કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૬.પતંગિયું: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬.પતંગિયું|}} <poem> વાયુ તણી આ ડમરી મહીં અરે આવી તણાયું મૃત કો’...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૬.પતંગિયું|}} | {{Heading|૬.પતંગિયું|લાભશંકર ઠાકર}} | ||
<poem> | <poem> | ||
Line 34: | Line 34: | ||
{{Right|(વહી જતી પાછળ રમ્યઘોષા, પૃ. ૪૬-૪૭)}} | {{Right|(વહી જતી પાછળ રમ્યઘોષા, પૃ. ૪૬-૪૭)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૫.વરસાદ પછી | |||
|next = ૭.સાંજના ઓળા લથડતા જાય | |||
}} |
Latest revision as of 07:36, 17 June 2022
લાભશંકર ઠાકર
વાયુ તણી આ ડમરી મહીં અરે
આવી તણાયું મૃત કો’ પતંગિયું
પડ્યું અહીં ફર્શ પરે વિશીર્ણ.
જ્યાં ઊંચકી અંગુલિએ હથેલીમાં
મૂકી રહું છું નીરખી :
પ્રકંપિતા
રંગો તણી સૃષ્ટિ સુરમ્ય શૈશવી
હથેલીમાં દક્ષિણ રે ઝૂલી ઊઠી :
કુમારીના કાંચનકેશ ફરફર્યા !
ને અશ્વની પીઠ પરે રતૂમડી
હલ્યા કરે મોજડી વામદક્ષિણે !
મોતી ચૂગે હંસ સરોવરે
ત્યહીં
ફરી સપાટા મહીં ચંડ વાયુના
હથેલીથી છિન્નવિછિન્ન થૈ બધે
ચતુર્દિશે શા ટુકડા ઊડે અરે !
પતંગિયું એક સુરમ્ય, શું થયું !
રાતાલીલા આ ટુકડા સ્મૃતિ સમા
પડ્યા બધે ફર્શ પરે અહીં તહીં !
એ સર્વને સાંધી શકું ન દૃષ્ટિથી !
પતંગિયું. ફર્શ. વ્યથા. રતૂમડી
શી મોજડી ! કાંચનકેશ;
હાથમાં
થેલી લઈ ચંપલ પ્હેરી ચાલતો
કચેરીએ, શી પલકે પુનઃ પુનઃ
દૃષ્ટિ :
અરે એક સુરમ્ય, શું થયું ?
પતંગિયું એક સુરમ્ય, ક્યાં ગયું ?
(વહી જતી પાછળ રમ્યઘોષા, પૃ. ૪૬-૪૭)