કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨૪.લાગણીવશ હાથમાંથી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨૪.લાગણીવશ હાથમાંથી|}} | {{Heading|૨૪.લાગણીવશ હાથમાંથી|ચિનુ મોદી}} | ||
<poem> | <poem> |
Latest revision as of 11:30, 17 June 2022
૨૪.લાગણીવશ હાથમાંથી
ચિનુ મોદી
લાગણીવશ હાથમાંથી જડભરત પાસો પડ્યો,
બંધ મુઠ્ઠી ખોલવાનો ભય ફરી સાચો પડ્યો.
હું અરીસો ધારીને જોવા ગયો મારી છબી.
આ ચમકતી ભીંત પર તો કાળો પડછાયો પડ્યો.
આમ તો પર્યાપ્ત છે બે આંખનો વિસ્તાર પણ
પૂર આવેલી નદીને પટ ઘણો નાનો પડ્યો !
મોગરાની મ્હેંકમાંથી છૂટવાના યત્નમાં
કાંચળી છોડી છતાં હું ઘેનમાં પાછો પડ્યો.
આ રિયાસતમાં હવે ‘ઇર્શાદ’ શું વટ રાખવો ?
બારી કાપી દૃશ્ય જડવાનો જ જ્યાં ધારો પડ્યો.
(ઇર્શાદગઢ, પૃ.૨૭)