કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૧૦.ખેતર વચ્ચે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૦.ખેતર વચ્ચે|}} <poem> તગતગ્યાં બે દૂધભર્યાં ડૂંડાં લચેલાં સા...")
(No difference)

Revision as of 07:10, 15 June 2022


૧૦.ખેતર વચ્ચે

તગતગ્યાં
બે દૂધભર્યાં ડૂંડાં લચેલાં સાવ પાસે !
રોમ પર એકાંત સરકે સીમનું.
હું શું કરું ?
ચોપાસ એની છોડ થઈ ઊગી ઊઠું,
પંખી બનીને
આ લીલુંછમ લ્હેરતું આકાશ
પાંખોમાં ભરી ઊડું ?
સૂકાં પડેલાં તૃણમાં રસ થઈ સરું ?
રે શું કરું ?
આંહીંથી ભાગી જઉં હું ક્યાંક,
પણ તે જાઉં ક્યાં ?
મારા ભણી વાલોળનો વેલો સરી આવે !
વેલો નહીં – એ તો
પવન-તડકો અને માટી બધું ભેગું થઈને વેગથી —
(અંગત, પૃ. ૧૦)