કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૯. એ રત: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૯. એ રત|}} <poem> મ્હોરી મ્હોરી આંબલિયા કેરી ડાળ રે, {{Space}} એ રત આવી,...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
{{Right|'''(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૧૪)'''|}} | {{Right|'''(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૧૪)'''|}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૮. ઝીણા ઝીણા મેહ | |||
|next = ૧૦. યૌવના | |||
}} |
Revision as of 10:52, 13 June 2022
૯. એ રત
મ્હોરી મ્હોરી આંબલિયા કેરી ડાળ રે,
એ રત આવી, ને રાજ ! આવજો !
ઝીલે નીરે સારસ સરોવરપાળ રે,
એ રત આવી, ને રાજ ! આવજો !
કુંજ કુંજે વાઘા સજ્યા નવરંગ રે,
એ રત આવી, ને રાજ ! આવજો !
ચન્દ્ર હસી અજવાળે રજનીનાં અંગ રે,
એ રત આવી, ને રાજ ! આવજો !
તેજ મધુર વરસે, ને વિશ્વ મહીં ન્હાય રે,
એ રત આવી, ને રાજ ! આવજો !
લીલો પેલો વનનો મંડપ ઝોલાં ખાય રે,
એ રત આવી, ને રાજ ! આવજો !
ઊભી ઊભી નીરખું છું વાટ, અલબેલ રે !
એ રત આવી, ને રાજ ! આવજો !
ફૂલડેથી લૂમી ઝૂમી મ્હારી વેલ રે,
એ રત આવી, ને રાજ ! આવજો !
(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૧૪)