારો શો ઉત્તર છે? હંસાઃ ધીમન્તભાઈ, તમે ભાઈ તરીકે પૂછ્યું એટલે મારે કહેવું પડે છે. તમને યાદ છે, આજ સવારે જ તમે વસન્તોત્સવની વાત કાઢી હતી ને? ધીમન્તઃ હા, ને એ વાત કરતાં તમે કંઈ વિચારમાં પણ પડ્યાં હતાં. હંસાઃ એ જ દિવસે મેં ખરી વાત જાણી. ધીમન્તઃ એટલે? હંસાઃ એમ થયું, ઉત્સવમાં અમે બેઉ જવાનાં હતાં; પણ કંઈ રકઝક થઈ ને એ એકલા જ ગયા. એમના ગયા પછી મને બહુ જ માઠું લાગ્યું. મને હવે બહુ જ પસ્તાવો થાય છે. પણ ત્યારે મને એમને વિષે ખોટા વિચારો પણ આવ્યા હતા. ધીમન્તઃ ત્યારે હવે શું સારા વિચારો આવે છે? હંસાઃ હું કહું છું. પછી મેં કલાકેક રડીરડીને કાઢ્યો ને છેવટે– (અટકે છે.) ધીમન્તઃ શું? હંસાઃ પણ કોઈ ને, એમને પણ કહેશો નહિ, હં. ધીમન્તઃ વારુ. હંસાઃ હું એટલી કંટાળી હતી કે ગમે તેમ મારી જિંદગીનો અંત લાવવાનો વિચાર પણ મને આવ્યો હતો. ધીમન્તઃ અરરર… હંસાઃ ને એ પાછા આવે તે પહેલાં બધું પૂરું થઈ જતે. ધીમન્તઃ પછી? હંસાઃ મને કંઈ જ સૂઝ નહોતી પડતી. (હંસા ધીમન્ત સામે જુએ છે.) ધીમન્તઃ એ તો ન જ પડે. હું એ કલ્પી શકું છું. પછી? હંસાઃ હું ગાંડા જેવી આમતેમ ફરતી હતી. એમને ખાતર હું મરવા માંગતી હતી અને છતાં એમનાથી છૂટા થવા મારું મન નહોતું ચાલતું. એમને ખાતર જીવવાના મને વિચારો આવતા. આમ ને આમ કોણ જાણે કેટલો વખત થયો હશે! ઘડીમાં હું રડતી, ઘડીમાં વિચાર કરતી… તમને હસવું આવે છે? ધીમન્તઃ હા અને ના. પછી શું થયું? હંસાઃ થોડી વાર તો પેટીમાંથી એમના કાગળ કાઢી મેં રડ્યા કર્યું. ધીમન્તઃ એના કાગળો? હંસાઃ હાસ્તો, પછી અમારા લગ્ન વખતની અમારી છબી છે તે આ ટેબલમાં પડી હતી. તે જોવાનું મને ખૂબ મન થયું પણ એની ચાવી તો એમની પાસે હતી. ધીમન્તઃ પછી? હંસાઃ પછી શું? બહુ હસવા જેવી વાત છે. મેં કળ તોડી નાખી. ધીમન્તઃ એમ તમે પણ શૂરાં છો, નહિ? (હંસા નીચું જુએ છે.) હંસાઃ ના, હું શું કરતી હતી તેનું મને ભાન નહોતું. એ ખોલતાંવેંત એક નોટબુક નીકળી. જુઓ આ રહી. (ટેબલમાંથી નોટબુક કાઢે છે ને અંદરનું એક પાન ઉઘાડી આપે છે.) ધીમન્તભાઈ, આ વાંચો, પછી કહો. (ધીમન્ત તે લે છે અને વાંચવા માંડે છે.) ધીમન્તઃ નોંધપોથી છે? હંસાઃ હા, મોટેથી વાંચો ને. ધીમન્તઃ (વાંચે છે.) “આ નોંધ હું શા માટે લખું છું તે હું પોતે જ નથી જાણતો. મારા સિવાય કોઈ પણ મનુષ્યના હાથનો સ્પર્શ પણ તેને નહિ થાય અને છતાં મન પુકારે છે એટલે લખું છું… “આજથી લગભગ આઠ વર્ષ ઉપર હંસા મારે ત્યાં, મારી થઈને આવી.” તમને પરણ્યાંને આઠ વર્ષ થયાં? હંસાઃ હા. ધીમન્તઃ (વાંચે છે) “આ સદીમાં દરેક વસ્તુનું પૃથક્કરણ કરવાનો રિવાજ છે. હંસા વિશેના મારા સંબંધનું હું પણ પૃથક્કરણ કરું છું. હું સુખી છું? હંસા સુખી છે? હું કોઈ બીજીને કે એ કોઈ બીજાને પરણી વધારે સુખી ન થાય? આ સવાલો અઘરા છે. “હું તો એટલું જ જાણું છું કે હંસા વગર એક ક્ષણ પણ હું જીવી શકું નહિ. “હંસાનું હૃદય હું બરાબર સમજી શક્યો નથી. પણ મને લાગે છે કે એને અસંતોષ થવાને કારણ છે અને તે હું છું. અને આજ ન સમજાય એવી ઘાંટી છે… મારો સ્વભાવ મને જ નથી સમજાતો. કેટલાક માનસશાસ્ત્રીઓ પણ તે સમજી નથી શક્યા. હું વધારે સ્પષ્ટતાથી કહું. એક હંસા વગર બીજાં બધાં જોડે હું સારી રીતે વર્તું છું. અત્યાર લગીમાં કોઈ જોડે હું વિના કરણ છેડાયો નથી; પણ હંસા જોડે તો હું કેવળ ક્રૂર બની જાઉં છું. મારા મગજ ઉપર કાબૂ રાખવા ઘણીયે વાર મેં પ્રયત્ન કર્યા પણ છે; પણ એમ બનતું જ નથી. તે પછી હરવખત મને ખૂબ-ખૂબ પશ્ચાત્તાપ થાય છે પણ મને લાગે છે કે તે નિરર્થક છે. તેના કોમળ હૃદયને કચડી નાંખી પશ્ચાત્તાપ કરી સંતોષ માનવો એ યોગ્ય નથી. મને તો લાગે છે કે હું એને લાયક જ નથી અને દુઃખ એ છે કે મારા સ્વભાવની આ વિચિત્રતા હું તેને પણ સમજાવી શકતો નથી. ધીમન્તની માફક આમ કરવાનું મેં ધારેલું પણ હંસાની વાત આવતાં વાર જ હું બદલાઈ જાઉં છું. મને આનો રસ્તો જ નથી સૂઝતો. હું જાણું છું કે હંસા જાણે તો બધી ગઈગુજરી માટે જરૂર મને માફી આપે પણ…” હંસાઃ બસ, ધીમન્તભાઈ! તમને હવે સંતોષ થયો? હવે ૬૩મું પાન વાંચો. ધીમન્તઃ (વાંચે છે.) “આજે એક અતિ ખેદજનક બનાવ બન્યો. એનું લાંબું વર્ણન મારાથી નહિ થાય… વિનતા આજે વિહ્‌વળ થઈ ગઈ હતી…” વિનતા? વિનતા કોણ? હંસાઃ છે એક. બહુ જ સુંદર છે. અમે લોક એને પરી કહીએ છીએ. ઉર્સુલાની સહિયર છે. ધીમન્તઃ એમ! મેં તો જોઈ જ નથી. (વાંચે છે) “એમ જ કહેવું ઉચિત છે. આવી ભવ્ય સુંદરતા વિશે હલકો શબ્દ પણ વપરાય નહિ. એને ભ્રષ્ટ કહેવી એ પણ પાપ છે; તો પછી… ઓ, ઈશ્વર! દુનિયામાં સૌથી દુઃખકર વસ્તુ અધમ સુંદરતા છે. સુંદર માણસો અધમ થઈ જ કેમ શકે એ પણ મને તો નથી સમજાતું… મારે કેટલીક મહેનત એને સમજાવવી પડી. ઈશ્વર એને સન્માર્ગે દોરે!” ઓત્તારી હંસાબેન… હંસાઃ જોયું ને, એ એવા હતા જ નહિ. ધીમન્તઃ અરે, હારે, મોટો સાધુ છે. હંસાઃ હું નસીબદાર છું નહિ! પણ હં, એક વાત તો રહી ગઈ. આજે એમણે ઘડિયાળ મંગાવી હતી. મેં જાણ્યું હતું કે ઉર્સુલા માટે હશે, પણ… (ટેબલમાંથી ઘડિયાળ કાઢે છે. તેના ઉપર એક ચિઠ્ઠી લટકાવી છે.) જુઓ, સરસ છે, નહિ? (ધીમન્ત લે છે અને ચિઠ્ઠી વાંચે છે.) ધીમન્તઃ “અધીરી શંકાશીલ હંસાને સપ્રેમ…” હંસાઃ મને ટોણો માર્યો છે. ઉર્સુ માટે મંગાવી હતી એમ મેં પૂછ્યું હતું તેથી. ધીમન્તઃ એક શંકા કરું? તમારા ઈષ્ટ ખ્યાલો તોડી પાડવા ખાતર નહિ હં. હંસાઃ હા, હા, શું? ધીમન્તઃ ઘડિયાળ મંગાવી છે એ તમે જાણ્યું જ ન હોત તો કદાચ… હંસાઃ તો ઘડિયાળ ઉર્સુલાને આપતે એમ ને? ધીમન્તઃ હા. હંસાઃ તેમ નથી કારણ કે ઉર્સુલા માટે તો એમણે રકાબી તે પહેલાં જ મોકલી હતી. (ઉતાવળે નરેશ અને સુરભિ પ્રવેશ કરે છે.) નરેશઃ હંસા, ચાલ ચાલ, વખત થઈ ગયો છે. થયું, એટલામાં તો નિરાંત કરી બેઠી છે. ચાલ, ઝટ કર, સુરભિ પણ આવી ગઈ છે. ધીમન્ત, નાટક ક્યારે શરૂ થાય છે? (હંસા સુરભિનો હાથ લઈ નરેશનું મોં જોતી મંદમંદ હસતી ઊભી છે. ધીમન્ત હસી પડે છે.) ધીમન્તઃ (નોટબુક આપી) લે, આમાં વખત લખ્યો હશે. નરેશઃ (હંસાને) એ અહીં ક્યાંથી? (હંસા પાસે જાય છે.) હંસાઃ નાથ… નરેશઃ હંસા… (જરા વાર પછી) હંસા તું મને માફી આપીશ ને? હંસાઃ પ્રિયતમ… (પડદો પડે છે.) (ગુજરાતી એકાંકી સંગ્રહ, સંપા. પ્રો. અનંતરાય રાવળ)

*