કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૪૦.છે – ની બારીમાંથી સામે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૦.છે – ની બારીમાંથી સામે| }} <poem> છે-ની બારીમાંથી સામે કદાચ લ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૪૦.છે – ની બારીમાંથી સામે| }} | {{Heading|૪૦.છે – ની બારીમાંથી સામે|લાભશંકર ઠાકર }} | ||
<poem> | <poem> | ||
Line 35: | Line 35: | ||
{{Right|(છે, ૨૦૦૨, પૃ. ૪૫)}} | {{Right|(છે, ૨૦૦૨, પૃ. ૪૫)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૯.કાચબો ચાલે છે | |||
|next = ૪૧.કોણ ઘડે છે કીડીઓનાં નેપુર? | |||
}} |
Latest revision as of 10:26, 17 June 2022
૪૦.છે – ની બારીમાંથી સામે
લાભશંકર ઠાકર
છે-ની બારીમાંથી સામે
કદાચ
લીમડાભાઈ લહેરાય છે.
મંજરીઓના મઘમઘતા થર આવીને
કદાચ
હાલકડોલક નાક સુધી પથરાય છે.
ડાળ પરે કોઈ અજાણ્યું પંખી
કદાચ
ઉત્કટ એકલતાને ગાય છે.
પાંદડાં પવનસહિત રૂપેરી તડકામાં
કદાચ
ફરફર ફરફર ન્હાય છે.
ઘોળીને ચૂસેલી પડી ગયેલી પક્વ લીંબોળીનો
મીઠો કડવો સ્વાદ
કદાચ
અધરોષ્ઠના ચસકારામાં સંભળાય છે.
ટબ્બા જેવીના સ્પર્શમાં ટેરવાં
કદાચ
રણઝણ થાય છે.
છે
છે-ની હાલકડોલક સ્મૃતિઓમાં
કદાચ
છે-ને તાકે છે.. ચાખે છે..
સૂંઘે છે... સ્પર્શે છે...
એવું
છે-ને
ઊંઘભરેલા ઝોકમાં લયભર
કદાચ
લાગે છે.
(છે, ૨૦૦૨, પૃ. ૪૫)