ગુજરાતી એકાંકીસંપદા/છબી: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
(7 intermediate revisions by 3 users not shown) | |||
Line 9: | Line 9: | ||
'''સુરતા'''<br> | '''સુરતા'''<br> | ||
'''જગન્નાથ''' | '''જગન્નાથ''' | ||
}} | |||
સ્થળઃ કૌશિકરામ ઍડ્વોકેટનો બેઠકખંડ – આધુનિક સુઘડ સજાવટ – મધ્યમ વર્ગનું સુખી કુટંબ છે, એવી છાપ પડે તેવી. | |||
<center>'''સમયઃ સવારના દસ પછી.'''</center> | <center>'''સમયઃ સવારના દસ પછી.'''</center> | ||
Line 300: | Line 300: | ||
{{Ps | {{Ps | ||
|નિરામયઃ | |નિરામયઃ | ||
|અરે, એ તો (વાક્ય અધૂરું રહી જાય છે. ફ્રેમ પીઠ પાછળ છુપાવી રાખવા પ્રયત્ન કરે છે.) | |અરે, એ તો (વાક્ય અધૂરું રહી જાય છે. ફ્રેમ પીઠ પાછળ છુપાવી રાખવા પ્રયત્ન કરે છે.) | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
Line 356: | Line 356: | ||
|જગન્નાથઃ | |જગન્નાથઃ | ||
|કેમ વળી! દોઢ-બે વરસથી એ છબી હાથમાં નથી આવતી… સાહેબ એક વાર કેસ લડવા વડોદરા ગયેલા, ત્યારે એમની પેટીમાં આ છબીને ગોઠવતાં મેં એમને નજરે જોયેલા. બસ તે પછી – | |કેમ વળી! દોઢ-બે વરસથી એ છબી હાથમાં નથી આવતી… સાહેબ એક વાર કેસ લડવા વડોદરા ગયેલા, ત્યારે એમની પેટીમાં આ છબીને ગોઠવતાં મેં એમને નજરે જોયેલા. બસ તે પછી – | ||
નિરામયઃ તું અંદર જા જગુ. બાપાજી આવી પહોંચશે ને પછી કોર્ટમાં જવાની ઉતાવળમાં હશે એટલે – | }} | ||
{{Ps | |||
|નિરામયઃ | |||
|તું અંદર જા જગુ. બાપાજી આવી પહોંચશે ને પછી કોર્ટમાં જવાની ઉતાવળમાં હશે એટલે – | |||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
Line 455: | Line 458: | ||
|નિગમઃ | |નિગમઃ | ||
|મારી મા માટે મને માન નથી એવું મેં ક્યારે કહ્યું? પણ આજુબાજુનાઓની વેધક દૃષ્ટિ મારાથી જીરવાતી નથી. સાચું કહું છું સુરતા… જો ને. તારી જ નજર કેવી આરપાર ઊતરી જાય છે? | |મારી મા માટે મને માન નથી એવું મેં ક્યારે કહ્યું? પણ આજુબાજુનાઓની વેધક દૃષ્ટિ મારાથી જીરવાતી નથી. સાચું કહું છું સુરતા… જો ને. તારી જ નજર કેવી આરપાર ઊતરી જાય છે? | ||
સુરતાઃ પણ આવું સાહસ! કૌશિકકાકા જેવો પતિ, છતાં કયા અભાવને પૂરવા માટે? | }} | ||
{{Ps | |||
|સુરતાઃ | |||
|પણ આવું સાહસ! કૌશિકકાકા જેવો પતિ, છતાં કયા અભાવને પૂરવા માટે? | |||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
Line 470: | Line 476: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
સુરતાઃ એકલદોકલ વિધુર છે તે પ્રોફેસર પ્રસન્નકુમાર બક્ષી? પણ એ તો બહુ ધૂની ગણાય છે. સાવ એકાંતમાં નાનો સરખો બંગલો છે. ચિત્રો ચીતરતા હોય કે પછી બગીચો સંભાળતા હોય છે. છેલ્લા ફ્લાવર શોમાં એમના કેકટસ અને કાળાલીલા ગુલાબને પહેલું ઇનામ મળ્યું હતું… આપણે બધાં જ એ જોવાં ગયાં હતાં નહિ? | |સુરતાઃ | ||
નિરામયઃ એમના એ એકાંત બગીચાની માવજત અને ઉછેરમાં મારી માનો પણ હિસ્સો હતો, એમ કહું તો નવાઈ લાગે, સરુબેન? | |એકલદોકલ વિધુર છે તે પ્રોફેસર પ્રસન્નકુમાર બક્ષી? પણ એ તો બહુ ધૂની ગણાય છે. સાવ એકાંતમાં નાનો સરખો બંગલો છે. ચિત્રો ચીતરતા હોય કે પછી બગીચો સંભાળતા હોય છે. છેલ્લા ફ્લાવર શોમાં એમના કેકટસ અને કાળાલીલા ગુલાબને પહેલું ઇનામ મળ્યું હતું… આપણે બધાં જ એ જોવાં ગયાં હતાં નહિ? | ||
સુરતાઃ શું વાત કરો છો? | }} | ||
નિગમઃ એ ફૂલના શોખે તો બધી તકલીફ ઊભી કરી. એક વાર મા રૉયલ નર્સરીમાં થોડાં શાકપાનનાં અને ચાલુ ફૂલછોડનાં બિયાં અને થોડી કલમો ખરીદવા ગયેલી, ત્યાં એકચિત્તે જાતજાતનાં ફૂલોનાં રંગરૂપ માણતા પ્રોફેસર બક્ષીને એમણે જોયા. | {{Ps | ||
સુરતાઃ પણ કહે છે કે, કૌશિકકાકા અને પ્રોફેસર બક્ષીની તો જૂની ઓળખાણ હતી? | |નિરામયઃ | ||
નિરામયઃ બન્ને આ જ લો કૉલેજના વિદ્યાર્થીઓ હતા. બક્ષીકાકાએ ધાર્યું હોત તો, આજે તેઓ મુંબઈની હાઈ કોર્ટની બૅન્ચમાં વિરાજતા હોત, પણ મૂળથી જ ધૂની. | |એમના એ એકાંત બગીચાની માવજત અને ઉછેરમાં મારી માનો પણ હિસ્સો હતો, એમ કહું તો નવાઈ લાગે, સરુબેન? | ||
નિગમઃ આવી બધી વાતો શા માટે નિરુ? અજાણપણે આપણે આપણી જ માની કેવી વાતો ખુલ્લી પાડી નાખીએ છીએ એનો તો વિચાર કર. | }} | ||
નિરામયઃ ચિત્રોનો સામાન્ય શોખ પછી વધુ ગાઢ થયો. ઝાડપાન અંગેની સમજ વધી. એમ કરતાં કરતાં બન્ને વચ્ચે ઘરોબો વધ્યો. | {{Ps | ||
સુરતાઃ પણ કૌશિકકાકાએ એવા સંબંધને પ્રોત્સાહન શા માટે આપ્યું? | |સુરતાઃ | ||
નિગમઃ મેં ય બાપાજીને એ પ્રશ્ન ચાર દિવસ ઉપર પૂછ્યો હતો, પણ એમણે જવાબ ન આપ્યો. | |શું વાત કરો છો? | ||
સુરતાઃ એમ સાવ આંધળિયા કરવાનો તો કૌશિકકાકાનો સ્વભાવ નથી. આમ તો દરેક પગલું ગણી ગણીને ભરે અને ભરાવે પણ… અને પ્રોફેસર બક્ષી? જીવનનો આટલો માર્ગ વટાવી લીધા પછી, એમના જેવાને આવું શોભે? | }} | ||
નિરામયઃ માનશો સુરતાબેન, જે ક્ષણે મેં આ જાણ્યું કે મા બક્ષીકાકાને ત્યાં ચાલી ગઈ છે… ત્યારે મારા મન ઉપરનો કાબૂ ચાલ્યો ગયો. તે વખતે મારા હાથમાં રિવૉલ્વર કે છરો હોત તો, પરિણામની કશીયે ચિંતા કર્યા સિવાય… | {{Ps | ||
નિગમઃ જા રે, ગાંડા! એવી માના બાળકથી એવું વિચારાય પણ ખરું? | |નિગમઃ | ||
સુરતાઃ કૌશિકકાકાની જગ્યાએ મારા બાપુ હોય તો એ પણ પહેલું પગલું તો આવું જ વિચારે. પુરુષને પોતાનું સ્વમાન હણાય, પત્નીની નિષ્ઠા સરી પડી છે એમ લાગે તો પુરુષ જેવો પુરુષ– | |એ ફૂલના શોખે તો બધી તકલીફ ઊભી કરી. એક વાર મા રૉયલ નર્સરીમાં થોડાં શાકપાનનાં અને ચાલુ ફૂલછોડનાં બિયાં અને થોડી કલમો ખરીદવા ગયેલી, ત્યાં એકચિત્તે જાતજાતનાં ફૂલોનાં રંગરૂપ માણતા પ્રોફેસર બક્ષીને એમણે જોયા. | ||
