કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૨૬.શેઢો (ગઝલ): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૬.શેઢો (ગઝલ)|}} <poem> સદા ઘરથી છેટે રહ્યો ઘાસ જેવો, છતાં આંખથી ન...")
(No difference)

Revision as of 04:55, 16 June 2022


૨૬.શેઢો (ગઝલ)

સદા ઘરથી છેટે રહ્યો ઘાસ જેવો,
છતાં આંખથી ના અલગ થાય શેઢો.

ચગદતો હમેશાં ગમે તેમ એને,
બળદને કદી ના ચરી જાય શેઢો.

પગલાંનો એ છે જનમથી જ ભૂખ્યો,
પથ પર ઘણી વાર પથરાય શેઢો.

નથી પાંખ એને કે ઊડી શકે એ,
છતાં નીડમાં ક્યાંક સંતાય શેઢો.

નથી કોઈ હોતું કને વાત કરવા,
મને એ સમયથી જ સમજાય શેઢો.

રહ્યો છું કને ને કને તોય છે શું ?
નર્યો ઘાસ છું કે ન પરખાય શેઢો !
(અંગત, પૃ. ૪૩)