કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૨૬.ચારે તરફ... વ્યવસ્થાઓ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૬.ચારે તરફ... વ્યવસ્થાઓ|}} <poem> ચારે તરફ અહીંતહીં બધે પડેપડમા...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૨૬.ચારે તરફ... વ્યવસ્થાઓ|}}
{{Heading|૨૬.ચારે તરફ... વ્યવસ્થાઓ|લાભશંકર ઠાકર}}


<poem>
<poem>
Line 104: Line 104:
{{Right|(બૂમ કાગળમાં કોરા, પૃ. ૬1-૬૪)}}
{{Right|(બૂમ કાગળમાં કોરા, પૃ. ૬1-૬૪)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૨૫.હું શોધું છું
|next = ૨૭.કવિનું મૃત્યુ
}}

Latest revision as of 09:00, 17 June 2022


૨૬.ચારે તરફ... વ્યવસ્થાઓ

લાભશંકર ઠાકર

ચારે તરફ
અહીંતહીં બધે
પડેપડમાં
અણું જેવી પરમાણુ જેવી પર્વત જેવી પ્રકાશ જેવી
વ્યવસ્થાઓ.
કોઈ ઊભી છે, કોઈ બેઠી છે.
કોઈ ચાલે છે, કોઈ દોડે છે.
કોઈ બોલે છે, કોઈ ખોલે છે કશુંક.
કોઈ હસે છે, કોઈ ભસે છે કે ખસે છે.
કોઈ ઊગી છે, કોઈ મૂંગી છે.
પણ છે, ચારે તરફ વ્યવસ્થા વ્યવસ્થા વ્યવસ્થા.
કોઈ સૂકા તણખલા જેવી
અમથી અમથી ફરક્યાં કરે
દાખલા તરીકે :
મારા ગામના સરોવરકાંઠે દેરી પર
ત્રીસ વરસથી ફરકતી ધજા-ની સ્મૃતિ.
ધજા પણ વ્યવસ્થા, સ્મૃતિ પણ વ્યવસ્થા.
પવન પણ વ્યવસ્થા
શરીરને શેકી નાખતો ઉનાળો પણ વ્યવસ્થા
ટાંકણીયે વ્યવસ્થા, ઢાંકણીયે વ્યવસ્થા;
અને ક્યારેક કપરી કોઈ વેળાએ
ઢાંકણીમાં ડૂબી મરવાની પણ વ્યવસ્થા.
આસ્થા અને અનાસ્થા : વ્યવસ્થાના જ અંશો.
અને અવસ્થા પણ વ્યવસ્થાનો જ એક ભાગ.
પછી દાતણનો કૂચો કરાવવો પડે
કે ચોકઠાથી ચલાવવું પડે –
પણ ચાલે
ચાબુકની વ્યવસ્થાથી પથ્થરનો ઘોડો પણ ચાલે.
કાલે શું ખાશું ને શું પીશું-ની
આજથી જ વ્યવસ્થા કરવામાં પરોવાયેલાને
ભાન પણ ક્યાંથી હોય, ભાઈ !
કે કોઈ વ્યવસ્થિત રીતે
વાળની જેમ આપણને ઓળી રહ્યું છે
ને પતંગની જેમ ચગાવી રહ્યું છે.
ભાતની જેમ રાંધી રહ્યું છે
ને લેંઘાની જેમ સાંધી રહ્યું છે.
છાણાની જેમ થાપી રહ્યું છે
ને કાપડની જેમ કાપી રહ્યું છે.
આપણે થપાઈએ છીએ ને કપાઈએ છીએ સતત.
સતત આ જે દોડધામ કરતી
કીડીઓ જેવી ક્ષણો
ક્ષણોની કલ્પના
તે તો જિન વિથ લાઇમનો ત્રીજો પૅગ.
કોઈએ વ્યવસ્થિત રીતે
કશું એવું ગોઠવી દીધું છે
જેને –
આપણે કબૂતરની જેમ ગળું ફુલાવીને
Sense of time કહીએ,
એ ગુમાવનારને
સ્કિઝોફ્રેનિક કહીએ.
કેમ કે
એ કશાકની વ્યવસ્થા ખાસ માણસને માટે.
એ કશાકના કબાટમાંથી
ખરખર ખરે
ક્ષણને ઓળખનારી ને ક્ષણમાં ખરનારી
ખોખાં જેવી અંધ દેડકીઓ.
એક દેડકીની આંખ નીચે
અઢાર હજાર સંકલ્પો
ને એંશી હજાર વિકલ્પોનાં ઈંડાં.
એક એક ઈંડામાંથી
આઠ લાખ અંધ દેડકીઓ નીકળે,
એક એક અંધ દેડકીની આંખ નીચે
અઢાર હજાર વિકલ્પોની
વ્યવસ્થિત થપ્પીઓ.
પળના પ્રત્યેક પચ્ચીસમા ભાગના આરંભની તડ પરથી
એક સંકલ્પની પાછળ વીશ વિકલ્પનાં ઈંડાં
ગબડવા માંડે
અને સતત વ્યવસ્થિત રાંડે
એકવીશ ભૂંડણો.
ભૂંડણો, મા વ્યવસ્થાની અપંગ બાળકીઓ
ગાય ગરબા.
એ ચોક ચાચરનો ગોળાકાર ગતિ ગીત
બધું જ બધું –
બાજુની મુતરડીના બ્રહ્મસરોવરમાં તરફડતા
વંદાની મૂછોનો ફરકાટ
બધું જ બધું
મા જગદંબાનો, મા વ્યવસ્થાનો પ્રભાવ.
આપ, જાપ, તાપ, બાપ ને પગારમાં મુકાતો કાપ
બધું જ મા વ્યવસ્થાના નેત્રસ્ફુરણને આભારી.
ભાષાના ભૂંડણ આ –
જે હરદમ જણતી
લાખ લાખ જણતર,
અકળ-વિકળ કરનારા આક્રોશ બધા,
આ સ્વર-વ્યંજનનાં ચેંચૂં કરતાં શૂકર-બાળ,
આ આળ-પાળ-પંપાળ – બધું
આ રોષ ઉગ્ર ઝેરીલો જે ડંખ્યા કરતો સતત જાત
કે પાણીપોચો ભાત,
આ ખૂજલી
(એટલે દર સપ્તાહે સાત કવિતા લખવાની)
જે ભાષામાં જણતી
ઝીણા ઝીણા ત્વચારોગ
ને ખંજવાળે એને સતત
સુવ્વરો, ખૂજલીબાજો કવિઓ...
ઓહ !
ચૂપ મરું, તોડી નાખું કલમ, ભાષાને ચીરું...
પણ આ કોણ કરાવે ક્રોધ, વ્યવસ્થિત ?
એને પણ ચીરી નાખું – રગદોળી નાખું – ખતમ કરું
પણ એ શું છે ? ક્યાં છે ?
(બૂમ કાગળમાં કોરા, પૃ. ૬1-૬૪)