નિરામયઃ ઊલટું બાપાજીએ જ મને વાર્યો, શાંત પાડ્યો. | }} | ||
સુરતાઃ શું વાત કરે છે? જમદગ્નિ અને પરશુરામની તો આપણે માત્ર વાતો જ કરવાનાં, તે વખતે કાયદાની આવી ગૂંચો નો’તી. અને કૌશિકકાકા જેવા, કાયદાને સમજનારા અને પાલન કરનારા નાગરિકો પણ કેટલા? | {{Ps | ||
નિગમઃ ના, હું મારા બાપાજીને એવી રીતે નથી જોતી. પુરુષના હૈયામાં પોતાની પત્ની માટે અણખૂટ વહાલ હોય તો જ એ આમ ઉદાર બની શકે, સ્વસ્થ રહી શકે. મારી મા માટે બાપાજીને કેવી લાગણી હતી, તે હું જ જાણું છું. એને બળે જ મા આજે પાછી આ ઘરમાં પગ નથી મૂકતી, એમ શાથી માન્યું? | |સુરતાઃ | ||
સુરતાઃ આ જમાનો જ Forgive અને Forgettingનો છે. આપણે આ વાત ભૂલી જઈએ, એને દફનાવી દઈએ અને નંદનકાકી આવે ત્યારે હસતે મુખે આપણે એમને આવકારીએ. જન્મથી માંડીને આજ સુધી તમારી અસંખ્ય ત્રુટિઓ એ માએ માફ નહિ કરી હોય? ઉદાર મનથી એ માને આ ઘરમાં એની પ્રતિષ્ઠા પાછી આપજો. બહુ તો પ્રો. બક્ષી સાથેનો સંબંધ બિલકુલ બંધ કરાવી દેવાનો. | |પણ કહે છે કે, કૌશિકકાકા અને પ્રોફેસર બક્ષીની તો જૂની ઓળખાણ હતી? | ||
નિરામયઃ અહીં પાછા ફરવા માટે બાપાજીએ એવી કોઈ શરત રજૂ કરી હોય, એમ હું માનતો નથી… મા એવી કોઈ શરણાગતિ સ્વીકારે એ પણ માન્યામાં નથી આવતું. એટલા સરખા ઝગડાને કારણે મા ચાલી શું ગઈ? અને આટલા દિવસમાં વળી પાછી પણ આવે છે! તારી સમજમાં કશું ઊતરે છે, નિગમ? | }} | ||
સુરતાઃ જગુ પેલી છબીની વાત કરતો હતો, તે વળી કઈ? | {{Ps | ||
નિગમઃ કેમ! બાના આ ફાટોની ત્રણ કૉપી કઢાવેલી, એક અમારે મોસાળ છે, બીજી આ અને ત્રીજી બાપાજી પાસે હશે. | |નિરામયઃ | ||
નિરામયઃ હશે નહિ, હતી જ. બન્નેની ફ્રેમ પણ આવી એકસરખી જ હતી, ટેબલ ઉપર ગોઠવી શકાય તેવી. પણ આ છબીનું શું કરવું, નિગમ? બક્ષીકાકાના ફોટાની વાત કરું છું. | |બન્ને આ જ લો કૉલેજના વિદ્યાર્થીઓ હતા. બક્ષીકાકાએ ધાર્યું હોત તો, આજે તેઓ મુંબઈની હાઈ કોર્ટની બૅન્ચમાં વિરાજતા હોત, પણ મૂળથી જ ધૂની. | ||
નિગમઃ એનો વિચાર મા અને બાપાજીએ કર્યો જ હશે ને? | }} | ||
સુરતાઃ તને થતું હશે કે, એના ટુકડે ટુકડા કરી નાખું, નહિ? | {{Ps | ||
નિરામયઃ ના, હવે એમના માટે મારા મનમાં એવું કશું વેર રહ્યું નથી. એવો બાલિશ પ્રયત્ન હું કરું એમ તમે શાથી માનો છો? (ત્યાં બહારની બાજુએથી કોઈ નજીક આવતું હોય એવો અવાજ સંભળાય છે.) | |નિગમઃ | ||
સુરતાઃ કોઈ આવ્યું કે શું? | |આવી બધી વાતો શા માટે નિરુ? અજાણપણે આપણે આપણી જ માની કેવી વાતો ખુલ્લી પાડી નાખીએ છીએ એનો તો વિચાર કર. | ||
નિગમઃ (બહારની બાજુએ નજર નાંખીને) અરે હા, મા અને બાપાજી જ. ના, મારાથી એમ તરત તો માની સામે નહિ ઊભા રહેવાય… સુરતાબેન, ઉપર ચાલ, થોડી મિનિટો મારી પાસે બેસ. આ કસોટીની ક્ષણોમાં મારે તારો સહારો જોઈશે. (સુરતાને સાથે લઈને જમણી તરફ ચાલવા માંડે છે. પછી સહેજ પાછા વળીને) અને તું નિરામય? | }} | ||
નિરામયઃ (હાથમાંની ફ્રેમ અને છબી સાથે ઝડપથી ડાબી તરફ જતાં) આ ફોટો અને ફ્રેમ જ્યાં હતાં ત્યાં માના સાલ્લાની બેવડમાં મૂકી દઉં. (ડાબી તરફ ચાલ્યો જાય છે.) | {{Ps | ||
|નિરામયઃ | |||
|ચિત્રોનો સામાન્ય શોખ પછી વધુ ગાઢ થયો. ઝાડપાન અંગેની સમજ વધી. એમ કરતાં કરતાં બન્ને વચ્ચે ઘરોબો વધ્યો. | |||
}} | |||
{{Ps | |||
|સુરતાઃ | |||
|પણ કૌશિકકાકાએ એવા સંબંધને પ્રોત્સાહન શા માટે આપ્યું? | |||
}} | |||
{{Ps | |||
|નિગમઃ | |||
|મેં ય બાપાજીને એ પ્રશ્ન ચાર દિવસ ઉપર પૂછ્યો હતો, પણ એમણે જવાબ ન આપ્યો. | |||
}} | |||
{{Ps | |||
|સુરતાઃ | |||
|એમ સાવ આંધળિયા કરવાનો તો કૌશિકકાકાનો સ્વભાવ નથી. આમ તો દરેક પગલું ગણી ગણીને ભરે અને ભરાવે પણ… અને પ્રોફેસર બક્ષી? જીવનનો આટલો માર્ગ વટાવી લીધા પછી, એમના જેવાને આવું શોભે? | |||
}} | |||
{{Ps | |||
|નિરામયઃ | |||
|માનશો સુરતાબેન, જે ક્ષણે મેં આ જાણ્યું કે મા બક્ષીકાકાને ત્યાં ચાલી ગઈ છે… ત્યારે મારા મન ઉપરનો કાબૂ ચાલ્યો ગયો. તે વખતે મારા હાથમાં રિવૉલ્વર કે છરો હોત તો, પરિણામની કશીયે ચિંતા કર્યા સિવાય… | |||
}} | |||
{{Ps | |||
|નિગમઃ | |||
|જા રે, ગાંડા! એવી માના બાળકથી એવું વિચારાય પણ ખરું? | |||
}} | |||
{{Ps | |||
|સુરતાઃ | |||
|કૌશિકકાકાની જગ્યાએ મારા બાપુ હોય તો એ પણ પહેલું પગલું તો આવું જ વિચારે. પુરુષને પોતાનું સ્વમાન હણાય, પત્નીની નિષ્ઠા સરી પડી છે એમ લાગે તો પુરુષ જેવો પુરુષ– | |||
}} | |||
{{Ps | |||
|નિરામયઃ | |||
|ઊલટું બાપાજીએ જ મને વાર્યો, શાંત પાડ્યો. | |||
}} | |||
{{Ps | |||
|સુરતાઃ | |||
|શું વાત કરે છે? જમદગ્નિ અને પરશુરામની તો આપણે માત્ર વાતો જ કરવાનાં, તે વખતે કાયદાની આવી ગૂંચો નો’તી. અને કૌશિકકાકા જેવા, કાયદાને સમજનારા અને પાલન કરનારા નાગરિકો પણ કેટલા? | |||
}} | |||
{{Ps | |||
|નિગમઃ | |||
|ના, હું મારા બાપાજીને એવી રીતે નથી જોતી. પુરુષના હૈયામાં પોતાની પત્ની માટે અણખૂટ વહાલ હોય તો જ એ આમ ઉદાર બની શકે, સ્વસ્થ રહી શકે. મારી મા માટે બાપાજીને કેવી લાગણી હતી, તે હું જ જાણું છું. એને બળે જ મા આજે પાછી આ ઘરમાં પગ નથી મૂકતી, એમ શાથી માન્યું? | |||
}} | |||
{{Ps | |||
|સુરતાઃ | |||
|આ જમાનો જ Forgive અને Forgettingનો છે. આપણે આ વાત ભૂલી જઈએ, એને દફનાવી દઈએ અને નંદનકાકી આવે ત્યારે હસતે મુખે આપણે એમને આવકારીએ. જન્મથી માંડીને આજ સુધી તમારી અસંખ્ય ત્રુટિઓ એ માએ માફ નહિ કરી હોય? ઉદાર મનથી એ માને આ ઘરમાં એની પ્રતિષ્ઠા પાછી આપજો. બહુ તો પ્રો. બક્ષી સાથેનો સંબંધ બિલકુલ બંધ કરાવી દેવાનો. | |||
