કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૧૨.એક વાર્તા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૨.એક વાર્તા|}} <poem> ઊડી ગયાં કૈં અહીંથી છોગાં. છલકાતો પિત્તળ...") |
(No difference)
|
Revision as of 07:15, 15 June 2022
૧૨.એક વાર્તા
ઊડી ગયાં કૈં અહીંથી છોગાં.
છલકાતો પિત્તળને બેડે સૂર્ય, ગયો...
ગયું એક મોલ ભરેલું ગાડું.
પલટણ ગિલ્લી પાછળ
વકટ રેંટ મૂઠ કરતી કરતી
જતી રહી.
ઓ દૂર દૂરના લીમડા મ્હેંકે,
કો’ક ઘટા લીલુંછમ ટહુકે.
ખીજડે પ્હેર્યો ખૂંપ...
લાગલ્યો
પરવોટાની ડોશીને ભૂતકાળ સાંભર્યો.
પિત્તળના બેડા પર
પાછો કૂંણો કૂંણો સૂર્ય ઊતર્યો...
(અંગત, પૃ. ૧૪)