કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૧૭.હરિવર આવો ને: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૭.હરિવર આવો ને|}} <poem> હરિવર આવો ને ફૂલપરીની લાશ લટકતી લાવો ન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૭.હરિવર આવો ને|}} | {{Heading|૧૭.હરિવર આવો ને|લાભશંકર ઠાકર}} | ||
<poem> | <poem> | ||
Line 15: | Line 15: | ||
હરિવર આવો ને | હરિવર આવો ને | ||
ફૂલપરીની લાશ લટકતી લાવો ને. | ફૂલપરીની લાશ લટકતી લાવો ને. | ||
ચોપડીઓના કિલ્લા તોડી | ચોપડીઓના કિલ્લા તોડી | ||
મનના ઘોડા નાસે | મનના ઘોડા નાસે | ||
Line 28: | Line 29: | ||
હરિવર આવો ને | હરિવર આવો ને | ||
ફૂલપરીની લાશ લટકતી લાવો ને. | ફૂલપરીની લાશ લટકતી લાવો ને. | ||
સૂરજનું અવસાન થશે | સૂરજનું અવસાન થશે | ||
ને જશે આંખ મીંચાઈ | ને જશે આંખ મીંચાઈ | ||
Line 42: | Line 44: | ||
{{Right|(મારા નામને દરવાજે , ૨૦11, પૃ. ૬૫-૬૬)}} | {{Right|(મારા નામને દરવાજે , ૨૦11, પૃ. ૬૫-૬૬)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૬.અવાજને ખોદી શકાતો નથી | |||
|next = ૧૮.અને હિટલરને મેં જન્મતાં જોયો છે | |||
}} |
Latest revision as of 07:55, 17 June 2022
લાભશંકર ઠાકર
હરિવર આવો ને
ફૂલપરીની લાશ લટકતી લાવો ને
લૂખી આંખો મોતી બબડ્યાં
બોર બોર આંસુઓ ગબડ્યાં
ચંચળતા લોખંડ બનીને
ખાઉં ખાઉં કરતી રે ખાતી કાટ
નાનકડી કેડી પર ઘોરે
એક અડીખમ વાટ
વાટ સળગાવો ને
હરિવર આવો ને
ફૂલપરીની લાશ લટકતી લાવો ને.
ચોપડીઓના કિલ્લા તોડી
મનના ઘોડા નાસે
લગામની લપટી લાલચ આ
હિ હિ હા હા હાસે
નાસે છે હિમ્મતનાં ડગલાં
પ્રજળે છે પાવકનાં પગલાં
પગલાંની લક્ષ્મણરેખામાં
પથ્થરનું એક હરણું
શબ્દોનું ચાવે છે હરદમ
સૂકું સૂકું તરણું
તરણાને તણખો મૂકી સળગાવો ને
હરિવર આવો ને
ફૂલપરીની લાશ લટકતી લાવો ને.
સૂરજનું અવસાન થશે
ને જશે આંખ મીંચાઈ
શબ્દો સૌ પથ્થર થઈ ખરશે
ખખડી ઊઠશે ખાઈ
ખાઈ મહીં લીલા થીર જળમાં
કાગળની એક હોડી
ટગરમગર ચોગરદમ જોતું
એ હોડીમાં આંસુ રોતું
એ આંસુને કાંક કરી સમજાવો ને
ટગરમગર ચોગરદમ જોતું
હરિવર આવો ને
ફૂલપરીની લાશ લટકતી લાવો ને.
(મારા નામને દરવાજે , ૨૦11, પૃ. ૬૫-૬૬)