}} | |||
{{Ps | |||
|નિરામયઃ | |||
|અહીં પાછા ફરવા માટે બાપાજીએ એવી કોઈ શરત રજૂ કરી હોય, એમ હું માનતો નથી… મા એવી કોઈ શરણાગતિ સ્વીકારે એ પણ માન્યામાં નથી આવતું. એટલા સરખા ઝગડાને કારણે મા ચાલી શું ગઈ? અને આટલા દિવસમાં વળી પાછી પણ આવે છે! તારી સમજમાં કશું ઊતરે છે, નિગમ? | |||
}} | |||
{{Ps | |||
|સુરતાઃ | |||
|જગુ પેલી છબીની વાત કરતો હતો, તે વળી કઈ? | |||
}} | |||
{{Ps | |||
|નિગમઃ | |||
|કેમ! બાના આ ફાટોની ત્રણ કૉપી કઢાવેલી, એક અમારે મોસાળ છે, બીજી આ અને ત્રીજી બાપાજી પાસે હશે. | |||
}} | |||
{{Ps | |||
|નિરામયઃ | |||
|હશે નહિ, હતી જ. બન્નેની ફ્રેમ પણ આવી એકસરખી જ હતી, ટેબલ ઉપર ગોઠવી શકાય તેવી. પણ આ છબીનું શું કરવું, નિગમ? બક્ષીકાકાના ફોટાની વાત કરું છું. | |||
}} | |||
{{Ps | |||
|નિગમઃ | |||
|એનો વિચાર મા અને બાપાજીએ કર્યો જ હશે ને? | |||
}} | |||
{{Ps | |||
|સુરતાઃ | |||
|તને થતું હશે કે, એના ટુકડે ટુકડા કરી નાખું, નહિ? | |||
}} | |||
{{Ps | |||
|નિરામયઃ | |||
|ના, હવે એમના માટે મારા મનમાં એવું કશું વેર રહ્યું નથી. એવો બાલિશ પ્રયત્ન હું કરું એમ તમે શાથી માનો છો? (ત્યાં બહારની બાજુએથી કોઈ નજીક આવતું હોય એવો અવાજ સંભળાય છે.) | |||
}} | |||
{{Ps | |||
|સુરતાઃ | |||
|કોઈ આવ્યું કે શું? | |||
}} | |||
{{Ps | |||
|નિગમઃ | |||
|(બહારની બાજુએ નજર નાંખીને) અરે હા, મા અને બાપાજી જ. ના, મારાથી એમ તરત તો માની સામે નહિ ઊભા રહેવાય… સુરતાબેન, ઉપર ચાલ, થોડી મિનિટો મારી પાસે બેસ. આ કસોટીની ક્ષણોમાં મારે તારો સહારો જોઈશે. (સુરતાને સાથે લઈને જમણી તરફ ચાલવા માંડે છે. પછી સહેજ પાછા વળીને) અને તું નિરામય? | |||
}} | |||
{{Ps | |||
|નિરામયઃ | |||
|(હાથમાંની ફ્રેમ અને છબી સાથે ઝડપથી ડાબી તરફ જતાં) આ ફોટો અને ફ્રેમ જ્યાં હતાં ત્યાં માના સાલ્લાની બેવડમાં મૂકી દઉં. (ડાબી તરફ ચાલ્યો જાય છે.) | |||
}} | |||
(થોડી ક્ષણો પછી કૌશિકરામ અને નંદનબેન પ્રવેશે છે. કૌશિકરામ સ્વસ્થ લાગે છે. નંદનબેન ઢીલાં અને શંકાગ્રસ્ત લાગે છે.) | (થોડી ક્ષણો પછી કૌશિકરામ અને નંદનબેન પ્રવેશે છે. કૌશિકરામ સ્વસ્થ લાગે છે. નંદનબેન ઢીલાં અને શંકાગ્રસ્ત લાગે છે.) | ||
કૌશિકરામઃ નંદન, આ તારું ઘર. | {{Ps | ||
નંદનઃ હજી અહીં મારું સ્થાન છે? તે રાત્રે તો તમે મારું પાર વિનાનું અપમાન કર્યું હતું. કુટુંબને લાંછન લગાડ્યું, પત્ની તરીકેની નિષ્ઠા બધી ઉસેટી નાખી, અને એવું તો કેટલુંયે બાકી હોય તેમ, મેં જ્યારે ઘર છોડવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે તમે આડાય ન ઊભા! | |કૌશિકરામઃ | ||
કૌશિકરામઃ જવા દે એ બધી વાતો, નંદન ફરીથી તને એવું કશું નહિ સંભળાવું, બસ. | |નંદન, આ તારું ઘર. | ||
નંદનઃ લોકવાયકાની બીક લાગી? અરે પણ, સીતા તો નિર્દોષ હતી છતાં લોકવાયકા સાંભળીને રામે એનો ત્યાગ કર્યો હતો. જ્યારે તમે તો આજના સમાજની દૃષ્ટિએ દોષિત સ્ત્રીને આગ્રહપૂર્વક ઘરમાં પાછી આવકારો છો! એમ શાથી? (કૌશિકરામ કશું બોલવાં જતાં અટકી જાય છે.) ના, ના, એવું બધું નકામું ન બોલશો કે, તને હું ખૂબ ચાહું છું એટલે ઉદારચિત્તે તને આવકારું છું, તારા સિવાય મારું નભે તેમ નથી કે, એવું બીજું કશું બોલશો તો પણ મને ભરોસો નહિ પડે. | }} | ||
કૌશિકરામઃ મેં ક્યાં એવું કશું કહ્યું? | {{Ps | ||
નંદનઃ કશું કહેવા તો જતા હતા. | |નંદનઃ | ||
કૌશિકરામઃ એકપત્નીવ્રતધારી રામે લોકારાધનનું પણ વ્રત લીધું હોઈને લોકવાયકા સાંભળી નિર્દોષ સીતાનો ત્યાગ કર્યો હતો. જ્યારે હું તો – | |હજી અહીં મારું સ્થાન છે? તે રાત્રે તો તમે મારું પાર વિનાનું અપમાન કર્યું હતું. કુટુંબને લાંછન લગાડ્યું, પત્ની તરીકેની નિષ્ઠા બધી ઉસેટી નાખી, અને એવું તો કેટલુંયે બાકી હોય તેમ, મેં જ્યારે ઘર છોડવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે તમે આડાય ન ઊભા! | ||
નંદનઃ બોલો બોલો, અટકી કેમ ગયા? | }} | ||
કૌશિકરામઃ તારી પાસે તારા ફોટાની એક નકલ હતી, તેના આવરણ નીચે તેં જેમ – | {{Ps | ||
નંદનઃ એ વાત તમારે વારંવાર યાદ કર્યા કરવાની છે? | |કૌશિકરામઃ | ||
કૌશિકરામઃ તારા પ્રશ્નનો સાચો જવાબ ન આપું? | |જવા દે એ બધી વાતો, નંદન ફરીથી તને એવું કશું નહિ સંભળાવું, બસ. | ||
નંદનઃ મને સાચો જવાબ જ ખપશે. | }} | ||
કૌશિકરામઃ નંદન, તું જેમ સીતા ન બની શકી, તેમ હું પણ વળી ક્યારે રામ બની શક્યો હતો? | {{Ps | ||
નંદનઃ શી વાત કરો છો? | |નંદનઃ | ||
કૌશિકરામઃ છતાં તારી જેમ હિમ્મતપૂર્વક સત્ય કબૂલ કરવાની શક્તિ મારામાં ક્યારે ય ન આવત. તારી જેમ મારી પાસે પણ એવી જ ફ્રેમવાળી છબી હતી – ઓહ! અને તેની પછીતમાં મેં પણ એક ફોટો સંઘરી રાખ્યો હતો. | |લોકવાયકાની બીક લાગી? અરે પણ, સીતા તો નિર્દોષ હતી છતાં લોકવાયકા સાંભળીને રામે એનો ત્યાગ કર્યો હતો. જ્યારે તમે તો આજના સમાજની દૃષ્ટિએ દોષિત સ્ત્રીને આગ્રહપૂર્વક ઘરમાં પાછી આવકારો છો! એમ શાથી? (કૌશિકરામ કશું બોલવાં જતાં અટકી જાય છે.) ના, ના, એવું બધું નકામું ન બોલશો કે, તને હું ખૂબ ચાહું છું એટલે ઉદારચિત્તે તને આવકારું છું, તારા સિવાય મારું નભે તેમ નથી કે, એવું બીજું કશું બોલશો તો પણ મને ભરોસો નહિ પડે. | ||
નંદનઃ ઓહ! એટલે તમે મને પાછી બોલાવી લાવ્યા? | }} | ||
