કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૨૭.તારું મધમીઠું મુખ
Jump to navigation
Jump to search
૨૭.તારું મધમીઠું મુખ
રાવજી પટેલ
તારું મધમીઠું મુખ
જાણે સાતપાંચ તારાનું ઝૂમખું
હો આમતેમ ઝૂલે
હો ઝૂલે.
કે ઘર મારું વ્હેલી પરોઢના પ્હેલા
ઉઘાડ જેવું ખૂલે !
મારું સામટુંય દુઃખ
જાણે વાયુનું પગલું શું આછું
હો આમતેમ ઊડે
હો ઊડે.
કે ગંધના ઘેલા પતંગિયા જેવું
આ મંન મને ભૂલે !
(અંગત, પૃ. ૪૭)