કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૭.લોહનગર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૭.લોહનગર|}} | {{Heading|૭.લોહનગર|ચિનુ મોદી}} | ||
<poem> | <poem> |
Latest revision as of 11:18, 17 June 2022
૭.લોહનગર
ચિનુ મોદી
લોહનગરમાં અશ્વો ભરતા ફાળ,
ફાળમાં આંબી નાંખે કાળ,
કાળની લંબાતી મોં-ફાડ,
ફાડમાં દીઠા તરતા પ્હાડ,
પ્હાડના સૂરજ ઝમતાં જળને
ભીંજવે કોરીકટ એ પળને.
લોહનગરમાં પ્હાડે ઊગી ડાળ,
ડાળને લીલાં લીલાં પાન,
પાનમાં રેસાઓનું રાન
રાનમાં રડતું ઝાકળ-બાળ;
બાળની આંખે આંસુ અટકે
આંસુ વાગોળો-શું લટકે.
લોહનગરમાં ઝાકળ લેતું શ્વાસ
શ્વાસથી હિલ્લોળાતું ઘાસ,
ઘાસમાં ફરતા લીલા નાગ
નાગની આંખે રણકે રાગ,
રાગના રસિયાઓનાં ટોળાં
શ્હેરને રસ્તે ભટકે ભોળાં.
લોહનગરમાં રસ્તે ભારે ભીડ,
ભીડમાં અટવાયેલો શ્વાસ,
શ્વાસમાં પારેવાનું નીડ,
નીડમાં ભર્યો ભર્યો અવકાશ;
રિક્તતા પથ્થરનું ઘર કોરે
રિક્તતા ઘર પછવાડે મ્હોરે
(ઊર્ણનાભ, ૧૯૭૪)