કૌશિકરામઃ આપણી અયોધ્યા અકબંધ રહે તે માટે નંદન… તે માટે તને આટલો આગ્રહ કરીને પાછી લઈ આવ્યો છું. તે સિવાય બીજું કશું મને પોષાય તેમ નો’તું… ને પેલી છબી, હતી તેમ જ તારા કબાટમાં અકબંધ છે, હોં. | {{Ps | ||
|કૌશિકરામઃ | |||
|મેં ક્યાં એવું કશું કહ્યું? | |||
}} | |||
{{Ps | |||
|નંદનઃ | |||
|કશું કહેવા તો જતા હતા. | |||
}} | |||
{{Ps | |||
|કૌશિકરામઃ | |||
|એકપત્નીવ્રતધારી રામે લોકારાધનનું પણ વ્રત લીધું હોઈને લોકવાયકા સાંભળી નિર્દોષ સીતાનો ત્યાગ કર્યો હતો. જ્યારે હું તો – | |||
}} | |||
{{Ps | |||
|નંદનઃ | |||
|બોલો બોલો, અટકી કેમ ગયા? | |||
}} | |||
{{Ps | |||
|કૌશિકરામઃ | |||
|તારી પાસે તારા ફોટાની એક નકલ હતી, તેના આવરણ નીચે તેં જેમ – | |||
}} | |||
{{Ps | |||
|નંદનઃ | |||
|એ વાત તમારે વારંવાર યાદ કર્યા કરવાની છે? | |||
}} | |||
{{Ps | |||
|કૌશિકરામઃ | |||
|તારા પ્રશ્નનો સાચો જવાબ ન આપું? | |||
}} | |||
{{Ps | |||
|નંદનઃ | |||
|મને સાચો જવાબ જ ખપશે. | |||
}} | |||
{{Ps | |||
|કૌશિકરામઃ | |||
|નંદન, તું જેમ સીતા ન બની શકી, તેમ હું પણ વળી ક્યારે રામ બની શક્યો હતો? | |||
}} | |||
{{Ps | |||
|નંદનઃ | |||
|શી વાત કરો છો? | |||
}} | |||
{{Ps | |||
|કૌશિકરામઃ | |||
|છતાં તારી જેમ હિમ્મતપૂર્વક સત્ય કબૂલ કરવાની શક્તિ મારામાં ક્યારે ય ન આવત. તારી જેમ મારી પાસે પણ એવી જ ફ્રેમવાળી છબી હતી – ઓહ! અને તેની પછીતમાં મેં પણ એક ફોટો સંઘરી રાખ્યો હતો. | |||
}} | |||
{{Ps | |||
|નંદનઃ | |||
|ઓહ! એટલે તમે મને પાછી બોલાવી લાવ્યા? | |||
}} | |||
{{Ps | |||
|કૌશિકરામઃ | |||
|આપણી અયોધ્યા અકબંધ રહે તે માટે નંદન… તે માટે તને આટલો આગ્રહ કરીને પાછી લઈ આવ્યો છું. તે સિવાય બીજું કશું મને પોષાય તેમ નો’તું… ને પેલી છબી, હતી તેમ જ તારા કબાટમાં અકબંધ છે, હોં. | |||
}} | |||
(બાજુના ઓરડામાંથી છબી પડવાનો અને કાચ તૂટવાનો અવાજ સંભળાય છે, ત્યાં પડદો.) | (બાજુના ઓરડામાંથી છબી પડવાનો અને કાચ તૂટવાનો અવાજ સંભળાય છે, ત્યાં પડદો.) | ||
{{Right|(શિવકુમાર જોષીનાં શ્રેષ્ઠ એકાંકીઓ)}} | {{Right|(શિવકુમાર જોષીનાં શ્રેષ્ઠ એકાંકીઓ)}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = સીમાંતે | |||
|next = પેન્સિલની કબર અને મીણબત્તી | |||
}} |
Latest revision as of 20:48, 8 June 2022
શિવકુમાર જોશી
કૌશિકરામ
નંદનબેન
નિગમ
નિરામય
સુરતા
જગન્નાથ
સ્થળઃ કૌશિકરામ ઍડ્વોકેટનો બેઠકખંડ – આધુનિક સુઘડ સજાવટ – મધ્યમ વર્ગનું સુખી કુટંબ છે, એવી છાપ પડે તેવી.
(પડદો ઊઘડે છે ત્યારે કૌશિકરામની ૨૨-૨૩ વર્ષની પુત્રી નિગમ, છાપું અથવા તો બીજું કોઈ ચોપાનિયું હાથમાં હોવા છતાં વાંચવાનું બાજુએ રાખીને કશા ઊંડા વિચારમાં પડી હોય તેમ બેઠી છે.) થોડી વાર પછી ડાબા હાથ તરફના કૌશિકરામના શયનખંડમાંથી નિગમના નાનાભાઈ નિરામયની બૂમ સંભળાય છે –
નિગમ, નિગમ, બહેન જરા અંદર આવ તો. |
નિગમઃ | (સફાળી ભાનમાં આવતાં) મને બોલાવી નિરુ? શું છે? |
નિરામયઃ | (બારણામાં ડોકાતાં) બહેન જરા જલદી. |
નિગમઃ | પણ છે શું? |
નિરામયઃ | આપણે ખોળતાં હતાં તે છેવટી મળી આવ્યું. |
નિગમઃ | પણ શું? |
નિરામયઃ | અંદર આવ એટલે બતાવું. |
(ઢીલાં પગલે નિગમ નિરામયની પાછળ પાછળ અંદર જાય છે. થોડી ક્ષણો પછી પાછળના પ્રવેશદ્વારમાંથી નિગમની બહેનપણી સુરતા પ્રવેશે છે.)
સુરતાઃ | નિગમ! ઘરમાં છે કે? |
(પણ કશો જવાબ મળતો નથી. રોજની ટેવ હોય તેમ તે સ્વાભાવિકપણે પુસ્તકોનાં કબાટમાંથી ખાંખાંખોળાં કરીને એકબે પુસ્તકો ખેંચી લે છે ત્યાં કબાટ ઉપર ખુલ્લું પડેલું એક પુસ્તક એની નજરે પડે છે. તે ઉપાડીને આરામથી એક ખુરશી ઉપર બેસી જાય છે.)
સુરતાઃ | (એમ બેસતાં બેસતાં) જગન્નાથ, મારે માટે એક ગ્લાસ પાણી લાવજે. |
(થોડી ક્ષણો પછી ઘરનો જૂનો નોકર જગન્નાથ જમણી તરફથી ડોકાય છે.)
જગન્નાથઃ | ઓ! તમે છો સુરુબેન! મને બોલાવ્યો? |
સુરતાઃ | હા જગન્નાથ… જરા પાણી લાવ તો ભાઈ. કેવો તાપ પડે છે, નહિ? |
જગન્નાથઃ | તો પછી, કહો તો શરબત લાવું, નહિતર મશીનમાં ઠંડી કોફી પડી છે. નિરુભૈને કેટલી ભાવે, પણ ત્રણ દિવસથી હાથ અડાડ્યો નથી. કોફી લાવું? |
સુરતાઃ | આજે તારો મિજાજ ઘણો ઠેકાણે છે, જગુ! વગર છંછેડાયે સામેથી શરબત અને ઠંડી કૉફી લાવવાનું કહે છે! વાત શી છે? … અરે, નિગમ કેમ દેખાતી નથી? |
જગન્નાથઃ | અહીં અગાડી તો બન્ને ભાઈબેન કારનાં ગુસપુસ કરતાં’તાં! સાહેબની પાછા ફરવાની રાહ જોતાં ઘરમાંથી બાર ને બારથી ઘરમાં આંટાફેરા – |
સુરતાઃ | સાહેબની રાહ જોતાં’તાં? પણ કૌશિકકાકા તો અત્યારે ચૅમ્બરમાં પહોંચી જાય… આજે કોર્ટ બંધ છે કે… શું? |
જગન્નાથઃ | (પાસે આવીને ધીરા અવાજે) બા… બા આજ પાછાં આવે છે. સુરુબેન છે ને તે સાહેબ એમને તેડવા ગયા છે. સૌ સારાં વાનાં થશે હોં… |
સુરતાઃ | તેં ક્યાંથી જાણ્યું? |
જગન્નાથઃ | નિગમબેન નિરુભૈને કેતાં’તાં, આજે પણ એમણે નાસ્તો કરવાની ના પાડી ને એટલે. |
સુરતાઃ | એમ ત્યારે! નંદનકાકી છેવટે પાછાં આવે છે – |
જગન્નાથઃ | મારા કરસન ભગવાને મારી વાત છેવટે સાંભળી ખરી, નઈતર હું લોકોને શું મોઢું બતાવત (આંખમાં ઝળઝળિયાં આવી જાય છે.) … તો કો, શું લાવું? શરબત કે પછી મશીનની કોફી! |
સુરતાઃ | સૌ પહેલાં સાદું પાણી જ લાવ, (જગન્નાથ જમણી તરફ જવા માંડે છે.) ને નિગમ અંદર હોય તો એને કહેજે કે, હું આવી છું. |
(જગન્નાથ જાય છે. સુરતા વારંવાર પુસ્તક વાંચવાનો પ્રયત્ન કરે છે પણ છેવટે ઊભા થઈને દીવાલ ઉપર લટકતી કૌશિકરામ નંદનબહેનની મોટી છબી સામે એક નજરે જોતી ઊભી રહે છે. ત્યાં બાજુના ઓરડામાં કશો અવાજ સંભળાય છે, એટલે એ તરફ આગળ વધે છે.)
સુરતાઃ | (મોટેથી) નિગમ! (બે પગલાં વધુ આગળ વધે છે.) નિગમ તું ત્યાં છે? (બોલતાં લગભગ શયનખંડના બારણા સુધી પહોંચી જાય છે.) અરે ઓ નિગમ! હું ક્યારની આવી છું ને આટલે મોટેથી જગુ સાથે વાતો કરું છું પણ તું તો – |
(ત્યાં ઝડપથી નિગમ બહાર આવે છે ને સુરતાનો હાથ પકડી લઈને, એને સોફા ખુરશી તરફ તાણીને લઈ જાય છે. નિગમની પાંપણો ઉપર હજી બેચાર અશ્રુબિન્દુ વળગી રહ્યાં છે એ એના મનોભાવની ચાડી ખાય છે.)
નિગમઃ | (ખોડંગાતા અવાજે) તું! આટલી વહેલી? |
સુરતાઃ | બે એક પુસ્તક લેવાં હતાં. અરે પણ નિગમ, તને થયું છે શું? કેમ આમ? |
નિગમઃ | (સ્વસ્થ બનવાનો દેખાઈ આવે એવો પ્રયત્ન કરતાં) કંઈ નહિ, કેમ? (હસવાના પ્રયત્નને અંતે દયામણું ફિક્કું જ હસી શકે છે.) |
સુરતાઃ | અરે પણ નિગમ, નંદનકાકી સાચેસાચ આજે પાછાં આવે છે? હેં? |
નિગમઃ | તને કોણે કહ્યું? |
સુરતાઃ | કોણે કહ્યું એ અગત્યનું છે? |
નિગમઃ | (સુરતાની પ્રશ્નાર્થ દૃષ્ટિને ટાળતાં) હા, હા, કદાચ… કદાચ મા આજે પાછી ફરશે. |
સુરતાઃ | એટલે કે–? |
નિગમઃ | એટલે કે, બાપાજી સાથે સંધિ થઈ ગઈ લાગે છે. એથી વિશેષ કશી જિજ્ઞાસા? |
સુરતાઃ | ખરાબ લાગ્યું? મારા ઉપર ખોટું લાગ્યું? |
નિગમઃ | (રુદનને માંડ માંડ રોકતાં) ના રે ગાંડી, ખોટું લાગ્યું છે મને મારા ભાગ્ય ઉપર. નિરામય પણ એવું જ કશું કહેશે… |
સુરતાઃ | આજે પણ એ દેખાતો નથી! નંદનકાકી ગયાં તે દિવસથી હું જ્યારે આવું છું ત્યારે મને પણ મોં દેખાડતો નથી! |
નિગમઃ | (સુરતાએ ટેબલ ઉપર ઊંધું મકેલું પુસ્તક નજરે પડતાં, યોજનાપૂર્વક વિષય બદલતી હોય તે રીતે) આ શું ઉપાડ્યું વળી? સુન્દરમ્નું વસુધા? |
સુરતાઃ | લેવા આવી હતી ઉત્તરરામચરિત, પણ કબાટ ઉપર અધખુલ્લું વસુધા જોયું એટલે થયું કે, લાવ જરા જોઉં. |
નિગમઃ | હમણાંથી બાપાજી – (ન બોલવાનું બોલાઈ ગયું એવો ખ્યાલ આવતાં અટકી જાય છે.) |
સુરતાઃ | શું બોલવા જતી હતી, નિગમ? હમણાંથી બાપાજી? |
નિગમઃ | કંઈ નહિ. |
સુરતાઃ | મારાથી છુપાવે છે ને? બસ કે? |
નિગમઃ | માબાપ વચ્ચે કશાય કારણસર મતભેદ જાગે અને રહેંસાવાનું બાળકોને. |
સુરતાઃ | પણ લોકો તો કહે છે કે આ કંઈ સામાન્ય મતભેદ નો’તો. |
નિગમઃ | કોને ખબર! સામાન્ય કે અસામાન્ય, પણ મારો અને નિરામયનો તો વિચાર કરવો હતો. |
સુરતાઃ | આમાં તને માત્ર નંદનકાકીનો જ વાંક લાગે છે, નિગમ? |
નિગમઃ | બાપાજી! એમનો કશો વાંક હોય જ નહિ, સુરુ. સવારે એમના અસીલો, પછી ચૅમ્બર ને કોર્ટ, રાતના પણ મોડે સુધી કેસનાં કાગળિયાં તપાસતાં બેઠા હોય. |
સુરતાઃ | તે સિવાય બહારગામના કેસો લડવા પણ એમને અવારનવાર અમદાવાદ, વડોદરા જવું પડતું… કાકીને એ કારણે એકલું લાગ્યા કરતું હશે, નહિ? |
નિગમઃ | માના ગયા પછી થોડા દિવસ તો એ ચૂપ રહ્યા. પછી જાણે અમારી પ્રશ્નભરી દૃષ્ટિ એમનાથી જીરવાતી નહિ હોય બિચારા બાપાજી, પછી ગઈકાલે એમણે મને આ વસુધા વાંચવા કહ્યું. (પુસ્તક ખોલીને ચોક્કસ પાનું બતાવતાં) આ કાવ્ય ‘સાંજે ત્યારે’ અને… અને… ‘નથી, નીરખવો શશી’. |
સુરતાઃ | તારી પાસે વંચાવતા હતા? પોતે કેમ ન વાંચે? |
નિગમઃ | પોતાના મનને આવરી રહેલી યાતનામાં અમે ભાગ પડાવી શકીએ, તે માટે કદાચ, અથવા તો – |
સુરતાઃ | અથવા તો? |
નિગમઃ | અમે ભાઈબહેન માર્યાં માર્યાં ફરતાં હતાં. છેવટે મેં હિમ્મત એકઠી કરીને બાપાજીને પૂછી લીધું, “એવું તે શું થયું તમારી વચ્ચે, તે આટલે વર્ષે મા ઘર છોડીને ચાલી ગઈ?” |
સુરતાઃ | કૌશિકકાકાએ શો જવાબ આપ્યો? |
નિગમઃ | બે દિવસ તો એમણે કશો જ જવાબ ન આપ્યો. પછી જવાબમાં આ કાવ્ય વાંચવા કહ્યું. (ધીરે અવાજે વાંચે છે.) “કશે વ્યરથ ચંદ્રનું વદન ખાલી જોવું, યદિ, ન સંગ અમ છે જ ચંદ્રવદના અમારી? પછી શશી થકીય પૂર્ણ ફુલ્લ મુખ એ સ્મરીને સ્મરી કશે હૃદય બાળવું? નિરખવો નથી રે શશી”ને એમની આંખમાંથી આંસુ ચાલ્યાં જતાં’તાં, માને બાપજી બસ એ રીતે જ ચાહતા આવ્યા છે. હું જાણું ને… એટલે કે, બાપજીનો આ બાબતમાં કશો પણ ગુનો હોય તો, તે એમનો અતિ ઉદાર સ્નેહ. |
સુરતાઃ | એમની વયની સ્ત્રીઓ તો નંદનકાકીની અદેખાઈ કરતી હશે. આવો સજ્જન, સંસ્કારી અને વહાલસોયો પતિ કેટલી સ્ત્રીઓના ભાગ્યમાં લખાયો હોય! ને એમની વિદ્વત્તા અને પ્રતિષ્ઠા!
નિગમઃ અને છતાં યે માને આ શું સૂઝ્યું? આટલે વર્ષે? |
સુરતાઃ | એટલે કે? |
નિગમઃ | (નિસાસો નાખીને) બાળકોએ પોતાનાં માતાપિતાની નિંદા ન કરવી જોઈએ પણ લોકો જે રીતે અમારી સામે જુવે છે! આ નંદનની છોડી… આ નંદનમણિનો એકનો એક દીકરો! (જગન્નાથ હાથમાં ટ્રે લઈને પ્રવેશે છે.) કોણ, જગુ? અત્યારે તે કોઈ કૉફી પીતું હશે? ચા બનાવી લાવવી’તીને. |
જગન્નાથઃ | નિરુભૈને મશીનની ઠંડી કોફી ખૂબ ભાવે છે. બહેન પાસે કેટલા લાડ કરીને કોફી કરાવતા’તા? ત્રણ દિવસથી મશીનમાં ઠરીને આઈસક્રીમ થઈ ગઈ હતી, તે હું પાછી ઓગાળીને લઈ આવ્યો. નિરુભૈ ક્યાં ગયા? |
સુરતાઃ | જગન્નાથ, નિરુભાઈને પણ બોલાવી લાવ. આ બાજુના કમરામાં જ છે. |
નિગમઃ | એ નહિ આવે, સુરુ. |
સુરતાઃ | ન કેમ આવે? બીજા કોઈનું ભલે ન માને, મારું તો એણે માનવું જ પડશે. (બોલીને બાજુના ઓરડામાં જાય છે.) |
જગન્નાથઃ | સાહેબ હજી પાછા ન આવ્યા? હેં બહેન, બા આવશે તો ખરાં ને? |
નિગમઃ | તું અંદર જા જગુ અને નાસ્તામાં કશું હોય તો લઈ આવ, થોડાં બિસ્કિટ કે પછી ચેવડો કે એવું કંઈક. આજે સવારે પણ નિરુએ મોંમાં કશું મૂક્યું નથી. |
જગન્નાથઃ | ઊલટાનું, બા પાછાં આવે એટલે તો એમણે – |
નિગમઃ | મહેરબાની કરીને તું અંદર જા જગુ. સમજે વિના સમજે બધું ભરડે રાખે છે. દરેક બાબતમાં તારે અભિપ્રાય આપવો જ જોઈએ? માએ એવો ચઢાવી મૂક્યો છે! |
જગન્નાથઃ | (જતાં જતાં) હાવ હાચી વાત છે, બહેન. આ ઘરમાં મા પછાં ન આવત તો, હું પણ – (બોલતો બોલતો અંદર ચાલ્યો જાય છે.) |
નિરામયઃ | (સુરતાની સાથે પ્રવેશ કરતાં) બહેન, તેં મને બોલાવ્યો? |
સુરતાઃ | કેવો મસ્તરામ હતો, ને આ થોડા દિવસમાં સાવ કેવો નિસ્તેજ બની ગયો છે. અરે, પણ મને જોઈને તું એમ ચમકી કેમ ગયો? |
નિરામયઃ | ના રે, હું ચમકી શા માટે ઊઠું? તમને જોઈને? |
સુરતાઃ | હજી એ ચમક તારા મુખ ઉપર અંકાઈ જઈને ચાડી ખાય છે. નિગમ, એને થયું છે શું? અરે એય, તારા હાથમાં આ શું છે? (નિરામયને ખ્યાલ આવે છે કે, ભૂલભૂલથી પોતાના હાથમાં એક ફ્રેમવાળી છબી લઈને જ એ ઓરડામાંથી બહાર આવ્યો છે, નિગમનું પણ એ તરફ ધ્યાન જાય છે. એ સહેજ બેબાકળી બની જાય છે. |
નિરામયઃ | અરે, એ તો (વાક્ય અધૂરું રહી જાય છે. ફ્રેમ પીઠ પાછળ છુપાવી રાખવા પ્રયત્ન કરે છે.) |
નિગમઃ | એ જ્યાંથી મળી આવી’તી ત્યાં જ મકી દે, નિરુ. મેં તને કહ્યું નો’તું? |
નિરામયઃ | (ડાબી બાજુ ઓરડા તરફ પગલાં ભરે છે.) અરે હા, મૂકી દઉં છું પણ તું એમ ગુસ્સો ન કરે તો ન ચાલે? |
સુરતાઃ | (છબી અંગે ભાઈબેનનાં વર્તનથી સહેજ નવાઈ અનુભવતાં) અરે, પણ એ છે શું? છબી જ ને? કોની છબી છે? |
(સિફતથી નિરામયના હાથમાંથી છબી આંચકી લે છે.)
નિરામયઃ | (તે પાછી લેવા જતાં) અરે, પણ સુરુબેન! |
નિગમઃ | સુરતા, એ ફ્રેમ, એ છબી નિગમને પાછી આપી દે. |
સુરતાઃ | પણ તે કારણે તમે બન્ને આટલાં અપસેટ શાથી થઈ ગયાં? (છબી સામે જોતાં) અરે, આ તો નંદનકાકીનો ફોટો છે! કેટલાં પંદરેક વર્ષ પહેલાંનો હશે? કેવું માન મુકાવે એવું વ્યક્તિત્વ! એ જમાનામાં પણ એ માથું આમ ખુલ્લું રાખીને હરતાંફરતાં હશે? કેટલી ગુજરાતણોમાં એવી હામ હતી? (પુસ્તકના કબાટ ઉપર છબી ગોઠવી ધારી ધારીને જોયાં કરે છે.) |
નિરામયઃ | એ છબી લાવો સુરતાબેન, જ્યાં હતી ત્યાં પાછી મૂકી દઉં. |
(છબી લેવા જાય છે ત્યાં નાસ્તાની સામગ્રી સાથે જગન્નાથ પ્રવેશે છે.)
જગન્નાથઃ | આ છબી જડી? સાહેબ કેટલા દિવસથી શોધતા’તા. મેંય આખું ઘર ઉપરતળે કર્યું પણ કેમે કરીને પત્તો જ ન ખાય. હાચું કે’જો સુરુબેન, બા પંદર વરહ પેલાં હતાં તેવાં જ આજે પણ રહ્યાં છે ને? … છબી કંઈ અગાડી અતી નિરુભૈ? |
(નાસ્તાની પ્લેટ ટેબલ ઉપર મૂકી પોતાના ઝાટકણથી કાળજીપૂર્વક છબી લૂછે છે.)
નિરામયઃ | બહુ જોરથી ન લૂછીશ, જગુ. તું તો પાછો કાચ તોડી નાખીશ. |
જગન્નાથઃ | આ જગુનો ભો નો હોય નિરુભૈ. બાની આ છબી તો સાહેબ કેટલાં જતનથી સાચવતા તે હું નથી જાણતો? તમે બધાં સૂઈ ગયાં હો ને એમની ઓફિસના ટેબલ ઉપરના કાગળોના ઢગલાની વચમાંથી છબી ઉપાડીને સૂવા જતાં પહેલાં સાહેબ એક વાર ધારી ધારીને જોઈ જ લે. |
નિગમઃ | શું નાખી દેવા જેવી વાત કરતો હશે, જગુ? આ છબી તો – |
નિરામયઃ | Keep Quiet નિગમ. (જગુની પાસે જઈને) તું ક્યારની વાત કરે છે, જગુ? |
જગન્નાથઃ | કેમ વળી! દોઢ-બે વરસથી એ છબી હાથમાં નથી આવતી… સાહેબ એક વાર કેસ લડવા વડોદરા ગયેલા, ત્યારે એમની પેટીમાં આ છબીને ગોઠવતાં મેં એમને નજરે જોયેલા. બસ તે પછી – |
નિરામયઃ | તું અંદર જા જગુ. બાપાજી આવી પહોંચશે ને પછી કોર્ટમાં જવાની ઉતાવળમાં હશે એટલે – |
જગન્નાથઃ | આ છબી જોશે એટલે કેટલા રાજી થશે… અરે, પણ આ કાચ તળે તો બેચાર જીવડાં ચોટી ગયાં જણાય છે. જરા ખોલીને સાબુના પાણીથી ધોઈ નાખું. (બોલીને ફ્રેમ ખોલવા જાય છે ત્યાં નિગમ ઝડપથી એના હાથમાંથી ફ્રેમ સમેત છબી ઝૂંટવી લે છે.) |
નિગમઃ | તને કહ્યું ને જગુ, તું અંદર જા. કાચ હું હમણાં સાફ કરું છું. તું પાછો કશું ઊંધુંચત્તું કરી બેસીશ. |
(જગન્નાથ અને સુરતાને નિગમની આવી ઝડપ અને અકળામણ સમજાતાં નથી. પોતાનો અધિકાર કોઈએ ખૂંચવી લીધો હોય એવું જગન્નાથને લાગે છે. થોડી ક્ષણો જ્યાંનો ત્યાં ઊભો રહીને પછી કમને અંદર ચાલ્યો જાય છે. સુરતા હજી આશ્ચર્યમાં ડૂબેલી જ છે, ત્યાં–)
નિગમઃ | બાપાજી પાછા ફરે તે પહેલાં આ જ્યાં હતી ત્યાં મૂકી આવ, નિરુ. |
(છબી નિરામયને આપે છે.)
સુરતાઃ | પણ એના કાચ તું જાતે સાફ કરવાનું કહેતી હતી ને નિગમ! |
નિગમઃ | પછી થઈ રહેશે. આજે આપણે કેટલે દિવસે મળ્યાં?… કૉફી પાછી ગરમ થઈ જશે. લે તો, તું ઊભો કેમ રહ્યો નિરામય? શો વિચાર કરે છે? |
નિરામયઃ | નિગમ, સુરુબેનથી આ બધું છુપાવવાનો કશો અર્થ ખરો? બહારથી કશુંક બેહૂદું સાંભળે તે કરતાં આપણે જ એમને સાચી વાત કાં ન કરીએ? ક્યાં સુધી આપણે આ બધું છુપાવી શકવાનાં હતાં? |
નિગમઃ | નરુ! |
નિરામયઃ | તારા કરતાં લેશ પણ ઓછી પજવણી હું અનુભવું છું એમ તું શાથી માને છે. |
નિગમઃ | કૉફી પી લઈને તું જા, સુરુ. નિરુ ખૂબ અપસેટ થઈ ગયો છે. |
સુરતાઃ | (કૉફીનો ગ્લાસ ટેબલ ઉપર પાછો મૂકીને ઊભાં થતાં) ભલે. |
નિરામયઃ | (એને રોકતાં) ના સુરુબેન. બેસો. આજે અમારો વારો, કોને ખબર કાલે કદાચ તમારો વારો પણ આવે. આપણે સૌએ ભેગાં બેસીને નિવેડો આણવા જેવી આ ઘટના નથી, નિગમ? |
સુરતાઃ | પણ નિગમની ઇચ્છા વિરુદ્ધ હું બેસું કેવી રીતે? … બાકી, નંદનકાકી ચાલ્યાં ગયાં તે અંગે ચારેબાજુ જાતજાતની વાતો થતી હતી, તે મારાથી ન સહેવાઈ એટલે સાચી વાત જાણવા માટે હું સામેથી ચાલીને આવી હતી. મારી જાતને હું તમારાં સુખદુઃખની સાથી ગણતી હતી. |
નિરામયઃ | બેસો સુરુબેન, નિગમ હવે વાંધો નહિ લે. સાંભળો, આટલી ઉમ્મરે માએ પોતાનો મનોભાવ જાહેર કર્યો. |
નિગમઃ | ના, નિરુ ના. મા માટે એવું બધું ન બોલીશ. |
નિરામયઃ | (નિગમને ન ગણકારતાં) સુરુબેન, તે દિવસે બન્ને વચ્ચે ખૂબ બોલાચાલી થઈ, છેવટે અસહિષ્ણુ બનીને બાપાજી કશું ન બોલવાનું બોલી ગયા, ને માએ એમને સ્પષ્ટ કહી દીધું કે… (બોલતાં અટકી જાય છે. ગળે ડૂમો ભરાઈ જાય છે.) |
સુરતાઃ | તને વાત કરતાં મુશ્કેલી પડતી હોય તો, અત્યારે રહેવા દે નિરુ, ફરી કોઈ વાર… |
નિરામયઃ | (બે ક્ષણમાં જ સ્વસ્થ થતાં) એ જાણ્યા સિવાય હવે તમે બેચેન બની જવાનાં… માએ બાપાજીને કહી સંભળાવ્યું કે, એમની સાથેનું એનું લગ્નજીવન સાવ નિષ્ફળ નીવડ્યું છે. બાપુજી માટે એના અંતરમાં માત્ર સદ્ભાવ સિવાય બીજી કોઈ લાગણી નથી. એ તો ચાહે છે – |
નિગમઃ | બસ, નિરુ બસ. |
નિરામયઃ | (ફ્રેમની પછીત ખોલી નાખતાં) મા ચાહે છે, વર્ષોથી – |
નિગમઃ | (છબી પોતાની પાસે ખેંચી લેવાનો મિથ્યા પ્રયત્ન કરતાં) મારી હાજરીમાં મારી માનું છિદ્ર તું એનો પુત્ર થઈને ઉઘાડું પાડીશ, નિરામય? |
નિરામયઃ | સારી યે ગઈકાલની પેઢીનું એ સત્ય છે, બેન નિગમ! છિદ્ર જેવો ચીલાચાલુ કઢંગો શબ્દ તું શા માટે વાપરે છે? સાચું કહેજો સુરતાબેન, આપણાં માવતર, એમનાં હૈયાંમાં સંઘરાયેલી બધી જ વાતો ખુલ્લી કરે તો, દસમાંથી નવ જણનાં જીવનનું આ સત્ય નથી? |
સુરતાઃ | હું ન સમજી, નિરુ. |
નિરામયઃ | તમે બરાબર સમજો છો, છતાં વધુ ચોખવટ માંગો છો? મોટા ભાગનાઓનું લગ્નજીવન થીગડથાગડ નથી હોતું? પણ એ કબૂલ કરવાની હિમ્મત વર્ષો પછી મારી મામાં જાગી… એવી મા માટે મને તો માન જ થાય છે. નિગમ ભલે – |
નિગમઃ | મારી મા માટે મને માન નથી એવું મેં ક્યારે કહ્યું? પણ આજુબાજુનાઓની વેધક દૃષ્ટિ મારાથી જીરવાતી નથી. સાચું કહું છું સુરતા… જો ને. તારી જ નજર કેવી આરપાર ઊતરી જાય છે? |
સુરતાઃ | પણ આવું સાહસ! કૌશિકકાકા જેવો પતિ, છતાં કયા અભાવને પૂરવા માટે? |
નિરામયઃ | મને તો એવા સાહસનો આવો નતીજો આવી રહ્યો છે તે ખૂંચે છે. અને પુખ્તવયે પહોંચેલાં બાળકો એને યાદ આવ્યાં, એટલે એ પાછી આવે છે… અરે, પણ એને એ કેમ નહિ સમજાયું હોય કે, પૂરી સહાનુભૂતિ અને માન હોવા છતાં અમે એને પહેલાંની નજરથી નથી જોઈ શકવાનાં? બધી ઊથલપાથલ આ છબીને કારણે થઈ. એની પછીત ખોલીને મા કદાચ ઘણી યે વાર બક્ષીકાકાનું મુખ જોઈ લેતી હશે… એવું કશું કરતાં બાપાજીએ એને તે રાત્રે જોઈ, અને સારી યે ઘટના ઉપરનું ઢાંકણ ક્ષણવારમાં ખૂલી ગયું. |
સુરતાઃ | બક્ષીકાકા એટલે? |
નિરામયઃ | (ફ્રેમ ખોલીને પાછળ છુપાવેલો ફોટો કાઢીને સુરતાને બતાવતાં) આ બક્ષીકાકા, લો કૉલેજના રિટાયર્ડ પ્રિન્સિપાલ. |
સુરતાઃ | એકલદોકલ વિધુર છે તે પ્રોફેસર પ્રસન્નકુમાર બક્ષી? પણ એ તો બહુ ધૂની ગણાય છે. સાવ એકાંતમાં નાનો સરખો બંગલો છે. ચિત્રો ચીતરતા હોય કે પછી બગીચો સંભાળતા હોય છે. છેલ્લા ફ્લાવર શોમાં એમના કેકટસ અને કાળાલીલા ગુલાબને પહેલું ઇનામ મળ્યું હતું… આપણે બધાં જ એ જોવાં ગયાં હતાં નહિ? |
નિરામયઃ | એમના એ એકાંત બગીચાની માવજત અને ઉછેરમાં મારી માનો પણ હિસ્સો હતો, એમ કહું તો નવાઈ લાગે, સરુબેન? |
સુરતાઃ | શું વાત કરો છો? |
નિગમઃ | એ ફૂલના શોખે તો બધી તકલીફ ઊભી કરી. એક વાર મા રૉયલ નર્સરીમાં થોડાં શાકપાનનાં અને ચાલુ ફૂલછોડનાં બિયાં અને થોડી કલમો ખરીદવા ગયેલી, ત્યાં એકચિત્તે જાતજાતનાં ફૂલોનાં રંગરૂપ માણતા પ્રોફેસર બક્ષીને એમણે જોયા. |
સુરતાઃ | પણ કહે છે કે, કૌશિકકાકા અને પ્રોફેસર બક્ષીની તો જૂની ઓળખાણ હતી? |
નિરામયઃ | બન્ને આ જ લો કૉલેજના વિદ્યાર્થીઓ હતા. બક્ષીકાકાએ ધાર્યું હોત તો, આજે તેઓ મુંબઈની હાઈ કોર્ટની બૅન્ચમાં વિરાજતા હોત, પણ મૂળથી જ ધૂની. |
નિગમઃ | આવી બધી વાતો શા માટે નિરુ? અજાણપણે આપણે આપણી જ માની કેવી વાતો ખુલ્લી પાડી નાખીએ છીએ એનો તો વિચાર કર. |
નિરામયઃ | ચિત્રોનો સામાન્ય શોખ પછી વધુ ગાઢ થયો. ઝાડપાન અંગેની સમજ વધી. એમ કરતાં કરતાં બન્ને વચ્ચે ઘરોબો વધ્યો. |
સુરતાઃ | પણ કૌશિકકાકાએ એવા સંબંધને પ્રોત્સાહન શા માટે આપ્યું? |
નિગમઃ | મેં ય બાપાજીને એ પ્રશ્ન ચાર દિવસ ઉપર પૂછ્યો હતો, પણ એમણે જવાબ ન આપ્યો. |
સુરતાઃ | એમ સાવ આંધળિયા કરવાનો તો કૌશિકકાકાનો સ્વભાવ નથી. આમ તો દરેક પગલું ગણી ગણીને ભરે અને ભરાવે પણ… અને પ્રોફેસર બક્ષી? જીવનનો આટલો માર્ગ વટાવી લીધા પછી, એમના જેવાને આવું શોભે? |
નિરામયઃ | માનશો સુરતાબેન, જે ક્ષણે મેં આ જાણ્યું કે મા બક્ષીકાકાને ત્યાં ચાલી ગઈ છે… ત્યારે મારા મન ઉપરનો કાબૂ ચાલ્યો ગયો. તે વખતે મારા હાથમાં રિવૉલ્વર કે છરો હોત તો, પરિણામની કશીયે ચિંતા કર્યા સિવાય… |
નિગમઃ | જા રે, ગાંડા! એવી માના બાળકથી એવું વિચારાય પણ ખરું? |
સુરતાઃ | કૌશિકકાકાની જગ્યાએ મારા બાપુ હોય તો એ પણ પહેલું પગલું તો આવું જ વિચારે. પુરુષને પોતાનું સ્વમાન હણાય, પત્નીની નિષ્ઠા સરી પડી છે એમ લાગે તો પુરુષ જેવો પુરુષ– |
નિરામયઃ | ઊલટું બાપાજીએ જ મને વાર્યો, શાંત પાડ્યો. |
સુરતાઃ | શું વાત કરે છે? જમદગ્નિ અને પરશુરામની તો આપણે માત્ર વાતો જ કરવાનાં, તે વખતે કાયદાની આવી ગૂંચો નો’તી. અને કૌશિકકાકા જેવા, કાયદાને સમજનારા અને પાલન કરનારા નાગરિકો પણ કેટલા? |
નિગમઃ | ના, હું મારા બાપાજીને એવી રીતે નથી જોતી. પુરુષના હૈયામાં પોતાની પત્ની માટે અણખૂટ વહાલ હોય તો જ એ આમ ઉદાર બની શકે, સ્વસ્થ રહી શકે. મારી મા માટે બાપાજીને કેવી લાગણી હતી, તે હું જ જાણું છું. એને બળે જ મા આજે પાછી આ ઘરમાં પગ નથી મૂકતી, એમ શાથી માન્યું? |
સુરતાઃ | આ જમાનો જ Forgive અને Forgettingનો છે. આપણે આ વાત ભૂલી જઈએ, એને દફનાવી દઈએ અને નંદનકાકી આવે ત્યારે હસતે મુખે આપણે એમને આવકારીએ. જન્મથી માંડીને આજ સુધી તમારી અસંખ્ય ત્રુટિઓ એ માએ માફ નહિ કરી હોય? ઉદાર મનથી એ માને આ ઘરમાં એની પ્રતિષ્ઠા પાછી આપજો. બહુ તો પ્રો. બક્ષી સાથેનો સંબંધ બિલકુલ બંધ કરાવી દેવાનો. |
નિરામયઃ | અહીં પાછા ફરવા માટે બાપાજીએ એવી કોઈ શરત રજૂ કરી હોય, એમ હું માનતો નથી… મા એવી કોઈ શરણાગતિ સ્વીકારે એ પણ માન્યામાં નથી આવતું. એટલા સરખા ઝગડાને કારણે મા ચાલી શું ગઈ? અને આટલા દિવસમાં વળી પાછી પણ આવે છે! તારી સમજમાં કશું ઊતરે છે, નિગમ? |
સુરતાઃ | જગુ પેલી છબીની વાત કરતો હતો, તે વળી કઈ? |
નિગમઃ | કેમ! બાના આ ફાટોની ત્રણ કૉપી કઢાવેલી, એક અમારે મોસાળ છે, બીજી આ અને ત્રીજી બાપાજી પાસે હશે. |
નિરામયઃ | હશે નહિ, હતી જ. બન્નેની ફ્રેમ પણ આવી એકસરખી જ હતી, ટેબલ ઉપર ગોઠવી શકાય તેવી. પણ આ છબીનું શું કરવું, નિગમ? બક્ષીકાકાના ફોટાની વાત કરું છું. |
નિગમઃ | એનો વિચાર મા અને બાપાજીએ કર્યો જ હશે ને? |
સુરતાઃ | તને થતું હશે કે, એના ટુકડે ટુકડા કરી નાખું, નહિ? |
નિરામયઃ | ના, હવે એમના માટે મારા મનમાં એવું કશું વેર રહ્યું નથી. એવો બાલિશ પ્રયત્ન હું કરું એમ તમે શાથી માનો છો? (ત્યાં બહારની બાજુએથી કોઈ નજીક આવતું હોય એવો અવાજ સંભળાય છે.) |
સુરતાઃ | કોઈ આવ્યું કે શું? |
નિગમઃ | (બહારની બાજુએ નજર નાંખીને) અરે હા, મા અને બાપાજી જ. ના, મારાથી એમ તરત તો માની સામે નહિ ઊભા રહેવાય… સુરતાબેન, ઉપર ચાલ, થોડી મિનિટો મારી પાસે બેસ. આ કસોટીની ક્ષણોમાં મારે તારો સહારો જોઈશે. (સુરતાને સાથે લઈને જમણી તરફ ચાલવા માંડે છે. પછી સહેજ પાછા વળીને) અને તું નિરામય? |
નિરામયઃ | (હાથમાંની ફ્રેમ અને છબી સાથે ઝડપથી ડાબી તરફ જતાં) આ ફોટો અને ફ્રેમ જ્યાં હતાં ત્યાં માના સાલ્લાની બેવડમાં મૂકી દઉં. (ડાબી તરફ ચાલ્યો જાય છે.) |
(થોડી ક્ષણો પછી કૌશિકરામ અને નંદનબેન પ્રવેશે છે. કૌશિકરામ સ્વસ્થ લાગે છે. નંદનબેન ઢીલાં અને શંકાગ્રસ્ત લાગે છે.)
કૌશિકરામઃ | નંદન, આ તારું ઘર. |
નંદનઃ | હજી અહીં મારું સ્થાન છે? તે રાત્રે તો તમે મારું પાર વિનાનું અપમાન કર્યું હતું. કુટુંબને લાંછન લગાડ્યું, પત્ની તરીકેની નિષ્ઠા બધી ઉસેટી નાખી, અને એવું તો કેટલુંયે બાકી હોય તેમ, મેં જ્યારે ઘર છોડવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે તમે આડાય ન ઊભા! |
કૌશિકરામઃ | જવા દે એ બધી વાતો, નંદન ફરીથી તને એવું કશું નહિ સંભળાવું, બસ. |
નંદનઃ | લોકવાયકાની બીક લાગી? અરે પણ, સીતા તો નિર્દોષ હતી છતાં લોકવાયકા સાંભળીને રામે એનો ત્યાગ કર્યો હતો. જ્યારે તમે તો આજના સમાજની દૃષ્ટિએ દોષિત સ્ત્રીને આગ્રહપૂર્વક ઘરમાં પાછી આવકારો છો! એમ શાથી? (કૌશિકરામ કશું બોલવાં જતાં અટકી જાય છે.) ના, ના, એવું બધું નકામું ન બોલશો કે, તને હું ખૂબ ચાહું છું એટલે ઉદારચિત્તે તને આવકારું છું, તારા સિવાય મારું નભે તેમ નથી કે, એવું બીજું કશું બોલશો તો પણ મને ભરોસો નહિ પડે. |
કૌશિકરામઃ | મેં ક્યાં એવું કશું કહ્યું? |
નંદનઃ | કશું કહેવા તો જતા હતા. |
કૌશિકરામઃ | એકપત્નીવ્રતધારી રામે લોકારાધનનું પણ વ્રત લીધું હોઈને લોકવાયકા સાંભળી નિર્દોષ સીતાનો ત્યાગ કર્યો હતો. જ્યારે હું તો – |
નંદનઃ | બોલો બોલો, અટકી કેમ ગયા? |
કૌશિકરામઃ | તારી પાસે તારા ફોટાની એક નકલ હતી, તેના આવરણ નીચે તેં જેમ – |
નંદનઃ | એ વાત તમારે વારંવાર યાદ કર્યા કરવાની છે? |
કૌશિકરામઃ | તારા પ્રશ્નનો સાચો જવાબ ન આપું? |
નંદનઃ | મને સાચો જવાબ જ ખપશે. |
કૌશિકરામઃ | નંદન, તું જેમ સીતા ન બની શકી, તેમ હું પણ વળી ક્યારે રામ બની શક્યો હતો? |
નંદનઃ | શી વાત કરો છો? |
કૌશિકરામઃ | છતાં તારી જેમ હિમ્મતપૂર્વક સત્ય કબૂલ કરવાની શક્તિ મારામાં ક્યારે ય ન આવત. તારી જેમ મારી પાસે પણ એવી જ ફ્રેમવાળી છબી હતી – ઓહ! અને તેની પછીતમાં મેં પણ એક ફોટો સંઘરી રાખ્યો હતો. |
નંદનઃ | ઓહ! એટલે તમે મને પાછી બોલાવી લાવ્યા? |
કૌશિકરામઃ | આપણી અયોધ્યા અકબંધ રહે તે માટે નંદન… તે માટે તને આટલો આગ્રહ કરીને પાછી લઈ આવ્યો છું. તે સિવાય બીજું કશું મને પોષાય તેમ નો’તું… ને પેલી છબી, હતી તેમ જ તારા કબાટમાં અકબંધ છે, હોં. |
(બાજુના ઓરડામાંથી છબી પડવાનો અને કાચ તૂટવાનો અવાજ સંભળાય છે, ત્યાં પડદો.)
(શિવકુમાર જોષીનાં શ્રેષ્ઠ એકાંકીઓ)